SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ફાગુમાવ્યો : કેટલીક લાક્ષણિકતાઓ [ ૩૫ ઉદ્ધવપ્રસંગના વિષયનું કાવ્ય છે. એમાં ગોપીઓનો કૃષ્ણવિરહ વીગતે આલેખાયો છે તે સાથે કૃષ્ણનું મથુરાગમન, મથુરામાં કૃષ્ણનાં પરાક્રમો વગેરેનું આલેખન પણ છે. એટલેકે એ એક વૃત્તાન્તકાવ્ય બનવા જાય છે. આ ઉપરાંત બારમાસી (“ચુપઈ ફાગ') તથા સ્ત્રીચરિત્રની કથા (મોહિની ફાગુ') જેવા વિષયો પણ સ્થાન પામ્યા છે. આમાં શૃંગારવર્ણનને – કેટલીક વાર તો વિરહવર્ણનને જ – અવકાશ મળે છે પણ વસંતવર્ણનની તક રહેતી નથી. જેન ફાગુકવિતાનું વિષયવૈવિધ્ય ઘણું મોટું છે. તેમ-રાજુલવિષયક ફાગુકાવ્યો વિપુલ સંખ્યામાં મળે છે એમાં થોડું વસંતવર્ણન આવે છે, પણ સાથે નેમિનાથનું ચરિત્ર ગૂંથાતું હોય છે. કેટલીક વાર તો ચરિત્રવર્ણન વીગતે થાય છે (ધનદેવગણિકૃત “સુરંગાભિધ નેમિ ફાગ', રત્નમંડનગણિકૃત ‘રંગસાગર નેમિનાથ ફાગુ'). ફાગુ કેવળ ચરિત્રકથાનું રૂપ પણ લઈ લે છે – એક નાનકડા રાસ જેવી રચના બની જાય છે (માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગુ, અજ્ઞાત કવિકૃત 'ભરતેશ્વર ચક્રવર્તી ફાગ'). “મંગલકલશ' જેવી લોકવાર્તા પણ “ફાગુ'ને નામે ઓળખાય છે. તીર્થવર્ણન-તીર્થમહિમા (પ્રસન્નચન્દ્રસૂરિકૃત “રાવણિ પાર્શ્વનાથ ફાગુ', મેરુનન્દનકૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ), આચાયદિ વ્યક્તિવિશેષોનાં ચરિત્રવર્ણન અને પ્રશસ્તિ (અજ્ઞાત કવિકત “જિનચન્દ્રસૂરિ ફાગુ', કમલશેખરકૃત “ધર્મમૂર્તિગુર ફાગ'), સાધુપટ્ટાવલી (અજ્ઞાત કવિકૃત “ગુવવલી ફાગ'). બારમાસી (અજ્ઞાત કવિડુિંગરકૃત નેમિનાથ ફાગુ'), જ્ઞાનાશ્રયી રૂપક (લક્ષ્મીવલ્લભકૃત ‘અધ્યાત્મ ફાગ', અજ્ઞાત કવિકૃત “વાહણનું ફાગ'), જ્ઞાનવૈરાગ્યબોધ વૃદ્ધિવિજયકતા જ્ઞાનગીતા'), વૈરાગ્યબોધક નારીવર્ણન (રત્નમંડનગણિકૃત “નારીનિરાસ ફાગ') તથા મૂખ પતિનું દુઃખ જેવા સાંસારિક વિષયો (‘મૂર્ખ ફાગ') પણ જૈન ફાગુકાવ્યોમાં સ્થાન પામે છે. બન્યું છે એવું કે આંતર્યમકવાળા કે સાદા દુહા એ ફાગુકાવ્યોનો મુખ્ય પદ્યબંધ રહ્યો છે. એથી આ પદબંધ ફાગ કે ફાગની દેશી તરીકે ઓળખાવા લાગ્યો અને એમાં થયેલી વિવિધ વિષયની રચનાઓ “ફાગુ'નું નામ પામી. વસ્તુતઃ કેટલીક રચનાઓ અન્ય ઓળખ પણ ધરાવતી હોય છે. જેમકે “મંગલકલશ ફાગ' ચરિત્ર કે પ્રબંધ પણ કહેવાય છે. ૫ જૈન ફાગુકાવ્યોના રચયિતાઓ સંસારવિરક્ત સાધુમુનિઓ હતા. એમણે ફાગુરચનાને ધર્મબોધ અને ધર્મમહિમાના સાધન રૂપે પ્રયોજી છે. જૈન ફાગુકાવ્યોના વિષયો આ સ્પષ્ટ રીતે બતાવી આપે છે. આથી જ, જૈન ફાગુકાવ્યોમાં શૃંગારનું નિરૂપણ આવે તોયે એનું પરિણમન ઉપશમમાં – વૈરાગ્યભાવમાં થાય છે. આ ફાગુકાવ્યના નાયકો સંસારી પુરુષો નથી, પરંતુ નેમિનાથ જેવા તીર્થંકર ને સ્થૂલિભદ્ર જેવા મુનિવર છે. જેમણે સંસાર ત્યજી સંયમધર્મનો માર્ગ સ્વીકાર્યો છે. એમનાં વિશેનાં કાવ્યો વૈરાગ્યનું પ્રતિપાદન કરવામાં જ પરિણમે ને ? ફાગુકાવ્ય નિર્ભેળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy