Book Title: Jain Dharmana Pushpaguchha
Author(s): Bipinchandra H Kapadia, Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/004578/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ky vet : લેખકો : ડૉ. બિપિનચંદ્ર હી. કાપડિયા ડૉ. રમણલાલ ચી. શાહ 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ લેખકો ડૉ. બિપિનચંદ્ર હી. કાપડિયા ડૉ. રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ JAIN DHARMANA PUSHPA-GUCHCHH (A Collection of articles on Jain Philosopical subjects) By Dr. BIPINCHANDRA H. KAPADIA Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh. 385, Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004. Published-November 2004 Price : Rs. 100-00 પ્રકાશન વર્ષઃ નવેમ્બર ૨૦૦૫ કિંમત રૂા. ૧૦૦-૦૦ પ્રકાશક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટાઈપ સેટિંગ ઃ મુદ્રાંકન ડી-૫૭, ગૌતમનગર, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સ્વ. પુષ્પાબહેન બિપિનચંદ્ર કાપડિયાના પુણ્યાત્માને I લેખકો - - 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સૂરતના વતની, સંસ્કૃત, પ્રાકૃત જૈન સાહિત્યના બહુશ્રુત વિદ્વાન અને અનેક મહત્ત્વના સંશોધનાત્મક લેખો તથા ગ્રંથોના લેખક સ્વ. હીરાલાલ રસિકદાસ કાપડિયાના પંડિત પુત્ર ડો. બિપિનચંદ્ર હી. કાપડિયા મારા વડીલ મિત્ર છે. અમારી મૈત્રી છ દાયકા જેટલી જૂની છે. ઇ. સ. ૧૯૪૪માં હું મુંબઇમાં ગોવાલિયા ટેન્ક પાસે આવેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થયો હતો ત્યારે હું અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ વર્ષ વિનયનમાં કરતો હતો. વિદ્યાલયમાં મારી બાજુની રૂમમાં બિપિનચંદ્ર કાપડિયા રહેતા. તેઓ Ph.D. નો અભ્યાસ કરતા હતા. વિદ્યાલયમાં અમે કેટલાક વિદ્યાર્થીઓ રોજ સાંજે જમીને પછી ઉપર અગાસીમાં બેસતા અને આંટા મારતા. તે વખતે વિદ્યાલયમાં ઘણાખરા વિદ્યાર્થીઓ વિજ્ઞાન કે વાણિજ્ય શાખામાં અભ્યાસ કરતા. વિનયન શાખામાં જે પાંચછ વિદ્યાર્થીઓ હતા એમાં સાહિત્યના વિષયમાં ફક્ત હું અને ડૉ. બિપિનચંદ્ર હતા. એટલે સમાન રસને કારણે અમારે મૈત્રી બંધાઈ હતી. વળી અગાસીમાં અમે આંટા મારતા હોઇએ ત્યારે રાત્રે તેઓ અમને કેટલાક વિદ્યાર્થીઓને આકાશનાં તારા, નક્ષત્રો, ગ્રહો ઓળખાવતા અને એની પુરાણકથા તથા વિશિષ્ટતા કહેતા. કેટલાક તારાઓ જોવા માટે અમે મોડી રાતે એલાર્મ મૂકીને ઊઠતા. એમણે એ વર્ષે કરાવેલો તારા, નક્ષત્ર વગેરેનો પરિચય આજે પણ એટલો જ તાજો રહ્યો છે. પીએચ.ડી.ના અભ્યાસ પછી બિપિનચંદ્રભાઇએ પ્રાકૃતસંસ્કૃતના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી અને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઘણો વખત કાર્ય કર્યું. એમ.એ. થયા. પછી મેં પણ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્ય શરૂ કર્યું. વચ્ચેનાં કેટલાંક વર્ષ અમારો પરસ્પર સંપર્ક બહુ રહ્યો નહિ, પણ સૂરત હું જ્યારે જાઉં ત્યારે હીરાલાલભાઇને અચૂક મળતો. અને એમની સાથે જ્ઞાનગોષ્ઠીનો 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ લાભ મળતો. નિવૃત્ત થયા પછી બિપિનચંદ્રભાઈ મુંબઇમાં સ્થાયી થયા અને ‘પ્રબુદ્ધ જીવન'માં લેખો લખવાનું શરૂ કરતાં અમારી જૂની મૈત્રી પાછી દૃઢ થઈ. છેલ્લા દોઢ દાયકામાં એમના ઘણા લેખો “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા અને એમાંથી એમનો એક સંગ્રહ “જૈન ધર્મનાં સ્વાધ્યાય સુમન' પ્રગટ થયો, જેણે એ વિષયના વાચકવર્ગમાં સારો રસ જગાડ્યો છે. ત્યાર પછી પણ એમના લેખો આજ દિવસ સુધી પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા રહ્યા છે. વળી તેઓ તથા એમનાં પત્ની સો. પુષ્પાબહેન યુવક સંઘને વખતો વખત આર્થિક સહાય કરતા. થોડા વખત પહેલાં બિપિનચંદ્રભાઇનાં પત્ની શ્રીમતી પુષ્પાબહેનનો સ્વર્ગવાસ થયો. જીવનસંગિનીની વિદાયને કારણે તથા મોટી વયને લીધે એમની લેખન-પ્રવૃત્તિ થોડી મંદ પડી છે. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ગ્રંથપ્રકાશન માટે તથા કરૂણાનાં કામો માટે પોતાનાં પત્નીની સ્મૃતિમાં સારી રકમ આપતા રહ્યાં ડૉ. બિપિનભાઈને એમના લેખોનો બીજો એક સંગ્રહ પ્રગટ કરવા માટે મેં સૂચન કર્યું તો એમણે એવી શરત કરી કે આપણી મેત્રીના પ્રતીક તરીકે આપણા બંનેના લેખોનો સંયુક્ત સંગ્રહ પ્રગટ કરવો જોઈએ. એમના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ એમની શરત મેં સ્વીકારી છે અને એ રીતે આ સંગ્રહ કે જેના નામમાં સ્વ. પુષ્પાબહેનનું નામ સાંકળી લીધું છે તે પ્રકાશિત થાય છે. અમારો આ સંયુક્ત લેખસંગ્રહ તત્ત્વજિજ્ઞાસુ લોકોને અવશ્ય ગમશે એવી આશા છે. આ ગ્રંથના લેખન, સંપાદન, પ્રકાશન ઇત્યાદિ કાર્યમાં જેમનો સહકાર મળ્યો છે તે સર્વનો આભાર માનીએ છીએ. મુંબઈ, દશેરા, ૨૦૬૦ || રમણલાલ ચી. શાહ તા. ૨૨/૧૦/૨૦૦૪ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ડો. બિપિનચંદ્ર હી. કાપડિયાના લેખો પૃષ્ઠ ૧. કર્કશ કષાયોનો કંકાશ ૨. મોહનીયની માયાજાળ ૩. યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય ૪. રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ ૫. પાંચમો અને છઠ્ઠો આરો ૬. મોક્ષમીમાંસા ૭. રૂઢિર્બલીયસી ૮. સર્વાર્થસિદ્ધ વિમાન ૯. કયો જીવ કથા ગુણસ્થાનકે મોક્ષ પામે ૧૦. બોધિદયાણ ૧૧. બહિરાત્માથી પરમાત્મા સુધી ૧૨. સવ્વપાવપણાસણો ૧૩. આત્મતત્ત્વ ૧ ૧0 ૧૪૦ ૧૪૮ ૧૫૯ ૧૮૨ ૧૯૨ ૧. ૨૨૯ ડો. રમણલાલ ચી. શાહના લેખો પૃષ્ઠ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ તિસ્થયરસમો પૂરી–આચાર્ય પદનો આદર્શ નવકારમંત્રમાં નમો પદનો મહિમા ૨૬૮ નિગોદ ૨૮૪ લેશ્યા ૨૯૯ પુગલ-પરાવર્ત અગિયાર ઉપાસક-પ્રતિમાઓ - - - ૩૨૧ ૭. ૩૩૭. 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ जइ इच्छह परम–पयं अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुधरणे जिणवयणे आयरं कुणह ।। (अजितशांति) ___ 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ કષાયો અત્યંત ભયંકર બીના છે. તેનાથી જીવની ભયંકર બરબાદી થાય છે. જીવનાં જે શુદ્ધ સ્વરૂપને કલિષિત કરે, હાનિ કરે તેને કષાય કહેવાય. કષ એટલે સંસાર, અને આય એટલે લાભ કે પ્રાપ્તિ. જેનાથી સંસારમાં ખેંચાવાનું થાય, પડવાનું થાય; મૂળ સ્વભાવ કે ગુણોનો ક્ષય થાય. હ્રાસ થાય તેને કષાય કહેવાય. કષાયના લીધે સંસારની વૃદ્ધિ થાય. આ કષાયના ચાર પ્રકારો છે: ક્રોધ, માન, માયા અને લોભ. શાસ્ત્રકારોએ તેને ભયંકર અધ્યાત્મદોષો કહ્યા છે. “કોહચ માણં ચ તહેવ માય, લોભે ચઉત્ય અક્ઝવૈદોસા !' આ દરેક ચાર કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એવા ચાર પ્રકારો પડે છે. આ સોળ પ્રકારના કષાયોને જન્મ આપનાર નવ નોકષાયો છે, જેવાં કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ, અત્ર વેદ શબ્દનો અર્થ કામ સંજ્ઞા Sexual Instict સમજવી. કષાયો કર્મબંધનું પ્રબળ કારણ હોઈ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપ્યો છે. ચાર કષાયોથી ભવભ્રમણ વધી જાય છે કારણ કે તેનાથી જીવ કલુષિત કરે તે કષાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં તેરમા પદે કહ્યું છે સુહદુહબહુસહિય કમ્મખેd કસંતિ જે સ જમ્યા | કલુસંતિ જે ચ જીવે, તેણ કસાત્તિ વઐતિ | જે ઘણાં સુખદુઃખથી સહિત એવાં કર્મરૂપી ખેતરને ખેડે છે અને જે જીવને કલુષિત કરે છે, તેથી તેને કષાય કહેવાય છે. કષાયોને દૂર કરવાનું કામ કઠણ છે પણ અસંભવિત નથી. તે સુપ્રયત્નાધીન છે. જેવી રીતે ત્રિદોષનું જોર વધે તો વ્યક્તિને સંપાત થાય ત્યારે તેની દવા કરાય છે. ક્રોધની સામે ક્રોધ કરે તો કષાય કર્મનો સંનિપાત થયો ગણાય. શાંતિ જાળવવાથી ક્રોધને જવું જ પડે. કષાયોને દૂર રાખવા. તેને દુશ્મન ન ગણી વિશ્વબંધુત્વની ભાવના રાખી નિભાવી લેવાથી તે નષ્ટ થઈ શકે છે. કોઈ કોઈનું બગાડતું નથી. બગડવાનું કારણ આપણે પોતે જ છીએ. બીજા જેમ નિમિત્ત માત્ર છે તેમ કષાયોના ઉદ્દીપન માટે કર્મો નિમિત્ત માત્ર છે. આવા પ્રકારના વિચારોથી આત્માને કેળવતા રહેવાથી શુદ્ધ વિચારો વડે ભયંકર અને જોરદાર કષાયો સહેલાઈથી જીતી શકાશે. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ કષાયોની ભયંકરતા અણુબોંબ કે અણુશસ્ત્રો કરતાં પમ વધારે નુકશાન કરે છે. જે અક્લિએ ચરિત્ત કેસૂણાએ પુલ્વકોડીએ | તે પિ કસાઈયચિત્તો હારેઈ નરો મુહૂત્તેણં || ન્યૂન એવા ક્રોડપૂર્વ સુધી ચારિત્રનું પાલન કરી જે કમાણી કરી હોય તે કષાયિત ચિત્તવાલો મનુષ્ય બે ઘડીમાં જ હારી જાય છે. કષાયોવાળા અધ્યવસાયોથી સ્થિતિ અને રસનો બંધ પડે છે. કષાયોની અસર વિચારો પર પડે છે, તેથી આત્મા ધમાધમ કરે છે. કષાયોની અસર જેટલી ઓછી તેટલી આત્માની મલિનતા ઓછી. જેવી રીતે તાવ માપવા માટે થર્મોમિટર હોય છે તેવી રીતે જૈનદર્શનમાં આત્મિક ગુણો જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્રના વિકાસના ક્રમિક વિકાસ દર્શાવવા માટે ચોદ પગથિયાની સીડીની કલ્પના કરવામાં આવી છે. આ સીડીને ગુણસ્થાનક કે ગુણસ્થાન કે ગુણઠાણ કે ગુણઠાણ દર્શાવનારી સીડી તરીકે ઓળખાય છે. આ સીડીનું પહેલું પગથિયું મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે. અહીં આત્માને રાગદ્વેષનાં ગાઢ પરિણામ હોય છે. તો પછી તેને ગુણસ્થાન કેમ કહેવાય ? અહીં આત્માના જ્ઞાનાદિ ગુણોનો આંશિક જ વિકાસ થયો હોય છે; નહીંતર જડ ચેતન તેનો ભેદ કેવી રીતે શક્ય બને ? આત્મવિકાસની ખરી શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે. અહીં મિથ્યાત્વ જાય એટલે સમ્યકત્વ આવે. પાંચમે ગુણસ્થાનકે અવિરતિનો અમુક અંશ ઓછો થાય એટલે દેશવિરતિ આવે. છઠ્ઠ ગુણસ્થાનકે અવિરતિ પૂરેપૂરી જાય એટલે સર્વ વિરતિ આવે. સાતમે ગુણસ્થાને પ્રમાદનો પરિહાર થાય ત્યારે આત્મામાં જાગૃતિ આવે. આઠમો ગુણસ્થાન પામેલો જીવ સંયતાત્મા હોઈ આગળ વધતાં નવમા ગુણસ્થાનકે આવે. અહીં બધાં આવેલાં જીવોના અધ્યવસાયો સરખા હોય છે, કષાયો અહીં દશમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર હોય છે. આત્મા સ્થળ કષાયોથી સર્વથા નિવૃત્તિ પામ્યો હોય પણ સૂક્ષ્મસંપરાય એટલે સૂક્ષ્મ કષાયોથી મુક્ત હોય તે આત્માની અવસ્થા એટલે સૂક્ષ્મ સંપરાયગુણસ્થાન છે. કષાયો દશમા ગુણસ્થાન સુધી આત્માને છોડતા નથી, અહીં લોભ કષાયનું જોર વધારે હોય છે. તેને દૂર કરવા ભારે પુરુષાર્થ કરવો પડે છે. મહર્ષિ કપિલની કથા આનું ઉદાહરણ છે. લોબ ક્રમિક વધતો જ ગયો, આખું રાજ્ય માગી લીધું અને છેવટે સાચું ભાન થતાં બધું જ છોડી દીધું ને ? 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ બારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થયું હય. અનંતાનંત વર્ષોથી જેનું વર્ચસ્વ હતું તે દૂર થતાં કેવો આનંદ થાય? આ કક્ષાના આત્માને વીતરાગી કહેવાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં જીવ ચોથા ગુણસ્થાનકે પહોંચે છે. અપ્રત્યાખ્યાતીય ચાર કષાયોને ક્ષયોપશમ પાંચમા ગુણસ્થાનકે થાય છે. પ્રત્યાખ્યાની ચાર કષાયોને ઉપશમ કો ક્ષયોપશમ કે ક્ષય માટે જીવ ચઠ્ઠા, સાતમા ગુણસ્થાને શુદ્ધિ વધારે છે. આઠમા ગુણસ્થાન કે સંજ્વલન લોભ સિવાયની બાકીની સર્વ કષાય-નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય કરે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ શ્રેણિમાં આગળ વધી છેલ્લાં સમયે સંજ્વલન લોભના ઉદયને અટકાવે છે. આ શ્રેણિમાં ઉપશમક જીવ અગિયારમા ઉપશાંત મોહગુમસ્થાનકથી પાછો પડે છે; જ્યારે ક્ષપક જીવ ૧૧મું ગુણસ્થાનક ઓળંગી ૧૦માંથી સીધો ૧૨માં ગુણસ્થાને આવે છે. ગુણસ્થાનકની સમકક્ષ આત્માના વિકાસની પદ્ધતિને આઠ દૃષ્ટિમાં વિભક્ત કરાઈ છે. પર્થમ અને દ્વિતીય દૃષ્ટિમાં જે યમનિયમાદિ થાય છે તે ઓઘ સમજવા. પંચમ દૃષ્ટિમાં યમનિયમ સમ્યમ્ જ્ઞાનપૂર્વક અતિવિશુદ્ધ હોય છે. તેનાથી દેશવિરતિ-સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે. જે અનુક્રમે પંચમ અને છઠું ગુણસ્થાનક હોય છે. સર્વવિરતિમાં વર્તતા જ્યારે અપ્રમાદ ગુણ પ્રાપ્ત થાય છે ત્યારે સપ્તમ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં જીવ જ્યારે આવે છે ત્યારે તે સાતમાં ગુણસ્થાનમાં વર્તે છે. અહીં તેના બાહ્યાચારો ક્રિયા, અનુષ્ઠાનો એવાં શુદ્ધ થઈ જાય છે, પુણ્યાનુયોગ થાય છે જેથી તે કર્મો ભોગવે છતાં પણ આસક્તિ ન હોવાથી ભોગ ભોગવતો હોવા છતાં પણ આગળ ને આગળ પ્રગતિ કરતો જાય છે. કષાયોને જે ઉદીપન કરે તેને નોકષાય કહે છે. નવ નોકષાયો દ્વારા ચાર કષાયો કાર્યાન્વિત થાય છે. તે પણ પરિહરવા લાયક છે. મુહપત્તિના પડિલેહણમાં તેમાંથી છનો ઉલ્લેખ આપણે આ રીતે કરીએ છીએઃ હાસ્ય, રતિ, અરતિ પરિહરું, ભય, શોક, દુગૂંચ્છા પરિહરું. ચાર કષાયો જો પ્રધાન ગણાય તો નોકષાય ગૌણ ગણાય. અનંતાનુબંધી કષાય સંસારની વૃદ્ધિ કરે છે. તે જીવન પર્યંત રહે છે. નરકગતિમાં લઈ જાય, સમકિતની પ્રાપ્તિ ન થવા દે. જો તે હોય તો તે જતું રહે. 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ અપ્રત્યાખાનીય એક વરસ રહે. તિર્યંચ ગતિમાં લઈ જાય. દેશવિરતિ ગુણને રોકે. વ્રતાદિમાં અંતરાય થાય. પ્રત્યાખ્યાનીય ચાર માસ રહે. મનુષ્ય જન્મ મળે. સર્વવિરતિ ગુણને રોકે, બાધક છે. સંજવલન પંદર દિવસ રહે. દેવલોકમાં લઈ જાય. યથાખ્યાત ચારિત્રને રોકે કષાયો જેમ જેમ મંદ થાય તેમ તેમ ઊંચી ગતિનું અનુસંધાન જાણવું. કષાયો મંદ થવાથી જીવના અધ્યવસાયો શુભપણ કાર્યરત થવાથી સારી ગતિ મળે છે. તેથી જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે “કષાય મુક્તિઃ કિલ મુક્તિરેવ.” કષાયોમાંછી મુક્ત થવું એ સાચી મુક્તિ છે. આ ક્યારે બને ? કષાયો જ્યારે પાતળા પડે ધીરે ધીરે નષ્ટ થાય ત્યારે તેઓ વિલીન થઈ શકે. પણ તે ક્યારે બને ? ઇન્દ્રિયોના સંયમ અને વિષય-કષાયની મંદતાથી પ્રશંતવાહિતા પ્રાપ્ત થાય છે. અચરમાવર્તકાળ સુધી જીવ પુગલાનંદી કે ભવાભિનંદી હોય છે. તેની આંખ સાંસારિક કે દેવી સુખ પર જ ચોંટેલી હોય છે. જ્યારે તેવો જીવ પુણ્યના પ્રતાપે ચારમાવર્તકાળમાં આવે ત્યારે દિલમાં રહેલો સંસાર નહીંવત થતો જાય; કેમકે આપણે સંસારમાં અનંતોકાળ ભટક્યા તે સંસારનાં સુખો જીવતાં હતાં માટે. બાહ્ય દૃષ્ટિએ ચાર ગતિ રૂપ સંસાર અને આંતર દૃષ્ટિએ વિષય-કષાય રૂપ સંસારનું અસ્તિત્વ હતું. વિષય-કષાય રૂપ સંસાર જો જીવતો ન હોત તો આટલું ભટકવું ન પડ્યું હોત.સંસાર તો પછી ક્યાં સુધી દિલમાં ચોંટી રહે ? જ્યાં સુધી બોધિ-સમ્યકત્વ કે સમ્યગ્દર્શન ન પમાય ત્યાં સુધી ને ? સુખો ઉપરના રાગનું જોર જીવની આંખ ઉઠવા દે નહીં, અને ત્યાં સુધી સાચી દિશા તરફ નજર કરવાનું સૂઝે નહીં, મન પણ ન થાય. અચરમાવર્તકાળ સુધી જીવ માત્રની દશા એવી જ હોય; સુખો ઉપરથી આંખ ઊઠે જ નહીં. ચરમાવર્તકાળમાં પણ જ્યારે સંસારકાળ અર્ધપુગલપરાવર્તથી ન્યૂન થતો હોય ત્યારે સાચી દિશા સૂઝે, તે તરફ ગતિ કરે, કષાયો મંદ મંદતર, મંદતમ બનતાં જ જાય અને સંબોધિ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરી શકે. વધુ સ્પષ્ટ કરી કહેવું હોય તો ચરમાવર્તકાળમાં જીવને સમ્યગ્દર્શન ગુણનો વિચાર પેદા થાય તે માટેની જરૂરી સામગ્રી મળે ત્યારે આ શક્ય બને. જરૂરી સામગ્રી આ પ્રમાણે છેઃ મનુષ્યપણું, આર્યદેશ, હુતિ અને શ્રદ્ધા જે અત્યંત દુષ્માપ્યા છે. વળી તદુપરાંત સમ્યગુજ્ઞાન, 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ સમ્યગચારિત્ર અને સમ્યગુદર્શન વધારેમાં હોવા જ જોઇએ. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવો જોઇએ, તે માટે ગ્રંથિભેદ કરવો જોઇએ. અપૂર્વકરણ વિના તે ભેદાય નહીં જે માટે સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા ઠેષ ઉપર ખૂબ ખૂબ ઠેષ કેળવવો પડે. જે કાર્ય સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ ક્રિયાન્વિત થતી રહે છે. અપૂર્વકરમ અને અનિવૃત્તિકરણ આત્મપરિણામો જ છે ને ? ઘન અને ઘટ્ટ અથવા ગાઢ રાગદ્વેષનું પરિણામ એ કર્મગ્રંથિનું લક્ષણ છે. સંસાર એટલે વિષય અને કષાયની અનુકૂળતાનો રાગ. એથી વિષય-કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ સંભવે ને ? જીવે વિષય-કષાયની અનુકૂળતાને સુખ માન્યું તેમ વિષય-કષાયની પ્રતિકુળતાને દ્વેષ માન્યું. તેથી વિષય-કષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ અપૂર્વકરણમાં હોય જ. ઉપર જણાવેલી અનુકૂળતા અને પ્રતિકૂળતાએ આત્માની ખરેખરી પાયમાલી કરી છે. ઉપર આપણે અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા જે સુખદુઃખનો વિચાર કર્યો એ જ સુખદુઃખનું કારણ છે અને તે મુજબ વર્તવું તે ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું અને જોરદાર બનાવતું પ્રધાન કારણ છે. સમ્યગદર્શનના પાંચ લક્ષણો છે. સમ્યગદર્શન પ્રગટે એટલે માત્ર અનંતાનુબંધી કષાયોનો ઉદયાભાવ હોય પણ ત્રણ બીજાં કષાયોનો ઉદયનો અભાવ હોય નહીં ને ? નિશ્ચય સમ્યગુદર્શનની અપેક્ષાએ ઉપશાંતાદિ ભાવોના પ્રગટીકરણ માટે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયોના ઉદયાભાવની અપેક્ષા રહેતી નથી. સમ્યગદર્શનનું એક લક્ષણ શમ અથવા પ્રશમ છે. કષાયોની પરિણતિથી જીવને કેવાં કેવાં કડવાં ફળોની પ્રાપ્તિ થાય છે એ સંબંધી વિચારણાદિથી પ્રશમભાવ પેદા થઈ શકે છે, વૃદ્ધિ પણ પામી શકે છે. સમ્યકત્વનું ચોથું લિંગ અનુકંપા છે. તે દ્રવ્ય અને ભાવ અને અનુકંપાશીલતા કષાયભાવની શામક છે. સમ્યકત્વને પામેલા જીવને અનંતાનુબંધી કષાયાનો રસોદય હોતો નથી, પરંતુ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ત્રણે કષાયોનો રસોદય સમ્યગુચ્છને હોવો સંભવિત છે. આ ત્રણે પ્રકારોના કષાયો કોઈને અનંતાનુબંધી જેવા જોરદાર હોય કે પછી સંજવલન જેવા મંદ હોય. જો સંજ્વલન કષાય અનંતાનુબંધી જેવો જોરદાર હોય તો કષાયવાળામાં સમ્યકત્વનાં અને વિરતિનાં પરિણામો છે કે નહીં તેવો ભ્રમ અન્યોમાં પેદા કરી શકે. હોય સંજ્વલન પણ ઉદય અનંતાનુબંધીનો 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ હોય તેવી કલ્પના થાય તેવું બની શકે. અપ્રત્યાખ્યાન કષાયાનો રસોડય દેશવિરતિના પરિણામને અને પ્રત્યાખ્યાની કષાયોનો રસોદય સર્વવિરતિના પરિણામને પેદા થવામાં અટકાયત કરનારો છે. તેથી દેશવિરતિધર સુશ્રાવકને પ્રત્યાખ્યાની અને સંજ્વલન સિવાયના કષાયોનો રસોદય હોઈ શકે નહીં. ચાર કષાયોમાંથી છેલ્લાં ત્રણ અનંતાનુબંધી કષાયો જેવાં બને તે સંજ્વલન કષાયોના રસોદયવાળા માટે ભયરૂપ છે. કોઈ વાર એવું ભારે પતન થઈ જાય કે એ જીવ પુનઃ અનંતાનુબંધી કષાયોના રસોદયવાળો બની જાય. તેથી કષાય માત્રથી સાવધ રહેવું જોઇએ. કષાયો જીવનો કેવો ચિત્રવિચિત્ર કસ કાઢે છે ! મિથ્યાત્વમોહનીયના મુખ્ય બે પ્રકારો છે, જેવાં કે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓ જેવી કે સમ્યકત્વ મોહનીય, મિત્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય અને ચાર કષાયો મળી સાત ભેદ થાય. દર્શનમોહનીયની આ સાત પ્રકૃતિનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ થઈ શકે. મુહપત્તિના પડિલેહણમાં આ ત્રણ બોલો આપણે બોલીએ છીએ. સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું.” દર્શન સપ્તકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગદર્શન ગુણ પામીને કેટલાક આત્માઓ અટકી પણ જાય, વળી દર્શનસપ્તકમાં ચાર કષાયો જેવાં કે ક્રોદ, માન, માયા અને લોભને પણ સ્થાન મળ્યું છે. કષાયોએ ક્યાં ક્યાં પ્રવેશ નથી કર્યો, ક્યાં ક્યાં ઘૂસ નથી મારી, ક્યાં ક્યાં વર્ચસ્વ નથી જમાવ્યું તે તરફ જરા દૃષ્ટિપાત કરી લઈએ. “પંચેદિયસંવરણોમાં નવવિધ બંભર્ચર ગુત્તિધરો ચઉવિકસાયમુક્કો છે. “૨૫ બોલમાં ચાર કષાયો આવે છે. “ચ્ચિામિ ઠામિ કાઉસગ્ગ'માં જો મે ચહિં કસાયણ છે. “સુગુરુવંદન સૂત્ર' (પહેલાં અને બીજા વાદણામાં) કોહાએ, માણાએ, માયાએ, લોભો આવે છે. જો કે રાઇઓ (દેવસિઓ) અઇયારો'માં કાઇઓ, વાઈઓ..ચહિં કસાયમં. ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' પણ સ્થાનાપન્ન છે. “અઢાર પાપસ્થાનકોમાં છદ્દે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ છે. “ઇચ્છામિ પડિક્કમિઉં' જો મે રાઈઓ (દેવસિઓ)'માં ચઉહ કસાયણ છે. “આયરિય ઉવક્ઝાએ'માં જે મે કંઈ કસાયા સવ્વ તિવિહેણ ખામેમિ છે. “શ્રી સીમંધર સ્વામીના દુહામાં જે ચારિત્રે નિર્મળા જે પંચાનન સિંહ વિષય કષાયે ન ગંજીયા તે પ્રણમું નિશદિન (૨) “નમોડસ્તુ વર્તમાનામાં કષાયતાપાર્દિત જંતુ 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ નિવૃતિ કરોતિ યો જેનમુખાસ્તુદોડ્યતઃ છે. દેવસિક પ્રતિક્રમમ પાળતાં ‘ભગવાન પાર્શ્વનાથ'ની સ્તુતિમાં ચઉક્કસાય પડિમલ્લુરશુ...સો જિણ પાસુ પયચ્છ વંછિલે છે. આ રીતે લાંબુ ન કરતાં ધાર્મિક અનુષ્ઠાન, ક્રિયાકાંડ, સક્ઝાયમાં ચાર કષાયોનો ઉલ્લેખ કરાયો છે. તેથી આપણે આ નિષ્કર્ષ પર સહજ રીતે આવી શકીએ કે વિષય અને કષાયો પર સંસારનો મહેલ ચણાયો છે ? ભવાટિમાં ભટકતાં જીવો માટે કષાયોની પ્રચુરતા બરબાદી સર્જે છે તેવી રીતે તેની બાદબાકી આબાદી સર્જે છે. ચાર કષાયો ક્રોધ, માન, માયા અને લોભ. એતવિષયક ચારેની સઝાય “શ્રી જિન નિત્ય કર્મ માર્ગોપદેશિકા' પૃ. ૫૨ થી પ૭ પર “કડવાં ફળ છે ક્રોધનાં, જીવ માન ન કીજીએ', સમકિતનું મૂલ જાણીયેજી, તમે લક્ષણ જોજો લોભનાંરે’ એમ ચારેયની સઝાયો પ્રગટ કરી છે. અનુકંપા જે સમ્યગુદર્શનનું ચોથું લિંગ છે તેનો એવો ભાવ છે કે જેની રમણતા વધવાથી કષાયભાવ મંદ મંદ કોટિનો બનતો જાય. અનુકંપાહીનતા કષાયભાવની ઉત્તેજક છે અને અનુકંપાશીલતા કષાયભાવની શામક છે. આથી સમ્યકત્વી જીવો અનુકંપાશીલ બનીને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓને બલહીનાદિ બનાવવાનું કાર્ય કરે તે સ્વાભાવિક છે. કષાયોનું જોર અનુકંપાભાવમાં અંતરાય કરનારું છે, અને અનુકંપાભાવનું જોર કષાયભાવને મંદ કરનારું છે. સમ્યકત્વ પામેલા આત્માઓના અપ્રત્યાખ્યાનાદિ કષાયો જોરદાર હોઈ શકે છે તેમ જ ક્ષાયિક સમ્યદષ્ટિ માટે પ્રસંગોપાત્ “એ ક્યાં અનુકંપાશીલ હતા” એવો પ્રશ્ન પ્રસંગ વિશેષને અનુલક્ષી પૂછી શકાય. તેથી સમ્યકત્વને વિષે નિર્મલ બનાવનારાઓએ તથા તેને સંરક્ષિત કરવા માટે અનુકંપાભાવને યત્નશીલ રહેવું જોઇએ. અનુકંપાભાવ મિથ્યાષ્ટિ આત્માઓને તેમના મિથ્યાત્વના વમનમાં તેમજ સમ્યકત્વની પ્રાપ્તિમાં સહાયક બને છે. અનુકંપાભાવનું જોર કષાયો મંદ બનાવનારું હોવાથી મિથ્યાષ્ટિઓને સમ્યકત્વની પ્રાપ્તિમાં અનુકંપાભાવ સહાયક બને છે. બોધિ આવતાની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. બોધિવાળો આત્મા વિષયકષાયને મુક્તિસાધક બનાવી શકે છે. આટલી ચર્ચા પછી જાણવું જોઇએ કે કષાયો જીવના ભયંકર શત્રુઓ છો તો જાણી કષાયો ઉપર વિજય મેળવવા માટે ઉત્સાહિત બની વિષયો પર વિજય મેળવી શ્રી 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવી જાણવું જોઇએ. ભગવાનની આજ્ઞાનુસાર જીવીને પણ અપ્રત્યાખ્યાની કષાયો દેશથી વિરતિ પાલવામાં અંતરાય કરે જે તેમની પ્રબળતા સૂચવે છે. આવાં સમ્યગ્દષ્ટિ જીવો અપ્રત્યાખ્યાની કષાયોનો ઉદય છતાં તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી પણ ઉદય જો જો૨ાવ૨ થી જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા ગાફેલ બની જાય તો એ કષાયો સ્વમિત્ર અનંતાનુબંધી કષાયોને ઘસડી લાવે તેથી તે સમ્યક્ત્વ ગુમાવી દે, તેનું વમન થઈ જાય, નષ્ટ પણ થઈ જાય. ક્ષાયિક સમ્યક્ત્વના ધણીને અપ્રત્યાખ્યાની કષાયો ઉદિત થાય તો દેશવિરતિ પામી ન શકે ! તેઓનો વિરતિ પ્રત્યે અસાધારણ કોટિનો રાગ હોય છે. બધાં ક્ષાયિક સમ્યક્ત્વધારી હોતા નથી ક્ષાયોપશમિક ગુણી આત્માઓ પોતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મળ બનાવવાનો પ્રયત્નવાળા હોય જ. તેમણે શ્રી જિનેશ્વદેવની સેવા તથા નિગ્રંથ મુનિવરોની ઉપાસનાદિ કરતાં રહેવું જોઇએ તેમ જ તત્ત્વોના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યા કરવો જોઇએ. હું એકાંતે આ માર્ગસેવી રહ્યું એવું ચિંતન કરતા રહેવું જોઇએ. મુમુક્ષ જીવોએ વિ,યનો સંગ ત્યજ્વો જોઇએ કારણ કે તે જીવની લોભવાસનાનો ઉદ્બોધક છે. વિષયનો સંગ ન હોય તો લોભવાસનાને જો૨ કવ૨ાની જગ્યા મળતી નથી. વિ,ય-કષાયજનિત સુખ એ ખરેખર સુખ નથી, સુખાભાસ છે, વાસ્તવિક સુખ આત્મામાં રહેલું છે અને તે ઘાતી અથાતી સર્વ કર્મોના ક્ષય થકી જ મળે છે. . શુદ્ધ સમ્યગ્દૃષ્ટિ આત્માને વિષયનું ઝેર ચઢતું નથી કારણ કે તેઓ માટે વિષયો વિષે તુલ્ય છે, એવો વિવિક જાગૃત હોય છે. વિજયા શેઠ–શેઠાણીનો અભિગ્રહ સુવિદિત છે. એકને શુકલ પક્ષમાં, બીજાને વદ પક્ષમાં શિયળ પાળવાનો અભિગ્રહ હતો. લગ્ન બાદ શ્રીમતી વિજયા શેઠાણી વિલાસ ભવનમાં બનીઠની રૂમઝુમ કરતી આવી ત્યારે શેઠે કહ્યું કે નિયમને ત્રણ દિવસ બાકી છે, માટે તે પછી. બન્નેને નિયમની પરાધીનતા ન હતી. કંઈક ખિન્ન થવા છતાં પણ વસ્તુતત્ત્વની સાચી જ્ઞાતા તેણીએ કહ્યું કે આપના ત્રણ પૂરા થાય છે પમ મારા પંદર શરૂ થાય છે. વળી વિચારે છે કે સોનામાં સુગંધ ભળી. બહુ જ અનુપમ થયું ! જે ઇરાદે પંદર ત્યજ્યા તે જ ઇરાદે બીજા પંદરનો ત્યાગ કરી શેઠાણીને કહ્યું કે આપણે એક સ્થાનમાં રહીશું પણ શીલને પૂરેપૂરી રીતે પાળીશું. વિષયચિંતન અને તત્ત્વચિંતનમાં મગ્ન રહીશું. ઘણું જ અનુપમ થયું ! જે ઇરાદે 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ પંદર ત્યજ્યા હતા તે જ ઇરાદે હવે બીજા પંદરનો ત્યાગ કરું છું. એક પથારીમાં સુઈશું અને વચ્ચે તલવાર રાખીશું. અમારા લાખ લાખ વંદન ! તમારા અવ્વલ કોટિના બ્રહ્મચર્યપાલનના ગુણગાન પરમાત્મા નેમિનાથના મોઢે થયાં.” (હું શ્રાવક હું પૃ. ૧૦૪). વિષયવિજયી અખંડ બ્રહ્મચારી વિજયા શેઠશેઠાણી દંપતીએ ભદ્રેશ્વરમાં ભગવતી દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. જિનદાસ શ્રાવક કોઇકે વળી ભગવંતના ૮૪૦૦૦ (ચોર્યાશી હજાર) સાધુઓને ગોચરી માટે નિમંત્રણ આપવા માંગે છે. કેવળી ભગવંતે તેમને જણાવ્યું કે કચ્છના વિજય શેઠ અને વિજયા શેઠાણીને જમાડો તો આટલું પુણ્ય મળી શકે. વિષયો પર વિજય મેળવનાર યુગલના બ્રહ્મચર્યનું કેટલું અલૌકિક સામર્થ્ય અને તેજસ્વિતા ! સમ્યગદર્શનગુણને ધરાવનારો પુણ્યાત્મા એની ચિત્તશુદ્ધિ વિષયકષાયના ઝંઝાવાતને સમયે ઘણું સુંદર કામ આપે છે. અવિરતિથી તથા અનંતાનુબંધી સિવાયના કષાયોથી પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ થાય એ શક્ય છે છતાં પણ તેઓ તે સમયે ઉપયોગશૂન્ય નથી હોતા ત્યારે ચિત્તની સંક્ષુબ્ધતા ઉપર કાબુ રાખી શકે છે. ચારિત્રમોહનીય કર્મ જો જોરદાર હોય તો અનંતાનુબંધી સિવાયના કષાયો જોરદાર હોય છતાં પણ સમ્યકત્વરૂપ શુદ્ધ આત્મપરિણામ વિદ્યમાન હોય તો પરિણામના બળે નિર્જરા કરી શકે છે. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય સમયે ઉપયોગશૂન્ય બની જાય, તેમાં તે ઘસડાઈ જાય તો તેણે સાધેલા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિને મલિન થઈ નષ્ટ થઈ જતાં વાર લાગતી નથી. કષાય અને વિષયના પાયા પર સુદઢ ચણાયેલા સંસારરૂપી પ્રાસાદને નેસ્તનાબૂદ કેવી રીતે કરવો તે જરા વિચારીએ. કોઈપણ પ્રયત્ન વગર ભવાટવિમાં ભટકેલો જીવ યતાપ્રવૃત્તિકરણ કર્યું જ જાય છે. આગળ વધવા માટે સંવેગ, સંસારના દેખાતા સુખદુ:ખો પ્રત્યે નિર્વેદના ચિંતન દ્વારા શુદ્ધયથાપ્રવૃત્તિકરણ. તે પછી અપૂર્વકરણનું પરિણામ, જેનાથી રાગદ્વેષની તીવ્ર ગૂઢ, ગુહ્ય ગાંઠને કર્મગ્રંથિને ભેદવી પડે. તે ભેદાયા બાદ અનિવૃત્તિકરણ જેના વડે સમ્યકત્વની પ્રાપ્તિ. સમ્યકત્વ મળે એટલે અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ન્યૂન સમયમાં સુનિશ્ચિત મુક્તિ. સમ્યકત્વ ત્રણ પ્રકરે છે : ઓપશામક, લાયોપથમિક અને ક્ષાયિક. ઓપશમિક સમ્યકત્વ દર્શન સપ્તકના ક્ષય પછી ઉપલબ્ધ થાય. ભવાટવિમાં વધુમાં વધુ પાંચ વાર મળી શકે. લાયોપથમિક અનંતીવાર મળે, જ્યારે ક્ષાયિક 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ સમ્યક્ત્વ માત્ર એક જ વાર મળે. મોક્ષ મેળવવા માટે ક્ષપકશ્રેણિ માંડવી જ પડે છે. તે અનંતકાળમાં આત્મા વધુમાં વધુ બે વાર માંડે. તે આ રીતે. જો કોઈ આત્મા દર્શન સપ્તકનો ક્ષય કરી અટકી જાય અને તે પૂર્વે આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે શ્રેણિકને ખંડક ક્ષપકશ્રેણિક કહેવાય છે. ૧૦ અહીં ક્ષપકશ્રેણિ માંડતા પહેલાં આયુષ્યનો બંધ પડ્યો હોવાથી દર્શનસપ્તક ખપાવી અટલી ગયેલાને ચારિત્રમોહનાદિ ખપાવીને કેવળજ્ઞાન પામવા માટે તેણે ફરીથી ક્ષપકશ્રેણિ માંડવી જ પડે, બાકીની પ્રકૃતિઓનો ક્ષય કરવો જ પડે; બીજાં આવરણો દૂર કરવા જ પડે તેથી તેવો આત્મા બે વાર શ્રેણિ માંડે. ત્રીજી વાર નહીં જ. સામાન્ય રીતે ક્ષપકશ્રેણિ એક જ વાર મંડાય. જીવ જે ભવમાં મોક્ષે જવાનો હોય તે ભવમાં જ શ્રેણિ માંડે છે. વિષય-કષાયો નાબુદ કરવા શિક્ષા મેળવવી જોઇએ. તેના બે પ્રકારો છે. મિથ્યા અને સમ્યક્. સમ્યક્ શિક્ષાથી મંદ કષાયતા થાય, તેના દ્વારાા સારી પ્રવૃત્તિ કરતાં કષાયોથી સમ્યક્ત્વ પામવા યોગ્ય ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામી સકતા જ નથી. સમાપનમાં કહેવું હોય તો ‘કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ.' સુજ્ઞ વાચકગણ આવું ચિંતન-મનનાદિ કરી કષાય–વિષયોને મંદતમ બનાવી મુક્તિના પંથે વિચરે તેવી શુભકામના. અનંતાનુબંધી કષાયની ચોકડી ખપાવી. જ્ઞાનોપાર્જન તથા અજ્ઞાનના ત્યાગના વિશિષ્ટ પ્રયાસને અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે અંતમુહૂર્ત સ્થિતિમાં મહાતીવ્ર અનંતાનુબંધી કષાયની ચોકડીનો નાસ ખાય છે. જેને ગ્રંથિભેદ કર્મગ્રંથિભેદ કહેવાય. જૈન દૃષ્ટિએ યોગની આઠ દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિ મિત્રા, તારા, બલા દીપ્રામાં જીવની પ્રવૃત્તિ ઇન્દ્રિયવિષયોમાં પશુપ્રાય જેવી હતી, વિષયાસક્ત હતો, પુદ્ગલાનંદી હતો તે પંચમ દ્રષ્ટિમાં ઘટી જાય છે. તેની દેવી પ્રકૃતિનો વિજય થાય છે. વિષયવિકારમાં ઇન્દ્રિયને ન જોડવારૂપ પ્રત્યાહાર નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો ૨૩ છે તેને તેમાં ન જોડતાં સ્વચિત્ત સ્વરૂપાનુસારી બનાવી દેવી. તેનું નામ પ્રત્યાહાર. અહીં આવેલો જીવ વિષયકપાદિ વિભાવોમાં ફસાઈ લપસી પડે તો રખડી પડે છે. વિષયકષાયોની પ્રવૃત્તિને જે પોષે તેને તો સમ્યગ્દર્દિષ્ટ આત્મા ધર્મ કહે જ શાના ? છઠ્ઠી કાન્તાક્રુષ્ટિમાં આવેલો ચેતન જીવ વિષયાદિકમાં મનને જોડવાના કાર્યને અધમાધમ માને છે. 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કર્કશ કષાયોનો કંકાશ ઘોર મિથ્યાત્વદૃષ્ટિઓના યમ અને પ્રરાસ અને કષાયો ઉપર અટકાવ ધરનારો પ્રથમ સમ્યગદર્શનની સન્મુખ દશાવાળા આત્માઓમાં જ સાચા સ્વરૂપે હોય છે. દશ સંજ્ઞાઓ જેવી કે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, શોક, નિદ્રા, કષાયો, મનોદંડ, વચનદંડ અને કાયદંડ. આના ઉપર વિજય મેળવી કષાયો નબળા પડી જાય અને તેના દ્વારા નિષ્માણ થઈ જાય. જે સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં આવે ત્યારે તેમનામાં વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય તો પણ તેમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. તેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ તેમાંથી આસંગ (આસક્તિ) હરી લે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તવમાં આ વાત કહી છે. ચોથા ગુણસ્થાને વર્તતા જીવોને વિશિષ્ટ દશા હોય છે જેનાથી અનંતાનુબંધી પ્રકારના કર્મોનો ઉદય હોતો નથી; જેથી સમ્યગદર્શન થઈ શકે છે. પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર પ્રબંધ ૨ શ્લોક ૧પમાં કહ્યું છે કેઃ “આક્ષેપકજ્ઞાન'ને લીધી ભોગની સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિનો નાશ થતો નથી; આવું કાન્તા નામની યોગદૃષ્ટિ' વિશે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ “યોગદષ્ટિસમુચ્ચય'માં કાન્તા દૃષ્ટિનું લક્ષણ વર્ણવતાં જણાવ્યું છે. તેમને અનુસરીને ઉપાધ્યાય યશવિજયજીએ યોગદૃષ્ટિની સક્ઝાયમાં તે મતની પુષ્ટિ કરી છે. આ આક્ષેપક જ્ઞાન વડે સમ્યગુદૃષ્ટિ જીવો ભોગસામગ્રીનો ઉપભોગ કરતા હોવા છતાં તેમની ચિત્તશુદ્ધિ હણાતી નથી, શ્રુતજ્ઞાનનો એવો ઉત્કટ રસાનુભાવ થાય છે કે બાહ્યદૃષ્ટિએ વિલાસી હોવા છતાં તેઓ આસક્તિરહિત થયેલા હોય છે. શ્રી આનંદધનજી મહારાજાએ પોતાના એક પદમાં બે સુંદર દષ્ટાન્ત આપ્યાં છે. વિષય-કષાયોનો વિજય શું શું ન કરી શકે તે આના પરથી ફલિત થાય છે. અધ્યાત્મસાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ લખ્યું છે તેના વૈરાગ્યસંભવ' નામના અધિકાર પર વિષયોને અનુલક્ષી વૈરાગ્ય વિષયક વિવેચન ડૉ. રમણલાલ ચી. શાહે લિપિબદ્ધ કર્યું છે તે ઘણું જ સુંદર વિષયસ્પર્શી તથા અત્યંત લાભદાયી છે. ડો. શાહ જૈન ધર્મ અને દર્શનના માર્મિક જ્ઞાતા તથા તત્ત્વાદિના તત્ત્વત છે. અહીં જે વિવેચનાત્મક તત્ત્વજ્ઞાન પીરસ્યું છે તે અધ્યાત્મસાર વિવેચનના પ્રત્યેક પૃષ્ઠ પર પ્રતિબિંબિત થયેલું છે. આ સમગ્ર લખાણને “પ્રકરણ” તરીકે ઘટાવીએ તો તેમાં અતિશયોક્તિને સ્થાન નથી પરંતુ લેખક તથા લખાણને 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગ્ય ન્યાય થયેલો માની શકાય. ભાષાંતર પછી જે સમીચીન સમજૂતી ડો. શાહે આપી છે તેમાં પાને પાને તત્ત્વજ્ઞાનનો રસ છલકાઈ રહ્યો છે જે તેમના ધાર્મિક, તત્ત્વજ્ઞાનાદિ વિષયક રહસ્યને છતું કરે છે. જ્યાં સુધી સાંસારિક વિષયોમાં રસ છે ત્યાં સુધી ચિત્તમાં મલિનતા રહે છે. રાગ અને દ્વેષના ભાવ ઊડ્યા કરે છે; ક્રોધાદિ કષાયો ઉભવ થતાં જ રહે છે. જ્યાં સુધી જીવનમાં રસ, રુચિ અને શ્રદ્ધાપૂર્વકના ત્યાગ વૈરાગ્ય આવતાં નથી ત્યાં સુધી કષાયો માટે નિમિત્તો મળતાં રહેશે. જીવનમાં સંયમ, ત્યાગ, સમતા, વૈરાગ્ય આવતાં નિરાશસીપણું સહજ બને છે; જેનાથી ચિત્તની નિર્મળતા આવે છે. જ્યાં સુધી જીવને સ્પૃહા, વાંછના, આકાંક્ષા, અભિલાષા, અપેક્ષા, લોભ, લાલસા, વાસના હોય ત્યાં સુધી નિર્મળતાના અભાવે ચિત્ત નિર્મળ ન થતાં અમૃતાનુષ્ઠાન ન થતાં કષાયો ઉત્તેજિત થતાં રહે છે, રહેશે ! કષાયમંદતા મોક્ષ મેળવવા માટેનું અનન્ય સાધન છે. સામર્થ્યયોગ મોક્ષપુરીમાં પહોંચવાનું છેલ્લું પગથિયું છે. ચરમાવર્તકાળમાં ધર્મયોવનકાળ હોઇ શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનો જેવાં કે વિષ, ગ૨, અન–અનુષ્ઠાન, તહેતુ અને અમૃત અનુષ્ઠાનોમાં અમૃતાનુષ્ઠાન જ મોક્ષોપયોગી છે. તેમાં ચિત્તશુદ્ધિ અત્યંત અગત્યનું લક્ષણ છે. તે ત્યારે પ્રાપ્ત થાય કે જયારે જીવનને કલંકિત કરનારા કષાયોને કાયમ માટેનો દેશવટો આપ્યો હોય. અમૃતાનુષ્ઠાનમાં સંવેગ, મોક્ષ માટેનો સમ્યફવેગ, મોક્ષ માટેનો સમ્યકુવેગ, સારો વેગ જરૂરી છે. સંવેગ એટલે મોક્ષ માટેની લગની, તપડ. સંવેગ મોક્ષાભિલાષાને ઘસડી લાવે. તે માટે જીવનમાં કષાયો શાંત પડેલા હોવા જોઇએ. સંવેગ એટલે સરખી ગતિ, સરખો વેગ. મોક્ષની દિશામાં સ્વરૂપની પ્રાપ્તિ માટે અસાધારણ રીતે સાચો, સારો, સરખો વેગ જરૂરી છે. અમૃત અનુષ્ઠાન માટે આવો સંવેગ જરૂરી છે, નિતાંત આવશ્યક છે; જે જીવનમાંથી વિષયો અને કષાયો દૂર થાય, નષ્ટ થાય, નહીંવત્ થઈ ગયેલા હોય ત્યારે જ ખરેખરી રીતે કષાયમુક્તિઃ કિલ મુક્તિદેવ સિદ્ધ થાય. સામર્થ્યયોગ અને અમૃતાનુષ્ઠાન પામેલા જીવો જ કષાય-વિષય વિજયી થઈ શકે છે તેમાં શંકાદિને સ્થાન હોવું ન ઘટે. સાત્વિકને સ્થાને રાજસિક કે તામસિક ગુણ હોય તો તે પાપી આત્માઓનો નિંદક કે દ્વેષી બની શકે. શુદ્ધ ધર્મનું અર્થીપણું જેનામાં છે પરષીરૂપી કષાયથી ખરડાવાનું નથી કરતો. નિંદક પર છે, કરવાથી કષાય કચરો વધે છે. ક્રોધ અને 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ કર્કશ કષાયોનો કંકાશ ૧૩ દ્વેષની વાસનાનું પોષણ કરનારા ધર્માત્માઓ વર્ષોથી ધર્માત્મા ગણાવા છતાં પણ તેમનું ચિત્ત કષાયોથી વ્યાવૃત હોય છે. તેનું કારણ આમ છે કે મૈત્રી કરુણાદિના અભાવે દુર્ભાવ, દ્વેષ, નિંદા, ઇર્ષા, દોષદૃષ્ટિ વગેરે કષાયો મહાલતા રહે છે. ધર્મજનોએ કષાયો પર ખૂબ કાબુ રાખવો જોઇએ. તેમણે આમ વિચારવું જોઇએ કે ભલે બીજાની ભૂલ હોય, મારે કષાય કરીને માથા પર દંડ લેવાની મૂર્ખાઈ શા માટે કરવી ? બીજો સુધરે કે ન સુધરે પરંતુ પોતાના દ્વેષ-દુર્ભાવાદિથી એવા કુસંસ્કારના પોષણ અને થોકબંધ કર્મબંધરૂપી પારાવાર નુકસાન નફામાં મળે છે. તેથી બધી સારી આરાધનાદિમાં કષાયોની પરિણતિ તોડતા જવી જોઇએ; જેથી આરાધનાદિની મહેનત સફળ સાર્થક નીવડે તેવી થયેલી ગણાય, આત્માનું સાચું ઘડતર થાય. જો તેમ ન થાય તો મહાન નુકશાન છે. રષાયોની પરિણતિ કપાવા પર આત્માની પરિણતિ સુધરવાનો આધાર છે. આવી વૃત્તિથી કષાયકચરો સાફ થઈ શકે તેમ છે. અનુયોગદ્વાર સૂત્રમાં ભાવ આરાધના માટે છ વસ્તુની આવશ્યકતા કહી છે. ત્યાં આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયાને ઉદ્દેશીને કહ્યું છે કેઃ (૧) તચ્યિતે, (૨) તમ્મણે, (૩) તલેસ્સે, (૪) તદ્ જ્સવસાણઽવસિએ, (૫) તદઢોવઉત્તે અને (૬) તપ્પિયકરશે. કષાયોના પરિમાર્જન માટે આ ઉપયોગી છે. 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ અનાદિ અનંતકાળથી, અનંતાનંત પુગલ-પરાવર્તકાળથી પરિભ્રમણ કરી રહેલા જીવોનો બે કારણોથી બેડો પાર પડતો નથી. દ્રવ્યાદિ ક્રિયાઓ ભવ્ય તથા અભવ્ય જીવોએ ઘણી કરી જેથી તેઓ નવરૈવેયક સુધી પહોંચી શક્યા; તેમજ ચૌદ પૂર્વોનું જ્ઞાન પણ સંપાદન કર્યું. છતાં પણ બે કારણોથી ભવનો અંત ન લાવી શક્યા, તે બે કારણો છે: મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય થઈ શક્યો નથી અને તેને લીધી આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શક્યું નથી. સમ્યદર્શન કહો કે યથાર્થદર્શન કહો, કે આત્મદર્શન કહો, કે તત્ત્વપ્રતીતિ કહો કે મોક્ષ માર્ગનું દરેન કહો કે સમકિત કહો તે મોક્ષ માટેનું (પ્રધાન) કારણ છે. આના વગર સંસારભ્રમણ અવિરત ચાલુ જ રહેવાનું છે. મોક્ષપ્રાપ્તિ માટે કર્મથી બદ્ધ આત્માને નિર્બદ્ધ કરવો જોઇએ, સ્વસ્વરૂપમાં કર્મબદ્ધ આત્માને સ્થિર કરવો જોઇએ. તેની વિકૃતિઓને નષ્ટ કરવી જોઇએ. આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે સમ્યગ્દર્શનને સ્થિર કરવું જોઇએ. નષ્ટ ન થાય તે માટેનો પ્રયત્ન થતો રહે. તેને નિર્મળ કર્યા કરવું જોઇએ. આચરેલા ધર્મને સાર્થક બનાવવો હોય તો સમ્યગ્દર્શનનું પ્રગટીકરણ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. મોહનીયકર્મને મિથ્યાત્વ વિશેષણ લગાડવાથી તે મિથ્યાત્વ મોહનીય બને છે. અઢાર પાપસ્થાનકોમાં તે ભલે છેલ્લું ગણાવ્યું હોય છતાં પણ તેના વગર બાકીનાં સત્તર વાપસ્થાનકો નિર્જીવ, નાકામયાબ, શક્તિ વિહીન થઈ જાય છે. તેથી જ તેને બધાં પાપોનો બાપ કર્યો છે. આ મિથ્યાત્વના પાંચ પ્રકારો છે જેવા કે આભિગ્રાહિક, અનાભિગ્રાહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક છે. આ પાંચમાથી ગમે તે એક દ્વારા સમ્યકત્વનું વમન થઈ શકે છે. સામાયિક કે પ્રતિક્રમણ કરતાં મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે. ત્યાં આ પ્રમાણે બોલવામાં આવે છેઃ સમ્યકત્વ મોહનીય, મિમોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ. આ ત્રણ પ્રકારના મોહનીયને પરિહરવાનાં છે. વળી રાઇપ્રતિક્રમણ કરતાં શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં બોલીએ છીએ કે “મહા મોહરાય કર ફસિઓ છું સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો.” અહીં પણ મોહનીયના પરિહારની વાત કરી છે. આજની પરિભાષામાં આ પ્રમાણે તે અંગે સમજણ આપવી હોય તો કહી 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૧૫ શકાય કે વીતરાગ દેવની આઈ બેંકમાંથી સત્વરૂપી આંખ બેસાડી તેમાં જ્ઞાનરૂપ લેન્સ બેસાડવાથી મિથ્યાત્વરૂપી અંધકાર નષ્ટ થતાં મોહનીય વિલીન થતાં મન-મંદિરમાં તત્ત્વશ્રદ્ધારૂપી પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ જેટલું વર્ણન આત્મસ્વરૂપનું કર્યું છે, તેટલું વર્ણન કર્મસ્વરૂપનું પણ કર્યું છે. જૈન આગમોમાં અનેક સ્થળે કર્મનું વર્ણન આવે છે. ચૌદ પૂર્વોમાં કર્મપ્રવાદ (કમ્મપ્પવાય) એક ખાસ પૂર્વ પણ હતું. આગ્રાયણીય (અષ્ણનીય,વ્ય)માં કર્મસંબંધી ઘણું વિવેચન હતું. તેમાંથી સારરૂપે શ્રી શિવશર્માસૂરિએ પ્રાકૃત ગાષાબદ્ધ કર્મપ્રકૃતિ' નામનું મહત્ત્વનું પ્રકરણ રચ્યું. શ્રી મલયગિરિ મહારાજે તથા શ્રી યશોવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં સુંદર ટીકાઓ તેના પર રચી. પ્રાચીન કાળમાં તવિષયક છ ગ્રંથો હતા; જે છે કર્મગ્રંથો તરીકે ઓળખાતા હતા. શ્રી દેવેન્દ્રસૂરિએ તેના પરથી પાંચ નવીન કર્મગ્રંથની રચના કરી. શ્રી ચંદ્ર મહત્તરાચાર્યે સપ્તતિકા નામનો છઠ્ઠો નવીન કર્મગ્રંથ રચ્યો. પાંચ નવીન કર્મગ્રંથ ઉપર ગુજરાતીમાં શ્રી જિનવિજયજી મહારાજે તથા શ્રી યશ સોમસૂરિએ રચેલાં ટબ્બા મોજુદ છે. શ્રી ચંદ્રર્ષિમહત્તકૃત પંચસંગ્રહ નામનો ગ્રંથ ઉલ્લેખનીય છે. તદુપરાંત શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે આત્મતત્ત્વ વિચાર ભાગ ૧-૨ તથા વિજય ભુવનભાનુ ગણિવર રચિત ધ્યાન શતક ભાગ ૧-૨ અને તે ઉપરાંત કર્મવિ,યક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. આ અનાદિઇનંત સંસારમાં મુખ્યતઃ બે તત્ત્વો છે જેવા કે જીવ (આત્મા) અને કર્મ કર્મ જડ હોવા જતાં પમ તેનો સંબંધ આત્મા સાથે થઈ શકે છે. તીર્થકરોના જીવને પણ નિગોદમાંથી પસાર થવું પડે છે અને તેમના કર્મો જેમ જેમ ક્ષીણ કે ક્ષય થતાં જાય તેમ તેમ તેઓ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ઉપર ને ઉપર ચઢતાં ક્ષીણપ્રાયઃ કર્મની સ્થિતિ અયોગી ચોદયું ગુણસ્થાનક પ્રાપ્ત કરી સદાને માટે અવ્યાબાધ સુખાદિના સ્વામી બની નિરંજન, નિરાકારાદિ સ્થિતિને પામે છે તથા સર્વકર્મોથી મુક્ત થઈ સિદ્ધશિલાની ટોચે કાયમ માટે અશ્રુતદશામાં રહે છે. જૈન દર્શનમાં આઠ કર્મો જ્ઞાનાવરણાદિ સ્વીકારવામાં આવ્યાં છે. તેમાંથી ચાર કર્મો ઘાતી છે અને ચાર અઘાતી છે. આત્માના મૂળ ગુણધર્માદિનો જે ઘાત કરે તે ઘાતી અને તેમ ન કરે તે ઘાતી તરીકે ઓળખાય છે. આ ચાર ઘાતી કર્મોમાં પ્રબળ કર્મ તે મોહનીય કર્મ છે. સમ્યકત્વનું પ્રતિપક્ષી, પ્રતિદ્રઢી તે 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ મિથ્યાત્વ છે. સમ્યકત્વની પ્રાપ્તિ છતાં જ મિથ્યાત્વ છે. તેથી સમસ્કત્વની પ્રાપ્તિ માટે મુમુક્ષુઓએ, પ્રયત્નશીલ રહેવાનું છે. લોગસ્સ સૂત્રમાં તેથી આરૂગ્ગ–બોરિલાભની માગણી કરાઈ છે. અહીં આરોગ્ય એટલે ભાવ આરોગ્ય અને બોરિલાભ એટલે સમ્યકત્વ. યુદ્ધમાં બે પક્ષોની લડાઇમાં સરસેનાપતિને હરાવતાં તે પ્રતિપક્ષના રાજાને શરણે જાય છે તેવી રીતે સરસેનાપતિના સ્થાને મોહનીય કર્મના ઉપર વિજય મેળવતાં એટલે કે તેની પ્રબળતા નષ્ટ થતાં બાકીનું બધાં કર્મો આપોઆપ શરણ સ્વીકારે છે; તેથી ૮ કર્મોમાં જટીલ વા મોહનીય કર્મને વશ કરાતાં બધાં કર્મો વશ થઈ જાય છે. આ આઠ કર્મો તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે. જે કર્મને લીધે જીવ મોહગ્રસ્ત બની સંસારમાં અટવાઈ જાય તેને મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મ મદિરાપાન જેવું છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યમાં જ્ઞાન, ભાન, શાન ઠેકાણે રહેતા નથી; તેમ આ કર્મને લીધે મનુષ્યની વિવેકબુદ્ધિ તથા વર્તન ઠેકાણે રહેતાં નથી. આત્માને સંસારી બનાવવામાં, તેમાં જકડી રાખવામાં મોહનીયનો બહુ મોટો હિસ્સો છે. જ્યાં સુધી રાજા જેવું આ કર્મ જોરાવર હોય ત્યાં સુધી બધાં કર્મો જોરાવર રહે. તે ઢીલું પડતાં બધાં કર્મો ઢીલા પડે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. તેમની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. મોહનીય કર્મના બે વિભાગો છેઃ (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. જરા જુદો મુદ્દો તપાસીએ. આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે કર્મો ઘાતી અને સંસારમાં પકડી રાખનારા કર્મો તે અઘાતી અથવા ભવોપગ્રાહી. આવાં કર્મો નવાં નવાં બંધાય છે અને જુનાં જુનાં ભોગવતાં વિભાવદશા કે સંસારદશા ભી થાય છે. ટૂંકમાં કર્મોના સંસર્ગે સંસાર અને કર્મોના વિયોગે મોક્ષ. ઉપર આપણે જોયું કે મોહનીય કર્મના બે વિભાગો છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં મિથ્યાત્વ મોહનીય કર્મ કે જે અતત્ત્વની રૂચિ અને તત્ત્વનો દ્વેષ કરાવે છે. તેનું શુભ અધ્યવસાય દ્વારા સંશોધન કરી તેના ત્રણ 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૧૭ પું જ કરવામાં આવે છેઃ (૧) પૂર્ણ શુદ્ધ પુંજ તે સમકિત મોહનીય, (૨) અર્ધશુદ્ધ પુંજ તે મિશ્ર મોહનીય અને (૩) અશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ મોહનીય ક્ષયોપશમની પ્રક્રિયામાં શુદ્ધ એવા સમકિત મોહનીયનો ઉદય થવાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. મિથ્યાત્વકર્મનો સદંતર ઉપશમ કરાય, વિશિષ્ટ અધ્યવસાયના બળે અંતર્મુહૂર્ત કાળના એ કર્મને આગળ પાછળ ઉદયવશ કરી તેટલો કાળ મિથ્યાત્વનો સર્વથા ઉદય વિનાનો કરી દેવાય, ત્યારે ઉપશમ સમ્યકત્વ પમાય છે-મિથ્યાત્વકર્મના દળિયાનું સંશોધન કરી અશુદ્ધ અને અર્ધશુદ્ધ દળિયાને રોકી શુદ્ધ દળિયાનો ઉદય ભોગવાય ત્યારે ક્ષાયોપશમ સમ્યકત્વ પમાય છે. સમસ્ત શુદ્ધ-અર્ધશુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વકર્મ પુદ્ગલોન, અનંતાનુબંધી કષાયાનો નાસપૂર્વક નાસ કરો ત્યારે ક્ષાયિક સમકિત પમાય છે. આ ત્રણેમાં શ્રદ્ધા તો જિનવચન પર જ હોય છે; જિનોક્ત નવ તત્ત્વ, મોક્ષમાર્ગ, અરિહંત દેવ, નિગ્રંથ મુનિ, ગુરુ તથા જિનોક્ત ધર્મ પર જ એકમાત્ર શ્રદ્ધા થાય છે. ત્રણ પુંજની રસપ્રદ ચર્ચા માટે બે વિભિન્ન મતો છેઃ (૧) કાર્મગ્રંથિક, (૨) સૈદ્ધાત્તિક. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય આમ છે કે કાર્મગ્રંથિક મત પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવ અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન આ રીતના ત્રણ પુંજ બનાવે છે; જ્યારે સૈદ્ધાત્ત્વિક મત પ્રમામે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવો ક્ષાયોપથમિક સમ્યકત્વને પામનારા હોય છે તે જીવો અપૂર્વકરણ કાળમાં જ અપૂર્વકરણથી જેમ ગ્રંથિનો ભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વકરણના કાળમાં જ કરે છે. જીવ પોતાના અપૂર્વકરણ દ્વારા સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીયના દળિયાના ત્રણ પુંજ બનાવી દે છે. પ્રમાદ મોહનીયકર્મના ઉદયથી થાય છે. તે કર્મનું બળ ટલું હોય છે કે તે સામે ધીકતો પુરુષાર્થ કરવો પડે છે. કેટલાંક નિકાસિચ કર્મો એવાં બળવાન હોય છે કે સારા નિમિત્તો મળવા છતાં પણ તેનો ઉદય ચાલુ રહે છે. જેમકે નંદિષેણ મુનિ મહા તપસ્યા, રસ-ત્યાગ, ઉચ્ચ ઉદાત્તચારિત્ર સાધનાદિ કરવા છતાં પણ મોહનો વિકાર તેમને પીડતો રહ્યો. આથી ઉલ્ટે ગુણસાગર લગ્નના મંડપમાં ચોરીમાં લગ્ન કરવા તૈયારી છતાં પમ કામના ઘરમાં રહીને કામવિજયી બની મોહને મારી હઠાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેવી જ રીતે રાજસિંહાસન પર બિરાજેલા પૃથ્વીચંદ્ર કેવળજ્ઞાનના અધિકારી બની ગયા. ક્ષપકશ્રેણિ એટલે આત્મામાં સ્થાનાપત્ર મોહનીયના વિવિધ કર્મોનો ક્ષય 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ થવાની યાત્રા. પિચકારીમાંથી કેવી રીતે પાણીની ધાર વહી જાય, તેવી રીતે શુકલધ્યાનયુક્ત સામર્થ્યયોગના બળે આત્મામાંથી ધારાબદ્ધ કર્મ વહી જાય. તે એવા વહી જાય કે ફરી નવાં કર્મ હવે કદી આત્મામાં બંધાશે નહીં. શ્રેણિનો બીજો અર્થ સોપાન પંક્તિ (નિસરણી). ક્ષપકશ્રેણિએ ગઢેલો આત્મા અધિકાધિક કર્મોનો ક્ષય કરતો જ જાય છે. આ શ્રેણિમાં ધર્મવ્યાપાર એ સામર્થ્યયોગ છે. મિથ્યાત્વાદિ હેતુ દ્વારા જીવ વડે જે વસ્તુ કરાય તે કર્મ, કર્મબંધના પાંચ હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ છે. મોહનીય દ્વારા અશુભ કર્મો જ બંધાય. તેના બે પ્રકારો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. મોહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ થાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન. ક્રોધ, માન, માયા અને લોભ. દરેકના આ ચાર પ્રકારો વડે ૪૮૪=૧૬ થાય. આ ચાર કષાયોની વાત થઈ. કષાયોને સહાધ્ય કરે, તેને ઉદ્દીપન કરે તે નોકષાય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગુંછા (જુગુપ્સા), પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ આ નવ તે નોકષાય. ઉપરના ૧૬+૯=૩૬ પ્રકૃતિ થી. તદુપરાંત મોહનીયકર્મની ત્રણ પ્રકૃતિ જેવી કે મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વ મોહનીય મળી કુલ ૨૮ પ્રકૃતિઓ થઈ. લગ્નની જે ચોરી રચાય છે તેમાં ૭*૪=૧૮ માટલીઓ ગોઠવાય છે. તે ચોરીમાં વર-કન્યા હસ્તમેળાપ માટે બેસે છે. વિધિ કરાવનાર ગોરતેમને ઉદ્દેશી સાવધાન, સાવધાન એમ ઘોષણા કરે છે, કારણ સંસાર ભયંકર પતનનું કારણ છે. તે તરફ આંખ આડા કાન કરી લગ્નોત્સુક યુગલ વિધિ પતાવી દે છે. લગ્ન એક પવિત્ર બંધન હોવા છતાં પણ મોક્ષ-પ્રતિહંદી પ્રતિપક્ષી છે. લગ્ન એક રીતે લક્કડના લાડુ છે, જે ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. આવું હોવા છતાં પણ સંસાર આજ દિન સુધી ચાલ્યો છે અને ચાલતો રહેશે. શુભ અને અશુભ એમ બે પ્રકારના કર્મોને વહેંચી શકાય. તેવી જ રીતે તે કર્મો સાનુબંધ અને નિરનુબંધ એવી રીતે પણ વિભાજિત કરી શકાય વળી ક્ષયોપશમ સનબંધ અને નિરનુબંધ એમ બે જાતના હોય છે. સાનુબંધવાળો જીવ કોઈ રીતે ક્ષયોપશમ કરી લે તો પમ તે લાંબો ચાલતો નથી. કર્મનો ઉદય ચિત્તને બગાડી નાંખતાં ક્ષયોપશમ તૂટી જાય છે, અટકી જાય છે, ધારા આગળ ન ચાલી તેથી તે નિરનુબંધ છે. કોઈ મુનિને કાઉસગ્નમાં શુભ ચિંતાથી અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો, અવધિજ્ઞાન પ્રગટ્ય. પ્રથમ દેવલોક 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૧૯ સાક્ષાત્ જોયો. ત્યાં ઇન્દ્ર ઇન્દ્રાણીને મનાવતો જોઈ મુનિ હસ્યા અને તરત ક્ષયોપશમ ચાલ્યો ગયો. આ નિરનુબંધ ક્ષયોપશમ. અહીં મોહનીય કર્મના ઉદય ચિત્ત કલિષિત થયું, ક્ષયોપશમ રદ થઈ ગયો, ગુણઘાત કર્યો, આગળ ગુણ અટક્યો, વધ્યો નહીં. સારાંસ એટલો છે કે કર્મબંધ સાનુબંધ નહિ થવા દેવો જોઇએ અને ક્ષયોપશમ સાનુબંધ કરવો જોઇએ. સમસ્કત્વ પામેલો જીવ અનાદિની રાગ-દ્વેષની કઠમ ગાંઠ તોડી ગ્રંથિભેદ કરે છે તેથી તે એવા અતિ સંકિલન્ટ, અતિ સાનુબંધ કલેશવાળો બનતો નથી કે જેથી માર્ગ પ્રાપ્ત ટકી જાય. ગ્રંથિભેદ કરનારનો ક્ષયોપશમ સાનુબંધ હોવાથી અનિવૃત્તિકરણની પ્રક્રિયા માંડે છે તેથી નિરનુબંધ ક્ષયોપશમ કરતાં જુદો પડે છે. ગુણસ્થાનોનું વિભાગીકરણ મુખ્યતયા મોહનીયકર્મની વિરલતા, ઉપશમ, કે ક્ષયના આધારે કરવામાં આવ્યું છે. તેના બે પ્રકારોમાંથી દર્શનમોહનીયનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક રૂચિ કે સત્યદર્શન થવા પામતું નથી. જયાં સુધી દર્શનમોહનીયની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. માટે પ્રથમાનાં ચાર ગુણઠાણાં દર્શનમોહનીયની વિરલતા, ઉપશમ કે ક્ષયની મુખ્યતયા છે. જેમકે ૫ થી ૭મા ગુણઠાણા ચારિત્રમોહનીયકના ક્ષયોપશમને આધારે છે. અમા, ૯મા અને ૧૦મા ગુણઠાણાં ચારિત્રમોહનીના કેવળ ઉપશમ કે ક્ષયની મુખ્યતયા છે. ૧૧મું ગુણઠાણું ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે; જ્યારે ૧૧ થી ઉપરના ગુણઠાણાંઓ મોહનીયાદિ ક્ષયને આધીન છે. આ કારણથી ગુણઠાણાનું વિભાગીકરણ મોહનીયકર્મના તરતમભાવને આધારે કરવામાં આવ્યું છે. આ અંગે અત્રે પ્રત્યેક ગુણઠાણામાં મિથ્યાત્વ કે મોહનીયની તરતમતા વગેરેની ચર્ચા લાંબી થઈ શકે. તીર્થકરો વીતષ નહિ પણ વીતરાગ કહેવાય છે. તેષ કરતાં રાગ વધુ ભયંકર છે. નવસ્મરણમાં કેટલાંક મોહ સંદર્ભમાં જોઇએ. ચોથા સ્મરણ તિજ્યપહુતતમાં તિર્થંયરા ગયોહા (૧૦), વિનયમોહ (૧૧) છે. અજિતશાંતિ સ્મરણમાં વિગતયા, વિગયરયા (૧૩) રાગદોસભય મોહવઝિ (૨૫) જિઅહં (૨૭) ૯મા કલ્યાણ મંદિરમાં મોહક્ષયાદિનુભવજ્ઞપિ (૪)માં મોહ વિષે નિર્દેશ કર્યો છે. તેમજ ૩૭માં નૂન ન મોહતિમિરાવૃતલોચને પૂર્વ વિભો ! સકૃદપિ પ્રવિલોકિતોડસિ! 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ મોહનીયકર્મની જાળને કેવી રીતે તોડવી ? કેવી રીતે નષ્ટ કરવી ? કેવી રીતે નેસ્તનાબુદ કરવી તે જરા તપાસીએ. આઠે કર્મોમાં મોહનીયનો સૌથી વધુ કાળ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનો છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. તેમાં સુપુરુષાર્થને અવકાશ છે. મોહનીયને નષ્ટ કરવા સમ્યગ્દર્શન પામવું જોઇએ. તે માટે સૌ પ્રથમ શુદ્ધ યથાપ્રવૃત્તિકણ જોઇએ. તે માટે સંચાર ખરાબ છે. તેના પરથી આંખ ઊઠવી જોઇએ. તેના વગર શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નડિય ગ્રંથિદેશે આવેલો જીવ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પામી શકે, પણ પામે જ એવો નિયમ નહિ. ગ્રંથિદેશે જીવ યથાપ્રવૃત્તિકણ દ્વારા જ આવે. એવા અનાદિ યથાપ્રવૃત્તિકરણથી નદીધોલપાષાણ ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલો ગણાય. ફરી ડૂબવું ન જોઇએ. ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી ફરમાવે છે કે સંસાર સાગરાઓ ઉબુડો મા પુણો નિબુહિજ્જા ! ચરણકરણ વિહીણો બુટ્ટઇ સુબહુપિ જાણતો . પરંતુ ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચોંટેલી ને ચોંટેલી હોય છે. અભવ્યો અને દુર્ભો પણ ગ્રંથિદેશે આવી શકે છે. તેથી સંસાર ઉપરથી દૃષ્ટિ બગાડવી જોઇએ. કેમ કે તે અભવ્યો અને દુર્ભવ્યો સાધુપણાની અને શ્રાવકની ક્રિયા કરતા હોય, આ લોક કે પરલોકના સુખ ખાતર ભવાભિનંદી તરીકે નવરૈવેયક કે પૂર્વોનું જ્ઞાન પમ હોય પમ એક મિથ્યાત્વના અસ્તિત્વથી બધું નિરર્થક નીવડે છે. આ કે પરલોકના સુખની વાંછા છે. ક્રિયા કરે છે; પણ તે સંમૂર્ણિમ રીતે પરિણતિ વગરની હોય છે, બધું બરબાદ થઈ જાય છે. તેથી ગ્રંથિદેશથી આગળ વધવા માટે આંક ઊઠવી જોઇએ, તે વગર નિસ્તાર નથી, વધુ ને વધુ તે સુખમાં ખૂંપી જવું ન જોઇએ. સંસાર સુખની જે જરૂર પડે તે નબળાઈ છે એવું લાગે તો શુદ્ધયથાપ્રવૃત્તિકરણ આવે. તે માટે ત્રણ વસ્તુ પ્રગટવી જોઇએ. (૧) તીવ્રભાવે પાપ ન કરે (૨) નિર્વેદ યાને સંવેગ અને (૩) ઔચિત્ય. વળી કહેવાયું છે કેજિણવયણે અણુરત્તા જિણવયણે જે કરેં તિ ભાવેણ રે અમલા અસંક્લિષ્ટા તે હુંતિ પરિત્તસંસારી / તેથી હવે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણથી અપૂર્વકરણથી અપૂર્વકરણ ત્યારબાદ 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ મોહનીયની માયાજાળ અનિવૃત્તિકરણ થતાં વ્યકત્વ ગુણ પ્રગટે. એક વાર પણ જો સમ્યકત્વનો સ્પર્શ થઈ જાય તો અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ન્યૂન સમયમાં ભવનો અંત આવે અને મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે. પરિત્તસંસારી થવા માટે જિનેશ્વરના વચનોમાં અતૂટ શ્રદ્ધા, ભાવપૂર્વક જિનેશ્વરના વચનોનું અનુસરણ તથા પાલન. અમલા એટલે : મલ એટલે મિથ્યાત્વાદિ દોષો, સંકલેશ એટલે રાગ અને દ્વેષને લીધે થતો જીવનો પરિણામ. આટલું થતાં જીવનો સંસારકાળ પરિભ્રમણ માટેનો મર્યાદિત તે પરિત્તસંસારી કે અલ્પસંસારી કહેવાય છે. અનાથમુનિ અને તેના સંસર્ગ દ્વારા શ્રેણિક મહારાજાની આંખ સંસાર પરથી ઊઠી ગઈ અને પરિણામ સ્વરૂપ સમકિતી બની ગયા, સમકિતને પ્રાપ્તિ થઈ. આપણે ઉપર ત્રણ પુંજની વાત કરી. શાસ્ત્ર કહે છે કે અંતકરણનું મુહૂર્ત પૂરું થતાંની સાથે જ ત્રણમાંથી કોઈ એક પુંજના દળિય ઉદયમાં આવે છે. દર્શનમોહનીયની સાત પ્રકૃતિને ક્ષીણ કરી અટકી જનાર ખંડક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે અને તે અર્ધપુગલ પરાવર્તકાળમાં મોક્ષ પામે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ક્રમનો થોડો વિચાર કરીએ. આત્મા અનાદિકર્મસંતાન સંવેષ્ટિત છે. સમ્યકત્વ દુર્લભ છે. તેને સુલભ બનાવ્યા વગર ચાલે તેમ પણ નથી. ધર્મના ખરેખરા સ્વરૂપને સમજપૂર્વક પામ્યા વિના કોઇપમ જીવ મોક્ષને પામી શકતો નથી. મોહનીયકર્મની જાળને તોડવા સૌ પ્રથમ કાળની અપેક્ષા રહે છે. તે કાળ છે ચરમાવર્તકાળ કે જ્યાં જીવ એકવાર આવ્યા પછી અચરમાવર્તકાળમાં જવાનો નથી. બીજું તે અપુનબંધક દશા પામેલો છે એટલે કે હવે તે ક્યારે પણ સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને પામવાનો નથી. હવે તેનો સ્વભાવ ભવ્યતાનો છે. પછી ભવિતવ્યતા, પછી કાળની અને ત્યારબાદ કર્મ અને પુરુષાર્થની છે. અહીં ધ્યાનમાં રહે કે જો ભવ્યત્વ સ્વભાવ ન હોય તો ભવિતવ્યતા વશથી જીવ વ્યવહાર રાશિમાં આવે તો પણ તે કદી કાળની અનુકૂળતા પામે નહિ. ચરમાવર્તકાળમાં ઉત્કૃષ્ટ કર્મસ્થિતિનો હ્રાસ કરીને કલ્પવૃક્ષ જેવું શુદ્ધ ધર્મસ્વરૂપ તેના બીજની પ્રાપ્તિ થાય, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે. ભવ્યોને પણ તે થાય છે. આ જીવ અચરમાવર્તકાળમાં જતો ન હોવા છતાં પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ પણ તે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તો વારંવાર, અનંતિવાર થઈ શકે છે. તેથી જીવે અશુભ 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ પરિણામ પ્રગટે નહિ, જો પ્રગટે તો તીવ્રતર બને નહિ તેની કાળજી રાખવી તેમજ શુભ અને શુદ્ધ પરિણામ બન્યા રહે વળી તે ખૂબ તીવ્ર બનતા રહે તેવી પ્રયત્ન કરતા રહેવું જોઇએ. મોહનીય કર્મ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું અત્યંત બળવત્તર છે તેથી આમ કરતા રહેવું નિતાંત આવશ્યક તથા ફળદાયી છે. તેથી કર્મની સ્થિતિ ન્યૂનતરની જે વ્યાખ્યા છે તે થતાં કર્મલાઘવ સ્થિતિએ પહોંચી રાગ-દ્વેષની કઠણ તીવ્ર ગાંઠને તોડતા ગ્રંથિભેદ થઈ શકે છે જે અભવ્યો, દુર્ભવ્યો જ્યારે પણ કરી શકવાના નથી. ભલેને તેઓએ કર્મલઘુતા હાંસલ કરી હોય ! અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા, અધિકાધિક કર્મનિર્જરા કરતા નવગ્રેવેયક સુધી પહોંચે પમ શુદ્ધભાવની ખામીને લીધે મોક્ષ હસ્તગત નથી કરી શકતા. નવરૈવેયકે રાગ-દ્વેષને લીધે ગાઢ પરિણામ વશ અશુભ કર્મો ઉપાર્જે છે. આમ અભવ્યાદિને ગ્રંથિદેશની પ્રાપ્તિ, દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પમ સંસારનાશ તેઓ માટે શક્ય નથી, કારણ કે અપૂર્વકરણ પામવાની લાયકાત તેઓમાં હોતી નથી. અભવ્યો સ્વભાવે ગ્રંથિદેશાદિ પામે પણ અપૂર્વકરણની લાયકાત હોતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. ભવ્યો છે ત્યારે જ પામે કે જ્યારે ભાવિતાવ્યાદિની સાનુકૂળતા હોય. ગ્રંથિદેશે આવેલો જીવ આસંખ્યાતા કાળ સુધી ટકી શકે, ત્યાર પછી તે આગળ વધે અને ન વધે તો પાછો હઠી પણ જાય ! મોહનીય કર્મની કેવી વિડંબના ! તેથી મુનિપુંગવ ભદ્રબાહુસ્વામીએ ટકોર કરી છે કે કિનારે આવેલો પાછો સરી ન પડીશ ! જો જીવ ગ્રંથિદેશે પાછો પડે તો તે વધુ કર્મસ્થિતિ ઉપાર્જ જાતિભવ્યોને મોક્ષેચ્છા થઈ શકે પણ તે માટેની યોગ્ય સામગ્રી જ મળવાની નથી. તેથી પરિણામની શુદ્ધિ માટે સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છાદિની જરૂરિયાત છે. હવે અપૂર્વકરણ તરફ વળીએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પુરુષાર્થની અપેક્ષા સેવે છે. તે દ્વારા જીવ અપૂર્વકરણ પ્રગટાવી શકે છે. અપૂર્વકરણ અને કર્મગ્રંથિ બંને આત્મપરિણામ સ્વરૂપ છે. પરિણામ દ્વારા જ પરિણામ ભેદવાનો છે. કરણ શબ્દ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ ઠેકાણે આવે છે. કરણ એટલે અધ્યવસાય, મનની અત્યંત ઊંચી શુભ ઉત્તુંગ અવસ્થા. પૂર્વ એટલે પહેલાં. અપૂર્વ ટલે પહેલાં નહિ. અપૂર્વકરણ એટલે મનની એવી ઉત્તેગ શુભ અવસ્થા કે અધ્યયવસાયો કે જે જીવને સંસારની મુશાફરીમાં ક્યારે પણ 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૨૩ થયાં નથી. તેથી આ અપૂર્વકરણ રૂપી હથિયાર વડે પ્રગટ થયેલી કર્મગ્રંથિને ભેદવાની છે. તે આની દ્વારા ભેદાયા પછી સમ્યકત્વસૂર્યનો ઉદ્ય થાય છે. જેથી જીવનો સંસારકાળ પરિત્ત, મર્યાદિત થઈ જાય છે. તે અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યુન પણ હોઈ શકે. આ અપૂર્વકરણ દ્વારા જ વિષયકષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ હોય જ. કષ ટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. કષાય એટલે જેનાથી સંસારની પ્રાપ્તિ થાય. આમ આ અપૂર્વકરણ વિષય તથા કષાયનો બનેલો જે સંસારવૃક્ષ તેને જડથી ઉખેડી નાંખે છે. મોહનીયકર્મ જે જટિલ અને ભયંકર છે તેને માટેનું આ સુંદર હથિયાર હવે હાથવગું થયું. ચરમાવર્તકાળ જે અંતિમ પુદ્ગલાવર્તમાં આવે તેનાથી આ બધું શક્ય બને તેમ છે. અપૂર્વકરણથી કર્મગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. જે ભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણને પામે છે તેમનામાં જ્યાંસુધી અપૂર્વકરણ પ્રગટે નહિ ત્યાં સુધી યથાપ્રવૃત્તિક૨ણમાં જ રહે છે. સમ્યકત્વરૂપ શુદ્ધ ધર્માદિનું બીજ યથાપ્રવૃત્તિકરણથી થાય. જીવ ગ્રંથિદેશને યથાપ્રવૃત્તિકરણથી પામે છે. દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્ર પણ યથાપ્રવૃત્તિકરણથી પામે છે. ચરમાવર્તને પામેલો જીવ શુદ્ધ ધર્માદિના બીજને પણ યથા પ્રવૃત્તિકરણથી પામે છે, તેથી યથાપ્રવૃત્તિકરમ એ એક ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. માત્ર ભવ્યાત્માઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પડે. ભવિતવ્યાદિના સુયોગે પુરુષાર્થશાળી બની અપૂર્વકરણ પામે છે. જ્યારે અભવ્યો, દુર્ભવ્યો અને અપૂર્વકરણ નહિ પામેલા જીવોને માત્ર યથાપ્રવૃત્તિકરણથી આગળ કશું હોતું નથી. તેથી ત્રણે પ્રકારના પરિણામો (કરણો) નિયમા ભવ્યાત્માઓને ઉપલબ્ધ થાય છે. જે આત્માનો સંસારભ્રમણકાળ, એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક નથી તેને જ આપણે ભવ્ય તરીકે ઓળખીએ છીએ. આવા આત્માઓ ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યાદિની સાનુકૂળતાએ, બીજાદિથી ક્રમિક પ્રગતિશીલ થઈ અપૂર્વકરણ દ્વારા રાગ-દ્વેષરૂપી ગાઢ પરિણામરૂપ કર્મગ્રંથિને ભેદી ત્યારબાદ અનિવૃત્તિકરમ દ્વારા સમ્યકત્વને પામે છે. ત્યારે તેમનો સંસા૨કાળ મોહનીયાદિ મંદત્તમ થયેલ હોવાથી વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી કંઇક ન્યૂન હોય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી જીવ અપૂર્વકરણ પામે જ તેવો નિયમ નથી. કેમકે તે ગ્રંથિદેશે આવે છતાંય અપૂર્વકરણ ન પામે. 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૪ પરંતુ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ માટે તેવું નથી. જે જીવ ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તે જીવ તે કરણ દ્વારા નિયમા ગ્રંથિને ભેદે, ગ્રંથિને ભેદી તે જીવ નિયમા અનિવૃત્તિકરણ પામે જ; વળી તે દ્વારા નિયમા સમ્યકત્વને પણ પામે. અધિગમથી અને નિસર્ગથી સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવો આમ જ અપૂર્વકરણ પામી, ગ્રંથિ ભેદી અનિવૃત્તિકરણ દ્વારા સમગ્દર્શન ગુણને પામે છે. વાસ્તવમાં કોઇપણ જીવ અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણ પામ્યા વિના શુદ્ધ ધર્મસ્વરૂપ સમસ્કત્વને પામતો નથી. પરંતુ એ અપૂર્વકરણ પામે છે તે નિયમા સમ્યગ્દર્શન પામે છે. આથી અપૂર્વકરણની ઘણી મહત્તા છે. તે વગર ગ્રંથિ ભેદાય નહીં, ગ્રંથિ ભેદાય વિના અનિવૃત્તિકરણ પ્રગટે નહીં અને તે વિના સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહીં. આથી શુદ્ધ ધર્મરૂપ સમ્યકત્વ પામવા માટે અપૂર્વકરણ માટે મહેનત ક૨વી જોઇએ. અનાદિકાળથી અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પૂર્વના અનંતકાળ પર્યંતમાં પણ સુંદર પરિણામની પ્રાપ્તિ થઈ નથી તેવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્વક૨ણ કહેવાય છે. આત્માનો આ પરિણામ કેટલો સુંદર હોવો જોઇએ ! અપૂર્વકરણ પામ્યો તે જીવ સમય્યત્વ પામ્યા વિના પાછો હઠે નહીં; પરંતુ તે તરત જ સમ્યકત્વ પામે તેવું પણ ન બને. હજુ મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય અને પ્રદેશોદય જ્યાં સુધી ચાલુ હોય, ત્યાં સુધી સમ્યકત્વનો પરિણામ પ્રગટતો નથી. જો તે દરમ્યાન વિપાકોદય ચાલુ રહે તો તે જીવનો સમ્યકત્વનો અધ્યવસાય ચાલી જાય. રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદી નાંખવા સજ્જ બનેલો આત્મા અનિવૃત્તિક૨ણ દ્વારા એવી સ્થિતિ પેદા કરે કે જ્યાં મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, અથવા વિપાકોદય ન હોય, અપૂર્વકરણનું કાર્ય થઈ ગયા પછી જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિકરણ એ જ સમ્યકત્વ રૂપ આત્મપરિણામ. કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે તે અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન મિથ્યાત્વ મોહનીયના દળિયાના ત્રણ પુંજ બનાવે છે. જ્યારે મિથ્યાત્વમોહનીયનાં દળિકોનો પ્રદેશોદય કે વિષાકોદય ન હોય ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો પણ પ્રદેશ કે વિપાકોદય ન હોય તેવી તૈયારી જીવ એવા અંતર્મુહૂર્તમાં કરી લે અને તરત જ અનંતાનુબંધી 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૨૫ મિથ્યાત્વ-મોહનીયના કળિકોના ઉદયરહિત અંતર્મુહૂર્તને પામે છે; જેનું નામ ઓપશણિક સમયકત્વની પ્રાપ્તિ કહેવાય. અપૂર્વકરણ થયા પછી જીવને જે પરિણામ પેદા થાય તે અનિવૃત્તિકરણ કહેવાય. કારણ કે એ પરિણામ પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના નિવૃત્ત થતો નથી, પાછો હઠતો નથી, તે પામે છે. પામે જ. આટલી ચર્ચાના નિષ્કર્ષ રૂપે કહેવાય કે સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ સમ્યકત્વની રક્ષા માટે કાળજી સાથે સમ્યકત્વ દિન પ્રતિદિન શુદ્ધ બનતું જાય, ક્ષય ન પામે તેવો પુરુષાર્થ કરવો રહ્યો. વિ, કષાયની અનૂકૂળતાનો રાગ તેમજ પ્રતિકૂળતાનો દ્વેષ જ આત્માની આટલી ચર્ચાના નિષ્કર્ષ રૂપે કહેવાય કે : સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ સમ્યકત્વની રક્ષા માટે કાળજી સાથે સમ્યકત્વ દિન પ્રતિદિન શુદ્ધ બનતું જાય, ક્ષય ન પામે તેવો પુરુષાર્થ કરવો રહ્યો. વિષયકષાયની અનુકૂળતાનો રાગ તેમજ પ્રતિકૂળકતાનો વેષ જ આત્માની ખાનાખરાબી કરી નાંખી છે. અહીં વિષયકષાયની અનુકૂળતાનો રાગ તથા પ્રતિકૂળતાનો દ્વેષ એ સુખનું કારણ છે, તેના આધારે અનુસરવું, વર્તવું એ જ ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું, જોરદાર બનાવવાનું પ્રધાન કારણ છે. આત્મવિકાસની ખરી શરૂઆત ચોથા ગુણસ્થાનકે થાય. અહીં મિથ્યાત્વ જાય ને સમ્યકત્વ આવે, પાંચમે અવિરતિનો અમુક ભાગ જાય દેશવિરતિ આવે, છઠ્ઠ અવિરતિ પૂરેપૂરી દૂર થતાં સર્વવિરતિ આવે; સાતમા ગુણસ્થાનકે પ્રમાદનો પરિહાર થાય ને આત્મજાગૃતિ ઝળહળે. આઠમાં ગુણસ્થાનકે અપૂર્વકરણ થાય. નવમાં ગુણસ્થાને નિવૃત્તિ એટલે કે અધ્યવસાયોની ભિન્નતા હોતી નથી તેથી અનિવૃત્તિ વિશેષણ લગડેલું છે. આ ગુણસ્થાને સમકાળે આવેલા સર્વ જીવોના અધ્યવસાય પરસ્પર સરખા હોય છે. એ પ્રમાણે દરેક સમયે અનુક્રમે અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયો સરખા જ હોય છે; પરંતુ દશમાં ગુણસ્થાનકની અપેક્ષાએ કષાયો બાદર હોય છે. તેથી અનિવૃત્તિ પછી બાદર વિશેષણ લગાડેલું છે. આ ગુણસ્થાને ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિનું કાર્ય આગળ વધે છે. તેથી મોહનીયકર્મની ૨૦ પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય થાય છે. આગળ સાત પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થયેલો જ છે એટલે અહીં એક સંજવલન લોભ જ અવશિષ્ટ રહે સમ્યકત્વ ગુણને પામ્યા પછી નિકચિત કર્મોના ઉદયથી દુષ્કર્મોનો ઉદય 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ થતાં પ્રાપ્ત સમકત્વ ગુમાવી દેવાય છતાં પમ તે જીવો અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામશે. આવાં જીવોએ તીર્થકર ભગવંતોની અશાતના કરી હોય છે. તેથી સમ્યકત્વ ગુણ પામ્યા વગર કોઇપણ જીવની ક્યારેય પણ મુક્તિ થાય નહીં. દર્શનમોહનીયના ક્ષયોપશમની સાથે ચારિત્રમોહનીયનો ઉદય હોય અને તે જોરદાર હોય તો આત્મા સંસારના સુખદુઃખમાં રતિઅરતિ અનુભવે તેટલા માત્રથી તેનામાં સમ્યગ્દર્શન નથી તેમ કહી ન શકાય, એટલે કે તે મિથ્યાદૃષ્ટિ છે; એવો નિર્ણય ન કરી દર્શનમોહનીયનો ભયોપશમ તાત્વિક રીતે આત્માને તાવિક દૃષ્ટિએ દેખતો કરી દે છે. જ્ઞાનીઓના કહ્યા પ્રમાણે હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય જ માને એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી શક્ય બને. પરંતુ હેયનો ત્યાગ કરવાનો જોરદાર ઉલ્લાસ અને ઉપાદેયનો સ્વીકાર કરવાનો જોરદાર ઉલ્લાસ પેદા થવા માટે ચારિત્ર મોહનીયની જરૂર પડે છે. દર્શનમોહનીયના ક્ષયોપશમના પ્રતાપે મોક્ષની અને શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે પણ તેને આચરવા માટે જે સમ્યકચારિત્ર છે તેના ક્ષયોપશમ વગર પમાય નહીં. સમ્યકત્વની આ ચર્ચાના પરિણામ રૂપે એમ સમજવાનું નથી કે તેની સાથે રત્નત્રય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપેક્ષા સેવવાની છે. તેથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત પ્રથમ ગુણઠાણેથી થાય છે. આમ મિથ્યાવાદિની મંદતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યગ્દર્શનની હાજરી માત્રથી જ્ઞાન સમ્યજ્ઞાન બને છે, ચારિત્ર સમ્મચારિત્ર બને છે અને તપ સમ્યક્ તપ બને છે. આ માટે શ્રદ્ધાળુ આત્માઓએ દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં બહુ ચકોર બનવું જોઇએ. આ ત્રણ તત્ત્વત્રયીમાં અમુક અપેક્ષાએ ગુરુનું સ્થાન બહુ મહત્ત્વનું છે. દેવતત્વ અને ધર્મતત્ત્વની પીછાણા સદ્ગુરુ દ્વારા થાય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ દેવના વિરહકાળમાં મોટો આધાર ગુરુતત્ત્વ ઉપર છે. જો ગુરુતત્ત્વ બગડે તો દેવતત્ત્વ પ્રત્યેની બુદ્ધિ વિપર્યાસ પામે. માટે તે આત્મા સમ્યગ્દષ્ટિ કહેવાય કે જે આત્માએ મોક્ષના આશયથી કુદેવ, કુગુરુ તથા કુધર્મનો ત્યાગ કરવા પૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મનો સ્વીકાર કર્યો હોય. સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન અજ્ઞાન છે, ચારિત્ર મિથ્યાચારિત્ર છે અને તપ તે માત્ર કાય-કલેશ છે. તેથી “સમ્યગ્દર્શનશાનચરિત્રાણિ મોક્ષમાર્ગ:' એમ કહેવાયું છે. અહીં સમ્યગ્દર્શન પહેલું મૂકવાનું કારણ એ છે કે સમ્યગ્દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય છે તે 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ ૨૭ સમ્યક હોતું નથી, અને સમ્યગ્દર્શનના અભાવમાં જે ચારિત્ર હોય તે સમ્યક હોતું નથી. ઉપર જોયું તે પ્રમાણે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે, ચારિત્ર જે હોય તે કાયકષ્ટ છે; અથવા તો સંસારમાં રઝળાવનારું મિથ્યા ચારિત્ર છે. આ ચારિત્રમાં સઘળી સત્કરણીનો સમાવેશ થઈ જાય છે. આયંબિલની ઓળીમાં સિદ્ધચક્રની જે આરાધના કરાય છે તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ક્રમમાં ઉપાસના કરાય છે. મેરુ જેટલા સુકૃતને રસના અભાવાદિથી જેમ અણુ જેટલું બનાવી શકાય છે. મેરુ જેટલા દુષ્કૃત્યને રસના અભાવાદિથી અણુ જેટલું બનાવી શકાય છે તેમ તેનાથી વિપરીત કોટિના રસના સદ્ભાવથી મેરુ જેટલાને અણુ જેટલું બનાવી શકાય છે. મિથ્યાષ્ટિ જે પાપ આચરે તેનાથી તેને જેટલો પાપનો બંધ થાય તેટલો પાપનો બંધ તે જ પાપ આચરનારા સમ્યગ્દષ્ટિ જીવને થતો નથી. તેનું કારણ શ્રી વંદિતાસૂત્રની આ ગાથામાં છે. સમ્મદિઢિ જીવો જઇવિ હૂ પાવે સમાચરે દ્વિ ચિ અપ્પોસિ હોઇ બંધો' જેણે ન નિદ્ધસણ કૂણા, ક્રૂરતાપૂર્વક, રસપૂર્વક તે ન આચરતો હોવાથી પાપબંધ ઓછો થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુતઃ પાપનો રાગી નથી હોતો, પરંતુ પાપના ત્યાગનો રાગી હોય છે. કર્મોદયજનિત સંજોગવશાત્ તે પાપ કરે છે, પણ તેના પ્રત્યે અણગમો હોઇ શકે. સમ્યદૃષ્ટિ સંસારમાં રહી તેથી વિષયોપભોગ કરે પણ તેમાં તેને રાગ કે આસક્તિ નથી હોતી. વિષયના ભોગનો રાગ અને તે દ્વારા તેનું વિષ-ઝેર નીચોવાઈ ગયું છે જ્યારે મિથ્યાષ્ટિમોહનીયકર્મના સકંજામાં તે તીવ્ર આસક્તિ, રાગ તથા કામનાસહ ભોગવે છે તેથી તેનું બંધન અત્યંત ગાઢ હોઈ શકે છે. સમ્યગ્દષ્ટિ જીવ જળસ્થિત કમળની જેમ નિર્લેપ રહે છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ તેમાં કલંકિત થઈ જાય છે. મહાવીરસ્વામી પોતાના છેલ્લા ભવમાં તીર્થકરના ભવમાં પરણ્યા, પુત્રી પણ પ્રાપ્ત થઈ, ૩૦ વર્ષ સંસારમાં કમળવત્ રહ્યા અને છેલ્લે તેનો ત્યાગ કરી તીર્થકર બન્યા. શ્રેણિક મહારાજા કે જેને એક વખતે ૨૩ પત્ની હતી અને પુત્રો હતા તે સમકિત થતાં આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પાનાત્ર થશે. તેથી કહી શકાય કે શુદ્ધ સમકિતી આત્માને વિષયનું વિષ ચઢતું નથી કારણ તે આત્માઓમાં વિષયો–કષાયો વિષતુલ્ય છે. આ વિવેક મોટું કારણ છે. તેઓની દઢ માન્યતા હોય છે કે મુક્તિ સિવાયનું સુખ કે દુઃખ તેના મિશ્રણ વિનાનું હોતું નથી. તે દુઃખમય, દુઃખફલક અને દુખપરંપરક 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ ૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. પંચસૂત્રમાં તેમજ કહ્યું છે. દુઃખરૂપે, દુઃખફલે, દુઃખાણબંધિ (પંચસૂત્ર). ઉપરના પાત્રોએ બાર ભાવનાઓમાંથી એક કે એકથી વધુ ભાવના સદ્ભાવનાપૂર્વક ભાવતા કેવળજ્ઞાનના અધિકારી થઈ શક્યા છે. મોહનીયકર્મ અને તેના સત્તર સાગરિતોનું સૈન્ય અક્ષૌહિણી સૈન્ય જેવું બલિષ્ઠ, ગર્વિષ્ઠ, અને પારિષ્ઠ છે. તેના પ્રતિકાર માટે પ્રતિબંધી, પ્રતિપક્ષી માત્ર સુદઢ સૈન્ય તે સમ્યગ્દર્શન યા સમકિત યા સમ્યકત્વ છે. મોહનીયકર્મની પ્રબળતાને લીધે અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી કર્મસંતાન સંવેષ્ટિત કાળચક્રો જીવાત્માનો અનંતાનંત વારે પસાર થાય તો પણ સમ્યકત્વની સ્થિતિ પર આવી શકતો નથી. તેના ઉત્કૃષ્ટ ક્રિયાકષાયો દ્રવ્ય જ રહે છે, ભાવસ્થિતિ પામતા નથી; કારણ કે તે ક્રિયાના મીંડા આગળ સમકિતનો એકડો આવતો નથી. સમકિતની મહત્તા આ પ્રમાણે પ્રદર્શિત કરી શકાય. તેને દર્શન, મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વસાધન, સત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ કહેવાય છે. તેનું ગૌરવ બતાવવા માટે શાસ્ત્રો તરફ વળીએ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય નામના ગ્રંથરત્નમાં તેની ઉપર મુજબ પ્રશંસા કરી છે. આત્માના યથાસ્થિત સ્વરૂપને સમજવા માટે અતિઉપયોગી હોવાથી તે દર્શન કહેવાય છે, કારણ કે તમેવ સર્ચ નિઃશંક જિનૈઃ પૂપિમ્. તેથી તે તત્ત્વરુચિ છે. તેથી અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામી શકતા જ નથી અને મોહનીયના સકંજામાં વારંવાર ફસાયા કરે છે. વળી હિતોપદેશ માલા ૧૬-૧૭માં તેને ધર્મવૃક્ષના મૂળતરીકે ધર્મનગરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાદની પીઠ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણરત્નના નિધાન તરીકે વર્ણવ્યું છે. છેલ્લે છેલ્લે મોહનીયકર્મના ૧૮ અક્ષૌહિણી જેટલા વિશાલ સૈન્યને પરાજિત કરવા શિકસ્ત આપવા સમ્યગ્દર્શનના સૈન્ય તરફ પણ આપણે આંખ આગળ કાન ધરવા ન જોઇએ. સૌપ્રથમ જિનેશ્વરના વચનમાં અતૂટ શ્રદ્ધા, અનુરક્તતા, જિનેશ્વરના વચનોને ભાવપૂર્વક ક્રિયાન્વિત કરવાં. રાગ-દ્ધ, રૂપી જે મળ આત્મપ્રદેશોમાં ચોટિી ગયો છે તેને દૂર કરવો. સંકલેશ ન ધરવો. જિનેશ્વરોએ જે પ્રતિપાદન કર્યું છે તે જ સત્ય છે, તેમાં કોઈ પ્રકારની શંકા ન સેવવી. ધાર્મિક અનુષ્ઠાનાદિ કરવાં. તેમાં હાર્દિક ઉલ્લાસ, તમન્ના, તરવળાટ અને નિરાશસભાવ રાખવાં. ચરણકરણ વગરનું ધૂલ જ્ઞાન સંસારસાગરમાં ડૂબાડી દે તેમ છે જાણી 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ મોહનીયની માયાજાળ પુલાનંદી કે ભવાભિનંદી ન થવું. કર્મોની સંવર દ્વારા નિર્જરા પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરવું. ધર્મનો મર્મ એ અંતરની પરિણતિ છે તેમ મન સમક્ષ સદેવ રાખવું. ક્રિયા કરતાં પરિણતિ પ્રત્યે લક્ષ રાખવું. મહાવેરાગ્ય, મહાવિરક્ત અને વિરતિભાવમાં મગ્ન રહેવું, ઉપશમ, સંવર અને વિવેક કેળવવા, અશુભ ભાવો તથા અશુભલેશ્યા ત્યજી શુભ ભાવો તથા શુભ લેશ્યાનું સેવન, વ્રતો અને કરણની જયણા. પુણાનુબંધી પુણ્ય મેળવવા પાપનો પ્રબળ સંતાપ, બહુ ગદ્ગદ્ દિલે, ધર્મારાધના અને તેમાં નિરાશસભાવ. આના ફળસ્વરૂપે અહોભાવ, ગદ્ગદ્ દિલ, અપૂર્વ હર્ષોલ્લાસ અને રોમાંચ પ્રગટવા જોઇએ. જિનદર્શન કે જિનસ્તવન કરતાં એકાગ્રતા તથા અનુપ્રેક્ષા, ધર્મનો મર્મ સમજી સામાયિક, પ્રતિકમણાદિ અનુષ્ઠાનો કરતાં પરિણતિ થવી જોઇએ. આગળ ને આગળ વધવું જોઈ, અંતર પરિણત થવું જોઇએ, માર્ગાનુસારિતા, માર્ગાસત્ર, માર્ગોનુખ થવું જોઇએ, ભવનિર્વેદ, સંવેગ, સંવર તથા નિર્જરા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ, મોક્ષ મેળવવાની અદમ્ય લાલસા, વિનય, વિવેક, વૈયાવચ્યાદિ આત્મતિકારક ગુણોની ભરમાર, આહારાદિ દશ સંજ્ઞાનો જય, પાપ અને પાપી જીવનનો તીવ્ર સંતાપ, સમાધિ અને સમતાદિ ગુણોની ભરમારથી આત્મોન્નતિ તથા આત્મવિકાસથી સિદ્ધિતપની પ્રાપ્તિ સુકર બને. આ પંક્તિથી આની પુષ્ટિ કરું - ભાવે ભાવના ભાવિએ, ભાવે દીજે દાન. ભાવે જીનવ૨ પુંજીએ, ભાવે કેવળજ્ઞાન. બાર ભાવનાઓ છે. તેમાંથી એક કે વધુ દ્વારા આ રહી કેવળજ્ઞાનધારાની કેટલીક ફોજ: માતા મરૂદેવી, સ્નાનાગારમાં વીંટી પાડનારા ભરત ચક્રવર્તી, ભાઇને મારવા મુઠ્ઠી ઉગામનાર બાહુબલી, પ્રભુ પ્રત્યેની આસક્તિ, રાગ, મોહમાયાને ત્યજનાર ચાર જ્ઞાનના ધારક પ્રથમ ગણધર ગૌતમસ્વામી, મસ્તક ઉપર અંગારા સહન કરનાર ગજસુકુમાલ, ભિક્ષામાં પોતાની લબ્ધિ વગર મળેલા લાડુનો ચૂરો કરનાર ઢંઢણકુમાર, ગુરુણીનો ઠપકો ન સહન કરનાર પટ્ટધર મહાવીર પ્રભુની સાધ્વીઓમાં શિરમોર ચંદનબાળા, કેવળોની આશાતના કરી છે એમ જાણનાર મૃગાવતીજી, શીતલાચાર્ય, તથા તેના જ ભાણે જો, ચંદ્રઆચાર્ય, નદી પાર કરનાર ગુરુ અર્ણિકપુત્ર તેના શિષ્યા પુષ્પચૂલા અને જે તેને પ્રતિદિન યોગ્ય માત્રામાં આહાર આપનાર લલિતાંગ મુનિ તથા નાસ્તિક અસંતમ, લગ્નની ચોરીમાં કામનો સંહાર કરનાર ગુણસાગર, રાજસિંહાસર 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ પર બીરાજેલા રાજા પૃથ્વીચંદ્ર, લગ્ન કરવા માટે ઉત્સુક ન હોવા છતાં લગ્ન કરવા તૈયાર તયેલા જંબૂસ્વામી અને તેને ત્યાં ચોરી કરવા આવેલાં પ્રભવ તથા ૫૦૦ ચોર તથા આઠ કન્યા તથા તેઓના માતાપિતા એમ પ૨૭ કેવળીઓ, માંગ સ્વીકારાયા પછી આખું રાજ્ય માંગીને તેમાંથી પાછા ફરનાર કપિલ કેવલી, નિર્વસ્ત્ર રામતી તથા તેના ઉપદેશ દ્વારા રથનેમિ, છ મહિના ઉપસર્ગ સહન કરનાર દૃઢપ્રહારી, પુષ્પપૂજામાં છુપાયેલા સર્પદંશવાળા નાગકેતુ, ઝાંઝરયામુનિ, તથા તેને શિક્ષા કરાવનારા રાજા, મસ્તક પર લીલી વાઘરી વીંટાળી છે જેને તે મેતા મુનિ, ઈલાચીકુમાર તથા તેનું નૃત્ય જોનારા રાજા તથા રાણી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, રાજર્ષિ કીર્તિધર અને તેનો પુત્ર સુકોસલ, ફરગકમુનિ, અંદાચાર્યના ૫૦૦ શિષ્યો વગેરે કેવળી થયા. સમ્યગ્દર્શન એ રત્નદીપક હોઈ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી મહારાજ તે રત્નદીપને મનમંદિરમાં સદાને માટે પરવાનો, સમ્યજ્ઞાનને શીખવાનો, સમ્યકચારિત્રનું પરિપાલન કરવાનો તથા સમ્યકતપને આચરવાનો ઉપદેશ આપે છે. તે તારક ફરમાવે છે કે - હે ભવ્ય જીવો, તમે સદા માટે તમારા મનરૂપ ભવનમાં શ્રી સર્વજ્ઞ પરમાત્માઓથી પ્રણીત કરાયેલાં આગમોમાં પ્રગટ કરેલા તત્ત્વરૂપ અર્થોની સદણારૂપ શ્રદ્ધાને એટલે કે સમ્યગ્દર્શનરૂપ રત્નદીપને સ્થાપન કરો !' જોઈ શકાય છે ગણધર ભગવંતે સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલ આગમોમાં પ્રગટ કરેલ તત્ત્વરૂપ અર્થોની શ્રદ્ધાને રત્નદીપની ઉપમા આપીને તેને સદા માટે મનરૂપ મંદિરમાં પ્રસ્થાપન કરવાનો ઉપદેશ આપ્યો છે. તે દ્વારા સમજવાનું કે એ રત્નદીપકના અભાવમાં કોઇપણ જાતનો પ્રકાશ વસ્તુતઃ પ્રકાશ જ નથી. તેથી શ્રદ્ધા, સમ્યગ્દર્શન, સમકિત કે સમ્યકત્વનો જય જયકાર થતો રહે. આ સાધન વડે પ્રબળતમ એવા મોહનીય કર્મ તથા તેના સઘળાં સ્વાગરિતોને શિકસ્ત અપાય તે હવે નિઃશંક અને નિર્વિવાદ વાત રહેવી જોઇએ. અંતમાં કલ્યાણ મંદિરના ૪૧મા શ્લોકથી પૂરું કરું :દેવેન્દ્રવંદ્ય ! વિદિતાખિલવસ્તુ સાર ! સંસારતારક ! વિભો ! ત્રાયસ્વ દેવ ! કરુણાહૃદય ! માં પુનિહિ, સીદન્તમદ્ય ભયદવ્યસનાબુરા કો: / 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીયા ભારતીય ત્રણે દર્શન જૈન, બૌદ્ધ અને હિન્દુ દર્શનમાં યોગવિ,યક ચર્ચા થઈ છે. યોગ શબ્દ યુ જોડવું. એક કરવું, પામવું, મેળવવું અર્થનો દ્યોતક છે. જૈનદર્શન પ્રમાણે મોક્ષ સાથે જે જોડી આપે તે યોગ. મહર્ષિ પંતજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે કે યોગઃ ચિત્તવૃત્તિનિરોધકઃ તેમની આ વ્યાખ્યા એકાંગી છે, કારણ કે ચિત્ત સિવાય વચન અને કાયાના પણ વ્યાપારો હોય છે. તેથી મનસા, વસા, કાયેન એમ ત્રિવિધ રીતે વિચારણા કરાઈ છે. યોગને તેથી જેનદર્શનમાં મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવે છે. જેનોના યોગગ્રંથો પૈકી મુખ્ય ગ્રંથો હરિભદ્રસૂરિનો યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીની કાત્રિશિદ્ દ્વાત્રિશિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, શ્રી શુભચંદ્રગિરિનો જ્ઞાનાર્ણવ મુખ્ય ગ્રંથો ગણાવી શકાય. યોગનો વિષય અગમ્ય નથી તેમ રામક્તિ જેવો આત્મગુણ પ્રાપ્ત કરવો તે બાળકનો ખેલ નથી. આનંદઘનજીના પદોમાં યોગજ્ઞાન ભરેલું છે. સગુણ પ્રાપ્ત કરી ચેતનની ઉત્ક્રાન્તિ માટે અનેક ગુણો અગત્યના છે. અનાદિ કર્મસંતાનસંવેષ્ટિત આત્મા નિગોદમાંથી ઉપર ચઢતાં અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં થી એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય, સંજ્ઞિપંચેન્દ્રિય થઈ ૧૪મા અયોગી ગુણસ્થાને જઈ કેવળજ્ઞાન સંપાદન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થતો વિચરે છે. આ ૧૪ સીડીના પગથિયાં ધડધડાટ ચઢી શકાતાં નથી. તે માટે અનંતપુદ્ગલ-પરાવર્તા વ્યતીત થતા હોય છે. આ ૧૪ ગુણસ્થાનકોની સમકક્ષ યોગદૃષ્ટિની ૮ દૃષ્ટિઓને કંઈક અંશે સરખાવી શકાય. આ આઠ દૃષ્ટિના નામો આ પ્રમાણે છે: મિત્રા, તારા, બલા, દીધા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. વિકાસક્રમમાં આત્માના ત્રણ સ્થળો તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા છે. બહિરાત્મામાં વર્તતા જીવો શરીરને આત્મા સમજે છે, આત્મામાં આત્મબુદ્ધિરૂપી વિકાસ પામનારને અંતરાત્મા કહી શકીએ. અંતરાત્મામાં વર્તતા જીવો વિકાસક્રમના સોપાનો ચઢતાં સાધ્ય સ્થાન પરમાત્મદશા પામે છે, જેમાં નિર્લેપ, નિષ્કલ, શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત, નિર્વિકલ્પ દશા જીવની હોય છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં યોગનું વર્ણન કરતાં ગાથા ૧૧મીમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે : અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવાય છે અને તે મોક્ષની સાથે જોડી આપે છે. સર્વસંન્યાસ તેનું સ્વરૂપ છે, 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગદૃષ્ટિસમુચ્ચય ગાથા ૧૭મીમાં સસ્ત્રદ્ધાસંગી બોધને દૃષ્ટિ કહી છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરવો અને સત્ય સ્વરૂપનું જ્ઞાન કરવું તે દૃષ્ટિ કહેવાય. જેમ જેમ દૃષ્ટિ ઉચ્ચ થતી જાય તેમ તેમ ઉન્નતિક્રમમાં સમ્યક પ્રકારના બોધની પ્રાપ્તિ થાય છે. કર્મો કાંઈક ઉદયમાં આવી ખરી ગયાં હોય, કીક દબાઈ ગયાં હોય, કાંઈક ક્ષય પામ્યાં હોય તેમ તેમ સાધ્ય દર્શન સ્પષ્ટ થતું જાય છે, જીવ આગળ વધતો જાય છે. આ માટે જ્ઞાની, સમર્થ, ચારિત્ર્યવાન, સુસાધુ પાસેથી જે બોધ થાય તેને દૃષ્ટિ કહી શકીએ. ઉન્નતિક્રમ માટે આ અત્યંત આવશ્યક છે. આઠ દૃષ્ટિમાં પહેલી મિત્રા અને તે પછીની ત્રણ દૃષ્ટિઓ તારા, બલા અને દીપ્રા મિથ્યાદૃષ્ટિ જીવને પણ સંભવે છે. આ જીવો ઉન્નતિક્રમમાં બહુ પછાત હોય છે. તેમાં કેટલાંક અનંતસંસારી અને કેટલાંક દુર્ભવી અને અભવી પણ હોય છે. આવાં જીવોમાં મહાવિશુદ્ધ ચાર દૃષ્ટિવંત જીવો કેમ હોય તે પ્રશ્ન થાય છે. ત્યારે આ દૃષ્ટિમાં રહેલાં જીવોનો ઉન્નતિક્રમ ઘણો વધી ગયેલો હોય છે. તે સમજવા ઓઘદૃષ્ટિનું સ્વરૂપ સમજીએ. ઓઘદૃષ્ટિ એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. ગતાનગતિક, વડીલોના ધર્મને અનુસરવું, બહુજનસંમત પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પોતાની અક્કલનો ઉપયોગ ન કરવો તેનું નામ ઓઘદૃષ્ટિ. બાળજીવો કે અવિવેકી જીવની દૃષ્ટિથી તતું સાધ્યદર્શન તે ઓઘદૃષ્ટિનું દર્શન. તેવા જીવોને સાધ્યનું દર્શન થતું નથી, કરતાં નથી, તે માટે વિચારતા પણ નથી અને તેવું કરવાની સન્મુખ પણ જતા નથી, કોઈ વિચારે તો તેનું દર્શન કર્મવિચિત્રતાને લીધે આવરણવાળું હોવાથી અતિસ્વલ્ય કે અસ્પષ્ટ દર્શન હોય છે. આવી ઓગદૃષ્ટિથી જુદી પાડવા આઠ દૃષ્ટિઓને યોગદૃષ્ટિ કહેવાય છે. અનાદિકાળથી ભમતો જીવ તે દૃષ્ટિ ત્યજી દે ત્યારે ઉન્નતિક્રમમાં આગળ વધે છે. અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે જીવ સાધ્યસમીપ આવે છે: ભવસ્થિતિ પરિપક્વ થાય છે ત્યારે તે પ્રથમ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો છેલ્લાં પુદગલપરાવર્તમાં આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઓઘદૃષ્ટિની અપેક્ષાએ આ જીવ ઉન્નતિક્રમમાં ઘણો આગળ વધેલો હોય છે. સઋદ્ધાસંગી બોધરૂપી દૃષ્ટિ માટે સત્સંગનો યોગ આ ચારે દૃષ્ટિમાં હોઈ શકે છે. મિથ્યાષ્ટિમાં એટલે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોવા છતાં પણ તેવા જીવોને યોગદષ્ટિવાળા કહેવાય છે. તેથી આ ચારે દૃષ્ટિવાળા જીવોનો સમાવેશ યોગદૃષ્ટિમાં કર્યો છે. આઠ દૃષ્ટિમાંથી છેલ્લી ચાર દૃષ્ટિવાળા જીવોને મોક્ષ પ્રાપ્તિ માટેનું પ્રયાણ 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય અટકતું નથી, આગળ ને આગળ વધે જ જાય છે, ત્યારે પ્રથમની ચારમાં પતન શક્ય છે. જેવી રીતે ઉપશમ શ્રેણિમાં જીવ દશમાંથી જ્યારે ૧૧મે જાય છે ત્યારે પડે છે અને તે ત્રીજે, ચોથે, બીજે, પહેલે મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે. જ્યારે ક્ષાયિક શ્રેણિમાં ૧૦મે થી ૧૧મે ન જતાં સીધો ૧૨ મે થઈ સડસડાટ ૧૩, ૧૪ સુધી પહોંચી સાધ્ય સિદ્ધ કરી સિદ્ધિપદને પામે છે. આપણે દેરાસર જઇ, ચૈત્યવંદન, પૂજા, ગુરુ-દેવવંદન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસાદિ અનુષ્ઠાનો કરીએ છીએ અને એમ માનીએ કે અમે ૪થે, પમે, ૬ ગુણસ્થાનકે કે કાન્તા દૃષ્ટિએ પહોંચી ગયા છીએ. પરંતુ આવાં જીવોનાં અનુષ્ઠાનાદિ જો ફક્ત દ્રવ્યક્રિયા હોય અને ભાવક્રિયાની બાદબાકી હોય તો ભાવભિનંદી કે પુદ્ગલાભિનંદી હોઈ સાંસારિક કે સ્વર્ગીય મનોકામના ધરાવતાં હોવાથી મિથ્યાત્વમાં રાચતા હોઈ ભટકવાનું, ઘૂમવાનું સંસારમાં ચાલુ જ રહેશે; કારણ દૂધમાં મેળવણ નાંખી તે હલાવ્યા જ કર્યું તેથી દહીં ન થયું તેમ અહીં ભાવક્રિયાની બાદબાદી હોવાથી પતન અને ભાવફેરા ચાલુ જ રહે છે. તેથી આપણે પમ આપણી સ્થિતિનો કયાસ કાઢી નિદ્રા ત્યજી જાગૃત થવું રહ્યું. તેથી તો ભગવાન મહાવીરે ચાર જ્ઞાનના ધણી અને અનેકાનેક લબ્ધિના સ્વામીને વારંવાર ટોક્યા છે કે “ગોયમ મા પમાયએ.” થોડા વર્ષો પૂર્વે હું સાધુસમુદાયનાં દર્શન વંદનાદિ માટે ગયો હતો ત્યારે પિતાશ્રીના કામકાજ અંગે જેમને વારંવાર મળવાનું થતું તે કલાપ્રભસાગર સૂરીશ્વરને મળ્યો અને એક પ્રશ્ન પૂછવાની વાત કરી. તેઓ તે વખતે મને ગુરુવર્ય ગુણસાગરજી પાસે લઈ ગયા. મેં તેમને કહ્યું કે નિશાળે જતો બાળક એકડામાંથી બગડો ગ્રહી આગળ પ્રગતિ સાધે છે તેમ આપણે મનુષ્યજન્મ પામી એકડામાંથી બગડો કરી શું આત્મકલ્યાણ ન કરી શકીએ ? તેઓએ કહ્યું કે તમો અને હું હજી એકડો પણ ઘૂંટી શક્યા નથી ! કેવી નિર્દોષતા તથા નિખાલસતા ! ત્યારબાદ તેઓ થોડા સમયને અંતરે કાળ કરી ગયા. તેઓનો ભાવાર્થ આમ હતો કે બગડો કે પાંચડાની વાત જવા દો હજી આપણે એકડો પણ ઘૂંટી શક્યા નથી. એટલે કે તેમનો આશય હવે સમજાય છે કે આપણે હજૂ ઓઘદૃષ્ટિમાંથી બહાર નીકળી શક્યા નથી કેમકે આપણે ક્રિયાકલાપોમાં ભાવનું મેળવણ નાંખી શક્યા જ નથી ને ! ફિલણજીની જેમ ફુલાયા કરીએ છીએ ! 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રથમ મિથ્યાદૃષ્ટિમાં યોગનું પ્રથમ અંગ યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપરિગ્રહતા. સુપ્રસિદ્ધ પાંચ યમ અત્રે પ્રાપ્ત થાય છે. જીવ આ દૃષ્ટિમાં અદ્વેષથી આગળ જાય છે. મુક્તિ તરફનો દ્વેષ મંદ થઈ તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. મોક્ષ તરફનું પ્રયાણ અહીં શરૂ થાય છે. બીજું અહીં યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક ત્રણે અવંચકભાવ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. જેથી શુભ સંજોગો મળી રહે છે. આવો જીવ પણ ઉત્તમ સંજોગો હોવા છતાં પણ પ્રથમ ગુણસ્થાનકે જ છે. ઘણાખરા જીવોને અહીં ઊભા રહેવાનું જ શક્ય નથી તો પછી સમ્યત્વની પ્રાપ્તિ કે ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકની વાત જ ક્યાં રીહ ? તેથી ભૂલભરેલી ભ્રમણામાં રહી દાંભિક અવસ્થા ધારણ કરવા કરતાં મૂલ સ્થિતિને સમજી ચેતનાત્માને ત્રિત કરવા વિચાર કરવો હિતાવહ છે. તે માટે સતત સમ્યકત્વ પામવાનું રટણ ચાલુ કરી દેવું. પૂજા, વ્રત, તપ, સ્વાધ્યાય, તીર્થયાત્રા, સામાયિકાદિ અનુષ્ઠાનો શા માટે, તો સમ્યકત્વ મેળવવા માટે જ તો. કીટભ્રમરન્યાયે સમ્યક્ત્વની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ થશે જ. ઉન્નતિમાં વધારો, ભવસ્થિતિ બહુ અલ્પ, સંસારનો છેડો નજીક આવે ત્યારે આ યોગદષ્ટિમાં અવાય છે. બીજી તારાદૃષ્ટિમાં યોગનું બીજું અંગ નિયમ પ્રાપ્ત થાય છે. તે આ છેઃ શૌચસંતોષતપ: સ્વાધ્યાયેશ્વર-પ્રાણિધાનાનિ નિયમા: અહીં જિજ્ઞાસા ગુણની પ્રાપ્તિ થાય છે. એટલે કે તત્ત્વજ્ઞાન મેળવવાની લાલસા, અભિલાષા થાય છે. શુભ કાર્યો કરવામાં જે અનુગ, અખેદ હતો તે હવે વધુ સ્પષ્ટ બને છે. પ્રત્યેક આગલી દૃષ્ટિમાં આત્મોગુણો વધુ વધુ વિકસિત થતાં જતાં મિથ્યાત્વ ધીમે ધીમે જે ગાઢ હતું તે હવે મંદ, મંદતર, મંદતમ થતું જાય છે. અભવી અને દુર્ભવ્યો મોંઢામાં આંગળા નાંખી દઇએ એટલો ધર્મ, તપ વગેરે કરે, સાડા નવ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે પણ ગાઢ મિથ્યાત્વ, મોક્ષ પ્રત્યે દ્વેષ, તથા એહિક–પારલૌકિક હેતુ માટેની તેઓની સાધનાદિ વ્યર્થ જતી રહે છે. બીજી દૃષ્ટિમાં વર્તતા જીવોને સંસાર પ્રત્યે સવિશેષ ખેદ થાય છે. તેઓનો ઉન્નતિક્રમ એટલો વધી જાય છે કે પોતાનામાં ન હોય તેવા ગુણો હોવાનો દેખાવ કદી પણ કરતા નથી. ત્રીજી બલાદૃષ્ટિમાં સાધ્યદર્શન કંઈક વિશેષ સુદઢ થાય છે. અહીં જીવ ગ્રંથીભેદની સમીપ આવી જાય છે. જે વિચારો ભ્રમણકાળ દરમ્યાન ન આવ્યા હોય, જેવું આત્મિક બળ પ્રગટેલું ન અનુભવ્યું હોય તેવા ભાવો સ્પષ્ટ રીતે 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગદ્યષ્ટિમાં મિથ્યાત્વમોહનીય ૩૫ માલમ પડે છે. તૃષ્ણા જે અનેકાનેક દુઃખ તથા પ્રપંચોનું કારણ તથા ઉદ્ગમ છે તે અહીં વિલીન થતી રહે છે. દવેષ અને જિજ્ઞાસા ઉપરાંત હવે તેને શુશ્રુષા (શ્રવણ કરવાની મહેચ્છા) તત્ત્વશ્રવણેચ્છા અતિ સુંદર ઉત્પન્ન થતી રહે છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પરિપૂર્ણ સામગ્રીવાલા યુવાન સાથે તેની સરખામણી કરી છે. અહીં બોધ છાણાના અગ્નિ કરતાં વિશેષ માત્રામાં કાષ્ઠાગ્નિ જેવો હોય છે. મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ તે જીવ સમ્યગ્ બોધની સમીપ થતો રહે છે. અહીં ક્ષેપદોષ બીજામાં લલચાઈ જવું તે નષ્ટ થાય છે. સ્થિરતા પ્રાપ્ત થતાં શુભ કાર્ય કરવામાં જે ત્વરા–ઉતાવળ હતી તે વિલીન થતાં શાંતિ સૌમ્યતા ફૂગ્ગોચર થાય છે. અહીં તત્ત્વશ્રવણનો લાભ જો ન મેળવી શકે તો શુશ્રુષા ગુણથી જ તેનાં અનેક કર્મોનો ક્ષય થાય છે. આરંભેલા શુભકાર્યો સારી રીતે પૂર્ણતા પામે છે અને તેમાં વિઘ્નો નડતાં નથી. અંતરાય થતો જ નથી અને જો કદાચ થાય તો તેનું નિવારણ કરવાનું કૌશલ્ય મળી રહે છે, વિઘ્નો લાભમાં પરિવર્તિત થઈ જાય છે, ઇચ્છાપ્રતિબંધ થતો નથી. સાવદ્યત્યાગથી તથા ઇચ્છાપ્રતિબંધના અભાવથી ઉન્નતિક્રમ સારી પ્રગતિમાં ચાલે છે. ચોથી દીપ્રાદૃષ્ટિમાં યોગના ચતુર્થ અંગ પ્રાણાયામનો લાભ થાય છે. બોધ અત્ર વિશિષ્ટ પ્રકારનો થાય છે, પ્રશાંતવાહિતાનો લાભ થતાં સ્મૃતિ સારી રહે છે. ઉન્નતિ એટલી બધી થાય છે કે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. જીવ વિશિષ્ટ ઉન્નતિની સમીપ પહોંચેલો હોવાથી ઉત્થાનદોષના ક્ષયની નજીક પહોંચી જાય છે. અહીં શ્રવણ ગુણ પ્રાપ્ત થતાં ધર્મવૃક્ષના બીજના અંકુરો ફળરૂપે સહજ ઊગવા માંડે છે. ધર્મ ૫૨ એટલી બધી રુચિ થાય છે કે વ્યાવહારિક કાર્યો માટે અણગમો થાય છે, અરુચિ થાય છે. ધર્મ માટે પ્રાણ છોડવાની તૈયારી હોય છે. મિથ્યાત્વ હજી ક્ષીણ થયું ન હોવાથી સમ્યજ્ઞાન ગ્રંથીભેદપૂર્વકનું હોતું નથી; સૂક્ષ્મ બોધ નથી હોતો. ગુરુભક્તિના યોગથી સામર્થ્યથી તીર્થદર્શન ઇષ્ટ લાગે છે, તેની સમાપ્તિ થતાં સાધ્યપ્રાપ્તિનું કારણ બન્ને છે. અહીં અવેદ્ય સંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ બોધ નથી હોતો, જે વેધ સંવેદ પદની પ્રાપ્તિ પછી થતો હોય છે; જે આત્મદ્રવ્યની સ્ફુરણા થકી સંપન્ન થાય છે. ધર્મના વિષયમાં દેવ, ગુરુ, ધર્મ કર્મ, મોક્ષ, ફળ વગેરે માટે અનેકાનેક તર્ક, કુતર્કાદિ થતાં રહે છે. ચોથી દૃષ્ટિમાં એવેદ્યસંવેદ્ય પદ પર વિજય કરવો. પ્રથમની ચાર દૃષ્ટિમાં સવેદ્ય સંવેદ્યપદનું લક્ષણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં બહુ વિસ્તારપૂર્વક ચચ્યું છે. કુતર્કગ્રહથી ચેતન તત્ત્વયુક્ત જીવને બોધરોગ, શમમાં અપાય, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાનાદિ ભાવશત્રુઓ અસ્તિત્વ રોકનાર છે. વેદ્યસંવેદ્ય પદમાં સર્વજ્ઞની શમપ્રધાન ચિત્તભક્તિ કરાતાં અતીન્દ્રિય વિષયનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. અત્યાર સુધી ચર્ચલી ચાર દષ્ટિમાં ઓછાવત્તા અંશે અભિનિવેશ રહે છે, કાં તો પોતાની માન્યતા સત્ય માની ચાલે છે, કાં તો શિષ્ટ પુરુષની યોગ્ય પરીક્ષા કર્યા વગર ગમે તેને અનુસરાય છે, કાં તો સૂક્ષ્મ બોધ વગર એકલા તર્કથી અનવસ્થા ઉત્પન્ન કરાય છે. આવા અવેદ્યસંવેદ્યપદમાં રહેલા જીવની ભવસ્થિતિ પરિપક્વ થાય ત્યારે સૂક્ષ્મ બોદથી વેદ્યસંવેદ્યપદ પામે છે. અનાદિ મિથ્યાત્વની ગાંઠને છેદવારૂપ અપૂર્વકરણ અને ત્યાર પછી અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિથી સંસારની મર્યાદા બંધાઈ જાય છે, જે પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલા જીવને પ્રાપ્ત થવાની ભજના છે. આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડ સાગરોપમથી કંઈક ન્યૂન થતાં યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચાય. જે સ્થિતિ અભવી તથા દુર્ભવી અનેકવાર પ્રાપ્ત કરે છે. પરંતુ મિથ્યાત્વને લીધે આગળ વધી શકતા જ નથી. જ્યારે જીવ ચરમ પુદ્ગલપરાવર્તમાં આવે છે ત્યારે તેને પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને ગ્રંથભેદ કરી અનિવૃત્તિકરણ થતાં અર્ધપુદ્ગલપરાવર્તકાળની અંદર જરૂર મોક્ષ પામી શકે છે. પાંચમી દૃષ્ટિ જેને સ્થિરદૃષ્ટિ કહેવાય છે તે પ્રાપ્ત થતાં ચોક્કસ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તેનામાં ઊંચામાં ઊંચા ગુણો ન્યાયસંપન્ન વિભવ, દાક્ષિણ્ય, દયા, વડીલોને સન્માન વગેરે પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે. માર્ગાનુસારી થતાં જ નીતિના ઊંચામાં ઊંચા તત્ત્વો તેનામાં આવી જ જાય છે. ચતુર્થ દૃષ્ટિને અંતે સામર્મયોગનો એક પ્રકાર જે ધર્મસંન્યાસ કહેવાય તે સિદ્ધ થયેલો હોય છે. સામાન્ય રીતે તત્ત્વથી ધર્મસંન્યાસ છઠ્ઠા ગુણસ્થાનકની શરૂઆતમાં અને આઠમાં ગુણસ્થાનકના કાળમાં લબ્ધ થાય છે. આ દૃષ્ટિમાં તત્ત્વબોધ રત્નપ્રભા તુલ્ય હોય છે. જેટલો બોધ થાય તેટલો દીર્ઘકાળ ટકી રહે છે. પ્રથમની ચાર દષ્ટિ કરતાં અહીં બોધ બહુ સ્થિર થાય છે. જીવને સાધ્યનો સાક્ષાત્કાર થાય છે. અત્યાર સુધી તત્ત્વજ્ઞાન તથા સર્વજ્ઞની શિષ્ટાદૃષ્ટિમાં શંકા રહેતી હતી તે વિરામ પામે છે. જીવની પ્રવૃત્તિ ઇન્દ્રિયોમાં પશુતુલ્ય હતી, વિષયમાં આસક્તિ હતી, પુગલમાં લોલુપતા હતી તે ઘટી જાય છે. શ્વેષી પ્રકૃતિનો વિજય થાય છે. 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય ૩૭. વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત થવાથી આવું સુંદર પરિણામ આવે છે. તેને અતિચાર-દોષ બહુ અલ્પ લાગે છે. અહીં ભાવવાસના ક્ષીણ થવાથી અનેક ઋદ્ધિસિદ્ધિ મળી આવે છે. તે જાણે છે કે આ સર્વ પૌદ્ગલિક છે, અનાત્મીય છે, સંસારવૃદ્ધિ કરાવનાર છે તેથી બાહ્ય ભાવો મગતષ્ણા અથવા ગંધર્વનગર જેવા અસ્થિર એંદ્રજાલિક છે તેથી આસક્તિ વગર સ્વાત્મગુણો શોધે છે. આવું વિવેકજ્ઞાન ઉપલબ્ધ થવાથી સુજ્ઞ જીવ પ્રત્યાહારમાં ચિત્તને પરોવી બાધા કરનાર બાબતોનો પરિત્યાગ કરે છે. તેની ઉન્નત દશાથી જાણે છે કે ધર્મથી જે ભોગપ્રાપ્તિ થાય છે તે સંસારવૃદ્ધિનું કારણ છે. એ પુણ્ય સુવર્ણ શૃંખલા જેવું છે. તેમાં આસક્ત બને તો તે સંસાર વધારનાર છે, કર્મક્ષેત્રને વિસ્તૃત કરે છે. તેથી ભોગની ઇચ્છા ત્યજી ધાર્મિક કાર્યમાં ફળની આશા રાખતો નથી. નિરાશસભાવે કાર્ય કરવાથી શુભ કાર્યો મહાનિર્જરાનું કારણ બને છે. અહીં ચપળતાનો નાશ થાય છે, સ્થિરતા ગુણ વિકસે છે, શરીર રોગરહિત બને છે, હૃદયની કઠોરતા દૂર થાય છે, શરીરના મલમૂત્રાદિ અલ્પ થઈ જાય છે, શરીરમાં સુગંધી પ્રસરે છે, ભવ્યતા દેખાય છે, તેની ભવ્ય પ્રસન્ન મુદ્રા આકર્ષક બને છે, સ્વર સુંદર થઈ જેથી જનપ્રિય થઈ જાય છે. અહીં ટૂંકાણામાં યોગીસુલભ ગુણો પ્રાપ્ત થયેલા હોય છે. ચોથી દૃષ્ટિ કરતાં અહીં વિકાસમાં મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. ગ્રંથીનો ભેદ થવાથી, શુભ સાધનો મળેલા હોવાથી જીવની પ્રગતિનો માર્ગ સરિયામ સીધો છે. ચેતનને વિકસિત રાખે તો છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. કાન્તાદૃષ્ટિમાં જીવને યોગની સિદ્ધિઓ મળી હોય છે પરંતુ તે તેમાં આસક્ત ન થતાં પ્રગતિ કરે છે. અહીં યોગનું ધારણા અંગ પ્રાપ્ત થાય છે. ચિત્તની સ્થિરતાને ધારણા કહેવાય છે. મન જે રખડતું હતું તે એકાગ્ર બને છે જે સાધ્ય માટે જરૂરી છે. કાયા કરતાં મનથી વધારે કર્મો એકત્રિત થાય છે. મનોનિગ્રહ જરૂરી છે. મીમાંસા ગુણ પ્રાપ્ત થવાથી તત્ત્વશ્રવણ દ્વારા-શુભવિચારશ્રેણિ આવશ્યક હોય છે. અહીં બોધ તારાની પ્રભા જેવો એક સરખો પ્રકાશ આપે છે. જો કે તે સૂર્ય-ચંદ્ર જેટલો તેજસ્વી નથી. તારાના પ્રકાશ માટે શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે કે આ દૃષ્ટિમાં જીવનું પ્રકૃતિથી જ નિરતિચાર ચારિત્ર હોય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદરહિત વર્તન હોય છે. જીવનો શુભ સાથે વિનિયોગ થાય છે, આશય ઉદાર અને ગંભીર થાય છે. અત્રે જીવ સર્વવિરતિ પ્રાપ્ત કરતાં સપ્તમ ગુણસ્થાનક સુધી પહોંચેલો હોય છે. અહીં યમ-નિયમ 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ સર્વાશ હોય છે જ્યારે પ્રથમ-દ્વિતીય દૃષ્ટિમાં તે ઓઘ હતા. પંચમ દૃષ્ટિમાં તે જ્ઞાનપૂર્વક અને અતિવિશુદ્ધ હતો. તેથી સ્થલ પદ્ગલિક બાબતોનો તે વિચાર સરખો કરતો નથી, આધ્યાત્મિક બાબતોને જ સ્થાન આપે છે. બાહ્યાચાર અને ક્રિયા શુદ્ધ થતાં સર્વને પ્રિય બને છે. ધર્મમાં જ એકાગ્ર થવાથી તેના તરફ સૌ આકર્ષાય છે, કારણ કે તે ધર્મની અથવા ધર્મ સંબંધી વાતમાં મશગુલ રહે છે. ભોગનો ત્યાગ સર્વથા ન થયેલો હોય ત્યારે તે ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકે શ્રદ્ધાવસ્થામાં પણ હોઇ શકે છે. સમ્યગ્દર્શન પામેલા તીર્થકરો પણ પૂર્વના ત્રીજા ભવે સમકિતી હોવા છતાં પણ લગ્ન તથા પુત્ર-પુત્રાદિ સંતતિ ધરાવે છે, રાજ્યાદિ ભોગો ભોગાવલિકર્મવશાત્ ભોગવે પરંતુ તે નિરાસક્તભાવે ભોગવતા હોય છે. તેથી અહીં પણ સાધ્યની નિર્મળતા હોવાથી ભોગવસેવનમાં વૃદ્ધિભાવ કે લોલુપતા નથી રહેતી; જેથી સંસારવૃદ્ધિને અવકાશ નથી. પુમકર્મના ઉદયે તેનાં ફળ ભોગવે પણ તે આસક્તિ વગર. તેના ઝેર વગર અને તેથી પ્રગતિ ચાલુ જ રહે છે. મિથ્યાત્વમોહનીય કર્મ જે અત્યંત મંદતમ થયું છે તે વગર આમ શક્ય નથી. અહીં ભોગ ભોગવવાની શુદ્ધ દષ્ટિને લીધે પ્રાકૃત મનુષ્યો નવાં કર્મ બાંધે ત્યારે આ જીવ કર્મની નિર્જરા કરે છે ! શ્રુતધર્મ પર રાગને લીધે ભોગ, માયા, મમતા પર વિજયની શરૂઆત હોવાથી આસગ દશામાં રહી શકે છે. અહીં ક્લિષ્ટ કર્મીપતિ થતી નથી, અગાઉની નષ્ટ થઈ જાય છે. ક્રમની આવક ઓછી અને નાશ વધારે હોવાથી સંસારસમુદ્રમાં તરીને ઉપર આવી જાય છે. સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો હોય છે. અહીં જે બોધ થાય છે તે સ્થિર હોવાથી ધ્યાનનું નિમિત્ત બને છે. પાંચ યમની સુંદર પ્રતિષ્ઠા થયેલી હોવાથી વેરવૃત્તિનો અભાવ, સૌહાર્દભાવ રાખે છે. સંકલ્પ વિકલ્પનો ત્યાગ તથા પ્રશમસુખનો સ્વામી બને છે. ધ્યાન નામનું સાતમું યોગનું અંગ તે પ્રાપ્ત કરે છે. મીમાંસાધર્મ અત્રે પ્રતિપતિ એટલે આદરરૂપ ધારણ કરે છે. યોગમાં વૃદ્ધિ ઉપરાંત સર્વવ્યાધિનો ત્યાગ, બાહ્ય અને આત્યંતર વ્યાધિ કે ઉપાધિને અવકાશ જ રહેતો નથી. ચિત્તની અપૂર્વ સ્થિરતા એટલે શમસુખ જેનું વર્ણન કરવું અશક્ય છે, જે અનુભવગમ્ય હોવાથી સ્વાનુભવનો વિષય રહે છે, અપરિમિત આનંદ આપે છે અને તે ધર્મધ્યાન કે શુકલ ધ્યાનના પ્રકારનું ગણી શકાય. તેને અસંગ અનુષ્ઠાન સુલભ બને છે. જે સાતમી દૃષ્ટિમાં સુલભ બને છે. અસંગ અનુષ્ઠાન સાંખ્યની પ્રશાંતવાહિતા, બોદ્ધનો વિભાગપરિક્ષય, શૈવનો શિવવત્મ અને 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય ૩૯ યોગીઓના ધ્રુવાા (ધ્રુવમાર્ગ)ને મળતું આવે છે. આત્મોન્નતિમાં તે બહુ વિકાસ દર્શાવે છે સાધ્ય અત્યંત નજદીક દેખાતું હોવાથી પહોંચી જવાની તમન્ના એટલી હોય છે કે તે સુખની કલ્પના આગળ દેવલોકના કે અનુત્તરવિમાનનાં સુખ કિંમત વગરના તુચ્છ જણાય છે. આ દૃષ્ટિ ઊંચી ઉન્નત દશા પ્રાપ્ત કરેલ સંસારવિક્ત સર્વવિરતિભાવ ધારણ કરેલા અપ્રમત્તને જ શક્ય છે. અહીં જરા સમજી લઇએ કે જીવ અનંતપુદ્ગલપરાવર્તન કરતો જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં એટલે કે ચરમાવર્તમાં આવે, ત્યારે જીવની ઓઘદૃષ્ટિ મટીને યોગદૃષ્ટિ પ્રાપ્ત થતાં પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોમાં તદ્ભુતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. આઠમી પરાદૃષ્ટિમાં સમાધિ નામનું યોગનું આઠમું અંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આઠ દૃષ્ટિઓ સાથે યોગના આઠ અંગોનું સહચારિત્વ પ્રસ્થાપિત કરી શકાય છે. જૈન દૃષ્ટિએ સમાધિ વિષે વિચારીએ. શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની વૃત્તિમાં કહે છે કે એક દ્રવ્યમાં એકાગ્રતા કરવી તેનું નામ સમાધિ છે. ધ્યાનમાં વિક્ષેપ કરનાર કારણોનો અભિભવ થાય છે. અહીં તેનો સર્વથા અભિભવ થાય છે. તે ત્યાં સુધી કે પછી પૂર્વ માર્ગમાં પાછી ગતિ થતી નથી. જે વિક્ષેપોનો ક્ષયોપશમ થયો હોય છે, શાંત થયા હોય છે, કંઈક અંદર ગુપ્ત રહ્યા હોય તેનો સર્વથા અભિભવ થાય છે. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ બોધ થાય છે; સતત ચાલુ રહે છે, સૂર્યની પ્રભા પેઠે આંખને આંજી નાંખે તેવો નથી હોતો. પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થતાં આત્મગુણમાં સંપૂર્ણપણે પરિવર્તન થાય છે. તેથી જીવ જે કંઈ ક્રિયા કરે છે તેમાં દૂષણ લાગતું નથી. ક્રિયામાં એટલો રસ આવે છે કે જે વર્ણતાતી હોઈ, બાહ્ય ક્રિયા ઉપયોગ શૂન્ય બની અંતરંગ પ્રવૃત્તિ ચાલતી હોવાથી બાહ્યાચારની વિચારણા નિરર્થક બની જાય છે. જેવી રીતે ઉપશમશ્રેણિ ક્ષપકશ્રેણિ વગેરે પ૨ આરોહણ કરાય છે તેમ જીવ અત્રે એક પ્રકારની ગુણશ્રેણિ પર આરૂઢ થઈ અનેકાનેક આત્મીય ગુણો સંપાદન કરે છે. જીવ જે જે ક્રિયા કરે છે તેમાં માનસિક દૂષ્ણ લાગતાં નથી. ઉપશમશ્રેણિ, ક્ષપકક્ષેણ વગેરે ૫૨ જેમ આરોહણ કરાય છે તેમ અત્રે પણ એક પ્રકારની આત્મિક ગુણોની ઉત્તરોત્તર વિકસિત શ્રેણિ પ૨ આરોહણ કરાતું જાય છે, આ દૃષ્ટિમાં જીવના વચનોનો વિલાસ, શરીરની ગંધ, તેની બધી જ વર્તણુંક ચંદનની સુવાસની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. ક્ષમાદિક 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ તેના ગુણો વર્ણનાતીત હોય છે, તેનામાં નિરીહભાવ હોવાથી સર્વ પૃહા તથા આકાંક્ષાઓને તિલાંજલિ આપેલી હોય છે. ઉપર વર્ણવેલા ખેદાદિ આઠ દૂષણો પૈકી સંસાર પરની આસક્તિનો છેલ્લો દોષ તેનો પણ અંત આવે છે. તેના વર્તનમાં સમિતિ, ગુપ્તિ, સંયમાદિ મૂળ-ઉત્તર ગુણો એવાં પ્રગટ થયાં હોય છે તથા આત્મીય ગુપ્તિમાં એવો અપ્રમત્ત અને તન્મય રહે છે કે તેથી તેની ઉત્ક્રાંન્તિ ત્વરિત થઈ જાય છે. તેની ક્રિયાથી ભવોપગ્રાહી તથા સાંપરાયિક કર્મોનો ક્ષય એવો થતો રહે છે કે તેને ફરી સંસાર-ભ્રમણમાંથી મુક્તિ મળી જાય છે. પ્રાપ્ત થયેલો ધર્મસંન્યાસ પરાકાષ્ઠાએ પહોંચે છે, સર્વ દોષો ક્ષીણ થઈ જાય છે, અનેકાનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વળી આ સ્થિતિએ પહોંચ્યા પછી કર્મરાજા મોહનીય કર્મ ઉપર ચારે તરફથી મોટો ઘેરો ઘાલવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપે મોહનીયકર્મ ચારેબાજુથી ક્ષીણપ્રાયઃ થઈ નષ્ટ થઈ જાય છે. ઘનઘાતી કર્મોના નાશ પૂર્વે અનેક કર્મોનો ચૂરો કરી સયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરવા તૈયાર થતાં, જ્ઞાનાવરણાદિ કર્મો નષ્ટ થતાં, મનોયોગ પણ ક્ષીણ થતાં, અયોગી બની તે જીવ આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનદની પરાકાષ્ઠા અનુભવે છે. આ ઉત્કૃષ્ટ દશામાં આયુષ્ય પહોંચે ત્યાં સુધી રાહી પૃથ્વીતળને પાવન કરતો મનોયોગાદિ તથા સર્વ કર્મોના ઉપર વિજય મેળવી શેલેશી અવસ્થા મેળવી બાકીનાં ચાર અઘાતી કર્મોવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય પણ ક્ષણપ્રાયઃ થતાં અયોગી અવસ્થા પ્રાપ્ત કરી નિવૃત્તિસ્થાનક સાધ્યસ્થાન મેળવી સદા માટે આત્માનંદમાં નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિઃશલ્ય બની પાંચમી પરમોચ્ચ ગતિમાં સદાને માટે વિચરે છે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે ઓઘદૃષ્ટિ ત્યજી યોગદૃષ્ટિમાં જીવ આવે તે પહેલાં તેણે અનંતપુદ્ગલપરાવર્તી કરી નાંખી જ્યારે તે અંતિમ પુદ્ગલપરાવર્તમાં આવી પહોંચે ત્યારે ક્રોડાક્રોડથી ન્યૂન એમ સાતે કર્મો ક્ષીણ થતાં અપુનબંધક બની શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથીભેદ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમકિતી થઈ અર્ધપુગલપરાવર્તમાં મોક્ષપુરીનો મહેમાન સદાને માટે બની જાય છે. આઠ દૃષ્ટિમાં બહિરાત્મભાવ, અંતરાત્મા અને પરમાત્મા સમાવિષ્ટ થાય છે. શરીર હું છું તે બહિરાત્મા, આત્મા હું છું તે અંતરાત્મા, પરમ ચૈતન્ય હું છું તે અથવા કર્મો ક્ષીણ થયેલાં છે તે પરમાત્મા. વિષય-કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણદ્વેષ (પોતાનામાં તો ગુણ 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય ૪૧ ન હોય, પરંતુ ગુણીનો પણ દ્રષ), આત્મતત્વનું અજ્ઞાન આ બધા બહિરાત્માના લક્ષણો છે. તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનું ધારણ, નિરતિચાર તેનું પાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને તેનો ક્ષય હોય) આ બધા અંતરાત્માના લક્ષણો છે. દૃષ્ટિના વિચારમાં મોહ કેન્દ્રસ્થાને છે. મોહનો ઉદય બહિરાત્મા ૧-૩ ગુણસ્થાનક, મોહ જય અંતરાત્મા ૪ થી ૧૨ ગુણસ્થાનક, મોહનો ક્ષય, પરમાત્મા ૧૩-૧૪ ગુણસ્થાનકમુનિ. મિત્રાદિ ચાર દૃષ્ટિમાં ક્રમશઃ બહિરાત્મભાવ ઓછો થતો જાય છે. સંપૂર્ણ બહિરાત્મભાવનો નાશ તો પાંચમી દૃષ્ટિમાં (૪થું ગુણસ્થાનક) જ થાય. ૪થે મિથ્યાત્વ જાય; પગે અવિરતિ જાય, છઠું સંપૂર્ણપણે અવિરતિ જાય, ૭મે પ્રમાદ જાય, ૧૨મે કષાય+મોહ જાય (અંતરાત્મદશા), ૧૩મે અજ્ઞાન જાય, ૧૪મે યોગ જાય (પરમાત્મ દશા). સાધનાનો પ્રારંભ ઓઘદૃષ્ટિ વિલીન થતાં ૪થા ગુણસ્થાનકથી થાય એટલે કે પાંચમી દૃષ્ટિથી થાય. કાન્તાદષ્ટિ થતાં ચર્મચક્ષુ ઉઘડી ધ્યેય તરફની ગતિ ત્વરિત થતી રહે. ઓઘદૃષ્ટિ એટલે દોષોનું પ્રાચર્ય, દોષોનો અનુબંધ એટલે સંસાર. સંસારમાં અંધ અને આસક્ત થયેલા આપણી એ દોષ જોવાની દૃષ્ટિ નષ્ટ થઈ છે. ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. જેમ જેમ એક પછી એક દૃષ્ટિ વિકસિત થતી જાય તેમ તેમ ગુણોના પ્રાચાર્ય દ્વારા મોક નજીદીક ચાલ્યો આવે. ઓધ અને પ્રથમ દૃષ્ટિમાં મોહવૃક્ષના મૂળીયાં વિષય-કષાય પર ટકેલાં છે માટે તેના પરનો વૈરાગ્ય પ્રથમ જોઇએ. તીવ્ર મોહ અને અજ્ઞાનના કારણે જ નિગોદના જીવો ત્યાં પડેલા છે. ત્યાં હિંસાદિમાંનું દેખાતું કોઈ પાપ નથી. મોહનું મૂળ મિથ્યાત્વ છે, તેનો જય સમ્યકત્વથી થાય છે. વિષયકષાય એ સંસારનું મૂળ છે. તેથી કહ્યું છે કે કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ. ઓઘદૃષ્ટિમાંથી યોગદષ્ટિમાં જવા માટે ઉત્તરોત્તર આત્મગુણોની વૃદ્ધિ માટે સુપુરુષાર્થ કરી પરાદષ્ટિએ પહોંચી મોક્ષલક્ષ્મીને વરી લાવવાની છે. સુજ્ઞ જનોનો પુરુષાર્થ આ દિશામાં થાય તેવી અભિલાષા. આટલું વિચારણીય તત્ત્વ નોંધી કે સમ્યકત્વ અને જ્ઞાન જીવની સાથે ભવાંતરમાં સાથે આવે છે નહીં. ચારિત્ર મોહનીયની સાત પ્રકૃતિઓ જાય કે તેનો ક્ષયોપશમ થાય ત્યારે જ આત્માનું સાચું સ્વરૂપ દેખાય; તથા તેમાં પણ પરમકૃપાળુની કૃપા હોવી જોઇએ. મિથ્યાત્વ ગુણસ્થાનક સાચાથમાં અપુનબંધક (મૈત્રી દષ્ટિ)માં 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ઘટે. ગુણનું સ્થાનક તે ગુણસ્થાનક. ઓઘથી મિથ્યાત્વગુણસ્થાનક એકેન્દ્રિયને પણ છે તેમ આપણને પણ હોય તો શો ફરક પડ્યો ? ગ્રંથિની નજીક લાવનાર ચાર દૃષ્ટિઓ તે મિત્રા, તારા, બલા, દિપ્રા. સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકારૂપે આ ચાર દૃષ્ટિઓ છે. જેમ જેમ દૃષ્ટિમાં વિકાસ થતો જાય તેમ તેમ સમ્યગ્દર્શનની નજીક જતા જવાય. જીવનને બદલાવી દે એ જ સાચું જ્ઞાન પ્રવર્તક જ્ઞાન. મિત્રાદષ્ટિનું પ્રથમ લક્ષણ આમ છે “જિનેષુ કુશલ ચિત્તમ”. અત્યાર સુધી જે પ્રેમનો પ્રવાહ +કંચન અને કામિની પ્રત્યે હતો તે હવે ભગવાન તરફ વહેવા માંડે છે. પ્રથમ લક્ષણ જે ઉપર બતાવ્યું તે મન; “તન્નમસ્કાર એવં ચ-વચનઃ પ્રણામાદિ ચ સંશુદ્ધમ્ કાયા, યોગબીજમનુત્તમમ્” આ મિત્રા દૃષ્ટિના લક્ષણો છે. યશોવિજયજી મહારાજાએ ગુજરાતીમાં આઠ દષ્ટિ વિષયક સક્ઝાય રચી છે. મોહની જેટલી પ્રબળતા વધુ તેટલી બીજી બધી જ અશુભ પ્રવૃતિઓ જોરદાર. ઓછી હોય તે વધુ અશુભ બને, વધુ ઘટ્ટ બને. અરિહંતાદિની આશાતનાથી મોહનીય કર્મ બંધાય. મોહનીયનું પાપ હિંસાથી પણ વધુ છે. આજ્ઞાભંગનું પાપ સૌથી મોટું. મોહનું કામ આજ્ઞાભંગ કરાવવાનું છે. મિથ્યાત્વ વિના આજ્ઞાભંગ થઈ ન શકે. સૃષ્ટિ બદલાતી નથી. દૃષ્ટિ બદલાય છે. દૃષ્ટિ પૂર્ણ બને, સમ્યમ્ બને ત્યારે જગત સમ્યમ્ દેખાય. દષ્ટિ એટલે શ્રદ્ધાયુક્ત જ્ઞાન. પહેલી દૃષ્ટિથી સંસારના વિષયો વિષ્ઠા જેવા લાગે. આ પ્રથમ દૃષ્ટિનો ગુણ છે. પ્રથમ દૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ તણખલાના અગ્નિ જેવો છે જે સળગીને તરત જ શાંત થઈ જાય, ઓલવાઈ જાય. અહીં જે આત્મિક આનંદની ઝલક ક્યારેક આવે તે વધુ પડતી નથી, વીજળી વેગે ચાલી જાય પણ ફરી તે મેળવવા અદમ્ય લાલસા મૂકતી જાય છે. મોક્ષ તરફનું પ્રયાણ વાસ્તવિક ઢબે અહીંથી શરૂ થાય છે. બીજી દૃષ્ટિમાં બોધ ગોમયના અગ્નિના કણ જેવો હોય છે. છાણના કણની જેમ ગરમીમાં વધતો જાય છે, થોડો વખત ટકે તેવો બોધ અત્રે હોય છે. ત્રીજી બલાદષ્ટિમાં ગ્રંથીભેદની નજીક જીવ આવી ગયો હોય છે. અહીં બોધ કાષ્ઠ અગ્નિના કણ જેવો છે જે છાણાં કરતાં વિશેષ હોય છે. મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ જીવ સમ્યમ્ બોધની નજીક આવી જાય છે. ચોથી દીપ્રા દૃષ્ટિમાં બોધ દીપ પ્રભા જેવો હોય છે. પ્રથમ ત્રણમાં તૃણ, ગોમય, કાષ્ઠાગ્નિ કરતાં વિશેષ બોધ 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય થાય છે. ઉન્નતિ એટલી વિશેષ થાય છે કે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. પાંચમી સ્થિર દૃષ્ટિમાં તત્ત્વબોધ રત્નપત્રા તુલ્ય દીર્ઘકાળ ટકે તેવો હોય છે. રત્નમાં જેમ એબ હોય છે તેમ એકાંતે શુદ્ધિ હોતી નથી. સાધ્યનો સાક્ષાત્કાર થવાથી તત્ત્વજ્ઞાન કે સર્વજ્ઞાદિમાં શંકાદિ થતી નથી. બોધ સમ્યક અને સૂક્ષ્મ હોય છે. