SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજયકૃત “નેમ-રાજુલ બારમાસા જયન્ત પાઠક કક્કો, વાર, મહિના, ફાગુ જેવા, મૂળે લોકકવિતાના રચનાપ્રકારોને આપણા મધ્યકાલીન કવિઓએ શિષ્ટ કવિતામાં યોજતાં એમને એક ચોક્કસ ને ચુસ્ત નિબંધન ને નિશ્ચિત વિષય-વસ્તુ સાંપડે છે. બારમાસાની જ વાત કરીએ તો એમાં સામાન્ય રીતે વર્ષના બાર મહિના દરમિયાન પ્રવર્તતી વિવિધ પ્રકૃતિલીલાનું ને માનવચિત્ત ઉપર તેથી થતી અસરનું વર્ણન-નિરૂપણ થાય છે. બીજી રીતે કહીએ તો. એમાં નાયક-નાયિકાના વિરહ-મિલનની ઘટનાથી નીપજતા સંભોગ કે વિપ્રલંભ શૃિંગારના ઉદ્દીપનવિભાવ તરીકે આવાં પ્રકૃતિવર્ણનો કે ઋતુવર્ણનો ખપમાં લેવાય છે. કવિ એક બાજુ પ્રકૃતિવિશેષના સૌન્દર્યનું વર્ણન તો બીજી બાજુ વિશિષ્ટ પરિસ્થિતિમાં ચિત્ત ઉપર પડતા તેના પ્રભાવનું દર્શન કરાવે છે. બારમાસામાં શૃિંગારનિરૂપણ (ઘણુંખરું વિરહ) નાયક-નાયિકાને અવલંબીને થાય છે. એટલેકે એમાં બહુધા વિપ્રલંભ શૃંગાર ને તેના અનુષંગે કંઈક કરણની નિષ્પત્તિ થતી જોવા મળે છે. આવી રચનાઓ ઘણુંખરું લોકજીવનોત્થ ને લોકારાધન માટે થતી હોઈ એમાં અટપટી, જટિલ રચનારીતિ કે સંકુલ વિષયવસ્તુને બદલે સરલ ને વિશદ રચનારીતિ ને સાદું વિષયવસ્તુ હોય છે. ભાષા, છંદ, અલંકાર જેવા કાવ્યના ઘટક અંશોમાં કવિએ બહુધા સદ્યબોધ કરાવે એવો પ્રપંચ રચવાનો હોય છે ને લોકપરિચિત સરલ કથાવસ્તુ ખપમાં લેવાનું હોય છે. અલબત્ત, પાછળથી જેમજેમ આ પ્રકારનો શિષ્ટ કવિતામાં પ્રયોગ વધતો ગયો તેમતેમ તેમાં કલા-કસબના અંશો વધુ ને વધુ પ્રવેશતા ગયા ને વિદગ્ધ કવિઓ એમની નિપુણતાનું પ્રદર્શન એ દ્વારા કરાવવા લાગ્યા. આને કારણે કૃતિની ખૂબી-ખામીઓ, ગુણદોષ ને કવિની શક્તિ-મર્યાદા તપાસવાનો અવસર ઊભો થયો તેમ તર-તમની રીતે કૃતિઓ ને કવિઓને મૂલવવાનો ઉપક્રમ પણ નીપજી આવ્યો. મધ્યકાલીન જૈન-અજૈન કવિઓએ લોકકવિતાના આ પ્રકારને સારી પેઠે ખેડડ્યો છે ને એમની શક્તિ-નિપુણતાનો પરિચય કરાવ્યો છે, તથાપિ એકંદરે એમાં જે કવિતા જોવા મળે છે તે પરંપરાપરાયણ ને પ્રચલિત ઢાંચામાં ઢાળેલી જણાય છે. બારમાસામાં સામાન્ય રીતે ઋતુઓનાં વર્ણન સાથે વિરહ મિલનની – મોટે ભાગે તો વિરહની – લાગણી ગૂંથી લેવામાં આવી હોય છે ને જૈન કવિઓની આવી કૃતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy