________________
પ્રકાશકીય નિવેદન
લબ્ધપ્રતિષ્ઠ સંશોધક-સંપાદક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈની જન્મશતાબ્દી ઈ.સ.૧૯૮૫માં તાજી જ પસાર થઈ હતી, અને એમના મૂલ્યવાન ગ્રંથ જૈન ગૂર્જર કવિઓની સંવર્ધિત નવી આવૃત્તિના પ્રથમ ખંડનું ૧૯૮૬માં તાજું જ પ્રકાશન થયું હતું – આ બન્ને મહત્ત્વના બનાવોને અનુલક્ષીને શ્રી મોહનલાલ દેશાઈના લેખનકાર્યની અનુમોદના રૂપે, આ સંસ્થા તરફથી “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિશેનો એક વિશિષ્ટ અને મૂલ્યવાન પરિસંવાદ અમદાવાદ ખાતે તા.૨૮–૨૯ માર્ચ, ૧૯૮૭ના બે દિવસોએ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદનું સમગ્ર આયોજન અને સંચાલન શ્રી જયંત કોઠારીએ કર્યું હતું.
મધ્યકાળમાં જૈનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. આ પરિસંવાદમાં જૈન સાહિત્યના કેટલાક પ્રવાહો, મહત્ત્વના જૈન કવિવરો અને મહત્ત્વની જૈન કૃતિઓ વિશે ત્રીસેક જેટલા અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ થયા હતા. એ નિબંધોને ગ્રંથ રૂપે પ્રગટ કરવાની વિદ્યાલયની ભાવના હતી જ. તેવામાં પૂ.પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, વિલેપાલ (મુંબઈ) તરફથી ઉદારતાભર્યો આર્થિક સહયોગ અને પ્રાપ્ત થયો, જેને લઈને એ ભાવના સરળતાથી મૂર્ત થઈ શકી. આ પ્રકારના ઉદાર આર્થિક સહયોગ માટે અમે શ્રી સવિતાબેન રમણલાલ ડાહ્યાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સાનંદ ઋણસ્વીકાર કરીએ છીએ.
સંસ્થા પોતાનો અમૃત મહોત્સવ ઉમંગભેર અને ઉજ્વલ રીતે ઊજવી રહી છે એ સમયે ગંભીર વિદ્યાધ્યયનની આવી મહત્ત્વની સામગ્રી જૈન-જૈનેતર સમાજને સાદર કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ સાહિત્યસામગ્રીનો સૌ આત્મહિતાર્થે ઉપયોગ કરશે. જૈન સમાજના સાથસહકારથી આ સંસ્થા આવાં વિદ્યાકીય કાર્યો વધુ ને વધુ કરતી રહે એવી અમારી અભિલાષાને સર્વ સહૃદયીઓની અનુમોદના મળી રહો એવી અમારી અભ્યર્થના
આ ગ્રંથના સંપાદનની જવાબદારી શ્રી જયંત કોઠારી અને કાન્તિભાઈ બી. શાહે ચીવટપૂર્વક સંભાળી છે તે માટે અમે સંપાદકોના અત્યન્ત આભારી છીએ. જેમના લેખો અહીં ગ્રંથસ્થ થયા છે તે સૌ વિદ્વાનોનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. અમને શ્રદ્ધા છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અભ્યાસમાં આ ગ્રંથ પૂરક બની રહેશે અને જેને ગુજરાતી સાહિત્ય વિશે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડશે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય,
ઘીરજલાલ મોહનલાલ શાહ ઑગસ્ટ કાન્તિ માર્ગ,
શ્રીકાંતભાઈ સાકરચંદ વસા મુંબઈ ૪૦૦ ૦૩૬
દિનેશભાઈ જીવણલાલ કુવાડિયા તા. ૧૫–૧–૧૯૯૩
મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org