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં યોગની સિદ્ધિ મળી હોવા છતાં જીવ તેમાં આસક્ત થતો નથી. આ દૃષ્ટિમાં બોધ તારાની પ્રભા જેવો એક સરખો હોવાથી બોધનો પ્રકાશ સ્થિર હોય છે. તૃણ, ગોમયની જેમ ઝબક ઝબક થતો નથી. એક સરખો સ્થિર પ્રકાશ ચાલુ રહે છે. સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો એક સરખો લાંબા સમય સુધી સ્થિર પણ એકસરખો રહે છે. બોધ મહાલાભનું કારણ થાય છે. આઠમી પરાષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ સતત ચાલુ રહે છે. સૂર્યની ક્રાંતિ જેમ આંખને તે આંજી નાખતો નથી. 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દૈવસિક પ્રતિક્રમણ જૈન દર્શન પ્રમાણે સંસારચક્રમાં અનંતાનંત અવસર્પિણી અને ઉત્સર્પિણીઓ વ્યતીત થાય છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ છ આરાઓ હોય છે. પ્રત્યેકમાં ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે. તેમાં અવસર્પિણીથી ઊલટા ક્રમમાં ઉત્સર્પિણીના વર્ષોની ગણતરી કરાય છે. તેમાં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરામાં તેમજ ઉત્સર્પિણીના પ્રથમ બે આરામાં સરખાં વર્ષો એટલે કે પ્રત્યેકમાં ૨૧,૦૦૦ હોય છે. વૈદિક માન્યતા પ્રમાણે ચાર યુગો જેવા કે કુત, ત્રેતા, દ્વાપર અને કલિને ગણતરીમાં લેવાય છે. ચાર યુગોના વર્ષોની સંખ્યા ૪૩૨૦૦૦૦૦૦૦ એટલે કે ૪૩૨ પછી ૭ મીંડાની ગણાય છે. આના કરતાં ઉત્સર્પિણી અને અવસર્પિણીનાં વર્ષોની સંખ્યા ઘણી મોટી છે. જૈનદર્શન પ્રમાણે અવસર્પિણીના અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં ૨૪ તીર્થંકરો થાય છે. આવી સ્થિતિ ભરત, ઐરાવત ક્ષેત્રમાં છે; જ્યારે મહાવિદેહમાં સર્વ કાળે તીર્થકરોનું અસ્તિત્વ હોય છે. તેમાં ૨૦ તીર્થકરો વિહરમાન, વિદ્યમાન ગણાય છે. ભરતક્ષેત્રમાં બીજા તીર્થકર અજિતનાથ સ્વામીના સમયમાં તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ હતી. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરો થયા તેમાં ૧૦ આશ્ચર્યોઅચ્છેરાં જેવાં કે ૧. તીર્થકરના ગર્ભનું અપહરણ, ૨. ચમરેન્દ્રનો દેવલોકમાં ઉત્પાત, ૩. પ્રભુ મહાવીરની પ્રથમ દેશના નિષ્ફળ, ૪. ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાનમાં નીચે આવવું, ૫. કેવળી થયા પછી પ્રભુ મહાવીરને ઉપસર્ગ, ૬. કૃષ્ણનું અમરકંકા ગમન, ૭. મલ્લીનાથનું સ્ત્રીરૂપે થવું, ૮. હરિવંશ કુળની ઉત્પત્તિ, ૯. અસંયતીની પૂજા, ૧૦. એક સમયે ૧૦૮નું સિદ્ધ થવું. વળી ભગવાન મહાવીર સ્વામીના સમય બાદ ૧૦ વસ્તુઓનો લોપ થયો જેવી કે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમથુણિ, જિનકલ્પ, પત્રિકારવિશુદ્ધિચારિત્ર, સૂક્ષ્મ સંપરાયચારિત્ર તથા યથાવાતચારિત્ર. આ હકીકત શ્રી કલ્પસૂત્રમાં શ્રી મહાવીરના બ્રાહ્મણકુળમાં જન્મ પ્રસંગે તથા જંબૂસ્વામીના મોક્ષગમન પ્રસંગે અનુક્રમે જણાવી છે. જંબુસ્વામીની પાટપરંપરા ૨૧૦૦૦ વર્ષ સુધી દુપ્પસહસૂરિ સુધી ચાલશે. શ્રી કલ્પસૂત્રની ટીકા સુબોધિનામાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે કે ભરતક્ષેત્રના બીજાં ચાર ક્ષેત્રો તથા ઐરાવતના પાંચે ક્ષેત્રોમાં ૧૦ આશ્ચર્યો થતાં 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દૈવસિક પ્રતિક્રમણ હોય છે. 'एवं च कालसाम्यात् शेपेप्वपि चतुर्षु भरतेषु पंचसु एरावतेषु च प्रकारान्तरेण दश आश्चर्याणि ज्ञेयानि ।' અવસર્પિણીના પ્રથમ આરામાં (સુષમા સુષમા) યુગલિક જીવન હોય છે. દરેક જાતનાં કલ્પવૃક્ષો ઇચ્છાઓને શીવ્રતાથી પૂરી કરે છે. શરીર ખૂબ મોટાં, ઘણાં મજબૂત હોય છે. અવસર્પિણીમાં સુખની માત્રા ઓછી અને દુઃખની માત્રા ક્રમિક વધતી જતી હોય છે તે જ્યારે ઉત્સર્પિણીમાં પ્રથમ આરામાં દુઃખી વધારે અને ધીરે ધીરે આયુષ્ય, સુખ, બળાદિ કાળક્રમે વધતાં જાય છે એટલે અવસર્પિણીથી ઉલ્ટી રીતે ગણવાનું. અવસર્પિણીના છેલ્લા બે આરામાં મિથ્યાત્વ ગાઢ, ગાઢતર, ગાઢતમ થતું રહે છે. અવિરતિ, કષાયો તથા પ્રમાદનું બાહુલ્ય વધવાથી આર્થિક, નૈતિક, ધાર્મિક, સામાજિક, રાજકીય સ્થિતિ બદતર અને કષ્ટપ્રાયઃ રહે છે. છઠ્ઠા આરામાં તો તદ્દન ધર્મવિહીન જીવન હોય છે. ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા છતાં પણ બાકીના ૨૧૦૦૦ વર્ષો સુધી તેમનું શાસન ચાલતું રહેવાનું છે. છેલ્લે એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી જૈનશાસન અને ધર્મના પ્રતિનિધિ તરીકે વિદ્યમાન હોય છે, જે શાસનની યશકલગી સ્વરૂપ બીના છે. ૪૫ ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે પાંચમા આરાના અંતે મહાસત્ત્વશાળી ઇન્દ્રથી નમસ્કાર કરાયેલા છઠ્ઠનો ઉગ્ર તપ કરનારા દુપ્પસહસૂરિ, સુધી જૈન ધર્મ તથા ગચ્છની મર્યાદા રહેશે. સ્વર્ગથી આવેલા અંતિમ આચાર્ય દુઃપ્પસહસૂરિ, સાધ્વી ફલ્ગુશ્રી, શ્રાવક નાગિલ તથા શ્રાવિકા સત્યશ્રી એમ પ્રભુની આજ્ઞા માનનાર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ ગણાશે. દશવૈકાલિક, જિતકલ્પ આવશ્યક, અનુયોદ્વાર, અને નંદિસૂત્ર આ ચાર આગમ પાંચમા આરાના અંત સુધી રહેશે. વીરપ્રભુ પછી સુધર્માસ્વામીની દુપ્પસહસૂરિ સુધી ૨૭ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાનો તથા ૧ ૧ લાખ ૧૬ હજા૨ એકાવતારી ચારિત્રશીલ શાસ્ત્રના જાણકાર પર્ભાવક આચાર્યો થશે. ‘કાલ સપ્તતિકા’ના આધારે આવી માહિતી ‘મહાવીર જીવન જ્યોત' રચયિતા વિદુષી સાધ્વીજી સુનંદા મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીજી વસંતપ્રત્રાશ્રીજીએ વીર નિ. સં. ૨૫૦૩માં આપી છે. 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ વળી, શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ ભાષાન્તર ભાગ ૨ અને પૂર્તિ પૃ. ૫૬૨ પર આ પ્રમાણે નોંધ્યું છે. સાધુ દુખસહસૂરિ, સાધ્વી ફલ્યુશ્રી, શ્રાવક નાગિલ, શ્રાવિકા સત્યશ્રી, મરૂદેવી માતા તથા શાંતિનાથના સંદર્ભમાં વિમલ વાહન રાજા, સુમુખ મંત્રીશ્વર, આટલો સંઘ વિદ્યમાન હશે. વળી, શ્રી ભદ્રબાહુ પ્રેરિત ‘વીર પ્રવચન લેખક મોહનલાલ દીપચંદ ચોકસીએ પણ આવી વાત ભગવાન મહાવીરની પાટપરંપરામાં નોંધી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રના ૧૦મા પર્વના એતવિષયક માહિતી મળે છે. કર્મ તણી ગતિ ન્યારી'ના લેખક પ. પૂ. પંન્યાસ શ્રી અરુણ વિજયજી મહારાજે તેમના ગ્રંથમાં ભાગ-૧ પૃષ્ઠ ૧૯૭ પર આનો નિર્દેશ કર્યો છે. શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબના ગ્રંથ લોકપ્રકાશમાં વિસ્તૃત માહિતી પીરસી છે. મોક્ષે જવા માટે ઓછામાં ઓછું ૨ હાથ પ્રમાણ શરીર અને વધુમાં વધુ ૫૦૦ હાથની મનુષ્યની કાય હોય તો જ મોક્ષે જવાય. છઠ્ઠા આરામાં મોક્ષે ન જવાય, કારણ કે શરીર એક જ હાથનું હોય છે. છઠ્ઠા આરામાં ધર્મવિહીન દશા પરાકાષ્ઠાએ પહોંચી હશે; તેથી દુઃખનું બાહિલ્ય, સુખાદિ નામશેષ અત્યંત સ્વલ્પ માત્રામાં હશે. ગાઢ મિથ્યાત્વ, કષાયો, પ્રમાદિ આત્મગુણ ઘાતક પરિબળો ઉગ્ર રહેવાથી તથા ક્ષપકશ્રેણિ અદશ્ય રહે છે. વળી શાસ્ત્ર કહે છે કે આ બધાં વર્ષો દરમ્યાન ભરત ક્ષેત્રના જીવો વિરાધક હોવાથી તેમના માટે ક્ષાયિક સમ્યકત્વાદિ દુર્લભ રહે છે; કેમકે સમ્યગ્દર્શન વગરના જીવો વિરાધક, સમ્યગ્દર્શનવાળા આરાધક. વિદ્યમાન એક સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ભગવંતને મેં પૂછ્યું કે અમારા જેવાં માર્ગાનુસારી, અવિરત કે દેશવિરત શ્રાવક-શ્રાવિકાદિ વિરાધક હોય તે સમજી શકાય પણ તમારા જેવાં સર્વવિરતિધર શાસનપ્રભાવક મુનિભગવંતો તપાદિમાં રચ્યાપચ્યા રહેનારાં પણ વિરાધક ગણાય ? તેમણે જણાવ્યું કે કાલપ્રભાવવશ અમારી સ્થિતિ પણ તેવી જ ગણાય ! તો આ અવસર્પિણીમાં થયેલી વંદનીય વિભૂતિઓ પશમ કે ક્ષાયિક શ્રેણિના અધિકારી ન હોય તો આપણાં જેવાંનો શો હિસાબ ! પરંતુ આશ્વાસનનું એક કિરણ આમ છે કે આ વિભૂતિઓ તથા તેના જેવાં લોકો શાસ્ત્રાનુસાર ચરમાવર્તમાં આવેલાં, અચરમાવર્તમાં પાછા ન પડનારાં, 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ ૪૭ અપુનર્ભધકાદિ અવસ્થાએ પહોંચેલાં માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિત હોવાથી એક કે અર્ધપુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષે જશે જ તે કંઈ ઓછું આશ્વાસનનું કારણ છે ? ભલે ને તે ગાળો ઘણો મોટો હોય ? આપણે ઉપર જે ૧૦ વસ્તુ ગણાવી તેમાંની મુખ્ય બે વસ્તુ જેવી કે ક્ષાયિક સમ્યકત્વ (ક્ષપકશ્રેણિ), ઉપશમશ્રેણિ તથા યથાખ્યાત ચારિત્ર. આશ્વાસન એ વાતનું રહે છે કે ક્ષાયોપશોમિક સમ્યકત્વ વિષે કશો નિર્દેશ કર્યો નથી, મૌન સેવ્યું છે તે પણ જો સંપૂર્ણપણે પામી શકાય તો ઘણું પામ્યા. તેથી તે માટેના પુરુષાર્થને અવકાશ રહે છે. ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોમાં ગોતમ ગણધરનું આયુષ્ય ઓછું હોવાથી તેમના પછી સુધર્માસ્વામીએ શાસનનું સુકાન સંભાળ્યું. તેમના પછી આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી જંબૂસ્વામી થયા. કેટલાક જ્યોતિર્ધરો સુંદર તપાદિ તથા શાસન સેવા કરવા છતાં પણ એ ભવમાં મોક્ષાધિકારી ન થઈ શકે તેનું કારણ અત્યારે કોઈ પણ સાધુ-સાધ્વી કે અન્ય ૭મા ગુણસ્થાનકથી ઉપર જી શકતા નથી. ૮મા ગુણસ્થાને જ મોક્ષમાર્ગ મોકળો થતાં અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને તે પછી જ સમ્યકત્વ પામી શકાય ! દર્શન તકનો ક્ષય પમ અશક્ય છે. કલ્પસૂત્ર પ્રમાણે ક્ષપક અને ઉપશમશ્રેણિનો લોપ થયો છે છતાં પણ ક્ષાયિક સમકિતી જીવો અર્ધપુદગલપરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામી શકે છે. તેના ઉદાહરણો જોઇએ. શ્રેણિક મહારાજા મહામિથ્યાત્વી હતા. ચેલુણા રાણીએ કુનેહપૂર્વક જૈનધર્મી બનાવ્યા. અનાથમુનિના સમાગમથી સમકિતી બન્યા. હરણીના બચ્ચાંને તડફડતાં જોઈ ખૂબ આનંદિત બન્યા જેથી અત્યારે પ્રથમ નરકમાં છે. કાલાંતરે આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. એવી જ રીતે શ્રીકૃષ્ણનો જીવ હવે ૧૨મા અમમ તીર્થંકર થશે. તેથી આયુષ્યનો બંધ ન પડ્યો હોય તેવાં જીવો ક્ષાયિક સમકિતી હોવાથી યોગ્ય કાળે અર્ધપગલપરાવર્તિમાં મોક્ષે સીધાવે છે. આ સમયગાળો તો ઘણો મોટો છે. સાગર ઓળંગતા કિનારે આવી એકાએક કૂદકો કે છલાંગ આવશ્યક રહે છે તે છે સુપુરુષાર્થ. બંનેએ ચોથા આરામાં જન્મ લીધો હતો ને ! ચારિત્રમોહનીય કર્મના ઉદયથી બંને દીક્ષા લઈ શકતા ન હતા. પરંતુ શ્રેણિક રાજાએ ધન્નાની દીક્ષા પ્રસંગે છડીધર બની મહોત્સવ દીપાવ્યો તથા શ્રી કૃષ્ણ પુત્રીઓને દીક્ષા માટે ચારિત્રમાર્ગે જવા પ્રોત્સાહિત કરતા તથા અન્યોના કુટુંબાદિની ભરણપોષણની જવાબદારી લેવા તૈયારી બતાવી હતી. 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ કલ્પસૂત્ર પ્રમાણે શ્રેણિમાં ક્ષપક બંધ થઈ, લુપ્ત થઈ તેથી તે માટે પ્રયત્ન ન થાય કેમ કે શ્રેણિ ચોથા, પાંચમે, છઠ્ઠા, સાતમે ગુણસ્થાનકે રહેલો જીવ પામી શકે છે. આગળ વધીએ તે પૂર્વે જે ચાર વ્યક્તિ પાંચમા આરાના અંતે હશે તેમાંથી પહેલા-બે (શ્રાવક-શ્રાવિકા) ચોથે અને બાકીના બે (સાધુ-સાધ્વી) પાંચમે-છઠ્ઠ ગુણસ્થાનકે હોઈ શકે. ૭મું ગુણસ્થાનક પહોંચની બહાર હોવાથી તે પછી ગ્રંથિભેદ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યક્ત્વ ક્યાંથી સંભવી શકે ? ૪૮ તેથી ઉપશમ, ક્ષાયોપશમિક. ક્ષાયિક શ્રેણિઓ તથા ઉપશમ સમ્યકત્વ, ક્ષાયોપશમિક, મ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વની જાણ કરી લઇએ. આયંબિલની ઓળીના સુમાંગલિક પર્વે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી રચિત શ્રીપાલરાજાનો રાસ હોંશપૂર્વક વંચાય છે. તેના ચતુર્થ ખંડની ૧૧મીઢાળમાં ૨૬મા શ્લોકમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક શ્રદ્ધાના પરિણામને સમ્યક્દર્શન કહ્યું છે. ૨૭મા શ્લોકમાં ત્રણ પ્રકારના સમ્.કત્વ વિષે કહ્યું છે : દર્શન સપ્તરૂપી કર્મમળને ઉપશમવાથી ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ કરવાથી ક્ષયોપશમિક સમ્યકત્વ, ક્ષય કરવાતી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ૨૮મા શ્લોકમાં જણાવ્યું છે કે સંપૂર્ણ સંસારચક્રમાં ઉપશમ સમ્યકત્વ પાંચવાર, ક્ષાયોપશમિક સમ્યકત્વ અસંખ્યાતીવાર અને ક્ષાયિક એકવાર મળે છે. ૩૦મા શ્લોકમાં પ્રતિપાદિત કર્યું છે કે સમ્યકત્વ શ્રદ્ધા વગેરે ૬૭ બોલથી અલંકૃત તયેલું છે; જ્ઞાન, ચારિત્રના મૂળ સમાન છે; મોક્ષમાર્ગ માટે સદા અનુકૂળ છે. ચાર અનંતાનુબંધી ક્રોદ, માન, માયા અને લોભ (કર્કશ કષાયો); સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, અને મિથ્યાત્વ મોહનીય આ સાતને દર્શનસપ્તક કહેવાય છે. આ સાતનો ક્ષય રવાથી ક્ષાયિક સમ્યકત્વ પમાય છે. જે આ આરામાં અશક્ય છે કેમકે મહામિથ્યાત્વી જીવો અન્ન તે કરી શકનાર નથી તેથી કલ્પસૂત્રમાં ક્ષાયિક સમ્યકત્વનો લોપ રહ્યો છે. જે જીવને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય સત્તામાં હોય; પણ પ્રદેશ કે રસોદય ન હોય તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. જે આત્માને સમ્યકત્વ હોય જે કર્મના ઉપશમને લીધે પ્રાપ્ત થયેલું હોવાથી ઔપમિક સમય્યત્વ કહેવાય. આ કર્મનો વિદ્યમાન આરામાં પણ ઉપશમ ન થઈ શકે તેમ હોવાથી કલ્પસૂત્ર પ્રમાણે ઉપશમ સમ્યકત્વ પણ લુપ્ત બતાવ્યું છે. 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ ૪૯ જે જીવને મિથ્યાત્વ મોહનીય સત્તામાં છે, સમ્યકત્વ મોહનીયના દળિયાં ઉદયમાં છે, પરંતુ ચાર અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયના પ્રદેશોનો રસથી ઉદય નથી તેને લાયોપથમિક સમ્યકત્વ હોય છે. જે માટે કલ્પસૂત્રે બારી ઉઘાડી રાખી છે. વળી, જે જીવને ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને વ્યકત્વ એ ત્રણ પ્રકારનાં દર્શનમોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય તેને ક્ષાયિક સમ્યકત્વ હોય જે પણ અત્રે અશક્ય છે. તેમજ દર્શન મોહનીય અને મિથ્યાત્વ મોહનીયની ૭+૨ ૧=૨૮ પ્રકૃતિનો ક્ષયથી પણ ક્ષાયિક સમ્યકત્વ અત્રે અશક્ય જ છે ને ? જીવને પ્રથમવાર સમ્યકત્વની સ્પર્શના થાય ત્યારે પ્રાય: ઓપશમિક સમ્યકત્વ હોય, તે નમ્યા પછી મિથ્યાત્વમાં સરકેલા જીવને ફરી સમ્યકત્વ થાય ત્યારે સાયિક સિવાયના બેમાંથી ગમે તે એક સમ્યકત્વ થાય છે. સમ્યકત્વ વગર કોઈ પણ જીવ.વિરત બની શકતો નથી. ઓપશમિકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે; લાયોપથમિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઈક અધિક છે. આ બંને સમ્યકત્વ સાદિ-સાંત છે; જ્યારે ક્ષાયિક સમ્યકત્વ એકવાર આવ્યા પછી જતું નથી. તેથી તેની સ્થિતિ-સાદિઅનંત છે. આ અંગે બે સદ્ધાંતો જોઇએ તે પૂર્વે ફરી એકવાર ક્ષપકશ્રેણિ માટે ૪થું, પમું, છઠ્ઠ, ૭મું ગુણસ્થાનક જોઇએ. ઉપરાંત પ્રથમ સંઘયણાદિ તથા યથાખ્યાતચારિત્ર પણ જોઇએ. જે હવે શક્ય નથી તેથી કલ્પસૂત્ર પ્રમાણે ક્ષપકશ્રેણી બંધ છે તે વાત સ્પષ્ટ થઈ ગઈ ! - ઉપશમશ્રેણી પણ ન થાય કેમકે તે લુપ્ત થઈ ગઈ. અહીં કાર્મગ્રંથિક અને સૈદ્ધાન્તિક મતો તપાસીએ. કાર્મગ્રંથિક પ્રમાણે અનિવૃત્તિકરણના સમય દરમ્યાન ત્રણ પ્રકારનાં કાર્યો થઈ શકે. એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકો ખપાવે, બીજું જેની સ્થિતિ ઘટાડી શકાય તેની ઘટાડી તેને ખપાવે, ત્રીજું જેની સ્થિતિ ઘટાડી ન શકાય તેની સ્થિતિ વધારી દે. આ મતમાં સમ્યકત્વના પરિણામ પામનારાં અનાદિ મિથ્યાત્વી જીવો પહેલાં ઓપશામિક સમ્યકત્વના પરિણામને જ પામે છે, ત્યારે સૈદ્ધાન્તિક મત પ્રમાણે બધાં જ જીવો ઓપશમિક સમ્યકત્વ પામે તેવો નિયમ નથી. તેવાં જીવો તેના વિના ક્ષાયોપશમંકિ સમ્યકત્વ પામે. જે જીવો ઓપશમિક સમ્યકત્વને પમનારા હોય તેઓ તે પામે; 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ પરંતુ એવાં જીવો પણ હોઈ શકે જે આ ન પામતાં અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાર્યાપશમિક જ પામે. કલ્પસૂત્રે ક્ષાયોપશમિક માટે કયાં લુપ્તની વાત કરી છે ? બીજું સૈદ્ધાન્તિક મત પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવો જે ક્ષાયોપશમિક સમ્યકત્વ પામનારા હોય તેઓ અપૂર્વકરણના કાળમાં જેમ ગ્રંથિભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વક૨ણ કાળમાં જ કરે છે. અહીં બીજો શાસ્ત્રીય મત એવો છે કે મિથ્યાદ્દષ્ટિ જીવ ઔપશમિક સમ્યકત્વ પામ્યા વિના સીધો જ ક્ષાયોપશમિક સમ્યકત્વ પામી શકે છે. તે જીવ અપૂર્વક૨ણ દ્વારા ગ્રંથિભેદ કરી તે કાળમાં ત્રણ પુંજ કરે છે પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુંજના ઉદયને પામે છે તે પામી ક્ષાયોપશમિક સમ્યકત્વના પરિણામનો સ્વામી બને છે. જે માટે કલ્પસૂત્રે મના ફરમાવી નથી કારણ કે તેનો ઉત્કૃષ્ટ સમય ૬૬ સાગરોપમનો છે જે ૨૧૦૦૦+૨૧૦૦૦=૪૨૦૦૦ અને તે પછી ક્યારે પણ મોક્ષનો અધિકારી બની શકે છે ને ? ઉપર જણાવેલી માન્યતા પ્રમાણે જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાનાં ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પમ અપૂર્વકરણથી કરે છે. આ ચર્ચાનું કારણ કલ્પસૂત્રે ક્ષાયોપશમિક સમ્યકત્વ અંગે નકારાત્મક નન્નો નથી જણાવ્યો જેવી રીતે ઉપશમ અને ક્ષાયિક સમ્યકત્વ લુપ્ત થયેલ છે, તેના દ્વાર બંધ થઈ ગયા છે. તેથી ક્ષાયિક નથી તે સમજાયું, ક્ષાયોપશમિક (ઉત્કૃષ્ટ) શક્ય છે તે માટે મોન સેવ્યું છે, એટલે કે હાર ખુલ્લા રાખ્યાં છે. નળી જઘન્ય જે અંતર્મુહૂર્તનું છે તે તો આ સમયમાં શક્ય જ નથી ને. હવે ઉપશમ કેમ ન મળે તે તરફ નજર ફેરવીએ. ચર્ચા સમજવા માટે પુનરુક્તિ દોષ ક્ષન્તવ્ય ગણવો જોઇએ. દર્શન સપ્તકનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમય્યત્વ પામી શકાય જે તો શક્ય જ નથી ! જીવ જ્યારે ૮મા પછી ૯મા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ અને ત્યાર પછી ૧૦મા ગુણ ઠાણે ઉપશમ શ્રેણિ માંડે ત્યારે સૂક્ષ્મ સં૫રાય સંજ્વલન લોભનો ઉદય હોઇ શકે છે. ઉપશમ શ્રેણિ માંડતો જીવ ૧૦ મેથી ૧૧મે ગુણઠાણે આવતાં ઉપશાંત કરેલાં કષાય મોહનીયનો ઉદય થતાં પડીને ૬, ૭, ૫, ૪ કે પ્રથમ ગુણઠાણે પણ પહોંચી જાય. જો તે નિગોદ સુધી પહોંચે તો ખેલ ખતમ ! તેથી કલ્પસૂત્રમાં ઉપશમશ્રેણિને લુપ્ત બતાંવી છે. જ્યારે ક્ષપકશ્રેણિ માંડનારો જીવ તો આ ગુણઠાણે ન થોભતાં સીધો ૧૨મા ગુણઠાણે આવી જાય છે. આ (આરામાં ૭મા ગુણસ્થાનકે ન જવાય તેથી 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ ૫ ૧ ઉપશમ શ્રેણિ શક્ય નથી તે સમજાયું હશે ? પરંતુ દર્શન સપ્તકનો ક્ષય કરી અટકી જનારો જીવ ખંડક્ષપક શ્રેણિનો હોઈ ફરીથી તેણે પ્રયત્ન કરવાનો બાકી રહે છે; પરંતુ અર્ધપગલપરાવર્તકાળની અંદર અંદર જ તેને માટે મોક્ષ સુનિશ્ચિત જ છે. ભલે પાંચમા-છઠ્ઠા આરામા મોક્ષ શક્ય નથી પરંતુ બંનેના ૩જા ૪થા આરામાં સુપુરુષાર્થ દ્વારા તે શક્ય છે ને ? બંને એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં. સમાપન કરીએ તે પહેલાં દર્શનસપ્તક વિષે ઉહાપોહ કરી લઇએ. જૈન દાર્શનિક સિદ્ધાન્ત સમજવા કે આત્મસાત કરવા થવા તત્ત્વજ્ઞાનની તાત્વિક ચર્ચાનું સ્પષ્ટીકરણ કે વિસદીકરણ માટે પુનરુક્તિ અથવા અનુપ્રેક્ષા જરૂરી હોય છે. તેથી તેને વિગતે સમજાવવા માટે જુદી જુદી રીતે, ઢબે રજૂ કરવાનું જરૂરી બને છે. | દર્શન સપ્તક વિષે ઉહાપોહ કરીએ. અત્યારે તેનો ઉપશમ કે ક્ષય શક્ય નથી કેમકે ઉપશમ અને ક્ષાયિક સમ્યકત્વ માટેની ઉપશમ તથા ક્ષાયિક શ્રેણિ લુપ્ત થી છે. વિદ્વાન વાચક જાણે છે તે પ્રમાણે અનંતાનુબંધી ચાર કષાયો જેવાં કે ક્રોધ, માન, માયા અને લોભ ઉપરાંત સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાતને ઉપશમવા માટેનો પ્રયત્ન સાધનાના માર્ગે હરમફાળ ભરાવી શકે તેમ છે. ચર્ચાના પરિણામ રૂપે નિષ્કર્ષ નીકળે છે કે આ બે આરામાં ઉપશમ તથા સાયિક શ્રેણિઓ લુપ્ત થઈ ગઈ છે. તે સમજમાં આવી ગયું પણ કલ્પસૂત્રે લાયોપથમિક માટે કેમ મૌન ધારણ કર્યું છે ? તેની ગૂંચ છે. આપણે જાણીએ છીએ કે લાયોપથમિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમની છે. અહીં જે જીવનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય તે જઘનય સ્થિતિ લાયોપથમિકની પામવાને પાત્ર છે. વળી, શાસ્ત્ર પ્રમાણે જઘન્ય સ્થિતિ પૂરી થતાં ક્ષાયિક સમ્યકત્વ એટલે શપક શ્રેણિ પર આરૂઢ થવું જ જોઇએ. જેના દ્વાર બંધ છે ને ? જે જીવે ૬૬ સાગરોપમ સ્થિતિનું લાયોપથમિક સમ્યકત્વ હાંસલ કરી લીધું છે તેણે તો તે દીર્ઘ સમયની પ્રતીક્ષા કરવી પડે ને ? આ બંને આરાની કુલ સ્થિતિ મર્યાદા ૪૨૦૦૦ વર્ષોની છે જે મુદત દરમ્યાન ક્ષાયોપથમિક સમ્યકત્વનું ફળ કેવી રીતે ભોગવાય ? તેથી બંને પ્રકારના લાયોપથમિક સમ્યકત્વ મળે તેમ હોવા છતાં સમય મર્યાદા વિરુદ્ધગામી હોવાથી ફાયપશામિક 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૫૨ ક્ષમ્યકત્વ અને તે પછીનાં પગથિયા ક્યાંથી સુગમ બને ? આ આશયથી કલ્પસૂત્ર શું તે અંગે મૌન ધારણ કર્યું છે ? આ મુદ્દા પર જાણકાર વિદ્વાન સહૃદયી તત્ત્વત્તા કે કર્મગ્રંથોના નિષ્ણાત જાણકાર પ્રકાશ ફેંકે. વળી ક્ષાયોપક્ષિક સમ્યકત્વ અનેક વાર આવે અને જાય છે. પાંચમા આરાના જીવો છેલ્લા-છઠ્ઠા સંઘયણવાળા હોવાથી આજે આપણે વધુમાં વધુ નરક સુધી જ જઈ શકીએ. આરંભ્યસમારંબ, ક્રૂર કર્મો, અભક્ષ્ય ક્ષણણ, રાત્રિભોજનાદિને લીધે જ ને ! છઠ્ઠા આરાને તો દૂરથી જ નવગજના નમસ્કાર. તેનો વિચાર દિલને કંપાવી નાંખે છે. આ સમય દરમ્યાન ગાઢતમ મિથ્યાત્વ ક્રમિક રીતે વૃદ્ધિગત થતું રહેવાનું. તેના દ્વારા કુસંસ્કાર, કુરિવાજ, કુકર્મો, કુચરિત્ર, ફુદેવ, કુધર્મ, કુગુરુ, કુકષાયોની કરવત કે કરામત કેવી હશે જે નરક-નિગોદની સ્થિતિ સમકક્ષ હોઈ શકે. કેવી રીતે આ સમય ગાળો વ્યતીત કરવો તે કંઈ કલ્પનાના ક્ષેત્રની બહા૨ હશે ને ? સમય સમયનું કામ કેટલાંયે પુદ્ગલપરાવર્તોમાં કરે છે, કર્યું છે અને કર્યા કરશે. આજની પરિભાષામાં કહેવું હોય તો તેઓ epicurion ફિલસૂફીના હિમાયતી હોઈ શકે છે. તેઓ ચાર્વાક મતની ફિલસૂફીમાં રચ્યાપચ્યા હોઇ તેઓનું મંતવ્ય તથા કરણી આ પ્રમાણે હોઇ શકે છેઃ यावज्जीवेत् सुखं जीवेत् ऋणंकृत्वा धृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य कुतः पुनरागमनं भवेत् ।। વિરાધક જીવો વિષે શાસ્ત્રીય મત આપણે ઉપર જોયો. તેનું ફળ કેવું હોઇ શકે તે પાંચ અને છ આરાના વર્ણન પરથી જાણી લેવું. આ સંદર્ભમાં આરાધક કોને કહેવાય અને તેઓ વિષે અતિ સંક્ષેપમાં જાણકારી લઈ લઇએ. સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવાવાળો જ સાચી શ્રદ્ધાવાળો છે, સમકિત દૃષ્ટિ છે, અને આરાધક છે. શ્રી જિનેશ્વરનું વચન સત્ય છે તેવી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. આને શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મનું બીજ કહ્યું છે. તેથી સમકિતપૂર્વકની સિદ્ધાંતાનુસાર શુદ્ધભાવથી કરેલી ધર્મક્રિયા આરાધનામાં ખપે છે, જેની કિંમત છે, તેનાથી મોક્ષરૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં શ્રદ્ધાપૂર્વકની કલ્યાણની કામનાથી કરેલી ક્રિયાનું નામ જ આરાધના છે. ઉપર પ્રમાણે શાસ્ત્રીય મત જોયો તે પ્રમાણે અત્યારના હાલના ચાલુ પાંચમાં 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ આરામાં જીવો એકંદરે વિરાધક હોય છે. હુંડાવસર્પિણી જેવા કપરા કાળમાં ધર્મ પરચો બતાવે છે. મુક્તિમાં પહોંચાડનારી શ્રેષ્ઠ ધર્મ ક્રિયાઓ અને શુભ અનુષ્ઠાનો કરતાં આત્મા વિરાધક ભાવને પામી સંસાર વધારી મૂકે છે, રખડપટ્ટીમાં પડે છે, જન્મમરણની પરંપરા વધારી મૂકે છે. વિરાધના કરી જીવ આળસ અને પ્રમાદમાં પડી સંસાર વધારી મૂકે છે. સમકિતી આત્માને વિરાધના અત્યંત ખટકે છે કેમકે તેને આરાધના ગમે, વિરાધના અત્યંત ખટકે, આરાધકપણું ગમે, વિરાધકપણું ગમતું નથી. રાયપરોણીયસૂત્રમાં સૂર્યાભદેવ ભગવાન મહાવીરને પૂછે છે કે હે ભંતે ! હું આરાધક કે વિરાધક ? મહામુશીબતે માનવભવમાં આરાધનાનીઅપૂર્વ તક સાંપડી છે તેથી સંસારની આળપંપાળ, જંજાળમાં મહામુશીબતે બે-ચાર ઘડી કાઢી આરાધક આરાધના કરવા તત્પર બને છે. કેટલાક વિરાધના કરી તેને આરાધનામાં ખપાવે છે, તેથી વિરાધનાનું પોષણ કરે છે, તેઓ ઉસૂત્ર અપવાદના નામે શિથિલાચારનું પોષણ વિરાધક બનાવે. પોતાની ખામી, ઊણપને ઢાંકવી, બચાવ કરવો એ મહાવિરાધના છે. ખામી-ઊણપને ઊણપ તરીકે ગણનાર હજી આરાધક છે. શિથિલાચારનું સ્વન કરતાં તેનું પોષણ અત્યંત ભયંકર છે, તેઓ મહાવિરાધક બને છે. વર્તમાન કાળમાં વિરાધનાના કાંટા વાગતા વાર લાગતી નથી. ડગલે ને પગલે આજના કલુષિત અને જડ વાતાવરણમાં કાંટા વેરાયેલા પડ્યા જ છે. જો સહેજ ભૂલ્યા, કોઇની હામાં હા પાડી, વગર વિચારે દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલાઈ ગયું. નિંદાકુથળી થઈ ગઈ, ટીકાટિપ્પણીમાં પડી ગયા, અશાતના કે અવહેલનામાં પડી ગયા તો આત્માને કડવા માઠાં પળ અસંખ્યાત વર્ષો સુધી ભોગવવા પડે તે હકીકત છે. વિરાધના ઘડી-બેઘડીની પરંતુ તેના કડવા ફળ અસંખ્યાત વર્ષો સુધી ભોગવવાનાં ! તેથી શક્ય તેટલી આરાધનાના ખપી બનો. ભૂલેચૂકે આત્મા વિરાધનામાં ન સરકી પડે તેનો ખૂબ ખૂબ ખ્યાલ રાખવો. કેટલીક વાર ધર્મના શુભ અનુષ્ઠાનો અયોગ્ય આત્માને વિરાધનાનું કારણ બની શકે છે. દેવ-ગુરુ-ધર્મ પર વાત વાતમાં શંકા, કુશંકા કરનાર નિંદા-કુથલીમાં પડનાર, આ ગુરુ મારા અને આ તમારા એવી ભેદનીતિમાં પડનારા, એક બીજાના દૂષણો જોનારા, પોતાના માનેલા ગુરુમાં દેખીતા દોષોનો ઢાંક-પીછોડો કરનારા, બીજા સાધુ મહાત્માઓને અછતા કલંકો દેનારા, ડીંડી પીટીને છડેચોક જાહેર કરનારા, એવા આત્માઓ સિદ્ધાન્ત 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ મુજબની ધર્મક્રિયા કરતા પણ, તપ-જપ કે ત્યાગ આચરતાં વિરાધક બને છે. ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી ફરમાવે છે કે “જે આસવા તે પરિવા.” કેટલીકવાર આરાધક આત્માને કેટલીકવાર આશ્રવના સ્થાનો સંવરના સ્થાનો બની શકે છે; એમ વિરાધકને સંવરના સ્થાનો આશ્રવના સ્થાનો બની જાય છે. આરિલાભુવનમાં દર્પણમાં જોવું આશ્રવનું કારણ સંવર બની જાય છે. વિનયરત્નને રજોહરણાદિ સવિરના કારણો આશ્રવના કારણો બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કુલવાલકે ગુરુની આશાતના કરી, અવિનીતપણે વિરાધક દશાને પામી સદ્ગુરુના સમાગમમાં આવવા છતાં પણ આરાધકભાવ પામી ન શક્યા, વિરાધક બની દુર્ગતિના ધામમાં પહોંચી ગયા ! તેથી ધર્મની આરાધના આરાધક બની કરે તો ધર્મ અચૂક ફળશે. દેવ-ગુરુધર્મની સેવા-ઉપાસના-ભક્તિ કરી અનંત આત્માઓ અગાધ સંસારસમુદ્ર તરી સિદ્ધિ-સોધમાં સીધાવી ગયા તેવી રીતે વિરાધકો સંસાર સમુદ્રમાં ખેંચી ગયા, ડૂબી ગયા. શ્રી સમવાયાંગ સૂત્રમાં બાર અંગનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રી સુધર્માસ્વામી કહે છે કે ભગવાન આગળના સૂત્રમાં જણાવે છે કે આ બાર અંગની વિરાધના કરી અનંતા જીવો ચાર ગતિ રૂપ સંસારમાં ખૂબ ભમે છે. વર્તમાનકાળમાં અનેવિષ્યકાળમાં પણ અનંત જીવો વિરાધના કરી ભમે છે. આ ફુટપટ્ટીથી આપણે આપણી જાતને તપાસવાની છે. ૫૦ ગાથાના વંદિત સૂત્રમાં ક્ષતિઓ માટે પડિકમવાની વાત વારંવાર કરી છે. તથા ૪૩ મી ગાથામાં તસ્ય ધમ્મસ્સ કેવલિપત્તસ્સ અભુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાણાએ તિવિહેણ પડિઝંતોવંદામિ જિણે ચઉવીસ (૪૩). મુહપત્તિના ૫૦ બોલમાં પરિહરવાની વસ્તુઓ ગણાવી છે, તેમાં “જ્ઞાનવિરાધના પરિહરું. દર્શનવિરાધના પરિહરું, ચારિત્ર વિરાધના પરિહરું'માં વિરાધનાને પરિહરવાની વાત કરી છે. વિરાધનાથી ગભરાઈ જવાનું નથી. તે જો આરાધનામાં પરિણમે તો બેડો પાર થઈ જાય. તેનાં કેટલાંક દૃષ્ટાંત જોઇએ. નયસારના ભવમાં મહાત્માના સમાગમથી સમકિતી બન્યા પછી ત્રીજા ભવમાં અભિમાને થકી “કવિલા ઇલ્યુપિ ઇહયંપિ” ઉસૂત્ર દ્વારા વિરાધનાનું ફળ, ક્રોડાકોડ સાગરોપમ સુધી ભોગવવું પડ્યું. જમાલિએ “કડે પાણે કડે' ભગવાનના વચનને બરાબર નથી એવું ઉસૂત્ર 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ પપ વચન બોલી વિરાધના કરી તેથી સંઘ બહાર થયા અને સંસાર વધારી મૂક્યો. અંજના સુંદરીએ પરમાત્મા જિનેશ્વરની મૂર્તિને ઉકરડામાં નાખી વિરાધના કરી અશુભમ ઉપાર્જ ૨૨-૨૨ વર્ષો સુધી ભારે દુઃખ સહન કરવું પડ્યું. સતી દ્રૌપદીએ તપસ્વી મુનિને જાણીને કડવી તુંબડીનું શાક વહોરાવી વિરાધનાથી અનેક ભવોમાં દુઃખ ભોગવ્યું. અનંત કાળ સુધી સંસારમાં રખડવું પડ્યું, જે વિરાધનાનું ઘોર પરિણામ છે. શ્રીપાલ રાજાએ શ્રીકાંત રાજાના ભવમાં મુનિની ઘોર આશાતના કરી, મુનિને કોઢિયા કહ્યા, પાણીમાં ડુબાડ્યા, ડુમનું કલંકથી તેને આ ભવમાં ભયંકર કોઢ, ડૂમનું કલંકાદિ આવ્યા, પરંતુ આરાધના થકી નવમા ભવે તીર્થકર થશે. જ્ઞાનની આશાતનાથી માપતુષ મુનિએ પૂર્વ ભવમાં વિરાધના કરી તેથી મારુષ અને મા તુષ” પદ પણ કંઠસ્થ કરી ન શક્યા પણ પ્રયત્ન ચાલુ રાખ્યો. ભાવનામાં ચઢતાં કેવળજ્ઞાન પામ્યા ! આજે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ડગલે ને પગલે વિરાધના થઈ રહી છે. નિરાશ થવાનું કારણ નથી. આરાધનાથી રૂડાં ફળ પ્રાપ્ત થઈ શકે છે જેના સંખ્યાબંધ દાખલાઓ મોજુદ છે. ઘોર પરમાત્માઓ અને અધમ આત્માઓ મુક્તિએ પહોંચ્યા છે જેવાં કે મહાત્મા દઢપ્રહારી. નંદિષણ, અર્જુનવાળી, નટડીમાં મોહિત થયેલો ઇલાઇચિકુમાર નવયૌવન મુનિની નીચી દૃષ્ટિ જોઈ પ્રભાવિત થઈ કેવળજ્ઞાન પામે છે, હોડી તરાવનાર બાળ મુનિ અઈમુત્ત મુહપત્તિ પડીલેહતાં મુક્તિપુરી પહોંચે છે. અંતિમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન શાસ્ત્ર પ્રમાણે પાંચમા આરાના એટલે કે ૨૧૦૦૦ વર્ષોના અંત સુધી ક્રિયાશીલ રહેવાનું છે. અહીં પણ જે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વી જેઓ ચોથા-પાંચમે કે છઠ્ઠા-સાતમે ગુણસ્થાને છે તે માની લઇએ તો તેઓ સ્વપ્રયત્નાનુસાર થોડોક પણ ધર્મ કે આરાધનાદિ કરી શકતાં હોવાં જોઇએ. સાધુ-સાધ્વી શસત્ર નિયમાનુસાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હશે જ ને ? દેવસિય, રાઈ, પાક્ષકિ, ચાતુર્માસિક, સાંવત્સરિક, આ પાંચ પ્રતિક્રમણનું આયોજન સ્વયં શ્રી શાસનપતિએ આ પાંચમા આરાના આ ક્ષેત્રના જીવોના આત્યંતિક હિતના આશયથી કર્યું છે. વળી આપણે જાણીએ છીએ કે પ્રથમ અને અંતિમ તીર્થકરોના સમયે ક્ષતિ કે અપરાધાદિ થયાં હોય કે ન હોય તો પણ 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ સાધુ-સાધ્વીએ ફરજિયાત દેવસિય અને રાઈ પ્રતિક્રમણ તો અવશ્ય કરવાં જ જોઇએ. જ્યારે તે સિવાયના વચના ૨૨ તીર્થકરોના સમયમાં કરે કે ન કરે તો ચાલે પરંતુ ભૂલ કે ક્ષતિ ન થઈ હોય તો કરે જ. રાઈ પહેલું કે દેવસિય ? આ પ્રથમ ઇંડુ પહેલાં કે મરઘી ? અન્યોન્યાશ્રયીમાં કોણ પહેલું અને બીજું કોણ તેનો નિર્ણય કરી શકાય તેમ નથી. તીર્થકરો સૂત્રથી અને ગણધરો અર્થથી આગમની રચના કરે છે. ગણધરોના મસ્તક પર વાસક્ષેપ નાંખી તેઓને તેમના કાર્ય માટે મહોર મારે છે. આ કાર્ય રાતે નહિ પણ દિવસે જ થાય તેથી ગણધરો પ્રતિક્રમણ પ્રથમ દેવસિય કરે અને તે પછી જ રાઈ કરે. સંધ્યાકાળ એટલે આવતા અને જતા સમયનો સંગમકાળ તેથી અનંતજ્ઞાનીઓએ ધર્મની આરાધના માટેનો આ કાળ શ્રેષ્ઠ કહ્યો છે. આરાધના માટે શેષ કાળ કરતાં આ કાળ અધિક સહાયક થાય છે. 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અને છઠ્ઠો આરો જૈનદર્શન પ્રમાણે પ્રત્યેક પુદ્ગલ પરાવર્તમાં અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. પ્રત્યેક છ છ આરાઓ હોય છે અને પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી ૧૦ ક્રોડાકોડ સાગરોપમની હોય છે. જૈનોના પર્વોમાં સર્વશ્રેષ્ઠ પર્વને પર્વાધિરાજ પર્યુષણ કહેવાય છે. આ પર્વ દરમ્યાન કલ્પસૂત્રનું વાંચન કરાય છે. આ મહાન સૂત્રમાં શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલ ઉત્કૃષ્ટ કોટિના આચારને, ઉત્કૃષ્ટ કોટિના સંયમ અને તપને, ઉત્કૃષ્ટ કોટિએ આચરી પોતાના આત્માને પરમાત્મા બનાવનારા શ્રી તીર્થકર દેવોના પરમાત્મા બનવાની પ્રેરણા આપનારાં પવિત્ર જીવનચરિત્રો છે; તથા શ્રી તીર્થંકર પરમાત્માઓએ કહેલા ઉચ્ચ કોટિના સંયમતપનિષ્ઠ જીવનને જીવનારા સ્વાર કલ્યાણ કરનારા આચાર્યાદિ મહાન ગુરુદેવોનાં જીવનચરિત્રો છે. તેમ જ આત્માને પરમાત્મપદ અપાવનારી એવી શ્રી સાધુ ભગવંતોની આચાર પ્રણાલિકા એટલે કે સાધુ-સમાચારી છે. કલ્પસૂત્ર શબ્દમાં જે “કલ્પશબ્દ છે તેના અનેકાર્થોમાંથી અહીં તેનો એક અર્થ “સાધુસંતોનો આચાર' અભિપ્રેત છે. તેના ૧૦ પેટા ભેદોમાંથી આઠમો કલ્પ તે “પ્રતિક્રમણ' કલ્પ છે. પ્રતિક્રમણ કલ્પ પ્રમાણે પ્રથમ અને અંતિમ ૨૪ તીર્થકરોનાં સાધુ-સાધ્વીઓને દોષ લાગે કે ન લાગે તો પણ દેવસિક અને રાઈ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાનાં હોય છે. તેમજ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણો પણ અવશ્ય કરવાનાં હોય છે. ૨૪ તીર્થકરોમાંથી મધ્યના ૨૨ તીર્થકરોના વારાના સાધુ-સાધ્વીઓને દોષ લાગે તો સાંજે દેવસિક અને સવારના રાઈ પ્રતિક્રમણ કરવાનાં હોય; દોષ ન લાગે તો દેવસિક કે રાઈ કરવાના હોતા નથી. તેમને પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પણ કરવાનાં હોતાં નથી. તેઓ સરળ, સંનિષ્ઠ ચિત્તવ્યાપારવાળા હોવાથી આવી વ્યવસ્થા કરવામાં આવી છે. બંને રાઈ તથા દેવસિક પ્રતિક્રમણની સમય મર્યાદા એકસરખી ૪૮ મિનિટની છે. બંનેનો પ્રારંભ સરખી સામયિક લેવાની વિધિથી કરાય છે. છ આવશ્યકોનાં નામો આ પ્રમાણે છેઃ સામયિક, ચઉવિસ્મથો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ. એમાં પ્રતિક્રમણ ચોથા સ્થાને છે. સાધુ-સાધ્વીઓએ ઉપર 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૫૮ જોયું તે પ્રમાણે બંને પ્રતિક્રમણો અવશ્ય ક૨વાં જ જોઈએ અને તે પણ ઊભા રહીને. આજના જમાનામાં વર્ષ દરમ્યાન બંને પ્રતિક્રમણો કરનારા શ્રાવિકા તથા શ્રાવકોની સંખ્યા આંગળીએ ગણી શકાય તેટલી પણ ખરી ? શ્રાવિકાઓ કદાચ વધારે સંભવી શકે. બધા યુવાનો કદાચ ન કરી શકે પણ આખું વર્ષ કરનારા વૃદ્ધો કેટલાં ? રાઈ પ્રતિક્રમણમાં ખમાસમણું દઈ રાત્રિ દરમ્યાન નિદ્રામાં લાગેલાં પાપો માટે ‘ફુસુમિણ, દુસુમિણ' માટે કાઉસ્સગ્ગ કરાય છે, જે દૈવસિકમાં નથી કરાતો. ચાર લોગસ્સનો આ કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરવાનો છે અને તે પછી પૂરો લોગસ્સ ગણાય છે. ત્યારબાદ શ્રી જગચિંતામણિનું મોટું ચૈત્યવંદન કરાય છે, જેમાં ૧૫ અબજથી વધુ શાશ્વત બિંબોને પ્રણામ કરાય છે. દૈવસિકમાં નાનું ચૈત્યવંદન હોય છે. અહીં ચૈત્યવંદન જય વીયાય સુધીનું છે જ્યારે દેવસિકમાં નમુન્થુણં સુધી જ કરાય છે. દૈવસિક પ્રતિક્રમણ કરનારે જો પાણી આહાર લીધાં હોય તો પ્રારંભમાં મુહપત્તિનું પડિલેહણ કરી બે વાંદણા દીધા પછી પચ્ચકખાણ કર્યા બાદ ચૈત્યવંદન નાનું કરાય છે. રાઈ-પ્રતિક્રમણમાં ચૈત્યવંદન કર્યા પછી ખમાસણાપૂર્વક ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, સર્વસાધુહં કહી આજ્ઞા માંગી સજ્ઝાય કરાય છે જે દેવસિકમાં નથી. ભ૨હેસ૨ની આ સજ્ઝાયમાં સદ્ગુણસંપન્ન મહાપુરુષો તથા સ્ત્રીરત્નોની નામાવલી આપી છે, જેઓનાં નામ માત્રથી પાપબંધ તૂટી જાય છે. ત્યારબાદ જે મુનિની નિશ્રામાં પ્રતિક્રમણ કરાઈ રહ્યું હોય તેમની રાત્રિ સુખમય વ્યતીત થઈ છે? સુખમય તપ કરી શકાય છે? કોઈપણ જાતની શારીરિક કે માનસિક મુશ્કેલી વિના તમારી સંયમયાત્રા સુખમય રીતે પસાર થઈ રહી છે? એવા પ્રશ્નો પૂછી રાત્રિ દરમ્યાન જે કંઈ દુઃચિંતન, ખોટી રીતે બોલવાનું થઈ ગયું, ખોટું આચરણ થઈ ગયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડં માંગીનમૃત્યુર્ણ કરી કરેમિભંતે, તસ્સ ઉત્તરી કરણેણં, અન્નત્થ ઉચ્ચારી નિમ્મલયા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી નવકાર પછી આખો લોગસ્સ ઉચ્ચરવો. ત્યારબાદ સૂત્રો, મૂહપત્તિ, વાંદણાં, કાઉસગ્ગ વગેરે પછી ‘સકલતીર્થ' બોલાય છે. એમાં અત્યંત સુંદર ભાવગર્ભિત તીર્થવંદના છે જેમાં સ્વર્ગ, પાતાલાદિ લોકના સર્વ તીર્થોની વંદના કરી સમેતશિખર, અષ્ટાપદ, વિમલાચલ, ગિરનાર, આબુ, શંખેશ્વર, તારંગા વગેરે ચૈત્યો, વિહરમાન જિનવીશ, અનંત સિદ્ધોને 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અને છઠ્ઠો આરો ૧૯ નિશદિન વંદનની સ્પૃહા તદુપરાંત અઢી દ્વિપના અઢાર સહસ્ર શીલાંગના ધારક, પાંચ મહાવ્રતોના પાલન કરી સમિતિ, પાંચ આચારો (પંચાચા૨) પાળી બાહ્યાભંત૨ તપ કરનારા મુનિગણો કે જેઓ ગુણમણિમાલા ધા૨ક છે તેમને વંદન કરી જીવ ભવસાગર તરી જવાની વાંછના સેવે છે. રાઈ પ્રતિક્રમણનું અત્યંત ભાવવાહી, સુંદર, સર્વકામનાની પૂર્તિ કરનારું તીર્થવંદનાનું આ કાવ્ય રસવાહી તથા ભાવથી ભરપૂર છે ! આ બંને પ્રતિક્રમણોમાં ઉપરની વસ્તુ જરા વિગતે જોઈ લઈએ. રાઈ પ્રતિક્રમણમાં ઠાઉ કહી ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ગ પછી પુખ્ખ૨વ૨ પછી આઠ અતિચારની ગાથાઓ આવે છે અને અહીં નવકારનો કાઉસ્સગ્ગ આવે છે. આનાથી ઊલ્ટું એટલે દેવસિક પ્રતિક્રમમમાં ક્રમમાં પરિવર્તન થાય છે. આનાથી તદ્દન ઊલટું એટલે નવકારના કાઉસ્સગ્ગ પછી ૪ થોય અને વંદિતાસૂત્ર પછી એક લોગસ્સ પછી પુખ્ખરવર વગેરે આવે છે. રાઈ કરતાં ક્રમ ઊલટો બને છે. લઘુ શાંતિ સ્તવથી દેવસિક પ્રતિક્રમણ પૂરું કરાય છે. રાઈ પ્રતિક્રમણમાં ત્યારબાદ ભગવાનહં, અઠ્ઠાઈજ્જેસુ પછી ત્રણ ખમાસમણા દઈ શ્રી સીમંધર સ્વામીના દુહા, ત્યારબાદ બે ચૈત્યવંદન (જે દૈવસિકમાં નથી) કરાય છેઃ એક શ્રી સીમંધરસ્વામીનું અને બીજું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલજીની આરાધનાર્થે કરાય છે. તે પહેલાં ખમાસણા દેવાપૂર્વક પાંચ દુહા બોલવામાં આવે છે. અત્રે નોંધવું જોઈએ કે આ બંને ચૈત્યવંદનો સંપૂર્ણ પૂરેપૂરા કરાય છે. પછી અરિહંત ચેઈઆણં અન્નત્ય બાદ નવકારના કાઉસ્સગ્ગ કરી શ્રી શત્રુંજયની સ્તિતિ કરી રાઈ પ્રતિક્રમણ પૂરું થાય છે. હવે દેવસિક તરફ વળીએ તે પહેલાં દેવસિક પ્રતિક્રમણ પૂરું થતાં સામયિક પા૨વા૨નો વિધિ થાય છે. અહીં પરિવર્તન આમ કરાયું છે. બંનેમાં ચંદેસુ નિમ્મલય૨ા સુધી લોગસ્સ કહી દેવસિકમાં અહીંથી ચઉક્કસાય પડિમલ્લુ... ચૈત્યવંદ ન આકારે બેસી કહી નમ્રુત્યુગ્રંથી જયવીયરાય સુધી ઉચ્ચારી મુપત્તિ પડિલેહવી અને ત્યા૨૫છી બાકીની વિધિ પૂરી કરાય છે. રાઈ કરતાં દેવસિકમાં પારવા માટેની વિધિ, જરા વિસ્તૃત છે. તુલનાત્મક દૃષ્ટિએ વિચારતાં રાઈ પ્રતિક્રમણ વધુ ભાવવાહી, મર્મસ્થળ સુધી પહોંચાડનારું છે. રાઈમાં રાત્રિ દરમ્યાન ત્રણ યોગો દ્વારા જે સાવદ્ય યોગો સેવાયા હોય તે માટે કુસુમિણ, દુસુમિણથી ભીના હ્રદયે ક્ષમા માંગી છે. અહીં 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ જે ચૈત્યવંદન છે તે ઘણું મોટું તથા સંપૂર્ણ કરાય છે. દેવસિકમાં તેમ નથી. ભરોસરની સક્ઝાયમાં પણ વિશિષ્ટ ચારિત્રધારી સ્ત્રી-પુરુષોની નામાવલિ તથા તેમના જેવો આદર્શ સેવવો જોઈએ, પ્રેરણા લેવી જોઈએ તેથી તે આવકારપાત્ર છે. તેમાં છેવટમાં આવતાં બે ચૈત્યવંદનો મહાવિદેહ સુધી પહોંચાડે છે. આ રીતે બે પ્રતિક્રમણોમાં કંઈક આગવી ભાત તથા વિશિષ્ટતા રાઈ પ્રતિક્રમણમાં દૃષ્ટિગોચર થાય છે. ગમે તેમ, દોષ સેવાયા હોય કે ન લેવાયા હોય તો પણ બંને પ્રતિક્રમણો દ્રવ્ય પ્રતિક્રમણ ન રહેવાં જોઈએ. તે ભાવપ્રતિક્રમણ થાય તેવો પ્રયત્ન કરવો રહ્યો. તે માટે ભવાભિનંદી કે પુદ્ગલાનંદી ન થતાં, દુન્વયી કે સ્વર્ગીય કામનાનો ત્યાગ કરી, શુદ્ધ વિચારો સેવી તન્મય, તદાકાર, તર્ગતચિત્તે, ઉલ્લાસ, ઉત્સાહ તથા કર્મક્ષય દ્વારા સમકિત મેળવવાના શુભ આદર્શો રાખી પ્રતિક્રમણ કરાય તો સમકિતી થવાની દિશામાં શુભ પગરણ માંડ્યા છે તેમ ગણાય. ધાર્મિક અનુષ્ઠાનાદિ સમકિતની પ્રાપ્તિ માટે કરાય તો ભ્રમર-કીટ ન્યાયે એક દિવસે તે અવશ્ય મળશે જ. સમકિત માટે સાંસારિક કે આધ્યાત્મિક ક્રિયા કરતાં કરતાં સમકિત આપણા આંગણે આવીને ઊભું જ રહેશે તેમાં શંકાને સ્થાન ન હોઈ શકે, કારણ સમકિત અને તે પણ ક્ષાયિક વગર મુક્તિ સુલભ નથી. જેમણે મુક્તિ મેળવી છે, મેળવી હતી અને ભવિષ્યમાં મેળવશે તેમણે ક્ષાયિક સમકિત મેળવવું જ પડે. તેનાથી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ન્યૂન સમયમાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે જ એમાં શંકાને સ્થાન નથી. બંને પ્રતિક્રમણોની આગવી વિશિષ્ટતા જોઈ લઈએ. રાઈ પ્રતિક્રમણમાં પ્રારંભમાં જ રાત્રિ દરમ્યાન ત્રણ યોગો દ્વારા સાવદ્ય પાપોનું પ્રાયશ્ચિત કરાવે છે. એ ચાર લોગસ્સ અને એક સંપૂર્ણ લોગસ્સથી થાય છે. ત્યાર પછી જગચિંતામણિનું સુંદર ભાવગ્રાહી સંપૂર્ણ ચૈત્યવંદન કરાય છે. પછીની સઝાય અત્યંત ઊર્મિપ્રદ તથા આત્માતિ પ્રેરક છે. પછી સાધુ ભગવંતોની સુખ સંયમયાત્રાની પૃચ્છા કરાય છે. લોગસ્સનો કાઉસ્સગ્ન પૂર્વક પુકખરવરદીવઢે તથા સિદ્ધાણં બુદ્ધાણ સૂત્ર આવે છે. છઠ્ઠા આવશ્યકની મુહપત્તિના વડિલેહણ પછી સુંદર પ્રભાવક તીર્થનંદના રાઈમાં જ છે. એકેક નવકારના કાઉસ્સગ્ન પૂર્વક પ્રારંભમાં નહીં પણ હવે જ થોયો આવે છે. પછી ત્રણ ખમાસમણા દઈ શ્રી સીમંધર સ્વામીના 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ પાંચમો અને છઠ્ઠો આરો દુહા, ત્યારબાદ આખું શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન ત્યારપછી પ્રત્યેક ખમાસણા બાદ એક એક પાચ શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદન પૂર્વે દુહા આવે. પછી ફરી શ્રી સિદ્ધાચલજીનું સંપૂર્ણ ચૈત્યવંદન કરી સામાયિક પારવામાં આવે છે. આ રીતે રાઈમાં કુલ્લે ત્રણ ચૈત્યવંદન, ભરોસરની સઝાય, તીર્થવંદના, શ્રી સીમંધર સ્વામી તથા શ્રી સિદ્ધાચલજીના પાંચ દુહા રાઈમાં જ સ્થાનાપન્ન થયેલાં છે. દેવસિક પ્રતિક્રમણમાં પ્રારંભે ભાત-પાણી વાપર્યા હોય તેમને માટે મુહપત્તિના પડિલેહણ પૂર્વક બે વાંદણા દેવામાં આવે છે. ત્યારબાદ પચ્ચકખાણ કરી ચૈત્યવંદન નમુત્યુર્ણ સુધીનું જ કરી એકેક નવકારના કાયોત્સર્ગ કરી ચાર થાય કરાય છે. પછીની બધી વિધિ સમાન જ છે. અહીં પણ પૂર્વગત નમોડસ્ત વર્ધમાનની ત્રણ ગાથા કરાય છે. સ્ત્રીઓ તેને સ્થાને સંસાર દાવાનલની ત્રણ ગાથા બોલે છે. અહીં પમ ભગવાનહ કરી અઢાઈજ્જસ પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં ચાર લોગસ્સ પછી સંપૂર્ણ લોગસ્સ પછી સઝાય અને ત્યારબાદ ફરી ચાર લોગસ્સનો સંપૂર્ણ કાયોત્સર્ગ અને નમો અરિહંતાણં કહી લઘુશાંતિ સ્તવ ઉચ્ચારાય છે. છેવટે દર્શાવેલી આ વિગતો રાઈમાં નથી. દેવસિક પ્રતિક્રમણ પારવાની વિધિ રાઈ કરતાં જુદી અને જરા લાંબી છે. મારા અનુભવ પ્રમાણે દેવસિક પ્રતિક્રમણ ૪૮ મિનિટથી કંઈક ઓછા સમયમાં પૂરું થાય છે, જ્યારે રાઈ માટે ૪૮ મિનિટ કે તેથી કંઈ વધુ પણ લાગે. સુશ્રાવકો અને સુશ્રાવિકાઓ સામાયિક, પ્રતિક્રમણ પૂજા, દેવવંદન, વ્રત, જપ, તપાદિ અનુષ્ઠાનો કરે જ જાય પણ તે બધાં સમકિતના એક્કા વગર નિરર્થક, વ્યર્થ જાય છે તો શું કરવું ? આ અવસર્પિણીના અવશિષ્ટ સમયમાં ભરતક્ષેત્રમાંથી મોક્ષ દુર્લભ છે તો તેનો શો ઉપાય ? ગતાનુગતિક, સંમૂર્ણિમ ઢબે જે અનુષ્ઠાનાદિ કરીએ છીએ ત્યાં પુદ્ગલાનંદી કે ભવાભિનંદી ન થવું તથા ત્રણ યોગોમાં સામર્થ્યયોગ પણ નષ્ટ થયેલ છે તો ધર્મ કરવાની જે ઈચ્છા, આકાંક્ષા, હાર્દિક ઊર્મિ, ધર્મ સાધવાની જે ગરજ, તાલાવેલલી, તમન્ના ઈચ્છાયોગમાં છે ત્યાંથી આગળ વધી શાસ્ત્રયોગમાં આવવું રહ્યું. તે માટે ઈચ્છાયોગમાં આગળ વધતાં બીજી કક્ષાએ શાસ્ત્રયોગની પ્રવૃત્તિમાં અવાય છે. એમાં નિદ્રા, વિકથા, અનુપયોગ, ચંચળતા, સ્મૃતિભ્રંશ (વિસ્મરણ), સંશયાદિ સર્વે પ્રમાદોને ત્યજી શક્તિ અનુરૂપ અથવા સર્વ શક્તિ કેન્દ્રિત કરી 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ તે તે દોષોને નિવારવા. તેથી આત્મા તે તે ધર્મારાધનામાં મન-વચન-કાયાથી એકાકાર થઈ જાય છે. એમાં તન્મય લક્ષવાળું, અનુરૂપ શુભ લેશ્યા અને અધ્યવસાયયુક્ત સ્પષ્ટ શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ, સચોટ ક્રિયાવિધિ-પાલન, ચોક્કસ શાસ્ત્રોક્ત કાળ-મુદ્રા-મર્યાદાની જાળવણી તથા સંશય, ભ્રમ, વિસ્મરણ, અનુપયોગાદિ વિનાનો માનસિક અખંડ ઉપયોગ બરાબર ઝળહળતા રહે છે. આની પૂર્વે સન્ત બરોબર કેળવેલું હોવાથી સાધનામાં પ્રમાદથી અતિચાર અને અપવાદનું સેવન ન હોવાથી એટલું ઊંચી કક્ષાનું અપ્રમત્તપણું હોય છે. આમ શાસ્ત્રયોગ આત્મસાત થયા બાદ સામર્થ્યયોગનો વિચાર કરી શકાય. ઉપર જણાવેલા માર્ગો જો સિદ્ધ થાય તો અહીંથી મહાવિદેહાદિ ક્ષેત્રોમાં જવા જેટલું ભાથું ભેગું કરી લીધું હોવાથી સમક્તિ, અરે ક્ષાયિક મેળવવાની દિશામાં હરણફાળ ભરી શકાય. તે સિવાય બીજો કોઈ રસ્તો નથી, આરો નથી. 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા આહંત દર્શન પ્રમાણે દર છ મહિને એક જીવ-(આત્મા) સિદ્ધ થાય છે. તેમના પુણ્યના પરિપાકરૂપે નિગોદમાંથી એક જીવ અવ્યવહાર રાશિમાંથી-કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં વ્યવહાર રાશિમાં આવે છે અને જો તેનું તથાભવ્યત્વ પરિપક્વ થયું હોય તો અનન્ત પુદ્ગલપરાવર્તથી ભટકેલો, અછડાતો, કુટાતો તે પણ સમકિતાદિ મેલવી મોક્ષ સુધી પહોંચી શકે છે. તીર્થકરોના જીવો પણ નિગોદમાંથી બહાર નીકળેલા હોય છે. જૈન દર્શનમાં તે માટે બે સીડી બતાવી છે. સીડીથી જ ઉપર જઈ શકાય છે ! તે બે સીડી આ પ્રમાણે છે: વિનય સર્વ પ્રથમ ગુણ છે અને વિનય પ્રાપ્ત થતાં ક્રમશઃ મોક્ષ સુધી પહોંચી શકાય છે. વિનયથી મોક્ષ સુધીની સીડી દ્વારા ગુણાત્મક રીતે આગળ વધતાં ‘નિસરણીના ગુણાત્મક પગથિયાં' વિશે પ્રશમરતિકાર પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્ષે આ રીતે જણાવ્યું છે. બંનેમાં ૧૪ પગથિયાં છે. જેમ કે:વિનયફલ શુશ્રષા, ગુરુશુશ્રુષાર્લ શ્રુતજ્ઞાનમ્ | જ્ઞાનસ્ય ફલ વિરતિર્વિરતિફલ ચાઢવનિરોધઃ | ૭૨ || સંવરલ તપોબલમથ તપાસો નિર્જરા ફલ દષ્ટમ્ | તસ્માત ક્રિયાનિવૃત્તિઃ ક્રિયાનિવૃર્તયોગિતમ્ | ૭૩ | યોગનિરોઘા ભવસન્તતિક્ષયઃ સન્તતિક્ષયાન્માક્ષઃ | તસ્માત્ કલ્યાણીનાં સર્વેષાં ભાજત વિનયઃ || ૭૪ || વિનયગુણની પર્ણસા શાસ્ત્રકારમહર્ષિઓએ ખૂબ કરી છે. તેને પ્રાથમિક આવશ્યકતા ગણી આચારની કક્ષામાં મૂકી દીધું છે. ગુરુવંદન ભાષ્યની ગાથામાં આચારસ્સઉ મૂલ વિણઓ' કહ્યું છે. વિનયગુણની પ્રાપ્તિથી ઉત્તરોત્તર મો૭ની નિસરણી ઉપર જીવ આગળ વધતો એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમ ફળની પરંપરાએ આગળ વધે છે. વિનય માટે તેથી તો કહ્યું છે કે “વિનયતિ દૂરી કરોત્ અષ્ટ વિધકર્માણીતિ વિનય?' બીજી સીડીમાં ૧૪ પગથિયાં છે. તેના પર ચઢઊતર થયા કરે છે. સડસડાટ છેલ્લે સુધી જઈ શકાતું નથી. ૧૧ મા પગથિયા ઉપર ચઢેલો જીવ પડીને ત્રીજે, બીજે, પહેલે મિથ્યાત્વ ગુણસ્થાને કે ખુદ નિગોદ સુધી પહોંચી જાય છે. આ ૧૪ પગથિયાં આત્માના ગુણની ઉત્તરોત્તર વિકાસશીલ કક્ષા સૂચવે છે. જગતના સર્વે 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ જીવો ભિન્ન ભિન્ન સોપાનો પર ઊભા છે, ક્રમે ક્રમે આગળ વધે છે. પ્રથમ સોપાન જીવની મિથ્યાદશાનું.અજ્ઞાનનું સૂચક છે. ત્યાં બધા ભા છે. છેલ્લે પગથિયું વટાવી જનાર મુક્ત થઈ જાય છે. જેમ જેમ આત્માના ગુણોનો વિકાસ થાય, કર્મના આવરણોનો ક્ષય કે ક્ષયોપશમ થતો જાય તેમ તેમ આત્મા એક એક ગુણસ્થાન આગળ વધે છે. આત્માના ગુણનાં સોપાનો છે માટે ગુણસ્થાન કહેવાય છે. પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે જીવાત્મા રાગદ્વેશની ગ્રંથી--ગાંઠને ઓળખે છે. પછી તે ભેદવા પ્રયત્નશીલ બને, પુરુષાર્થ કરે તો છેલ્લા યથાપ્રવૃત્તિ કરણથી અપૂર્વકરણ કરી અદ્ ભુત શક્તિ ફોરવે છે. અનિવૃત્તિકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ જીવ સીધો ચોથા ગુણસ્થાને દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા પામી, તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન મેળવી શુદ્ધ સમ્યક્દષ્ટિ દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા પામી, તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન મેળવી શુદ્ધ સમ્યક્દષ્ટિ શ્રદ્ધાળુ બને છે. ૧૪ ગુણસ્થાનમાં સોપાનો આ પ્રમાણે છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યદૃષ્ટિ, દેશવિરતિ સ્તુત સર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ, અપૂર્વકરણ. અનિવૃત્તિ, બાદર સંપરાય, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ. સયોગી કેવળી અને ૧૪મું અયોગી કેવળી. ગુણસ્થાનમાં ગુણ શબ્દ આત્માના ગુણ કે ગુણોના વિકાસ તથા તેનું સ્થાન, સ્થિતિ સૂચવે છે. પ્રથમ ગુણસ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ અને છતાં પણ ગુણસ્થાન ? શું વદતોવ્યાઘાત નથી લાગતું ? પરંતુ મિથ્યાત્વમાં રહેલા જીવને પણ અક્ષરનો અનંતો ભાગ ખુલ્લો છે. નજીવું જ્ઞાન તો છે, જેથી જડથી જુદો બતાવવા માટે આ સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહ્યું છે. જો જ્ઞાનશૂન્ય દશા હોત તો જડ અને ચેતનમાં શો તફાવત રહે ? ચોથા ગુણસ્થાને પહોંચ્યા પછી વ્રત-નિયમ-પચ્ચખાણ ધારણ કરી પાંચમા ગુણસ્થાનકે આવી દેશવિરતિધર શ્રાવક બને છે. અહીંથી આગળ વધતાં સંપૂર્ણ આરંભ–સમારંભાદિનો, પાપાનો ત્યાગ કરી, ઘરબહાર, કુટુંબકબીલો ત્યજી છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિધર પ્રમત્ત સાધુ બને છે. એક પગથિયું આગળ જઈ સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાને આવી અપ્રમત્ત સાધુ બને છે. ત્યારપછી આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનથી શ્રેણિનો આરંભ કરે છે. બે પ્રકારની શ્રેણિ છેઃ ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ. ઉપશમ શ્રેણેિ આરૂઢ 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા આત્મા આવરક કર્મોને ઉપશમાવતો જાય છે. પરંતુ દબાયેલા કર્મો ક્યારેક ઉથલો મારે તો તે પાછો પડે, નીચે પડે. આઠમાંથી નવમે, દશમ, અગિયારમા સુધી જ જાય અને તે અવશ્ય અહીંથી નીચે જ સરકે છે. તે જીવ ત્રીજે મિત્ર, બીજે સાસ્વાદન, પહેલે મિથ્યાત્વ ગુણસ્થાને કે નિગોદ સુધી પણ પહોંચે તો નવાઈ નહીં. બીજો જીવ કે જેણે ક્ષપકશ્રેણિ માંડી છે તેનું ધ્યેય કર્મોનો ભુક્કો બોલાવી ક્ષય કરવાનું છે, તે જીવ મુળમાંથી જ જડ કાપીને કર્મોનો અંશ પણ ન રહે તેનો ખ્યાલ કરતો રહે છે. આઠમે આવી જે અપૂર્વ (જે કદાપિ, ક્યારેય પણ) શક્તિ ફોરવી નથી તે ફોરવી કષાયાદિ કર્મોનો ક્ષય કરવા નવમાં ગુણસ્થાને પહોંચે છે. અહીં સંજ્વલન ક્રોદ, માન, માયાનો ક્ષય કરે છે અને નવમાં ગુણસ્થાને આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સાદિ તથા ત્રણે વેદનો પણ હૃાસ કરી; મનમાં રહેલ વિષયિક કામવૃત્તિનો અંસ પણ જડ-મૂલથી ઉખેડી વેદની વૃત્તિને પમ સદંતર ટાળી આત્મદષ્ટિ થઈ જાય છે. દેશમાં ગુણસ્થાને સૂક્ષ્મ લોભાદિ ટાળી સંપરાય એટલે કષાયના સૂક્ષ્મ અંશ વિહીન થિને રહે છે. ક્ષપકશ્રેણિએ આરૂઢ આત્મા આગળ વધતો આત્માના શત્રુભૂત કર્મોને હતો, નષ્ટ કરી ૧૧મે ઉપશમના ગુણસ્થાનકને ઓળંગી સીધો ૧૨મે ક્ષીણમોહ ગુણસ્થાને આવી જાય છે. અહીં મોહની જડ સમૂળગી નષ્ટ થઈ જાય છે; કેમકે મોહના ક્ષય વગર મોક્ષ શક્ય જ નથી ને ! મોલ શબ્દમાં મો એટલે મોહ (મોહનીય કર્મ) અને ક્ષ એટલે ક્ષય, નાશ, અભાવ. તેથી મોહનો ક્ષય તે મોક્ષ. આત્મા મોહવિહીન, વીતરાગ, વીતષ એટલે રાગ-દ્વેષની ગ્રંથી વગરનો થઈ જાય છે. ૧૨મેથી તેરમે ઉત્તમ ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થઈ શુકલ ધ્યાનના ૧-૨ સ્તર વટાવી ત્રીજામાં પ્રવેશી કેવળજ્ઞાન પામે છે. અત્રે તે પ્રક્રિયા બતાવતાં પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યશ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં જણાવે છે કે : મોહક્ષયાત્ જ્ઞાનદર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્.” ૧ થી ૧૨મા ગુણસ્થાનક સુધી મોહનીય કર્મ ખપાવવાની ઉત્તરોત્તર સાધના છે. અંતરાયાદિ કર્મો અંતર્મુહૂર્ત પછી નાશ પામે તેનું ઉદાહરમ આમ છેઃગર્ભસૂર્યા વિનષ્યમાં યથા તાલો વિનશ્યતિ | તથા કર્મક્ષય યાતિ, મોહનીયે ક્ષયે ગતે IT 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ત્યાર પછી સયોગી અને અયોગી ગુણસ્થાને મોક્ષપુરીનો મહેમાન બને છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય સાથે અનન્ત-ચતુષ્ટમીના ગુણો અનન્ત સ્વરૂપે પ્રાપ્ત કરી આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. બાકીનાં ચાર અઘાતી કર્મો ખાસ નડતાં નથી. તત્ત્વાર્થની છેવટની કારિકા સમજાવે છે કે ઘાતી કર્મોનો ક્ષય થતાં યથાખ્યાત ચારિત્રને પામેલા બીજરૂપ મોહનીયાદિ કર્મોના બંધનમાંથી મહાત્માને અન્તર્મળ દૂર થવાથી સ્નાન કરેલા, પરમેશ્વર એટલે કેવળ જ્ઞાનરૂપી ઋદ્ધિ-ઐશ્વર્યને મેળવી પરમ શ્વર્યવાળા પરમેશ્વર બને છે. ઘાતી કર્મોનો ઉદય થતાં બુદ્ધ, બાહ્યાભ્યતર સર્વરોગના કારણો દૂર થવાથી નિરામય, સર્વજ્ઞ, સર્વદર્શી જિન, વીતરાગી કેવળી બને છે. તે માટે ૧૪ સોપાનો એક પછી એક ચઢવાનાં છેઃ જેમકે સિદ્ધાણં બુદ્ધાણં પ્રમાણે પારગયાણ પરંપરગમાણે જેથી છેલ્લે સોપાને મો૭. આગળ વધીએ તે પહેલાં આત્મા તત્ત્વ કે પુનર્જન્મમાં જન માનનારા દર્શનો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, “ઋણે કૃત્વા ધૃત પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય કર્થ પુનરાગમન ભવેત' મતવાળા ચાર્વાકો વગેરે આત્માને જ માનતા નથી. તો પછી તેનાં જેવાં અસંખ્યની સંખ્યામાં સંસારના અનેકાનેક જીવોને કર્મ, કાર્મણવર્ગણા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, મોક્ષાદિ તત્ત્વો અત્યંત અપરિચિત હોય તેમાં નવાઈ કરવા જેવું નથી. પુગલાનંદી, ભવાભિનંદી જીવો સર્વગ્ને જ મોક્ષ સ્વીકારે તો પણ નવાઈ પામવા જેવું નથી ને ! જૈનોના પરમ પુનિત પર્યુષણ પર્વમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સમક્ષ પવિત્ર શ્રીકલ્પસૂત્રનું વાંચન થતું રહ્યું છે. યજ્ઞ-યજ્ઞાદિનો જ્યારે ભારતમાં પ્રચાર હતો તે સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં આવી રહેલાં દેવ-દેવીને સાક્ષાત્ જોઈ વિસ્મિત થયેલા ૧૧ દિગ્ગજ જેવાં પાંડિત્યથી ફૂલેલા બ્રાહ્મણ પંડિતશિરોમણિ ત્યાં ઉપસ્થિત થતાં એક પછી એકને નામોલ્લેખ, શંકા, વેદપદોનું વિરોધાભાસી વચનોતી શંકા-કુશંકાને વશ થયેલા બ્રાહ્મણ પંડિતો સાથે ભગવાનનો જે વાદ, સંવાદ તયો તેને ગણધરવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ ગણધરવાદ પર્યુષણમાં છઠ્ઠા દિને વંચાય છે. તેમાં ૧૧ ગમધરોની શંકા તથા તેમના નામો આ પ્રમાણે શ્રી ઇન્દ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિષે, શ્રી અગ્નિભૂતિને કર્મ વિષે, શ્રી 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા વાયુભૂતિને શરીર તે જ આત્મા કે જુદો, વ્યક્તિ સ્વામીને પંચભૂતોના અસ્તિત્વ વિષે, સુધર્માસ્વામીને જન્માંતર સાદૃશ્ય સંબંધી, મંડિત સ્વામીને કર્મના-બંધ મોક્ષ વિષે, મૌર્યપુત્રસ્વામીને દેવતાઓની સત્તા વિષે, અકંપિત સ્વામીને નરક વિષે, અચલભ્રાતા સ્વામીને પુણ–-પાપ છે કે નહીં તે સંબંધી, મૈતાર્યસ્વામીને પરલોક-પુનર્જન્મ છે કે નહીં ? તથા પ્રભવ સ્વામીને મોક્ષ (નિર્વાણ) છે કરું ૧૧ પંડિતોની શંકાઓ સમસ્ત માનવ સમુદાયના મનની શંકા છે. સામાન્યથી વિદ્વાન કક્ષાના મનુષ્યોને પણ આત્મા, કર્મ, પુણ્ય, પાપ, મોક્ષાદિ તત્ત્વો વિષે શંકા હોય છે. શ્રી મહાવીર સ્વામીની આ સુંદર છણાવટ પછી ૧૧ ગણધરો તથા તેમના ૪૪૦૦ શિષ્યો સાથે આ વિષયો પર સમજણ મેળવી તેઓ પણ આયુષ્ય પૂરું કરી મોક પામ્યા હતા. હવે આપણે મોક્ષ વિષે વિવિધ દૃષ્ટિકોણથી ઊહાપોહ કરીએ તેમાં મોક્ષ એટલે શું, મોક્ષ કઈ ગતિમાંથી થઈ શકે, મોક્ષ પછી જીવ ક્યાં, કેવી રીતે, કેટલી જગ્યામાં, કેટલા સમય સુધી, કઈ રીતે એક સ્થાનમાં બધાં તે સિદ્ધશિલામાં સમાઈ શકે જે ૪૫ લાખ યોજનની છે, પુરુષ અને સ્ત્રી બંને તેના અધિકારી છે ? ત્યાં સુખ કેવું, કેટલું, કાયમી કેવા પ્રકારનું છે વગેરે પ્રશ્નો ઉદ્ભવે છે. મોક્ષ એટલે છૂટા પડવું; છૂટકારો થવો, કર્મવિહીન થવું. આત્મા જ્યારે કર્મના બંધનમાંથી સદાને માટે જે સ્થાન, અવસ્થાદિ પ્રાપ્ત કરે તે મોક્ષ, મુક્તિ, મુક્તાવસ્થા છે. સૂર્ય-ચંદ્રના ગ્રહણમાં જ્યારે તે બંને છૂટા પડે છે ત્યારે તેમનો ગ્રહણમાંથી મોક્ષ થયો કહીએ છીએ તો અહીં કર્મક્ષય, કર્મમોક્ષ, જીવમોક્ષની વિચારણા અપેક્ષિત છે. મોક્ષ માટે સમ્યકત્વ પામવું અત્યાવશ્યક છે. તે મળે તો અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં ચોક્કસ મોક્ષ નિશ્ચિત છે. મિથ્યાત્વી તે ક્યારેય પામે નહીં, તેથી કદાપિ તેનો મોક્ષ નહીં. અભવીને મોક્ષ વિષે શ્રદ્ધા, રુચિ થતી નથી. કેમકે તે પુદ્ગલાનંદી, ભવાબિનંદી છે. સમ્યકત્વી ભવી જીવ જ મોક પામે. જાતિભવ્ય અને દુર્ભવ્યોને કાળની સુવિધા મળતી નથી, બીજાને સુયોગ્ય સામગ્રી મળનાર નથી. સર્વ પાપકર્મના નાશ વગર મુક્તિ, મોક્ષ નથી. તેથી “કૃમ્નકર્મક્ષયઃ મોક્ષઃ”. ભવ્યત્વ અને અભવ્યત્વનો ભેદ કર્મકૃત નથી પરંતુ સ્વભાવજન્ય ભેદ છે. જેમકે કોરડું મગ ન જ સીઝે. તો સર્વ પ્રથમ મોક્ષ માટે સમ્યકત્વ પ્રથમ કક્ષાની શરત 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. તેથી નવતત્ત્વમાં કહ્યું છે કે: અંતમુહુરમિત્ત પિ ફાસિય હજ્જ જેહિ સમ્મત્ત | તેસિં અવઢપુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો | તે મેળવવા માટે “મોહાદિનાં ક્ષયઃ મોક્ષઃ' મોક્ષ+મોકલ. સર્વ પાપોનો બાપ તે મોહનીય કર્મનો ક્ષય થતાં તેના સાગરિતો લૂલા થઈ રહે છે. કર્મોનો ક્ષય એટલે મોક્ષ. અનાદિ અનંત સંસારમાં અનંતાનંત ભવો કર્યા પમ મોક્ષ ન થયો ને ? તેનું કારણ કામણવર્ગણા જે આત્માને ચોંટતા કર્મ બન્યા છે તેમાંથી મુક્તિ થઈ નથી. જેવી રીતે ગુંદરથી ચોંટેલી ટિકીટ ઉખેડવા પાણીમાં પલાળવી પડે, ધરતીમાં રહેલા માટીના પિંડમાં સુષુપ્ત રહેલું સોનું મેળવવા માટે અત્યંત ઉષ્ણતા જરૂરી છે તેવી રીતે આત્માની સાથે સાયુજ્ય પામેલા કર્મોને છૂટા પાડવા માટે આશ્રવ, બંધને રોકી, સંવર, નિર્જરાદિથી આત્માને કર્મવિહીન કરવા માટે ૧૨ પ્રકારના તપ, ધ્યાનાદિ જરૂરી છે. જે માટે “કડાણ કમ્માણ ન મોકખોતિ.” વળી “ભવકોડી સંચિય કર્મો તવસા નિન્જરિજ્જઈ.” જો કર્મનો બંધ માનીએ અને મોક્ષ ન માનીએ તો આત્મા સંસારમાં પરિભ્રમણ કરતો જ રહેશે. આત્મા ચેતન છે. “ચેતના લક્ષણો જીવઃ ” આત્માનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ જ્ઞાનદર્શનાત્મક છે. જ્ઞાનોપયોગથી આત્મા જાણે છે; દર્શનોપયોગીથી જુએ છે. પૂજ્ય વાચકવર્ય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ઉપયોગ લક્ષણમ્” આવા આત્માને મોક્ષ મેળવવા માટે આર્યક્ષેત્ર, ઉચ્ચ કુટુંબ, શ્રદ્ધા, શ્રવણાદિ, તત્ત્વો મળ્યાં છે, છતાં પણ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ સુધી ૮૪ લાખ યોનિમાં ચાર ગતિમાં વમથોભ્યા ભટકતા, અછડાતા, કુટાતા, ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ભમ્યા જ કર્યું છે ને ? તેનો અંત કઈ ગતિમાં આવી શકે ? સ્વસ્તિકના સાથિયાની ચાર પાંખડીયોમાં જે ઉર્ધ્વગામી પાંખડી છે તે મનુષ્ય ગતિ સૂચવે છે. તેને માટે ચારે ગતિ શક્ય છે. તે દેવ, માણસ, તિર્યંચ અને નરકગામી બની શકે છે. મોક્ષ મેળવવા માટેની સુવિધાનો ઉપયોગ કરે તો અપૂર્વકરણાદિ ત્રણ કારણો, સંજ્વલનાદિ કષાયોનો ખાત્મો બોલાવી પરંપરાએ પરાગતિ પામી શકે છે. દેવ જો સમ્યક્તવી હોય તો વ્રતાદિ કરે પણ દીક્ષા ગ્રહણ ન કરવાથી ૪થા ગુણ સ્થાનકથી આગળ જઈ શકતો નથી. દેવને માટે મૃત્યુ બાદ મનુષ્ય અને તિર્યંચ બે જ ગતિ છે. સમકિતી દેવ મનુષ્ય થઈ શકે જેને 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા માટે ઘણી અલ્પ સંખ્યા તેઓની છે જ્યારે ઘણો મોટો ભાગ તિર્યંચ જ બને છે. નરકનો જીવ દેવ તેમજ નારકી ફરી નથી થતો માટે તેને માટે બે જ ગતિ મનુષ્ય અને તિર્યંચ જ છે. તેથી મનુષ્ય ગતિમાં આવ્યા છતાં આપણે અત્યાર સુધી બધાં જ જન્મો વ્યર્થ ગુમાવ્યા છે એમ લાગે છે ? આ ગતિમાં આવ્યા પછી શાસ્ત્ર બતાવેલા માર્ગો ચરમપુદ્ગલ પરાવર્ત, માર્ગાનુસારી બનવું, તે માટેની ત્રણ શરતો વૈરાગ્ય, તીવ્ર ભાવે પાપોનું આચરણ સદંતર બંધ અને ઓચિત્યાદિ ગુણધર્મો આત્મસાત્ કરી સમ્યકત્વ પામી, તેને સાચવવું, વધુ ને વધુ નિર્મળ કરતા રહેવું વગેરે તથા શુદ્ધ હૃદયે અને મને શ્રદ્ધાપૂર્વક ધર્માચરણ કરી ચક્રાવામાં ભટકતા ચક્રને બંધ કરી શકાય. હવે મોક્ષ પામ્યા. હાથે થયુનિ ? મોક્ષ કાર્ય છે, કેવો છે, તેમાં સુખાદિ કેવાં છે, શરીર ખરું ? કેવી રીતે સિદ્ધ શિલાએ રહેવાનું વગેરે વિચારીએ. નિમ્નલિખિત શ્લોક પમ તે માટે ઉપયુક્ત છેઃજિનવચને અનુરકતા જિનવચને કરોતિ ભાવેન ! અમલા અસંક્તિષ્ટા ભવન્તિ પરિત્ત સંસારી ! જિનવચનમાં અનુપમ શ્રદ્ધાવિત થવું, હૃદય તથા મનના સભાવપૂર્વક તે વચનોની આરાધનાદિ કરવાં, રાગ-દ્વેષાદિ આત્મશત્રુ જેવાં દૂષણો વગરના થવું, સંકલેશ વગના થવું. તેના દ્વારા મર્યાદિત સંસાર થઈ શકે છે. ચરમાવર્તમાં આવી તે સંસારને ખાબોચિયા જેટલો બનાવી શકાય. તિર્યંચ જે ત્રીજી ગતિ છે તેમાં ચાર ગતિમાં જઈ શકાય છે. મનુષ્ય ગતિની જેમ. કારણ કે તિર્યંચ ગતિના પશુ-પક્ષી વ્રતાદિ ગ્રહી શ્રાવકના પાંચમે ગુણસ્થાનકે જઈ શકે છે. જેમકે ભગવાન મહાવીર સ્વામીને વંદનાદિ માટે જઇ રહેલા અવિરતી પણ સમ્યકત્વી શ્રેણિકના સૈન્યના ઘોડાના પગ તળે એક દેડકો છૂંદાયો, પણ શુદ્ધ ભાવનાના બળે તે ઉચ્ચ ગતિ પામે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી જેનો સંથારો જતાં-આવતાં સાધુ સમુદાયના પગની ધૂળથી બગડતાં કંટાળેલો આ મુનિ બીજા દિને ભગવાનને ઓઘો પાછો આપવા આવ્યો ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વ ભવમાં સુમેરૂપ્રભ હાથી તરીકે ત્રણ દિન-રાત સસલાને બચાવવા પગ ઊભો રાખ્યો તેથી તે મૃત્યુ પામેલો હાથી તે તું છે. વળી એવું જ ઉદાહરણ ચંડ કોશિકનું છે. બુઝ ચંડકૌશિક સંબોધને તેનો ૮મા દેવલોકમાં જન્મ થયો. 