________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં ૫૭
વિશેષતા છે. મહાવીરને શણગારી તેને નજર ના લાગે માટે માતા શું કરે છે તે રજૂ કરતાં કવિ કહે છે:
ત્રિશલાર્યો જુગતે આંજી અણિયાલી બેહુ આંખડી,
સુન્દર કસ્તુરીનું ટબકું કીધું ગાલ. પછી મળતું પારણાનું ચિત્ર પણ સરસ છે. બીજું સુંદર દૃશ્ય આ રીતે કંડારાયું
મારો લાડકવાયો સરખા સંગે રમવા જશે, મનોહર સુખલડી આપીશ એહને હાથ, ભોજનવેળા રમઝમ રમઝમ કરતો આવશે,
હું તો ધાઈને ભીડાવીશ હૃદયા સાથ. ને પછી બાળરમતોમાંથી ક્રમશઃ મોટા થતાં મહાવીરનાં બીજાં કાર્યોની કલ્પનાઓ રજૂ કર્યા બાદ વાત અંતે પહોંચે છે તેના લગ્નમાં તેને મોટા ઘરની કન્યા સાથે પરણાવીશ. એ તો મોટો રાજરાજેશ્વર થશે ને અંતે ત્રિશલા બોલી ઊઠે છે :
મારા મનના મનોરથ પૂરશે જગીશ. આમ, કુળના દિનમણિરૂપ મહાવીરનું આ હાલરડું તેમાંનાં અનેક સુંદર ભાવભય ચિત્રોને કારણે હૃદયસ્પર્શી બન્યું છે.
દિપવિજયકૃત ‘મહાવીર સ્વામીનું હાલરિયું'ની ધ્રુવપંક્તિ “હાલો હાલો હાલો હાલો મારા નંદને આપણને સીધા જ મહાવીરના પારણાને ઝુલાવવાની પ્રક્રિયામાં જોડી દે છે. મહાવીર તીર્થંકર છે એ વાત અહીં અનેક રીતે બતાવાઈ છે. ચૌદ સ્વપ્નની વાત કે કેશીસ્વામીના મુખેથી સાંભળેલી વાતથી ત્રિશલાને સંપૂર્ણ ખ્યાલ છે કે “ચકી નહિ ચક્રીરાજ તેને ત્યાં અવતર્યા છે. ને તેથી તે પ્રસન્નતાથી ગાય છે ?
મારી કૂખે આવ્યા તારણતરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ,
હું તો પુણ્યપનોતી ઇન્દ્રાણી થઈ આજ. ને આમ પુત્ર અને માતા બંનેની મહત્તા વર્ણવાઈ છે. એક દિવ્ય વાતાવરણ અહીં સર્જાયું છે. આ કૃતિનું બીજું નોંધપાત્ર લક્ષણ છે લય. ‘નંદન નવલા' એ શબ્દથી શરૂ કરી કૌટુંબિક જીવનની અનેક પ્રેમભરી ઉચ્ચતમ સ્થિતિઓ લયબદ્ધ રીતે અહીં રજૂ કરી છે.
નંદન નવલા બંધવ નંદીવર્ધ્વનના તમેં.. નંદન ભોજાઈયોના દેયર છે સુકુમાલ, હસશે ભોજાઈયો કહી દીયર મહારા લાડકા, હસશે રમશે ને વલી ચૂંટી ખણશે ગાલ, હસશે રમશે ને વલી ગૂંસા દેશે ગાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org