________________
મધ્યકાલીન જૈન કવિતામાં પત્રલેખD ૫૧
પણ તું શું કરે કામિનીજી, શું કહીએ તુજ નાર ? સ્ત્રી હોયે નહીં કેહનીજી, ઈમ બોલે છે સંસાર. ભર્તુહરી રાજા, વલીજી વિક્રમરાય મહાભાગ,
તે સરખા નારી તણાજી, કદીય ન પામ્યા તાગ. અહીં ન અટકતાં, સ્ત્રી-ચરિત્રની લાક્ષણિકતાઓ આ જૈન સાધુકવિએ બારીકાઈથી નિરૂપી છે :
ચાલે વાંકી દૃષ્ટિથી જ, મનમાં નવાનવા સંચ, એ લક્ષણ વ્યભિચારીનાં જી, પંડિત બોલે પ્રપંચ. નદી-નીર ભુજ બળે તરે જી, કહેવાય છે અબળા, એક વિષયને કારણે જી, હણે કંતને નિજ હાથ. સૂતા વેચે કંતને જી, હણે વાઘ ને ચોર, બીએ બિલાડીની આંખથી જી, એહવી નારી નિઠોર. ગામમાં બીહે જાનથી જી, વનમાં ઝાલે છે વાઘ,
નાસે દોરડું દેખીને જી, પકડે ફણિધર નાગ.
સ્વયંસ્પષ્ટ છે કે પરંપરાને અનુસરી કવિએ સ્ત્રીચરિત્રનાં લક્ષણોની સૂચિ આલેખી છે. પણ રાજાએ આપેલા ઉપાલંભના પ્રત્યુત્તર રૂપે ગુણાવલીએ કરેલ ક્ષમાયાચના વધુ વાસ્તવિક અને તેથી પ્રભાવક નીવડી છે :
સાહિબ લખવા જોગ છો, હું સાંભળવા જોગ રે, જેહવા દેવ તેવી ખાતરી, સાચી કહેવત લોક રે. હું તો અવગુણની તારી, અવગુણ ગાડાં લાખ રે, જિમ વાયુના જોગથી, બગડી આંબાશાખ રે. ગિરુઆ સેહેજે ગુણ કરે, કંત મ કારણ જાણ રે, જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. મેં આગમથી લહી નહીં. સાસુ એહવી નાથ રે. આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે, કાંઈક કાચા પુણ્યથી, સદ્દબુદ્ધિ પણ પલટાય રે, જિમ રાણીને ખોળનું, ખાવાનું મન થાય રે. પસ્તાવો શો કરવો હવે. કહ્યું કાંઈ ન જાય રે.
પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંસી થાય રે.
અવગુણ ગાડાં લાખ જેવી અત્યુક્તિથી પ્રગટતી નમ્રતા, “મેઘ ન માગે દાણમાં થતું ગુણદર્શન, અને દેવ જેવી ખાતરી', વાયુના જોગથી આંબાની શાખનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org