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવમાં ૧૦ ભવો દેવ બન્યા, ૧૪ ભવો મનુષ્ય બન્યા, ૨૦મા ભવે સિંહ (પશુ-તિર્યંચ) બન્યા, ૨૧ અને ૧૯મા ભવે નરકગામી થયા. મનુષ્યલોકમાંથી જ મોક્ષે જઇ શકાય છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોમાં પ્રથમના અઢી દ્વીપો-સમુદ્રોનું પરિમિત ક્ષેત્ર મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર મનુષ્યની વસતી નથી. આ અઢી દ્વીપ ૪૫ લાખ યોજન પ્રમાણ પહોળાઈવાળો ક્ષેત્ર છે તેમાં ૧૫ કર્મભૂમિઓ જેમાં ભરત, એરાવત અને મહાવિદેહના ૩, ૬ અને ૬ એમ ૧૫ ક્ષેત્રમાંના મનુષ્યો જ મો૭ મેળવી શકે છે. મહા વિદેહમાં સર્વ સમયે મોક્ષે જઈ શકાય, જ્યારે બીજાં બેમાં ત્રીજા-ચોથા આરામાં જ મુક્તિ પામી શકાય છે. ચૌદ રાજલોકના અનંતાનંદ જીવો એકમાંથી બીજી, ત્રીજી, ચોથી ગતિમાં ઘાંચીના બળદની જેમ પરિભ્રમણ કરે છે. ૧૪ રાજલોકમાં અનંતાનંત જીવો નિગોદમાંથી નીકળે છે અને અનંતા ભવો તેમના થઈ ગયાં છતાં પણ અંત ન આવ્યો ! અરેરાટી થાય છે ? પણ તેઓ મનુષ્ય થઈ જિનધર્મની આરાધના કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મની આરાધના કરી કર્મની નિર્જરા કરી, સદંતર કર્મવિહીન દશા પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને ત્રણે લોકની ઉપર સિદ્ધશિલામાં કાયમ માટે સ્થાપનાપન્ન થાય છે. પરંતુ તે ગતિ ન મળે ત્યાં સુધી ચારે ગતિમાં ગમનાગમન ત્રણે લોકમાં ચાલુ જ રહે છે. કેમકે શાસ્ત્રકારો ફરમાવે છે - તં કિંચિ નWિ ઠાણે લોએ વાલગ્ન મિત્તપિ | જત્ય ન જીવા બહુસો સુહદુહ પરંપર પત્તા || ન સા જાઈ ન સા જાણી, ન તત્ ઠામ ન તં કુલ ! ન જાયા ન મુઆ પત્થ, સર્વે જીવો અસંતસો || તીર્થકર ભગવંતોને પણ નિગોદમાંથી નીકળ્યા બાદ ચારે ગતિમાં ભમવું પડે છે. તીર્થકરોના ભવો સમકિત પામ્યા પછીના જ ગણાય. આ અવસર્પિણીના અંતિમ તીર્થકરના ૨૭ ભવ થયા. પાર્શ્વનાથના ૧૦ ભવ થયા, શાંતિનાથના ૧૨ થયા, પ્રથમ તીર્થકર ઋષભદેવના ૧૩ ભવ થયા, નેમિનાથના ૯ ભવ થયા, ભગવાન મહાવીર સ્વામી ચારે ગતિમાં ભટક્યા છે. તેમણે ૩જા, ૧૬મા, ૧૮મા, ૨૦માં આ ચારે ભવોમાં મોટા પાપો આચર્યા છે. ૩જા 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૭ ૧ મરીચિના ભવમાં શુદ્ધ ચારિત્ર બગાડી ત્રિદંડીપણું ધારણ કરી ઉત્સુત્રરૂપણા તથા અભિમાન કર્યું, ૧૬મા વિશ્વવિભૂતિના ભવમાં દીક્ષા લઈ માસખમણોની તપશ્ચર્યા છતાં ભાઈ વિશાખાનંદીને મારવા નિયાણું કર્યું, ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવ થયા, ત્યાં સિંહને જીર્ણ વસ્ત્રના જેમ ચીરી નાંખ્યો, પછી ઉંઘમાં ખલેલ પડતાં શપ્યાપાલકના કાનમાં ગરમાગરમ શીશું રેડાવ્યું. ૩જા મરીચિના ભાવમાં અભિમાનાદિ પાપના પરિપાકે ૧૫મા ભવ સુધી ૬ વાર યાચક-બ્રાહ્મણના કુલોમાં જન્મા જ કર્યું. નીચ ગોત્ર કર્મ ૨૭મા ભાવમાં ઉદયમાં આવ્યું જેથી ૮૨ દિવસ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ફેંકી દીધા. ૧૮મા ભવમાં સિંહને ફાડવા, તથા શીશું રેડાવાથી ૧૯મા ભવમાં ૩ ખંડના સતુાધીસ વાસુદેવને ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી જવું પડ્યું. ભગવાન ચાર ગતિમાં ફર્યા છે ને ? તેવી રીતે અવિરતી છતાં પણ સમકિતી રાજા શ્રેણિકે સમકિતને ક્ષાયિક બનાવ્યું તથા શિકાર કરી જે વડે અદમ્ય અત્યંત આનંદની પરાકાષ્ઠાએ પહોંચ્યા (કેવો મેં શિકાર કર્યો ?) તેથી તેમને પણ પ્રથમ નરકમાં ૩૩ સાગરોપમ સુધીનું આયુષ્ય ભોગવી તે પૂર્ણ થતાં સીધા નરકમાંથી આગામી ઉત્સર્પિણમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. એમની અત્રે આજે ભારતમાં ઉદયપુરમાં મૂર્તિ પણ છે અને જેની લોકો પૂજા પણ કરે છે. તેમના પ્રથમ ગણધર કુમારપાળ થશે. શ્રેણિક રાજા મનુષ્ય, નરકમાં નારકી તે આયુષ્ય પૂરું કરી સીધા તીર્થકર થશે. ત્રણે ગતિમાં તે જીવ ભટક્યો. કેવી કર્મ તણી ગતિ ન્યારી ! તિરિપંચ સિવાયની ત્રણે ગતિમાં જન્માદિ ગ્રહણ કર્યા. જીવ અને કર્મનો સંયોગ એટલે બંધ. તેમજ તેનો વિયોગ તે મોક્ષ. જો આત્માના એકવાર બંધાયેલાં કર્મો ન ખપે તો શું થાય ? જૂના ન ખપે અને નવા બંધાતા જાય તો શું તે કર્મના ઢગલા નીચે દબાઇને જડ થી જાય? પારિણામિક ભાવો દ્રવ્યનું સ્વસ્વરૂપમાં સ્થિરતા નિશ્ચિતપણે રાખે. જીવ તેથી ક્યારેય જડ ન થાય. ભવી ક્યારે અભવી થતો નથી, અભવી ક્યારેય ભવી થાય નહીં. પારિણામિક ભાવોનું પ્રાબલ્ય છે. કર્મપરંપરાની દૃષ્ટિએ કર્મ અનાદિ છે. જીવકર્મની પરંપરા પણ અનાદિ છે. એક દિવસે તે ખપતાં સાન્ત છે. કર્મ ઉદયમાં આવી ખપે, ઉદીરણા કરી ખપાવીએ, આત્મા સુપુરુષાર્થ કરી તેને શૂન્ય બનાવી શકે. જેવી રીતે એક વ્યક્તિ લગ્ન જ ન કરે તો સંતાનના અભાવે તેનો વેલો આગળ વધતો અટકી 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ જાય. શું તેવી રીતે જીવકર્મના અનાદિ સંબંધનો નાશ થઈ શકે ? સંસારમાં જીવ અનાદિ કાળથી કર્મપ્રવાહમાં વહ્યા કરે છે. કાશ્મણ વર્ગણાના પુદગલો અનાદિ છે. જીવની રાગ-,ની પરિણતિ અનાદિની છે. ખાણમાંથી નીકળતું સોનું પ્રથમ માટીથી સમિશ્રિત છે. તેવી રીતે નિગોદમાંથી નીકળતો જીવ કર્મ સાથે બંધાયેલો જ છે. પરંતુ કોઈ આત્મા સિદ્ધ થતાં તેના મહાન ઉપકારથી નિગોદમાંથી બહાર નીકળી ૮૪ના ચક્રમાં ભટકતા મનુષ્યગતિમાં આવ્યા. જેમ સોના અને માટીનો અનાદિ સંયોગ ઘમણ-અગ્નિ આદિના સંયોગથી છૂટો પાડી શકાય, દૂધ-પાણી મિશ્રિત થયેલાને જેમ છૂટા પાડી શકાય તેમ સમ્યગૂ જ્ઞાન અને સમ્યમ્ ચારિત્રાદિની સુસાધનાથી આત્મપ્રદેશ પર લાગેલી કર્મની બધી રજકણો ખેરવી શકાય. શાસ્ત્ર કહે છે કે “નાણકિરિયાહિ મોકખો, જ્ઞાનક્રિયા વ્યાં મોક્ષ:” જેવી રીતે આંધળો ને પાંગળો એક બીજાની સહાય વડે દાવાનળમાંથી બચી શકે તેમ જ્ઞાન-ક્રિયા વડે કર્મો ખપાવી શકાય. કર્મોનો નાશ થવાથી સંસારનો નાથ થાય એ યોગ્ય છે. જીવાત્મા કર્મોનો બનેલો નથી. કર્મ જીવ બનાવ્યો નથી, જીવે કર્મ બનાવ્યા છે. કર્મ સંસારનું કારણ ખરું પણ તે જીવનું કારણ નથી. તેથી કર્મના નાશથી જીવનો નાશ માનવો યોગ્ય નથી. કર્મના નાશ પછી જીવ તો રહે જ છે. માટે મોક્ષ જીવાત્માનો છે, કર્મનો નથી. કર્મ થકી, કર્મના સંબંધના વિયોગથી, સંયોગના નાશથી મોક્ષ ચોક્કસ છે, જે કર્મના નાશથી સિદ્ધ છે. શું બધા જ ભવ્યો મોક્ષે જ જશે ? ભવ્ય મોક્ષે જશે અને નહીં પણ જાય. જેમને સામગ્રી તે માટે મળી તે અવશ્ય જશે પણ તે વગરના નહીં. જેટલા મોક્ષે જશે તે ચોક્કસ ભવ્યો જ જવાના. જેટલા સમ્યકત્વી એટલા મોક્ષે જશે જ કે જેટલા મોક્ષે જશે તે સમ્યકત્વી જ હશે ? બંને તર્કો સમાન કક્ષાએ સાચા છે. જે જે સમ્યકત્વી તે તે મોક્ષે ચોક્કસ જ જવાના. સમ્યકત્વ ભવ્ય જીવો જ પામે છે. જેટલા સમ્યકત્વી તેટલા ભવ્ય જ કેમકે અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય જઈ શકે જ નહીં ને ? જે જે સમ્યકત્વી તે તે અવશ્ય મોક્ષે જવાના જ. જે મોક્ષે જાય છે. ગયા છે અને જવાના તે બધાં સમ્યકત્વી હોય જ. ત્રણે કાળમાં ભૂત અને ભાવિ અનન્ત છે. ભૂતકાળમાં અનન્તા જીવો મોક્ષ ગયા. મોક્ષે ગયેલા સિદ્ધો અનન્ત છે. નિગોદમાં પણ અનન્તાનંત જીવો છે. 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૭૩ ભૂતકાળ જેટલો જ ભવિષ્યકાળ છે. ૧૪ રાજલોકમાં નિગોદના અનંત ગોળાઓ છે. આજ સુધીના કાળમાં જે અનન્ત છે તે કાળમાં નિગોદના જીવોના અનન્તમાં ભાગના જ જીવો મોક્ષે ગયા છે. ભાવિમાં નિગોદના અનન્ત ભાગના જ જીવો મોક્ષે જશે. સંસારમાં અનન્તા જીવો ભવસંસારમાં રહેશે. અનન્તા ભવ્ય જીવો કે જેઓને સાહાયક યોગ્ય સામગ્રી નીહં મળે તેઓ, અભવ્યો, જાતિભવ્યાદિ જીવો સંસારમાં રહેવાના જ છે આથી સંસાર ખાલી થી જશે તેવી કલ્પના કરવી જ અસ્થાને છે. ભવ્ય જીવો મિથ્યાત્વી પણ હોય, તે સમ્યક્ત્વ પામે ત્યારે સમ્યક્ત્વી બને છે. ભવ્યોમાં અનન્તા મિથ્યાત્વી છે; જ્યારે સમ્યક્ત્વી તો મિથ્યાત્વીની સંખ્યાના અનંત ભાગ જેટલા છે. મોક્ષ નિત્ય કે અનિત્ય ? સત્ હંમેશા ઉત્પાદ્ વ્યય, ધ્રોવ્ય યુક્ત હોય છે. તેથી વસ્તુ માત્ર નિત્યાનિત્ય છે. મુક્તાત્મા ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય યુક્ત છે. એક જીવ સંસાર પર્યાયરૂપે નાશ પામી (વ્યય); મુક્તપણે સિદ્ધાપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. સંચારપર્યાયનો નાસ, સિદ્ધપર્યાયરૂપે ઉત્પત્તિ, ઉપયોગાત્મકાદિ જીવના ગુણોની દૃષ્ટિએ જીવ મોક્ષમાં નિત્ય જ હોવાનો. ઘડો જેમ નિત્ય અને અનિત્ય છે તેમ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય, મૂળ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, જીવત્વ-આત્મત્વ, દ્રવ્યરૂપે અનન્ત કાળ માટે મોક્ષમાં નિત્ય રહે છે. આ રીતે સર્વ વસ્તુ એકાન્તે નિત્ય પણ નહીં અને એકાન્તે અનિત્ય પણ નહીં. તેથી તે નિત્યાનિત્ય છે. મો-મોહાદિ, ક્ષ-ક્ષય. ટૂંકમાં ‘મોહાદિનાં ક્ષયો મોક્ષઃ' મોહાદિ કર્મ છે. મોહાદિભાવોનો સર્વથા નાશનું નામ મોક્ષ. ૮ કર્મોમાં મોહનીય સર્વ પાપોનો વ્યાપ, કર્મોનો રાજા, નષ્ટ થતાં તેના સાગરિતો, ૭ કર્યો લૂલાં, નાકામિયાબ થઈ જાય છે. તેથી ‘કુલ્નકર્મક્ષયે મોક્ષઃ’. ગુણસ્થાનકે ૧૪ ગુણસ્થાનકની સીડીમાં આ દારૂણ મોહનીય કર્મ નષ્ટ થતાં સયોગી અને અયોગી ગુણસ્થાનકે આત્મા આરૂઢ થાય છે. . ઉપર આપણે જોયું કે ભવ્યાત્મા મિથ્યાત્વી પણ હોઇ શકે છે. મુહપત્તિના પડિલેહણમાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય ત્રણેના પરિહારની વાત કરી છે. અહીં પણ સમ્યક્ત્વની સાથે મોહનીય સંલગ્ન છે. તો પછી ભવ્યાત્મા મિથ્યાત્વી કેમ ન હોઇ શકે ? આત્મા કેવી રીતે કર્મ બાંધે છે તે જોઇએ. કાર્યણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ આત્મામાં આશ્રવ માર્ગે આવે છે. તપાદિથી કંઈક નિર્જરા કરે છે. પર્યુષણ જેવા 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ પુનિત પર્વમાં અઠ્ઠાઈ, માસખમણાદિથી ઘણી કર્મ નિર્જરા થઈ, પરંતુ પારણા પછી છૂટથી ખાવાથી કર્મ બંધ થતો રહે. નિર્જરા અને કર્મ બંધ અત્યાર સુધી ચાલુ જ રહ્યું. અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરામાં વધુ કર્મ ખપે. તપ વિશેષ કરવાથી કર્મ ખેંચી લાવી તેની ઉદીરણામાં લાવી ખપાવી નાંખવું. સંપૂર્ણ નિર્જરાથી મોક્ષ થઈ શકે. નવકાર મંત્રમાં સવ્વપાવપણાસણો કરવાનો નિર્દેશ કરાયો છે. તદુપરાંત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ હેતુ બંધ ન થાય ત્યાં સુધી કર્મબંધ ચાલુ જ રહે. તેથી “કર્મમુક્તિઃકિલ મુક્તિરેવ.” ખરેખર કર્મથી મુક્તિ એ ખરો મોક્ષ છે. જ્યારે આત્મા સુપુરુષાર્થ કરી કર્મના બંધનમાંથી છૂટી ગયો તેના પરિણામરૂપે અશરીરી થવાથી મન, વચન, કાયા ન હોવાથી કષાયાદિ રાગ-દ્વેષના પરિણામો ન રહેતાં મોક્ષે ચાલ્યા ગયા પછી કોઇપણ પ્રકારના બંધનો ન હોવાથી ૧૪ રાજલોકની ટોચે સિદ્ધ શિલા પર સ્થિર થઈ સદા માટે રહે છે, જે તેનું મોક્ષસ્થાન છે. નવાઇની વાત તો આ રહી કે ત્યાં સુક્ષ્મ એકેન્દ્રિય સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તેમજ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના નિગોદના ગોળા હોય છે. તદુપરાંત ત્યાં અષ્ટ મહાવર્ગણા કાર્મણ પુગલના પરમાણુ જ્યાં આ એકેન્દ્રિય જીવો કાર્મણવર્ગણા ગ્રહણ કરી કર્મ બાંધે છે. આવું હોય છતાં પણ મોક્ષ પામેલો આત્મા કેમ કર્મ નથી બાંધતો ? સિદ્ધના જીવો ત્યાં છે, કાર્મણવર્ગણા પણ અસ્તિત્વ ધરાવે છે છતાં પણ આ આત્મા કેમ કર્મ નથી બાંધતો ? સિદ્ધના જીવો અશરીરી, મન, વચન, કાયના અભાવે, મિથ્યાત્વાદિના અભાવે, કષાયો ન હોવાથી, આશ્રવારોના અભાવે પમ કાર્મણવર્ગણા હોવા છતાં પણ કર્મ ન બંધાય તે સમજી શકાય તેમ છે. રાગ-દ્વેષાદિ કોઈ પ્રવૃત્તિ જ નથી તો તેમાંથી નિવૃત્તિ જ હોય ને ? તે સંબંધ કહ્યું છે કે:સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ કમ્મ ન પાણ જોણીઓ || સાઈ–અસંતા તેસિ ઠિક જિર્ણોધગમે ભણિઆ TV સમજી શકાય કે શરીર ન હોવાથી નથી જન્મ-મરણ, નથી કર્મ, નથી ઇન્દ્રિયો, નથી શ્વાસોશ્વાસાદિ ૧૦ પ્રાણી, નથી ઉત્પન્ન થવાની યોનિ જેથી તેની ત્તિ સાદિ અનન્ત છે. સિદ્ધાત્માનો ક્યારેય અન્ત ન થાય કેમકે તેઓએ મોક્ષ મેળવી લીધો છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં અવતારવાદની કલ્પના કરી છે. તેમના ભગવાન ફરી 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૭૫ ફરી અવતાર લે છે, જન્મ લઈ લીલાદિ કરે છે. જૈન શાસનમાં તેવી કલ્પનાને સ્થાન નથી કેમકે અપુનરાવૃત્તિમાં એક વાર જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી, શા માટે પાછા મહા ભયંકર ભવસાગરમાં ડૂબવા આવે ? કલ્યાણ મંદિરની ૪૧ની ગાથામાં તે અંગે કહ્યું છે – દેવેન્દ્ર વંદ્ય ! વિદિનાખિલ વસ્તુસાર ! સંસાર તારક ! વિભો ! ભવનાથિનાત ત્રાયસ્વ દેવ ! કરુણાહ્રદ માં પુનિહિ, સીદન્તમદ્ય ભયદવ્યસનાબુરાશેઃ | નિર્વાણ એટલે મોક્ષ. તે માટે કહ્યું છે કે :- “સંજમ સારં ચ નિવાણી ઉપર આપણે જોયું તે પ્રમાણે આત્મા જૈનદર્શન પ્રમાણે નિત્યાનિત્ય છે એટલે નિત્ય પણ છે અને અનિત્ય પણ. સ્વદ્રવ્ય સ્વરૂપે નિત્ય છેઃ જ્યારે સંસારમાં તેના પર્યાયો જેવાં કે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાય વિચારતાં તે અનિત્ય પણ છે. તે લોકનું નિશ્ચિત આયુષ્ય પૂરું થતાં તેને એક પછી એક ગતિમાંથી કર્મ અનુસાર બીજી ગતિમાં જવું જ પડે છે. શું આત્મા સર્વવ્યાપી છે? તેવું માનનારાં દર્શનો છે તેને વિભુ એટલે સમસ્ત સંસારના સર્વ મૂર્ત દ્રવ્યોનો સંયોગ કરનારા; સર્વ મૂર્તદ્રવ્ય સંયોગિત્વ એટલે વિભુ જો તેમ માનીએ તો આપણને બધાં જીવોના સુખદુઃખાદિની અનુભૂતિ થવી જોઇએ, જે શક્ય નથી કેમકે તેવો કોઇને અનુભવ નથી. આના કરતાં આત્માને પોતાના જ્ઞાનગુણથી સયાપી માનવો એ વધુ મુક્તિયુક્ત છે. કેવળી આત્મા જ્ઞાન ગુણથી સમસ્ત લોક-અલોકમાં બધું જાણી શકે છે, જોઈ શકે છે. આ રીતે વિચારતા આત્માને વિભુ ન માનતાં કેવળજ્ઞાનથી સર્વવ્યાપી માનવો હિતાવહ છે. આત્મા ક્યાં સુધી વિચરી શકે ? જ્યારે તે અઢી દ્વીપના ક્ષેત્રમાંથી શરીર છોડે, મુક્ત બને ત્યારે જુગતિએ ગમન કરતો એક જ સમયમાં તે ચૌદ રાજલોકની ટોચ પર સિદ્ધશિલાએ પહોંચી જાય છે. તેથી કહ્યું છે કે લોઅગ્નમુવમયાણ'. ઋજુ-સરલ ગતિથી ૯૦ના અંશે સીધો ધર્માસ્તિકાયની સાહાધ્યથી લોકાગ્રે સ્થિર થઈ જાય છે. પ્રશ્ર સ્વાભાવિક રીતે થાય કે તે સર્વશક્તિમાન તેથી લોકની ઉપર કેમ જતો નથી ? જઈ શકતો નથી ? લોકની આગળ અલોક પણ લોક કરતાં ઘણું વિશાળ અને વ્યાપક છે. ૪.૫ લાખ યોજન લાંબી પહોળી સિદ્ધશિલા પર સાંકડેમોકડે બધાંને ત્યાં સમાવું પડે છે. જો તેથી પણ ઉપર જાય તો મોકળાશ 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૭૬ મળે ને ? અત્રે આ સમજવાનું છે કે જેવી રીતે શાંતિ કરવામાં ધર્માસ્તિકાય સહાય્ય કરે છે તેવી રીતે સ્થિતિ કરવામાં, સ્થિર કરવામાં સહાયક તત્ત્વ અધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાય ફક્ત લોકમાં જ છે તેની બહાર તેના અભાવથી અલોકમાં ગતિ કરવી અશક્ય છે. તેથી જ્યાં સુધી સ્થિતિ સાહાયક અધર્માસ્તિકાય છે ત્યાં સુધી પહોંચી સ્થિર જ થવું રહ્યું. માટે કહ્યું છે કેઃ કિં સિદ્ધાલયપરો ન ગી ? ધમ્માત્મિકાય વિરહાઓ । સો ગઈ ઉવગ્ગહકરો લોગમ્નિ જ મસ્થિ નાલોએ ।। ૧૮૫૦ || તેથી આત્મા એક સમયમાં દેહ ત્યજી, સાત રાજલોક ક્ષેત્ર કાપી સરળ, સીધો ગતિ કરતો ગંતવ્ય સ્થાને સ્થિર થઇને રહે છે. આત્માના આઠ ગુણો જે કર્મોથી આવરિત થયેલાં હતાં તે મૂળ ગુણો જેવાં કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર (શુદ્ધ ચારિત્ર-યથાખ્યાત ચારિત્ર) અનંતવીર્ય, અનામી–અરૂપીપણું, અગુરુલઘુ, અનંતસુખ (અવ્યાબાધ સુખ), અને અક્ષયસ્થિતિ, આત્મા અખંડ સ્કંધ હોવાથી એક સમૂહમાં હોય, સર્વ અવિભાજ્ય છે. તેથી પરમાણુરૂપ ધારણ ન કરવાથી તે અચ્છેદ્ય, અભેદ્ય, અકાટ્ય, અદાહ્ય, અવિભાજ્ય છે. ભગવદ્ ગીતામાં પણ આવું જ કહ્યું છે: મુક્તિ પામેલો આત્મા લોકાગ્રે તો પહોંચ્યો. ગતિ સાહાયક ધર્માસ્તિકાય ત્યાં હોવાથી તે પડી શકે પમ તે પડતો નથી, સ્થિર થઈ રહે છે. તેનું રહસ્ય આમ બતાવ્યું છેઃ નહ નિરચતઓ વા થાણવિણાસપયણં ન જુત્ત સે । નહકમ્માભાવાઓ પુમાક્કિયા જાવો વાવિ ।। ૧૮૫૭ ।। તેનું કારણ આ પ્રમાણે છે. આ સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી વિનાશશીલ નથી; વિનાશના અભાવે પતન ન થઈ શકે. વળી પતનાદિ ક્રિયામાં કર્મ જે પ્રધાન કારણ છે તે તો ત્યાં છે જ નહીં. આત્મા સર્વકર્મ મુક્ત થયો છે. તેથી પતનની શક્યતા રહેતી નથી. આત્માના પ્રયત્નથી પ્રેરણા, આકર્ષણ, વિકર્ષણ તથા ગુરુત્વાકર્ષણ પતનના કારણના અભાવે મુક્તાત્માને પતન અશક્ય છે. સંસારમાંથી જીવ મોક્ષ પામી સિદ્ધશિલા જે ૧૪ રાજલોકની ટોચ પર વ્યવસ્થિત છે ત્યાં પહોંચી કાયમ માટે સ્થિર થઈ રહે છે. હવે અનંતાનંતત પુદ્ગલપરાવર્ત થઈ ગયા. શાસ્ત્રાનુસાર દર છ મહિને એક જીવ સિદ્ધ થાય 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા અને એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. સિદ્ધશિલાનું ક્ષેત્ર મર્યાદિત છે. તે ૪૫ લાખ યોજનના ક્ષેત્ર ફળવાળી છે. અત્યાર સુધીમાં અનંતાનંત જીવો મોક્ષ પામ્યા હશે અને અત્રે શાન્ત સ્થિતિમાં રહે છે. પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલી મર્યાદિત જગામાં તે બધાંનો સમાવેશ કેવી રીતે શક્ય છે ? અહીં આ ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છેઃ પરિમિયદેસેડતા હિમાયા ? મુત્તિવિરહિત્તાઓ Bયમ્મિ વ નાણાઈ દિઢીઓ વેળરુવમિ / ૧૮૬૦ || જેવી રીતે નૃત્ય કરનારી નર્તકીના ઉપર તે નૃત્ય જોનારા બધાંની દૃષ્ટિ એક પર થઈ શકે છે, અથવા એક નાની સોયના પર અનેકોની દૃષ્ટિ પડી શકે છે તેવી રીતે મોક્ષ મેળવનારાઓ વિરહ ન હોવાથી પરિમિત ક્ષેત્રમાં સમાઇ શકે છે. બીજું ઉદાહરણ દીવડાઓનું છે. એક નાના ઓરડામાં ઘણાં દીવડાની જ્યોત સમાઈ શકે છે, દરેક સ્વતંત્ર છે, એક બીજામાં ભેગી થતી નથી, બધામાંથી બે-પાંચ-દશ દીવડાની જ્યોતને બહાર લઈ જઈ શકાય છે, જનારાની સાથે જ્યોત પણ જાય છે. તેવી રીતે અનેકાનેક મોક્ષ પામેલા એકત્ર રહી શકે છે. જ્યોત ભેગી પણ રહે, અલગ પણ થઈ શકે છે. આ રીતે અનેક મોક્ષ ગયેલા સ્વતંત્ર તથા એક સાથે રહી શકે. વળી કાળપરંપરા અનાદિથી છે. કોનું શરીર પ્રથમ હતું, પ્રથમ નિગોદમાંથી કોણ નીકળ્યો ? પ્રથમ કોણ મોક્ષે ગયું ? આનો ઉત્તર આપવો અસંભવ છે. જેવી રીતે મરઘી પહેલાં કે ઇંડું ? રાત્રિ પહેલાં કે દિવસ ? તેથી સિદ્ધોની આદિ કહેવી શક્ય નથી. પરિમિત સિદ્ધક્ષેત્રમાં સિદ્ધો સમાવિષ્ટ થઈ શકે છે. તે કહેનાર કેવળી ભગવંતો છે જેઓ જ્ઞાન, દર્શનના ઉપયોગ વડે બધું સાચું જોઈ તથા જાણી શકે છે. તેથી તેઓના પ્રરૂપિત વિષયોમાં શંકાને સ્થાન નથી કેમકે તમેવ સર્ચ નિસ્સ કે જે જિણે હિ પઇયંમ્” એક શંકા ઉદ્ભવે છે કે શું જીવ-કર્મના અનાદિ સંબંધનો નાશ થઈ શકે ? કેમકે કર્મપ્રવાદરૂપ સંસારમાં જીવ અનાદિ કાળથી છે. કાશ્મણવર્ગણાના પુદ્ગલો અનાદિ કાળથી છે. રાગ-દ્વેષની જીવની પરિણતિ અનાદિની છે. જેમ ખીણમાંથી નીકળતું સોનું માટી સાથે સંમિશ્રિત છે. શા માટે તે મિશ્રિત નીકળે ? મૂળભૂત અવસ્થામાં જીવ નિગોદમાં કર્મ સાથે મિશ્રિત હતો. નિગોદની ખાણમાંથી 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૭૮ આપણે ઉત્પન્ન થયા છીએ. ૮૪ના ચક્રમાં સિદ્ધ થયેલા જીવના મહાઉપકારથી નિગોદમાંથી નીકળી ફરતા, કૂટતા, અથડાતા, ભટકતા મનુષ્યગતિમાં આવ્યા. આજ સુધી જીવની સાથે કર્મનો અનાદિ સંબંધ ચાલુ જ છે. કનકપાષાણવત્ સોનું તથા મારી અનાદિ કાળથી સંયોગાન્વિત જ છે. પ્રભાસ ગાધર એવું માને છે કે અનાદિનો અંત ન થાય. જો તેમનો વિયોગ ન થાય તો મોક્ષ કેવી રીતે સંભવે ? ઉપર જોયું તે પ્રમાણે ધમણ-અગ્નિના સંયોગે માટી અને સોનું છૂટા થઈ શકે. તેવી રીતે પ્રયત્ન વિશેષથી જીવ-કર્મ જે અનાદિ કાળથી ભેગાં છે તે જુદા થઈ શકે. ‘જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષઃ' માની સાધનાથી આત્મપ્રદેશ પર લાગેલી કર્મરજકણો ખરી જશે. એક દિવસ સંયોગમાંથી છૂટી મુક્ત થઈ જશે. શ્રી પવિત્ર જિનાગમ નંદિસૂત્રમાં ઉપરનું સૂત્ર આપીને સમ્યગ્ જ્ઞાન-ચારિત્રની સાધનાથી ઘણાં કર્મ ખપી જાય છે. તેથી જ્ઞાની મહાત્મા શ્વાસોચ્છવાસમાં કર્મનો કચ્ચરઘાણ કરી શકે છે. આટલા ટૂંક સમયમાં અકલ્પ્સ, અદ્ભૂત કર્મની નિર્જરા કરે છે. તેની સાથે સમ્યગ્-ચારિત્ર ક્રિયાથી આશ્રવનો નિરોધથી સંવર કરી નિર્જરા વડે કર્મ ક્ષય કરે છે. તેથી ‘ભવ કોડી સંચિત્રં કમ્મ તવસા નિજ્જરિજ્જઈ.’ શું પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય ? દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી જીવની ચાર પર્યાય છે. જો પર્યાયનો નાશ થાય એટલે દેવ, મનુષ્ય, નારકી મરી જાય તો જીવ નષ્ટ થઈ જાય ? કેમકે મૃત્યુ પછી જીવ દેખાતો નથી, નષ્ટ થઈ ગયો. જેવી રીતે સોનાની વિંટી ઓગાળી તેમાંથી ચેઈન, બંગડી, નેકલેસ વગેરે બનાવી શકાય છે. અહીં વિંટી પર્યાયનો નાશ થવાથી શું સુવર્ણ દ્રવ્યનો નાશ થાય છે ? ના. કેમકે આ પ્રત્યક્ષ સિદ્ધ વાત છે. બીજું સંસારમાં સોની સુવર્ણના સેંકડો પર્યાયો, ઘાટ, આકૃતિઓથી આભૂષણાદિ બનાવે છે છતાં મૂળ સોનું નષ્ટ થતું નથી. તેવી રીતે જીવાત્મા મૂળ દ્રવ્યની દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાય છે જે બદલાય છે કેમકે તે પરિવર્તનશીલ છે છતાં પણ મૂળ દ્રવ્ય જીવ કાયમ રહે છે. એક પર્યાયનો નાશ, બીજી પર્યાયની ઉત્પત્તિ. મનુષ્ય પર્યાય નષ્ટ થઈ પશુ-પક્ષીની બીજી પર્યાય જીવ ધારણ કરે છે. આ રીતે જીવાત્માએ અનન્ત પર્યાયો બદલી, અનન્ત જન્મ-મરણ ધારણ કર્યા જેમાં પર્યાયાન્તર્ગત જીવ એજ છે, બદલાતો નથી. તેથી પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય તે માન્યતા ખોટી છે. જીવની સંસારી પર્યાયના નાશથી ઉત્પન્ન થનારી મુક્તાવસ્થામાં જીવ દ્રવ્યનો 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૭૯ નાશ થાય તે માન્યતા ભૂલ ભરેલી છે. દીપકના નિર્વાણની જેમ દીપક ઓલવાતાં તે નષ્ટ થયો તેમ સંસારનો નાશ થતાં દીપકની જેમ જીવનો નાશ થાય તે યુક્તિ સિદ્ધ થતી નથી. કેમકે પર્યાય ઉત્પાદવિનાશશીલ છે જ્યારે દ્રવ્ય ધ્રુવ સ્વભાવી છે, નિત્ય છે, જેનો નાશ નથી, શાશ્વત છે, અવિનાશી છે. કેમકે ઉત્પાદ, વ્યય, ધ્રો, યુક્ત સત્ પર્યાય માત્ર ઉત્પાદવિનાશશીલ છે, પરંતુ દ્રવ્ય ધ્રુવસ્વભાવી છે, નિત્ય છે. જેનો નાશ નથી તે અવિનાશી શાશ્વત છે. જેથી જીવાત્મા નિત્ય, શાશ્વત તથા અવિનાશી સિદ્ધ થાય છે. મૃત્યુ પછી સંસારપર્યાયના અન્ન પછી જીવની સત્તા, અસ્તિત્વ માનીએ તો મોક્ષ સિદ્ધ થશે. દીપનિર્વાણના બૌદ્ધ સિદ્ધાન્ત પ્રમાણે જીવનો અભાવ મોક્ષ માનીએ તો કોઈના પણ અભાવને મોક્ષ માનવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. અભાવને મોક્ષ કહેવો તે અભાવને કંઈક છે એમ કહેવાનું થાય. તેથી અભાવ મોક્ષ ન મનાય. સંસારના અંત પછી એટલે કે જીવના મૃત્યુ પછી નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે તો જ મોક્ષનું અસ્તિત્વ થઈ શકે. તેથી જીવાત્માનો મોક્ષ જ સત્ય પણ છે. જીવની નારક-મનુષ્યાદિ ચાર પર્યાયો નષ્ટ થતાં મુક્તિ પર્યાય ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે આત્મદ્રવ્ય બંને પરિસ્થિતિમાં એટલે કે પર્યાયોનું નષ્ટ થવું અને મુક્તિ પર્યાયની ઉત્પત્તિમાં આત્મ દ્રવ્ય કાયમ, નિત્ય, અપરિવર્તનશીલ, અવિનાશી શાશ્વત રહે છે. અત્રે પ્રભાસ ગણધર નવો પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે જેમ કર્મના નાશથી સંસારનો નાશ થાય છે તેમ જીવનો પણ નાશ થવો જોઇએ. કેમ કે કર્મ કોની સાથે બંધાય છે ? કર્મ કોના વડે છે ? જીવના લીધે જ ને ? જ્યારે કર્મનો સદંતર નાશ થાય-ક્ષય થાય ત્યારે કર્મના નાશ થવાથી જીવનો નાશ થવો જોઈએ. આથી મોક્ષનો પ્રશ્ન જ રહેતો નથી તેથી મોક્ષનો અભાવ માનવો યોગ્ય છે. કમ્મક સંસારો તન્નાસે તસ્ય જુજજાઈ નાસો | જીવત્તક—કયું તત્રાસે તસ્સ કો નાસો ? || ૧૯૮૦ તારી આ વાત કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય એ માનવું યોગ્ય છે. પરંતુ જીવાત્મા કર્મનો બનેલો નથી. કર્મો જીવને નથી બનાવતા. ઉર્દુ જીવે કર્મનું સર્જન કર્યું છે. કર્મ જ્યારે જીવના અસ્તિત્વનું કારણ નથી તો પછી કર્મના નાશથી જીવનો નાશ કયા આધારે માની શકાય ? કારણનાશે કાર્યનાશનો સિદ્ધાન્ત સત્ય છે. પરંતુ કર્મ એ સંસારનું કારણ ખરું પણ કર્મ જીવનું કારણ 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ નથી. તેથી કર્મના નાશ થકી જીવનો નાશ માનવો સદંતર અયોગ્ય છે. કર્મના અભાવથી જીવનો અભાવ નથી થતો. કર્મના નાશ પછી પણ જીવાત્મા રહે છે. મોક્ષ જીવાત્માનો છે નહીં કે કર્મનો. કર્મને લીધે, કર્મના સંબંધ-વિયોગથી, સંયોગના નાશથી મોક્ષ છે જે સિદ્ધ કરે છે કે આપણી વાત કર્મના સદંતર નાશથી સિદ્ધ થાય છે. તેથી જ પૂ. વાચકવર્ય ઉમાસ્વાતિ ભગવંત તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે “કૃત્નકર્મક્ષયો મોક્ષ:' કુન એટલે સદંતર, સમુચા, સંપૂર્ણ કર્મોનો (આઠ) સર્વથા નાશથી મોક્ષ થાય. ખાણમાંથી નીકળતું સોનું જેમ પ્રારંભાવસ્થામાં માટીથી મિશ્રિત હોય છે તેમ આત્મા સંસારી અવસ્થામાં નિગોદમાંથી જ કર્મ મિશ્રિત, કર્મબદ્ધ, કર્મસંયુક્ત, કર્મોથી જોડાયેલો હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી સંયુક્ત હતો. તેથી “ક્ષીરનીરવત્ જીવકર્મસંયોગઃ અનાદિ:'. સુવર્ણ પાષાણવત્ સંલગ્ન હતો. જેવી રીતે એક લોખંડનો ગોળો તપાવે ત્યારે તેમાં સોય પણ પ્રવેશી શકતી નથી. પરંતુ તેમાં જેમ અગ્નિ પ્રવેશી લાલચોળ અગ્નિના જેવો બનાવી દે છે તેમ અસંખ્ય પ્રદેશી આત્મા કાર્મણવર્ગણાની રજકણોથી કાળો દેખાય છે. અહીં સુધી આત્માની સંસારી અવસ્થા છે, કર્મજન્ય અવસ્થા છે જે કર્મો સંસારમાં જ બંધાય છે. અત્યાર સુધી જીવે અનન્તપુદ્ગલપરાવર્ત કાળ વ્યતીત કર્યો પરંતુ આત્મા ક્યારે પણ કર્મરહિત થયો નથી. પ્રવાહની પરંપરાથી આત્મા કર્મોથી લેપાયેલો રહ્યો છે. નવાં આવે અને જુના લુપ્ત થતાં રહ્યા; ઉદયમાં આવી ખપી જાય. નષ્ટ થતાં નવાં બંધાયા જ જાય. એકધારી, અવિરત આ ક્રિયા ચાલતી રહી તેથી કર્મોનો સદંતર નાશ, સફાયો ન થયો. તે માટે નિર્જરાની સાહાટ્ય લેવી જોઈએ. જો કે નિર્જરા તે મોક્ષ નથી કારણ કે મોક્ષ તત્ત્વને જુદું સ્વતંત્ર શા માટે ગણાવ્યું ? બંનેને સ્વીકારી ન શકાય. એકને નિરર્થક માનવું પડે. કોને માનવું ? નિર્જરા અથવા મોક્ષને. એકે નિરર્થક નથી. બંને જુદાં સ્વતંત્ર અલગ તત્વો છે. ધર્મ કરનારને નિર્જરા પ્રત્યેક સમયે પ્રત્યેક દિવસે થાય છે. સાથે સાથ આશ્રવ પણ ચાલુ જ છે. નિર્જરા બે પ્રકારની છે. સકામ અને અકામ, અથવા આંશિક જે રોજ રોજ થતી રહે છે અને સંપૂર્ણ, સદંતર, સર્વથા નિર્જરા થઈ જતાં આત્માના ઉપર કાર્મણવર્ગણાનો અંશમાત્ર, પરમાણુ સુદ્ધાં ન રહે. આવી નિર્જરા જ્યારે થઈ શકે ત્યારે સર્વ સદંતર સંપૂર્ણ નિર્જરાથી આત્મા સર્વ 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૮૧ કર્મરહિત, દેહરહિત અશરીરી અવસ્થામાં આવે છે. જેને મોક્ષ કહી શકાય. તેથી નિર્જરા મોક્ષ નથી પણ નિર્જરા વડે મોક્ષ સાધ્ય થઈ શકે. સાધ્ય એવા મોક્ષ તત્ત્વ માટે નિર્જરા સાધન છે. તેથી તેને નવ તત્ત્વમાં બંને સ્વતંત્ર, ભિન્નભિન્ન ગણાવ્યા છે. કૃત્ન કર્મક્ષય: મોક્ષ: એમાં કૃત્ન એટલે સંપૂર્ણ, સદંતર તેથી સર્વ કર્મનો સંપૂર્ણ ક્ષય તે મોક્ષ. નમસ્કાર મહામંત્ર નવકારમાં સવ્વપાવપ્પણાસણો પણ તે જ અર્થ સૂચવે છે. વળી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આઠ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સુનિશ્ચિત મર્યાદાવાળો હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય, વેદનીય ૩૦ ક્રોડાકોડી સાગરોપમ, નામ-ગોત્ર ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ, મોહનીય ૭૦ ક્રોડાકોડી સાગરોપમ તથા બધાંનો આયુષ્ય સાથે કર્મની સ્થિતિ ધ્યાનમાં લેતાં તે ૨૩૦ સાગરોપમ+૩૩ સાગરોપમ કુલ ૩૩,૦૦,૦૦૦ સાથે ગણતાં તે થવા જાય છે. જે નિગોદના જીવો માટે શકાય છે. આ કાળ તો એક વાર બાંધેલા કર્મોનો છે. આપણે પ્રત્યેક સમયે કર્મ બાંધીએ છીએ. આવક વધારે છે, જાવક તેની સરખામણીમાં ઘણી ઓછી છે. પલકારામાં અસંખ્ય સમયોમાં દર સમયે જીવ સાત સાત કર્મ બાંધે છે. જે સામાન્ય સ્થિતિમાં ઓછી હોઈ શકે; પરંતુ તીવ અધ્યયવસાયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. રોજ-રોજ આ સ્થિતિ ચાલુ છે. કર્મોનો પ્રવાહ વણરોક્યો વહ્યા જ કરે છે. આશ્રવ, સંવર, નિર્જરા. કર્મો જેમ આ જન્મના છે તેમ ગત જન્મોના પણ છે. તેથી અનન્તા જન્મમાં જીવે અનન્તા કર્મો બાંધ્યા છે. પ્રથમ ક્યારે બાંધ્યા તે શોધવું આસાન નથી. નિગોદ અવસ્થામાં અસંખ્ય જન્મો થયા. એક સમયમાં ત્યાં ૧૬ વાર જન્મ અને ૧૭ વાર મૃત્યુ થાય છે. ત્યાંથી નીકળી ત્યારે ગતિમાં ૮૪ લાખ યોનિમાં ભટકતા, કૂટાતા અસંખ્ય જન્મ વીતી ગયા. તેથી તેનો છેડો શોધવો મુશ્કેલ છે. માટે જીવની સાથે કર્મોનો સંબંધ અનાદિ છે. અનાદિ કાળના કર્મો જેમ બાંધ્યા તેમ ક્ષય પણ કરતા ગયા. ચરમકાળમાં પ્રવેશી એક ક્રોડાક્રોડથી અસંખ્ય પલ્યોપમ ઓછો કરી સુપુરુષાર્થ કરી ચોથા અવિરતી સમ્યગુ ગુણસ્થાને આગળ વધતાં ક્ષપકશ્રેણિએ જો ચઢવાનું ભાગ્યમાં તથા ભવ્યત્વના પરિપાકે હોય તો ૧૩-૧૪ ગુણસ્થાને અક્ષયસ્થિતિ મોક્ષ સંભવે. જેમ કુવા પર રેંટમાં પાણીથી ભરાતો અને ખાલી થતો ઘડો ઉપર નીચે સતત જાઆવ કરે છે તેમ આંશિક નિર્જરા, ફરી બંધની ઘટમાળા ઘડ્યા જ કરી 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ કેમકે જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ કષાય તથા અધ્યયવસાયાદિથી સતત ચાલુ જ રહી છે. જેમ કર્મોનો સંબંધ અનાદિ છે તેમ નિર્જરા પણ અનાદિ છે. જે સદાકાળથી સતત ચાલુ છે. નિર્જરા પછી બંધ અને નિર્જરા, આંશિક રહી તો પછી મોક્ષ કેવી રીતે શક્ય બને. એક ભવ્યાત્મા વિરાગવૃત્તિથી, પ્રેરાઈ લગ્ન ન કરી, દીક્ષા લઈ લે તો તેનો વંશવેલો આગળ અટકી જાય; તેમ એક આત્મા કર્મોના પ્રવાહને અટકાવી દે, આશ્રવના માર્ગને બંધ કરે, તે રોકી દે અને સતત પ્રકૃષ્ટ નિર્જરા કરતો જ રહે તો કર્મોનો નાશ શક્ય બને ને ? ઘરના બારી-બારણાં જ સતત બંધ રાખીએ તો કચરો ક્યાંથી ભરાય ? વળી પાણીથી સાફ કરવામાં આવે તો ધૂળ વગેરે ક્યાંથી ભરાય ? જમીન શુદ્ધ સાફસુથરી થઈને રહે. તેવી રીતે એક આત્મા બહારથી પ્રવેશતાં કર્મોના પ્રવાહને બંધ કરે, તેને રોકી દે, સંવરની પ્રક્રિયા પછી સતત સંપૂર્ણ નિર્જરા કર્યા જ કરે તો એક દિવસ તે આત્મા સદંતર, સંપૂર્ણ, સર્વથા કર્મવિહીન થઈ જાય. આ સ્થિતિ તે જ મોક્ષ. આપણે કહી શકીએ કે કર્મમુક્તિ કિલ મુક્તિ રેવ. આત્મા જે આઠ કર્મોના આવરણથી આવરિત થયેલ છે તે આવરણો ખસી જતાં તે આત્મા કર્મથી વિમુક્ત થઈ, મોક્ષ પામે છે, આવરણ રહિત થતાં તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. જેમ વાદળોથી ઢંકાયેલા ચંદ્ર, સૂર્યાદિ વાદળો ખસી જતાં પોતાની મૂળ સ્થિતિએ આવી જાય છે. જેમ કસ્તૂરી, મૃગની ડુંટીમાં કસ્તૂરી હોય પણ તેનું ભાન ન હોય તેવો મૃગ જંગલમાં ભટક્યા પછી લોથપોથ થઈ, થાકીને નતમસ્તકે ઊભો રહે ત્યારે તેને ખબર પડે કે કસ્તુરી તો મારી પાસે જ છે, ભટકવાની જરૂર ન હતી. હવે તે જેમ ન ભટકે તેમ જીવ જ્યારે આત્માની આસપાસ ૮ કર્માવરણો દૂર કરી દે એટલે તે કર્મોના પાશમાંથી મુક્ત બને, પોતાની મૂળ, મૌલિક શાશ્વત સ્થિતિ સંપાદન કરે, કર્મોથી મુક્ત થઈ મોક્ષ મેળવે. મોક્ષ કંઈ એક સ્થળેથી મુંબઈથી પૂના, વડોદરા, કલકત્તા જવાનું નથી. અત્રે બંને સ્થળો અલગ છે પરંતુ મોક્ષ પામવો એટલે આત્માની મૂળભૂત સ્વસંવેદ્ય, સ્વાનુભવથી મળતી પોતાની જ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, તે સંપાદન કરી સ્વાનુભવનો વિષય બનાવવાની છે. કેવી દૃષ્ટિથી કર્મ કરાય છે, વિચારાય છે તે ઘણું મહત્ત્વનું છે. કર્મગ્રંથના રચયિતા દેવેન્દ્રસૂરિએ નિરૂપણ કર્યું છે કે - 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા “કિઈ જીએણ જણ તો ભક્નએ કમ્મ'. વળી શ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં આ વાત આ રીતે રજૂ કરી છેઃ કાય-વામનઃ કર્મયોગ:' કાયા, વચન, મનની ક્રિયાથી કર્મયોગ છે. વળી “મનઃ એવા મનુષ્યાણાં કારણ બંધમોક્ષયોઃ'-પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાતમી નરકમાંથી પલકારામાં કેવલ્ય અને મોઢામાં ગ્રહણ ન કરવા છતાં પણ તંદુલિયો મત્સ્ય સાતમી નરકે તેના બે ઉદાહરણો અત્રે રજૂ કર્યા છે. મોક્ષ મેળવ્યા પછી અશરીરી હોવાથી, શરીરથી સર્વ પ્રવૃત્તિઓ, કષાયો, અધ્યયવસાયાદિના અભાવે કર્મવિહત અયોગ સ્થિતિ નિત્ય, નિરંતર, શાશ્વત સ્થિતિ ભોગવવાની હોય છે. આ પ્રમાણે વિચારવિમર્શના સાર સંક્ષેપમાં જણાવવું હોય તો મોક્ષ એ જીવાત્માની એક ચરમાવસ્થા છે. મોક્ષ માનવા માટે આત્માને માનવો જ પડે. આત્માની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અવસ્થામાંથી પ્રથમ બે એટલે સંસાર અને તેની ધ્રુવાવસ્થા તે જ મોક્ષ. જે આત્મસ્વરૂપે છે તે મોક્ષ છે. માટે મોક્ષમાં આત્મા સદાય ધ્રુવ-નિત્ય સ્વસ્વરૂપે છે. તેથી કર્મસંયુક્ત અશુદ્ધ આત્મા તે સંસારી; જે સંપૂર્ણ કર્મો વિહીન બની જાય ત્યારે તેને મુક્તાત્મા કહેવાય, સિદ્ધાત્મા કહેવાય. આથી આત્માને સ્વીકારીએ તો જ મોક્ષ મનાય નહીતર ન મનાય. હવે જે જે દર્શનો જેવાં કે ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ, ચાર્વાક, બૌદ્ધનૈયાયિકાદિ અનાત્મવાદી દર્શનો તેઓ આત્માને જ માનતા નથી તો પછી મોક્ષની વાત જ દૂર રહી. આત્મ તત્ત્વ સ્વીકારીએ તો જ મોક્ષ તત્ત્વ સ્વીકારાય, બીજી રીતે મોક્ષ તત્વ માનતા આત્મા તત્ત્વ આપોઆપ સ્વીકૃત થઈ જાય. આત દર્શન આત્મવાદી અને મોક્ષલક્ષી ધર્મ તથા દર્શન છે. આત્માનો સર્વથા અભાવ માનનારા બૌદ્ધો નિર્વાણ પછી આત્માનું અસ્તિત્વ માનતા નથી, તેઓ નરાત્મવાદી છે. જે વ્યાજબી નથી. નિર્વાણ પછી આત્મા ધૃવરૂપે નિત્ય રહે છે. સર્વથા તે નાશ પામતો નથી. દીવો ઓલવાયા પછી પરિણામોત્તર પામે છે, અંધકારમાં પરિણમે છે જે જોઈ શકાય છે. જેમકે આ ઓરડામાં અજવાળું છે, અહીં અંધારું છે. દીવો નવા સ્વરૂપે આપણી આગળ આવે છે. તે સર્વથા નાશ નથી પામતો. તેવી રીતે આત્મા પણ જ્યારે મોક્ષ પામે છે, પરિનિર્વાણ પામે છે ત્યારે નાશ ન થતાં અવ્યાબાધ, આત્યંતિક સુખરૂપ નવા જ પરિણામાન્તરને ધારણ કરે છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સર્વ પ્રકારના 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪. જૈન ધર્મના પુષ્પગુચ્છ દુઃખના અભાવની સ્થિતિ પામે છે. મોક્ષમાં સુખ ખરું અને તે કેવા પ્રકારનું હોઈ શકે. સુખ સામાન્ય રીતે વિષયભોગ વડે અનુભવાય છે જે ઈન્દ્રિયો વડે ભોગવી શકાય. ઈન્દ્રિયો મકાનના બારી-બારણાની જેમ શરીર સાથે સંકળાયેલી છે. મન પણ જરૂરી છે કારણ કે મનથી પણ મનસુબા ઘડી સુખાનુભ મેળવી શકાય છે. મન સહિત પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનો અનુભવ લઈ શકાય છે. મુક્તાત્મા અશરીરી છે તો ઈન્દ્રિયો, વિષયો મનાદિ વગર મુક્તાત્મા કેવી રીતે ઉપભોગ કરે ? ભોગ ભોગવ્યા વગર સુખ ક્યાંથી શક્ય બને ? તેને તો અનન્ત, અવ્યાબાધ, કલ્પનાતીત હોવાનું મનાય છે. જેવી રીતે જંગલના ભીલને ચક્રવર્તીના મહેલમાં ષસ યુક્ત ભોજનવાળું મિષ્ટાન્ન ખવડાવો અને તે જ્યારે પાછો જંગલમાં જાય અને તેના સાગ્રીતો પૂછે તો તેનું વર્ણન કેવી રીતે કરી શકે ? તે બતાવવા માટે કોઈ સામગ્રી બતાવી શકતો નથી કેમકે તે જાત અનુભવની વાત બની, જે સ્વ સ્વાનુભવનો વિષય હોઈ વર્ણાતીત છે કેમકે તે રજૂ કરવા તેની પાસે કોઈ સાધનાદિ નથી. પોતાનો અનુભવ ચીતરી શકે તે માટે વસ્તુ, પદાર્યાદિ નથી. તે અનુભવ સ્વનો છે. વર્ણનાતીત છે. સ્વસંવેદ્ય છે. તેવી રીતે ૮૪ લાખ યોનિઓમાં જન્મ-મરણ કરનારો જીવ અનાદિ કાળથી એક પણ સમય શરીર અને ઈન્દ્રિયો વગેરેનો થયો નથી. નિગોદમાં પણ શરીર તથા એક ઈન્દ્રિય તો હોય જ છે. જેમ જેમ વિકાસ સાધતો જાય તેમ મન-ઈન્દ્રિયાદિ વધુ ને વધુ સારાં મેળવતો રહે છે. જીવ આ પરિસ્થિતિમાં રહેવાથી ટેવાઈ ગયો છે. તેથી મન ઈન્દ્રિયોથી ભિન્ન રીતે સુખાનુભવ થઈ શકે તેની કલ્પના સુદ્ધાં કરી શકતો નથી. અનાદિ અનન્તકાળની પરિસ્થિતિની એવા પ્રકારની ટેવ પડી ગઈ છે. આ એક મોટો અંતરાય છે, તકલીફ છે, ક્ષતિ છે. આથી મોક્ષમાં પણ શરીર, મન, ઈન્દ્રિયો વગેરે દ્વારા સુખ-દુઃખાદિ ભોગવાય, અનુભવાય તેવી કલ્પના રૂઢ થઈ ગઈ છે. વિષયોપભોગજન્ય સુખાદિની કલ્પના તે વગર શક્ય જ નથી તેવું માનવું થયું. તેથી માનવી સાંસારિક, વૈષયિક, ભૌતિક, પૌગલિક સુખાદિની કલ્પના ભવાભિનંદીની જેમ કરે તે સહજ છે. તે સિવાયની, તેનાથી ભિન્ન કલ્પના કરી શકતો જ નથી. હવે તે મોક્ષ અને તેથી સંપન્ન સિદ્ધિની કલ્પના કેવી રીતે કરી શકે ? 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ મોલામીમાંસા વિચારીએ કે સુખ શું છે? શેમાં છે ? ક્યાં કેવી રીતે તેનો ઉપભોગ કરાય, કોણ તે ભોગવે ? શું જડ પદાર્થો જેવાં કે પત્થર, ઈંટ, મકાન, મોટર, ગાડી વગેરે ભોગવે ? જેમ નિર્જીવ, જડ પદાર્થો ભોગવી ન શકે તેમ સુખદુઃખાદિની અનુભૂતિ માત્ર જીવને જ થઈ શકે. સુખ ભોગવનાર આત્મા છે. શરીર પણ નહીં. મડદાને શરીર છે તે ભોગવે ? આત્માના જે ગુણો ગણાવાય છે તેમાં એક અનન્ત સુખ, અવ્યાબાધ સુખ છે. જડ નિર્જીવથી જુદા પાડનારું તત્ત્વ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનન્તવીર્ય, અવ્યાબાધ સુખ છે. સુખનો ભોકતા, અનુભવનાર, ફક્ત આત્મા છે. સંસારના સુખ માટે ત્રણ કારણો શરીર, ઈન્દ્રિયો, મન છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા ૨૩ વિષયો, ભોગવે તેથી, શરીર દ્વારા માત્ર વૈષયિક સુખો અને મનથી માનસિક સુખો જ ભોગવાય. આ સાધનો દ્વારા જે કંઈ સુખ-દુઃખાદિ ભોગવાય તેનો ઉપભોક્તા અનુભવનાર માત્ર આત્મા જ છે. મૃતને શરીર, ઈન્દ્રિયાદિ છે છતાં પણ તે કેમ અનુભવતો નથી ? ભોગવતો નથી ? આ બધાંનો અધિષ્ઠાતા ભોક્તા હવે નથી રહ્યો, તે ચાલ્યો ગયો, નવું શરીરાદિ ધારણ કર્યા, ઈન્દ્રિયાદિ જડ બનીને પડી રહી છે. ભોક્તા આત્મા ચાલ્યો ગયો. જુનાં વાસાંસિ ત્યજી નવાં ધારણ કરવા ચાલી ગયો. ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ ધ્યાનમાં બધી ઈન્દ્રિયો બંધ છે. શરીર સ્થિર કર્યું છે, મનનો વિરોધ કરેલો છે. અત્રે જ્ઞાનયોગમાં જે અનુભૂતિ થાય તે ભોગવનાર આત્મા છે. સુખ સાધન સામગ્રીમાં નથી. એકને તેથી સુખ થાય બીજાને દુઃખ. જેવી રીતે સાકર માનવીને પ્રિય, ગધેડાને અપ્રિય. જેની પાસે અઢળક સુખના સાધનો, સંપત્તિ, વાડી, ગાડી, લાડી, પુત્ર, પત્ની પરિવાર વિપુલ હોવા છતાં પણ ભારે દુઃખી. જ્યારે સંસારને સલામ ભરનાર સાધુને કહ્યું તેમાંનું નથી છતાંયે ભારે સુખી છે ને ? તેમની સમતાના સુખ સામે સ્વર્ગ-સંસારના સુખ નગણ્ય છે, તુચ્છ છે. પ્રશમરતિમાં પૂજ્ય વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ જણાવે છે કે - સ્વર્ગ સુખાતિ પરોક્ષાણ્યત્યન્ત પરીક્ષમેવ મોક્ષ સુખમ્ | પ્રત્યક્ષ પ્રથમ સુખ ન પરવશ ન વ્યય પ્રાપ્તમ્ | હવે કેવું સુખ ગમે, જોઈએ ? જે સ્વાધીન હોય, ક્ષણિક નહીં પણ શાશ્વત હોય. વૈષયિક, ભૌતિક, પૌદ્ગલિક નહીં પરંતુ આત્મિક, આધ્યાત્મિક હોય. શારીરિક, એન્દ્રિય, માનસિક નહીં પણ આત્મિક હોવું ઘટે. અનન્ત હોય. 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ અજ્ઞાન કે મોહને આધીન નહીં પરંતુ જ્ઞાનાત્મક હોય. નિજસ્વભાવમાં રમનારું હોય, સચ્ચિદાનંદમય હોય, અમર, નિત્ય, સ્વસંવેદ્ય હોય, અવ્યાબાધ હોય. આવું સુખ માત્ર મોક્ષમાં જ મળે. આવું સુખ જ્યાં મળે તે સ્થાન મક્ષ છે. આ સ્થળ અજર, અમર, શાશ્વત છે; નથી ત્યાં મોહ કે અજ્ઞાનતા. ત્યાં જ્ઞાનધન સ્થિતિ હોવાથી રાગ-દ્વેષ નથી, વીતરાગમયતા છે. આનંદધનરૂપે છે. તે અશરીરી, અતીન્દ્રિય અમન-મનાતીત છે, અનન્ત છે, અવ્યાબાધ છે, સચ્ચિદાનંદ રૂપે ચિધન છે, અક્ષય છે, અનન્ત છે, નિત્ય છે, અવ્યાબાધ છે, પરમસુખ છે. આવું સુખ જ્યાં અનુભવાય જે અવસ્થામાં રહી ભોગવાય તે સ્થાન વિશેષનું નામ મોક્ષ છે. પણ વિચારશીલ મનુષ્યને લાગે કે આ તો શબ્દોના સાથિયા પૂર્યા હોય તેવું લાગે છે, શબ્દોની જાળ છે. ભલા ભાઈ આવું વર્ણન મેં નથી કર્યું, કોઈ સાંસારિક વ્યક્તિએ નથી કર્યું, પૂજ્ય એવા તપોનિષ્ઠ મુનિએ પણ નથી કર્યું પરંતુ સાધનાદિથી અષ્ટકર્મોનો કચ્ચરઘાણ કાઢી ત્રણે કાળનું અપ્રતિપાતી કેવળજ્ઞાન મેળવ્યું છે તેવા તીર્થકરોની અમૃતઝરતી વાણી ઝીલી તેમના પટ્ટધર ગણધર શિષ્યોએ આગમમાં પ્રતિપાદિત કર્યું છે. મૃત્યુ પછી સંસારપર્યાયના અંતે જીવનું અસ્તિત્વ સ્વીકારીએ તો મોક્ષ સિદ્ધ થાય. બોદ્ધોના દીપનિર્વાણના સિદ્ધાન્તની જેમ જીવના અભાવને મોક્ષ માનતાં કોઈના પણ અભાવને મોક્ષ માનવો પડે. નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે. અભાવને મોક્ષ માનીએ તો અભાવ ભાવ જેવું સિદ્ધ થાય. તેથી જીવ વિના મોક્ષ કોનો ? જીવાત્માનો મોક્ષ સત્ય પક્ષ ઠરે છે. જીવની દેવ-તિર્યંચાદિ સાંસારિક પર્યાયોનો નાશ થતાં; મુક્તિ પર્યાયની ઉત્પત્તિથી આત્મા કાયમ, નિત્ય, સિદ્ધ રહે છે. કર્મનાશે સંસાર નાશ પણ:કમ્મકઓ સંસારો તન્નાસે તસ્ય જુજ્જઈ નાસો || જીવકમૂકયું તત્રાસે તસ્સ કો નાસો || ૧૯૮૦ | કર્મ કોની સાથે બંધાયેલા છે ? કર્મ કોનાથી ? જો કર્મ નાશે જીવનો નાશ સ્વીકારીએ તો મોક્ષનું અસ્તિત્વ ક્યાંથી ? કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય જે ઉચિત છે. જીવાત્મા કર્મનો બનેલો નથી. કર્મ જીવને બનાવતું નથી. જીવે કર્મ બનાવ્યાં છે. જો કર્મ જીવનું કારણ નથી તો કર્મના નાશથી જીવનો નાશ કયા આધારે થાય ? કર્મના નાશ પછી જીવાત્મા રહે છે. તેથી મોક્ષ જીવાત્માનો છે નહીં કે કર્મનો. કર્મથી, તેના સંયોગ-વિયોગથી સંયોગના 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા નાશથી મોક્ષ અને કર્મના સમુચા નાશથી સિદ્ધ થવાય. અત્રે કૃત્ન શબ્દનું મહત્ત્વ સાચું સમજાય છે. કૃમ્ન સંપૂર્ણ નિગોદમાં જે આત્મા ૮ કર્મોથી સંયુક્ત હતો, કર્મ મિશ્રિત હતો, એક નહીં પણ ૮ કર્મોથી જકડાયેલો હતો તેથી અસંખ્ય પ્રદેશી આત્મા કામણવર્ગણાની રજકણોથી ભરેલો આઠ કર્મોથી આવરિત થયો છે, તેમનું આવરણ છે. જ્યાં સુધી આવરણો છે ત્યાં સુધી સંસારી અવસ્થા ચાલુ, નષ્ટ થાય ત્યારે જ મોક્ષ. અનાદિકાળથી જીવે અનન્તાનંત ભવો કર્યા. અનન્ત પુગલપરાવર્ત કાળ વ્યતીત થઈ ગયો. છતાં પણ જ્યાંના ત્યાં. પ્રવાહની પરંપરાથી કર્મોનું લાગવું અને ખપવું ચાલુ જ રહ્યું. ઉદયે ખપે અને નવા બંધાયા જ કરે છે. કર્મક્ષય માટેનો ઉપાય નિર્જરા છે. આંશિક નિર્જરાની સાથે સંપૂર્ણ નિર્જરા થઈ જાય સર્વથા, સદંતર સર્વ કર્મો ખરી પડે; આત્મા પર કાર્મણવર્ગણાનો એક પણ પરમાણું ન ચોંટેલો હોય ત્યારની અવસ્થામાં મોક્ષ આવે. કર્મનો બંધ અનાદિ છે, આંશિક નિર્જરા પ્રતિદિન થતી રહે છે; સંપૂર્ણ નથી થતી. સંયોગ હોય ત્યાં વિયોગ હોય જ. બીજું આત્માને આકાશની જેમ વ્યાપક ન માની શકાય. તેને દેહાકાર જ માનવો ઘટે. જે જે શરીર ધારણ કરે કીડી, હાથી, મગતરું, વ્યાધ્ર, મોટો મગર, મસ્ય તે તે દેહ પ્રમાણે આત્મા વિકાસ કે સંકોચ પામે. આત્મા વિસ્તૃત પણ થઈ શકે છે, સંકોચાઈ પણ શકે છે. આહારક શરીર ધારણ કરી પ્રશ્નનો જવાબ મેળવવા તે સાધ્ય પુરુષ ૧૪ રાજલોક જેટલો આત્માને વિકસાવી શકે છે ને ? મુક્તાત્માનો વિચાર કરતાં સિદ્ધાત્મા આકાશ જેટલો વિસ્તૃત નથી પરંતુ મોક્ષે જતાં પહેલાં જીવ જે શરીર ત્યજે છે તેના ૧/૩ ભાગ પ્રમાણનો આકાર તે ધારણ કરે છે. આટલી જગ્યા રોકે છે, આટલો આકાશ પ્રદેશને સ્પર્શે છે. આ બધાં મુક્તાત્માઓ ૪૫ લાખ યોજન વિસ્તૃત સિદ્ધશિલા પર એકબીજાને અંતરાય ન થાય તેમ ગેસ ભરેલા ફુગ્ગાની જેમ ઉપર જઈ લટકે છે. ગેસથી ભરેલો ફુગ્ગો દોરીથી બાંધી ધીરે ધીરે ઉપર છોડવામાં આવે છે. જો ભૂલેચૂકે દોરી હાથમાંથી છૂટી જાય તો તે ફુગ્ગો સીલીંગની ટોચ પર જઈ લટકે છે. તેવી રીતે મોક્ષે ગયેલો જીવ સિદ્ધશિલાની ટોચ પર લટકે છે. નવા મળેલા સ્વરૂપવાળા બધાં મુક્તાત્માઓ આટલી જગામાં કેવી રીતે સમાઈ શકે તેવો પ્રશ્ન ઉદ્ભવે. જેમ ઓરડામાં ૧, 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ જેન ધર્મના પુષ્પગુચ્છ ૫, ૧૦, ૧૦૦ દીવડાની જ્યોત સમાઈ શકે, દરેક સ્વતંત્ર રહી શકે છે. જ્યોતમાં જ્યોત ભળેલી લાગે પરંતુ દરેક દીવો આસાનીથી બહાર જ્યોત સાથે લઈ જઈ શકાય તેવી રીતે અનેકાનેક મોક્ષ પામેલા આત્માઓ સંકોચ અને એકબીજાને અડચણ ન કરે તેવી રીતે રહી શકે છે. આવી રીતે નિશ્ચિત સ્થાનમાં પોતપોતાનું શુદ્ધ સ્વરૂપ સાચવી નવી જગ્યાએ, નવી રીત, નવા ઢબે સંકોચ કે વિકાસાદિ વિકારને વશ ન થતાં એકબીજાને બાધા ન કરે તેવી રીતે નિત્ય, નિરંતર સદા માટે સ્વતંત્ર તેમજ બધાં સાથે ઘર્ષણ કર્યા વગર રહે તેવું સુંદર સ્થાન તે સિદ્ધશિલા છે. મુક્તાત્માને કેવા પ્રકારનું સુખ ઉપલબ્ધ હોય. તેને અકૃત્રિમ, સ્વાભાવિક, પ્રકૃષ્ટ, વણાતીત સુખ હોય છે. અશરીરી છતાં પણ ભોગવવાનું ન હોવાથી ભોગ વિના પરમ સુખી છે. તેને જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ. અરતિ, રતિ, કામ, ક્રોધ, માન, માયા, તૃષણા, રાગ, દ્વેષ, શોક, મોહ, સુધા, પ્યાસ, શીત, ઉષ્ણ, ચિત્તા, ઓસ્ક્ય કંઈ નથી. સર્વ બાધાની ઉપર ગયેલો અવ્યાબાધ, અખંડ સુખ ભોગવે છે. અત્રેનું સુખ જડ નથી, જ્ઞાનગમ્ય છે. તે પરમજ્ઞાની, સર્વજ્ઞાની, અનન્તજ્ઞાની છતાં પણ વીતરાગી છે. શું તેને કામ-ભોગાદિ પ્રકારનું સુખ હશે ? ના. તત્ત્વાર્થ ભાષ્યની ટીકામાં લખ્યું છે :સવ્યાબાધાભાવાત્ સર્વજ્ઞત્વોચ્ચ જાવતિ પરમ સુખી ! વ્યાબાધાભાવોડત્ર સ્વચ્છસ્ય જ્ઞસ્ય પરમસુખમ્ | બાધા ન હોવાથી, સર્વજ્ઞ હોવાથી તે પરમ સુખી છે. બાધાના અભાવથી સ્વચ્છ જ્ઞાતા તરીકે પરમ સુખ તેને હોય છે. નૈયાયિક દર્શનમાં “એકવિંશતિ દુઃખધ્વસો મોક્ષઃ' આવા પ્રકારની જડ મુક્તિ ૨૧ દુઃખોના નાશ થકી માને છે તે હાસ્યાસ્પદ છે. તેવી રીતે અનાત્મવાદી બોદ્ધો દીપનિર્વાણ જેવી જડ મુક્તિ માને છે; જે અજ્ઞાનાત્મક સિદ્ધ થતાં જડ જ રહે છે. ચર્ચાના સાર રૂપે એક વાક્યમાં કહેવું હોય તો જેનોની મુક્તિ આત્માની કર્મરહિત ચરમ શુદ્ધ કોટિની જ્ઞાનાત્મક શુદ્ધ અવસ્થા છે જે જડ પણ નથી. આત્માનું અસ્તિત્વ ન રહે તેવો દીપનિર્વાણ જેવો મોક્ષ શા કામનો ? વ્યક્તિ જેવી રીતે ઘરના બારીબારણામાંથી બહાર જુએ છે તેવી રીતે દેહમાં રહેલો આત્મા ઈન્દ્રિયો રૂપી બારાબારણામાંથી બહારના વિષયાદિનું જ્ઞાન કરે 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ re મોક્ષમીમાંસા છે. પરંતુ મોક્ષમાં ઈન્દ્રિયોની અપેક્ષા જ નથી કેમકે ઈન્દ્રિયાદિ સહાયક સાધન ત્યાં અનપેક્ષિત છે. તે ત્યાં જ્ઞાનધન છે. જેમ પરમાણું રૂપાદિ રહિત ન હોય તેમ આત્મા ક્યારેય પણ જ્ઞાનરહિત ન હોય. જેમ માતા અને વંધ્યા અવાસ્તવિક છે, તેમ મુક્તાત્મા જ્ઞાન વિના જ્ઞાનરહિત હોય જ નહીં. મુક્તાત્મા આત્મા હોઈ જ્ઞાનમય જ હોય. સંસારીના જ્ઞાન કરતાં મુક્તાત્માનું જ્ઞાન અનેકગણું હોય છે. તે કેવળજ્ઞાનધારી છે; પૂર્ણજ્ઞાની હોય છે. શું મુક્તાત્મા અજીવ બને ? દ્રવ્યની મૂળભૂત સ્વાભાવિક જાતિ કોઈ પણ રીતે અત્યંત વિપરિત જાતિરૂપે બદલાય નહીં. જેમ આકાશની અજીવ, જડ, મૂળજાતિ જે સ્વાભાવિક છે તે કદાપિ બદલાય નહીં તેવી રીતે જીવની જીવત્વ, અમૂર્તત્વ, દ્રવ્યત્વ મૂળભૂત સ્વાભાવિક જાતિ બદલાય નહીં. અજીવત્વ જીવત્વથી અત્યન્ત વિપરિત હોઈ બદલાય નહીં. મુક્તાવસ્થામાં જીવની પર્યાયોમાંની આ એક વિશિષ્ટ પર્યાયાવસ્થા છે. સંસારી કે મુક્તાત્મા તરીકે જીવત્વ અને દ્રવ્યત્વ તેનું તે જ રહે છે. મોક્ષમાં જીવ અજીવ બની જાય તેવી મુક્તિ સિદ્ધાન્ત વિરૂદ્ધ છે. જેમ દ્રવ્યત્વ નથી બદલાતું તેમ દ્રવ્યના ગુણ બદલાતા નથી. આત્માના જ્ઞાન-દર્શન-ઉપયોગાત્મક મૂળભૂત ગુણો સનાતન છે જે અજીવથી જુદાપણું બતાવે છે; જીવની વિભિન્ન અવસ્થા વિશેષમાં આવરણો આવે ને જાય. જ્ઞાનદર્શનાદિ આરિત થાય પણ નાશ ન પામે તેથી મુક્તાત્માને અજીવ માનવાની આવશ્યકતા નથી. ‘જડા ચ મુક્તિ’ વાળો મત મુક્તિ જડાત્મક માને છે જે માન્યતા રાખનારા નેયાયિકો હતભાગી છે. આત્માથી જ્ઞાનને ભિન્ન માની આત્મામાં ઉત્પન્ન પણ થાય અને નષ્ટ થાય; જ્ઞાનવાળો આત્મા જ્ઞાનરહિત થાય તેમ માનવું કૃત્રિમ છે, હાસ્યાસ્પદ છે. તેથી મુક્તિને જડ માનવી અયોગ્ય છે. ગુણો મૂળભૂત દ્રવ્યમાં જ રહેલાં છે, ભિન્ન નથી. જ્ઞાનગુણ આત્મામાં બહારથી નથી આવતો સ્વદ્રવ્યાંતરગત હોય છે, રહે છે. સંસારી અવસ્થામાં આઠ પ્રકારના આવરણોથી તે ગુણ આવરિત થઈ જાય, આવરણો હઠી જતાં જેમ વાદળો વિખરાતાં સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશે તેમ આવરણો હઠતાં આત્મા સોળે કળાએ જ્ઞાનાદિ ગુણો વડે ઝળહળે, મૂળ સ્થિતિમાં આવીને જ રહે. પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિ અને શ્રુત પરોક્ષ જ્ઞાનમાં આત્મા ઈન્દ્રિયોની મદદથી જુએ-જાણે છે; ઈન્દ્રિયો અને મનથી જ્ઞાન થતું નથી. તેઓ મૂળ સ્રોત નથી સાધન છે. તે બંને જડ છે. તેને જ્ઞાન નથી. જ્ઞાન આત્માને થાય છે. જોનાર જાણનાર આત્મા છે. જ્ઞાનથી જડનું ભેદક જ્ઞાન 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ થાય છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, જ્ઞાનરહિત નહીં પણ અહીં અલ્પતા સૂચક છે. તેથી અજ્ઞાન એટલે અલ્પ જ્ઞાન, પૂરું નહીં, અધુરુ જ્ઞાનનો અભાવ (અજ્ઞાન) કહેવાથી જીવ અજીવ થઈ જાય. જીવ જડ ન થાય. કેમકે જ્ઞાન અજીવનું નહીં; જીવનું લક્ષણ છે. જ્ઞાનાદિ જે આવરિત થયેલાં છે તેને પ્રગટ કેવી રીતે કરવું ? જે મૂળભૂત સત્તામાં હોય તે જ પ્રગટ થાય. બહારથી તે લાવી ન શકાય. વાદળો ખસતાં જેમ સૂર્ય ઝળહળી ઉઠે છે તેમ આવરણો હઠતા મૂળમાં જે હતું તે પ્રગટ થાય છે, દૃષ્ટિગોચર થાય છે, ન હતું અને આવ્યું તેવું નથી. આવરણો હઠતાં કર્મો નષ્ટ થતાં જાય અને આત્મા શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ મુક્ત થઈને રહે. આ માટેની કઈ પ્રક્રિયા છે. તે માટે આરાધના, વ્રત, નિયમ, પચ્ચકખાણ, તપ, જપ, ભક્તિ, ધ્યાનાદિ દ્વારા ઉત્તરોત્તર આત્માના ગુણો જેમ જેમ પ્રગટતાં જાય, ઝળહળતાં જાય, પ્રકાશિત થતાં રહે જે “સિદ્ધાણં બુદ્ધાણં' પ્રમાણે પરંપરા થાય જેથી ગુણસ્થાનકોની ૧૪ પગથિયાંની સીડી ચઢ-ઉતર કરતાં છેવટે ૧૩૧૪ સયોગી(૧૩) અયોગી(૧૪) પગથિયા પર ચઢતાં આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સચ્ચિદાનંદ સ્વરૂપ જે સ્વસંવેદ્ય છે,જે અનભિલાષ્ય છે, જે વર્ણનાતીત છે; તે કક્ષાએ નિત્ય, નિરંતર સાશ્વત અવ્યાબાધ સુખાનુભાવ થકી આત્મા અમર, અજર થાય છે જે માટે શ્રી નમુત્થણ કે શક્રસ્તવમાં કહ્યું છે કે - અપ્પડિહયવર-નાણદંસણધરાણ, તિજ્ઞાણ, તારયાણ, બુદ્ધાણં બોતિયાણ, મુત્તાણ, મોઅગાણ, સવલૂણ, સવદરિસીણં, સિવમયલમરૂઅમરંત મમ્બયમવા બાહમપુણરાવત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણ સંપત્તાણ'. આ સિદ્ધગતિ કલ્યાણકારી, અચલ, રોગાદિ રહિત, અનન્ત (અંત વગરની એટલે કે શાશ્વત), અક્ષય, વ્યાબાધા રહિત જ્યાંથી ફરી સંસારમાં ફરી પાછા ચારે ગતિના ચક્રાવામાં ઘુમવાનું નથી, તેવી સિદ્ધગતિ આત્માની થાય છે. આવા પ્રકારનું કેવળજ્ઞાન ૧૩-૧૪ પગથિયે ૪ પ્રકારના ધ્યાનમાંથી ૧-૨ ને ઓળંગી ત્રીજામાં પ્રવેશતાં પ્રાપ્ત કરે છે. તે સાથે શું શું પામે ? તે ક્યારે પ્રાપ્ત કરે, કેવી રીતે તેની રીતરસમ પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યશ્રી તત્ત્વાર્થસૂત્રમાં આમ જણાવે છે : “મોહ ક્ષયાત્ જ્ઞાનદર્શનાવરણાન્તરાય ક્ષયાએ કેવલમ્' એટલે કે ચારે ઘાતી કર્મોના ક્ષયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાતને 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૯૧ તત્ત્વાર્થાધિગમની અંતિમ કારિકાઓ નિર્દેશ છે કે : સંસારબીજે કાર્બેન મોહનીય પ્રતીયતે || તતોડત્તરાયજ્ઞાનાધ્વ દર્શનધ્યાના નાતરમ | મહીયતેવસ્ય યુગપતુ ત્રીણિકર્માણિ અશેષતઃ | સર્વ પાપોના બાપ સમાન મોહનીય નષ્ટ થતાં અવાન્તર કર્મો ચપટી વગાડતાં ક્ષીણ થઈ શકે છે. તે માટેનું ઉદાહરણ આમ છે - ગર્ભસૂચ્યાં વિનખાયાં યથા તાલો વિનશ્યતિ | તથા કર્મક્ષય યાતિ મોહનીયે ક્ષય ગતે ! સૂચિ વડે મધ્યમાં રહેલા તંતુનો નાશ થતાં તાડનું ઝાડ નાશ પામે તેમ મોહનીય નષ્ટ થતાં બાકીનાં સર્વ કર્મો ક્ષય પામે છે. ધ્યાન અંગે કલ્યાણ મંદિર સ્તોત્ર તરફ વળીએ. ત્યાં ધ્યાનાજ્જિનેશ! ભવતો ભવિનાઃ ક્ષણેન દેહ વિહાય પરમાત્મદશાં વ્રજન્તિ (૧૫) વિશ્વવિકાસ હેતુ: (૩૦) વળી અજ્ઞાન વયપિ સદેવ કથંચિદેવં જ્ઞાન ત્વપિ હુરતિ ૪૩-૪૪માં જણાવ્યું છે કેઃ તબિંબ નિર્મલ મુખાબુજબદ્ધલક્ષા...