________________
આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૭
ગાજઇ સીંગણિગુણ ઘણમેઘ, ગુહિરા ઢાલ ઢમકઈ તેમ. ૨૯૭ ગયવર રંડમુંડ રડવડઈ, ગિરિવરિશ્ચંગ જાણે કિરિ પડઈ,
હિરપંકિ ખૂપઈ અસવાર, એક સિરિ પડઈ લોહ તણી ધાર. ૨૯૮ સૈન્યનો “નરવરસંહાર' વ્યર્થ ગણાવી, તે અટકાવી બન્ને રાજવીરો પરસ્પર દ્વન્દ્રયુદ્ધ ખેલે છે અને વિદ્યાવિલાસ રાજા જગનીકનો સંહાર કરે છે તેનું શબ્દચિત્ર કવિએ સુરેખ ઉપસાવ્યું છે ?
ધિગુ ધિગુ એ પામર આચાર, જે કિજઈ નરવરસંહાર, એમહ હીમડઈ સાલઈ સાલ, પરપીટણઈ તોડ ઈક ગાલ. ૩૦૩ બે દલ તણાં નિવારિયાં ઝુઝ, તે પણિ રાજા બેઉ સબૂઝ, જોઈ કટક રહિયા બઉ કેડઇ, અંગોઅંગિઈ બેઉ ભિડભિઈ. ૩૦૪ કંસાલા જિમ બેઉ આફલઈ, ઓડણ ઓડી આયુધ ખલઇ, ધાઈ ધુ િધસમસ ધસઈ, અંગિ સનાહ, સુદૃઢ કરિ કરાઈ. ૩૦૫ ઈ રસિ ઉલ્લસ શરીર, તૂટઈ કસણ ત્રટ્ટકઈ વીર,
હિયવંતી જેહની જગિ લીક, ખગ્નપ્રહારિ હણ્યઉ જગનીક. ૩૦ નગરીમાં પધારેલ રત્નાકર મુનિનાં દર્શન કરવા ગયેલ રાજા વિદ્યાવિલાને મુનિએ એના પૂર્વભવ સંભળાવ્યો અને જણાવ્યું કે “તું આવતી ચોવીસીમાં ચરિત્ર ગ્રહ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવીશ”. તે પ્રસંગ કવિએ અતિ સંક્ષેપમાં માત્ર એકાદ કડીમાં નિરૂપ્યો છે ?
કહS પામિરુ હૂ ભવપાર, ભગવન એ અહુ કહુ વિચાર, કેવલ તુહુ જીવ પામિસિઇ, જે ચઉવીસી હિવ આવિસિ. ૩૯) ચારિત્ર જિણવર હાથિઈ લેસિ, નારિસહિત સિવપદ પામેરિ,
તાસ વયણ રંજિલ ભૂપાલ, કારાવઈ જિણભવ. વિલાસ. ૩૬ કવિ વિદ્યાવિલાસના ચરિત્રનો મહિમા વર્ણવી કાવ્યની સમાપ્તિ કરે છે. આમ પરંપરાને અનુસરનારા આ કાવ્યમાં કેટલાંક સ્થાને કવિ આજ્ઞાસુંદરના કવિત્વની ઝાંખી થાય છે તે નોંધપાત્ર છે.
પાદટીપ ૧. મલ્લિનાથચરિત્ર, વિનયચંદ્રકૃત. સંપા. પં. હરગોવિંદદાસ અને બેચરદાસ, ઈ.સ.૧૯૧૧.
પૃ.૭૪–૮૭. ૨. ગુજરાસાવલી, સંપા. બ.ક. ઠાકોર, મો.દ. દેશાઈ, મ.. મોદી, વડોદરા, ઈ.સ.૧૯પs
પૃ. ૮૮- ૧૧૧. ૩. આજ્ઞાસુંદરત વિલાસ પu . હસ્તપ્રત ક્રમાંક ૨૧૯૯, પુણ્યવિજયજી ગ્રંથભંડાર,
'! : --નવ સંસ્કૃતિ વિદાર, અમદાવાદ ૪ વિહારની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, વડોદરા, ઈ.સ.૧૯૪૫, પૃ.૧૭૭ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org