________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૨૧
ઉàક્ષા કરી છે તેના પર તો વારી જવાય એવું છે.
સાગરના કોપનું, એમાં જાગેલા તોફાનનું રૌદ્ર-ભયાનકરસને મૂર્તિમંત કરતું ચિત્રણ ગાઢી વિગતોથી થયેલું છે તથા ચિત્રને ઘેરા રંગ અર્પતા અલંકારોનો પણ ઉપયોગ થયો છે. વહાણના પ્રવાસીઓની ભયભીત મનોદશાને વ્યક્ત કરતા એમના પ્રતિભાવો એ ચિત્રણને એક બીજું પરિમાણ આપે છે. થોડીક કડીઓ નમૂના રૂપે જોઈએ ?
એહવે વયણે રે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવનઝકોલે રે જલભર ઊછલી, લાગે અંબર મોભ. ૧ ભમરી દેતા રે પવન ફિરીફિરી રે, વાલે અંગ તરંગ, અંબરવેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિશંગ. ૨ જલનઈ જોરાં રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક, વાહણલોકનઈ રે જો દેખો હુઈ, ધૂમકેતુ શત શંક. ૩ રોષઅગનિનો રે ધૂમ જલધિ તણો, પસ ઘોર અંધાર, ભયભર ત્રાસ રે મશક પરિ તદા, વાહણના લોક હજાર. ૫ છૂટે આડા રે બંધન થંભનાં, ફૂટઇ બહુ ધ્વજદંડ, સૂક વાહણ પણિ છોતા પરિ હુઇ, કુઆર્થંભ શતખંડ. ૮
| (સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૩) અને હવે જુઓ તોફાન શમી ગયા પછીની વહાણની નિર્વિબ. શાંત ગતિનું વર્ણન. પાર્શ્વનાથની કૃપાથી વિખ ટળ્યું છે તેથી ધર્મભાવથી રંગાયેલી ને પ્રસન્નતાસૂચક ઉàક્ષાઓથી કવિએ એને કેવળ વસ્તુચિત્ર ન રહેવા દેતાં ભાવચિત્ર બનાવી દિીધું છે:
કુઆભ ફિરિ સજ કીઓ હો, માનું નાચકો વંસ, નાચે ફિરતી નર્તકી હો. શ્વેત અંસુર ધરી એસ. ૪ સોહે મંડિત ચિહું દીસે હો, પટમંડપ ચોસાલ, માનું જયલચ્છી તણો હો હોત વિવાહ વિશાલ. ૫ બેઠો સોહે પાંજરી હો, કુઆથંભ-અગ્રભાગ, માનું કે પોપટ ખેલતો હો. અંબર-તરૂઅર લાગિ. ૬ નવનિધાન લચ્છી લહી હો, નવ ગ્રહ હુઆ પ્રસન્ન, નવ સઢ તાણ્યા તે ભણી હો, મોહે તિહાં જનમત્ર. ૭ મેઘાડંબર છત્ર વિરાજે. પટમંડપ અતિ ચંગ, બીજે બિહું પખ સોહતા હો, ચામર જલધિતરંગ. ૯ એક વેલિ સાયર તણી હો, દૂજી જનરંગ-રેલી, ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલિ. ૧૦
(સમુદ્રવહાણ સંવાદ, ઢાળ ૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org