પ્રભાસ્વરાઃ સ્વર્ગ સંપદો ભુકવા | તે વિગલિતમલનિચયા, અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત ને ૪૪ સંસારને કાયમી તિલાંજલિ દઈ મુક્તાત્મા કેવી રીતે સિદ્ધ શીલાએ જાય છે ચાર ઘાતી કર્મોના નાશથી નિમ્નલિખિત આમ પ્રાપ્ત થાય છે - મોહનીયના ક્ષયે વીતરાગતા પ્રાપ્ત થાય. જ્ઞાનાવરણીયના ક્ષયે અનન્ત (અક્ષય) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. દર્શનાવરણીયના ક્ષયે અનન્ત કેવળદર્શન પ્રાપ્ત થાય. અત્તરાયના ક્ષયે અનન્તાદિ લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અશરીરી એવો મુક્તાત્મા કેવો હોય તે વિષે જણાવે છે :સિદ્ધાણં નત્યિ દેહો, ન આઉ ન કમ્મ ન પામ જાણિઓ | સાઈ અનન્તા તેસિં, હિંઈ જિણાંદગમે ભણિયા IT અનાદિનો ચાલ્યો આવતો કર્મસંયોગ નષ્ટ થયો તેથી શરીર, જન્મ, મરણ, સુખ, દુઃખાદિ ખતમ થયાં જેથી સર્વગુણો પૂર્ણપણે પ્રગટયા. 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ઉપર જોયા પ્રમાણે મોક્ષ માત્ર મનુષ્ય ગતિમાં જ મળે. અહીં સાધનાદિ સર્વ પ્રકારની સામગ્રી હાથવેંતમાં છે. દેવોમાં ઘણો મોટો ભાગ મિથ્યાત્વી છે જેમને સમકિત વગર મોક્ષના ફાંફા. સમકિતી દેવો ઓછા પ્રમાણમાં છે (જે નરકમાં પણ હોઈ શકે. દા. ત. શ્રેણિક મહારાજા) તેઓ ચોથા અવિરતિ સમકિત ગુણસ્થાનકથી આગળ ન જઈ શકે. પાંચ, છ ગુણસ્થાન વગેરે વગર મોક્ષ ક્યાંથી સંભવે ? તિર્યંચો જેવાં કે દેડકો, મેરૂપ્રભ હાથી વગેરે પણ પાંચમા ગુણઠાણાથી આગળ ન જઈ શકે ને ? નરકના જીવો દારૂણ દુઃખાદિમાં ક્યાંથી આ માટેનો શેખચલ્લી વિચાર પણ કરે! વળી મોક્ષે જવા આટલું અત્યંત આવશ્યક છે. અઢી દ્વિીપમાં જે ૧૫ કર્મક્ષેત્રો છે તેમાં પાંચ ભારત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહમાંથી જ મુક્તિ મળી શકે. તેમાંથી ભારત અને ઐરાવતમાં માત્ર ત્રીજા-ચોથા આરામાં જ બંને ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં શક્ય છે જ્યારે મહાવિદેહમાં હંમેશા મોક્ષના દ્વાર ખુલ્લાં છે. અત્યારે પણ ત્યાં ૨૦ વિદ્યમાન, વિહરતા સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી વગેરે વિચરે છે. મોક્ષ માટે સૌ પ્રથમ મનુષ્યગતિ, પૂર્ણ પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, ત્રયપણું, ભવ્યત્વપણું, તથા ભવ્યત્વનો પરિપાક, ક્ષાયિક સમ્યકત્વ, અણાહારીપણું, યથાખ્યાતચારિત્ર જે દ્વારા વધતાં વધતાં જ્ઞાન, દર્શન, વિરાગીપણું પ્રાપ્ત કરવું જ પડે. ૧૪ માર્ગણામાંથી આટલું તો અવશ્ય જોઈએ જ જોઈએ. એકના પણ અભાવથી મોક્ષ દૂર રહે, ન મળે. કેવળજ્ઞાની તો અવશ્ય મોક્ષે જાય કારણ કે તે અપ્રતિપાતિ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તથા અરિહંત બનીને પણ મોક્ષે જવાય તે માટે આ ચાર પદ મુખ્ય છે. અનન્ના મોક્ષે જઈ શક્યા છે. સાધુ તો તેને માટે મૂળભૂત પાયાનું પદ છે. અરિહંત થઈને મોક્ષે જનારા ઘણાં થોડા, તેથી વધુ આચાર્ય થઈને, તેનાથી વધારે ઉપાધ્યાય થઈને, સૌથી વધારે સાધુ થઈને. માટે જ કાંકરે કાંકરે સિદ્ધા અનન્તા. પાંચ પરમેષ્ઠિ મોક્ષે જનારામાં પ્રધાન છે. નવકાર મહામંત્રમાં તેઓ સ્થાનાપન્ન થયેલાં છે. મહામંત્રનું પ્રતિદિન સ્મરણ, કાયોત્સર્ગ, નમસ્કારાદિ કરણીય કૃતિ ગણાવી છે. મોક્ષે જનારાની મુદ્રા કઈ હોય ? અત્ત સમયે કોઈ પદ્માસનમાં બેઠાં બેઠાં, કોઈ કાયોત્સર્ગ મુદ્રામાં, કોઈ સંથારો કરી તો વળી કોઈક સુતા સુતા પણ જાય. મોક્ષ ગમન સમયે અન્ને કાયાને સ્થિર કરી દે. શૈલેશીકરણ કરે, યોગો 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા રૂંધી લે, શરીરના પોલાણના ભાગ પૂરીને આત્મા એક ઘનાકારે સ્થિર બને છે. વળી મોક્ષપ્રાપ્તિ માટે શરીરની જઘન્ય અવગાહના બે હાથ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હોવી જોઇએ. તેનાથી ઓછી ૧ હાથની કાયા તથા ૫૦૦ ધનુષ્યથી વધારે અવગાહનાવાળા જીવો મોક્ષે ન જઈ શકે. છઠ્ઠા આરામાં જીવની અવગાહના એક હાથની હોવાથી મોક્ષગમને યોગ્યતા ધરાવતા નથી. મોક્ષે જતાં ઉંચાઈ જે હોય તેનો ૧/૩ ભાગ ઘટી જાય. જેમકે ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળું હોય તો તેને ૧/૩ ભાગ રહે, એટલે ૧ હાથનું રહે, ૨ હાથની અવગાહના હોય તો ૧ હાથ ૮ અંગુલ પ્રમાણ રહે. ક્ષેત્રદ્વાર પ્રમાણે આ મુક્તાત્માની અવગાહના વિચારી છે. દર છ મહિને એક આત્મા સિદ્ધ થાય તેથી નિગોદમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. સામાન્ય રીતે એક સમયે એક આત્મા મોક્ષ પામે. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના સમયમાં ૧૦૮. મુક્તિ પામ્યા. પોતાના ૯૯ પુત્રો, ભરતના ૮ પુત્રો, અને 28ષભદેવ પોતે એટલે ૧૦૮). બીજા તીર્થકર અજીતનાથ ભગવાનના સમયે ૧૭૦ મોક્ષે ગયા. પાંચ મહાવિદેહની ૩૨ ચૂલિકામાંથી પ્રત્યેકમાંથી ૫, એટલે ૩૨*૫=૧૬૦; ભરતમાંથી અને એરાવતમાંથી ૫ કુલ્લે ૧૬૦+૫૫=૧૭૦. ચોથા તિજયપહુરસ્મરણમાં નવમી ગાથામાં:-પંચદસકમ ભૂમિસુપ્પિન્ન સત્તરિ જિણાણ સયં (પાંચ કર્મભૂમિમાં ૧૭૦ ઉત્પન્ન થયાં છે), તેની ૨, ૩, ૪, ૫મી ગાથામાં આ જ સંખ્યા છે જેનો એક ચમત્કારી યંત્ર ૧૭૦નો બને છે. વળી અહીં પણ આ વાત રજુ કરી છે - વરકનકશખવિદ્રુમ મરકતધન સંત્રિભે વિગતમોહમ્ | સપ્તતિશત જિનાનાં સર્વાભરપૂજિત વંદે | મોક્ષે જતાં જીવ એકજ સમયમાં સીધી ઉર્ધ્વગતિમાં સિદ્ધશિલાની ટોચે પહોંચી જાય તેવી આત્મા શક્તિ ધરાવે છે. તેથી આગળ કેમ નહીં? અલોકાકાશમાં. ગતિસહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી તેથી આગળ જઈ ન શકે, ખરું ને ? ૧૪ રાજલોકમાં જીવોનું સતત એક લોકમાંથી બીજામાં, એક ગતિમાંથી બીજીમાં, ઉર્ધ્વલોકમાંથી તિરછાલોકમાં કે અધોલોકમાં ગમનાગમન ચાલુ જ છે. ત્રણે લોકની આ પરિસ્થિતિ છે. મોક્ષે જનાર જીવ સીધો, વાંકો-સૂકો, 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૯૪ તીછો થયા વગર સીધો ઉપર જાય છે. સર્વ કર્મોનો નાશ થવાથી આત્મા લોકાન્ત, લોકના અંત સુધી ઉપર જઈ સ્થાનાપન્ન થાય છે. બળી ગયેલાં લાકડાની જેમ નિર્વાણ પામે છે. આઠ માટીના થર લાગેલો ઘડો ભારથી ઠેઠ નીચે જાય તેમ આત્મા ૮ કર્મોના ભારથી સંસારમાં ડૂબેલો રહે છે. એક પછી એક થર દૂર થતાં આ ઘડો પાણીની ઉપર આવી તે પર તરે છે તેવી રીતે ૮ આવરણો વિહીન થયેલો આત્મા ઉપર ને ઉપર ઊર્ધ્વ ગતિ કરતો સિદ્ધ ક્ષેત્રે પહોંચે છે, સિદ્ધશિલાએ સ્થિર થાય છે. તે ઊર્ધ્વગામી, ૠજુ સરલ સીધી ગતિએ લોકના અંત ભાગ સુધી જાય છે જે માટે એક જ સમય લાગે, સમયાન્તર પણ થાય નહીં. જેમ કુંભાર ઘડી રહેલા ઘડાને ચક્ર ૫૨ ગતિ આપી પછી આપ મેળે ગતિ કરે છે. ધનુષ્યમાંથી છોડેલું બાણ આપ મેળે ગતિશીલ રહે. વળી એરંડફળ, યંત્ર અને પૈડાનું બંધન છેદાતાં બીજ, કાષ્ઠ, પેટાપુટની ઉ૫૨ ગતિ થાય છે. જેમ પત્થર નીચે પડે, અગ્નિ ઉર્ધ્વ ગતિ કરે તેમ સ્વભાવાનુસાર આત્માને ઉંચે જવાનો સ્વભાવ છે. ‘સ્વભાવઃ દુસ્યજઃ' ધુમાડાની જેમ કર્મો બાળી ઉપર જાય છે. નરક તો નીચે છે તો તે નીચી ગતિ કેવી રીતે કરે ? આ ગતિ તેના કર્માધીન છે. પુષ્કળ પાપોનો ભાર કારણભૂત છે. તેથી કર્મયુક્ત સંસારી જીવ ઉપર નીચે અને તિર્થી ગતિ કરે છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્ય જણાવે છેઃ ‘તદનન્તરમ્ ઉર્ધ્વ ગચ્છત્યા લોકાન્તાત્ વળી જેમ એક દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણું) એકી સાથે થાય છે એક સમયમાં તેવી રીતે સિદ્ધના જીવની ગતિ, મોક્ષ અને ભવક્ષય ત્રણે ભાવો એક સાથે જ થાય છે. જે સમયે ભવનો ક્ષય, એ જ સમયે ગતિ અને એક સમયમાં મોક્ષમાં જીવ સ્થિર થઈ જાય. ત્રણે સાથે. આ માટે આ દ્રષ્ટાન્ત આપે છેઃ ઉત્પત્તિશ્ર્વ વિનાશથ પ્રકાશ તમો રિહ યુગપત્ જાવ તો તદ્ઘત્ તથા નિર્વાણ કર્મણોઃ ।। પ્રકાશની ઉત્પત્તિ સાથે જ અંધકારનો નાશ. તેવી રીતે સર્વ કર્મોનો નાશ (ક્ષય), નિર્વાણ=મોક્ષની ઉત્પત્તિ આ બંને એકી સાથે જ થાય. તેથી કર્મક્ષય, ભવક્ષય, ઉર્ધ્વગતિ અને મોક્ષમાં સ્થિર થવાનું સાથે જ થાય, સમયાન્તર નહીં. બધાં જ કર્મોનો ક્ષય થતાંની સાથે જ સાત રાજલોક જેટલું અંતર એક સમયમાં કાપે છે. લોકમાં તેમ અલોકાકાશ બંનેમાં આકાશ સમાન છે. તો શા માટે 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા અટકી જાય આગળ ન જાય. તેનો ઉત્તર આમ છે ઃતતોઽપ્યુર્ધ્વ ગતિસ્તેષાં કસ્માત્રાસ્તિઇતિ ચેન્મતિઃ । ધર્માસ્તિકાય સ્યામાવાત્ સિંહ (હેતુ) ર્ગતેઃ પરઃ ।। વળી ૧૪ રાજલોકની મધ્યમાં જે ત્રસનાડીમાં જે જીવો છે તે આ અઢી દ્વીપમાંથી કર્મક્ષય કરી મોક્ષે જાય ત્યારે ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ કરવામાં મદદ કરે છે. સિદ્ધ ભગવંતોની સ્તુતિ આ પ્રમાણે કરાય છે ઃસિદ્ધાણં બુદ્ધાણં પારગયાણં પરંપરાગયાણું | લોઅગ્નમુવગયાણં નમો સયા સવ્વ સિદ્ધાણં || જે મુક્તાત્મા દેહ ત્યજી એક સમયમાં લોકાન્તે સ્થિર થઈ શાશ્વત નિત્ય રહે છે તે સ્થળ સૂક્ષ્મ, મનોહર, સુગંધી, પવિત્ર, પરમ પ્રકાશમય પ્રભારા નામની પૃથ્વી લોકાગ્રે આવેલી છે જેને આપણે સિદ્ધશિલા તરીકે જાણીએ છીએ. જે અર્ધચંદ્રાકાર ૪૫ લાખ યોજન વિસ્તાર ધરાવે છે. કેમકે મોક્ષે આવનારા જીવો ૪૫ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા અઢી દ્વીપમાંથી ૯૦ અંશના કાટખૂણે સીધી દિશામાં જાય છે, આત્મા જે સ્થાનમાંથી જશે તેની સીધો ઉપર જ સ્થિર થશે. જેમકે સમ્મેતશિખર તીર્થથી ૨૦ તીર્થંકરો મોક્ષે ગયા, પાર્શ્વનાથ હિલ પર કાયોત્સર્ગ ધ્યાનમાં પાર્શ્વનાથે અઘાતી કર્મો ખપાવ્યા જે પણ ટૂંકથી સીધા ૯૦° એ છે. આ રીતે વીશ તીર્થંકરો, સર્વ સાધુઓ ભગવાન મહાવીર સ્વામી પાવાપુરી નગરીમાંથી સીધા ઉપર ગયા. સિદ્ધશિલાનું વર્ણન આમ કર્યું છે. ૯૫ તન્વી મનોજ્ઞા સુરભિઃ પુછ્યા પ૨મભાસ્વરા । પ્રાગ્ભારા નામ વસુધા લોકમુÁિ વ્યવસ્થિતા ।। ખુલ્લી ક્ષત્રીવાળા આકારની જે સિદ્ધશિલા છે તે જાણે કે છત્રી સમાન છે જેની નીચે ઉભા રહેવાથી વરસતા વરસાદથી બચી શકાય છે તેમજ હાથમાં પાત્ર રાખ્યું હોય તો તે પાણીથી ભરાઈ જાય; તેવી રીતે સિદ્ધશિલાએ બિરાજતા સિદ્ધાત્માઓની કૃપાવૃષ્ટિ નીચે આવેલી તીર્થભૂમિમાં જેને માટે કાંકરે કાંકરે સિદ્ધાત્માઓનું સાનિધ્ય કે અસ્તિત્વ છે તેને આ રીતે ઘટાવવાનું છે કે આ ઉઘાડી સિદ્ધશિલા રૂપી છત્રીમાંથી સતત અમી દૃષ્ટિ તથા કૃપાનો વરસાદ વરસી રહ્યો છે તે કૃપા તથા અમી દૃષ્ટિ બંને ઝીલવા માટે પૃથ્વી પર સમ્મેતશિખર, 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૯૬ શેત્રુંજય, ગિરનાર, તારંગા, આબુ, તથા જેને ૧૪૦૦ સ્તંભો છે તેવું અદ્વિતીય તીર્થ રાણકપુરાદિ આ વૃષ્ટિ ઝીલવાના સુવર્ણ પાત્રો છે. એથી કાંકરે કાંકરે તેઓની કૃપાવૃષ્ટિ ઝીલી શકાઈ છે ને ? કેમકે જે ભૂમિ પરથી આત્માઓ સિદ્ધ થયાં છે તેના શુદ્ધ, પવિત્ર, પાવન કરનારા પરમાણુઓ વિદ્યમાન હોવાથી તીર્થોની મહત્તા વધી જાય છે. તેથી શું આમ નહીં કહેવાયું હોય કે અન્ય ક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ. માટે જ આવી સુંદર કલ્યાણક ભૂમિઓની તીર્થયાત્રા કરવાનો શાસ્ત્રમાં આદેશ છે ? સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની છે તેનું કારણ નીચે મનુષ્ય લોકમાંથી અઢી દ્વીપમાં આવેલાં દ્વીપ-સમુદ્રોનું ક્ષેત્ર પણ ૪૫ લાખ યોજન છે. અઢી દ્વીપમાંથી બહારના સ્થળેથી મુક્તિના દ્વાર બંધ છે કારણ તે દ્વીપ-સમુદ્રોમાં મોટા મોટા તિર્યંચ પશુ-પક્ષીઓ આવેલાં છે. ફક્ત તેમની જ વસતી છે. મનુષ્યેત્તર મોક્ષ પામી શકે નહીં. એક શંકા થાય છે કે અનાદિ કાળથી અનન્ત જીવો મોક્ષે ગયા છે. અશરીરી છતાં પણ તે સ્થાન યોગ્ય સ્વરૂપ ધારણ તો કર્યું પણ આટલા સંકુચિત સ્થાનમાં એક ઠેકાણે સ્વસ્વરૂપ ધારણ કરી એક બીજાની સાથે સંઘર્ષ ન થાય, અથડામણ ન થાય, એક બીજા ભીચડાઈ ન જાય તે કેવી રીતે શક્ય બને. આગળ જોયું કે ગેસ ભરેલો ફુગ્ગો સીધો છતની ટોચે સ્થિર રહે છે, અનેકાનેક દીપશિખાઓ એક ઓરડામાં જેવી રીતે પરસ્પર બાધાદિ ન કરતાં સ્વતંત્ર તેમજ એકત્રિત એક સ્થાને હોઈ શકે છે. દરેક દીપશિખાને જોઈએ ત્યારે બહાર લઈ શકીએ, દીપશિખા ભેગી તેમજ સ્વતંત્ર સમાવિષ્ટ થાય તેવી રીતે સિદ્ધશિલાની ટોચે અનન્ત સિદ્ધાત્માઓ વ્યક્તિગત તથા સામૂહિક રહી શકે ને ? એક આત્મા એક સમયે સિદ્ધ થઈ જાય પછી બીજા, ત્રીજાની વચ્ચે કેટલું અંતર પડે ? એકના સિદ્ધ થયા પછી બીજો તરત જ બીજા સમયે સિદ્ધ થઈ શકે છે. આપણે જોયું તે પ્રમાણે એક જ સમયે આશ્ચર્યરૂપે અજીતનાથ સ્વામીના સમયે ૧૭૦ સિદ્ધ થયા હતા ને ? જો અંતર પડે તો છ મહિનાથી વધુ તો નહીં. બીજું આશ્ચર્ય એવું છે કે અનન્તાત્માઓ સિદ્ધશિલાએ પહોંચ્યા તેમને નમો સિદ્ધાણં નમો સયા સવ્વ સિદ્ધાણં એવા ટૂંકા મંત્રથી અનન્તાનંત સિદ્ધોને નમસ્કાર કરી પુણ્યોપાર્જન થઈ શકે. જેવી રીતે અત્રે ઉપસ્થિત રહી સકલતીર્થ વંદુ ઉચ્ચારિયે તો ૧૫ અબજ કરતાં વધુ જિનોને વંદનાદિ થઈ શકે છે ને ? 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા અહીંથી કોઈ આ પાંચ-છ આરામાં સિદ્ધ ન થઈ શકે પરંતુ મહાવિદેહમાં સદા ચોથો આરો છે, સિદ્ધો થયા જ કરે છે તેથી શકસ્તવમાં કહ્યું છે કે : જે અ આઈઆ સિદ્ધી જે અ ભવિસંતિસાગએકાલે / સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ || શું સંસારમાં બધાં જ મુક્તિ પામી જાય તો ખાલી થઈ જાય ? તેના પ્રત્યુત્તરમાં આમ જણાવ્યું છે :જઈ આઈ કોઈ પુચ્છા, જિણાણમઞમિ ઉત્તરે તઈ | નિગોયલ્સ અસંત ભાગો ય સિદ્ધિ ગઓ || અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ પછી આમ હોય તો નિગોદના ગોળાઓ પણ અનંતાનંત છે. વળી જો બધાં જ ભવ્યાત્માઓ સામગ્રી વિશેષથી મુક્તિ પામે તો તેમાં નાખુશ થવાનું કે ખુશ ? કાજીસાબ દુબળા કેમ ? સારા શહર કી ફીકર છોડી દો. શરીર, ઈન્દ્રિયો, મન વગેરે ન હોવાથી સુખ મુક્તાત્માને કેવું હોઈ શકે. મુક્તાત્માનું સુખ આવું છે : સાદિકમનત્તમનુપમમ વ્યાબાધ સુખમુત્તમ પ્રાપ્તઃ | જેનો જ મોક્ષ પામે કે અન્ય ધર્મી પણ ? જે કોઈ પરંપરાગત ૧૪ ગુણસ્થાનકના પગથિયાં ચઢે તે સર્વે મોક્ષ પામે, સ્ત્રી કે પુરુષ બંને ? સિદ્ધોના જે ૧૫ ભેદો છે તેમાંના આ પ્રમાણે, અન્ય લિગે, સ્ત્રીલિંગ, પ્રત્યેક સિદ્ધ, સ્વયંસંબુદ્ધ સિદ્ધને સ્થાન આપ્યું છે. પુરુષલિંગે જેમ હોય તેમ નપુંસક લિંગે પણ જૈન દર્શનમાં થઈ શકે છે. આ દર્શને સર્વે જે ગુણસ્થાનકે ચઢે તેને મોક્ષના અધિકારી ગણ્યા છે. હા, અભવી ન જાય, જાતિભવ્ય કે દુર્ભવ્ય પણ ન જાય, વળી ભવ્ય કે જેનો પરિપાક થયો નથી, સામગ્રીનો ઉપયોગ ન કરતો હોય તથા ભવ્યત્વ નજદિક ન આવ્યું હોય તેઓ મોક્ષ ન જાય તેથી સંસારી મોક્ષે જનારાની કતાર લાગે તો સંસાર ખાલી થઈ જાય તેવી ભીતિ રાખવી અશક્ય છેઃ સ્ત્રીલિંગે મોક્ષે ન જવાય તેવું દિગંબર સંપ્રદાય માને છે. સ્ત્રી-પુરુષ આકૃતિ તો શરીરની રચનાના ભેદો છે. શરીરમાં રહેલો આત્મા નથી સ્ત્રી કે નથી પુરુષ. કેમકે તે માત્ર બાહ્ય આકૃતિનો ભેદ છે. મોક્ષ આત્માનો થાય છે નહીં કે શરીરનો. શરીરને બાળી નંખાય છે, જીવ અન્ય સ્થળે ચાલ્યો જાય છે. મોક્ષે જનાર આત્મા છે કેમકે શરીરનો તો અગ્નિસંસ્કાર કરી રાખને ફગાવી દીધી 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ પાણીમાં. ૧૪ ગુણ સ્થાનકોમાંથી નવમા ગુણસ્થાનકે વેદ અને મોહનીયનો ક્ષય થતાં સ્ત્રી પુરુષનો ભેદ જ્યાં રહે છે ? કેવળજ્ઞાન આત્માને થાય છે નહીં કે શરીરને. મલ્લીનાથ, મરુદેવીમાતા, ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીઓ જ હતી ને ? સ્ત્રી મોક્ષે ન જાય, ન જઈ શકે તેવી માન્યતા ધરાવનારો પક્ષ છે. આ અવસર્પિણીના છેલ્લા તીર્થકરના કેવળજ્ઞાન કલ્યાણક પછી બાર વર્ષના દુકાળ પછી સાધુસમુદાય છૂટો છવાયો થઈ ગયો. કંઠસ્થ સાહિત્ય વેરવિખેર થઈ ગયું. ત્રણ વાચના પછી પણ ક્યાંક એકવાક્યતા ન જણાતા કેટલાકે આગમોના પ્રામાણ્ય વિષે શંકા કરી. તેઓ તેની યથાર્થતા સ્વીકારવા આનાકાની કરવા લાગ્યા. નવું સાહિત્ય સ્વમતાનુસાર રચ્યું. બીજું તેઓ સ્ત્રી મોક્ષે ન જઈ શકે તે દિગમ્બર સમ્પ્રદાય પ્રમાણે શરીર પર વસ્ત્ર પણ ન હોવું જોઈએ. સ્ત્રી દિગંબર ન રહી શકે તેથી દીક્ષા ગ્રહણ ન કરી શકે. અને તેથી પ્રાપ્ત થનારું છછું ગુણસ્થાનક ન હોય. વળી સ્ત્રીની બગલાદિમાં સૂક્ષ્મ જંતુ ઉત્પન્ન થાય તેથી તે માટે લાયક ન ગણાય. પરંતુ સિદ્ધપ્રાભૃત શાસ્ત્રમાં કહ્યું છે કે સૌથી થોડા સ્ત્રીતીર્થ કર સિદ્ધ હોય...સ્ત્રીતીર્થ કરના શાસનમાં નોસ્ત્રીતીર્થકર સિદ્ધ સંખ્યાતગુણ...નપુસકલિંગમાં સિદ્ધ તીર્થંકરો થતા નથી, જ્યારે પ્રત્યેક બુદ્ધ તો પુલિંગ જ સિદ્ધ) હોય (સ્ત્રી-નપુંસક સિદ્ધ નહિ. (પરમતેજ ભાગ-૨, પૃ. ૩૪૮.) પરંતુ નવમા ગુણસ્થાનક પછી લિંગનું મહત્ત્વ જ રહેતું નથી. તેની પેલી પાર આત્માના ગુણનો વિકાસ થઈ ગયો હોય છે. આત્મા નથી સ્ત્રી કે પુરુષ, તે તો માત્ર શરીર રચના પર આધારિત છે. દિગમ્બર સંપ્રદાયમાં ૧૯મા તીર્થકર સ્ત્રી હતા તે તેઓ માનતા નથી. તેનો પુરુષ તરીકે સ્વીકારે છે. પરંતુ સૌ પ્રથમ સ્ત્રી તરીકે મોક્ષે જનાર વ્યક્તિ તે આ અવસર્પિણના ભગવાન ઋષભદેવના માતુશ્રી માતામરુદેવી હતા જેમણે પુત્ર કરતાં પહેલા જઈ મોક્ષ મહેલ ખુલ્લો મૂક્યો હતો. આ ૨૪ તીર્થકરો પૈકી ૧૯મા તીર્થકર મલ્લિનાથ સ્ત્રી જ હતા ને ? શ્વેતામ્બર સંપ્રદાયમાં ચંદનબાળા, મગાવતીજી મોક્ષે ગયાની માન્યતા છે. વળી આગામી ઉત્સર્પિણીમાં સુલસા, રેવતી નિર્મમ અને સમાધિ નામના અનુક્રમે તીર્થકરો થશે. ચાલુ અવસર્પિણીમાં ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રી તરીકે તે 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા પદે બીરાજ્યા. પરંતુ તેની પહેલાંની ચોવીશીના તથા આગામી ચોવીશીના બધાંજ તીર્થંકરો પુરુષો જ હતા. કલ્પસૂત્રમાં જણાવ્યું છે કે ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીહતા; પરંતુ ત્યાં જણાવ્યું છે કે અનંતાનંત પુદ્ગલપરાવર્તોમાં આવી સ્ત્રી તરીકે હોવાની ઘટના જ્વલ્લે જ બને અને તેને ૧૦ આશ્ચર્યોમાંની એક આશ્ચર્યકારી ઘટના ગણવી જોઈએ. કેમકે નવમા ગુણસ્થાનક પર જ વેદ મોહનીયકર્મની સંજ્ઞાઓ ચાલી જાય છે. આત્માને કોઈ શરીર, લિંગ, ઈન્દ્રિયો, કષાયાદિ નથી તેથી ભગવાન કે તીર્થંકર થવામાં સ્ત્રી હોય કે પુરુષ હોય એમાં કોઈ શરીર બાધ્ય નથી. તે સમયનું શરીર તો કર્મ ઉદયજન્ય હોય છે. તેથી આત્મા લિંગાતીત છે. ૧૪ પૂર્વધારીમાંના એકે કલ્પસૂત્રની રચના કરી છે. ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લીનાથ સ્ત્રી હતા તથા અનંતાનંત પુદ્ગલષરાવર્તમાં ૧૦ આશ્ચર્યોમાંના એક આવી ઘટના બને તેમ નિર્દેશે છે. વળી આત્માને કોઈ લિંગ નથી, તે લિંગાતીત હોવાથી નથી તે પુરુષ, નથી સ્ત્રી કે નથી તે નપુંસક. તેથી શું ભક્તામર સ્મરણ જે નવ સ્મરણમાનું ૭મું છે તેમાં આમ વર્ણન ઉપલબ્ધ થાય છે ત્વમથામનન્તિ મુનયઃ પરમં પુમાંસમા દિત્યવર્ણમમલં તમસઃ પરસ્તાત્ ત્વામેવ સમ્યગ્રુપ લજ્ય જયન્તિ મૃત્યું, 22 નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પન્થાઃ || ૨૩૨૫ ામવ્યયં વિજુમચિન્ત્યમસંખ્યમાદ્યં બ્રહ્માર્ણ મીશ્વરમતંગ કે તુમ્ । યોગીશ્વર વિદિતયોગમનેકમેકં જ્ઞાનસ્વરૂપમમલે પ્રવદન્તિ સન્તઃ ।।૨૪।। આત્મા વિષે શું આનાથી સુંદર, સચોટ, વિશ્વસનીય, શ્રદ્ધેય વર્ણન અન્યત્ર ક્યાંક ઉપલબ્ધ છે ખરું ? દિગમ્બરો એમ માને છે કે જેમ સ્ત્રી છઠ્ઠી નરકથી આગળ જઈ ન શકે તેમ ગુણસ્થાનકની સીડી અમુક પગથિયા સુધી જ જઈ શકે, આગળ નહીં; તેથી સ્ત્રી મોક્ષાધિકારિણી નથી. દિગંબરના કથાગ્રંથોમાં પ્રિયંગુમંજરી, અનંગ સેના વેશ્યા, જ્યેષ્ઠા, દેવવતી વગેરેની દીક્ષા કહી છે. વરાંગચરિત સર્ગ ૩૦-૩૧માં રાજકુમારી, મંત્રી, અમાત્ય, પુરોહિત શ્રેષ્ઠિઓની પત્નીની દીક્ષા, આદી પુરાણમાં બ્રાહ્મી-સુંદરી-સુભદ્રા, ઉત્તરપુરાણમાં પર્વ ૬૮-૭૧-૭૪-૭૬માં જિનદત્ત પત્ની, 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ સીતા, પૃથ્વી સુંદરી, ચંદનાર્યા, સુવ્રતામણિ, ગુણવતી આર્યા, હરિવંશપુરાણમાં રાજીમતી, દ્રૌપદી, ધનશ્રી, મિત્રશ્રી, કુત્તિ, સુભદ્રા, સુલોચના વગેરે સાધ્વીઓ થયેલી ગણાવી છે. ઉપર આપણે અનેક સિદ્ધોની વાત કરી જેમકે ભગવાન ઋષભદેવના સમયમાં ૧૦૮ સિદ્ધ થયા. શાસ્ત્રમાં સિદ્ધોની સંખ્યાનો હિસાબ આપ્યો છે. જો સતત ૮ સમય સુધી સિદ્ધ થતા હોય તો દરેક સમયે ૩૨ સિદ્ધ થાય. જો ૭ સમય સુધી સિદ્ધ થતા હોય તો વધુમાં વધુ ૪૮, જો સતત ૬ સમય સુધી સિદ્ધ થતા હોય તો દરેક સમયે ૬૦ સિદ્ધ થાયથાવત્ ૧ સમયે સિદ્ધ થાય તો તે વધુમાં વધુ ૧૦૮ એનું કોષ્ટક અને ગાથા આ પ્રમાણે છે. સિદ્ધસતત સમયે ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ સુધી થાય તો દરેક સમયે વધુમાં વધુ ૧૦૮ ૧૦૨ ૯૬ ૮૪ ૭૨ ૬૦ ૪૮ ૩૨ સુધી સિદ્ધ થાય બત્તીસે અડયાલા, સટ્ટી બાવત્તરી બોદ્ધ વા ! ચુલસીઈ છણવઈ દુરહિય અટુત્તર સયં ચ || પરમ તેજ ભા.ર.પૃ. ૩૪૯ દિગંબરો સ્ત્રીને સ્ત્રી હોવાથી કપડાં પહેરવા જ પડે પણ તેમના મતાનુસાર તે મોક્ષ માટે બધારૂપ છે. વળી તેઓ એમ કહે છે કે તેના બગલમાં સ્તનમાં સૂક્ષ્મ જૂ વગેરે સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થવાથી શરીર શુદ્ધિ ન હોવાથી મોક્ષ ન મળે. હવે આપણે તેમના કેટલાંક મંતવ્યો સામે પાપનીય મત તરફ વળીએ; જે તેમને સુયોગ્ય પ્રત્યુત્તર આપે છે. તે પહેલાં એક નવો મુદ્દો જોઈએ. સ્ત્રી તરફ આવી દૃષ્ટિ થવાનું કારણ આવું હોઈ શકે? મલ્લિનાથ જે તેમના મતાનુસાર સ્ત્રી ન હતા પરંતુ તેમના ગણધરો સર્વે પુરુષો છે. બધાંજ તીર્થકરોના ગણધરો પુરુષો જ હોય છે. ૧૪ પૂર્વધારીઓ બધાં પુરુષો હોય છે. સ્ત્રીને ૧૪મું પૂર્વ કે જેમાં મંત્રાદિ ગુહ્ય વિષયો છે તેથી તે ભણી ન શકે. શાસનમાં ચતુર્વિધ સંઘમાં અગ્રગણ્ય સ્થાન આચાર્યનું નહીં કે સાધ્વીનું. વયસ્ક સાધ્વી પણ ઓછી દીક્ષાવાળા સાધુને વંદનાદિ કરે, તે સાધ્વીને વંદનાદિ ન કરે. સમાજમાં, વ્યવહારમાં પણ સ્ત્રીને ઉપરનું સ્થાન અપાતું નથી. તેનું એક કારણ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાની અસર અહીં પણ થઈ હોય! અનંત કાળે થતા એકમાત્ર સ્ત્રી 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૧૦૧ તીર્થકરનો અપવાદને બાદ રાખી તીર્થકરો પુરુષો જ છે. ગણધરો ૨૪ તીર્થકરોના સકલ દ્વાદશાંગીના ધારક ૧૪ પૂર્વધરો હંમેશા પુરુષો જ હોય છે. સર્વકાળે ગચ્છાધિપતિ તથા ચતુર્વિધ સંઘના નેતા પુરુષો જ હોય છે. પખંડના અધિપતિ ચક્રવર્તી પણ પુરુષ જ બને. ચિરકાળની દીક્ષિત સાધ્વી આજના દીક્ષિત સાધુને વંદના કરે. પુરુષ પ્રધાન ધર્મમાં પણ પ્રથમ નર પદ મૂક્યું. નર-નારી કહેવાય નારી-નર નહીં ને? છતાં પણ કલ્પસૂત્રમાં નોંધ્યું છે કે અનંતાનંત પગલપરાવર્તકાળમાં સ્ત્રી તીર્થકર થવાની ઘટના ૧૦ આશ્ચર્યોમાંની એક એવી ઘટના છે. સ્ત્રીને મોક્ષ નહીં, તે માટે તેને અધિકાર નથી તે મતનું ખંડન તથા તેને તે મળે તે ચાપનીય મત કેવી રીતે કરે છે તે તપાસીએ. સ્ત્રીને વસ્ત્ર રાખવા પડે તે પરિગ્રહથી ચારિત્ર જ નહીં તો મોક્ષની શી વાત? આ ચાપનીય મત દિગંબરોની પ્રાચીન શાખા છે. તેની શરૂઆત “ણો ખલુ ઇન્થિ અજીવો' વગેરે પાઠથી કરે છે. આ જીવનો મોક્ષ ન થાય પણ સ્ત્રી જીવ છે. જીવ સાથે ધર્મસાધકત્વનો નિયમ નથી. અભવ્યો ઉત્તમ ધર્મસાધક નથી હોતા તે બરોબર. સ્ત્રી બધી અભવ્ય નથી હોતી. સંસાર પર વૈરાગ્ય, મોક્ષ અને મોક્ષસાધક ધર્મ પ્રત્યે અદ્વેષ, ધર્મશ્રવણેચ્છા વગેરે હોઈ શકે છે. બધી જ સ્ત્રીઓ સમ્યગ્દર્શનની વિરોધી નથી હોતી. તે થતાં આસ્તિક્ય-અનુકંપા-નિર્વેદ-સંવેગ-શમ પાંચ લક્ષણ સ્ત્રીમાં દેખી શકાય ને? મનુષ્યતરમાં મોક્ષ નથી. બધીજ સ્ત્રી જાતિ મનુષ્યતર નહીં પણ માનુષી હોય છે. મનુષ્યોને હોય તેવાં વિશિષ્ટ અવયવો હોય છે. બધી જ સ્ત્રી અનાર્ય દેશમાં જન્મતી નથી. આર્ય દેશમાં પણ જન્મે છે. આર્ય દેશમાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળી યુગલિક નથી હોતી. સંખ્યાના આયુષ્યની હોઈ શકે છે. સ્ત્રીઓ બધી ક્રૂર નથી હોતી જ કારણકે સાતમી નરકનું કારણ રૌદ્ર ધ્યાન તેમને નથી હોતું. વળી ઉત્કૃષ્ટ શુભ ધ્યાન વાળી હોઈ શકે જેથી સાતમી નરક આયુષ્યના રોદ્રધ્યાન સાથે વ્યાપ્તિ નથી. સાતમી નરક અતિ સંકિલષ્ટ રોદ્રધ્યાનનું સ્થાન છે પણ સ્ત્રી ત્યાં જઈ શકતી નથી કેમકે “ષષ્ઠી ચ સ્ત્રિય”. સાતમી નહીં તો રૌદ્રધ્યાન પણ નહીં. તો પછી શુભધ્યાન નહીં ને? શુભધ્યાન અને સાતમી નરકને અવિના ભાવ સંબંધ નથી. સ્ત્રીમાં જો વ્યાપકીભૂત અથવા કારણભૂત પ્રસ્તુત રૌદ્રધ્યાન નથી તો વ્યાબીભૂત યા કાર્યભૂત ઉત્કૃષ્ટ શુભધ્યાન ન હોય તો મોક્ષ પણ નહીં. વ્યાપ્તિ સિદ્ધ હોય તો જ આમ રજુ કરી શકાય. 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૦૨ અહીં તેવી વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. અતિ ઉત્કૃષ્ટ શુભધ્યાન અને અતિ રોદ્રધ્યાનને વ્યાપ્તિ નથી. વ્યાપ્ય વ્યાપકભાવ નથી. વ્યાપ્તિ સિદ્ધ થાય તો સ્વકાર્ય મોક્ષકારી ઉત્કૃષ્ટ શુભધ્યાન હોવા છતાં સ્વકાર્ય સપ્તમનરકગમનકારી અતિ તીવ્ર રૌદ્રધ્યાન પણ હોય જ. અતિ શુભધ્યાન કરતાં અતિ તીવ્ર રૌદ્રધ્યાન આવી પડ્યું. એટલે તીવ્ર કર્મબંધ, સકળ કર્મક્ષયરૂપ મોક્ષ બને કેમ ? પરમ પુરુષાર્થ મોક્ષ અટકી જાય. કોઈનો મોક્ષ નહિ. સ્ત્રીનો મોક્ષ અટકાવતાં પુરુષનો પણ મોક્ષ નહિ, ઓલામાંથી ચૂલામાં પડ્યાં ! જેમ ઉત્કૃષ્ટ શુભ ધ્યાનવાળાને અતિ રોદ્રધ્યાન નથી, વ્યાપ્તિ નથી, સ્ત્રીને ઉત્કૃષ્ટ શુભધ્યાન માટે બાધા નથી. સ્ત્રીમાં સપ્તમ નરક યોગ્ય ધ્યાનની તાકાત ન હોય તો મોક્ષ પ્રાપ્તિ યોગ્ય ધ્યાનની તાકાત ક્યાંથી હોઈ શકે ? ઉપર પ્રમાણે વ્યાપ્તિનો બાધ આવશે. પાંચમાં આરામાં બીજી નરકથી નીચે લઈ જનારા રૌદ્રધ્યાનની તાકાત નથી તેમ ચોથા દેવલોકથી ઉ૫૨ લઈ જનારા શુભધ્યાનની તાકાત પાંચમાં આરામાં ક્યાં છે. સમજવા જેવું એ છે કે તાકાત એટલે શું ? સંઘયણ બળ જ ને ? પાંચમાં આરામાં પહેલું વજ્રૠષભનારાચ સંઘયણ નથી તેથી ૭મી નરકનું આયુષ્ય બાંધી શકે નહીં તેમ, શુકલધ્યાન-ક્ષપક શ્રેણિ નહીં. જે સ્ત્રી ચોથા આરામાં કે મહાવિદેહમાં જન્મેલીને છઠ્ઠી નરકે જવાની યાને વજ્રૠણનારાચ સંઘયણ છે જે હોવાથી તો એનામાં એથી શુકલધ્યાન-ક્ષપકશ્રેણિ માંડવાની તાકાત છે. તો પછી મોક્ષ કેમ નહીં? સ્ત્રી અતિ ક્રૂર મતિયુક્ત ન હોવા છતાં રતિ વિષયાનંદની લાલસાવાળી સારી નહીં જ પરંતુ ઉપશાંત મોહવાળી નથી જ હોતી એવું નથી. ઉપશાંત મોહવાળી અશુદ્ધ ચારિત્રવાળી નિંધ છે. તે શુદ્ધ ન હોઈ શકે એવું પણ નથી. શુદ્ધ ચારિત્રવાળી, ઔચિત્ય જાળવવું, અપકાર ન કરવો, ઉપકાર કરવો વગેરે આચારો તેનામાં હોઈ શકે. પરંતુ તેવી સ્ત્રી અશુદ્ધ શરીરવાળી સારી નહિ. કેટલીક શુદ્ધ શરીરવાળી હોય છે. તેનામાં બગલ, સ્તનાદિ ભાગોમાં કર્મોની અનુકૂળતાવશ ગંદવાડ વગેરે નથી હોતા. શુદ્ધ શરીરવાળી વ્યવસાય-ઉદ્યમ વગરની ગહ્ય છે. બધી આવી સ્ત્રીઓ વ્યવસાય વગરની નથી હોતી; કોઈક પરલોકસંબંધી વ્યવસાયવાળી હોય છે. શાસ્ત્રાનુસાર વ્યવસાયમાં વ્યસ્ત હોઈ શકે છે. તેવી સ્ત્રીનો નિષેધ કેમ કેવી રીતે કરાય ? પુરુષની જેમ મોહ-મોહનીય કર્મ સ્ત્રી માટે લગભગ દબાઈ જવાનું કલ્પી શકાય છે. 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૧૦૩ બધાં સદાચારના પાયામાં ઔચિત્ય, પર અપકાર વર્જન, એટલે કે પરોપકાર કરવાની વૃત્તિ, પ્રવૃત્તિ અત્યંત જરૂરી ઉચિત છે. તેથી તે સમજે છે કે પોતાનામાં રહેલી બિનજવાબદારી ધાર્મિક દરજ્જાની વૃત્તિ કે વર્તાવ સૂચવે છે કે તેને તે વિષે માથે ભાર જ નથી. જો ધર્મ પ્રત્યે બહુમાન હોય તો તેની જવાબદારી શિરે કેમ ન ધરાય? નોકરી કરનારી સ્ત્રી પણ પોતાની જવાબદારીનો ભાર રાખે છે ને? ધર્મીએ ઉચિત વર્તાવ રાખવો જોઈએ કેમકે ધર્મ પ્રત્યે બહુમાન ન હોય તો ધર્મનું અધિકારીપણું જ ઉડી જાય તેથી ઔચિત્ય પાયામાં અત્યંત જરૂરી છે. પર અપકાર વર્જન કેમ જરૂરી? શુદ્ધ આચારમાં બીજાને અપકાર કરવાથી, બીજાનું બગાડવાથી, અહિતાદિ કરવાથી દૂર રહેવાનું કહ્યું છે. ઔચિત્યભંગમાં ધર્મની જવાબદારીનું ભાન ન રહેવાથી મૂળભૂત ધર્માભિમાન, બહુમાન ઉડી જાય છે. બીજાનો અપકાર કરવાથી સ્વાર્થોધતા અને નિર્દયતા પોષવાથી ધર્મનું અર્થીપણું તથા જીવો પર કરવાની દયાનો છેદ ઉડી જાય છે. સ્વાર્થી માણસમાં ધર્મનો રસ ન રહે, ધર્મની ગરજ રહે પણ તેમાં આંધળો ધર્મમાં બેપરવાઈ બતાવે છે. ભીખારીને રોટલી આપવાના બદલે મારી હાંકે તો દિલમાં ધર્મ વસ્યો કહેવાય? તેવી રીતે ઈર્ષાવશ બીજાને નુકસાન પહોંચાડી ખુશ થાય એને ધર્મ સાથે લેવા દેવા રહે ખરી? અભિમાનના તોરમાં ભગવાનની આડે ઊભા રહી પૂજા કરે, બીજાને દર્શનાદિ કરવામાં અંતરાય કરે તેના દિલમાં ધર્મલેશ્યા હોઈ શકે ? સ્ત્રીના બગલાદિમાં સંમૂર્ણિમ જૂવગેરેની ઉત્પત્તિ, રક્ષા ન કરે તેના પ્રત્યુત્તરમાં જણાવે છે. કોઈ સ્ત્રી શું શુદ્ધ ન હોઈ શકે? શું પુરુષોમાં પણ કેટલાંકને માથામાં જૂ, લીખ વગેરે હોવાથી એમને પણ ચારિત્ર તથા મોક્ષમાં બાધા આવે ને? સ્ત્રી અપૂર્વકરણની વિરોધી છે પણ તેવું નથી. તેઓમાં અપૂર્વકરણાનો સંભવ છે. અપૂર્વકરણવાળી (૬ થી ૧૪ સુધીના ગુણઠાણે). નવમા ગુણઠાણાથી રહિત સ્ત્રી ઈષ્ટસિદ્ધિ માટે સમર્થ નથી. પણ નવમા ગુણઠાણે ન હોય એવું નથી. સ્ત્રીનો તે માટે સંભવ કહ્યો છે. નવગુણ ઠાણા માટે યોગ્ય પણ લબ્ધિ માટે અયોગ્ય હોય તો? તે આમર્ષોષધાદિ લબ્ધિ માટે અયોગ્ય નથી. આજે પણ કાળની યોગ્યતા પ્રમાણે એ લબ્ધિ હોય છે. તો પછી દ્વાદશાંગનો નિષેધ શા માટે ? એનું કારણ એવા પ્રકારનું શરીર દોષરૂપ બને છે. છતાં પણ ક્ષપકશ્રેણી લાગતાં યોગ્ય કાળે ગર્ભની જેમ ઉપયોગરૂપ ભાવથી દ્વાદશાંગના અસ્તિત્વનો 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ વાંધો નથી. તેથી અકલ્યાણનું ભાન નથી. કેમકે તીર્થકરને જન્મ આપે છે. આથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે? શા માટે તે ઉત્તમ ધર્મની સાધક ન હોય? જે કેવળજ્ઞાનનો સાધક છે. વળી કેવળજ્ઞાન હોય એટલે નિયમો મોક્ષપ્રાપ્તિ થાય જ. સ્ત્રીત્વ સાથે અપૂર્વકરણનો વિરોધ હોય એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ અને ચરિત્ર મોહનીય કર્મને તોડનાર સમર્થ અધ્યયવસાયનો વિરોધ હોય તો સ્ત્રીત્વને લીધે કર્મ તોડનાર ન રહેવાથી સમ્યકત્વ અને ક્ષાયિક સમ્યકત્વ ન પામી શકે કેમકે સ્ત્રીનું સમ્યકત્વ પામવાનું સ્ત્રીમુક્તિ નિષેધવાળા માને છે. સ્ત્રી છઠ્ઠા પ્રમત ગુણસ્થાનકથી ૧૪મા અયોગિકેવળી ગુણઠાણા સુધીના ૯ ગુણસ્થાનક પામવાને અયોગ્ય હોય તો કેવળજ્ઞાન-મોક્ષ ન પામી શકે તેવું નથી. સ્ત્રીને પણ નવગુણ સ્થાનકનો સંભવ શાસ્ત્ર કહ્યો છેઃ માણુસિણીંસુ સાસાયણ સમ્મઈઢિપહુડિ જાવ અજોગિ! કેવલિન્તિ દવ્યયમાણેણ કેવડિયા? સંખેજ્જારા (ષટુ ખંડાગમ સૂત્ર ૪૯). મનુષ્ય સ્ત્રીઓ આસ્વાદન અને સમ્યગદૃષ્ટિથી માંડી અયોગી કેવળી સુધીની દ્રવ્યપ્રમાણથી કેટલી હોય? સંખ્યાતીઃ મણુઝિણીયું સમ્મામિચ્છાદ્ધિ-અસંજદંસમાઈઢિ સંજદા-સંજદસંજદઢાણે ણિયમાં પક્વત્તિયાઓ (ષખંડ. સૂ. ૯૩ની ધવલા ટીકા) એટલે કે મનુષ્ય સ્ત્રીઓ મિશ્ર-અવિરત-સમ્યગદષ્ટિ-દેશવિરતિ અને પ્રમત્તાપ્રમત્ત સંયમસ્થાને નિયમા પર્યાપ્ત જ હોય છે. વળી “ધવલા ટીકા' ૫.૩ ૫૪૧૬માં “સ્ત્રીવેદે ઉપશામક ૧૦, ક્ષપક ૨૦ કહ્યા છે; પૃ.૪૨૨માં સ્ત્રીવેદે અપ્રમત્તસંયત સંખ્યાતગુણી એમાં જ પ્રમત્તસંયત સંખ્યાતગુણી, સંયોગીકેવલી સંખ્યાતગુણી હોય છે. ગોમટસારજીવકાંડમાં કહ્યું છે કે મનુષ્ય સ્ત્રી પ્રમત્તવિરતમાં આહારાદિક નિયમો નથી.' આ બધું સૂચવે છે કે સ્ત્રીને દીક્ષા, શ્રેણિ સયોગીકવલ અને અયોગીકેવળીનાં ૬ થી ૧૪મા સુધીના નવગુણસ્થાનક હોઈ શકે છે. સ્ત્રી લબ્ધિને અયોગ્ય નથી. આજે પણ કાળાનુસાર લબ્ધિ દેખાય છે. દા.ત. સ્થૂલભદ્રની સાત બેનોમાં ૧-૨-૩ને ૧-૨-૩ વાર શ્રવણે યાદ રહી જતું. કોઈક શીલવતી સ્ત્રીમાં પોતાના હસ્તસ્પર્શ કે કંબળસ્પર્શથી સાપના ઝેર ઉતારવાની 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૧૦૫ તાકાત હોય છે. જો લબ્ધિ યોગ્યતા છે તો દ્વાદશાંગ ભણી લબ્ધિનો નિષેધ કેમ કર્યો? “ન સ્ત્રીણામ્' એ સૂત્ર સ્ત્રીને ચૌદ પૂર્વ ભણવાનો અનધિકાર ઠરાવે છે. અહીં લબ્ધિનો નિષેધ નથી. ભણવાનો નિષેધ છે. સ્ત્રીનું શરીર એવું છે કે તે દોષરૂપ થાય. ૧૧ અંગ તે ભણી શકે છે. ૧૨મા દૃષ્ટિવાદમાં વિદ્યા-મંત્ર-નિમિત્તાદી ભણવામાં દોષ ઉત્પન્ન થાય તેથી તે ભણવાનો નિષેધ કર્યો લાગે છે. નિષેધ છે. પરંતુ સ્ત્રી જ્યારે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય ત્યારે વેદમોહનીય કર્મ ક્ષય થતાં જ્ઞાનાવરણીય કર્મનો એટલે ક્ષયોપશમ થાય ત્યારે દૃષ્ટિવાદાન્તર્ગત પૂર્વનું જ્ઞાન પ્રગટતાં શુકલધ્યાન પર ચઢી કેવળજ્ઞાન પામે છે. આમ શ્રેણીમાં જ્ઞાનોપયોગ થતાં ભલે શબ્દથી દ્વાદશાંગ ન ભણે તે દ્વારા લબ્ધિઘર ન બને, પરંતુ કંદશાંગના પદાર્થનો બોધ, જ્ઞાનોપયોગ થવામાં બાધા નથી. આ લબ્ધિ હવે પ્રાપ્ત થઈ. પરંતુ કેવળજ્ઞાન ધ્યાનાન્સરિકામાં થાય એવું શાસ્ત્રવચન છે. ધ્યાનના ચાર પાયામાંથી પ્રથમ બે માટે પૂર્વનું જ્ઞાન જોઈએ. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે “આધે પૂર્વવિદઃ' અપેક્ષિત બોધી સ્ત્રીને શ્રેણિમાં વેદ મોહનીયના ક્ષય પછી પૂર્વગત બોધ થવામાં વાંધો નથી. કાલગર્ભના દષ્ટાન્ત પ્રમાણે સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તો અનુમાન કરાય કે ઋતુકાળમાં વીર્યસંયોગ થયો જ હોય. તેમ સ્ત્રીને કેવળજ્ઞાન થયું તો તે શુકલધ્યાનથી તેથી તે દ્વાદશાંગના જ્ઞાનોપયોગથી બન્યું હોવું જોઈએ. તેથી દ્વાદશાંગની સત્તા, ભલે તે શબ્દથી નહીં, ક્ષયોપશન વિશેષથી. પરંતુ સ્ત્રી કલ્યાણનું ભાન જ નથી. સ્ત્રી તીર્થકરને જન્મ આપે છે. નવ માસ ગર્ભમાં ઉછેરી જન્મ આપનારી સ્ત્રીને મોક્ષ અને મોક્ષોપયોગી ઉત્તમ ધર્મ સાધવા અયોગ્ય કેમ કહેવાય? સ્ત્રી ઉત્તમ ધર્મસાધક હોય જ તેથી કલ્યાણ ભાજનતા સુધીના ગુણોની સંપત્તિથી યુક્ત હોઈ કેવળજ્ઞાન; કર્મ ક્ષયે મોક્ષ અવશ્ય થાય જ. તેથી “ઈક્કવિ નમુક્કારો જિનવરવસહસ્સ વદ્ધમાણસ્સ સંસારસાગરાઓ તાઈ નર વા નારિ વા'. અત્રે સ્ત્રીને બાકાત નથી રાખી, અને તારે ઈ સૂચવે છે કે તે મોક્ષ મેળવી શકે છે. ભાવનાનું પ્રાબલ્ય ઘણું બધું કરી શકે છે તેથી ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન'. અરે આ સ્તુતિને અર્થવાદ ગણવી કે વિધિવાદ? આ વિધિવાદ છે. પૂર્વપક્ષે જે સમ્યગદર્શનાદિ વ્યર્થ જવાનો દોષ બતાવ્યો છે તે વ્યર્થ છે. અત્ર ભાવનાનું એટલું પ્રબળ બળ છે કે તે ક્ષપકશ્રેણિ જે અપૂર્વકરણના ધર્મસંન્યાસ નામના 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ સામર્થ્ય યોગથી નીપજે છે તેથી અહીં જે નમસ્કાર કહ્યો છે તે આ ઉત્તમ સામર્થ્ય યોગના ઘરનો છે. ભાવ નમસ્કારથી ભગવાનની પ્રતિપત્તિની કક્ષા, જે મોક્ષરૂપી ફળની સિદ્ધિમાં અનન્ય-અવન્ય કારણ છે. આ પ્રમાણે યાપનીયમતે દિગંબરે જે તર્કો રજૂ કર્યા છે તે પાયા વગરના છે જેનો રદિયો તેમના ખંડતાત્મક ઉપરના તર્કો પાયાવિહીન, કાટ્ય, પૂર્વગ્રહપ્રેરિત વગેરે બતાવી તે તર્કોનો છેદ ઉડાવી દીધો અને રેવડી દાણાદાર કરી દીધા. અત્રે ઉત્તરપક્ષે જે રદિયો આપ્યો છે તે સુજ્ઞ વાચકગણ સમજી શકે છે અને તે દ્વારા તેઓના પૂર્વ પક્ષનું અનુમાન કરવું રહ્યું. જો તે અત્રે રજૂ કર્યો હોય તો લખાણ ઘણું લાંબુ થઈ જાય ને ? ઉપરની ચર્ચા વિચારણાના સારસંક્ષેપરૂપે આટલું ધ્યાનમાં રાખવું મહત્ત્વનું છે. જૈનદર્શન એકેશ્વરવાદી નથી, અનેકેશ્વરવાદી દર્શન છે. હિન્દુ ધર્મમાં અવતારવાદ તથા એકેશ્વરવાદ પુષ્ટ થયો છે. સંભવામિ યુગે યુગે પ્રમાણે ફરી ફરી વારંવાર જન્મ લે છે. ઈશ્વર થવાનો કોઈનો હક્ક રહેતો નથી. ત્રણ પ્રકારના આત્માઓ જૈનદર્શને સ્વીકાર્યા છે જેમકે બહિરાત્મા, અન્તરાત્મા તથા પરમાત્મા, દરેક જીવમાં પરમાત્મા બનવાની શક્તિ ગૂઢ રીતે પડેલી છે. તત્ત્વભૂત પદાર્થોમાં અતૂટ, દૃઢ, અચલાયમાન સંનિષ્ઠ શ્રદ્ધા તથા તે પ્રમાણેના આચરણ દ્વારા મોક્ષનો પાયો જે સમ્યક્ત્વ છે તે પ્રાપ્ત થવાથી છેવટ સુધી પહોંચી શકાય છે. આ નવ તત્ત્વો છેઃ જીવાડજીવા પુછ્યું પાવાદ્વાસવ સંવરો ય નિજ્જરણા । બન્ધો મુક્ખોઽતહા નવ તત્તા હુંતિ નાયવ્વા।। આ નવ તત્ત્વો જાણી આચરવાથી મોક્ષ સુધી જવાનો રસ્તો ખુલી જાય છે. આ જાણવા માટે શ્રદ્ધા અતૂટ જોઈએ. તે આ રહીઃ ‘જં જં જિણે હીં જાસિયાઈ તમેવ નિઃસંકં સચ્ચત્’ જે કંઈ લખાણ લખી શકાયું છે તેમાં સાધુ મહારાજાના ઉપદેશાત્મક વ્યાખ્યાનો, પર્યુષણપર્વમાં કલ્પસૂત્રનું શ્રવણ અને તેમાં પણ ગણધરવાદ, પં. અરૂણવિજયજી લિખિત ગણધરવાદ ભાગ ૧-૨ તથા આચાર્ય ભુવનભાનુ સૂરિશ્વરજી લિખિત પરમતેજ ભા.૧-૨નો હું અત્યંત ૠણી તથા કૃતઘ્ની છું. રાગદ્વેષનો જેમણે ક્ષય કર્યો છે તે પરમાત્માની સ્તુતિમાં યર્થાથ કહ્યું છે. પ્રશમરસનિમગ્ન દૃષ્ટિયુગ્મ પ્રસન્નમ વદનકમલમંકઃ કામિનીરાગશૂન્યમ 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા કરયુગમપિ યત્તે શસ્ત્રસંબંધ વદ્યમ્ તદસ જગતિ દેવો વીતરાગસ્તવમેવ।। એગો મે સાસઓ અપ્પા નાણદંસણસંજુઓ । સેસા મે બાહિરાભાવાઃ સવ્વ સંજોગલક્ષણા।।' જેવી રીતે હિંદુ ધર્મમાં અધર્મનો નાશ કરવા તથા ધર્મની પુનઃ સ્થાપનાર્થે અવતારવાદની કલ્પના કરી છે. ગીતામાં ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્' એના જેવો એક એવો મત છે કે સિદ્ધબુદ્ધ થયેલો આત્મા સંસાર કે મોક્ષ બંનેમાંથી એકમાં ન રહેનારો તટસ્થ રહે છે તેથી એમના શાસ્ત્ર પ્રમાણે મહાન પુરુષ ન તો સંસારમાં કે ન તો મોક્ષમાં રહે. જગતની ઉન્નતિ માટે જે આત્મા અકલ્પ્સ, કલ્પનાતીત ચિંતામણિ કરતાં અધિક છે તેવો અભવસ્થ, અમોક્ષસ્થ, અબદ્ધ, અમુક્ત, તત્ત્વની ઉપાસના ચિંતામણિ કરતાં વધુ ફળ આપે છે. આ મતનું ખંડન કરવા ‘પારગથાણં' પદ છે. પાર એટલે છેડો. અંત. શાનો ? સંસાર ભ્રમણનો, ભવ ભ્રમણનો, અથવા પ્રયોજન સમૂહનો. અનાદિકાળથી ભવચક્રમાં ભટકતા ભવ્ય જીવનું તથા ભવ્યત્વ પરિપક્વ થતાં, પ્રયોજન સિદ્ધ થતાં અંતિમ પ્રયોજન મુક્તિ સિદ્ધ થાય છે. કશું સિદ્ધ કરવાનું રહેતું નથી. ૧૩મા ગુણસ્થાનકના અંતે યોગોને તદ્દન રુંધી પછી ૧૪મા ગુણસ્થાનકે અયોગી આત્માને કશું કરવાનું રહેતું નથી. આવા આત્મા મોક્ષમાં રહેલા કહેવાય; પરંતુ સંસારમાં ય નહીં અને મોક્ષમાં પણ નહીં એમ નહીં. આ બે સિવાય કોઈ ત્રીજી અવસ્થા હોઈ ન શકે ને ? ૧૦૭ આ સ્વેચ્છાવાદીના મતના ખંડન માટે ‘પરંપરાગયાણં' પદ મૂક્યું છે. જો તેઓના મત પ્રમાણે ઉપકાર કરવાના હેતુથી કે સન્માર્ગ બતાવવા માટે આમ કરે તો તે વ્યક્તિ રાગવાળી છે એમ માનવું પડે. પરંતુ તેઓ વીતરાગ, વીતદ્વેષ છે. તેમને કશું કરવાનું રહેતું નથી. તેઓ અશરીરી વગેરે ગુણધારી છે. કરવા કરાવવાનું કોઈ પ્રયોજન નથી. કહ્યું છે કે ‘પ્રયોજનમનુદિશ્ય મંદોડિપ ન પ્રવર્તતે’. આથી ઉપરનો મત તદ્દન અવ્યવહારૂ, અવાસ્તવિક હોવાથી ટકી શકે તેમ નથી. તેને શરીર નથી, મન, વચન, કાયાથી, કષાયો નથી, દ્વન્દાતીત છે. આત્માના ગુણો વિકસાવી ટોચે પહોંચ્યા પછી નિરર્થક સંસારની જેલમાં શા માટે કેદી થવા આવે ? 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ હિન્દુઓના ભારતીય ષડ્રદર્શનોમાં જૈન દર્શન જેની અને જેટલી વિસ્તૃત, વિધેયાત્મક સર્વાગીય ચર્ચા થઈ છે તેટલી મોક્ષ વિષે ત્યાં આજે જોવા મળતી નથી. બહુસેક વર્ગ તેજ મોક્ષ એવી માન્યતા સામાન્ય હિન્દુઓમાં દૃષ્ટિગોચર થાય છે. “ક્ષીણે પુણ્ય મર્યલોક વિશાન્તિ” એમ કહી સ્વર્ગથી પતિતો માટે કહે છે. નિર્વાણ જેવું ત્યાં નથી. બૌદ્ધ દર્શનમાં નિર્વાણની કલ્પના કરી છે અને તેને જ મોક્ષ સ્વમતાનુસાર માને છે. જૈન દર્શનમાં અંતિમ બે extreme (છેડાની) કલ્પના કરી છે. નિગોદ જે અવ્યવહાર રાશિ તથા મૂઢતા, અજ્ઞાનતાનો ગોળો છે, જેમાં ત્રસ કે ગતિ નથી તો બીજી બાજુ તેના અંતિમ છેડે સિદ્ધશિલા સ્થિત સિદ્ધલોકના શુદ્ધાત્મા જેવાં સિદ્ધાત્માઓ પણ વ્યવહારમાં નહિ પ્રવેશનાર એવી પરાકાષ્ટાની પ્રકૃષ્ટ ચેતનાવસ્થા, આનંદાવસ્થા, સચ્ચિદાનંદાવસ્થા છે જેને આપણે પ્રકાશ સ્વરૂપ જ્ઞાનાનંદમાં રમમાણ આનંદઘન, ચૈત્યાનંદ ગોળો કરી શકીએ. જો નિગોદ એ નિકૃષ્ટ, અશુદ્ધ જડવત્ દશા છે; તો નિર્વાણ સિદ્ધાવસ્થા એ પરમ પ્રકૃષ્ટ શુદ્ધ ચૈતન્યાનંદાવસ્થા છે. તેથી આતદર્શનમાં નિર્વાણ અને મોક્ષ સમાનાર્થક ગણ્યા છે. આ દર્શનમાં નવતત્ત્વમાં સ્વતંત્ર મોક્ષ તત્ત્વ આપીને મોક્ષ-નિર્વાણપદને પામેલા જીવો સાદિ અનંતકાળ સુધી ક્યાં છે? કેવાં સ્વરૂપે છે? કેવું સુખ કેવી રીતે ભોગવે છે, સાંકડેમોકળે અથડામણ વગર કેવી રીતે રહી શકે છે વગેરેનું નિશ્ચિત સ્વરૂપે વર્ણન કર્યું છે. જ્યારે છvસ્થાવસ્થામાં મૃત્યુ પામેલાં જીવો ક્યાં છે ? કેવાં છે, કેવાં થશે તે વિષે નિશ્ચિત સ્વરૂપે જાણી શકાતું નથી. મોક્ષ તત્ત્વ એક જ છે, મોક્ષમાર્ગ સદાકાળ માટે એક જ છે. જે કોઈ નિષ્કાય, નિર્મોહી, વીતરાગ-દ્વેષ થાય તે મોક્ષ પામે જ. નિશાળમાં ભણતાં બધાં વિદ્યાર્થીઓની કક્ષા એક નથી હોતી જ્યારે મોક્ષમાં સિદ્ધશિલાએ સર્વ સિદ્ધોની સમાન સમકક્ષા અવસ્થા હોય છે. ૧૪ રાજલોકમાં ૧૫ કર્મભૂમિમાંથી પણ ૪૫ લાખ યોજન વિસ્તારમાંથી તથા ભવિતવ્યતાના પરિપાકે સિદ્ધગતિએ પહોંચેલા જીવોની સર્વોચ્ચ સમરૂપ, બંધન રહિત મુક્તાવસ્થા, સચ્ચિદાનંદા વસ્થા છે. બંધન એટલે આધ્યાત્મિક ક્ષેત્રે આવરણ. સંસારી જીવો દુઃખી, તેથી કહ્યું છે કે નિત્ય દુઃખમુક્તિ એ જ મોક્ષ છે.' અથવા નિત્ય સુખ એ જ મોક્ષ છે. 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમીમાંસા ૧૦૯ ષસ્થાનકમાં આત્મા નિત્ય છે એમ બીજે સ્થાનકે જણાવ્યું છે જે મોક્ષ તત્ત્વ છે. પાંચમા સ્થાનકે તેને જ મોક્ષ કહ્યું છે. અનિત્યનો પ્રવાહ કાઢી નાંખવો તે મોક્ષ છે. નવતત્ત્વની વિચારણા કરતાં શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, જે અનિત્ય તત્ત્વો છે તેને આશ્રવથી અટકી, સંવરમાં રહી, નિર્જરા કરી, બંધનો તોડી સત નિત્ય શાશ્વત એવાં મોક્ષ તત્ત્વને પ્રાપ્ત કરવું કે જેનાથી જીવ મટીને શિવ થવાય. પરમાત્મ સ્વરૂપ આત્મા પરની અશુદ્ધ અવસ્થા દૂર થતાં શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપે પ્રગટાવે તે મોક્ષ. પૂર્ણ નિર્જરા એટલે મોક્ષ. મોક્ષના માર્ગે જ મોક્ષની પ્રાપ્તિ છે. આ માટે તીર્થકરોએ મોક્ષમાર્ગ માટે આવશ્યક બે સીડીઓમાંની એક જે ૧૪ ગુણસ્થાનકો છે તેનું સુંદર નિરૂપણ કર્યું છે. તેથી મૂળમાં જેના મોહથી દેહભાવ, દેહમમત્વ જ અજ્ઞાનવશ છે તે દેહભાવ, દેહાધ્યાસ ત્યજી આત્મભાવમાં રમતાં રમતાં તદાકાર થતાં વિદેહી થઈ અદેહી, અશરીરી થવાનું છે. આવા સુંદર મોક્ષમાર્ગનો સહુને યોગ સાંપડે અને બધાં જ જીવો મોક્ષ સમયાનુસાર પામે તેવી શુભ અભિલાષા. (શુભાશુભ અધ્યયવસાયોથી કર્મોમાં સ્થિતિઘાત, રસઘાત, સંક્રમણ-અપવર્તના, ઉદ્વર્તનાદિથી તેમાં ફેરફારો અવશ્ય થઈ શકે છે જેનાથી મોક્ષમાર્ગ બનતો રહે છે. તેથી આત્માના મૂળ ૮ ગુણો જે કર્માવરિત થયેલાં છે તેને કેન્દ્રમાં રાખી સંપૂર્ણ અધ્યાત્મશાસ્ત્ર, યોગશાસ્ત્ર, અથવા સર્વ આગમોએ આત્માને કેન્દ્રમાં, ધ્યાનમાં રાખી સંબોધિત કરે છે.) સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયસી. રૂઢિર્બલીયસી એટલે રૂઢિ બળવાન છે. કેટલીકવાર શાસ્ત્ર કરતાં રૂઢિનો મહિમા લોકોમાં સાચી કે ખોટી રીતે વધી જાય છે. આ સંદર્ભમાં આપણે આપણી કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિશે વિચાર કરીશું. રાઈ તથા દેવસિક પ્રતિક્રમણમાં બોલાતી ત્રણ સુપ્રસિદ્ધ ગાથાઓ સ્પષ્ટીકરણ માટે અને લિપિબદ્ધ કરું છું. તે આમ છેઃ આયરિય ઉવન્ઝાએ, સીસે સાહમેિએ કુલગણે આ જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ (૧). સવસ્સસમણ સંયરસ, ભગવઓ અંજલિ કરિઅ સીસે સવું ખમાવઇત્તા, ખમામિ સબરસ અર્થ પિ (૨) સદ્ગુસ્સજીબ્યુરાસિમ્સ, ભાવઓ ધમ્મ નિહિ. નિઅ ચિત્તો સવં ખમાવયિત્તા, ખમામિ સવ્યસ્સ અહય પિ (૩) સા ત્રણે ગાથાનો ભાવાર્થ રજૂ કરી આગળ વધું. આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુલ અને ગણ સંબંધી મેં જે કંઈ કષાયો કર્યા હોય તે હું ત્રણ પ્રકારે મન, વચન અને કાયાથી) ખમાવું છું. સર્વ શ્રમણ સમુદાયના વર્ગને મસ્તકે અંજલિ કરી બધાને ખમાવીને હું પણ ખમાવું છું. ભાવપૂર્વક ધર્મને હૃદયમાં પ્રસ્થાપિત કરીને સકળ જીવ સમુદાયને (૧૪ રાજલોકનો) ખમાવીને હું પણ સર્વને ખમું છું. ક્રોધાદિ કષાયોના ક્ષય માટે જ અપ્રતિક્રમણ છે. આ બંને પ્રતિક્રમણમાં આવતી આ ત્રણે ગાથાઓ અત્યંત સુંદર, ભાવવાહી તથા ખમાવીને ખમાવે તેમ ઇચ્છે છે, સૂચવે છે. અત્યારના જમાનામાં મોટો વિશાળ સમુદાય પોતાને ઘોંઘાટમાં સમજાય કે ન સમજાય તો પણ સંવત્સરી પ્રતિક્રમણમાં આવીને પોતાને કૃતકૃત્ય તથા ધન્ય માને છે. વિશાલ સમુદાય હાથ ઊંચા કરી, ચારે દિશામાં માથું ફેરવી ઓળખીતા કે અપરિચિતને ઉદ્દેશી મિચ્છામિ દુક્કડ કરે છે. મુસલમાનો તથા ખ્રિસ્તી સમુદાય પણ આર્થિક સ્થળે ધાર્મિક ક્રિયા કરે છે અને તેમાં જરા પમ ઘોંઘાટ કે આડું અવળું જોયા વગર બધો સમુદાય શિસ્તબદ્ધ રીતે નમાજ પઢે છે. તેમાંનો મોટો સમુદાય અશિક્ષિત હોવા છતાં પણ શિસ્ત તથા મર્યાદા પ્રશંસનીય રીતે 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયાસી ૧ ૧ ૧ પાળે છે. આપણે તેમાંનું કશું શીખ્યા નહીં અને પ્રથમ કક્ષાની અશિસ્ત દષ્ટિગોચર થાય છે. આ ત્રણ સુંદર ગાથાનો મર્મ તથા અર્થ સમજનારા કેટલાં ? ગતાનગતિક, ચીલાચાલુ પદ્ધતિએ આ થઈ રહ્યું છે. આ વિશાળ વર્ગમાંથી ગૌમાસિક, પાક્ષિક કે રાત-દિવસનું પ્રતિક્રમણ કરનારા તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ કરનારા ત્રણ ગાથાઓ બે વાર બોલે છે. સામાન્ય રીતે સંવત્સરી પ્રતિક્રમણ કરાય તે પહેલાં આચાર્ય ભગવંત કે તે સ્થાને બિરાજેલ અન્ય સાધુશિરોમણિ એકચિત્ત થયેલી મેદનીને જણાવે છે કે પ્રતિક્રમણ કરાય તે પૂર્વ મિચ્છામિ દુક્કડમ્ કરી લેવો તે વધારે યોગ્ય છે. આ સંદર્ભમાં ક્ષમા માંગવાના બે ઐતિહાસિક-પૌરાણિક પ્રસંગો જોઇએ. પહેલો પ્રસંગ કાશી અને કોશલ નરેશનો છે. તે બેમાંથી એકે જે સુકૃત્યો કર્યા છે તેથી સમગ્ર પ્રજામાં તેઓ અત્યંત માનીતા થયા છે તે વસ્તુ બીજાને દુઃખતી હતી, સંતાપ આપતી હતી. તેતી ઇર્ષાવશ તેણે એવી ઘોષણા કરાવી કે તેના પ્રતિસ્પર્ધીનું મસ્તક મારા ચરણમાં જે રજૂ કરે તેને હું કૃતકૃત્ય કરી દઇશ. આથી તેવું કંઈ થઈ જાય તો તેની પ્રજા વિફરે તેમ હતું. તેથી તેણે સ્વેચ્છાએ દેશવટો સ્વીકારી લીધો. રાજા નગર છોડી ચાલી નીકળ્યા, તેણે એક દુઃખી માણસના દર્દને જાયું અને તે પ્રતિસ્પર્ધા રાજા પાસે જઈને કહ્યું કે જેની તમને શોધ છે તે વ્યક્તિ હું છું અને તે માટે જાહેર કરેલું ઈનામ-પારિતોષિક આને આપી દો. જ્યારે તેણે સાચી હકીકત જાણી ત્યારે તે ધન્ય દિવસ સંવત્સરી પ્રતિક્રમણનો હતો અને તેઓ તેના ચરણમાં શિર ઝુકાવી મિચ્છામિ દુક્કડં કહે છે. ગળગળા થઈ ચરણમાં શિર ઝુકાવેલું છે. બીજો પ્રસંગ હિન્દુ (વૈષ્ણવ) દર્શનનો છે. તેમાં પણ બે ઋષિરો તે વસિષ્ઠ અને વિશ્વામિત્ર. વિશ્વામિત્રને વસિષ્ઠની પ્રસિદ્ધિ તથા પ્રશંસા ખુંચતી હતી. એકવાર વિશ્વામિત્ર તેનું કાસળ કાઢી નાંખવા તેની ઝૂંપડીએ જાય છે. બહાર ઊભા ઊભા પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો સંવાદ સાંભળે છે. તેમાં વસિષ્ઠ તેમની પત્ની આગળ વિશ્વામિત્ર (વિશ્વના મિત્રોની પ્રશંસા કરતા હતા તથા ગુણગાન ગાઈ રહ્યા હતા. તે સાંભળી વિશ્વામિત્ર તેમને બ્રહ્મર્ષિ તરીકે નવાજે જરા આ પ્રસંગને ઊંચા આકાશમાં જોઇએ વિવિધ તારાઝમખામાં એક 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ * જ. ૧૧૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ સપ્તર્ષિ છે. આ સાત ઋષિમાં છઠ્ઠા ઋષિ તે વસિષ્ઠ છે. લગ્નપ્રસંગે ગોરમહારાજા નવ-દંપતીને આકાશમાં રહેલા તે તારાવૃંદને બતાવી કહે છે કે “વસિષ્ઠ-અરૂંદતીનું સૌભાગ્ય' તમો પણ પ્રાપ્ત કરો. પ્રાચીન સમયમાં સંભવતઃ રાતે આ લગ્નવિધિ કરાતી. અત્યારો દોડધામમાં દિવસે આ તારાવૃંદને બતાવવું તો અશક્ય છે. આ બે ઋષિવરોમાં સ્પર્ધા ટળી જતાં વિશ્વામિત્રે વસિષ્ઠને બ્રહ્મર્ષિ તરીકે સ્વીકારી ગણના કરાય તેવું માનપદ આપ્યું. સંવત્સરી પ્રતિક્રમણ પછી તરત જ અને ત્યારબાદ યથા અવકાશ મિચ્છામિ દુક્કડું કહેવાનો રિવાજ કે પ્રથા પડી ગઈ છે. દુર રહેનાર વ્યક્તિની સાથે કાગળ-પત્રો દ્વારા તે કરાય છે. તીર્થ કે તીર્થંકરાદિના ફોટાવાલા કાગળો મોકલાય છે. પરંતુ પછી તેનું શું કરાય છે ? કેટલાક કચરાની પેટીમાં પધરાવી છે. કેટલાંક તેને ફાડી પણ નાંખે ! વળી એક જ સ્થળે રહેનારા લોકો એકબીજાને ત્યાં કુરસદે જાય, પેટને ન્યાય આપે, વાહનો વગેરેમાં બેસીને જાય. શું અહીં હિંસા નથી થતી ? વાહનો નીચે જીવો કચડાઈ પણ જાય. વાહનોમાંથી નીકળતો ધુમાડો, ગેસ વગેરે વાતાવરણને પર્યાવરણને નુકશાન કરે તેનો ખ્યાલ જ નથી હોતો. વળી કેટલાકની બાબતમાં અંતરથી આમ નથી કરાતું. કરવું પડે છે, કરવું જોઇએ. રિવાજ પડી ગયો છે, તેમ કર્યા વગર ચાલે તેમ નથી, માટે કચવાતે મને મોભો તથા મોકો સાચવતા આમ કરે જ જવાય છે. આના જેવી બીજી ધાર્મિક ક્રિયા જોઇએ. દેરાસરમાં પ્રક્ષાલ, ફૂલની આંગી, ચાંદીના વરખ ચોંટડાવા, રેશમી વસ્ત્ર પહેરી પૂજા કરવી વગેરે. કેટલેક સ્થળે પ્રશાલ જાતે હવે નથી કરાતી. પૂજારી માણસ પાસે જ કરાવી લેવાય છે. તે દરમ્યાન, કીડી, મંકોડા, વાંદા વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો સંભવ વધારે રહે છે. ફૂલ, ચાંદીના વરખ વગેરેમાં પણ હિંસા રહેલી છે. રેશમી વસ્ત્રમાં તેને ઉત્પન્ન કરનારાં કેટલાં કીડાની હિંસા થાય છે. તપની વાત કરીએ. કેટલીક વાર એ દેખાદેખી, સારું દેખાવા માટે, માન પાન, કીર્તિ વગેરે માટે કરાય છે. તપથી ભાવ નિર્જરા થવી જોઇએ એનો ખ્યાલ નથી હોતો. ક્યાં ચૌદ હજાર સાધુઓમાં જેની ખુદ ભગવાન મહાવીરે પ્રશંસા કરી છે તે સાધુવર્ગ ધન્ના સાર્થવાહ કે જેણે છઠ્ઠના પારણે આયંબિલ કરી કાયાને એવી સૂકવી નાંખી કે તેમના હાડકાંનો અવાજ થતો. પરંતુ આજકાલ કેટલાક 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયસી ૧ ૧ ૩ ઉપવાસ વગેરે પછી પારણામાં શું મળશે તેનો ખ્યાલ વધુ રાખે છે તથા એકાદ બે વસ્તુ ઓછી પડે તો કષાયો શોધવા જવા ન પડે. આ તે કેવી તપશ્ચર્યા ! સામાયિક ક્યાં આપણું અને ક્યાં રૂની પૂણી વેચી ગુજરાન ચલાવનારા તથા સાધર્મિકને ભોજન કરાવે તો બેમાંથી એક ઉપવાસ કરનાર પુરિયા શ્રાવકનું પૂણી વેચતા હોવાથી પુણિયો શ્રાવક કહેવાયો. સમ્રાટ શ્રેણિકને ભગવાન મહાવીરે કહ્યું કે જો તે પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદી સકે તો નરકે જવાનું મુલતવી રાખી શકાય. તેઓ આ સોદો પતાવી ન શક્યા, તેથી સામાયિક માટે કહેવાયું છે: લાખ ખાંડી સોના તણું, દીયે દીન પ્રત્યે દાન લાલ રે, લાખ વરસ લાગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે એક સામાયિકને તોલે, ન આવે તેલ લગાર લાલ રે. આટલું દાન એક સામાયિકના ફળ આગળ નગણ્ય છે. બીજી રીતે એક પ્રકારે સામિયકનું ફળ ઓછામાં ઓછું ૯૨૫ ૯૨૫ ૯૨૫ પલ્યોપમનું બતાવ્યું છે. આપણું સામાયિક આટલી સેકન્ડ જેટલું પણ ખરું ? વળી એક લોગસ્સના કાઉસગ્નનું ફળ જેટલું ગણાવ્યું છે. તલ્લીન, તર્ગત ચિત્ત વગેરે ગુણગર્ભિત પલ્યોપમ આપણો કાયોત્સર્ગ ખરો ? ધન્ના સાર્થવાહ જેવું આપણું તપ ખરું ? નાગકેતુ જે પુષ્પપૂજા કરતો હતો અને તેમાં નાના સાપલિયાએ ડંખ માર્યો ત્યારે અવિચલિત થઈ પૂજા કરતો રહ્યો તેવી આપણી એક પણ પૂજા ખરી ? એક રાજાને પોતાના મંત્રી પેથડ શાહની ખાસ જરૂર પડી. તે માટે માણસને મોકલ્યો, પણ એને પાછા ફરવું પડ્યું. રાજા પોતે મંત્રીને બોલાવવા જાય છે, ત્યાં પેથડ શાહ પૂજા કરતા હતા ત્યાં પહોંચી ફુલ આપનારને ખસેડી ફૂલો આપતાં ભૂલ થતાં મંત્રી પેથડ શાહ પાછું વળી જુએ છે રાજા બેઠેલા છે છતાં પણ મંત્રીએ પૂજામાં વિશેષ પડવા ન દીધો અને રાજાએ તેમને શાબાશી આપી. આપણા સામાયિકમાં (દૂધ ભરાયું, દૂધ ઉભરાયું) એમ બોલાય તથા મન ઢઢવાડે પણ જાય. દાન દીધું, ટીપમાં પૈસા ભર્યા શું તે કીર્તિ માટે જ હતા ને ? પૈસા ન્યાય-સંપન્ન વિભવથી એકઠાં કરેલા હતા ને ? રત્નાકર પચ્ચીસીના કર્તા રત્નાકર વિજયજીએ જેવી રીતે પશ્ચાતાપ તથા આંસુ વહેવડાવ્યાં છે તેવું આપણે કંઈક કર્યું ? રત્નાકરે પચ્ચીસીમાં જે ખરો પશ્ચાતાપ કર્યો તેવો આપણો ખરો ? પ્રતિક્રમણમાં જે ન કરવા જેવું કર્યું હોય તેનો એકરાર કર્યો ખરો ? 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ ફરીથી તેવું નહીં થાય તેમ છતાં તે કામ કે ક્રિયા અગણિત વાર કર્યા કરી કરી ? જરા પમ આત્મસંવેદના કરી ખરી ? ફરીથી નહીં થાય તે માટે જરાપણ કાળજી રાખી ખરી ? કે ઘાંચીના બળદની જેમ હતા ત્યાં ને ત્યાં કે આખી રાજ હલેસાં માર્યા પછી બીજા કાંઠાને બદલે ત્યાંના ત્યાં જ છીએ તેની ખબર પડી કેમકે લંગર જ છોડ્યું ન હતું ને ? ધર્મ તો ઘણો જ કર્યો તેવો સંતોષ થયા જ કરે છે. પદગલિક સુક–સાહ્યબી તથા ભવાભિનંદી હોઈ ધર્મ કરવામાં સંતોષ વ્યક્ત કર્યો અને દુનિયાની સામગ્રી વગેરે એકત્રિત કરવામાં અસંતોષ જ રાખ્યા કર્યો. છતાં પણ મોક્ષ કેમ સો ગાઉ દૂર રહ્યો તેની ખબર જ ન પડી. ઉપર ગણાવેલી ધાર્મિક ક્રિયા કે અનુષ્ઠાનાદિ જેવાં કે ભગવાનની પૂજા, દાન, સામાયિક, કાયોત્સર્ગ તપાદિ અનુષ્ઠાનો, વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ વિવિધ પ્રકારના તપો, સ્વાધ્યાયાદિ અસંખ્ય ધાર્મિક ગણાવાય તેવો ક્રિયાકલાપ કરે રાખ્યો પણ આટલું ધ્યાનમાં ન રહ્યું કે મિથ્યાત્વને તિલાંજલી નથી આપી, ભવાભિનંદીપણું હજુ વળગી રહ્યું છે. સામાયિકાદિ કર્યું પણ સમતા અને તેના પરિપાકરૂપે સમકિત માઇલોના માઇલો દૂર રહ્યું કારણ કે સમકિત રૂપી એકડો જ આ બધાંની આગળ ન હતો તેનું ભાન જ ન રહ્યું. દાન તો દીધું નહીં ને મોક્ષની અભિલાષા સેવ્યા જ કરી. એકડા વગર અસંખ્ય મીંડા એકત્રિત થયાં અને તેનું ફળ શુન્ય જ મળ્યું ! આને લીધે અનંતાનંત પુદ્ગલ પરાવર્તે વ્યતીત થઈ ગયા. અનંતાનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ તે દરમ્યાન થઈ ગઈ. અનાદિ અનંત સંસ્કાર પ્રવાહમાં શરૂઆતથી તે આજસુધી તેમાં તણાતાં જ રહ્યા અને તેથી બેડો પાર ન થયો. જાગ્યા ત્યારથી સવાર એ ઉક્તિને સાર્થક કરવા હવેથી જે કંઈ ક્રિયા-કલાપો કરીએ તે સમકિત મેળવવા. મળ્યું હોય તો તે ચાલી ન જાય (કેમ કે ભવ્ય જીવો પણ મિથ્યાત્વી હોઈ શકે છે), મળ્યું હોય તેને સુદઢ બનાવવા પ્રયત્નશીલ રહેવું જોઇએ કેમકે જો સમકિત એકવાર પણ સ્પર્શી જાય તો શાસ્ત્ર એવું આશ્વાસન આપ્યું છે કે તે દ્વારા પરિત્તસંસારી થવાય એટલે કે અર્ધપગલાવર્તથી થોડા પલ્યોપમ ન્યૂન સમયમાં મોક્ષ સુનિશ્ચિત બને છે. ભરતાદિ ક્ષેત્રોમાં અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. તે પછી છઠ્ઠો આરો જે ૪૨૦૦૦ વર્ષનો હશે. તે પછી ઉત્સર્પિણીનો પ્રથમ તથા બીજો આરો પણ તેટલાં જ ૪૨૦૦૦ વર્ષનો હશે અને શાસ્ત્રાનુસાર તે દરમિયાન ધર્મ તો 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયસી ૧૧૫ લગભગ શૂન્ય સ્થિતિએ પહોંચી જશે. સમાજનું કલુષિત ચિત્ર દોરવું મિથ્યા છે. જરા વળાંક લઈ આજના સમાજનું ચિત્ર જોઇએ. રાત્રિ ભોજન કરનારાં કેટલાં ? સવારના પથારીમાં ચા પીનારા કેટલાં ? બ્રેડ, બટર, ચીઝ આરોગનારાં કેટલાં ? બટાકા વગેરે કંદમૂળ તથા ઇંડા, માંસ, મદિરા પીનારા કેટલા ? આજના આપણા સમાજના નવજુવાનોમાં છે ? તેમના વડીલો ભવાભિનંદી પુત્રના સંતાનો સાચવવા પરદેશ રહે છે. સૌ પ્રથમ આ ચાર ખતરનાક આરાઓ (બંને અવસર્પિણી અને ઉત્સર્પિણીના પાંચ-છ આરાઓ) મોક્ષ માટે ભલે આડે આવતા હોય તો પણ શું આપણે માહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સદૈવ ચોથો આરો તથા ૨૦ વિહરમાન, વિદ્યમાન તીર્થંકરો વિચરે છે ત્યાં જવાનો માર્ગ શોધી તેનું આલંબન લેવું પડશે. તે માટે શક્તિ એકત્રિત કરી સુપુરુષાર્થ જ કરવો રહ્યો. હવે જે કોઈ વ્યક્તિ સમાજની વિવિધ પરિસ્થિતિમાંથી બહાર આવવા માગતી હોય તેણે આ પ્રમાણે કરવું રહ્યું. માની લઇએ કે આવી વ્યક્તિનો ભવ્યત્વનો પરિપાક થયો છે. ટલે કે માર્ગાનુસારી સ્થિતિ વટાવી ચરમપુદ્ગલપરાવર્ત કક્ષાએ આવી ગયા છીએ, એટલે કે પરિત્તસંસારી બન્યા છીએ. તે માટે નીચે જણાવેલી સ્થિતિ સંપાદિત કરી છેઃ જિન વચને અનુષ્કતા જિનવચનં કરેં તિ ભાવેન અમલા અસંક્લિષ્ટા ભવન્તિ પસ્તિસંસારી || આ કક્ષાએ પહોંચ્યા પછી સંસાર તરફ વૈરાગ્યાદિ ગુણો મેળવી લીધાં છે. તદનુસાર હવે દરેકે દરેક ધાર્મિક વ્રત, નિયમ, તપ, સંયમાદિ થકી સમકિત જ મેળવવું છે તેવી રટણા હોવી જોઇએ; જેથી કીટ-ભ્રમર ન્યાયે સમકિત મળવાનું જ. સમકિત મેળવેલી વ્યક્તિ માટે મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો માર્ગ મોકળો થશે. પરંતુ આપણે માની લીધું કે સમકિત મળી ગયું ? ના રે ના આ તો ભેંસ ભાગોળે અને છાશ છાગોવ. હજુ મળ્યું નથી તેમ માની દરેકે દરેક પ્રવૃત્તિ બને તેટલી વધુમાં વધુ શુભ અને ઓછામાં ઓછી અશુભ થવી જોઇએ. તેથી ચાર જ્ઞાનના ધા૨ક અને જેને માથે હાથ મૂકે તે કલ્યાણ પથનો વટેમાર્ગુ બને જ; તો પણ શ્રી ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને વારંવાર કહ્યું છે કે તું પ્રમાદ ન કરીશ. આવી સ્થિતિ ગૌતમસ્વામીની હોય તો પછી સામાન્ય માનવીએ કેવી અને કેટલી તકેદારી રાખવી જોઇએ તેનો હિસાબ માંડી ન 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ શકાય, આવી જાગૃકતા રાખવાથી આશ્રવ ઓછા રહે, સંવર તરફ જ નજર રહેતી હોવાથી નિર્જરા અને તે પણ દ્રવ્ય નિર્જરા નહીં પણ ભાવ નિર્જરા વધુમાં વધુ કરવી જ જોઇએ. આ રીતે પંથ કાપતા, અને આ બધું પીદ્ગલિક સુખ મેળવવા માટે નહીં પરંતુ ભવાભિનંદીપણાને સલામ ભરી ડગ ભરતાં ભરતાં પુણ્યાનુબંધી પુણ્ય થકી મહાવિદેહ ક્ષેત્રગામી થવાનું ભાથું ભેગું થઈ શકે છે. આ ચાર આરામાં બીજું કંઈ ન થઈ શકે તો આ દિશામાં પ્રયત્નશીલ થવાનો વિચાર થવો તે કંઈ સામાન્ય વાત નથી. પરંતુ ધર્મનું રહસ્ય, તેનો મર્મ અને ધર્મ અને કર્મનો ભેદ સમજી લેવો જોઇએ. આ બંને શબ્દોમાં છેલ્લો અક્ષર સમાન છે; પરંતુ એક મોક્ષ તરફ જવાનો રસ્તો છે જ્યારે બીજો શબ્દ સંસારમાં બંધ કરે તેમ છે. આત્મા જ્યારે જ્યારે રાગ-દ્વેષાદિ તથા કષાયોથી કાર્મણ વર્ગણા ખેંચી પોતાની સાથે ચોંટાડી દે છે ત્યારે તે કર્મ બને છે. આગળ જોયું તે પ્રમાણે દ્રવ્ય નિર્જરા થોડી ઘણી ક્રિયા કરતાં થતી રહે, પણ તે એટલી ઉપયોગી નથી. ભાવ નિર્જરા જ વધુ પ્રમાણમાં થવી જોઇએ. ધર્મ એટલે માત્ર ક્રિયાકાંડ નહીં, તત્ત્વોનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે જ્ઞાન છે તેનું આચરણ, અમલીકરણ, ક્રિયાન્વિત કરવું એ ખરો ધર્મ છે. તેથી જ્ઞાનયોગમાં પદાર્થો જ્ઞાન સ્વરૂપે છે તે તે તત્ત્વોનું સમ્યગુજ્ઞાન થઈ ગયા પછી તેનું જ આચરણ કરવું, તેને અમલમાં મૂકી સક્રિય બનાવવું એનું નામ ધર્મ છે. પદાર્થ સ્વરૂપ જ્ઞાનયોગમાં જે Theoretical રહ્યું છે તેને જીવનમાં ઉતારી Practical સ્વરૂપમાં આચરણ કરી ચરિતાર્થ કરવું તેને ધર્મ કહેવાય. તેથી ધર્મ અને દર્શન છૂટાં પડે છે. દર્શન એટલે તત્ત્વજ્ઞાન. જે દર્શન પદાર્થોનું દાર્શનિક સ્વરૂપ શ્વકી કરે તે પ્રમાણે શેયરૂપ જાણ્યા પછી તેનું જીવનમાં આચરણ કરવું; ઉપાદેય બનાવીને ચરિતાર્થ કરવાની પ્રક્રિયાને ધર્મ કહેવામાં આવે છે. હવે ઉપર જણાવેલી વસ્તુ વિગતવાર તપાસીએ. કહે છે કે ઇરિયાવહી જો દરરોજ ૧૦૮ વાર ગણાય તો વિશિષ્ટ પ્રકારનું ભાથું બંધાય છે. કેમકે તે દ્વારા ૧૮૨૪૧૨૦ જીવ વિરાહનાએ (વિરાધનાથી) થતી જીવોની હિંસાથી બચવા, મુક્ત રહેવા, સમજણ આપી છે. બીજું લોગસનો કાયોત્સર્ગ તલ્લીન, તદાકાર થઈ કરાય તો ૧૯૬૩૨૬૭ પલ્યોપમનું આયુષ્ય બંધાય. પુષ્ય સંચિત થાય. કેવું અને કેટલું પુણ્યાનુબંધી પુણ્ય સંચિત થાય પણ તે વઢમાણીએ, મેહાએ, 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયસી ૧૧૭ ધિએ, ધારણાએ, અણુપ્તેહાએ હોય તો તેટલું થાય, કેમકે શાસ્ત્રાકાર ભગવંતો જણાવે છે કે-૨૪૫૪૦૮ ૪/૯ પલ્યોપમનું આયુષ્ય ૧ શ્વાસોશ્વાસમાં બંધાય અને ૧૯૬૩૨૬૭ પલ્યોપમનું ૧ લોગસ્સમાં બંધાય. નમન અથવા નમસ્કારનું અદ્વિતીય મહત્ત્વ છે. શ્રી ભગવતી સૂત્ર તથા અન્યત્ર પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે નમન કે વંદનથી ઘણો મોટો ફાયદો થાય છે. સંસા૨પરિત્ત થવામાં તે મદદ કરે છે. અશુભ વિચાર તથા પ્રવૃત્તિઓ મર્યાદિત કે નહિવત્ થવાથી કહ્યું છે કે-‘મનઃએવ મનુષ્યાણાં કારણે બંધ મોક્ષયોઃ' ચરિતાર્થ થતાં મન એકાગ્ર થવામાં તથા ધ્યાન ધરવામાં સાહાય્યક થતું જાય છે. રાઈ પ્રતિક્રમણના જગ ચિંતામણિ ચેત્ય વંદનની ત્રીજી તથા પાંચ સુધીની ગાથામાં ત્રણે લોકના ચૈત્યોને વંદન કરાય છે જેની સંખ્યા પંદર અબજની બતાવી છે. વળી ઈહ સંતો તત્વ સંતાઈ' જણાવે છે કે અહીં રહીને ત્યાંના તીર્થોના વંદનનો લાભ લઈ શકાય છે. વળી આજ પ્રતિક્રમણમાં સકલ તીર્થ વંદુ ક૨ જોડમાં (તીર્થ વંદનામાં) અઢી લાખના સમગ્ર તીર્થ તથા અઢાર સહસ્ત્ર શીલાંગના ધારક મુનિવરોને પણ વંદના કરી છે. અહીં રહીને પણ ભાવ ગર્ભિત ભક્તિ અસાધારણ ફળ આપી દે તેમ છે. તીર્થવંદનામાં ગણાવેલી પ્રતિમાઓ ૧,૫૨,૯૪,૪૪૭૬૦ છે. વળી વંદિત્તા સૂત્રની ૩૬ થી ૪૦ પાંચ ગાથાઓ તે વંદિત્તા સૂત્રનું કેન્દ્રિય તત્ત્વ પ્રતિપાદિત કરે છે, તેનું અનુશીલન, મનન તથા અનુપ્રેક્ષાદિ જીવને ઊંચે ચઢવામાં મદદગાર થાય તેમ છે. ‘સમ્મદિઠી જીવો'થી ‘ઓરિઅ ભરૂવભારવહો’ ગાથાઓમાં ઉન્મુખીકરણ કરે તેવું તત્ત્વ ભરેલું છે. અસ્તાચલ તરફ ગતિ કરી રહેલો સૂર્ય બે વાત આપણને જણાવે છે. ૧. ઉદેતિ સવિતા રક્તઃ રક્તઃ અસ્તમેતિચ; સંપત્તો ચ વિપત્તો ચ મહત્તામેકરૂપતા. સૂર્ય આપણને ઉદય તથા અસ્ત સ્થિતિ દ્વારા સમતાનો પદાર્થપાઠ શીખવે છે. વળી બીજું આમ સૂચવે છે : ઉત્થાય ત્યાય બોદ્ધવ્ય કિંમે સુકૃતં કૃતમ્ । આયુષઃ ખંડમાદાય રવિરસ્તમિતં ગતઃ || પ્રત્યેક દિને ઊઠ્યા પછી સમજવા કોશિષ કરવી કે મેં શું અને કેટલું સુકૃત 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૧૮ કર્યું; કારણ કે જિંદગીનો એક મહત્ત્વનો દિવસ અસ્ત થયો, પૂરો થઈ ગયો. વળી રાત્રે આ પ્રમાણે ઉહાપોહ કરવો. પ્રત્યેક દિન પૂરો કરી સૂતી વખતે આ પ્રમાણેની અનુપ્રેક્ષા કરવી કે ૧૪ રાજલોકની સાથેના સ્પષ્ટ કે અસ્પષ્ટ સંબંધમાંથી મુક્ત થવાય તે માટે વોસરાવી દેવું જોઇએ જે આમ છેઃ ‘જ્ઞાન મારું ઓશિકું ને શિયલ મારો સંથારો ભર નિદ્રામાં કાલ કરું તો વોસિરામિ વોસિરામિ. વળી, આહાર, શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર; મરણ પામું તો વોસિરું જીવું તો આગાર.' એટલા માટે આપણે દરેક શુભ પ્રવૃત્તિ, વ્રત–નિયમ, તપ, ધ્યાન, ક્રિયાકાંડ, અનુષ્ઠાનો વગેરે શુભ ભાવે કરતાં કરતાં સમય્યત્વ પ્રાપ્ત કરવાનું જ લક્ષ રાખવાનું છે. આ બધું માત્ર સમ્યકત્વ પ્રાપ્તિ માટે જ છે તેથી જો ૨ ઘડી=૪૮ મિનિટના કાળ માટે સાચી શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે તે ભવ્યાત્માનો સંસાર માત્ર અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ અવશિષ્ટ રહે છે. શાસ્ત્ર તે માટે જણાવે છે કેઃ અન્તોમુહત્ત મિત્તે પિફાસિયં હુન્ન જેહિં સમ્મત । તેસિં એવડઢ પુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો ।। (નવતત્ત્વ ૫૩) તેથી હવે સમ્યકિતી ભવ્યાત્માનો અર્ધપુદ્ગલાકાર આવર્ત કાળ જેટલો સંસાર અવૃશિષ્ટ રહ્યો છે. એક પૂર્વવલય વર્તુલાકાર આવર્ત તેને એક પુદ્ગલ-પરાવર્તકાળ કહે છે. ચરમાવર્તમાં આવ્યા પછી સુકૃતપરિવર્તનમાં જીવ ધીરે ધીરે સમગ્ર કાળ જે બાકી છે તેમાંથી ક્રોડાક્રોડ સાગરોપમમાંથી એક પલ્યોપમમાંથી સહેજ ન્યૂન એટલો ગોળો ઓછો કરી માર્ગાનુસારી હોઈ તે કાળે અનંતપુદ્ગલાવર્તકાળથી સાવ ઓછો છે. ભલે ને તે દરમ્યાન અસંખ્ય ભવો થઈ જાય ! કેમકે, મિથ્યાત્વના અનંત કાળની સ૨ખામણીમાં તે ઘણો ઓછો અલ્પ સમય છે. સમુદ્ર ઓળંગી હવે કિનારે જ પહોંચવું રહ્યું ને ? સમ્યકત્વ પામતાંની સાથે જ જીવનો મોક્ષ નક્કી થઈ જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ એટલે મોક્ષના નિર્ણય વિષે શંકાને સ્થાન ન રહે. મોક્ષ પ્રાપ્ત થશે જ તે તેની નિશાની છે. સમ્યકત્વના પડદા પાછળ છૂપાયેલો મોક્ષ દૃષ્ટિગોચર થાય છે. હવે તેવી 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ રૂઢિર્બલીયસી સમજણ પછી સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે જે લાખ પ્રયત્નો કર્યા તે સાચવવા મરણિયો જંગ ખેલવો પડે. આત્માએ અપૂર્વ સુપુરુષાર્થ કરવો જ રહ્યો. હવે તેને ટકાવવું જોઇએ, સાચવવું જોઇએ. સ્થિર રહે તે માટે પ્રયત્નશીલ બનવાનું. ટકાવી રાખ્યું હોય તો તેને વધુ ને વધુ નિર્મળ કરવા સાધનાના ક્ષેત્રમાં સતત તલ્લીન રહેવું પડે. જે માટે સમ્યકત્વના ૬૭ ભેદે ઉપાસના ચાલુ રાખવી પડે છે. નમસ્કાર, નમન, વંદન કરવાથી મનનું ઉન્મનીકરણ થાય છે. તે સંદર્ભમાં રાઈ પ્રતિક્રમણમાં આવેલ ‘વિશાલલોચન જલ સૂત્ર'ની બે ગાથા અહીં રજૂ કરું છું. યેષામભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષ ભરાતુ સુખ સુરેન્દ્રાઃ તૃણમપિ ગણયન્તિ નૈવ નાકં પ્રાતઃ સન્તુ શ્વાય તે જીનેન્દ્રાઃ (૨) કલંક નિર્મુકહામમુક્ત પૂર્ણતં કૃતર્કરાહુ ગ્રસતં સદો દયમ્ અપૂર્વ ચંદ્રક જિનચંદ્રભાષિત દિનાગમે નોમિ ગૃધ્ર્નમસ્કૃતમ્ (૩) અંતમાં આપણે સર્વે સમ્યકત્વ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થઈ તે મેળવી ભવસાગર તરીએ એવી શુભેચ્છા રખાય ને ? હાલમાં જે જેનો છે તેમણે આર્યક્ષેત્ર, મનુષ્ય ભવ, જૈન ધર્મ, દેવ-ગુરુનો સમાગમ્, શ્રવણેચ્છા અને તદનુરૂપ આચરણ કરનારા ભવિ ધર્મીઓ પાટ પર બિરાજેલા આચાર્ય ભગવંતના સદુપદેશથી થતી પ્રેરણાથી વીસ સ્થાનકની ભક્તિ આરાધના કરે છે. તપશ્ચર્યાના મહત્ત્વ જેટલી જ આત્યંતર ભાવનાની કક્ષાએ સર્વજીવોના કલ્યાણની ભાવના છે. જેને ભાવદયાનું સ્વરૂપ આપી શકાય. જો હોવે મુજ શક્તિ ઇસી...દ્વા૨ા તીર્થંકર નામકર્મ બાંધનાર આત્મા ચિંતવે છેઃ આત્માના ભાવોને પ્રબળ કક્ષાના બનાવી ભાવના ભાવે છેઃ ‘જો મને એવી પ્રબળ શક્તિ મળે તો હું સવિ, જીવ કરું શાસન રસીં...બધાં જીવોને શાસનના રસિયા બનાવી દઉં, બધાંને અધર્મીમાંથી ધર્મી બનાવી પાપ કરતા અટકાવી, પુણ્યોપાર્જન કરતા બનાવી; દુ:ખ ભોગવનારાને સુખ ભોગવનારા કરી દઉં. એવી પ્રબળ શક્તિ મને મળે કે જેથી સંસારમાં કોઈ દુઃખી ન રહે, બધાંને કલ્યાણકારી શાસન પમાડી દઉં એવી શક્તિ મને સ્ફુરે તો સારું.’ વર્તમાન પ્રવર્તમાન સમયે હજારો પુણ્યાત્માઓ વીસ સ્થાનનું તપ કરે છે, કરી રહ્યાં છે જે માર્ગ સાચો છે. તે દ્વારા ઓછામાં ઓછો આશ્રવ, વધુમાં વધુ 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ 0 જૈન ધર્મના પુષ્પગુચ્છ સંવર અને તેના પરિપાકરૂપે ભાવ નિર્જરા થાય છે, જેથી મોક્ષના દ્વાર સુધી પહોંચી શકાય તે માટેની તૈયારી, ઓછામાં ઓછી અશુભ ભાવના, વધુમાં વધુ શુભ ભાવના ભાવવી રહી. આવી ઉત્કટ ત કક્ષાની ભાવના ભાવતાં પવિત્ર શુભ અધ્યવસાયમાં તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. “શુચિ રસ ઢળતે તિહાં બાંધતા તીર્થકર નામ નિકાચતા બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પછી સ્વર્ગ સીધાવે છે. વચમાં એક દેવનો ભવ કરી છેલ્લે ભવે તીર્થકર બને છે. તીર્થકર બનવાનો આ જ રાજમાર્ગ છે, પ્રક્રિયા છે. તેથી આમ વીસ સ્થાનકની આરાધના સાથે સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવતાં કંઈ પૈસો ખરચવો પડતો નથી. પરંતુ આવા મનના ઉદાત્ત ભાવો જાગૃત થતા નથી, સર્વ જીવોના કલ્યાણની ભાવના જાગતી નથી. વર્તમાનના પડતા સમયે આરાધના કરાય છે, મનના સંતોષ ખાતર આરાધના થાય છે, કરી એમ લાગે છે, પરંતુ ભાવનાથી વંચિત રહેવાથી તીર્થકર નામકર્મ બાંધી શકતા નથી. કેમકે આંતરિક રીતે સર્વ જીવોને શાસન રસિક કરવાની ભાવદયા ખૂટે છે. શાસન રસિક કરવા તથા ભાવદયાની અધૂરપને લીધે તીર્થકર નામકર્મ નિકાસિત નથી કરી શકાતું. તેથી વાસ સ્થાનકની આરાધના સાથે તીર્થકર નામકર્મની નિકાચના થાય તો તીર્થકર બનવાનું કાર્ય સુનિચ્છિત થઈ જાય. ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયના જે નવ મહાપુરુષોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેમાં શ્રેણિક રાજા, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, શંખ શ્રાવક, આણંદ શ્રાવક, પોટિલ શ્રાવક, સુપાર્શ્વકાકા, શતકશ્રાવક, શ્રેણિકપુત્ર ઉદાયન છે. આ કંઈ નાનીસુની વાત નથી, કારણ કે તેઓ મહાવીર સ્વામીના સમયના છે. ભાવિ તીર્થકરો જે થનારાં છે તેમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, નાટકીય અને માયાવી નારદ, કર્ણ વગેરે પણ ભાવિ તીર્થકરોમાંના છે. આ આશ્ચર્યકારી નથી લાગતું ? કૃષ્ણ બારમા અમસ્વામી થશે, કર્ણ ૨૦મા તીર્થંકર વિજયસેન, નારદ એકવીસમા મલ્લિનાથ, અબડ તાપસ ૨૨મા દેવસ્વામી તથા નામાદિ નિક્ષેપે વર્તમાનમાં પૂજનીય બને છે. આગામી આખી ચોવીશીની પ્રતિમાઓ છે અને તે હાલમાં પૂજાય પણ છે. મહારાજા શ્રેણિક જે આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે તેમનું ભવ્ય, વિશાલ, આકર્ષક જિનાલય અત્યારે ઉદયપુરમાં અસ્તિત્વ ધરાવે છે, તેમની મોટી વિશાળ પ્રતિમાં વર્ષોથી પૂજાય છે. હિંમતે 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયાસી ૧ ૨ ૧ મર્દા તો મદદે ખુદા” પ્રમાણે હતાશ થયા વિના અધિકાધિક માત્રામાં શુભ સંયમ કરી ભાવપૂર્વક નિર્જરા કરી કર્મ ખપાવી શુભ કરનારાઓમાં ભાવે ભાવના ભાવિ જીવન સાર્થક કરીએ એ જ શુબકામના. વળી એક નવો મુદ્દો નોંધી લઇએ. વર્તમાન સમયે રાવણને એક ખરાબ, દુષ્ટ પુરુષ તરીકે નવાજવામાં આવે છે. પરંતુ તે કે જેણે ચોક્કસ સીતાનું હરણ કરવાનું કનિષ્ઠ કામ કર્યું, જે રાવમ જેવાએ ન કરવું જોઇએ. જો આપણે રાવણના જીવનમાં ડોકિયું કરીએ તો તેના જીવનનું ઉજળું પાસું પણ જોવા મળે તેમ છે. જેની સામે આપણે ઝાંખા પડી શકીએ. રાવણ જૈન શાસ્ત્રોમાં જિનભક્તિ તરીકે હતો. વીણાનો તાર તૂટ્યો ત્યારે તે અષ્ટાપદ પર બિરાજમાન વર્તમાન ચોવીશીની ૨૪ પ્રભુપ્રતિમાઓ સમક્ષ સ્વપત્ની સાથે નૃત્ય-ગાનની ભક્તિમાં મગ્ન હતો, મંદોદરી નૃત્ય કરતી હતી ત્યારે તાર તૂટતાં ક્ષણમાત્રમાં પોતાની નસ કાઢી તાર સાંધી લીધો જે ભાવોલ્લાસ ઘણો ઊંચો હતો. શુભ અધ્યવસાયોમાં તલ્લીન હતો ત્યારે રાવણે તે જ ઘડીએ તીર્થકર નામકર્મ ઉપાર્યું, અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થઈ મોક્ષે જશે. ટુંકાણમાં પરમાત્મા બનવાની પામરાત્માની પ્રક્રિયા જોઈ, તેનું ચિંતન કરતાં આપણામાં પડેલી અનંત શક્તિનું ભાન થાય તો જાણવા જેવું છે કે તેવું બીજ આપણામાં પડેલું છે. જે મ બીજ વિકસિત થતાં વૃક્ષ બને ત્યારે હવા-પાણી-પ્રકાશાદિ સહયોગે હજારો ફળ ઉત્પન્ન કરી શકે છે તેમ આપણે પણ આત્મામાં પડેલા પરમાત્મા થવાના બીજને વીસ સ્થાનકની સમ્યગુ આરાધના કરતાં કરતાં તપશ્ચર્યા તથા ભાવદયાના ભાવનાના સિંચનરૂપી જળથી સિંચન કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જીત કરી ભાવિમાં તીર્થકર થઇને હજારો લાખોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષે જઇએ. સમ્યકત્વ પામ્યા તે પહેલો ભવ અને મોક્ષ પામવાનો છેલ્લો ભવ ગણાય છે. આ બેની વચ્ચેની સંખ્યા તે ભવ સંખ્યા ગણાય છે, કારણ કે સમ્યકત્વ પામે તે પૂર્વેની મિથ્યાત્વ કાળની ભવસંખ્યા અનંતી થાય. તે પ્રમાણે આદીશ્વર ભગવાનના ૧૩ ભવો થયા. શાન્તિનાથ ભગવાનના ૧૨ ભવો, નેમિનાથ ભગવાનના ૯ ભવો થયા, પાર્શ્વનાત ભગવાનના ૧૦ ભવો થયા, મહાવીર સ્વામીના ૨૭ ભવો થયા. બાકીના શેષ તીર્થકરોના ૩-૩ ભવો થયા. ભગવાન ઋષભદેવનો જીવ પહેલા ધનસાર્થવાહનના ભવે સમ્યકત્વ પામી ૧૩મા ભવે મોક્ષે ગયા; ભગવાન 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨. જૈન ધર્મના પુષ્પગુચ્છ પાર્શ્વનાથનો જૂવ પહેલા મરુ ભૂમિના ભવે સમ્યકત્વ પામી ૧૦મા પાર્શ્વનાતના ભવે મોક્ષે પધાર્યા, ભગવાન મહાવીર સ્વામી પહેલા નયસારના ભવે સમ્યકત્વ પામી ૨૭મા ભવે મોક્ષે સીધાવ્યા. પરંતુ તીર્થકરો કે કોઇ પણ જીવના નિગોદથી માંડી મોક્ષે જવાના ભવો અનંત જ છે. તેથી નિગોદ એ જીવ માટેનો એક છેડો અને તેની સામેનો છેડો તે મોક્ષ. પૂજ્ય વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજાની ઢાળમાં જણાવે છે કે જીવ સમ્યકત્વ પામીને જ આગળ કૂચ કરે છે. વોરાસ્થાનકની આરાધના કરી મનમાં જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવદયા ચિંતવી આ આરાધનાના બળે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે, ઉપાર્જિત કરે છે. જેવી રીતે નમસ્કાર મહામંત્રના નવ પદો છે તેમ વીસસ્થાનકનાં ૨૦ પદો છે. ત્રેસઠ શલાકા પુરુષચરિત્ર મહાગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વીસ પદની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કરવાનું ફરમાવે છે. બીજી તરફ આ ૨૦ પદોમાંથી કોઇપણ એક પદની સુચારુ-શ્રદ્ધાપૂર્વક આરાધના કરી, તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરી, અરિહંત થઈ મોક્ષે ઘણાં ગયાં છે. શ્રી લક્ષ્મણસૂરિએ વીસસ્થાનક પૂજામાં એક એક પદની આરાધના કરી કોણ કોણ મોક્ષે ગયા તેની નામાવલિ આમ જણાવી છે: (૧) પહેલા પદની આરાધના કરી દેવપાલ રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૨) બીજા પદની આરાધના કરી હરિતપાલ રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૩) ત્રીજા પદની આરાધના કરી જિનદત્ત શેઠ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૪) ચોથા આચાર્ય પદની આરાધના કરી પુરુષોત્તમ રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૫) પાંચમા સ્થવીર પદની આરાધના કરી પદમોત્તર રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૬) ઉપાધ્યાય પદની આરાધના કરી મહેન્દ્રપાલ તીર્થકર નામકર્મ બાંધે છે. (૭) સાધુદની આરાધના કરી વીરભદ્ર તીર્થકર નામકર્મ બાંધે છે. (૮) જ્ઞાનપદની આરાધના કરી જયન્ત દેવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૯) સમ્યગદર્શન પદની આરાધના કરી હરિ વિક્રમરાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૦) વિનયપદની આરાધના કરી ધનશેઠ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૧) ચારિત્ર (આવશ્યક) પદની આરાધના કરી અરુણદેવ તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૨) બ્રહ્મચર્યપદની આરાધના કરી ચન્દ્રવમાં તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૩) ક્રિયાપદની આરાધના કરી હરિવહન તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૪) તપપદની 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયસી ૧ ૨ ૩ આરાધના કરી કનકકેતુ રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૫) સુપાત્રદાન પદની આરાધના કરી હરિવહન રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૬) વૈયાવચ્ચ (જિનપદની) આરાધના કરી નિયતકેતુ તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૭) સંયમપદની આરાધના કરી પુરંદર રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૮) અભિનવ જ્ઞાન પદ આરાધી સાગરચંદ્ર તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૯) શ્રુતપદની આરાધના કરી રત્નચૂક તીર્થકર નામકર્મ બાંધે છે. (૨૦) તીર્થપદની આરાધના કરી મેરુપ્રભ તીર્થકર નામકર્મ બાંધે છે. ઉપર પ્રમાણે વીસપદોની આરાધનામાંથી એક એક પદની આરાધના કરનાર આ ૨૦ પુણ્યશાળી મહાત્માઓ હતા. એમણે એક એક પદની આરાધના કરીને તીર્થકર નામકર્મ નિકાચિત કરી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર બનીને મોક્ષ પામ્યા. વીસસ્થાનકો ક્યા ક્યા તે પણ અહીં રજુ કરાયાં છે. આત્માના ગુણોનો વિકાસ કરી ૧૪ પગથિયાં ચઢવા માટે ધર્મ અને કર્મ વિષે સ્પષ્ટ ખ્યાલ રહેવો જોઇએ. તે માટે સતત જાગૃકતા રહેવી જોઇએ. ત્યારબાદ ભાવનિર્જરા જેમ બને તેમ વધુ ને વધુ કરવી જોઇએ. તે માટે મારે સમકિત પામવું છે તે મંત્ર ગુંજ્યા કરવો જોઇએ કેમકે તે સમગ્ર ક્રિયાકલાપ આગળ એન્જિનની જેમ એકડાનું કાર્ય કરે છે. હતાશ થયા વગર આપણે જાણીએ છીએ કે પંચમ આરાના અંતે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા જૈન ધર્મનો વાવટો ફરકાવનારા હશે. આર્ય ક્ષેત્રમાં જન્મી જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી છે તે યોગ્ય ફળ આપે તે માટે અધર્મ જેમ બને તેમ શૂન્ય સ્થિતિએ પહોંચે તો બેડો પાર થયા વગર રહે કરો ? જૈન દર્શનમાં નમસ્કારનું અદ્વિતીય મહત્ત્વ છે. તેથી મનનું ઉન્મનીકરણ થતાં એક્કો વિ નમુક્કારો જીનવર વસહસ્સ તારે ઈ નર વ નારીવા, સ્ત્રી તથા પુરુષ બંને મોક્ષના અધિકારી છે તે અત્રે બતાવ્યું છે. અહીં જણાવેલો એક્કોવિ નમુક્કારો જો તે સામર્થ્યયોગનો થાય તો સમકિતી જીવ પરંપરાએ મોક્ષ માટેનો આત્મવિકાસ કરે કેમકે તે હવે ૧૪ ગુણસ્થાનકોની સીડી પર આરૂઢ થઈ ૧૩-૧૪ગુણસ્થાનકે વીતરાગ દશાને પ્રાપ્ત કરી કેવળી થશે જ. કારણ કે સિદ્ધો “પારગયાણ પરંપરાએગયાણ લોસગ્નમુવગયાણ” સ્થિતિએ પહોંચેલો છે. આ બધું મનનું ઉન્નનીકરણ થતાં, આમર્મયોગ સિદ્ધ થતાં શક્ય બને છે જે માટે આપણે આશાવાદી થવું રહ્યું, તે માટેનો સુપુરુષાર્થ કરી સર્વ આત્મશક્તિ 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૨૪ વિકસાવવી જ રહીં. ધર્મજિજ્ઞાસુ શ્રદ્ધાન્વિત શ્રાવક, તત્ત્વના જાણકાર અને સમકિતી થવાનું જેણે લક્ષ રાખ્યું છે તે આ તથ્યથી અભિન્ન જ છે કે સંસાર અનાદિ-અનંત છે છતે વ્યક્તિ પોતે મોક્ષ મેળવી તેનો અંત લાવી શકે છે. કેમકે અભવ્યો ક્યારેય મોક્ષ પામવાના નથી. તેઓ સંસારમાં જ રહેનારા છે. તેથી સંસાર ચાલુ જ રહેવાનો છે. પરંતુ વ્યક્તિ વિશેષ સુષુષાર્થ કરી મોક્ષ મેળવી તેને ‘સાન્ત’ કરી શકે છે. સંસારનો અંત શક્ય નથી; પરંતુ વ્યક્તિ વિશેષનો સંસાર સાન્ત પણ છે. ભગવાન મહાવીરે. ચોવીસ તીર્થંકરોએ, સર્વ ગણધરોએ, કેટલાંક આચાર્યો, ઉપાધ્યાય, સાધુ-સાધ્વીઓ મોક્ષે પહોંચી સંસારનો અંત લાવેલો છે. ધર્મ ન પામેલાઓ અનંતવાર સંસારમાં ૮૪ લાખ યોનિઓમાં ભટક્યા કરે છે, રવડે છે, ભમે છે. ધર્મ પામી જેઓ સમકિત મેળવે છે તેઓ જ સંસારનો અંત લાવે છે, જ્યારે અભવી જીવો તો કદાપિ મોક્ષમાં જવાના જ નથી. તેથી સંસારનો ક્યારેય પણ અંત આવવો સંભવ નથી. સંસ્મરણશીલ સંસાર અનંતકાળ સુધી ચાલતો જ રહેશે. તેનો આવો સ્વભાવ છે. આજકાલ સિદ્ધચક્રપૂજન, ભક્તામરપૂજન, લાખોની સંખ્યામાં નવકાર જાપ, દેવદર્શન તથા પૂજા, સામાયિક, અનુષ્ઠાનો, વ્રત નિયમાદિ અધિકાધિક માત્રામાં થાય છે. ધર્મ કરવાનો નિયમ લે છે પરંતુ અધર્મ-પાપ ત્યાગની વાતો કરો તો તૈયાર નહીં થાય. પરિણામ એવું આવે છે કે ધર્મ પણ થતો જ રહે છે અને સાથે સાથે પાપ પણ કરાયે જ જાય છેઃ જેથી ધર્મની કિંમત ઘટે છે, ધર્મની નિંદા થાય છે. જો ધર્મ ક૨વાની સાથે પાપ પણ ઓછું થતું રહે તો એક દિવ, એવો આવે કે પાપો છૂટી જાય, પાપો ઓછાં કરતાં તે સર્વથા છૂટી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય અને આત્મકલ્યાણના માર્ગ ૫૨ અગ્રેસર થતાં નિર્જરા થકી જોશ પહોંચાડનારા માર્ગે ફલાંગો ભરી શકાશે. બધાં જ તીર્થંકરો જન્મે ત્યારે ત્રણ જ્ઞાનના સ્વામી હોય છે અને તેઓ જ્યારે સંસાર ત્યજી સંયમિત જીવન જીવે; સાધુ બને ત્યારે જ ચોથું મન:પર્યવજ્ઞાન મેળવે છે, કારણ કે મનઃપર્યવજ્ઞાન છઠ્ઠા-સાતમે પ્રમત્ત-અપ્રમત્ત સાધુ જ કે જેઓ સંસારત્યાગી, વિરક્ત વૈરાગી મહાત્મા હોય તેમને હોય છે. આ ચોથું જ્ઞાન પણ ગુણપ્રત્યયિક છે તેથી આ બે સ્થાને રહેલા અપ્રમાદી, ૠદ્ધિવંત ચારિત્રધારી સંયમી મુનિરાજોને શુભભાવના પરિણામે ચઢતાં જ પ્રગટે છે. 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયસી ૧ ૨૫ ઉપાશકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુના પરમ ઉપાસક ૧૦ શ્રેષ્ઠ શ્રાવકનું વર્ણન છે. આનંદશ્રાવક જ્યારે નિઃસ્પૃહી નિષ્પરિગ્રહી બાર વ્રત ધારકને ૧૪ વર્ષની અનુપમ સાધના કરતાં કરતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન અને અવધિદર્શન થયાં. યોગાનુયોગે મહાવીરસ્વામીના આદ્ય ગુણધર અનંતલબ્ધિ નિધાનને વંદના કરતાં વિનંતી કરી કે સંસારક (સંથારા)ની બહારની ભૂમિનો ત્યાગ કર્યો હોવાથી બહાર પગ મૂકી શકું તેમ નથી, તો નજીક આવો તો ચરણસ્પર્શી શકું. આપની અસીમ કૃપાથી મને અવધિજ્ઞાન અવધિદર્શન પ્રાપ્ત થયું છે. ગૌતમે કહ્યું કે શ્રાવકને આવું જ્ઞાન ન થઈ શકે તેથી મૃષાવચનનું મિચ્છામિ દુક્કડં. શ્રાવકે કહ્યું કે શું સત્ય વચનનું પણ મિચ્છામિ દુક્કડ આપવામાં આવે છે ? ગોતમે સમવસરણમાં પહોંચી ભગવાને ખુલાસો કર્યો ત્યારે અગાધ સરળતાથી કહ્યું કે તમારું કહેવું સારું છે. એક મુનિવર પોતાની પ્રતિલેખન (પડેલેહણ)ની ક્રિયા કરી કાજો (કચરો) કાઢી ઇરિયાવહી કરતાં ભાવની વિશુદ્ધિથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ્યું પરંતુ જ્યારે સ્વર્ગાધિપતિ સોધર્મેન્દ્ર પોતાની પ્રિયતમા ઈન્દ્રાણીને વિનંતી કરતો જોઈ કાયોત્સર્ગમાં મુનિને હસવું આવી ગયું અને હાસ્ય મોહનીય કર્મને લીધે અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે નષ્ટ થઈ ગયું કલ્પાતીત દેવલોકના અનુત્તર સ્વર્ગ અને સવાર્થસિદ્ધ વિમાનના દેવો આયુષ્યભર ૩૬ સાગરોપમ શાસ્ત્રીય વિષયોના ચિંતન, મનન, નિદિધ્યાસનમાં મગ્ન તલ્લીન થઈ અભુત જ્ઞાનોપસના કરે છે. અભયકુમાર ૩૬ સાગરોપમ સુધી પાંચમાં અનુત્તર સર્વાર્થસિદ્ધ વિમાનમાં આરાધના કરનારા છે. સામાયિક, રાઈ દેવસિ પ્રતિક્રમણ કરતાં આપણે પુણ્યાનુબંધી પુણ્ય સંપાદિત કરાવનાર ઇરિયાવહી પડિક્કમિથે છીએ; પરંતુ બાળસુલભ ચેષ્ટા કરનાર અઈમુત્ત બાળમુનિ પાણીમાં થોડી તરાવતાં જે અપકાય જીવની વિરાધના કરી તે ધ્યાન પર લેવડાવતાં તે એવી તલ્લીનતા એકાગ્રતાથી પડિક્કમી કે આત્મકલ્યાણ સાધી લીધું. સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં કુટુંબીજનોનો ત્યાગ કરી ૧૨ વર્ષ રહ્યા અને જ્યારે નાનાભાઇએ રક્તરંગી નાગી તલવાર હાથમાં લઈ પિતાનું માથું વાઢી નાંખ્યું તે જાણ્યું ત્યારે રાજાને માત્ર આલોચવાનું કહી, લોચ કરી ધર્મલાભ કરતા 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ ઊભા રહ્યા તે સ્થૂલિભદ્ર ૮૪ ચોવીશી સુધી અમર થઈ ગયા-તેવી સાધના ! ભગવાન મહાવીર સ્વામીના સ્વહસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીઓના અગ્રસર ચંદનબાળા ભગવાનના સમવસરણમાંથી સૂર્યાસ્ત થયા છતાં પણ પાછા ન ફરનારા મૃગાવતીનું ધ્યાન ગયું અને ચંદનબાળાએ કહ્યું કે સારા કુળની સ્ત્રીઓ માટે આ યોગ્ય ન કહેવાય. શિષ્યા મૃગાવતીને ઠપકો ઘણો આકરો લાગ્યો અને ઊંડું ચિંતન કરતાં ભાવનાના ઉચ્ચત્તમ શિખરે આરૂઢ થઈ શપક શ્રેણિએ કર્મક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ રીતે અંધકારમાં કાળા સર્પને લીધે ચંદનબાળાનો હાથ દૂર લઈ જતાં સર્પનો જવાનો માર્ગ મોકળો તો થયો પરંતુ જાગૃત થયેલા ચંદનબાળાએ જાણ્યું કે મૃગાવતીને અપ્રતિપાતિજ્ઞાન તેમના પ્રભાવથી થયું છે ત્યારે તેમની આશાતના માટે ખરા હૃદયે પશ્ચાતાપ કરી રહેલાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થયું. અતીર્થ સિદ્ધના ભેદમાં માતા મરૂદેવીનું નામ આવે છે. ભગવાન ઋષભદેવની માતા મરુદેવી પુત્રના મોહને લીધે લાંબા ૧૦૦૦ વર્ષોના સમય સુધી રૂદન કરવાથી આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. પુત્રને કેવળજ્ઞાન થતાં તેનો વૈભવ સાંભળી અનિત્ય અને એકત્વ ભાવનું ચિંતન કરતાં હાથી ઉપર જ રાજમાર્ગ ક્ષપકશ્રેણિ પર પડી. ઘાતી કર્મોનો ક્ષય કરી અંતર્મુહૂર્તમાં મોક્ષપુરીમાં પહોંચી ગયા. ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી દીક્ષા લિને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ૧૨ માસ વીત્યા પછી બ્રાહ્મી-સુંદરી, સાધ્વીઓ દ્વારા “વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચડે કેવળ ન હોય રે...' આનાથી સાવધાન બનેલા પ્રભુવંદનાર્થે પગ ઉપાડતાં કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. અંબડ પરિવ્રાજડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ૨૫મા તીર્થંકર ન હોય તથા કુદેવોના દર્શને ન જનાર ૩૨ પુત્રોને સમરાંગણમાં ગુમાવી દેનારી સુલસા રથકાર પત્ની ભાવિત દ્વારા સમકિતી થઇને તેને પરિમાર્જિત કરી રહેલી આગામી ઉત્સર્પિણીમાં ૧૫મા નિર્મમ તીર્થકર થશે. સમકિત દૃષ્ટિ સાહાધ્યક બની ગઈ ! ભરોસરની સક્ઝાયમાં તેનું નામ પ્રથમ છે. “સુલસા ચંદનબાળા'...તેને ધર્મલાભ કહેવડાવવા ભગવાન મહાવીરે અંબડને મોકલ્યો હતો. જેના તાજેતરમાં લગ્ન થયેલા છે તે યુવાન ટીખલી સાથીદારો સાથે કુતુહલવૃત્તિથી પ્રેરાઈ જ્યાં નામ પ્રમાણે ગુણ ધરાવનારા ચંડરૂદ્રાચાર્ય સમીપ આવી કહેવા 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયાસી ૧૨૭ લાગ્યા કે આ યુવાનને દીક્ષા લેવી છે. તેમણે ક્રોધાન્વિત થઈ, માથે હાથમાં લઈ મુંડી નાંખ્યું, લોચ કરી દીધો. હસવામાંથી ખસવું થઈ ગયું. તે યુવાને બાજી સંભાળી લીધી અને શિષ્ય બનેલા યુવાને ગુરુને ત્યાંથી સલામતી માટે ચાલી નીકળવા જણાવ્યું. રાત પડી ગઈ હતી. ગુરુથી અંધારામાં ચાલી શકાય તેમ ન હતું તેથી કહ્યું કે મને ઊંચકી લે. ખાડાટેકરાવાળો રસ્તો તથા અંધારું હોવાથી ડગમગ ગતિએ ચાલવા માંડ્યું. ક્રોધાયમાન ચંડરૂદ્રાચાર્યે માથા ઉપર ડંડાથી પ્રહાર કરવા લાગ્યા. પરંતુ સમતામાં સ્થિર રહી, વેદનાને ગૌણ કરી ક્ષમા-સમતાની ભાવનામાં સ્થિર નવીન મુનિ દેહભાન ભૂલી આત્મ ચિંતનની ધારામાં ચડી; પાપોનો નાસ કરતો આત્મા ગુણસ્થાનક શ્રેણિઓમાં આગળ વધતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ શુકલધ્યાનની ધારામાં ચડી કેવળી બન્યા. ગુરુ હવે સારી રીતે ચાલનાર લોહીથી ખરડાયેલા શિષ્યને નીચે ઉતારી પશ્ચાતાપની ધારામાં ક્ષમા માગે છે. શિષ્યને અપ્રતિપાતિ જ્ઞાન થયું છે એમ જાણીને પશ્ચાતાપમાં ડૂબેલા ચંડરુદ્રાચાર્યને પણ કેવળજ્ઞાન થયું. સંધ્યા સમયે રંગબેરંગી બદલાતા વાદળો જોઈ સંસારની અસારતા જોઈ રાજા પ્રસન્નચંદ્ર રાજપાટ, વૈભવ ત્યજી દીક્ષા લઈ સાધુ બન્યા. એક હાથ ઊંચો કરી કાયોત્સર્ગમાં હતા ત્યારે તેમના કાને વાત પડી. એથી યુદ્ધની વિચારણામાં ખોવાઈ ગયા. માનસિક યુદ્ધમાં ચડ્યા. એક પછી એક તીરો ફેંકતા ગયા. શસ્ત્રો ખૂટતાં મુગટ ફેંકવા જતાં મુંડિત થયાનું ભાન થતાં સાવધાન થયા; માનસિક પાપો ધોવા પશ્ચાતાપની ધારામાં વહેવા લાગ્યા. ધ્યાનાગ્નિએ જોતજોતામાં પાપોના ઢગલાને ભસ્મીભૂત કરી દીધો. ક્ષપકશ્રેણિએ આરૂઢ પ્રસન્નચંદ્ર ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વીતરાગી થઈ મોક્ષે ગયા. ઉપ૨ ટાંકેલાં વિવિધ ઉદાહરણો જણાવે છે કે આ વ્યક્તિઓ એ બાર ભાવનામાંથી ગમે તે જેવી કે અન્યત્વ, એકત્વ, અશરણત્વ, અશુચિસ્વાદિ, ભાવના, કોઇક પ્રસંગ કે દૃશ્ય, ધ્યાન, સાધના, સમાધિ, સમતા, તપ, ત્યાગ, જિનવાણીનું શ્રવણ તથા પરિણમન, પ્રભુની શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિ સહિતની પૂજાદિની સથવારો લીધો હતો. તેના પરિપાક અને પરિણતિ રૂપે આત્મામાં એટલી તીવ્ર ઝણઝણાટી, ગગતા ક્રિયમામ થઈ જેથી સાતમા અપ્રમત્ત ગુણઠાણે પહોંચી, શાંત-પ્રશાંત બની અનાસક્ત ભાવ, સમતાયોગમાં આરૂઢ થઈ, વીતરાગી થવા માટેના 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ શુકલધ્યાનના ચાર પાયા પસાર કરી સીધો કૂદકો મારી શેલેશી દશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનના અધિપતિ બની ગયા. હવે કરવા જેવું આ પ્રમાણે રહે છે. આત્માના દર્શનગુણને ક્રિયામાં પરિવર્તિત કરીને પરમાત્મદર્શન વડે દર્શનગુણ વિશુદ્ધ અને વિકસિત કરવો જોઇએ. દર્શનીય પરમાત્મા છે, દર્શનકર્તા પામરાત્મા છે. બંને આત્મસ્વરૂપે સમાન છે, વિશેષણ માત્ર અંતર કરે છે. આત્માને પરમ અને પામર લાગતાં આ શબ્દો બને છે. પરમ એટલે સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, સર્વોપરિ, સર્વકર્મરહિત, સર્વગુણવિભૂષિત, સર્વજ્ઞ, વીતરાગી તે પરમાત્મા અને આનાથી વિરુદ્ધ ધર્મ હોય તે પામરાત્મા. પામરાત્મા માટે પરમાત્મા ઊંચો આદર્શ છે. પરમાત્મા તેથી તેને માટે પૂજનીય, દર્શનીય, વંદનીય, ચિંતનીય હોઇ જીવે પૂજક, દર્શક, ચિંતક થઈ ભક્ત બની ભક્તિ કરવી જોઇએ. જેન કુળોમાં અધ્યાવધિ આ રિવાજ ચાલુ છે કે પથારીમાંથી જાગ્યા પછી પહેલું કાર્ય નજકિદનાં દેરાસરમાં જઈ પ્રભુનાં દર્શન કરી કૃતકૃત્યતા અનુભવવી તેણે ભગવાનની ભક્તિ કરવી જોઇએ. તેમાં પ્રભુદર્શન પ્રાથમિક પ્રક્રિયામાં સ્થાન મેળવે છે. ત્યારબાદ પૂજા, ભાવના, ધ્યાનાદિનો ક્રમ છે. ચક્ષુરિન્ટિના અભાવમાં એકલેન્દ્રિયો, વિકલેનિદ્રિયોનો આત્મા, પ્રભુદર્શન કરી શકતા નથી. તેથી કેટલાંયે જન્મો નરક, તિર્યંચ ગતિમાં પસાર તયા. તેથી ૮૪ લાખ જીવયોનિમાં મનુષ્ય ગતિ અને દેવગતિમાં પરમાત્માદર્શન, પૂજા, ભક્તિ કરી ઇન્દ્રિયોની (મળેલી) સાર્થકતા સિદ્ધ કરવી રહી. દેવો પાંચ કલ્યાણકો તથા નંદીશ્વર દ્વિપમાં જઈ પૂજાદિ કરે છે. પ્રભુ દર્શનથી ભક્ત ધન્યતા અનુભવે છે. આ ભાવને પૂ. યશોવિજયજી મહારાજ ઋષભ જિનસ્તવનમાં આમ કહે છેઃ ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો ગુણ નીલો જેણે તુજ નયણ દીઠો દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતાં સુકૃત સંચય હુઓ પાપ નીઠો. આ ગાથામાં પ્રથમ ચરણમાં પ્રભુદર્શન અને અંતિમ ચરણમાં સેવા-પૂજાની વાત લખી છે. દર્શન-પૂજનથી ભક્ત ભગવાનની નિકટ જનારાં છે. વળી દેવચંદ્રજી મહારાજે કહ્યું છેઃ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયાસી ૧ ૨ ૯ દરિશન શુદ્ધતા તેહ પામે. જ્ઞાનચારિત્ર તપવીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિ ધામે. આમ શુદ્ધ દર્શનને મોક્ષ પ્રાપ્તિનું કારણ બતાવાયું છે. સંસારમાં મનુષ્ય પ્રતિદિન દર્પણમાં પોતાનું મુખ જુવે છે. માથું બરાબર ઓળેલું છે? ચાંલ્લો ઠીક થયો છે, કપડાં વ્યવસ્થિત પહેરાવ્યાં છે. વગેરે. દર્પણમાં પોતાની ક્ષતિ-ઉણપ જુએ છે. ધાર્મિક જીવનમાં પ્રભુદર્શન પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રભુની પ્રતિમારૂપી દર્પણમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાય. જિનપ્રતિમામાં દર્પણની જેમ આત્મિક દોષ-દુર્ગુણોરૂપી ક્ષતિઓને જોઈ શકાય. પરમાત્મામાં સ્વ–આત્મદર્શન કરવાની આ એક અદ્ભુત પ્રક્રિયા છે. આપણે અપૂર્ણ, અલ્પજ્ઞ, રાગ-દ્વેષી સર્વ દોષ, દુર્ગુણોથી ભરપૃર છીએ જ્યારે પરમાત્મા સર્વગુણ સંપન્ન, સર્વદોષરહિત સ્વદર્શી, વીતરાગી છે. ઉદયરત્નવિજયજી મહારાજે શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં જણાવ્યું છે સુણો શાંતિ નિણંદ સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી તું મે નીરાગી ભગવંત, જોતાં કેમ મળશે તંત. આની ૧૦ કડીમાં ઉદયરત્ન મહારાજે હું અને ભગવાન કેવાં છે તેનું સુંદર વર્ણન કર્યું છે. એક દુર્ગુણોનો ભંડાર છે જ્યારે બીજો સગુણ કેવાં અને કેટલાંક છે તે તુલનાત્મક રીતે પ્રતિપાદિત કર્યું છે. પૂ. યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથની અંદર પૂર્ણતાષ્ટકમાં પૂર્ણની પૂર્ણતા અને અપૂર્ણની અપૂર્ણતા ચિતરી છે. આવા પ્રભુદર્શનનું અનુપમ અને અભુત વર્ણન અવધૂત યોગી પૂ. આનંદધનજી મહારાજે પોતાની ચોવીશીમાં વિશેષ કરીને અભિનંદન સ્વામીના સ્તવનમાં કર્યું છે. સંક્ષેપમાં આવા યોગી પણ પ્રભુદર્શન માટે તડપી રહ્યા છે. આ તડપ સ્વાતિ નક્ષત્રતા બિંદુને ઝંખતા ચાતક પક્ષી જેવી છે. પૂજ્ય વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારની પૂજામાં ૮ કર્મોના વિ,યમાં ૮ ભિન્ન ભિન્ન પૂજાની ઢાળો રચી છે. જેથી આને ૧૪ પ્રકારી પૂજા કહે છે. ઉપર કહેલી ચર્ચા-વિચારણાના ફળસ્વરૂપ આ રીતે નિષ્કર્ષ પર આવી શકાય. આ સમયગાળો જે ૮૪ હજાર વર્ષોથી કંઈક ઓછો છે તે દરમ્યાન ભરતક્ષેત્રમાંથી મોક્ષ અશક્ય છે. પરંતુ આ દરમિયાન એવાં કંઈક જીવો હોઇ 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ શકે કે જેઓ ચરમ-પુદગલપરાવર્તકાળમાં પ્રવેશી ચૂક્યા હોય. ૮૪ હજાર વર્ષોથી આ સમય ઘણો ઘણો મોટો છે. માર્ગાનુસારી, માર્ગપતિત, માર્ગાનુરૂઢ જીવો, જાણવું, માનવું અને આચરવું સરળ રીતે સમજી પ્રગતિ કરી શકે તેમ છે. તે માટે ધર્મ ઘણો કરી નાખ્યો તેમ માની સંતો, ન કરતાં ધર્મમાં અસંતો, તથા પોદ્ગલિક સંપત્તિ ઘણી વિશાળ અને વિસ્તૃત હોવા છતાં પણ અહીં અસંતોષ ધરાવવાના બદલે સંતોષ રખાય તો બાજી જીતી જવાની પૂરી શક્યતા છે. તે માટે બે પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. શુભ અને અશુભ. સંસારના વૈષયિક, ભૌતિક અને પૌલિક સુખોમાં સ્વર્ગનું સુખ પામવું તે માટેની સર્વપ્રવૃત્તિઓ અશુભ જ રહેવાની. આવી અશુભ પ્રવૃત્તિઓ ન થાય તે માટે જાગરૂકતા ઘણી આવશ્યક છે. તે પ્રમાદવશ થઈ જાય એટલા માટે ભગવતી સૂત્રમાં વારંવાર ભગવાન મહાવીરે ચાર જ્ઞાનના ધારક ગૌતમસ્વામીને ટોક્યા છે કે “સમય ગોચમ મા પમાઅએ.” એકવાર સમવસરણમાં બેઠેલા મહાવીરસ્વામીને જયન્તી શ્રાવિકાએ પ્રશ્ન કર્યોઃ “હે કૃપાનાથ ! આ સંસારમાં કોનું સૂતા રહેવું સારું અને કોનું જાગવું સારું ?' ઉત્તરમાં ભગવાને કહ્યું: “જાગરિયા ધમિણે અધમિણે તુ સુત્તયા ગયા. ધર્મીનું જાગવું સારું અને અધર્મીનું સૂતા રહેવું સારું. ધર્મ જાગતો રહેશે તો પાપ નહીં કરે, જ્યારે અધર્મી જો જાગતો રહેશે તો પાપ કરશે. માટે પ્રમાદવશ નિદ્રા પણ નકામી છે. ૧૪ પૂર્વધર મુનિને લબ્ધિવશ પૂર્વોનું અનુશીલન કરવું જ રહ્યું. જો તેમાં પ્રમાદવશ ચૂકે તો મૃત્યુ પછી દુર્ગતિ એટલે કે નિગોદમાં કદાચ જવું પડે. પ્રથમવાર કોઈ આત્મા સિદ્ધ થયા તેથી તે અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં મૂકાયો. હવે તો સ્વપ્રયત્ન જે ઘણો કપરો અને મુશ્કેલ છે તે કરવો રહ્યો. જ્ઞાનાવરણીય કર્મ હઠતાં જાણવાનું થાય; ત્યારે દર્શનાવરણીય કર્મ હઠતાં સાચું જોઈ શકાય. સમ્યક શ્રદ્ધા થાય. પૂજ્ય વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારની પૂજામાં ૮ કર્મો વિષે ૮ વિભિન્ન ઢાળો લખી છે. દર્શનાવરણીય કર્મ વિષે આમ લખ્યું છેઃ હે ભગવાન ! આત્મદર્શન ગુણનું આવરણ કરનાર દર્શનાવરણીય કર્મના કારણથી આપનાં દર્શન કરી શક્યો નથી. શાસન પામી શક્યો નથી. નેગમનયાદિરૂપ એકાન્ત દર્શનથી સંસારમાં ભટકતો રહ્યો. માત્ર હાથથી પાણી 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયસી. ૧૩૧ વલોવતો રહ્યો પણ કોઈ નવનીત સાર મેળવી ન શક્યો. પૂર્ણરૂપ આપનાં દર્શન માટે ભક્તિ કરી રહ્યો છું જેથી દર્શનાવરણીય કર્મ દૂર થાય; આપનાં દર્શન પૂર્ણરૂપે કરી શકે. જેમ જલકાંત મણિથી પાણી દૂર થાય. તેમ આપનાં દર્શન કર્મ દૂર થાય.' પ્રાત:કાળે ઊઠયા પછી પ્રભુદર્શન માટે જે તાલાવેલી રખાય તે આ માટે જ ને ? તેથી તો કહ્યું છે કે દર્શને મોક્ષ સાધનમ્. પ્રભુદર્શન માટે દોષી એવો આત્મા મૂર્તિરૂપી દર્પણમાં ભગવાનના ગુણોના સમૂહને નિરખી આત્મદોષો પ્રજ્ઞાલિત કરવા જોઈએ. પ્રભુના ગુણો સ્વાત્મામાં સંક્રાન્ત થાય તે માટે પ્રભુ દર્શનનો મહિમા છે. - જિનાદિની ભક્તિમાં તત્પર, જિનેશ્વર પરમાત્મા, સિદ્ધભગવંત, સાધુ, સાધર્મિક બંધુ વગેરેની ભક્તિ, સેવા, વૈયાવચ્ચની રુચિવાળા જીવો, આવાં નિયમાદિવાળા જરૂર ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. ભરત ચક્રવર્તીએ પૂર્વ ભવમાં ૫૦૦ મુનિઓની સુંદર વૈયાવચ્ચ કરી હતી જેથી બીજે ભવે ભગવાન ઋષભદેવના પુત્ર થયા, ચક્રવર્તી બન્યા. સ્નાનાગારમાંથી બહાર નીકળતાં પોતાનું સુંદરતમ રૂપ પ્રદર્શિત કરવા આભુષણાદિથી સજ્જ થયેલાને દેવે થુંકવાનું કહ્યું. તેમાં કીડા વગેરેથી ખિન્ન થઈ દીક્ષા લીધી. શરીરમાં થયેલા રોગો ૭૦૦ વર્ષ ભોગવી સમતાપૂર્વક દિવસો વ્યતીત કરી છેવટે મોક્ષે ગયા હતા. પ્રભુદર્શન અને પૂજા જો પૂર્ણ, સાચી, શ્રદ્ધાપૂર્વક કરાય તો તે અકથ્ય ફળ આપે છે. ઉદાહરણ તરીકે રાવણ, મયણાસુંદરી અને શ્રીપાલરાજા. આ રીતે દર્શન અને પૂજા કરાય તો તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. પુણ્ય પણ સાંકળ છે અને તે સોનાની છે. સાંકળ એટલે સાંકળ. તે પણ એક પ્રકારનો આશ્રવ છે. નવ તત્ત્વોમાં છેલ્લા ત્રણ એટલે આશ્રવ, સંવર અને નિર્જરા મોક્ષ માટે ઘણું મોટું મહત્ત્વ ધરાવે છે, જેમાં નિર્જરાનું કાર્યક્ષેત્ર મોક્ષ માટેની સીડી સમાન છે. અકામ નિર્જરાદિ ઉપયોગી અને સહયોગી કારણોથી તથા ભવ્યત્વનો પરિપાક થતાં, કોઈ સિદ્ધના પ્રતાપે નિગોદરૂપી સંસારમાંથી મુક્તિથી અવ્યવહાર રાશિ નિગોદનો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી બાદર પર્યાયમાં આવ્યો, ક્રમશઃ ભવ પરંપરામાં આગળ વધતો ૮૪ લાખ જીવયોનિમાંથી ભટકતો, કુટાતો, સુખદુઃખની થપ્પડો ખાતો, અનંત ભવ અને અનંત પુદ્ગલપરાવર્ત કાળ વિતાવ્યો આગળ વધે છે. તેવો એક જીવ આપણો પણ 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૩૨ હોઈ શકે. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે રાગ-દ્વેષ છોડવાં જોઇએ. સંસારના રાગમાં કષાયોની વૃદ્ધિ થાય છે તે દ્વારા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગ વૃદ્ધિગત થતો નથી. તેથી જેમ જેમ દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગભાવ વધે તો સંસારનો રાગ ઘટે. આ માટે રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ કરવો જોઇએ. આ સ્થિતિ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ મોટો આદર્શ છે. કષાયનું મૂળ કારણ રાગદ્વેષ છે. જીવ, મન, વચન, કાયાથી જે પ્રવૃત્તિ કરે છે તેમાં રાગદ્વેષનું પ્રમાણ ઓછું વત્તું રહે છે. તેથી કષાયમુક્તિઃ કિલમુક્તિરેવ એમ કહ્યું છે. અનાદિ કાળથી રાગદ્વેષના સંસ્કારો અને મોહનીય કર્મ જે રાજા સમાન છે તે જીવની ખરાબી કરનારા છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવના અનંતભાવો વીતે છે. જન્માન્તરમાં જતા જીવની સાથે કષાયોનું પણ સંક્રમણ થાય છે. કષાયો આત્મગુણ ઘાતક છે. મૂળભૂત સમ્યગ્દર્શન ગુણનો થાત અનંતાનુબંધી કષાયો કરે છે. આથી કષાયોથી બચવું જરૂરી છે. આત્મવિકાસની સીડી છે જેનાં ૧૪ પગથિયાં છે, ૧૧મા ગુણસ્થાનકે ક્રોધ, માન અને માયા ત્રણ કષાયો પર વિજય પ્રાપ્ત કર્યા છતાં થોડાક લોભને કારણે સાધુ પણ પતન પામે છે. જેમ કે તપસ્વી અને જ્ઞાની મહાત્મા અષાઢાભૂતિ મુનિ ગોચરીમાં લાડુ જોઈ લોભાયમાન થઈ ગયા અને ૧૨ વર્ષ સુધી ઘરમાં સંસાર તરીકે રહ્યા; પરંતુ ભરતચક્રનું નાટક ભજવતાં અનિત્ય ભાવનાનો અભિનય કરતાં ક્ષપકશ્રેણિ પર ચડી કર્મોના ચૂરેચૂરા થઈ ગયા અને જોતજોતામાં અષાઢાભૂતિ મુનિ કેવળજ્ઞાન પામી ગયા. ૧૪ ગુણસ્થાનકની સીડી પર ચઢતાં લોભ સૂક્ષ્મરૂપે ઉદયમાં આવે ત્યારે આત્માનું અધઃપતન થાય છે અને આખી સાધના ઉપર પાણી ફરી વળે છે. તેથી કહ્યું છે કેઃ લોભ ઃ સર્વાર્થબાધક : આમ તો ચારે કષાયો નુકસાનકારી, આત્મગુણઘાતક છે. નોકષાય પણ બાધક છે. એ પણ કર્મબંધનું કારણ છે. જે માટે કહ્યું છે કે : : નવ નોકષાય તે ચરણમાં, રાગદ્વેષ પરિણામ કારણ જે કષાયના, તિણે નોકષાય તે નામ. ૧૪ ગુણસ્થાનકોના ક્રમિક વિકાસ માટે કર્મપ્રકૃતિઓનો ક્ષેપ કરીને આત્મવિકાસ ક૨ના૨ો જીવ એકેક ગુણસ્થાને આગળ વધતો ઉપર ને ઉપર પહોંચે છે. પૂ. વીરવિજયજી મહારાજાએ ૬૪ પ્રકારી પૂજામાં મોહનીય કર્મની ઢાળમાં લખ્યું છે 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૩ રૂઢિબલીયાસી કે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓમાંથી મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, ૧૬ કષાયો આ ૧૯ પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. બાકીની ૭ પ્રકૃતિઓ, ૩ વેદ, રતિ, અરતિ, હાસ્ય, શોક અધુવબંધી છે. ધ્રુવ એટલે નિત્ય જે મિશા બંધાતી રહે અને અધ્રુવ એટલે અનિત્ય જે કાયમ બંધાતી નથી. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, ત્રણે વેદ મોહનીય કર્મનો ઉદય નવમા અનિવૃત્તિ બાદર નામના ગુણઠાણા સુધી રહે છે. આત્માનો મોક્ષ છે, નહિ કે શરીરનો. આત્મા જ્ઞાન, દર્શનાદિ ગુણવાન દ્રવ્ય છે. ગુણયુક્ત ગુણી આત્મા છે. કર્માવરણથી ગ્રસિત આત્મા જેમ જેમ કર્મની અશુદ્ધિઓ દૂર કરે, શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ જ સાધના છે. જેમ જેમ આત્મા સ્વગુણોનું સ્વરૂપ પ્રાપ્ત કરતો રહે, ગુણવાન બની આગળ ને આગળ વધતો જાય તેમ તેમ ગુણસ્થાનો પર આરોહણ કરતો જાય. આ રીતે મોક્ષપ્રાપ્તિ સુધી આત્માના વિકાસની સાધનાને ગુણસ્થાનક ક્રમાવરોહ કહે છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ જ બળવાન છે. તેનો ક્ષય કરવાથી એકી સાથે જ ઘનઘાતી કર્મોનો ઘાણ નીકળી જતાં બાકીના ચાર અઘાતી કર્મો ખૂબ સહેલાઇથી ક્ષય પામી જાય છે. મોહનીય જે પાપોનો બાપ છે તેનો ક્ષય કરવો તે સાધના છે. ૧૪ ગુણસ્થાનોમાં પ્રથમ ગુણસ્થાનકથી લઇને ૧૩મા ગુણઠાણા સુધી મુખ્ય રૂપે મોહનીય કર્મોનો ક્ષય કરવો તે સાધના છે. મોહ અને અજ્ઞાનના મિશ્રણરૂપ ઉદયજન્ય કર્મથી પતન પામીને જીવ જેવી રીતે સીડી પરથી પગ લપસતાં ઠેઠ નીચે સુધીનું પતન થાય તેમ જીવ પંચેન્દ્રિય જેવી ઉચ્ચ જાતિમાંથી એકેન્દ્રિય જેવી નિમ્નતમ અવસ્થાએ પહોંચે છે. જેવી રીતે દંડક ગ્રંથમાં કહ્યું છે કે દેવલોકના દેવો ઊંચી ગતિમાંથી પડી એકેન્દ્રિય જાતિના પર્યાયો જેવાં કે હીરા, મોતી, સોના, ચાંદી રૂપે જન્મ લે છે. જેમાંથી ફરી દેવલોકે જન્મ લેવામાં સંખ્યાત કે અસંખ્યાત જન્મો લાગે. તેથી મહાપુરૂષોએ કહ્યું છે કે મોહનીય કર્મ ઓછું કરવા યા જીતવા માટે પુરુષાર્થ કરવો જોઇએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે કે: ચેતન જ્ઞાન અજુવાળિયે, ટાળિયે મોહ સંતાપ રે, ચિત્ત ડમડોળતું વાળિએ, પાળિયે સહજ ગુણ આપ રે. આપણી આરાધના મોહનીય કર્મના ક્ષય કરવાના લક્ષ્યવાળી હોવી જોઇએ 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ તો દડાકો પાકે. મોહનીય કર્મના મુખ્ય ચાર સ્તંભ તે (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) કષાય મોહનીય, (૩) નોકષાય મોહનીય અને (૪) વેદમોહનીય. મિથ્યાત્વ મોહનીય કર્મતી આત્માની શુદ્ધ શ્રદ્ધા, સમ્યગ્દર્શન ઢંકાઈ જવાથી રાગ-દ્વેષરૂપ કષાયોની પ્રવૃત્તિ થાય છે. શાંતિ, સંતોષ, ક્ષમા, નમ્રતા, ઋજુતા, સરળતાદિ ગુણો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો વડે નાશ થાય છે. માટે સાધનાનું લક્ષ તથા હેતુ આવરણો દૂર કરવાનો અને ગુણો પ્રગટ કરવાનો છે. તે માટે અશુદ્ધિ દૂર કરવી રહી અને આત્માના ગુણો પ્રગટ કરવા એ જ સાધનાની ચાવી છે. તે માટે ૧૪ ગુણસ્થાનો પર ક્રમિક ચઢતાં જ રહેવું નિતાન્ત આવશ્યક છે. મોહનીય કર્મની વધારે પ્રવૃત્તિથી અન્ય સર્વ કર્મોનો બંધ થાય છે, જે કર્મો પણ ગાઢ અને ભારે બંધાય છે. પૂ. વીરવિજયજીએ મોહનીય કર્મની પૂજાની ઢાળમાં દુહાઓ દ્વારા તે પ્રતિપાદિત કર્યું છે. આત્મા અને કર્મ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આત્મા પોતે રાજા છે, સંતોષરૂપી મુખ્યમંત્રી છે. સમકિતરૂપી માંગલિક તે સરસેનાપતિ છે. પાંચ મહાવ્રતો રૂપ પાંચ મહાસામંતો તેની સાથે રહે છે. માર્દવરૂપી હાથી સાથે ચાલે છે. ચરણ-ચિત્તરી અને કરણચિત્તરીની પાયદળ છે. સેનામાં વ્રત, નિયમ, તપ, પચ્ચકખાણ, તપશ્ચર્યા, જપ, ધ્યાનાદિની સેવા ઘણી વિશાળ છે. તેનો સેનાની શ્રુતબોધ છે. જીવરાજા ૧૮ હજાર શીલાંગ રથ પર આરૂઢ થઇને ચારિત્ર યુદ્ધના મેદાનમાં મોહરાજા સાથે લડાઈ આદરે છે. બંને વચ્ચે અધ્યવસાયરૂપી બાણોની વર્ષા થાય છે. વારાફરતી બંનેની હારજીત થતી રહે છે. મોહરાજાના ૧૩ કાઠીયાઓ પણ ખૂબ પ્રબળ હોય છે. જો આત્મા પુરુષાર્થથી લડે તે જીતી શકે છે. મોહપાશમાંથી છૂટી જઈ કેવળજ્ઞાનાદિ પામી સદાને માટે મોક્ષે જઈ શકે છે. તે જીત થવા માટે મહાપુરૂષોએ અધ્યાત્મનો માર્ગ અને સાધના બતાવી છે. અત્ર યુદ્ધના મેદાનમાં આત્મા અને કર્મ બે પ્રતિકતી અને પ્રતિસ્પર્ધી છે. અનંતકાળથી ચાલતા આ યુદ્ધ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે “કથંવિ બલિઓ કમો કવૈવિ બલિઓ આપ્યાં. જ્યારે કર્મ બળવાન બને છે ત્યારે આત્માને પાડી ચિત્ત કરે છે, પરંતુ જ્યારે આત્મા બળવાન, પ્રબળ, શક્તિશાળી, સામર્થ્યવાળો બને છે ત્યારે કર્મો સમાપ્ત કરી કર્મપાસમાંથી મુક્ત થઈ સદાને માટે ધરમધામ, અંતિમ લક્ષ મોક્ષ પામે છે. પરંતુ કર્મોનો ચૂરો, નાશ ન કરતાં માત્ર આંશિક 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયસી ૧ ૩૫ (દ્રવ્ય નિર્જરા) કર્યા કરે તો આશ્રવ-બંધની પ્રવૃત્તિથી ફરીથી કર્મોનું આવાગમન, બંધન ચાલુ થઈ જાય. જે પ્રક્રિયા અનાદિકાળથી જીવ કર્યા જ કરે છે. થોડીક નિર્જરા કરવાથી ફરીથી વિષય, કષાયાદિથી કર્મો બંધાય અને ઉદયમાં આવેલાં કર્મોનો વિપાક, પરિણામ ભોગવવાં પડે છે. અકામ નિર્જરા કરનારાં પમ આંશિક નિર્જરા કરે છે; અને સકામ નિર્જરા કરનારા પણ આંશિક નિર્જરા કરે છે. જ્યારે સર્વાસમાં સંપૂર્ણ સમૂલ કર્મક્ષય થઈ જાય ત્યારે આત્મા કર્મપાસમાંથી સર્વથા મુક્ત થઈ જશે. એ તેનો વાસ્તવિક ખરેખરો મોક્ષ છે. નવ તત્ત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષમાં મોક્ષ માટે ધજા ફરકાવનાર તત્ત્વ જે આઠમું છે તે મોક્ષ માટેનું આગવું શ્રેષ્ઠ સ્ટેશન છે. આજ સુધી આત્માએ એવી પ્રબળ, પ્રકૃષ્ટ શક્તિનો ઉપયોગ કર્યો નથી તેથી ક્રમો બલિષ્ઠ રહ્યાં. ખરેખર તો મૂળભૂત ૮ કર્મો અને તેની ૧૫૮ પ્રકૃતિઓની સેના બલિષ્ઠ હોવા છતાં પણ આત્મા નિર્બળ કમજોર રહી પરાજિત થતો ગયો. કિંકર્તવ્યમૂઢ બની દબાઇને ચૂપ રહ્યો, તેથી કર્મો આત્મા પર ચડી બેઠાં, ગળું દબાવી દીધું. કર્મો જડ છે, પદગલિક છે, પરમાણુરૂપ છે. જ્યારે આત્મા આમ સમજશે કે હું ચેતનાશક્તિ, જ્ઞાનાદિ ગુણવાન છું; અનંત શક્તિ, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધ સુખે સુખી છું. પુગલો, નાશવંત, ક્ષણિક છે, જડ છે, તાકાત વગરનાં છે કે તે મને પરેશાન કરે. આજદિન સુધી હું અંધારામાં અથડાતો, કૂટાતો રહ્યો, પરંતુ હવે હું અનંત જ્ઞાન-દર્શનાદિ શક્તિનો સ્વામી છું. જડ નાસવંત, ક્ષણિક શું મને પરેશાન કરી શકે ? તે મારા શત્રુ છે, મિત્રો નથી. અત્યાર સુધી વિષય-કષાય, રાગ-દ્વેષ, મોહાદિથી ઝૂક્યો. હવે સાવદાન, સાવચેત થઈ એવો પ્રબળ, પ્રચંડ પુરુષાર્થ કરવો છે કે જેથી એમના પાશમાંથી, બંધનમાંથી છૂટી, મુક્ત થી પરમધામ, અંતિમ લક્ષ્ય મોક્ષમાં પહોંચી જાઉં. યા હોમ કરીને કર્મની સામે યુદ્ધના મેદાનમાં ઝુકાવે તો જરૂર પૂર્ણ વિજય હાંસલ કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. આપણને શું મળ્યું છે તે વિચારી. પાંચ સકારો મળવા દુર્લભ છે જેવા કે (૧) સારી સંપત્તિ-સદ્ધવ્ય, (૨) સારા કુળમાં જન્મ, (૩) સિદ્ધક્ષેત્રનાં દર્શન (કહે છે કે અભવી જીવ તે ન કરી શકે, જેનાથી ભવી કે અભવીનો નિર્ણય કરી શકાય છે.) (૪) સમાધિ અને (૫) ચતુર્વિધ સંઘની પ્રાપ્તિ. કહ્યું છે કેઃ સદ્ધવ્ય સલ્ફળ જન્મ સિદ્ધક્ષેત્ર સમાધયઃ | 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ સંઘયતુર્વિધો લોકે સકારા પંચ દુર્લભાઃ ।। શ્રી મહાવીરસ્વામીના સ્તવનમાં (ગિરૂઆરે ગુણ તુમ તણા) શ્રી યશોવિજયજી કહે છેઃ ૧૩૬ વાચક જરા કહે માહરો તું જીવ જીવન આધારો રે. તેથી પ્રભુદર્શન અને પ્રભુની શ્રદ્ધાપૂર્વક સાચી ભક્તિ મોક્ષ માટેનો અનુકૂળ અને અદ્વિતીય માર્ગ છે. પ્રભુદર્શનનું મહત્ત્વ, ગૌરવ તથા ઉપયોગિતા સુંદર રીતે રજૂ કરાઈ છે, જેમ કેઃ છે પ્રતિમા મનોહારિણી દુ:ખહરી (સુખકરી) શ્રી વીરજિનંદની આ પ્રતિમાના ગુણ ભાવ ધ૨ીને જે માણસો ગાય છેઃ પામી સુઘળાં સુખ તે જગતના મુક્તિ ભણી જાય છે. છેક મુક્તિ સુધીનું અવર્ણનીય સુખ આપનારી પ્રભુપ્રતિમાનું ગૌરવ અહીં લિપિબદ્ધ કરાયું છે. આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા ઉત્તરોત્તર સારભૂત આ જગતમાં શું છે તે જણાવતાં ફરમાવે છે કે આ સમસ્ત લોકમાં એકમોવ, અદ્વિતીય તત્ત્વ તે ધર્મ છે. ધર્મમાં પણ વિશિષ્ટ રીતે સમ્યગજ્ઞાનપ્રાપ્તિને સારભૂત કહી છે. ધર્મમાં મળતા જ્ઞાનનો સાર ચારિત્રગણાવ્યો છે. તેથી ક્રમિક રીતે લોકમાં સારભૂત ધર્મ, તેનો સાર જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાનનો સાર સંયમ. છેવટે સંયમ સાધનાનો અક્ર છે, તે માટે આ શ્લોક છેઃ લોગસ્સ સારો ધમ્મો ધમ્મ વિ ય નાણસારિયું બિતિ । નાણસ્સ સંજયંસારું સંજમ સારં ચ નિવ્વાણમ્ ।। વળી આત્મા છે, તે નિત્ય છે, કર્મ છે, તેની કર્તા-ભોકતા છે, મોક્ષ છે, તે મેળવવાનો ઉપાય છે. આ વિષેના ચિંતન-મનનમાં આત્મા, કર્મ અને મોક્ષને સ્થાન અપાયું છે. તેથી ખાતરી થઈ જાય છે કે મોક્ષ ચોક્કસ છે, તે મેળવવાનો ઉપાય-માર્ગ પણ સુનિશ્ચિત છે જે જાણવાથી મોક્ષ મેળવવા માટે આત્મા દઢીભૂત થઇને રહે. આત્માનું ખરું ઘર, સ્થાન, રહેઠાણ કયું છે તેનો ખ્યાલ થતાં મનુષ્યજીવનનું સાર્થક્ય તે માટેની ઉત્સુકતા, જિજ્ઞાસા, જાગૃકતા થતાં માર્ગનું આલંબન સહજ બનીને રહેશે. અત્યાર સુધી મનુષ્યજન્મ પામી, ધર્મનો સહારો લઈ જે મહાનુભાવોએ તેને 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ રૂઢિર્બલીયસી ૧૩૭ સફળ બનાવ્યો એટલે કે અંતિમ યાત્રા મોશે પહોંચ્યા તેની આછી રૂપરેખા દોરવા પ્રયત્ન કર્યો છે. આ આરામાં આપણે જૈન ધર્મવાળા કુટુંબમાં, આર્યક્ષેત્રમાં, ધર્મશ્રવણ તથા પરિપાલનની ઇચ્છા, ઉત્કંઠા, અનંતપુદ્ગલપરાવર્ત કાળમાં ભટકતા, રખડતા, કુટાતા ૮૪ લાખ યોનિમાંથી ફરતા ફરતા પંચેન્દ્રિય સંન્નિનો જન્મ મેળવ્યો. તેને સાર્થક કરવા મોક્ષ માટેની તમન્ના જોઇએ, મોક્ષ શબ્દમાં બે અક્ષરો મો અને ક્ષ છે. મો એટલે મોહ, મોહનીય કર્મ અને ક્ષ એટલે ક્ષય, નાશ. જ્ઞાની ભગવંતોએ ચાર પુરુષાર્થ જેવા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા છે. મોક્ષ માટે જીવે સતત ઝઝૂમીને ધર્મ કરવાનો છે. તે વિના મોક્ષ ન મળે. ધર્મથી અર્થ અને કામ પણ પ્રાપ્ત થાય છે. મોક્ષ તે સાધ્ય છે અને ધર્મ તે માટેનું સાધન છે, આપણે સાધક છીએ. સાધનની સહાયથી સાધના કરે તો સાધક જરૂર સાધ્યને સાધશે. તે માટે સાધ્ય નક્કી કરો. પ્રવૃત્તિ કરતાં પહેલાં ધ્યેય નક્કી કરવું જરૂરી છે. તે માટેનું એકમેવ અદ્વિતીય લક્ષ સવપાવપ્પણાસણો' હોવું જોઇએ. ધર્મ કરનારા, ધર્મારાધના કરનારા આપણે ધર્મી સાધક છીએ. તે માટે ભિન્ન ભિન્ન રુચિ જેવી કે દર્શનરુચિ, તપશુચિ, ચારિત્રરુચિ, જ્ઞાનરુચિ વગેરે વગેરે. ધર્મના ક્ષેત્રમાં આ ચારરુચિ મુખ્ય છે. મંદિર દર્શન-પૂજા માટે જવું. જ્ઞાન મેળવવા માટે અધ્યયન, અભ્યાસ, સ્વાધ્યાદિ, ચારિત્ર ધર્મની આરાધના માટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ, વિરતિ ધર્મમાં રહેવું અને તપશ્ચર્યાદિ કરવાં તે તપધર્મ છે. તેથી મોક્ષ માટેનો સાચો આરાધના માર્ગ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય આત્માના ભેદક લક્ષણો છે. તે જ તેના આત્મગુણો પણ છે. જે ગુણો તે ધર્મ છે. તે ગુણો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન, પુરુષાર્થ કરવો તે સાચો ધર્મ છે; સાચી સાધના છે. તેથી જીવો જ્ઞાનાચારાદિ પંચાચારને કેન્દ્રમાં સ્થાપી વિવિધ પ્રકારે ધર્મની આરાધના કરે છે. જેવી કે તપશ્ચર્યા, પૂજા-પાઠ, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અને તે દ્વારા લક્ષ “સવ્વપાવપ્પણાસણો' રહેવું ગટે કેમ કે સર્વ પાપોનો નાશ, ક્ષય વગર મોક્ષનું ધ્યેય સિદ્ધ ન થાય. પાંચ પરમેષ્ઠિને નવકારમંત્રમાં કરાતા નમસ્કારનું ફળ “સવપાવપ્પણાસણો' હોવું જોઇએ કેમ કે કૃત્નકર્મક્ષયો મોક્ષ. જીવે અનન્તા કર્મો બાંધ્યા, અને અનંતાકર્મોની નિર્જરા કરી ખપાવ્યા, પરંતુ જડ, પોદ્ગલિક કાર્મણવર્ગણા ચોંટેલી જ છે. જેનાથી આત્માનું મહા અહિત 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ મહા અનર્થ થયો, ઘણું નુકશાન થતું રહ્યું. તેથી ત્યારે ગતિમાં પરિભ્રમણ પછી જે માનવ જન્મ મેળવ્યો અને તેમાં પણ આર્યકુળ, આર્યક્ષેત્ર, જિનધર્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રવણેચ્છા, ધર્મશ્રદ્ધા, ધર્મનું આચરણ જે અત્યંત દુર્લભ હોઈ અહીં હવે જબરદસ્ત નિર્જરા કરી મહામૂલા મનુષ્યજન્મને સાર્થક કરવો રહ્યો. મોહ કે મોહનીય કર્મને નષ્ટ કરવા ગુણશ્રેણિ ૧૪ પગથિયાની છે જે શ્રેણિ પર ચઢતાં ક્રમે ક્રમે આત્માના ગુણોનો ચરમોત્કર્ષ ગુણો વિકાસ પામે ત્યારે છેલ્લે પગથિયે પગલું પાડી શકાય. જેમ જેમ મોહ ઘટતો જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો થતો આગળ ને આગળ કદમ માંડતો જાય. તે પહેલાં અશુદ્ધ, ભાવ અશુદ્ધ અવસ્થામાંથી પોતાના દોષો, કર્મના મેલને, અશુદ્ધિ વગેરે નષ્ટ કરતો ધીરે ધીરે આત્મા શુદ્ધગુણો વિકસિત કરતો જાય, શુદ્ધ ગુણને પ્રગટ કરતો જાય છે. તેથી ક્રમે ક્રમે નિસરણી ઉપર વિકાસ સાધતો પોતાના આંતરિક ગુણો, મૂળભૂત આત્મગુણો પ્રગટાવે છે. તેથી તેને “ગુણસ્થાન', “ગુણઠાણ' કહે છે. એક પછી એક ગુણસ્થાન આત્માએ ચઢવાનું હોવાથી તેને “ગુણસ્થાન ક્રમારોહ' કહેવાય છે. ચઢતાં ચઢતાં એવો ચઢી જાય કે છેલ્લો છેડો, અંત મોક્ષ કહેવાય છે, પ્રથમ છ શ્રેણિમાં મોહનીય કર્મ ઓછું ને ઓછું કરવાનું છે, જ્યારે સાતથી આગળનાં બધાં ગુણસ્થાનોમાં ધ્યાનની પ્રધાનતા છે. પ્રકૃષ્ટ પુરુષાર્થ કરી ધ્યાન સાધનાથી કર્મો ખપાવતાં નિર્જરા કરતાં આગળ ને આગળ ધપવાનું છે જેથી છેલ્લું પગથિયું ૧૪મું ગુણસ્થાને આરોહણ કરી હંમેશને માટે શુદ્ધ બુદ્ધ મુક્ત થઈ સદાને માટે સિદ્ધશિલાએ વસીએ. મોહને તિલાંજલિ આપી નિર્જરા કરતાં કરતાં કર્મોનો કચ્ચરઘાણ કાઢી નાકી ગુણસ્થાનકના ૧૪ પગથિયા ઝડપભેર ચઢી તથા ભવ્યત્વનો પરિપાક જલ્દી થાય તે હેતુથી સમાધિ, ધ્યાન, સમકિત પામી શિવસુખના સ્વામી થઈ મનુષ્યજન્મ સાર્થક કરીએ. તે માટે કર્મનો ક્ષય કરવો જોઇએ જે સકામ નિર્જરાથી વધુ થાય છે, ધ્યાન માટે કહ્યું છે કે ધ્યાનાગ્નિના દહ્યતે કર્મ'. અને વળી જે નિર્જરા વર્ષોથી થતી હતી તે જ્ઞાની–ધ્યાની આત્મા શ્વાસોશ્વાસમાં કરે છે, જે માટે લખ્યું છે કે : “બહુ ક્રોડો વર્ષે ખપે, કર્મ અજ્ઞાને જેહ | જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ કપાવે તેહ.' આત્માના ગુણોનો વિકાસ કરવામાં આઠમા ગુણસ્થાને આત્માના અપૂર્વગુણની પ્રાપ્તિ હોવાથી અપૂર્વકરણ નામ પડ્યું છે. અહીં આત્માને અપૂર્વ જે પહેલાં 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ રૂઢિબલીયાસી ૧૩૯ કદાપિ થયું ન હતું તેવો પ્રાપ્તિનો ભાવ થાય છે, અપૂર્વ એટલે પહેલાં ક્યારેય પણ થયો ન હતો તેવો ભાવ. અપૂર્વ એટલે પરમ, આહ્લાદકારી આનંદમય પરિણામ તે અપૂર્વ-કરણ. ૧૧મા ઉપશાંત ગુણસ્થાને ચારિત્ર મોહનીયનો ઉદયે જીવ નીચે પડે તો ઠેઠ પહેલા મિથ્યાત્વગુણો પહોંચી જાય. કર્મક્ષયનું લક્ષ રાખી સાધના કરે તો ૮મેથી પકક્ષેણી આરંભ કર્મ ખપાવતો આગળ ને આગળ જ કૂચ ર્યા કરે. દરેક પગથિયે મોહનીયને નષ્ટ કરતો, ક્ષય કરતો, ખપાવતો આગળ વધતાં એક એવી સ્થિતિએ પામે કે જ્યાં બાકીનાં કર્મોનો આપોઆપ નાશ થઈ જાય છે. જેવી રીતે સમરાંગણમાં મુખ્ય સેનાપતિ, પ્રધાનાદિ કેદ થતાં બાકીનું સૈન્ય હાર સ્વીકારે છે તેમ સર્વ પાપનો બાપ મોહનીય સપડાતાં અન્ય સાગરિતો ક્ષય થતાં રહે છે. આથી આધ્યાત્મિક ક્ષેત્રે આત્માનું મુખ્ય લક્ષ વીતરાગતા પ્રાપ્ત કરવાનું છે જેનો પ્રારંભ મોહ નષ્ટ થતાં આત્મગુણ વીતરાગતા પ્રગટ થઈ જશે જે બારમાં ગુણસ્થાને સંપૂર્ણ પ્રગટે છે. હવે કોઈ પણ રાગદ્વેષને અવકાશ રહેતાં નથી. રાગ ગયો તેથી વીતરાગ, અને વેષ ગયો તેથી વીતષઃ સર્વ રીતે જીવ રાગ-દ્વેષ વગરનો બને છે. કર્મ ખપાવવા અહીં વિવિધ પગથિયા દર્શાવ્યા છે તે પ્રાપ્ત કરી લક્ષને સાધીએ તેવી અભિલાષા. હનુમાન કૂદકાની જેમ અત્યાર સુધી જે ચર્ચા, વિચારણા, આલોચના, મીમાંસા કરી છે તેના નિષ્કર્ષ રૂપે આટલો સાર નીકળે છે કે ધાર્મિક ક્રિયાકલાપો, વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ધ્યાન, સમાધિ, આવશ્યક ક્રિયાઓ જેવી કે સામાયિક, પ્રતિક્રમણાદિ સાર્થક, ફળદાયી બનાવવા હોય તો ભાવનાનું રસસિંચન અત્યાવશ્યક છે. તેથી જ કલ્યાણ મંદિરમાં કહ્યું છે કે – યસ્માત, ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવ શૂન્યાઃ | વળી કહ્યું છે કેભાવે ભાવના ભાવિએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ ભાવે કેવળજ્ઞાન. 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ વિમાન જેનોના ૪૫ આગમોમાં નવમું આગમ તે “અમુત્તરોવવાઈય-દસાઓ' (અનુત્તરોપપાતિકદસાંગ) છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, ત્રણ વર્ગ, દશ, ઉદ્દેશા, દશ સમુદ્શા છે. અણુત્તરો એટલે અનુત્તર, જેનાથી ચડિયાતા બીજા કોઈ દેવ નથી. ઉવવાઈય=ઉપપાતિક, દેવોના જન્મને ઉપપાત જન્મ કહેવાય છે, કારણ કે તેઓ મનુષ્યની જેમ માતાની કુખે જન્મતા નથી. ૧૬ વર્ષના સુંદર યુવાનની જેમ દેવશયામાં જન્મે છે તે ઉપપાત. જન્મ જેના અનુત્તર વિમાનમાં થાય છે તે પાંચ વિમાન-વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે. દેવલોકના અગ્રે-ટોચે આ પાંચે રહેલાં છે. તેમાં પણ સર્વાર્થસિદ્ધ વિમાન તો મુક્તિશિલાથી બાર યોજન જ દૂર છે. તેમાં ઉત્પન્ન થયેલાં જીવો નિયમા એક અવાતારી હોય છે. એક અવતાર કરી અવશ્ય તેઓ મોક્ષે સિધાવે છે. તેવા એકાવતારી મહાપુણ્યશાળી જીવોનો એમાં અધિકાર હોવાથી તેને અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર કહે છે. ચાર પ્રકારના દેવ જાતિમાં વૈમાનિક દેવનિકાય સર્વથી મોટી નિકાય-જાતિ છે. જે સારી, ઉત્તમ કક્ષાની છે. તેઓની જાતિ ચૌદ રાજલોકની સમસ્ત જીવસૃષ્ટિમાં ઊંચામાં ઊંચી તથા સારામાં સારી ઉત્કૃષ્ટ સુખાદિની જાતિ ગણાય જ્યાં નાના મોટાની મર્યાદા છે તેને કહ્યું કહેવાય છે. અન્ય રીતે વિચારતાં જ્યાં ઈન્દ્રાદિ દસ પ્રકારની દવવ્યવસ્થાની કલ્પના કરવામાં આવી છે તેને પણ કલ્પ કહેવાય છે. આ “કલ્પ'માં જે ઉત્પન્ન થાય તેને કલ્પોપન્ન કહે છે. તે કલ્પ ૧ ૨ (બાર) છે, જેના ૨૪ પ્રકારો છે. જ્યાં નાના મોટાનો વ્યવહાર નથી, જ્યાં ઈન્દ્ર સામાનિક આદિ દશ પ્રકારની કોઈ વ્યવસ્થા કે મર્યાદા નથી, તેને કલ્પથી અતીત એટલે કલ્પાતીત દેવલોક કહે છે. આવા કલ્પાતીત દેવ ચૌદ પ્રકારના છે. ૯ રૈવેયક અને પાંચ અનુત્તર. કલ્પોન્નના ૧૨ વૈમાનિક દેવલોકમાં બીજા ૧ર પ્રકારના દેવો રહે છે જેમાં ૯ લોકાન્તિક દેવો તથા ૩ કિલ્બિષકો છે. ૧૨ દેવલોકમાં જે પાંચમો બ્રહ્મલોક છે તે દિશામાં લોકના અંત ભાગ સુધી રહેનારા દેવો લોકાન્તિક દેવો કહેવાય છે. બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકને અંતે ચાર દિશામાં ચાર અને ચાર વિદિશામાં ચાર અને મધ્યમાં ૧ એમ ૯ વિમાનો છે. તેમાં જન્મનારા, રહેનારા, 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧ સર્વાર્થસિદ્ધ વિમાન લોકાન્તિક દેવો કહેવાય છે. લોકનો અર્થ સંસાર પણ થાય. લોકનો એટલે કે સંસારનો અંત કરનાર, નાશ કરનારા હોવાથી લોકાન્તિક દેવતાઓ કહેવાય છે. જ્યારે જ્યારે તીર્થકરો માટે દીક્ષા લેવાનો સમય આવે છે ત્યારે ત્યારે આ દેવો એક વર્ષ પૂર્વે આવી ભગવંતની આગળ જય જય નંદા, જય જય ભદ્રા સ્તુતિ કરી વિનંતી કરી કહે છે “ભયકં તિર્ભેિ પવત્તેહ' (હે ભગવંત, આપ હવે તીર્થ પ્રવર્તાવો.) આ દેવો ખૂબ લઘુકમ હોય છે. તેઓ વિષયવાસના વગરના, અવિષયી હોવાથી રતિક્રિયાથી રહિત રહેવાથી તેઓને દેવર્ષિ પણ કહે છે. એક મતાનુસાર લોકાન્તિક દેવો સાતથી ૮ ભવમાં મોક્ષે જાય છે. ચૌદ રાજલોકના ચિત્રમાં લોકપુરુષની ગ્રીવા (ડોક)ના ભાગ ઉપર ગળામાં પહેરેલા હારના આભૂષણની જેમ શોભા છે તથા લોકપુરુષની ગ્રીવાના ભાગના સ્થાને જેમનું નિવાસ સ્થાન છે તેમને રૈવેયક દેવ કહે છે. જેના નવ પ્રકારો થકી નવ રૈવેયક દેવો ગણાય છે. વૈમાનિક શબ્દ પારિભાષિક છે. અત્યારના આકાશમાં ઊડતા વિમાનો નહીં પરંતુ ઉપરના ઉદ્ગલોકમાં ૭ રાજલોકમાં દેવોના રહેવાના સ્થાન-ભૂમિને વિમાન કહે છે. વિમાને ભવાઃ વૈમાનિકાઃ વિમાનમાં જે જન્મે તેને વૈમાનિક દેવ કહે છે. જે આરાધક જીવો અહીંથી અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે તેનું વર્ણન છે. ઉપપાત એટલે જન્મ. જેમનો જન્મ અનુત્તર વિમાનોમાં થયો છે તે અનુત્તરોપપાતિ. ૧૦ ઉત્તમ આત્માનું વર્ણન કર્યું હોવાથી અને તેમાં ૧૦ ઉત્તમ આત્માઓ હોવાથી તેને “શ્રી અનુત્તરોપપાતિક-દશાંગ સૂત્ર' નામાભિધાન નિષ્પન્ન થાય છે. ભગવાન મહાવીરસ્વામીના પરમ ઉપાસક મહારાજા શ્રેણિકના પુત્રો જાલિ, માલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિસેન, દીર્ઘદત્ત, ભષ્ટદન્ત, વેહલ્લ, વેહાસ અને અભયકુમાર. શ્રેણિકના આ સુપુત્રો ચારિત્ર સ્વીકારી ઉત્કૃષ્ટ આરાધનાદિ કરી વિજયાદિ પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકાવનારી છે. તેમનું ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. શ્રેણિકની પટ્ટરાણીના તેર બીજા પુત્રો પમ દીક્ષા લઈ, ચારિત્રપાળી વિજયાદિમાં ઉત્પન્ન થયા છે. તેમના નામ આ પ્રમાણે છેઃ દીર્ઘસેન, મહાસેન, ભષ્ટદન્ત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, દ્રમ, 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૪૨ દ્રુમસેન, મહાદુમસેન, સિંહ, સિંહસેન અને પુણ્યસેન. તેઓ પણ એકાવતારી છે. અહીંથી ચ્યવી મહાવિદેહમાં જન્મી સુવિશુદ્ધ દીર્ઘ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ મોક્ષે જશે. આવી રીતે આ આગમના ત્રીજા અધ્યયનમાં જે ૧૦ અધ્યયનો કહ્યાં છે તેમાં પણ આ હકીકતની નોંધ લીધી છે કે કાર્કદીનગરીવાસી ભદ્રાસાર્થવાહીને ૧૦ પુત્રો હતા. જેમના નામો આ પ્રમાણે છેઃ ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, યુષ્ટ, પેઢાલપુત્ર, પોટ્ટિલ્લ અને વેહલ્લ. આ ૧૦ પુત્રે ચારિત્ર અંગીકાર કરી ઉત્તમ તપ કરીને દેહ છોડ્યો હતો. તેઓમાં ધન્ના અણગાર તો એક મહાન તપસ્વી રત્ન તરીકે ભગવાન મહાવીરસ્વામીના ૧૪૦૦૦ સાધુઓમાં શ્રેષ્ઠરૂપે ભાત પાડી આગળ આવ્યા. મહારાજ શ્રેણિકે ભગવાનને એકવાર પૂછ્યું કે ‘હે ભગવંત ! તમારા ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ અણગાર કોણ છે ?’ ભગવાને કહ્યું કે ‘હે ક્ષેણિક, આજીવન છઠ્ઠના પારણે આયંબિલ કરનાર ધન્ના અણગાર ઉત્કૃષ્ટ તપસ્વી છે.' ત્યારે શ્રેણિકે તેમને વંદન કર્યું. આ ઉત્કૃષ્ટ અણગાર કાળધર્મ પામી પાંચમા અનુત્તર સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ૩૩ સાગરોપમનું આયુષ્ય પામી ત્યાંથી મહાવિદેહમાં જન્મી, ચારિત્ર લઈ, કેવળી થઈ મોક્ષે જશે. તેવી રીતે બીજા નવ પણ ચારિત્રાદિ લઈ પાંચ અનુત્તરમાં ઉત્પન્ન થયા. તેઓ પણ ત્યાંથી મહાવિદેહમાં ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. આવા અનુત્તર વિમાનો છે. કલ્પાતીત દેવલોક છે, જ્યાં ઉત્કૃષ્ટ કક્ષાના દેવોનો નિવાસ છે. તેઓ એકાવતારી જ હોય છે. આ દેવો વિનયશીલ છે. અભ્યુદયમાં વિઘ્નરૂપ કારણોને જીતી લીધા હોવાથી તેઓ ક્રમ પ્રમાણે વિજય, વૈજયન્તાદિ નામોને ધારણ કરે છે. વિમાનના પણ આ જ નામો છે. વિઘ્નોથી પરાજિત થતા ન હોવાથી અપરાજિત છે. જેઓના સર્વ અભ્યુદયના પ્રયોજનો સંસિદ્ધિને વરી ચૂક્યા છે. સર્વ અર્થોને સિદ્ધ કરી લીધાં છે તેથી તેઓ સર્વાર્થસિદ્ધ દેવો કહેવાય છે. કષાય અને વિષયોની પરિણતિ તે સંસાર. જેમાં જીવો ૮૪ લાખ યોનિમાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તકાળથી ભ્રમે છે, ભટકે છે, માર ખાય છે. સંસારનો એક છેડો તે નિગોદ અને તેની બરોબર સામે બીજે છેડે મોક્ષ છે, જે મોહનીયાદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થયો છે. એટલે તેથી મોહનો ક્ષય એટલે મોક્ષ. મઝા જોવા જેવી એ છે કે વૈમાનિક દેવલોકમાં સૌધર્મ તથા ઈશાન બેમાં જ 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ વિમાન ૧૪૩ દેવીઓ ઉત્પન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન થતી નથી. દેવીઓની ગતિ ફક્ત આઠમા દેવલોક સુધીની છે; અથવા ત્યાં સુધી જ જઈ શકે છે. પ્રથમ બે દેવલોકના દેવો મનુષ્યની જેમ કામ-વિષયોની સેવના કરે છે. પછીના નહીં. ૩૪ સ્વર્ગના દેવો સ્પર્શ-સેવી છે, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો માત્ર રૂપ-સેવી છે; દેવીનું રૂપ જોઈ સંતોષ પામે છે. ૭-૮ના દેવો શબ્દ-સેવી છે. પછી દેવી જતી નથી. એટલે પછીના ચાર એટલે ૮ થી ૧૨ સુધી મનઃ સેવી છે. ત્યાર પછી ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર દેવલોકમાં તેઓ મનથી પણ વિષયોપભોગનો વિચાર કરતા નથી. ‘કાયપ્રવીચારા આ ઐશાનાત.' પ્રવીચાર એટલે મૈથુન. જે ફક્ત બીજા ઈશાન દેવુ સુધીના જ દેવો હોય છે. પછીના તો ‘શેષા સ્પર્શ-રૂપ-શબ્દમન પ્રવીચારા દ્રયોર્દ્રયોઃ' ઉપરના દેવોને મૈથુનનો વિચાર પણ આવતો નથી તેથી ‘વિષયાઃ વિનિવર્તન્તે' તેથી તેઓ અપ્રવીચારી છે. ઉપર ઉપરના દેવોને આ પ્રમાણે વિષય-કષાયરૂપી સંસાર હોતો નથી. વળી ‘ન દેવાઃ’ દેવતાઓ નપુંસક નથી હોતા. માત્ર પુરુષ-સ્ત્રી બે વેદવાળા હોય છે. જેમ જેમ નીચલી ગતિ તેમ તેમ વિષય-વાસના વધુ. વળી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠાદિ દેવોમાં દેવીઓ પણ હોય છે; પ્રવીચાર પણ છે. પ્રવીચાર કેવો સુંદર નવી ભાત પાડે તેવો શબ્દપ્રયોગ ! આથી કર્મબંધની પ્રવૃત્તિ દેવલોકમાં હોવાથી પાપ પણ બંધાય જે ભોગવવા બે ગતિમાં જવું પડે છે. વળી, દેવોમાં સમક્તિ દવોની સંખ્યા ઘણી ન્યૂન છે, જ્યારે મિથ્યાત્વી દેવો અસંખ્ય છે. દેવલોકમાં ઉપપાત-જન્મ કેવી રીતે થાય છે ‘વૈક્રિયમોપપાતિક’. વૈક્રિય શરીરધારી દેવોના જન્મને ઉપપાત કહેવાય છે. તેઓ માતાની કુક્ષીમાં જન્મતા નથી. પુષ્પો પાથરેલી સુંદર શય્યામાં જન્મ ધારણ કરે છે. તે ઉત્પત્તિ સ્થાનો છે. પુષ્પશય્યામાં ૧૬ વર્ષના યુવાન રાજકુમાર જેવા ઉત્પન્ન થાય છે, જ્યાં સર્વ પ્રકારની સુખ-સાહ્યબી, વૈભવાદિ મળે છે. સુકત પુણ્ય પ્રતાપે તે પમો છે. જ્યારે અન્ય વિષય-કષાયાદિ સેવી દેવો પાપના ભાગીદાર હોઈ ‘ક્ષીણે પુછ્યું મર્ત્યલોક વિશન્તિ.' વૈમાનિક દેવલોકમાં ૧૨ કલ્પોપન્ન તથા ઉપરના ૧૪ કલ્પાતીત દેવોમાં જેમ જેમ ઉ૫૨-ઉ૫૨ જઈએ તેમ તેમ આયુષ્ય, પ્રભાવ, સુખનું પ્રમાણ, શરીર, વસ્ત્ર, આભૂષણાદિ, શોભા, લેશ્યા, પરિણામોની શુભાશુભ તરતમતા, ઈન્દ્રિય સુખ-ભોગો, અવધિજ્ઞાનનું પ્રમાણ વધતું ચઢતું જણાય છે. 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જેન ધર્મના પુષ્પગુચ્છ ઉપર આપણે જે શ્રેણિક રાજાના દશ પુત્રોની વાત કરી તેમાં પ્રથમ સાતની મા ધારિણી, વિહલ્લ અને વિકાસની ચેલ્લા અને અભયની મા નંદા હતી. બીજા વર્ગના ૧૩ અધ્યયન છે. જેમાં દીર્ધસેનાદિ-પુણ્યસેન આ તેરેય કુમારોના પિતા શ્રેણિકરાજા અને માતા ધારિણી તથા તેમનો દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. ત્રીજા વર્ગના ૧૦ અધ્યયનમાં કાર્કદીના ધનાકુમારાદિ ૧૦ સાર્થવાહ (વેપારી)ના પુત્રો છે. તેઓની માતા ભદ્રા હતા. વળી શ્રેણિકના ૨૩ પુત્રો હતા. પ્રથમ નવને ભદ્રા માતાએ દીક્ષા અપાવેલ જ્યારે ૧૦મા વિહલ્લકુમારને પિતાએ દીક્ષા અપાવેલ. ધન્નાકુમારે દીક્ષા પછી એવો અભિગ્રહ ધારેલો કે જાવજીવ છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો અને પારણામાં લુખાસુખા આહારવાનું આયંબિલ તપ કરવું. તપ કરતાં તેમણે કાયાને એવી સૂકવી નાંખી કે ચાલતાં હાડકાં ખડખડ અવાજ કરવા લાગ્યા. તેથી તેમના તપને ભગવાન મહાવીરે શ્રેષ્ઠ કહ્યું. પ્રભુની આજ્ઞા લઈ વિપુલગિરિ ઉપર એક માસનો સંથારો કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ધન્નાકુમારની જેમ નવે કુમારોનો અધિકાર પત્ર અણગાર જેમ જાણવો. આ બધાંના અધિકાર પણ મોટી સાધુ વંદણામાં આપેલ છે. ધન્નાની પ્રશંસા ભરપર્ષદામાં ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કરી સાધુ ચૌદ હજારમાં ઉત્કૃષ્ટો અણગાર વીર નિણંદ વખાણિયો ધન્ય ધન્નો અણગાર. પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો એકાવનારી હોય છે એટલે કે એક અવતાર ધારણ કરી સુકૃતવશાત્ મોક્ષે અવશ્ય જનારા જ છે. ૩૩ સાગરોપમ સુધી તેઓનો મોક્ષ દૂર ઠેલાયો છતાં પણ આ દરમ્યાન તેમનું જીવન પુણ્ય સંચય કરનારું તથા પાપનો પડછાયો પણ ન પડે તેવું નિર્મળ હોય છે. તેઓ સતત ધર્મારાધનામાં મસ્ત હોય છે. તેવી રીતે ૧૪ પૂર્વાધારીઓ પાસે લબ્ધિ હોય છે કે ૧૪ પૂર્વોનું પરિશીલન પ્રતિદિન કરી શકે છે. પરંતુ જો તેઓ પ્રમાદવશ તેમ ન કરી શકે તો નિગોદ સુધી પણ ફરી ભટકવું પડે ! તેથી જ તો શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ શ્લોકમાં ફરમાવ્યું છે કે: સંસાર સાગરાઓ ઉબુડો મા પુણો નિબુડિજ્જા | ચરણ કરણ વિધ્વહિણો બુઈ સુબહું પિ જણ તો ! તેથી ઉન્નતિ પછી અવનતિની ગર્તમાં પડવા અંગે જાણવું જોઈએ કે ૧૪ 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ વિમાન ૧૪૫ પૂર્વધરો કે નવ રૈવેયકમાં જનારો જીવ જો મિથ્યાત્વથી કલુષિત હોય તો તે પ્રથમ ગુણસ્થાનકે પણ ગબડી પડે. ચૌદ પૂર્વના જાણકારને એક અક્ષર વિષે પણ મિથ્યાત્વ હોય તો ઉન્નતિના શિખરેથી અવનતિની ગર્તામાં ગબડે. તેથી ભગવાન મહાવીર સ્વામીએ સમવસરણમાં કહ્યું છે કે “પડિવાઈ અનંતા.” કર્મવશાત્ સંસારમાં ભટકી રહેલો આત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં ભમે છે. દેવોને સુખ ઘણું પણ ચારિત્ર હોતું નથી. બે ઘડીનું સામાયિક પણ ન કરી શકે. સર્વવિરતિ ચારિત્ર તો નહીં જ. નારકીની જેમ અવધિજ્ઞાન જન્મથી હોય પણ ચારિત્રના અભાવે ૩૩ સાગરોપમ સુધી એકાવતારી રહેવું પડે. પછી જ એક ભવ બાદ મોક્ષ. નાકરીના જીવ અત્યંત દુઃખી હોવાથી ચારિત્રપરિણમી નથી થતા. તિર્યંચોને ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે સહન કરવાનું હોવાથી ચારિત્ર સો ગાઉ દૂર હોય. સંજ્ઞિ પંચેન્દ્રિયોને નિમિત્તવશાત્ જાતિ સ્મરણાજ્ઞાન થાય, તેમ અવધિજ્ઞાન પણ થઈ શકે, છતાં ચારિત્ર નથી પામતા. છેવટે મનુષ્યને ચારિત્ર હોવાથી કેવળજ્ઞાન સુધીની મંજિલ તે પાર પાડી શકે છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે: ચારિ પરમગાણિ દુલહાણીહ તૂણો ! માણસ સુઈ સદ્ધ સંજમમિ વીરિયમ્ | સંસારમાં મનુષ્યત્વ, શ્રુતિ (શાસ્ત્રશ્રવણ), શ્રદ્ધા અને સંયમ વિષે સુપુરુષાર્થ અત્યંત આવશ્યક સાધન સામગ્રી છે. પાંચ અનુત્તરવાસી દેવો સમકિતી હોવાથી જ અહીં સુધી આ શ્રેષ્ઠ સાધનાથી ઉર્ધ્વલોકે આવ્યા. દુનિયાના કયા ભાગમાંથી ઉપર જઈ શકાય ? દેવલોક તો ચૌદ રાજલોકમાં છે. ચૌદ રાજલોક કેડે હાથ રાખી ઊભેલા માણસ જેવો છે. પહેલા રાજલોકના પરિમિત ક્ષેત્રમાં વલયાકારો એક દ્વીપ પછી સમુદ્ર, ફરી દ્વીપ-સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. દીપથી બમણો સમુદ્ર પછી તેથી બમણો દ્વીપ એમ બમણા-બમણા અસંખ્ય દીપ-સમુદ્રો છે. અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ છે. એક એકથી બમણા છે. પરંતુ પ્રથમના દીપ-સમુદ્રોમાં જ મનુષ્યોની વસતિ, ક્ષેત્ર છે. તેની બહાર તિર્યંચ ગતિના પશુ-પક્ષીઓ જ રહે છે. જળચરની બહુલતા છે. આ અઢી દીપ-સમુદ્રોનું પરિમિત ક્ષેત્ર મનુષ્ય લોક છે જ્યાંથી સિદ્ધશિલા સુધી જઈ શકાય. આ ક્ષેત્રની પહોળાઈ ૪૫ લાખ યોજનની છે. સિદ્ધશિલા પણ તેટલી છે. કેમ કે આ ક્ષેત્રમાંથી જ મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. અઢી દ્વિીપમાં ૧૦૧ Dan Education International 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન ધર્મના પુષ્પગુચ્છા ભૂમિઓ આમ છેઃ ૧૫ કર્મ ભૂમિ, ૩૦ અકર્મ ભૂમિ અને ૫૬ અંતર્ધ્વપ. અત્રે પણ ૧૫ કર્મ ભૂમિમાંથી જ સિદ્ધ થઈ શકાય. તે માટે સર્વવિરતિ ચારિત્રથી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચવું પડે. તે વિના મોક્ષ સો ગાઉ દૂરનો દૂર રહે. તે ક્યારે લઈ શકાય ? જ્યારે આત્મા સંસારની અસારતા સમજી વિચારી બને, ભવભ્રમણથી અત્યંત ખેદ પામેલો હોય, વિનયાદિ ગુણોયુક્ત હોય તેને યોગ્ય ગણવો. તે ધારણ કરનારને સાધુ, અણગાર, ભિક્ષુ, યતિ, સંયત્તિ, પ્રવ્રજિત, નિગ્રંથ, શાંત, દાંત, મુનિ, તપસ્વી, ઋષિ, યોગી, શ્રમણ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાં પ્રશ્નશુદ્ધિ, કાલશુદ્ધિ, ક્ષેત્રશુદ્ધિ, દિશાશુદ્ધિ અને વંદનાદિ પાંચ પ્રકારની શુદ્ધિ જાળવવાની હોય છે. ત્યારબાદ પાંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન ત્યાગ કરવો આવશ્યક છે. ગુણસ્થાનક પર ક્રમિક ચઢતા જ રહેવું જોઈએ. અહીં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ ૧૦મેથી ૧ મે, ૧૩, ૧૪મે ગુણસ્થાનક સુધીનો પંથ કાપે ત્યારે મોક્ષનું દ્વાર ખૂલે. પાંચ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમ સુધી સમકિતને નિર્મળ સુદ્રઢ કરી મોક્ષ મહેલમાં પ્રવેશ થાય ત્યાં સુધી ક્રિયાકલાપ-સાધના વગેરે કર્યા જ કરે. તેથી ગુણસ્થાન ક્રમ સમજી જે સાધકો ઉત્તરોત્તર ઊંચા ગુણઠાણે ચઢતા જ રહે તેઓ અનંત, અવ્યાબાધ સુખના ધામરૂપ મોક્ષમહેલમાં બિરાજી શકશે. ક્યા ક્ષેત્રમાંથી જઈ શકાય ? ૧૪ રાજલોકમાં જે ૧ રાજલોક પહોલી નળિકા છે કે જેમાં ભરત, ઓરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે તેમાંથી જ મોક્ષ જઈ શકાય. અન્યત્રથી નહીં જ. અહીંથી કયા કાળે જઈ શકાય ? મહાવિદેહ ક્ષેત્રમાં કાળનો બાધ નથી. હંમેશા મોક્ષના દ્વાર ખુલ્લાં જ છે; જ્યારે બીજા બે ક્ષેત્રમાં માત્ર અવસર્પિણી અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં જ જઈ શકાય. ૨૦ ક્રોડાક્રોડ સાગરોમાંથી આટલા થોડા સમયમાં જ જઈ શકાય! કહ્યું છે કે “ભાવે ભાવના ભાવતાં ભાવે કેવળજ્ઞાન' છેવટે આ ઉચ્ચ કક્ષાની ભાવના દિલમાં સતત દિલમાં રમતી જ હોવી જોઈએ. તેથી આત્મારૂપી દ્રવ્ય, મોક્ષગામી ક્ષેત્રોમાંથી, યોગ્ય કાળે જ, શુભ ભાવનાથી મોક્ષનો અતિથિ (ન 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ સર્વાર્થસિદ્ધ વિમાન ૧૪૭. તિથિ તે અતિથિ) બને કેમકે તે માટે કોઈ સુનિશ્ચિત તિથિ ન હોઈ શકે. આન્ય પ્રસંગ જરા જોઈએ, વિચારીએ. ઋષભદેવ ભગવાનને ભરત ચક્રવર્તીએ સમવસરણમાં પૂછ્યું કે અત્યારે અહીં કોઈ ભાવી તીર્થંકર થનારનો જીવ છે? પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે આ તારો પૌત્ર તે થશે. ત્યારે નયસાર જે સાધુ થઈ ત્રિદંડી થયેલા છે તેને વંદન કરી કહ્યું કે હું આ તારા નવીન વેશને વંદન નથી કરતો પણ ભાવી તીર્થકર થનારો તારો આત્મા છે તેથી હું તને વંદન કરું છું.' તેવી રીતે ભલે આપણે બધાં અત્યારે ભરત ક્ષેત્રના પાંચમા આરામાં હોઈએ પરંતુ અહીંથી કેટલાંક મહાવિદેહમાં જશે કે જ્યાં સતત ચોથો આરો જ પ્રર્વત છે, અને જ્યાં ૨૦ વિદ્યમાન તીર્થકરોનું અસ્તિત્વ છે. તેમ કોઈ જીવ પરંપરાએ અહીં સુધી આવે તે માટે રાઈ તથા દેવસિય પ્રતિક્રમણની એક ગાથા વિચારીએ: સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણ પરંપરયાણ | લોઅગમવર્ગીયાણં નમો સવ સિદ્ધાણં | અહીં વિચરી રહેલા કેટલાંક ભદ્ર પરિણામી જીવો પરંપરયાણું હોઈ ભવિષ્યમાં લોકાગ્યે પહોંચી પારગયાણ સુધી સફર સફળ કરશે. તેમને ભાવથી વંદન કરીએ. 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે પ્રત્યેક જીવે અનંતાનંત પુલ પરાવર્તકાળ વ્યતીત કર્યા છે. જ્યારે જીવ અર્ધપગલાવર્તકાળથી ન્યૂન સમયમાં મિથ્યાત્વ (મોહનીયાદિ)ને મંદતમ કરે ત્યારે બોધિની પ્રાપ્તિ થકી સમકિતાદિ મળે છે. આ કાળમાં જીવે સૂક્ષ્મ તેમજ બાદર ગણના પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અનુક્રમે વિશિષ્ટ રીતે સ્પર્શ કરવાનો હોય છે. આની ગણતરી કરીએ તો આંખે અંધારા આવી જાય ! દરેક જીવે આ રીતે ચાર ગતિ, ૨૪ દંડક તથા ૮૪ લાખ યોનિમાં અકથ્ય સમય પસાર કર્યો છે. નિગોદના જીવોના મુખ્ય બે વિભાગો છેઃ શુકલપક્ષ કે વ્યવહાર રાશિ અને કૃષ્ણ પક્ષ કે અવ્યવહાર રાશિ. તેમાંથી કોઈ સિદ્ધ પુરુષ સિદ્ધત્વ મેળવે છે તેના પ્રતાપે કોઈ પુણ્યશાળી જીવ જેના તથાભવ્યત્વનો પરિપાક થવાનો હોય તેવાં જીવો શુકલપક્ષમાં આવી શકે છે. પરંતુ તેવા જીવો કાળજી ન રાખે તો ફરી પાછા નિગોદમાં પહોંચી જાય ! આવા જીવોએ હવે બહાર નીકળવા પોતે જાતે સ્વપ્રયત્ન કરવો જ રહ્યો. હવે તેણે પૂર્વનો લાભ ગુમાવી દીધો છે. જે ભાગ્યશાળી જીવ પ્રયત્ન કરી આગળ વધે તેવાં જીવો પ્રથમ ગુણસ્થાનકે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાને આવે. અહીં સમજવા જેવી વાત એ છે કે ૧૪ પગથિયાંની મોશે પહોંચવાની સીડીનું આ પહેલું પગથિયું છે. મિથ્યાત્વ એટલે વીતરાગ પ્રભુની વાણીથી અલ્પ, અધિક, વિપરીત શ્રદ્ધ, પ્રરૂપે અને સ્પર્શે, જેના પરિપાકે ગતિ, દંડક અને યોનિમાં ભટકવું, કૂટાવું, રખડવું પડે. આને અજ્ઞાન, અલ્પજ્ઞાનની અવસ્થા કહી શકાય. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં પરંતુ ઓછું જ્ઞાન. જ્ઞાનનો અભાવ હોય તો ચેતન અને અચેતન, જીવ અને અજીવમાં ભેદ ન રહે. આ પ્રથમ સોપાને ચઢેલો જીવ ક્રમિક ઢંગે પ્રગતિના પંથે પ્રયાણ આદરતાં છેવટનું ૧૪ મું સોપાન પ્રાપ્ત કરી શકે. આ પ્રથમ પગથિયેથી મોક્ષ ખૂબ દૂર છે. જેની કોઈ સંખ્યામાં ગણતરી કરવી અશક્ય છે. એ સંખ્યા અકથ્ય હોઈ શકે છે. જે જીવ બીજે સાસ્વાદન ગુણસ્થાને આવ્યો છે તે કંઈ ચઢે તો આવે એવું પગથિયું નથી. આ પગથિયું પડતાનું છે. ૧૧ મે ગુણસ્થાને જે જીવ ઉપશમ શ્રેણિ ૮મા પગથિયાથી ચઢી ચૂક્યો છે તે જીવની ઉપશમાવેલી પ્રકૃતિ ફરી ઉદય પામે, કારણ કે તેનો ક્ષય નથી કર્યો. રાખથી ઢંકાયેલા દેવતા સમાન છે. 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોશ પામે ૧૪૯ પવનનો સપાટો આવે તો રાખ ઊડતાં દેવતા ફરી પ્રજવલિત થાય તેમ ઉપશમાવેલી પ્રકૃતિ પ્રાદુર્ભાવ પામે ત્યારે તે જીવે નક્કી પડવું પડે છે અને પડતાં તેવો જીવ, ત્રીજે, બીજે, પહેલે કે નિગોદ સુધી પણ પહોંચી જાય તો નવાઈ નહીં. આને સાસ્વાદન ગુણસ્થાનક શા માટે કહે છે તે જરા વિચારીએ. જેવી રીતે દૂધપાકનું ભોજન કર્યા પછી કોઈને ઊલટી થઈ જાય તો તે ખાધેલાનો સ્વાદ જીભ પર રહી શકે છે. સ્વાદ હોવાથી સાસ્વાદ. જેવી રીતે ઝાડ પરથી તૂટેલું ફળ હજી પૃથ્વી પર પટકાયું નથી તો તે અદ્ધર હોય તેમ પ્રકૃતિ જે દાબી રાખી હતી તે પુનઃ ઉદિત થતાં સમકિતથી પતન થયું તેથી તેને સાસ્વાદન એટલે એકવાર જેણે સમકિતનો કંઈક સ્વાદ ચાખ્યો છે તેથી તેને સાસ્વાદન ગુણઠાણું કહે છે. આવો જીવ કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થઈ અર્ધપુદ્ગલાવર્તથી દેશઉણા સમયે સંસારનો પાર પામે છે. ત્રીજું સ્થાનક તે મિશ્રગુણસ્થાનક છે. અહીં મિથ્યાત્વી જીવ સમ્યકત્વાભિમુખ તો થયો, પણ પામી ન શક્યો. જેવી રીતે શિખંડ ખાતાં કંઈક મીઠો કંઈક ખાટો સ્વાદ લાગે તેમ ખટાશની જેમ મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યકત્વ હોય તેમ મિશ્રપણું રહેતું હોવાથી, મિથ્યાત્વ અને સમ્યકત્વનું બનેલું મિશ્રપણું રહે છે. આવો જીવ સર્વ ધર્મોને સરખો માને કેમકે તેવો જીવ સૂક્ષ્મતા તારવી શકતો ન હોવાથી મિશ્ર સ્થિતિ પામેલો છે. આવો જીવ પણો દેશઉણા અર્ધપુદ્ગલપરાવર્તમાં સંસારનો પાર પામી જાય છે. ચોથું અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક. અહીં પહોંચેલો જીવ અનંતાનુબંધી ચાર કષાયો તથા દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ જેવી કે સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ ૭નો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ અને સુધર્મ પર શ્રદ્ધાન્વિત થઈ સાધુ વગેરે ચારે તીર્થનો ઉપાસક બને અને પહેલાં આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) ભવનપતિ, (૪) વાણવ્યંતર, (૫) જ્યોતિષી, (૬) સ્ત્રીવેદ અને (૩) નપુંસકવેદ એ ૭નું આયુષ્ય ન બાંધે જેથી ત્યાં જન્મે નહીં, પરંતુ જો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે ભોગવી ઉચ્ચ ગતિને પામે છે. પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક પૂર્વોકત સાતે પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્કનો ક્ષયોપશમ કરે અને શ્રાવકના ૧૨ વ્રત, ૧૧ પડિમા (પ્રતિમા), નવકારશી, છમાસી તપ વગેરે ધર્મક્રિયામાં શક્તિ 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ અનુસાર ઉદ્યમવંત રહે તેવો જીવ પડવાઈ ન થાય તો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ ૧૫મા ભવે મોક્ષે જાય. અવિરતિ સમ્યગુદૃષ્ટિ આત્માના બે ઉદાહરણો જોઇએ. એક છે મહારાજા શ્રેણિક અને બીજા છે કૃષ્ણ. શ્રેણિક રાજા અનાથ મુનિના સંપર્કમાં આવ્યા પછી સમકિતી બન્યા. જ્યારે ભદ્રમાતાનો સુપુત્ર ધન્ના સાર્થવાહ દીક્ષા લેવા તત્પર થયા ત્યારે શ્રેણિક ભદ્રામાતાને જણાવે છે કે દીક્ષા મહોત્સવનો સર્વ કારભાર મારા શિરે. પોતે દીક્ષા લઈ શક્યા ન હતા છતાં પણ બીજાને પ્રોત્સાહિત કરવામાં જરા પણ આઘુંપાછું કર્યું નથી. પોતે તે પ્રસંગોચિત છડીધર બન્યા હતા. બીજું તેઓ નગરના શ્રેષ્ઠ ધનાઢ્ય શેઠિયાઓ સાથે ત્રિકાળ પ્રભુ પૂજા કરતા અને દરરોજ નીતનવીન સોનાના જવારાથી સાથિયો કરતા હતા. આયુષ્યનો બંધ પડી જવાથી અત્યારે નરકમાં છે પરંતુ આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. (એમની પ્રતિમા જે ઉદયપુરમાં છે તેની અત્યારે પણ પૂજાદિ કરાય છે.) તેવી રીતે શ્રીકણે જે જે વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થાય તેમનો સઘળો ખર્ચ પોતે ઉપાડવાનું આહ્વાન આપ્યું હતું. દીકરીને પણ તે માર્ગે જવા ઉદ્ધોધન કર્યું હતું. તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. એટલે તેઓ પણ આવતી ચોવીસીમાં બારમા અમમસ્વામી તરીકે તીર્થકર થશે. શ્રેણિક રાજાએ હરણીને મારી જે અપૂર્વ આનંદ અભિવ્યક્ત કર્યો હતો તેથી તેઓ નરકગામી થયા. પ્રમત્ત સંયતિ ગુણસ્થાનકમાં પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ચતુષ્કોણનો ક્ષયોપશમાદિ કરી સાધુ બને; પરંતુ દષ્ટિ, ભાષા, કષાય અને ભાવચપલ હોવાથી આ ચારે ચપળતાને લીધે પ્રમાદી રહે, શુદ્ધ સાધુવ્રતનું પાલન ન થઈ શકે. તે જીવ ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ ૧૫મા ભવે મોક્ષે જાય. સાતમા અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનકે મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચે પ્રમાદ વગર શુદ્ધ સંયમનું પાલન કરે તો જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજા ભવે મોક્ષગામી થાય. તેમને મન:પર્યાવજ્ઞાન થઈ શકે છે, કારણ કે તે જ્ઞાન મનુષ્યગતિમાં અપ્રમત્ત સાધુને જ થાય છે. પરંતુ અવધિજ્ઞાન જે ચારે ગતિવાળાને થાય છે તેના બે પ્રકારો છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. પ્રથમ પ્રકાર દેવ અને નારકીને હોય છે જ્યારે લબ્ધિપ્રત્યય મનુષ્ય અને તિર્યંચને ક્ષયોપશમથી થાય છે. અવધિજ્ઞાન અનુગામી, અનાનુગામી, હીયમાન અને 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે ૧૫૧ પડિવાઈ જે ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનથી મનઃપર્યયવજ્ઞાનનું ક્ષેત્ર થોડું છે. પરંતુ વિશુદ્ધતા અધિક છે. અવધિજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ જેટલું તથા અધિક પણ ક્ષેત્ર હોઈ શકે છે; જ્યારે મનઃપર્યવજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ જ હોઈ શકે છે. પરંતુ જે રૂપી સૂક્ષ્મ પર્યાયોને અવધિજ્ઞાની જાણી શકતા નથી તેને મનઃપર્યવજ્ઞાની જાણી શકે છે. જે સાતમા ગુણસ્થાને રહેલા અપ્રમત્ત સાધુને જ થઈ શકે છે. સર્વ સાધુને પણ નહીં ! નિયટ્ટીબાદર ગુણસ્થાનકે જીવ પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિનો તીવ્રપણે ક્ષયોપશમ કરે છે. અહીં બે શ્રેણિની શરૂઆત થાય છે. અત્રે પૂર્વે નહીં કરેલું એવું અપૂર્વક૨ણ કરે છે એટલે કે કષાયોની મંદતા કરે છે જેથી અપૂર્વ, (અ+પૂર્વ) પહેલાં નહીં કરેલો એવો શુદ્ધતમ અધ્યવાસ પ્રાપ્ત કરે છે જેનો આનંદ અવર્ણનીય છે. પરંતુ જો પ્રકૃતિઓનો ઉપશમ કરે ત્યારે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત થતાં ૧૧મા ગુણસ્થાનક સુધી ચઢી પાછો પડે છે જે ૩, ૨, ૧ કે નિગોદ સુધી પણ લઈ જાય ! જે જીવ પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરી નવમા, દશમા ગુશસ્થાનકથી ૧૧માનું ઉલ્લંઘન કરી સીધો ૧૨મે ગુણસ્થાનકે પહોંચી તત્કાળ તેરમે ગુણ સ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે. નવમા અનિયટ્ટીબાદર ગુણસ્થાનકે પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિ તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુગુંચ્છા છ નોકષાયો અને સંજવલન ત્રિક (ક્રોધ, માન, માયા) તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપશમાવે કે ખપાવે તે અવેદી અને સરલ સ્વભાવી જીવ તે જ ભવે અથવા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે પૂર્વોક્ત ૨૭ પ્રકૃતિ અને સંજવલન લોભ એ ૨૮ પ્રકૃતિ ઉપશમાવે તો ઉપશમ શ્રેણિ કરે અને ખપાવે તો ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તેવો જીવ અવ્યામોહ, અવિભ્રમ, શાંત સ્વરૂપી જઘન્ય તે જ ભવે અથવા ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ પામે. અગિયારમા ઉપશાંત મોહનીય ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ઉપશમાવે તો ઉપશમ શ્રેણિ; ખપાવે તો ક્ષપક શ્રેણિ. જે જીવ તે પ્રકૃતિઓ ઉપશમાવે તેને યથાખ્યાતચારિત્ર હોય છે. જો તે અહીં કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઊપજે ત્યાંથી એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જાય. પરંતુ ઉપશમાવેલા સંજવલન લોભનો ઉદય થાય એટલે કે વાયુથી રાખ ઊડે અને ભારેલો અગ્નિ 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ જેમ પ્રજ્વલિત થતાં સળગે તેમ પાછો પડી નવમે થઈ ૮મે આવે. ત્યાં સાવધાન થઈ જાય તો ફરી ક્ષપકશ્રેણિ કરી તે જ ભવે મોક્ષે જાય નહીંતર ચોથે આવી કોઈ જીવ સમકિતી રહે તો પણ ત્રીજે ભવે મોક્ષ પ્રાપ્ત કરે. જો કર્મ સંયોગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તો દેશઉણા અર્ધપુદ્ગલપરાવર્તે મોક્ષ પામે. ૧૨મું ક્ષીણ મોહનીય ગુણસ્થાનક મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ખપાવી હોવાથી અત્રે ૨૧ ગુણ પ્રગટે છે, જે પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૫ અંતરાય કર્મની એમ કુલ ૧૯ પ્રકૃતિ ખપાવે છે અને તરત જ ૧૩મું ગુણસ્થાનક જે સયોગ કેવળી ગુણસ્થાનક તરીકે ઓળખાય છે તે મેળવે છે. અત્રે ફલિત થાય છે કે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકથી પ્રારંભી ૧૧માં ગુણસ્થાનક સુધીમાં જે કાર્ય જીવે કરવાનું છે તે મિથ્યાત્વને ધીરે ધીરે તિલાંજલિ આપી ક્રમિક રીતે આત્મગુણોને વિકસાવવાના છે. જેથી આત્માના મૂળ ગુણો ૮ કર્મોથી આવરિત થયેલાં છે તે વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય, દર્શનીય બને જેમકે વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાઓ જેમ જેમ ખસતાં જાય તેમ તેમ તે વધારે ને વધારે પ્રકાશિત થતો રહે. આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સંપન્ન, સંયોગી, અશરીરી, સલેશી, શુકલલેશી, યથાખ્યાત ચારિત્રધારી, ક્ષાયિક સમ્યકત્વી, પંડિત વીર્યવંત, શુકલધ્યાન યુક્ત હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત; ઉત્કૃષ્ટ દેશઉણા (૯ વર્ષ ઊણું) પૂર્વ ક્રિોડ સુધી રહી પછી ૧૪મું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ જીવ શુકલધ્યાનના ચોથા પાયાનો ધ્યાતા, સમુચ્છિન્ન ક્રિયા અનંતર અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ મન, વચન અને કાયા એ ત્રણે યોગોનો નિગ્રહ કરી શ્વાસોશ્વાસનું રૂંધન કરી અયોગી કેવળી થઈ રૂપાતીત સિદ્ધ સ્વરૂપી આત્માના અનુભવમાં લીન થઈ શૈલેશી મેરૂપર્વત સમાન નિશ્ચલ રહી બાકીના રહેલાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તેજસ, કાર્મણ અને દારિક ત્રણે શરીર ત્યજી જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થતાં ઉછળે તેમ કર્મબંધનોથી જકડાયેલો જીવ મુક્તિ તરફ ગમન કરે છે. અગ્નિજ્વાળા જેમ ઉર્ધ્વગામી હોય છે તેમ નિષ્કર્મી જીવનો ઉર્ધ્વગામી સ્વભાવ પ્રમાણે સમશ્રેણિ, જુગતિ અન્ય આકાશ પ્રદેશનું અવગાહન કર્યા વગર વિગ્રહગતિએ એક જ સમયમાં મોક્ષસ્થાને પહોંચી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખનો સ્વામી બને છે. 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે ૧૫૩ સમકિત એ મોક્ષ મહેલમાં પહોંચવાનો દરવાજો છે. ધર્મપાલન, ધર્મારાધના, ધર્માચરણ માટે સમ્યકત્વ એક અતિ અગત્યની વસ્તુ છે. તેના વિના સમ્યગુજ્ઞાન ન મળે, તે વગર સમ્યક્રશ્ચારિત્ર ન મળે અને સમ્યક્રચારિત્ર વિના સકલ કર્મોનો નાશ અશક્ય છે. સમ્યકત્વ એ પાયાની વસ્તુ છે. તો આજથી સર્વ ધર્મકલાપો તે પ્રાપ્ત કરવાના હેતુથી કરવા જોઇએ જેમકે પ્રભુદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચકખાણ, ઉપવાસ, ધ્યાન, દાન વગેરે સર્વ આચરણો, માત્ર સમકિત મેળવવા માટેના ઉદ્દેશ્યથી કરવાં. ભલે આ જાતનું ગાંડપણ કે વળગણ બીજાને હાસ્યાસ્પદ લાગતું હોય. સમકિત એ ગાડીને જોડેલા એન્જિન સમાન છે. તે વગર ગાડી નકામી છે, ચાલી જ ન શકે. તેમ સમકિત રૂપી એકડા વિના સર્વ ક્રિયાકલાપો શૂન્ય છે. તેની કંઈ કિંમત નથી. સમકિતરૂપી એકડો આગળ લાગે તો ટ્રેઈનના એન્જિનની જેમ શુન્યની કિંમત ૧૦, ૧૦૦, ૧૦૦૦, લાખ, અબજ, પદમ સુધીની છે. તેથી તેના જેવું કોઈ રન નથી. સમ્યકત્વ રત્ન ચિંતામણિથી વધારે મહત્ત્વનું છે. જૈન દાર્શનિક ગ્રંથોમાં તેનું વર્ણન અનેક રીતે કર્યું છે. સમ્યગુદર્શનને દર્શન, મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વઅનુસંધાન, દુખાંતકૃત, સુખારંભ કહેવાય છે. ચરમાવર્તકાળમાં સમ્યગુદર્શન તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય છે તેવા જીવો હોય છે. શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી કહે છે કે સંસાર સાગરાઓ ઉમ્બુડા મા પુણો નિબુડિજા ! ચરણકરણ વિખૂહીણો બુહઈ સુબહુપિ જાણતો || વળી પ્રતિક્રમણની વંદિતુ સુત્તની ૩૬મી ગાથામાં આમ કહ્યું છે કે સમ્માદિઠી જીવો જયવિ પાવ સમાચરે કિંચિત્ | અપ્પોસિ હોઈ બંધો જેણે ન નિદ્ધસ કુણઈ || સમ્યગ્દદર્શનના વિવિધ દૃષ્ટિબિંદુઓથી વિચારતાં તેના અનેક પર્યાયો છે, જે આચાર્ય હરિભદ્રસૂરિશ્વરે ગ્રંથરત્ન “શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં આ પ્રમાણે આપ્યાં છે:- મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ, તત્ત્વરુચિ, ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ, ધર્મરૂપનગરના આધાર, ઉપશમરસના ભાજન, ગુણરત્નના નિધાન, રત્નદીપક, વૃત્તરૂપી વૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર. વળી સમ્યગ્દર્શન, યથાર્થદર્શન, આત્મદર્શન, મોક્ષમાર્ગનું દર્શન, તત્ત્વપ્રતીતિ એકર્થ શબ્દો છે. સમ્યક્તવ એ 2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૫૪ દુઃખરૂપી કાંતારને સળગાવી મૂકવા માટે દાવાનલ સમાન છે કેમકે જીવનમાં ધર્મારાધના દ્વારા પ્રાપ્ત થયેલ યમ, પ્રશમાદિને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યકતા છે. સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આવે ત્યારે તેમનામાં વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય. પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ તેમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. કેમકે વંદિત્તુસુત્તની ૩૬મી ગાથા તેનું સમર્થન કરે છે. પૂજ્ય ન્યાય વિશારદ યશોવિજયજીએ અધ્યાત્મસાર પ્રબંધ ૨, શ્લોક ૧૫માં કહ્યું છે કે આક્ષેપકજ્ઞાનને લીધે ભોગ સમીપે રહ્યા છતાં પણ શુદ્ધિનો નાશ થતો નથી. આવું યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ કાન્તાદૃષ્ટિનું વર્ણન કરતાં જણાવ્યું છે. શ્રી આનંદધનજી મહારાજાએ આ સંદર્ભમાં બે સુંદર પદો આપ્યાં છે. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય તથા હિતોપદેશમાલા ૧૬-૧૭ માં તેને ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ તરીકે ઉપશમરસના ભાજન તરીકે અને ગુણરત્નના નિધાન તરીકે વર્ણવ્યું છે. આ ચર્ચા વિચારણાના અનુસંધાનમાં સમકિત અંગે થોડી માહિતી મેળવવી રહી. મુખ્ય ત્રણ સમકિત છે જેવાં કે ઉપશમ, ક્ષાયોપશમિક અને ક્ષાયિક, જે મોક્ષ પહેલનો દરવાજો ખોલવાની સોનેરી ચાવી છે. જેમ પાણીમાં પડેલો પત્થર પ્રવાહમાં અથડાતો, કૂટાતો સમય જતાં ગોળ થઈ જાય તેમ સંસારની નદીમાં પડે તો અનાદિકાળથી કૂટાતો, પરિભ્રમણ કરતો જીવ જે અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી કર્યે જાય છે તે શારીરિક, માનસિક દુઃખો ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદનાદિ કષ્ટો સહન કર્યે જતાં અકામ નિર્જરા રૂપે પાણીથી ઘસાઇને રાગ-દ્વેષ રૂપથી ઉત્પન્ન થયેલા અનંતાનુબંધી ચતુષ્કોણ તથા ત્રણ મોહનીય એ ૭ કર્મપ્રકૃતિ રૂપ ગ્રંથીને રાખથી ભરેલા અગ્નિની જેમ ઉપશમાવે, ઢાંકે પરંતુ સત્તામાં રહેલી પ્રકૃતિ તેમ જ રહે તેને ઉપશમ સમકિત કહે છેઆવી ઉપશમ શ્રેણિ કે ઉપશમ સમકિત અંતર્મુહૂર્તનું હોય છે. આવું સમિકત સર્વ ભવાશ્રયી જીવને જઘન્ય એક વા૨ અને ઉત્કૃષ્ટ પાંચ વાર આવે. આ વાત નવપદની ઓળી વિષયક ગ્રંથ શ્રી શ્રીપાલ રાજાના રાસમાં પણ જોવા મળે છે. (ખંડ ૪, ૧૧મી ઢાળ ૨૭-૩૦) જો આ સમક્તિનો કાળ પૂરો થઈ જાય એટલે કાં તો તે ક્ષાયોપશમિક સમકિતમાં જાય; નહિતર પડિવાઈ થઈ જતાં સાસ્વાદનમાં કે પહેલા ગુણસ્થાનકે 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે ૧૫૫ પણ જાય. જો ઉપશમિત પ્રકૃતિ જે સત્તામાં છે તે ઉદિત ન થાય તો બેડો પાર થઈ શકે છે. મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉદય પ્રાપ્ત કર્મદલિકોનો ક્ષય અને અનુદિતના ઉપશમથી અને સમકિત મોહનીયના ઉદયથી આત્મામાં થઈ રહેલાં પરિણામો વિશિષ્ટ રીતે ક્ષયોપશમ સમકિત તરીકે ઓળખાય છે. ક્ષયોપશમના ઘણા પ્રકારો છે, વિકલ્પો છે. પૂર્વોક્ત છ પ્રકૃતિમાંથી ચારનો ક્ષય કરે, બેનો ઉપશમ કરે અને જે એક સત્તામાં છે તેને વેદે અથવા પાંચનો ક્ષય કરે, બેનો ઉપશમ કરે અને એકને વેદે ત્યારે સમ્યગ જ્ઞાન, વિશેષ નિર્મળ થાય છે. આ સમ્યકત્વ જીવને અસંખ્યવાર આવે છે જેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમની છે, વત્તા ત્રણ ક્રોડ પૂર્વ અધિક. આ સમકિતમાં શંકાદિ દોષો ઉત્પન્ન થાય, પરંતુ તરત જ ખુલાસો રહેતાં દોષનું નિવારણ થતાં સમકિત ચાલુ રહે છે. સમ્યકત્વના પ્રકારો આમ છેઃ એગવિહં, દુવિહં, તિવિહં, ચઉહા, પંચવિહં, દસવિતું, સમ્મ. એકથી તેના ૧૦ પ્રકારો છે. બે પ્રકારો છે તે નૈસર્ગિક અને આધિગમિક અથવા નિશ્ચય અને વ્યવહાર સમ્યકત્વ. ત્રણ પ્રકારોમાં પથમિક, લાયોપથમિક અને ક્ષાયિક. પ્રકારોતરોમાં કારક સમકિતમાં ૫,૬,૭ ગુણસ્થાનકવર્તી શ્રાવક અને સાધુમાં હોય છે. આ સમકિતી જીવો અણુવ્રત તથા મહાવ્રતનું અતિચારરહિત શુદ્ધ પાલન કરે છે. વ્રત, પ્રત્યાખ્યાન, તપ, સંયમાદિ ક્રિયા જાતે કરે છે; અને ઉપદેશ આદેશ દ્વારા બીજા પાસે કરાવે. રોચક સમકિતી ચોથા ગુણસ્થાનક્વર્તી શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવની જેમ જિનપ્રણિત ધર્મના શ્રદ્ધાળુ હોય. તેઓ તન, મન, ધનથી જિનશાસનની ઉન્નતિ કરે છે. ચારે તીર્થના સાચા ભક્ત બની ભક્તિ અને શક્તિથી અન્યને ધર્મમાં જોડે છે. ધર્મવૃદ્ધિમાં આનંદ માને, વ્રત પ્રત્યાખ્યાન કરવામાં ઉત્સુક હોય; પરંતુ અપ્રત્યાખ્યાની કર્મોદયથી એક નવકારશી પણ કરી ન શકે ! દીપકે સમકિતમાં જેમ દીવો પ્રકાશ આપી અન્યને પ્રકાશિત કરે; પરંતુ તેની નીચે અંધારું હોય તેવી રીતે કેટલાંક જીવો દ્રવ્યજ્ઞાન મેળવી સત્ય, સરળ, રુચિકારી, શુદ્ધ ઉપદેશ દ્વારા અન્યને સધર્માવલંબી બનાવી બીજાને સ્વર્ગ મોક્ષના અધિકારી બનાવે પરંતુ પોતાનો હૃદયનો અંધકાર જેવો ને તેવો રહે છે. 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ તેઓ વ્યવહારમાં સાધુ શ્રાવકો દેખાય છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનથી ઊંચે ચડ્યા હોતા નથી. તેમને આંતરિક શ્રદ્ધા હોતી નથી. અંગારમદકાચાર્ય સ્વયં અભવ્ય હોવા છતાં ઉપદેશથી એ દીપક સમ્યકત્વી કહેવાતા હતા. મિથ્યાત્વ મોહનીયની ૨૮ પ્રકૃતિઓનો જેઓએ સમૂળો ક્ષય, નાશ ર્યો છે અથવા દર્શનમોહનીયની સાતે પ્રકૃતિઓ ઉપશમિત અને ક્ષય કર્યો છે જે ક્યારે પણ સત્તામાંથી ઉદિત થનારી નથી તે સ્થિતિને ક્ષાયિક સમ્યક્ત કહેવાય, જે ભવ દરમ્યાન એક જ વાર પ્રાપ્ત થાય છે. શ્રેણિક મહારાજા જેઓ ૫૦ વર્ષ સુધી બુદ્ધના અનુયાયી બોદ્ધ હતા તેઓ જ્યારે અનાથમુનિના સંપર્કમાં આવ્યા ત્યારબાદ તેમણે સમકિત અને તે પણ સાયિક કરવામાં માર્ગારૂઢ થયા એટલે કે જેઓ આધેડ વયે સમકિતી થયા તેઓ ક્ષાયિક થયા; પરંતુ મૃત્યુ પહેલાં બીજા જન્મના આયુષ્ય અને ગતિ નિર્માણ કરી ચૂક્યા હતા. તેઓ નરકનું આયુષ્ય ભોગવી તે પૂર્ણ થતાં આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પાનાભ થશે. વેદક સમ્યકત્વ ક્ષયોપશમ સમકિતથી આગળ વધતાં અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતાં પહેલાં ફક્ત એક સમયે વેદક સમકિતની પ્રાપ્તિ થાય છે. ક્ષયોપશમ સમકિતનો મોહનીયનો છેલ્લો હિસ્સો જે સમયે વેદીને ખપાવાય તે સમયે વેદક સમકિત હોય. આ જીવને એક જ વાર આવે છે કેમકે તેને પામેલો જીવ તત્પણ અને નિશ્ચિતપણે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. વેદક સમકિતની સ્થિતિ ફક્ત એક સમયની છે. તેથી વેદક સમ્યકત્વના બીજા સમયે ક્ષાયિક સમ્યકત્વ જરૂર મેળવી લે છે. ટુંકાણમાં સમજવું કે સ્વીકારવું પડશે કે અનંતાનંત કાળથી જે ચોકડીએ આત્માને બાંધી રાખ્યો છે તે ચોકડી એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભને દૂર કર્યા વગર, તેને નષ્ટ કર્યા વગર મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીયનું બળ મંદ પડતું નથી અને તે આત્માને આગળ ને આગળ વિકાસના પંથે પ્રયાણ કરવામાં અવરોધરૂપ છે, જેથી ઢંકાઈ ગયેલા આત્મગુણોનો અનુભવ કે પ્રભાવ માલમ પડતો નથી. તેથી તો ૧૪ પગથિયાની સીડી ઉપર ચઢતાં ચઢતાં ધીરે ધીરે ૧૧-૧૨ સુધી તો મિથ્યાત્વને મંદ, મંદતર, મંદતમ કરી ક્ષય કે નષ્ટ કરવું જ રહ્યું. પ્રતિક્રમણ તથા સામાયિક લેતાં મુહપત્તિનું પડિલેહણ કરતાં મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વ 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે મોહનીય પરિહરું એમ બોલાય છે. આ ત્રણે, નષ્ટ કરવાનો એક આદર્શ સામાયિકનો છે. સમકિત મેળવ્યું હોય તો તે નષ્ટ ન થાય, મળ્યું હોય તો દુષિત ન થતાં વધુ ને વધુ નિર્મળ થતું રહે અને તે જો ન મળ્યું હોય તો સર્વ ક્રિયા કલાપો તે માટે જ કરવાના. કોઈપણ ભૌતિક કે પદગલિક કામના ન રાખતાં સમકિતનું રટણ કરવું રહ્યું. વળી તે માટે આમ વિચારણા કરવા રહીઃ અરહંતો મમ દેવો જાવજીવે સુસાહુણો ગુરુણો જિન પણd તાં ઇય સમ્મત્ત મયે ગલિયમ્ || તેથી સમ્યકત્વ સહિતની ધાર્મિક ક્રિયા આચરણ કે ધ્યાનાદિ સર્વ અધિક ફળદાયી બની રહે છે. આમ આ સમકત્વની પ્રાપ્તિ નિસર્ગથી અને બીજા અધિગમથી થાય છે. ટૂંકમાં કર્મનાશ એ જ ધર્મ છે, સાધ્ય છે. અનંત પુદગલપરાવર્તચક્રો વીતી ગયાં. કાળાંતરે જીવ તથાપ્રકારની યોગ્યતા પ્રાપ્ત થતાં ચરમાવર્તમાં પ્રવેશે ત્યારબાદ જીવનું તથાભવ્યત્વ પરિપક્વ થાય છે. આ છેલ્લું આવર્ત છે, સકત આવર્તમાં આવ્યા પછી બીજીવાર આવર્તામાં ફરવું પડતું ન હોવાથી અંતિમ આવર્તમાં જીવ પ્રવેશી ચૂક્યો છે. હવે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતિકર્મ અને પુરુષાર્થાદિ પાંચે સમવાયી કારણોના યોગે ભવ્ય જીવ પોતાનું ભવ્યત્વ પરિપક્વ કરે છે. હવે જીવ પોતાની ઓઘદૃષ્ટિ ત્યજી યોગદષ્ટિમાં પ્રવેશે છે. મિત્રા, તારા દૃષ્ટિમાં સ્વલ્પ બોધ પ્રાપ્ત કર્યો હતો હવે શ્રવણ સન્મુખીકાળમાં તે પ્રવેશેલો છે. ધર્મ સન્મુખીકરણ થતાં આગળ વધતાં વિશુદ્ધિ વધે છે. યથાપ્રવૃત્તિકરણમાં આગળ વધે છે. કરણ એટલે આત્માની શક્તિને વિશેષ ફોરવીને આગળ વધવાનું છે. ત્યારપછી વિશિષ્ટ બીજું યથાપ્રવૃત્તિકરણ કરે છે જેમાં રાગદ્વેષની ગાંઠતોડવાની દિશામાં આગળ વધે છે. એને આત્મોન્નતિ કે આત્મવિકાસનું પ્રથમ સોપાન કહે છે. ભવ્ય જીવો બીજી વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણની પ્રવૃત્તિ કરી કર્મોની સ્થિતિ ૧ ક્રોડાક્રોડની અંદર લાવી દે છે. કર્મગ્રંથની ભાષામાં આ ગાંઠને અનંતાનુબંધી કષાયોની ચોકડી કહે છે. કર્મો અહીં સુધી ઘટે ત્યારે જીવ અપૂર્વકરણ કરી પૂર્વે ન કરી હતી તેવી અપૂર્વ શક્તિને વિકસાવી અપૂર્વકરણની પ્રક્રિયા કરે છે. રાગદ્વેષની ગાંઠ ભેદી આરપાર નીકળી અનંતાનુબંધી સપ્તકનો મજબૂત કિલ્લો ભેદી પ્રથમવાર સમ્યકત્વ પામે છે. જેનો આનંદ અકલ્પનીય, અવર્ણનીય છે. આગળ વધતાં સમ્યકત્વ પ્રાપ્ત 2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ કર્યા વગર પાછો ન હઠવાની પ્રતિજ્ઞારૂપ આત્માના વિશુદ્ધ અવ્યવસાયરૂપ સંકલ્પને અનિવૃત્તિકરણ કહે છે. એનો સમય અંતર્મહુર્ત-બે ઘડી માત્ર છે ને ચરમકરણ છે. મિથ્યાત્વના પુંજમાંથી મોહનીય કર્મના દળીયાઓનો ક્ષય કરી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ઉપશમ ભાવ દ્વારા ઉત્પન્ન થયેલું હોવાથી તેને ઔપથમિક સમ્યકત્વ કહે છે. ગાંઠને ભેદી સંસારચક્રમાં પ્રથમ વાર સમ્યકત્વ પામ્યો; એકદમ પ્રથમ મિથ્યાત્વના ગુણસ્થાનેથી ચોથા સમ્યકત્વના ગુણસ્થાને જીવ આવે છે. આ પ્રમાણે જે ભવ્ય જીવ તથાભવ્યત્વના પરિપાકરૂપે જેણે બે ઘડી- ૪૮ મિનીટના કાળ માત્રનું જેને સાચી શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું હોય તે સમ્યકત્વવંત ભવ્યાત્માનો હવે અર્ધપુગલ પરાવર્તકાળનો જ સંસાર અવશિષ્ટ રહ્યો છે. હવે તેનો મોક્ષ નક્કી થઈ ગયો. સમકત્વની પ્રાપ્તિ એટલે મોક્ષના નિર્ણયની ઓળખાણ. મોક્ષ હવે પ્રાપ્ત થવાનો જ છે જેની શંકા નથી તેની આ નિશાની છે. સમ્યકત્વના પડદા પાછળ મોક્ષ જે સંતાયેલો હતો જે દૂર થતાં સમ્યકત્વનું હોવાપણું શંકાસ્પદ રહેતું નથી. ટુંકમાં સમ્યક્ત પ્રાપ્ત કરી સાચા શ્રદ્ધાળુ બનવું જ જોઇએ. તેને સ્થિર કરવા પુરુષાર્થ કરવો જ રહ્યો, ટકાવવું જોઇએ, વધુ ને વધુ નિર્મળ કરવું જ જોઈએ. નષ્ટ ન થાય તે માટે સતત તકેદારી રાખવી ઘટે અને તે માટે ભગવાન મહાવીર સ્વામીની સોનેરી સલાહ “સમય ગોયમ મા પમાઅએ' કૃતકૃત્ય કરવી રહી. આમ સાધનામાં લીન થઈ સમ્યકત્વની જે ૬૭ ભેદે ઉપાસના છે તે ચાલુ જ રાખવી જોઇએ. અનાદિકાળના સંસારનું પરિભ્રમણ અજ્ઞાન મિથ્યાજ્ઞાનના લીધે થયું છે. તેથી હવે સાચા સમ્યજ્ઞાન, સમ્યગૂશ્રદ્ધા (દર્શન)થી આગળ વધવાનાં આધ્યાત્મિક સાધનો જરૂરી છે. દેવ-ગુરુ, ધર્મથી, શ્રદ્ધાથી સમ્યકત્વ મળે છે કેમકે યા દેવે દેવતા બુદ્ધિઃ ગુરૌ ચ ગુરુતા મતિઃ | ધર્મ ધર્મ ધીર્યસ્ય સમ્યકત્વ તદુદીરિતમ્ | 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ બોધિદયાણ નમુત્થણ' સૂત્ર કે જે ગણધર ભગવંતે રચ્યું છે તે અદ્વિતીય, મનનીય, રોચક, તત્ત્વગર્ભિત સમર્થ સૂત્ર છે. એનો ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પોષધાદિમાં ઉપયોગ કરાય છે. સ્તુતિકાર ગૌતમસ્વામી અલૌકિક અને સારગર્ભિત સ્તુતિમાં પ્રભુના યશોગાન ગાય છે. તેમાં આવતાં પદોમાંનું એક પદ બોડિદયાણ' (બોધિદયાણ) છે. એ વિષે કંઈક લખવા પ્રેરાયો છું. તેનું બીજું નામ શક્રસ્તવ છે. તે વડે ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કરી છે. નમુત્થણની જેમ ચૈત્યવંદનનાં અન્ય સૂત્રો જેવાં કે અરિહંત ચેઈઆણં, અન્નત્ય ઉસિ સિએણે, લોગસ્સ, પુસ્કરવર, સિદ્ધાણં બુદ્ધાણં અને જય વિયરાય તેમણે જ રચેલા સૂત્રો છે. જય વયરાય અથવા પ્રાર્થનાસૂત્રમાં “સમાધિમરણં ચ બહિલાભો અ, સંપwઉ મહ એ તુહનાહ પણામ કરણ' છે. જગતમાં સ્તુતિ, પ્રાર્થનાનો અચિંત્ય મહિમા છે. પ્રાર્થના એટલે માગણી, સ્તુતિ એટલે ગુણગાન. પ્રત્યેક મુશ્કેલીમાં આવેલી વ્યક્તિ મંદિરમાં જઈ બે હાથ જેડી નતમસ્તકે મુશ્કેલીમાંથી પાર પડવા પ્રભુને પ્રાર્થે છે. જ્યાં જ્યાં પ્રદક્ષિણા ફરતા ભગવાનના બિંબ હોય ત્યાં ત્યાં વળી ગભારામાં અનેક જિનબિંબ હોય છે ત્યાં એકેક ભગવાનના સમ્યગ દર્શન-વંદનનો લાભ લેવા નતમસ્તકે “નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો સ્વયં-સંબુદ્ધાણં વગેરે પદોથી લાભ લઈ શકાય. ચૈત્યવંદનમાં આવતું જયવીરાયમાં “તુહ પભાવ ઓ ભયજં ભવનિવેઓ મગાણસરિયા... ગુરજણપૂઆ પરWકરણ ૨ સુહગુરુજ ગો તવણસેવણા..બોકિલાભો છે જે બધું પ્રભુકૃપાના બળે છે. પોતે કંઈ તે વગર પ્રાપ્ત કરી શકે તેમ નથી. તે સમજવા જેવું છે. નમુત્થણમાં આવતું એક પદ “બોદિયાણં' વિષે કંઈક જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ. બોડિદયાણું એટલે બોધિ આપનારને નમસ્કાર હો. અહીં બોહિ એટલે શું ? બોહિ એટલે જિનેશ્વર દેવે કહેલા ધર્મની પ્રાપ્તિ. ધર્મની પ્રાપ્તિ બહુ વિશાળ અર્થમાં છે. “અરિહંત ચેઈયાણ' સૂત્રમાં પણ તે પદો આવે છે. જેમકે બહિલાણભવત્તિયા એ.’ લાભ કેવો ? વીતરાગ બનવા સુધી જે જે ઉત્તરોત્તર ચઢિયાતા આંતરિક ધર્મ સ્પર્શવાની જરૂર છે તેની સ્પર્શના એ જ ધર્મપ્રાપ્તિ. અહીં “બોધિ' શબ્દથી જિનોક્ત ધર્મપ્રાપ્તિ સમ્યગ્દર્શન સ્વરૂપ સમજવાની છે. જે ત્રણ કરણથી પ્રગટ થાય છે. ૧ યથાપ્રવૃત્તકરણ, ૨. અપૂર્વકરણ, ૩. 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૬૦ અનિવૃત્તિકરણ. કરણ એટલે અદ્યુતમ વિકાસિત શુભ અધ્યવસાયની પરાકાષ્ઠા. આવા પ્રકારના વીર્ષોલ્લાસનું સ્ફુરણ રાગદ્વેષની તીવ્ર, મજબૂત ગ્રંથિ (ગાંઠ) જે પૂર્વે કદાપિ ભેદાઈ નથી તે હવે અપૂર્વકરણના પરાક્રમથી ભેદાય છે. રાગદ્વેષની જબરી પકડથી જીવે અનંતાનંત પુદ્ગલપરાવર્તો પસાર કર્યા છતાં પણ હતા ત્યાંના ત્યાં જ રહ્યા છીએ. જીવ, અભવ્ય જેવાં પણ, ‘નવપ્રૈવેયક’ સુધી જઈ આવ્યો, નિર્વિકાર જેવી સ્થિતિ પણ અનુભવી જ્યાં ઊંચી કોટિનું શાતાવેદનીય કર્મ ભોગવવાનું પરંતુ ત્યાં વિષય વિકાર નહિ, કષાય તો હોય જ શેના ! અભયદયાણં સંકેતિત સકલસત્ત્વ હિતાશય નથી જે પ્રતિજ્ઞા અને તે પ્રમાણેનું જીવન હોય તો જ ઘટી શકે. જેવાં કે સર્વાર્થસિદ્ધ અનુત્તરવાસી દેવો જેઓ વીતરાગ સમાન છે, નિર્વિકાર છે, જીવનભર હિંસાદિ પ્રવૃત્તિ રહિત હોવા છતાં સકલ સત્ત્વહિતાશયરૂપ ચારિત્રવાલા નથી કહેવાતા. સર્વાર્થસિદ્ધ-વિમાનના દેવો; દિવ્ય સામગ્રી જેમાં ઝુમખે ઝુંમખે ૬૪-૩૨-૧૬-૮ મણના મોતી લટકે, પવનની લહેર અથડાવાથી મધુરા સંગીત નાદ ઉત્પન્ન કરે, અવધિજ્ઞાનમાં નીચલા સ્વર્ગની ક્રીડા-વિલાસાદિમાં રક્ત દેવાંગનાઓને જોઈ શકે; છતાં પણ કશું જ જોવા, સાંભળવાદિનો વિકાર કે ઉત્સુકતા સરખી નથી. પ્રતિજ્ઞા વગરના હોવાથી ચોથા ગુણસ્થાનકે હોય તેથી તેમને એક માનવ ભવ ૩૩ સાગરોપમ પછી જ મોક્ષ મળે છે. કરેલાં કર્મોની કેવી કઠણાઈ ! તેથી અપૂર્ણકરણનો ભગીરથ પ્રયત્ન કરવાથી રાગ-દ્વેષની કારમી પકડમાંથી છૂટવા પ્રયત્નશીલ થવાનું રહે છે. ગ્રંથિભેદાતાં સમ્યગ્દર્શનનાં દર્શન થાય છે. જે પ્રગટતાં પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય નામના ગુણો પ્રગટે છે. એ પ્રગટે ઊલટા ક્રમથી એટલે આસ્તિક્યથી પ્રશમ સુધી. બોધિ સુધીના પાંચ ગુણ જેવાં કે અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિ અપુનર્બંધક આત્મામાં જ પ્રગટે. અપુનર્બંધક એટલે જે હવે સંસારકાળમાં ક્યારેય મિથ્યાત્ત્વાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી. આવાં આત્માનાં સુલક્ષણો તીવ્ર ભાવે પાપ ન કરે, સંસાર પર બહુમાન, આસ્થા-પક્ષપાત ન રાખે, સર્વત્ર ઔચિત્ય જાળવે. આવો આત્મા જ અભય, ચક્ષુ, માર્ગ, શરણ મેળવે છે. જ્યાં સુધી બંધાયેલાં કર્મોની સ્થિતિ એક ક્રોડા કોડ સાગરોપમની હોય ત્યાં સુધી જીવ ગ્રંથિદેશથી સુદૂર હોય છે. તેમાં સંખ્યાતા પલ્યોપમની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી ઓછી થતાં સહેજે યથાપ્રવૃત્તિકરણ થાય. આ સ્થિતિના સ્થાનને ગ્રંથિસ્થાન 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ બોદિયાણ કહેવાય. કર્મના બંધન, સંક્રમણ. ઉદીરણા ઉપશમના ક્ષપણા કરે છે. અભવ્યો પણ આવું કરીક્ષપણા થકી ગ્રંથિદેશે પહોંચે. આ કામ નદી ગોળપાષાણ ન્યાયથી થાય. અહીંથી ભવ્યો તથા અભવ્યો બંને પાછા પડી શકે છે. પરંતુ જે જીવ ઉત્સાહ-વીર્યથી તે લંધી જાય. મિથ્યાત્વને એટલે મંદ બનાવે. અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વરસઘાત, ગુણશ્રેણિ, અપૂર્વ ગુણ સંક્રમણ, અપૂર્વ સ્થિતિબંધ કરે ત્યારે શુદ્ધ અથવા ચરમ યથાપ્રવૃત્તકરણ થાય જે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી બેથી શક્ય બને છે. ગ્રંથિદેશ સુધીના આભાસરૂપ અભયાદિ ગુણો સ્વોત્તર ચહ્ન આદિ ગુણને ઉત્પન્ન કરી શકતા નથી, પણ ગ્રંથિભેદ પછી અભય વગેરે ગુણ તે કરી શકે છે. પુનર્ધધક જીવોને ક્ષયોપશમ હોતો નથી. પણ સામાન્ય કોટિની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. અપુનર્બધક જીવને જે વિશુદ્ધ પરિણામ જાગે છે એથી કર્મોનો ક્ષયોપશમ, અમુક પ્રકારનો નાશ પ્રાપ્ત થાય છે. જાણવું જોઇએ કે મિથ્યાત્વ અને કષાય મોહનીય કર્મના ક્ષયોપશમ વગર આગળ વધાય, ચઢાય નહિ. આ બે જબરજસ્ત દોષો દબાવ્યા વિના ઉપલી કક્ષાના ગુણો કેવી રીતે પ્રાપ્ત થાય ? સમ્યગ્દર્શન માટે (૧) વિશુદ્ધ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વાદિ કર્મોનો ક્ષયોપશમ, (૨) ઔદાર્ય-દાક્ષિણ્ય-પાપજુગુપ્સા-નિર્મળ બોધ-જનપ્રિયત્ન જેવાં લોકોત્તર ભાવોની સિદ્ધિ., (૩) વિષયસુખ, ધર્મ-અરુચિ, ક્રોધની ખણજ અને દૃષ્ટિસંમોહની નિવૃત્તિ, (૪) અભય એટલે આત્મસ્વાચ્ય, (૫) શરણ-તત્ત્વ જિજ્ઞાસા, સાચી શુશ્રષા, શ્રવણાદિ મેળવવું પડે. અપુનબંધક દશા ચરમાવર્તકાળમાં જ થાય છે. ચરમાવર્ત એટલે હવે જેને મોક્ષે જવા માટે છેલ્લો પુગલપરાવર્તનો કાળ શરૂ થયો હોય. તેથી વધુ સંસારકાળને અચરમાવર્તકાળ કહેવાય. ચરમાવર્તમાં આવેલો જીવ ફરી પાછો અચરમાવર્તમાં જતો નથી. ભલે ચરમાવર્તમાં અનેકાનેક અસંખ્ય ભવો થઈ જાય !ચરમાવર્તમાં પ્રવેશેલો જીવ અલ્પજીવી જીવ કહેવાય છે. તેથી વધુ કાળ જેમને બાકી છે તેમને તત્ત્વજ્ઞાન સ્પર્શવાની યોગ્યતાના અભાવે તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. આથી તેઓને ત્યાજ્ય પદાર્થો ઉપાદેય નહિ છતાં ઉપાદેય તરીકે અને ઉપાદેયતત્ત્વ ત્યાજ્ય નહિ તે ત્યાજ્ય તરીકે જુએ છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જ રુચે છે. અપુનબંધક જીવ ઉદાર, સંતુષ્ટ, સ્વકલ્યાણદર્શી, 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ પરકલ્યાણ-પ્રસન્ન, નિર્ભય, સરળ, પ્રાજ્ઞ, તત્ત્વદર્શી હોવાથી સફળ કાર્યારંભી હોય છે. બોધિની પ્રાપ્તિ માટે પણ પંચકારણવાદ મહત્ત્વ ધરાવે છે. તે છે:-કાળ, સ્વભાવ, નિયતિ, ભાગ્ય અને પુરુષાર્થ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિશ્વરજી કહે છે કે કલ્યાણ માર્ગ અપનબંધકાદિ જીવોથી આચરાયેલો છે. જેઓ ‘ક્ષીણપ્રાયકર્મ હોય છે, વિશુદ્ધઆશયવાળા હોય છે, ભવ અબહુમાની હોય છે અને મહાપુરુષો હોય છે. ક્ષીણપ્રાયઃકર્મ એટલે શુભ ભાવ દ્વારા આયુ:કર્મ સિવાય સમગ્ર કર્મોની સ્થિતિ સમગ્ર કાળસ્થિતિમાંથી કેટલાયે ક્રોડાકોડીનો ક્ષય કરી એક ક્રોડાક્રોડ સાગરોપમની અંદરની કરી મૂકે છે અને કર્મમળનો રસ મંદ કરી મૂકે છે. વળી મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી કષાય કર્મને ઘણાં ઘણાં મંદ કરી મૂકે છે. આથી આગળ વધતાં સમ્યગદર્શન પામેલા આત્માને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થઈ ગયો હોય છે. કર્મમળનો ક્ષય અત્યંત જરૂરી છે જેના થકી જ ગુણસ્થાનકની ભૂમિકા સર્જાય છે. ભવ્યાત્માને સંસાર પ્રત્યે અભાવ જાગે, અરુચિ થાય, ભવનિર્વેદ થાય તો જ ભગવાન પર બહુમાન થાય. ભગવદ્ બહુમાનથી વિશિષ્ટ કર્મો-મિથ્યાત્વ મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય. ત્યાં અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ વગરે ધર્મોની પ્રાપ્તિ થાય. ગણધર ભગવંતે આ નમુત્થણ સૂત્રમાં અલૌકિક ઢબે આ વસ્તુ અત્રે જણાવી છે; જેમકે અભયદયાણ, ચકખ-દયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણ બહુ ચમત્કારિક રીતે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું અહીં રજૂ કર્યું છે. ખુબી આ છે કે બહુમાન બીજા કરતાં વીતરાગ અરિહંત પ્રત્યે કરાય તો અભયાદિ ધર્મથી માંડી ઠેઠ ઉપર સુધીનાં કલ્યાણ પ્રાપ્ત થઈ શકે. તેથી ભગવાન અભય-ચક્ષુ આદિ દાન કરવા દ્વારા જીવોના સમ્યક્વાદિ કુશળ કલ્યાણનું કારણ બને છે. તે બતાવવા સૂત્રકાર “અભયદયાણ' વગેરે પાંચ સૂત્રોમાં કહે છે. અભય યાને વિશિષ્ટ આત્મ સ્વાથ્ય જે તે પછીના ગુણો ચક્ષુ, માર્ગ, શરણાદિનું કારણ છે. આ વિશિષ્ટ આત્મ-સ્વાથ્ય ધૃતિ-ધર્ય સ્વરૂપ છે જે સર્વ સાધનાઓમાં નિતાંત જરૂરી છે. નિઃશ્રેયસ ધર્મો એટલે સમ્યગ્દર્શનાદિ મોક્ષસાધક ધર્મોની ભૂમિકા વૃતિ પર, ચિત્ત સ્વાથ્ય પર મંડાય છે. જ્યાં સુધી ભયની લોથ બેઠી હોય ત્યાં સુધી ધર્મરુચિ, ધર્માભિલાષા કેવી રીતે પ્રગટે ? તેથી અભય યાને વિશિષ્ટ આત્મ-સ્વાથ્ય જરૂરી છે. તેથી અભયદયાણ 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ બોધિદયાણ ૧૬૩ વગેરે છે. માર્ગ–બહુમાનાદિ એટલે ધર્મપ્રશંસા, ધર્મ-અભિલાષા જે ધર્મની ભૂમિકા છે, એ કોઈ ડોલંડોલ, અસ્વસ્થ, વિહ્વળ, ભયભીત જીવોને તે સાચા સ્વરૂપે પ્રગટે નહિ. આ બધું પામવા માટે મેળવવા માટે આત્મસ્વાથ્ય નિતાંત જરૂરી છે, આવશ્યક છે, જે મેળવવા આત્મધર્મરૂપ ચક્ષુ એટલે કે વિશિષ્ટ આત્મધર્મ જે વડે તત્ત્વપ્રતીતિ તત્ત્વોને શ્રદ્ધાન પ્રગટે છે. આ ચક્ષુ દ્વારા મગ્ન-માર્ગ એટલે ચિત્તનું વક્રતા વગરનું સરળ ગમન શક્ય બને છે. અવક્રગતિ એટલે એક જાતનો કર્મનો ક્ષયોપશમ, જે આગળ વધતાં ગુણસ્થાનો પર ચઢાવે છે, ગુણલાભ પમાડે છે. ચક્ષુ એટલે જોયું તે પ્રમાણે ધર્મની રૂચિ કેળવે છે જેની વચમાં દર્શન મોહનીય-મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ થાય છે. જેમ એક નળીમાં સાપ સરળ ગતિએ ચાલ્યો જાય અને ઇષ્ટ સ્થાને પહોંચે તેમ ચિત્ત તેવા પ્રકારના લયોપશમ દ્વારા સરળ જઈ ઉપરના ગુણલાભ કરાવનારું બને છે. આથી આગળ વધતાં શરણ પ્રાપ્ત થાય છે. જે શરણ, રક્ષણ તત્ત્વાવિવિદિષા અર્થાત્ તત્ત્વચિંતારૂપ છે. તત્ત્વ શું હશે એ ચિંતા થાય, જાણવાની આતુરતા અભિલાષા જાગે એનું નામ શરણ છે. જેમકે ગૌતમસ્વામીના ૧૫૦૦ તાપસોને તત્ત્વશુશ્રુષા જાગી. વીરને નીરખવા હતા કેમકે તેઓ તત્ત્વવેતા છે તેમ ગૌતમસ્વામી પાસેથી જાણ્યું. એ ચિંતા ઉગ્ર થતાં વીર પ્રભુના સમવસરણમાં પહોંચતા ધીખતી તત્ત્વશÀષાની આગથી ઘન-ઘાતી જ્ઞાનાવરણાદિ કર્મો બળીને ભસ્મીભૂત થતાં, ગુરુ ગૌતમને છબસ્થતાની ધરતી પર ચાલતા રાખી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને વીતરાગતાના આસમાને ઊડ્યા અને તે પણ ગુરુ ગૌતમને બાજુ પર રાખી પોતે ૧૫૦૦ કેવળી થઈ ગયા. બીજું દષ્ટાન્ન વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણનું છે. જૈનાચાર્યો પાસે મહાન તત્ત્વજ્ઞાન અને તર્કવિદ્યા છે. એ પ્રાપ્ત કરી લઉં તો મહાવાદી તરીકે જગવિખ્યાત થઈ જાઉં. સાધુ પાસે જોયું કે સાધુ બન્યા સિવાય તે મળશે નહિ, તેથી મહા વૈરાગીપણાનો ડોળ દેખાડી ઢોંગ કરી જે તત્ત્વશુશ્રુષાદિ બતાવશે તે કેવા માત્ર ગુણાભાસ છે કે કીર્તિનો એકમાત્ર ચાળો છે ? મંડ્યા ભણવા. ભવિતવ્યતા સારી કે વિશ્વમાં અનન્ય એવું જૈન તત્ત્વજ્ઞાન જેમ જેમ મેળવતા ગયા તેમ તેમ સ્વપ્નમાં ન કલ્પેલું તેવું તત્ત્વજ્ઞાન દેખાવા લાગ્યું. ઓહો થઈ ગયું ! મિથ્યાત્વ ઓસરી ગયું, લુપ્ત થયું, ચાલી ગયું. આમાં અનંત પાપ-પરમાણુનો ક્ષય થતાં સાચી શુશ્રુષા પ્રગટ થતાં તત્ત્વનો સાચો પ્રકાશ પ્રગટ્યો. ગુરુ આગળ એકરાર 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ કરી, પ્રાયશ્ચિતપૂર્વક સાચી શુશ્રુષાદિ દ્વારા મહાન વ્યાખ્યાકાર સમર્થ ગોવિંદાચાર્ય બિન્યા ! જૈનેતર આત્મચિંતકો એટલે કે તત્ત્વના ગવેષકોએ પણ આમ રજુ કર્યું છે. દા. ત. અવધૂત નામના “યોગમાર્ગના રચયિતા આચાર્યે કહ્યું છે કે “સદાશિવ ઈશ્વરના અનુગ્રહ-ઉપકાર વિના તત્ત્વશુશ્રુષાદિ-તત્ત્વ સાંભળવાની ઈચ્છા વગેરે ગુણ પ્રગટી શકતા જ નથી.” તેથી અદ્વિતીય અને પ્રભાવક નમુત્થણના રચયિતા ગણધર ગૌતમે “બોદિયાણ' એટલે બોધિ આપનારને નમસ્કાર હો એમ જણાવ્યું છે. આ નમુસ્કુર્ણમાં એકે એક શબ્દ ઘણું ગંભીર રહસ્ય ધરાવે છે. આપણે આગળ જોઈ ગયા તેમ અરિહંત ચેઈયાણ' સૂત્રમાં “બોરિલાભવત્તિયા' એ' પદની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે વિશાળતા એ કે જે ઠેઠ વીતરાગ બનવા સુધી ઉત્તરોત્તર ચઢિયાતા આંતરિક ધર્મ સ્પર્શવાની જરૂર છે તેની સ્પર્શના એ જ ધર્મપ્રાપ્તિ. આ માટેની પ્રક્રિયા કેવી છે તે જરા જોઇએ. અનંતો કાળ પુદ્ગલ પરાવર્તામાં વહી ગયો તેમાં અનંતા માનવ અવતાર પણ ધારણ કર્યા છે, હશે. જીવની અનંતાનુબંધી રાગદ્વેષની પકડ જબરી મજબૂત છે. શાસ્ત્ર કહે છે જીવનવગ્રેવેયક' નામના સ્વર્ગમાં અનંતીવાર જઈ આવ્યો. અભવ્યો પણ ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે. અહીં ઘણી ઊંચી કોટિનું શાતાદનીય પુણ્ય ભોગવ્યું. એ ઈન્દ્રિય-વિકારની અશાતા જાગવા જ ન દે ! વિષયવિકાર વિના કષાય કર્મો કરવાના ? અભવ્યો પુદ્ગલાનંદી, ભાવાભિનંદી હોઈ મોક્ષની રુચિ નહિ તેમજ તેના દ્વેષી હોવાથી મોક્ષ કેવી રીતે પામે ? ભવ્યોમાં બાહ્ય કોઈ કષાય દેખાય નહિ છતાં અંતરમાં કષાયની ચિકાશ ઊભી હતી. અનંતાનુબંધી રાગ-દ્વેષ કષાયોએ આત્માનો કબજો છોડ્યો નથી. સંસાર પ્રત્યે તેથી ધૃણા નહિ, પક્ષપાત ઊભો રાખ્યો તેથી અનંતકાળની રાગદ્વેષની પકડમાંથી છૂટવા ભગીરથ અપૂર્વકરણનો પુરુષાર્થ કરવો પડે. ભવ્યો તથા અભવ્યો અસંખ્યવાર યથાપ્રવૃત્તકરણ કરી ચૂક્યા પણ પાછા પડ્યા અને હતા ત્યાંના ત્યાં જ રહ્યા. કેમકે આ યથાપ્રવૃત્તકરણ નદીગોળપાષાણન્યાય જેવું હતું. ભવ્યો જ જ્યારે અહીંથી પાછા ન પડે ત્યારે જ શુદ્ધ યથાપ્રવૃત્તકરણ કે ચરમ યથાપ્રવૃત્તકરણ કરે અને ત્યારે જ રાગ-દ્વેષની ઘન, તીવ્ર, મજબૂત ગ્રંથિ ભેદે અને ગ્રંથિભેદ કરી અપૂર્વકરણ કરી શકે ત્યારે જ આગળના પંથે જઈ 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ બોધિયાણં ૧૬૫ શકે. અપૂર્વકરણ તે અપૂર્વ છે જે ક્યારેય હજી સુધી કર્યું નથી તેથી અપૂર્વ કહેવાય છે. પૂર્વ-પહેલા જેનું અસ્તિત્વ ન હતું એટલે અપૂર્વકરણનો પુરુષાર્થ થાય ત્યારે જ ગ્રંથિભેદ થઈ સમ્યગ્દર્શનનાં દર્શન થાય. સમ્યગ્દર્શન પ્રગટ થતાં પદ્માનુક્રમથી આસ્તિકય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ પ્રગટ થાય. ધ્યાનમાં રહે કે જ્યાં સુધી આત્મા પર બંધાયેલાં કર્મોની સ્થિતિ ક્રોડાક્રોડ સાગરોપમની હોય ત્યાં સુધી તો જીવ ગ્રંથિદેશથી દૂર જ હોય. તેમાંથી પલ્યોપમના અસંખ્યાતા ભાગ જેટલી થાય ત્યારે જ અંતઃક્રોડાક્રોડી સ્થિતિ થઈ. જ્યારે જીવની તથાવિધ પરિણતિ, પરિણામ જે કર્મનાં બંધન, સંક્રમણ, ઉદીરણા, ઉપશમના, ક્ષમણા કરે છે. તેથી એ ગ્રંથિનો ભેદ કરવા માટે અપૂર્વ વીર્યપરાક્રમ એટલે અપૂર્વક૨ણ ક૨વું પડે. આવું કરનારા જીવો ઘણાં ઓછા, મોટાભાગના તેથી પણ વધુ તીવ્ર રાગ-દ્વેષના પરિણામમાં ચઢી પાછા સુદૂર ચાલી જાય છે. હવે સમજી શક્યા હોઇએ કે મોક્ષ કેમ સો ગાઉ દૂરનો દૂર જ રહે છે. તેથી અંતઃક્રોડાક્રોડથી અંદર સંખ્યાતા પલ્યોપમ ઓછા થતાં તે જીવ હવે ગ્રંથિદેશે આવ્યો કહેવાય. અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરી માત્ર ભવ્યો જ તેવું કરે; અભવ્યો કદાપિ કરનારા નથી જ. અપૂર્વ વીર્યપરાક્રમ અર્થાત્ અપૂર્વકરણ જે પહેલાં ક્યારેય કર્યું નથી તે કરી લે પરંતુ તે પહેલાં જેનાથી અપૂર્વકરણ કરાય તે છેવટનું ચરણ યથાપ્રવૃત્તકરણ કરી છેલ્લે રાગ-દ્વેષનું પરિણામ લંઘી જાય અર્થાત્ મંદ બનાવી દે ત્યાં અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ કરી પ્રતિ અંતર્મુહૂર્ત પૂર્વબંધ કરતાં પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો ઓછો ઓછો થતો હવે અનિવૃત્તિકરણ કરાય છે. જે કર્યા પછી સમકિત મેળવ્યા વગર પીછેહઠ કરાતી જ નથી તે મેળવે જ છે. તે વગર અ–નિવૃત્ત એટલે અટકતો નથી. અહીં આવેલા પ્રત્યેક જીવો ઉત્તરોત્તર સમયે અનંતગુણ અનંતગુણ વિશુદ્ધિ વધારે છે અને દરેકને સમયે સમયે પૂર્વ પૂર્વ કરતાં સમાન એકસરખી અનંતગુણ વિશુદ્ધિ થતી જાય છે. હવે જ્યારે અનિવૃત્તિકરણનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શરૂ થાય છે-અંતરકરણ કરવાની ક્રિયા જે એક સ્થિતિબંધના કાળમાં સમાપ્ત થાય છે. અંતરકરણ એટલે મિથ્યાત્વ જે ભોગવાતું આવ્યું છે તેમાં આ ક્રિયા પછી આગળ અંતર્મુહૂર્ત કાળ તદ્દન મિથ્યાત્વના ઉદય વિનાનો છે. ત્યાં સ્થિતિ પાકે તેવું કોઈ મિથ્યાત્વ કર્મ પુદ્ગલ નહિ. સત્તામાં સિલકમાં પડેલાં છે. આ એક 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ ખાલી જગા છે. જેના બે ભાગ પૂર્વની સ્થિતિ અને પછીની, હવે કોઈ મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવાનું નથી કેમકે સ્થિતિ એના મિથ્યાત્વ કર્મના પુગલો અનિવૃત્તિકરણના અમુક ભાગે અતિવિશુદ્ધ અધ્યવસાયના બળે અંતરકરણની પૂર્વની અને પછીની સ્થિતિના કરી નાંખ્યા છે, જે અપવર્તના-ઉદ્વર્તનાથી પૂર્વોત્તર સ્થિતિવાળા બનાવી દીધાં છે. અહીં અંતરકરણકાળના બધાં મિથ્યાત્વ કર્મ-પુગલોને ખેંચી લીધા છે. આ સમગ્ર ક્રિયાને અંતરકરણ કહેવાય. અનિવૃત્તિકરણ પૂરું થતાં જ હવે કોઈ મિથ્યાત્વ કર્મપુદ્ગલ રહ્યું ન હોવાથી અંતરકરણ અથવા આંતરૂ (ખાલી જગા) શરૂ થાય છે. આમ અંતરકરણના પ્રથમ સમયે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. અહીં જ સિલકમાં રહેલા બધા જ મિથ્યાત્વકર્મપુદ્ગલોનું સંશોધન કરી ત્રણ પેજ બનાવે છે. અહીં જો ઉપશમ સમ્યકત્વનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ કરી શુદ્ધ પુંજ સમ્યગ્બોહનીય ઉદયમાં લાવે તો ક્ષયોપશમ સમ્યકત્વ પ્રગટ થાય. અર્ધ-શુદ્ધ મિશ્રમોહનીય ઉદયમાં લાવે તો મિશ્રભાવ અને અશુદ્ધ મિથ્યાત્વ મોહનીય ઉદયમાં લાવે તો મિથ્યાત્વ પ્રગટે. આ વાત માટે બે મત પ્રવર્તે છે. એક સૈદ્ધાત્તિક અને બીજો કાર્મગ્રંથિક. પહેલા મત પ્રમાણે કોઈ જીવ અધ્યવસાય વડે મિથ્યાત્વનો સર્વથા ઉપશમ કરે તે ઉપશમ સમ્યકત્વ પામવાનો. બીજો જે અધ્યયવ્યવસાયબબે મિથ્યાત્વનું સંશોધન કરી એના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એવા ત્રણ પુંજ કરે છે. શુદ્ધ કર્મયુગલના ઉદયથી ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. હવે અંતઃકોડાકોડી સ્થિતિના આંક પર પહોંચતાં તે આ સમકત્વ પ્રાપ્ત કરે છે. એમાંથી પણ પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ ભાવ પ્રાપ્ત થાય. એમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય. એમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશ્રમશ્રેણિ પ્રાપ્ત થાય, એમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય. આના જેવો કાર્મગ્રંથિક મત છે જેમાં યથાપ્રવૃત્તિકરણ શરૂ થતાં પહેલાં ‘પૂર્વ વિશુદ્ધિ'ની ભૂમિકા સર્જાય છે. જેમાં આત્મા પૂર્વ કષાયોના-રાગદ્વેષના સંકલેશમાં હતો તેમાં મંદતા થઈ, વિશુદ્ધિ સમયે સમયે અનંતગુણી થતી જાય છે. આ મતમાં જે ત્રણ પુંજ કરાય છે તે અનિવૃત્તિકરણમાં નહિ પણ અપૂર્વકરણમાં થાય છે. આ બંને મતો છે, તેમાં કેટલુંક સામ્ય અને કેટલુંક જુદાપણું સ્પષ્ટ તરી આવે છે. 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ બોધિદયાણ અભય-ચક્ષુ-માર્ગ-શરણથી બોધિ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે આત્માના ભાવનું આરોગ્ય છે. જે માટે લોકોત્તર ભાવો પ્રાપ્ત થવા જોઇએ અને પાપ વિકારો જેવાં કે વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ધર્મપથ્યની અરૂચિ, ક્રોધાદિ ખણજ શમાવાય એ બહુ જરૂરી છે. આનાથી આત્મામાં યોગ્યતા આવે છે. અભયાદિથી માંડીને ઉત્તરોત્તર કર્મક્ષયોપશમ વધતાં વધતાં એનો આસ્વાદ આવે છે. જ્યાં જ્યાં જૈન સ્તવનો, સ્તોત્રો, સ્તુતિઓ વગેરેમાં આરોગ્યની વાત કરી છે તે આરોગ્ય ભવ આરોગ્ય છે. જેનાથી જન્મ-મરણના ફેરા ટળી છેવટે સિદ્ધગતિ મળે. નવસ્મરણોમાંનું નવમું સ્મરણ જે બૃહચ્છાન્તિ સ્મરણ કહેવાય છે. ત્યાં પણ આમ લખ્યું છે “અહંદાદિ.ભાવાદારોગ્યશ્રીધૃતિમતિ” છે. બોધિલાભ એટલે જિનોક્ત ધર્મની પ્રાપ્તિ. જે શ્રુતધર્મ, ચારિત્રધર્મ, દાનશીલાદિ ધર્મ, ગૃહસ્થ- સાધુ ધર્મ, સાશ્રવતિરાશ્રવધર્મની પ્રાપ્તિ, જેમાં કોઈ પણ જાતના નિયાણાવાળી નહિ, પદગલિક આશંસા નહિ, કિંતુ માત્ર મોક્ષ માટે જ હોય જે પ્રશંસનીય-આદરણીય છે તેમાં સમ્યગ્દર્શનથી માંડી ઠેઠ વીતરાગ સુધીના પરાકાષ્ઠાના શુદ્ધ આંતર પરિણામરૂપ ધર્મ સુધીના ધર્મો આવે. આમ આ બોધિની પ્રાપ્તિ થવામાં આત્માનો ક્ષયોપશમ, પુરુષાર્થ, ભવિતવ્યતા, તથાભવ્યત્વ કાળાદિ કારણો હોવા છતાં પૂર્વ કહ્યા પ્રમાણે પ્રધાન કારણ અરિહંત ભગવાનનો પ્રભાવ, આલંબન અને એમના જ ધર્મશાસનના પ્રભાવે બોધિરત્ન પ્રાપ્ત થાય છે; તેથી ગણધર ગૌતમસ્વામી કહે છે કે ભગવાન બોધિદાતા છે. કોઇને એમ થાય કે તીર્થકર તો તરી ગયા છે. તેમને કશું કરવાનું કે લેવાનું નથી. તો એમને કેમ સંડોવાય છે? જેમ ચિંતામણિરત્ન, દક્ષિણાવર્ત શંખ, કામકુંભ કે કલ્પવૃક્ષ આમ તો જડ છે છતાં તે ઇચ્છિત વસ્તુનું દાન કરે છે તેમ મનાય છે. તેનો એવો પ્રભાવ છે કે તે આપે છે તેમ મનાતું આવ્યું છે જે એક પ્રકારની માન્યતા જ છે. અલબત્ત એમાં ગુરુ સંયોગ, જીવની તેવી યોગ્યતા, અન્ય અનુકુળ સંયોગ-પરિસ્થિતિ વગેરે કારણો પણ હેતુભૂત છે; પરંતુ એ બધાં કારણોમાં ભગવદનુગ્રહ એ પ્રધાન કારણ છે કેમકે એ મહાપ્રભાવશાળી છે, મહા સામર્થ્યશાળી છે તેથી પંચસૂત્રમાં કહ્યું છે કે અચિંત્યસત્તિજડત્તા હિ તે મહાણુભાવા.” પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો તથા ચોથે બિરાજેલા શ્રાવક-શ્રાવિકાઓ ચૈત્યવંદન તથા અન્ય અનુષ્ઠાનોમાં “અરિહંત 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ચેઈયા' બોલતા હોય છે. તેમાં પણ શ્રદ્ધાપૂર્વક, મેઘાપૂર્વક, ધૃતિપૂર્વક, ધારણાપૂર્વક, અનુપ્રેક્ષાપૂર્વક જે સતત વર્ધમાન છે તેનાથી પણ ભગવાનના વિંદનના, પૂજાના, સત્કાર માટે, સન્માન માટે, બોધિલાબ મેળવવા માટે કાયોત્સર્ગ કરતા હોય છે. અહીં પણ બોધિલાભવત્તિયા એ એટલે કે બોધિ લાભ મેળવવા માટે; પણ આ બોધિ તે ધર્મ પ્રાપ્ત કરવા માટે સમતા એટલે સમકિત પ્રાપ્ત કરવાના શુભ ભાવથી આ સૂત્રમાં પણ બોધિલાભનો પ્રયોગ કરાયો છે. જે બતાવે છે કે કોઈ પણ અનુષ્ઠાનાદિમાં જે મેળવવાનું છે તે સાચો ધર્મ એટલે કે સમકિત છે. એની કિંમત અગ્રસ્થાને મૂકેલા એકડા જેવી અને જેટલી છે. ટૂંકાણમાં બોધિલાભ એટલે જિનેશ્વરદેવે ફરમાવેલા, પ્રતિપાદિત કરેલા ધર્મની પ્રાપ્તિ માટે વંદનાદિ કરવાના છે જેના લાંબા ગાળે કે ઝટ મળનારા ફળ તે નિરુવસગ્ગવત્તિયાએ છે જેનો અર્થ છે નિરુપસર્ગ પ્રત્યયે યાને નિરુપસર્ગ નિમિત્તે. નિરુપસર્ગ એટલે મોક્ષ, જ્યાં કોઈ જન્મ, મરણ, કર્માદિ ઉપસર્ગ, ઉપદ્રવ નથી. આ લેખ લખવામાં જે મહાન વ્યક્તિઓ-વિભૂતિઓનાં લખાણનો મેં લાભ લીધો છે તેમનો હું ખાસ ત્રણી છું. તેઓ છે શ્રી સિદ્ધર્ષિ જેઓ ૨૧ વખતના આંટાફેરા પછી યાકિનીમહત્તરાસૂનુના સૂચનથી, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જેઓએ લખેલા લલિતવિસ્તરા ગ્રંથનું અવલોકન કરવાથી માર્ગસ્થ થયા. આ લલિતવિસ્તરા” ગ્રંથના વિવેચનાના વર્તમાનકાળના વિવેચક શ્રી ભાનુવિજયજી ગણિ હતા. તેઓ સિદ્ધાન્ત મહોદધિ સુવિદિત શ્રમણગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમર્થ શિષ્ય હતા. તેઓ વર્ધમાન તપોનિધિ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓના પરમ તેજનું અને લલિતવિસ્તરા ગ્રંથ પરની શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીની ટીકાનું અધ્યયન કરી જે કંઈ લખું છું તે માટે તેઓનો અત્યંત ઋણી તથા આભારી છું. આ ગ્રંથોનો અભ્યાસુ વર્ગ જે બહુ અલ્પસંખ્યક હોય છે. તેઓનો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય તે કંઈ આશ્ચર્યકારી ન જ હોય ને ? સમકિત મેળવવાનું સુંદર ભાથું અત્રે ઉપલબ્ધ છે. આવા સુંદર તત્ત્વજ્ઞાનની જેમાં સરળ શૈલીમાં ચર્ચા-વિચારણા, વિવેચનાદિ ઉપલબ્ધ છે તે લેખકોનાં જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમનો જ પ્રભાવ છે. આવાં સુંદર તત્વજ્ઞાનપ્રેરક ગ્રંથોનો સારાંશ આમ છે કે ઉત્તમ પુરુષો ધર્મને માત્ર સંકટ સમયે જ યાદ ન કરતાં સદાકાળ માટે 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ બોધિદયાણ ધર્મમય જીવન જીવતાં હોય છે. યથાપ્રવૃત્તકરણ કરી ૭૦ ક્રોડાકોડમાંથી ૬૯ તો સહેલાઈથી અનેકવાર વગર પુરુષાર્થે ખપે, પરંતુ બાકીના જે ન ખપે તે માટે મોટો વિપુલ, પ્રખર પુરુષાર્થ કરવો પડે, ઉગ્ર તપશ્ચર્યા કરવી રહી, ઉગ્ર ઉપસર્ગો સહન કરવા પડે. આથી છેવટનું શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ થતાં શુભ અધ્યવસાય આવે, સત્સંગ થાય, સદ્ગુરુની વાણી સાંભળે, અંતરાત્માની નિર્મળતા થાય. આવો નિર્મળતા પામેલો આત્મા શુભ ભાવથી કોઈક આત્મા અતિ દારૂણ એવી ગ્રંથિ અપૂર્વકરણરૂપી વજથી કઠણ ગાંઠ તોડી દર્શન પામે છે. આ અપૂર્વકરણરૂપી હથિયાર કોઈ ન આપી શકે, તેમાં કોઈ નિમિત્ત થઈ શકે, પુરુષાર્થ જગાડવો પડે, વર્ષોની સાધના જોઇએ, ત્યારે જ અપૂર્વકરણના પરિણામ જાગે છે. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થયા પછી દર્શન થતાં આત્માનું સ્વરૂપ બદલાઈ જાય છે. અંતરની પરિણતિ બદલાતાં યથાર્થદર્શન થતાં વસ્તુનું યથાર્થદર્શન થાય છે એવું શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિ કહે છે તે અમારા ક્ષયોપશમ પ્રમાણે રજુ કરીએ છીએ. ભાવ પ્રગટ કરીએ છીએ, તેઓએ ફરમાવ્યું છે કે - સતિ ચાસ્મિન્નસો ધન્યઃ સમ્યગ્દર્શનસંયુતઃ તેવો જીવ ભવસાગરમાં રમતો નથી. દર્શન પામ્યાનું લક્ષણ છેઃ “તત્ત્વશ્રદ્ધાનું પૂતાત્મા રમતે ન ભવોદધી'. દર્શનથી મિથ્યાત્વમાંથી મુક્તિ થાય છે, મિખ્યાત્વથી છૂટે છે, દર્શન થતાં એટલે કે સમ્યગદર્શન થયું તેનાથી મોક્ષનું બીજ પડ્યું જે વૃક્ષ રૂપે મોક્ષ પ્રગટશે, વર્તમાનમાં મોક્ષની ભૂમિકા તો તૈયાર થઈ શકે ને ? જેટલાં બંધન છૂટે તેટલો મોક્ષ. મિથ્યાત્વ જાય, સમકિત આવે ત્યારે આ કાળનો મોટો મોક્ષ જ છે; કેમકે જેમણે મિથ્યાત્વરૂપી ઝેર વમી દીધું તેથી ભવાંતરમાં ભટકવાનું, રખડવાનું, ન હોય. આથી જ અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ આ અસાર સંસારમાં બોધિ એટલે કે સમ્યગ્દર્શનને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. એ પ્રકારની મહત્તા સાથેની દુર્લભતા આ સંસારમાં જીવ માટે બીજી કોઈ વસ્તુની હોય એવું માનવામાં આવ્યું નથી. વળી અરિહંત થનારા આત્માઓ જે પ્રથમ સમ્યગ્દર્શન પામે તે અન્ય આત્માઓના સમગ્ગદર્શન કરતાં ઉચ્ચ કોટિનું હોય છે. માટે તેમના તે પ્રથમ સમગ્ગદર્શનને “વરબોધિ' કહે છે. 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી આત્મા અને મોક્ષ વિષે વિવિધ દૃષ્ટિકોણથી તથા વિવિધ નયોથી વિગતવાર ચર્ચા-વિચારણા જૈનદર્શનમાં કરાઈ છે. તેને ધ્યાનમાં રાખી આત્મા વિષે કંઈક લખવા મન પ્રેરાયું છે. પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીએ અધ્યાત્મસારની લગભગ ૭૫૬ થી ૮૭૩ ગાથામાં વ્યવહાર તથા નિશ્ચય દૃષ્ટિકોણથી જુદા જુદા નયોનો સમન્વય કરી આત્મા વિષે સુંદર તથા વિગતવાર રજુઆત કરી છે. (ડૉ. રમણલાલ ચી. શાહે અધ્યાત્મસાર ભાગ ૩માં પૃષ્ઠ ૬૩ થી ૧૬૩માં મૂળ શ્લોકો, તેનો અનુવાદ તથા વિસ્તૃત વિવરણ કરીને એક નવો જ પ્રબંધ કે પ્રકરણ ગ્રંથ આપણને આપ્યો છે. તેમાં રજૂ કરેલા વિચારોનો આધાર લઈ કંઈક રજુઆત કરું છું જે માટે તેમનો ઋણી છું). પ્રસ્તુત પ્રબંધમાં “આત્મનિશ્ચય અધિકાર'માં શ્લોક ૭૮ થી ૧૯૬ સુધીમાં નયોને અનુલક્ષી વિવરણ તથા ચર્ચા કરવામાં આવી છે. પ્રત્યેક વસ્તુ અનેકધર્મી છે. તેમાંથી નિશ્ચિત કરેલા અંશ કે અંશોને ગ્રહણ કરી બાકીના પ્રત્યે ઉદાસીન રહે તે નય કહેવાય; પરંતુ જો બાકીનાનો નિષેધ કરે તો તેને નયાભાસ કહે છે. નય એટલે વસ્તુનું પ્રતિપાદન કરવાનો એક દૃષ્ટિકોણ કે અપેક્ષા. નયોના મુખ્ય બે પ્રકારો છે જેવા કે નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક નય કે પર્યાયાર્થિક નય. આ નયોના શુદ્ધ અને અશુદ્ધ એવા પ્રકારો પણ છે. તેમાં મુખ્ય સાત નય છે, જેવાં કે નેગમનય, સંગ્રહનય, વ્યવહારનય, જુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય. આમાં પ્રથમ ત્રણ દ્રવ્યાર્થિક નય છે અને પછીના ચાર પર્યાયાર્થિક નય છે. જટિલ એવા નયોની સમજ અધ્યાત્મશાસ્ત્રમાં આવશ્યક અને ઉપયોગી છે. હવે નયો દ્વારા આત્માની સમજણ મેળવીએ. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે. જ્યારે અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા કર્મે કરેલાં સુખદુઃખનો ભોકતા છે. શુદ્ધ નયથી આત્મા વિભુ હોઈ શુદ્ધ ભાવોનો કર્તા છે, શુદ્ધ ક્ષણોની વૃત્તિના આશ્રય થકી કર્તા બને છે. આત્મા શુદ્ધ પર્યાયરૂપ છે, શુદ્ધ સ્વભાવનો કર્તા પણ છે. સંગ્રહનય પ્રમાણે ભાવોનો સદા અન્વય હોવાથી આત્માનું કર્તુત્વ નહીં, સાક્ષીપણાનો આશ્રય કરનાર આત્મા કેવળ કૂટસ્થ રહે છે. 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી આ પ્રમાણે સાતે નયોની વિશદ ચર્ચા ડૉ. રમણભાઇએ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત અધ્યાત્મસારનાં ત્રીજા ભાગમાં જે ક૨ી છે તે નયોમાં જેમની ચાંચ ડૂબી છે તેમના માટે તો આસ્વાદ્ય વિગતો છે; પરંતુ નયોનો જેમણે બિલકુલ અભ્યાસ કર્યો નથી હોતો, જેમણે નયાવતારમાં ડૂબકી જ મારી નથી તેમને માટે આ વિશદ ચર્ચા પણ શિરોવેદના કરનારી, નીરસ, કંટાળાભરેલી લાગે તેમ છે. આત્મા કર્મોથી અબદ્ધ છે, એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જીવને ભ્રમ રહે છે કે આત્માને કર્મબંધ હોય છે! તે માટે શાસ્ત્રના વચનો વારંવાર સાંભળવા, વારંવાર તેનું મનન, ચિંતન અને સ્મરણ કરવું જોઇએ. આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરવાથી આત્માના અબદ્ધ સ્વરૂપનું વેદન થાય છે. જ્યારે મિથ્યા મંદબુદ્ધિનું નિવારણ થાય ત્યારે આત્મા વિભાવ દશામાંથી મુક્ત થઈ બંધરહિત પ્રકાશે છે. ૧૭૧ કર્મદ્રવ્યોનો ક્ષય તે દ્રવ્યમોક્ષ છે જે આત્માનું લક્ષણ નથી. દ્રવ્યમોક્ષના કારણરૂપ રત્નત્રયીથી યુક્ત આત્મા તે ભાવમોક્ષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે આત્મધ્ય સધાય ત્યારે જાણે કર્મો કુપિત થયાં હોય તેમ તત્કાળ જુદાં પડી જાય છે. તેથી રત્નત્રયીરૂપી ભાવલિંગ જ મોક્ષનું કારણ છે. આ બંને લિંગોમાં દ્રવ્યલિંગ અંતિમ કોટિનું થઈ ન શકે જ્યારે ભાવલિંગ રત્નત્રયીની પૂર્ણતા સુધી, કેવળજ્ઞાન અને સિદ્ધગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે રત્નત્રયીરૂપે આત્માના ગુણો આવિર્ભાવથી ભાવલિંગની મોક્ષપ્રાપ્તિમાં અનિવાર્યતા છે. તેથી વ્યક્તિ દિગંબર હોય, શ્વેતાંબર હોય કે અન્યધર્મી હોય, પણ જો તેનામાં ભાવલિંગ હોય તો તેનાથી જ મુક્તિ છે, તેના અભાવમાં મોક્ષપ્રાપ્તિ નથી. નયોની વિસ્તૃત શાસ્ત્રીય માહિતી માટે ‘સન્મતિ-તર્ક સુપ્રસિદ્ધ છે. સમર્થ તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાની એ તર્કશુદ્ધ મહાભવ્ય કૃતિ છે. તેમાં નિશ્ચય નય અને વ્યવહાર નયના વિસ્તૃત સ્પષ્ટ અને યુક્તિસિદ્ધ નિરૂપણો કરી વસ્તુદર્શનમાં વિવિધ દૈષ્ટિબિંદુઓ તેમણે રજુ કર્યા છે. વસ્તુ જોવાના જેટલાં દૃષ્ટિબિંદુઓ હોય તેટલા નય કહેવાય. જૈનદર્શન જેવી આ વિશેની ચર્ચા છે તેવી અન્ય દર્શનોમાં અપ્રાપ્ય છે. જૈનદર્શન દૃષ્ટિઓનો જુદી જુદી રીતે વિભાગ કરી બતાવે છે. જેમકે હજાર વિભાગ કરી સહસ્રાર નયચક્ર, સો વિભાગ કરી 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ શતારનયચક્ર, બાર વિભાગ કરી દ્વાદશા૨ નયચક્ર, સાત વિભાગ કરી સપ્તનય ઇત્યાદિ. નયયુગલો જેવાં કે શબ્દનય-અર્થનય, દ્રવ્યનય-પર્યાયનય, દ્રવ્યાર્થિકનય–પર્યાયર્થિકનય, નિશ્ચયનય-વ્યવહારનય, જ્ઞાનનય–ક્રિયાનય એવા દૃષ્ટિ વિભાગો અન્યત્ર દુર્લભ છે. અત્ર નિશ્ચયનય વસ્તુમાં આંતરિક અને અંતિમ સ્વરૂપને વસ્તુસ્વરૂપ તરીકે સ્વીકારે છે, ત્યારે વ્યવહારનય વસ્તુના બાહ્ય સ્વરૂપને, વ્યવહારમાં આવતા સ્વરૂપને સ્વીકારે છે. દા. ત. મિથ્યાત્વનો અસંગ, પરમાર્થ સંસ્તવ (પરિચય) વગેરે બાહ્ય વ્યવહારમાં સમ્યગ્દર્શન હોવાનું આ નયને સંમત છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે, જ્યારે નિશ્ચયનય પ્રમાણે અમલમાં ઉતારેલી તત્ત્વશ્રદ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય. અર્થાત્ ૭મે ગુણસ્થાનકે અપ્રમત્ત સંયમની અવસ્થાએ સમ્યગ્દર્શન હોય તે પૂર્વેની અવસ્થાઓમાં આ નિશ્ચયનય પ્રમાણે સમ્યગ્દર્શન હોઇ શકે જ નહીં. ૧૭૨ આગળ વધીએ તે પહેલાં ‘પરમતેજ’-યાને લલિતવિસ્તરા-વિવેચન (લેખક આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) નામના ગ્રંથમાં આમ લખ્યું છે. દેશના દેનાર જ્યારે એમ કહે છે કે ‘જેમ ધર્મની પ્રવૃત્તિ મુદ્દલ ન કરો, તેમ યથાસ્થિત ન કરતાં ગમે તે રીતે કરો તો પણ તેની કશી કિંમત નથી, કશો લાભ નથી. ત્યારે અનધિકારી જીવને એવાં વચન સાંભળીને સ્વકીય, ધર્મક્રિયાનું પોતાની બુદ્ધિથી સંભવિત ફલ નહીં ઉપજવાની ગભરામણ થાય છે ! અર્થાત્ એને એમ થાય છે કે અરે ! આ તો શું હું ભૂલો પડ્યો ! આ ધર્મની મહેનત હું નકામી જ કરું છું; કેમકે આ દેશનાકારના કહેવા અનુસાર યથાસ્થિત તો કરી શકતો નથી, તો પછી એનું ધા૨વા મુજબ ફળ નહીં મળે. તો શા સારું આ મજૂરી કરું ? આ સુકૃત પર ધર્મબુદ્ધિથી મમત્વ જ શા સારું કરું ? આમ લાભનો અભાવ જાણીને એ દીન, શક્તિહીન બને છે. એકાન્તે માત્ર નિશ્ચયનયમાં જ માનનારાઓનાં પ્રતિપાદનોએ આ ભયંકરતા સર્જી છે. એ ઉપદેશ અજ્ઞાન અને વિષયાંધને રળિયામણો લાગે; એમ થાય કે અહો, ખરું તો તત્ત્વ આજે કેટલા કાળે આમણે સમજાવ્યું ! સાચો આત્મધર્મ બતાવ્યો ! પછી આજ સુધી જે થોડુંઘણું સુકૃત એ કર્યા કરતો હતો, તે કરવાની શક્તિ હવે એનામાંથી મૂળમાંથી જ નાશ પામે છે ! એટલે ચાલુ સુકૃત મૂકી દે, અગર નવાં સુકૃતનો ઉત્સાહ મરી જાય એટલું જ નહીં, પરંતુ મૂળમાંથી સુકૃત કરવાની શક્તિ 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ બહિરાત્માથી પરમાત્મા સુધી ખલાસ થઈ જાય છે ! પહેલાં તો કદાચ એ માનતો હોય છે કે-ભલે આપણે મહાત્માઓ જેવું ઊંચું સુકૃત નથી કરી શકતાં, છતાં જે સુકૃત કરીએ છીએ એ સાંસારિક પાપકૃત્યો કરતાં તો સારું જ છે. તેથી કંઈક લાભ થશે; પરંતુ હવે તો ઐકાન્તિક દેશના સાંભળવાથી એમ લાગે છે કે–અમારાં આ મનમાન્યાં સુકૃતની પાપકૃત્યો કરતાં કોઈ વિશેષતા નથી, લાભકારીતા નથી. ઊભું મિથ્યાત્વ લાગે છે, માટે હવે વ્યર્થ શા સારું આમાં કૂચે મરવું ? એમ એનામાં સુકૃતનું મહત્વ જ ઊડી જાય છે ! મૂળ સુકૃતશક્તિ જ નષ્ટ થઈ જાય છે. આવાં મહાનુભાવોએ એકાન્ત નિશ્ચયનયથી પ્રતિપાદિત કરેલા તત્ત્વજ્ઞાનથી તેના અનુયાયીઓએ સુકૃતનો તો છેદ જ ઉડાવી દીધો, એટલું જ નહીં પરંતુ તેઓ માને છે કે દુષ્કતની અસર પણ આત્મા પર થતી નથી કેમકે બંને પ્રકારના કર્મો જડ છે. તેથી તેમની આત્મા પર કશી અસર જ ન થાય તો ગભરામણ શેની ? શા માટે ? ભવ્ય જીવમાં મોક્ષની યોગ્યતા છે, અપ્રગટ મોક્ષની સત્તા છે. આ વાત નિશ્ચય દૃષ્ટિએ છે. વ્યવહાર દૃષ્ટિએ અત્યારે મોક્ષ નહીં, પણ સંસારઅવસ્થા છે. વસ્તુના મૂળ સ્વરૂપની દૃષ્ટિ તે નિશ્ચય અને બાહ્ય સ્વરૂપની દૃષ્ટિ તે વ્યવહાર. નિશ્ચયની જેમ વ્યવહાર પણ પ્રામાણિક છે; માટે તો આત્માનું વર્તમાન સાંસારિક બાહ્ય સ્વરૂપ ટાળવા અને મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો રહે છે; નહિંતર જો વ્યવહાર અસત્ હોય તો પ્રયત્ન શા માટે જોઇએ ? નિશ્ચયથી મૂળ સ્વરૂપ તો સહીસલામત જ છે ! શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે અશુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા ભાવકર્મનો કર્તા છે, ભોકતા છે તથા ભાવકર્મથી બંધાય છે અને ભાવકર્મથી મુક્ત થાય છે. શુદ્ધનયથી આત્મા કર્મનો કર્તા નથી, ભોકતા પણ નથી, કર્મથી બંધાતો નથી, કર્મથી મુક્ત પણ થતો નથી. સારાંશરૂપે કહેવું હોય તો અશુદ્ધ નિશ્ચયનયથી આત્માની બદ્ધ મુક્ત સ્થિતિ છે એટલે કર્મથી બંધાય છે, કર્મથી મુક્ત પણ થાય. પરંતુ નિશ્ચયનયથી જો કર્મથી બંધાતો નથી તો કર્મથી મુક્ત થવાથી વાત જ રહેતી નથી. હવે વ્યવહારનયની દૃષ્ટિએ આત્માને અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ તત્ત્વો સાથે સંબંધ છે. તેવી જ રીતે જીવ દ્રવ્યને પુદ્ગલાસ્તિકાદિ પાંચ દ્રવ્યો સાથે સંબંધ છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનથી જોઇએ તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તેમ જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આત્મા કર્મનો કર્તા પણ નથી, અને કર્મનો ભોક્તા પણ નથી. વ્યવહારનય અને નિશ્વનયથી એમ ઊભયનયથી આત્મદશાનો નિર્ણય કરવો તે ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે જીવને અજરામર એવા મોક્ષ સુધી ગતિ કરાવનાર હોવાથી તથા સર્વ કર્મરૂપી રોગથી મુક્ત કરાવનાર હોવાથી ૫૨મ અમૃતરૂપ છે. આ તત્ત્વબોધ રૂપી અને તત્ત્વસંવેદનરૂપી પરમ જ્ઞાન છે જે અયોગી અવસ્થા સુધી લઈ જઈ મોક્ષગતિ સાથે જોડી આપનાર પરમ યોગ છે. જૈન ધર્મના પુષ્પગુચ્છ શુદ્ધ આત્મદ્રવ્યની સમજણ અત્યંત ગુહ્ય છે. એનો અનુભવ તેથી પણ વધારે ગુહ્ય છે. તેથી આ તત્ત્વજ્ઞાન સામાન્ય માણસથી ગુપ્ત રાખવા જેવું છે, કારણ કે આ સૂક્ષ્મ તત્ત્વની વિચારણા સૂક્ષ્મ નયાશ્રિત છે; કારણ કે વ્યવહારનય, અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનયાદિને ધ્યાનમાં રાખી તેવી અપેક્ષા સહ આત્મતત્ત્વ સમજવાનું છે. કારણ કે વ્યવહારનયમાં વાસ્તવિકતાનો વિચાર છે, જ્યારે નિશ્ચયનયમાં આદર્શનો વિચાર છે. જૈનદર્શન એક અજોડ દર્શન છે. તેમાં નવતત્ત્વ, પંચાસ્તિકાય, કાળ, પુદ્ગલપરાવર્તકાળ, ચ૨માવર્ત, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, તપ, સંયમ, ચારે પુરુષાર્થો અને તેમાં પણ જીવ કે આત્મા વિષયક મોક્ષ સુધીની ચર્ચા અજોડ, અદ્વિતીય છે જે બીજે ક્યાંય પણ ઉપલબ્ધ થાય તેમ નથી. આત્મા અને તેને મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય તે પર નજર ફેરવી લઈએ. આત્માની ત્રણ દશા બતાવી છે કે જેવી કે બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા. એ એક એકથી ચડિયાતી દશાઓ છે. એ દ્વારા જ સંસારી આત્મા પામરાત્માની દશામાંથી ઉત્ક્રાન્તિ કરી ઠેઠ વિકસિત છેલ્લી દશા પરમાત્મદશા સુધી પહોંચી શકે છે. આ દર્શનમાં વિકાસ સાધતો પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે. અનંત આત્માઓ સિદ્ધ થઈ પરમાત્મા થયા છે અને થઈ શકે છે. કેવી રીતે જીવાત્મા પરમાત્મા થઈ શકે તે માટે એક દૃષ્ટાંત જોઇએ. મોક્ષરૂપ કાર્યમાં પરિણમવા માટે એક માત્ર ધર્મ જ ઉપયોગી છે, અર્થ અને કામ નહિ. આ બંને અસત્ પુરુષાર્થ છે. જ્યારે ધર્મ-મોક્ષ બંને પુરુષાર્થ સત્પુરુષાર્થ છે. ધર્મ-પુરુષાર્થ એક જાતનું વૃક્ષ છે. એ બીજ અવસ્થાથી માંડી ફળ અવસ્થા પર્યંત વિકસે છે. જે માટે સહકારી કારણો જરૂરી છે. પુરુષાર્થથી ધર્મની બીજ અવસ્થાથી માંડી ફળ અવસ્થા સુધી વિકસે છે. આવું પ્રગટાવવા માટે સહકારી કારણો અને સાધનોની જરૂર છે. ધર્મપુરુષાર્થથી ધર્મની બીજી અવસ્થા, ધર્મ-ચિંતા, 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી ૧૭૫ ધર્મશ્રવણાદિથી ધર્મની અંકુર અવસ્થા નિષ્પન્ન થાય. બીજાદિ અવસ્થાઓ જુદા જુદા જીવોને એક જ સમય-સામગ્રીથી નહિ પણ જુદા જુદા સમયે, જુદા જુદા ક્ષેત્રે, જુદા જુદા ગુરુ વગેરેથી તે પ્રગટે છે. આલંબનો જેવાં કે કોઈ ગુરુ, કોઈ પ્રતિમા, કોઈ શાસ્ત્ર, કોઈ પ્રસંગાદિથી તે પ્રગટે છે. આમ જુદા જુદા જીવોને જુદી જુદી સામગ્રીથી તે પ્રગટે છે. એ માટે જીવની વિશિષ્ટ યોગ્યતા જરૂરી છે. તેથી અભવ્ય પાછળ કોઈ તૂટી જાય તો પણ તેનામાં ભવ્ય સ્વભાવ પેદા ન કરી શકાય. મહામૂલી ભવ્યત્વ સ્વભાવની ટિકિટ ભવ્ય ને વગર મહેનતે જો મળી છે, છતાં પણ ભવ્યત્વને પકાવનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ કેમ લીન ન બની શકાય ? ભવિતવ્યતા (ભવ્યત્વ) એટલે નિયતિ, જ્યાં બીજા કારણો દર્શાવી શકાતા નથી અને ચોક્કસ પ્રકારની સ્થિતિ બને ત્યાં તે મુખ્ય ભાગ ભજવે છે. જેમકે સમરાદિત્યની કથામાં ગુણસેનને અગ્નિશર્માનું પારણું કરાવવાની ધગશ થાય પણ પારણાના દિવસે જ વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં; અત્રે ભવિતવ્યતાને જ કારણ કહી શકાય. ભગવાને ગોશાલાને તે જોવેશ્યાની વિધિ બતાવી, પરંતુ તેણે તેનો પ્રયોગ ભગવાન મહાવીર પર જ ને ? શું મહાવીર તેવું જાણતા ન હતા ? ચમરબંધીની મહાયોજનાઓ સફળતાની ઠેઠ નજીક પહોંચે છતાં તે નિષ્ફળતા પામે. રામ-સીતા, નળ-દમયંતીને વનવાસ સહેવા પડ્યા, જગત-દયાળુ મહાવીરના કાનમાં ખીલા ઠોકાય. અનુત્તરવાસી દેવ જેવા મહાતત્ત્વચિંતક, અવધિજ્ઞાનીને મનુષ્યપણું ન હોવાથી, અનુકૂળ કર્મના અભાવે દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર ગુણસ્થાનક નથી મળતું. પાંચમા આરાના મનુષ્યોને પ્રથમ સંઘયણને અનુકૂળ કર્મ નહિ તેથી સાતમા ગુણસ્થાનકથી ઉપર જઈ શકાતું નથી. પચકારણવાદમાં ૧. કાળ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. ભાગ્ય, ૫. પુરુષાર્થ ગણાવાય છે. કાર્ય થવામાં યોગ્ય કાળ, વસ્તુનો સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યમ મહત્ત્વનો ભાગ ભજવે છે. અનાદિ કાળના સૂક્ષ્મ નિગોદ સાધારણ વનસ્પતિકાયના નિવાસ પછી બાદર નિગોદ, પૃથ્વીકાયાદિ સ્થાવરકાય, બેઇન્દ્રિયાદિ મેળવ્યા પછી કેટલા સમય બાદ મનુષ્યપણું પામે, સામગ્રી પણ મેળવે છતાં તત્ત્વજ્ઞાન કેમ નથી થતું ? ચરમાવર્તમાં આવ્યા પછી જ જે ત્યાજ્ય પદાર્થો ઉપાદેય તરીકે અને ઉપાદેયને ત્યાજ્ય તરીકે જોતો હતો તે ચરમાવર્તકાળમાં જ રુચે છે. અપુનબંધક આત્મા શરમાવર્તમાં પ્રવેશી માર્ગાનુસારી, માર્ગાભિમુખ, 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ માર્ગપતિત કક્ષામાં આવી માર્ગપ્રવેશ પામતાં તત્ત્વની જિજ્ઞાસા જગાડી ગ્રંથિભેદ કરી તત્ત્વશ્રદ્ધારૂપી સમ્યગ્દર્શન પામે છે. ચરમાવર્તમાં આવેલો જીવ અચરમાવર્તમાં જતો નથી. અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી તે ભટકતો હતો તે હવે જો સમકિતી બને તો અર્ધપુદ્ગલાવર્તથી અસંખ્યાતા પલ્યોપમ ઓછા સમયમાં મોક્ષ પામી જશે. અપુનબંધકદશા ચરમાવર્તકાળમાં જ થાય છે. ચરમાવર્ત એટલે મોક્ષ જવાનો છેલ્લો પુગલ પરાવર્તકાળ. તેથી વધુ કાળ અચરામાવર્ત ગણાય. ત્યાં ગમે તેટલો ધર્મસંયોગ મળે છતાં એનામાં લેશ માત્ર ભવભીતિ કે મોક્ષરુચિ જ થતી નથી. તે માટે તેનામાં સરાસર અયોગ્યતા છે. પુરુષાર્થ નામનું પાંચમું કારણ કાર્યોત્પત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીન, હળ, બીજ, વરસાદ બધું હોય પણ ખેડૂતનો પુરુષાર્થ જરૂરી છે. પાણી, માટી, ચાકડો હોવા છતાં કુંભારના પુરુષાર્થ વિના ઘડો ક્યાં બને છે ? ઉદ્યમ વિના ભોજન ભેગા થવાય ? એમ ભવિતવ્યતાએ જીવને વ્યવહાર રાશિમાં લાવી મૂક્યો. સ્વભાવ અને કાળે ઠેઠ ચરમાવર્તકાળમાં મૂક્યો. પુણ્ય કર્મે માનવ ભવ મળ્યો, આર્યકુળ, દેવ-ગુરુ-ધર્મસ્થાનનો સંયોગ મળ્યો. પરંતુ હવે ધર્મની ગરજ, શુભભાવના, તત્ત્વરુચિ, આચારપાલન, વ્રતસ્વીકારાદિના પુરુષાર્થ વગર ઉન્નતિ ક્યાંથી ? મુસાફરને દિલ્હીની ટ્રેઇને અમદાવાદ સુધી લાવીને મૂક્યો. પરંતુ ત્યાં માણેકચોક કેવી રીતે જાય ? હવે પગે કે વાહનથી પહોંચવું જોઇએ. તેવી રીતે ચરમાવર્તમાં પુણ્ય કર્મ એકેન્દ્રિયપણામાંથી ઠેઠ ઉત્તમ માનવભવ, ધર્મસામગ્રીના સ્ટેશને લાવી મૂક્યો. છતાં હવે શું કરું ? પુણ્યોદય નથી, તો ધર્મ શી રીતે કરી શકું? આવો વિચાર એ મૂર્ખતા જ છે ને ? ધર્મ હવે પુરુષાર્થથી સાધવાનો. ભવ્ય તથા અભવ્યો બંને ચરમાવર્તકાળ સુધી પહોંચે, પરંતુ અભવ્યો પુલાનંદી કે ભવાભિનંદી હોઈ સ્વર્ગાદિ કામના સેવનારા તથા મોક્ષરુચિ ન હોવાથી તથા તે મોક્ષદ્વેષી હોઈ, મોક્ષે જઈ શકે જ નહિ. વિચિત્ર વાત તો એ છે કે ખુદ ભગવાનના સમવસરણમાં જઇને પોતે તો ઢોર-ઢાંકર હોય, તપશ્ચર્યાદિ મોઢામાં આંગળી નાંખીએ એવી કરે, નવગ્રેવેયક સુધી પહોંચી જાય પરંતુ દેશનાથી સંબોધી ન પામે; છતાં પણ પોતે એવો ઉપદેશ દે કે તીર્થંકરના બુઝેલા સંખ્યાતા જ્યારે તેના બુઝેલા અસંખ્યાતા ! નવાઈ લાગે છે ને ? જેવી રીતે અભવ્યો કદાપિ મોલે ન જાય તેમ એવાં અસંખ્ય ભવ્યો છે જેમને સામગ્રી જ મળવાની નથી. તેઓ પણ તેના અભાવમાં મોક્ષે જઈ શકે નહિ. જેવી રીતે પવિત્ર વિધવા 2010_03 Page #186 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી ૧૭૭ સ્ત્રી સંતાનોત્પત્તિ કરવા સક્ષમ હોવા છતાં તે માટેની જરૂરી પુરુષ સમાગમની સામગ્રી ન મેળવવાથી સંતાન સુખ વગરની રહે. વળી ચરમાવર્તકાળ પામેલા જીવોમાં જેઓ ભવ્ય છે પણ સંસારકાળ અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક હોય ત્યાં સુધી તેઓ મોક્ષ પામે નહિ. ચરમાવર્તકાળ પામેલા ભવ્ય જીવો અપુનબંધક અવસ્થામાં આવેલા છે તેઓ જ ધર્મોપદેશને યોગ્ય છે. મિથ્યાષ્ટિ તેમ જ સમ્યગુદષ્ટિ બંને ચરમાવર્ત સુધી પહોંચી શકે, પરંતુ સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે પામ્યા વગર ભવ્યો પણ સિદ્ધિપદ પામી શકતા નથી. મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે “મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રદ્ધાદિ અને તેમાં પણ ધર્મશ્રદ્ધા વિશેષ સુદુમ્રાપ્ય છે. ધર્મશ્રવણ તો અભવ્યો તેમ જ દુર્ભવ્યો પણ પામે છે. પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો ફક્ત ભવ્યાત્માઓ જ પામે છે અને તેઓ કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક ન જ હોવો જોઇએ. જીવનો સહજ મળવાળો અચરમાવર્તકાળ ભવબાલકાળ ગણાય. તેના ક્ષયવાળો ચરમાવર્તકાળ ધર્મયૌવનકાળ ગણાય. તે કાળમાં જ ધર્મબીજનાં વાવેતર, ધર્મરાગ, ધર્મપ્રશંસા, ધર્મ-ઇચ્છા, તે માટે ગુરુની શોધ, ગુરુયોગ, ધર્મશ્રવણ, જેનાં ફળરૂપે સમ્યગ્દર્શનરૂપી ધર્મ પામે. તે પૂર્વે અપુનબંધક અવસ્થા પામે છે, જ્યાં તે તીવ્ર ભાવે પાપ કરતો નથી, ઘોર સંસાર પ્રત્યે બહુમાન નથી ધરતો, ઉચિતનો આદર કરે છે. આ ત્રણ ગુણ પ્રગટે છે. તેવા આત્માઓ જિનપ્રવચનની ગંભીરતા, સૂક્ષ્મતાથી કલ્યાણ માર્ગનું આલંબન લે છે.” આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે “આ કલ્યાણ માર્ગ અપુનબંધકાદિ આત્માઓ વડે આચરાયેલો છે.” તેમની ઓળખ કરાવતાં કહે છે કે “એ ક્ષણપ્રાય:કર્મ હોય છે કે વિશુદ્ધ આશયવાળા હોય છે, ભવ-અબહુમાની હોય છે, અને મહાપુરુષો હોય છે. આટલી વિગતે ચર્ચા-વિચારણા કર્યા પછી બહિરાત્મા પરમાત્મા કેવી રીતે થાય તે તરફ વળીએ. તે માટે અલ્પભવ એટલે એક યુગલપરાવર્તકાળથી અંદર આવેલા જીવો અલ્પભવી જીવ કહેવાય છે. તેથી વધુ ને વધુ તત્ત્વજ્ઞાન સ્પર્શી શકતું જ નથી. કાળ બળે તે જીવ હવે અસાંવ્યવહારિક અવ્યવહારમાંથી સાંવ્યવહારિક વ્યવહારરાશિમાં આવ્યો. અનાદિ કાળના સૂમ નિગોદ, સાધારણ વનસ્પતિકાય પછી બાદર નિગોદ, પૃથ્વીકાયાદિ સ્થાવર કાય, બેઇન્દ્રિયાદિમાં 2010_03 Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૧૭૮ આવ્યા પછી જીવ કેટલીયે વાર મનુષ્યપણું પામે, સામગ્રી પણ પામે છતાં તેને તત્ત્વજ્ઞાન કેમ થતું નથી ? કારણ તેમનો સંસારનો પથ હજી એક પુદ્ગલપરાવર્તથી વધુ હતો. ત્યારબાદ ચરમાવર્તમાં શું ત્યાજ્ય તથા શું ઉપાદેય તે સમજીને આચરવાથી તત્ત્વજ્ઞાનની રુચિ જાગૃત થવા માંડે છે. હવે ધર્મબીજમાંથી પુષ્પ, ફ્ળાદિ ઉત્પન્ન થશે. બહિરાત્મદશામાં બાહ્ય કાયાદિને જ આત્મા અને સર્વસ્વ માનવાની અવસ્થા જીવમાત્રને અનાદિકાળથી ચાલુ છે, લાગુ છે તે ટુંકમાં પુદ્ગલાનંદી કે ભવાભિનંદી છે. મોહનું પ્રાબલ્ય હોય છે. માત્ર ઉત્કૃષ્ટ ધર્મપુરુષાર્થ માટે યોગ્ય ઉત્તમ માનવભવ મળ્યો, પરંતુ મન એટલું મલિન છે, તામસ પ્રકૃતિવાળું છે કે કોઈ વિચારણીય ચિત્તશુદ્ધિ જ નથી. અનંતકાળ આમ વીતાવ્યા પછી તેની પ્રગતિ શરૂ થાય અને તે પણ ચરમાવર્તકાળમાં જ શક્ય છે. અહીં તેની દૃષ્ટિ કાયા-માયાના હિત પરથી ઊઠી આત્મા અને આત્મહિત પર પડે છે. સંસાર પ્રત્યે નફરત પેદા થાય છે, અણગમો થાય છે, તેનાથી ઉભગે છે. મોક્ષની રુચિ જાગે છે. ભીતરમાં રહેલા આત્મદ્રવ્યને જુએ છે. આત્માના ષડ્થાનને સમજે છે. પાપ પ્રવૃત્તિ ઘટાડે છે, દાન, શીલ, ત્યાગ, વ્રત, નિયમ, તપ, શમ, દમ, શુભ ભાવનાઓ, ભવ્ય પુરુષાર્થ, હિંસાદિનો ત્યાગ, દેવાધિદેવ, સદ્ગુરુ પર અથાગ અડગ શ્રદ્ધા-પ્રીતિ-ભક્તિની લગની જ લાગે છે. ક્રમિક ઉપર આરોહણ કરાવનારા ગુણાદિની વૃદ્ધિ થતાં થતાં અહીંથી નીકળી અંતરાત્મા અને પરમાત્મા બનવા માટે તે જીવો સર્વજ્ઞોક્ત તત્ત્વો અને મોક્ષમાર્ગનું જ્ઞાન તથા ધર્મશાસનની નિશ્રા જોઇએ જે પૂર્વે થયેલાં અરિહંતોથી જ મળે. સંસારે કરેલો આત્માનો અપકાર. આત્મહિતની ભયંકર બરબાદી નજરમાં આવે છે. જેથી તે કંપી ઊઠે છે. પછી તેને પૂર્ણ આઝાદીમય તથા પુદ્ગલની લેશ પણ ગુલામી રહિત આઝાદીવાળા મોક્ષની રુચિ થાય છે. કહ્યું છે કે-આત્મબુદ્ધ કાયાદિથી ગ્રહ્યો, બહિરાત્મ રૂપ (અઘરૂપ) પાપ રૂપ કાર્યાદિકનો સાખીધર રહ્યો, અંતર આત્મરૂપ ત્યારે કાયાદિકના સુખદુઃખ, હ્રાસવિકાસ એ મારા નહિ તેમ લાગી ગયું છે. ગજકુસુમાળ મુનિ સોમિલ સસરાએ સગડીમાં ભરેલા ધગધગતા અંગારા સુખપૂર્વક સહી શક્યા, આમ વિચારીને કે ‘જે બળે છે તે મારું નથી, ને મારું છે તે બળતું નથી.’ આવું ક્યારે બની શકે ? જ્યારે ઉત્તમ ધર્મી આત્માઓ ફક્ત કપરાં કાળમાં 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી ૧૭૯ જ ધર્મને યાદ કરતાં નથી; પરંતુ સદાકાળને માટે ધર્મમય જીવન જીવતાં હોવાથી ધર્મ જ તેઓનું રક્ષણ કરે છે, તેઓ હાયવોય કરતાં નથી પરંતુ કર્માધીન સ્થિતિ સ્વીકારી ધર્મનું શરણ જ સ્વીકારતા હોય છે. આવો જીવ આત્માને કાયા-માયા-ઇન્દ્રિયો-વિષય-કષાયાદિને હવાલે ન કરે. તેમને બધાંને આત્માની ચોકી નીચે રાખે. નમિ રાજર્ષિને ઇન્દ્રે બંગલા બંધાવવા, કોટ સમારવા વગેરે કહ્યું. નમિ રાજર્ષિએ કહ્યું કે ‘માર્ગમાં જે ઘર કરી બેસે તે ઠગાય છે.' કંકણોનો અવાજ શમી જતાં એકત્વ ભાવના અને પરમાત્મ દશામાં આવી ગયા. અત્રે આ લગની રહે છે, આત્માની ઉપરના કર્મના અને દોષના ભાર ઉતારું, ગુણસમૃદ્ધિ વધારું, આત્માનું પાપવીર્ય ઘટાડી ધર્મવીર્ય વધારું. ધર્મવીર્ય જે ઘણું છે તેને બહિરાત્મભાવે વધારી દીધું છે, આવરી દીધું છે. વાસનાઓ ઘટાડવાથી ધર્મવીર્ય વધતાં અંતરાત્મભાવ વિકસિત થતો રહે છે. ધર્મની વૃત્તિ-પ્રવૃત્તિ અગ્રતાપણે સહજ જેવી બનાવે છે. ક્ષમાદિ ધર્મો આત્મસાત્ થતાં સ્વભાવભૂત બને છે. સ્વરૂપરમણતા વધતી ચાલે છે. સંસારયાત્રામાં આ કાયામાં વસ્યા જે એક ધર્મશાળા છે, ભાડાની કોટડી છે જેમાં અંતિમ મુકામ માનવાનો નહિ; ગમે ત્યારે ખાલી કરવું પડે. નમિ રાજર્ષિ એ સમજ્યા હતા તેથી ઇન્દ્રની વાત ન સ્વીકારી. હવે આવો આત્માદષ્ટા બનતાં તારક દેવાધિદેવ અને સદ્ગુરુ ૫૨ અથાગ શ્રદ્ધા-પ્રીતિ-ભક્તિ આદરે છે. યોગની આઠ દૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તાસૃષ્ટિ સમકક્ષ અંતરાત્મદશાને બતાવી શકાય. ધર્મપુરુષાર્થ વધતો રહેતો, ધર્મવીર્ય વધતાં, અંતરાત્મભાવ વિકસિત બને છે. હવે આવો જીવ પરમાત્મદશા તરફ આગેકૂચ કરે છે. અત્યાર સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હતું તેમાંથી સામર્થ્યયોગ તરફનું વલણ વધે છે. અનુષ્ઠાનોમાં ત્રણ પ્રકારો પડે છે. વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ. અનુષ્ઠાનો સદ્ અને અસદ્ હોય છે. જે અનુષ્ઠાનો મોક્ષના ઉદ્દેશથી જ કરાતાં હોય તે સદ્ ગણાય. પરંતુ મોક્ષને બદલે લક્ષ્મી, વૈભવ, માનપાન, કીર્તિ વગેરે આ લોકના સુખની કામનાથી કરાતાં અનુષ્ઠાન શુદ્ધ અનુષ્ઠાન નથી, સદ્નુષ્ઠાન નથી, પણ વિષાનુષ્ઠાન છે. પરલોકના સ્વર્ગાદિ વિષય-સુખની સ્પૃહાથી કરાતું ગરાનુષ્ઠાન છે. ચિત્તોપયોગ વિના સંનિપાત-મૂર્ચ્યાદિમાં પડેલાની જેમ ચિત્તોપયોગ વગર કરાતી ધર્મક્રિયા સંમૂર્છિમ ક્રિયા યાને અનનુષ્ઠાન છે. જ્યારે સદઅનુષ્ઠાન કરવાના રાગથી, તાત્ત્વિક દેવપૂજાદિ આચારના ભાવ, બહુમાનથી કરાતા 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન છે. પાંચમું અમૃત અનુષ્ઠાન છે. જે ઉત્તમ સઅનુષ્ઠાન છે. મોક્ષના રાગ ઉપરાંત આજ તત્ત્વ છે, એવી સર્વજ્ઞ જિનકથિત માર્ગની શ્રદ્ધાપૂર્વક શુભ અધ્યવસાયથી કરાતું હોઈ અમૃતનું એટલે કે અ-મરણનું અર્થાત્ મોક્ષનું કારણ છે. સંવરાત્મા શુદ્ધ ભાવમાં આગળ વધતાં જ્યાં ઉચ્ચ નિરાવલંબન ધ્યાનથી સ્વરૂપ રમણતાની પરાકાષ્ઠાએ પહોંચી ક્ષમાદિ ધર્મો તથા તત્ત્વસંવેદનને તદ્દન આત્મસ્વભાવભૂત કરી દે છે. આત્મા વીતરાગ બને છે. ત્રીજી પરમાત્મદશા પ્રગટે છે. અહીં જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થઈ જવાથી લોકાલોક પ્રકાશક અનંત જ્ઞાન-દર્શન-અનંત વીર્યાદિ અનંતાગુણ પ્રગટે છે. ત્રણે કાળનું વિશ્વ પ્રત્યક્ષ દેખાતું હોવાથી કશું જ ન જણાતું કે ન દેખાતું રહેતું નથી કે જેના માટે ચિંતન-ધ્યાનાદિ કરવા પડે. આવી ધ્યાનાતીત શુદ્ધ સ્વરૂપાવસ્થા છે. અહીં હજી દેહનો સંબંધ છે. દેહની પ્રવૃત્તિ છે, છતાં એજ્ઞાન અને નિદ્રા, મિથ્યાત્વ-અવિરતિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, હાસ્યાદિ છે અને દાન-લાભ-ભોગપભોગ, વીર્યના પાંચ અંતરાય એ આત્માના ૧૮ દોષો, એના અવાન્તરપ્રકારો સર્વે નાશ પામેલા હોવાથી તદ્દન શુદ્ધ, સ્વચ્છ, ગુણમય દશા પ્રગટ થઈ ગઈ છે. તેથી આ સદેહ પરમાત્મદશા છે. જીવનમુક્ત દશા છે. અત્રે શાતા-અશાતા વેદનીય કર્મ, આયુષ્ય કર્મ વગેરે ભોગવાઈ જતાં હવે કશો કોઈ સંબંધ ન રહેવાથી તે આત્મા દેહાદિ સંબંધ રહિત થઈ હંમેશને માટે મોક્ષગામી રહે છે. અહીં અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, અનંતચારિત્ર, અક્ષયપણું, અરૂપીપણું, અગુરુલઘુપણું, અનંતવીર્યાદિ મૂળ ૮ ગુણ પ્રગટ રહે છે. ચર્ચા-વિચારણાદિનો સારસંક્ષેપ આમ કહી શકાય કે બહિરાભદશામાંથી નીકળી અંતરાત્મા અને પરમાત્મા બનવા માટે સર્વજ્ઞોક્ત તત્ત્વો, મોક્ષમાર્ગનું જ્ઞાન તથા આચરણ, ધર્મશાસનની નિશ્રા જોઇએ. પૂર્વે થયેલા અરિહંત પરમાત્મા જેમણે તેમની પૂર્વે થયેલાં અને તેમણે તે પૂર્વેના અરિહંતો પણ તત્ત્વદર્શન અને ધર્મશાસનના આધારે જ બન્યા હોય એટલે અનેકાનેક અરિહંતો થયા, થાય, થશે. એથી “નમો અરિહંતાણ બહુવચનમાં પ્રયોજાય છે જે ન્યાયપુર:સર છે. અત્યારના આ બધાં જીવો અનંતપુગલપરાવર્તકાળથી સંસારની ૮૪ લાખ યોનિઓમાં ભટકીએ, ઘૂમીએ, ચક્રાવો લઇએ છીએ; ફસાયેલા છીએ એ જ સૂચવે છે કે પુદ્ગલપરાવર્તકાળ પૂર્વે આપણને બીજાધાનાદિ, પત્ર, પુષ્પ, 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્માથી પરમાત્મા સુધી ફળાદિ થયું નથી તેથી તે સમયના કોઇ પણ તીર્થકર દેવના યોગક્ષેમના વિષય આપણે બન્યા નથી; જેથી નવા નવા તીર્થંકરદેવો શાસન સ્થાપે રાખે છે. એમના ધોગક્ષેમને અમુક અમુક જ ભવ્યાત્માઓ જુદા જુદા સમયે, જુદા જુદા ક્ષેત્રમાં ઝીલે છે. ક્રમશઃ આગળ વધતાં એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અપુનબંધકદશામાં આવી, જે ચરમાવર્તમાં જ સુલભ છે તે વડે મોક્ષ પામે છે. યોગક્ષેમને ઝીલવાનું કાર્ય પહેલવહેલું ધર્મપ્રશંસાથી શરૂ થયું એટલે બીજાની ધર્મસાધના જોઈ કે સાંભળીને અહો કેવો સુંદર ધર્મ ! કેવી ઉત્તમ ક્રિયા ! કેવું સુંદર દાન, શીલ, તપાદિથી આવું થાય કે વચનથી બોલાઇ જાય. કાયા, ચક્ષુ, મુખમુદ્રાદિ ખીલી ઊઠે છે પછી આગળ વધતાં સમ્યકત્વ સર્વવિરતિ, વીતરાગતાથી મોક્ષ સુધી પહોંચવાનું. આ એક જ પુગલકાળની અંદર અંદર બને છે. આ (પ્રક્રિયા) તે માટેની રત્નોથી જડિત સોનેરી ચાવી છે. 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ સવ્વપાવપણાસણો જેમાં રાગદ્વેષનું મિશ્રણ છે તેવા વિષયકષાયાદિ આભ્યન્તર પરિગ્રહ કહેવાય છે. આના લીધે પોતાના ધનનો, શક્તિનો, વાક્છટાનો દુરુપયોગ કરી સૌનો શાપ માથે લઈ મરીને દુર્ગતિનું ભાજન બની અનંત કાળચક્રો નિરર્થક, સર્વથા નિરર્થક, બરબાદ કર્યા છે. સર્વશ્રેષ્ઠ માનવભવમાં પોતાના આત્માની અને પરમાત્માની સાધના કરવી જોઇતી હતી તેને બદલે ક્ષણભંગુર સંસારની ખટપટોમાં પુણ્યની મૂડી વેડફી નાંખી, પુણ્યની કમાઈ સમાપ્ત કરી દીધી. નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધીના ચેતન જીવો ૧૪ રાજલોકમાં રાગ-દ્વેષ અને કષાયો દ્વારા જે કાર્મણ વર્ગણાઓ આત્મા સાથે એકાકાર કરે છે તેથી તેઓને ૮૪ લાખ યોનિઓમાં ભટકવું પડે છે. સમસ્ત સંસારમાં ચાલતી અસીમ પ્રવૃત્તિઓનું વિભાજન શુભ-અશુભ બંને રીતે કરી શકાય. દેવ, માનવ, તિર્યંચ, ના૨ક તથા એકથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોની મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓનું વિભાજન કરતાં શુભાશુભનો ખ્યાલ આવી શકે. આમાં સર્વ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કાયિક તદુપરાંત વાચિક પણ થાય છે. જ્યોર માનસિક સારા ખોટા વિચારોની પ્રવૃત્તિઓ અમર્યાદ, અંત વગરની છે. અહીં આ સિદ્ધાન્ત ખ્યાલમાં રાખવાનો છે કે ‘ક્રિયાએ કર્મ પરિણામબંધ.' આવાં શાસ્ત્રીય સિદ્ધાન્તો અકાઢ્ય છે. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં આ વાત જણાવી છે કે ‘કાય-વાડ્મનઃ કર્મયોગ:' ભૂતકાળમાં કરેલી પુણ્યાત્મક શુભ પ્રવૃત્તિઓને સ્મૃતિપટ પર લાવી ખુશ થવાના સ્વભાવવાળો માનવમાત્ર તત્કાળ કરેલી અશુભ ક્રિયાઓને એકાદ ક્ષણ માટે પણ સ્મૃતિમાં લાવી શકતો ન હોય તો ૨૫-૩૦ વર્ષો પૂર્વે કરેલાં પાપકર્મો ક્યાંથી યાદ રાખી શકાય ? ‘મેં આ ખોટું કર્યું છે, મારાથી પાપો થઈ ગયાં છે’ ઇત્યાદિ પ્રસંગોમાં મિચ્છામિ દુક્કડં આપવાનો ભાવ પણ કેવી રીતે થઈ શકે ? જો આમ ચાલ્યા જ કરે તો પુણ્યકર્મની રાશિ સાથે જન્મેલો મનુષ્ય, માનવભવને મેળવી આજીવન અવિરતપણે પાપ વ્યવહાર કરી પાપ કર્મોનો ભારો મસ્તક પર લઈ ૮૪ લાખ યોનિમાંથી નીકળી દુઃખમય અશુભ નક-તિર્યંચ યોનિમાં પટકાઈ જશે. તેથી મારો આત્મા કયા કયા પાપોથી ઘેરાયેલો છે ? તેનો નિર્ણય કરવો શિક્ષિત જીવનનો ફલાદેશ છે. મનુષ્યજીવનમાં સાવધાન કે અસાવધાન બન્યા તો કે 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સવપાવપણાસણો શુભાશુભ કર્મો ભોગવવા માટે દેવગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ વિદ્યમાન છે જ. પુણ્યકર્મો સમજવા સરળ છે, પણ આદરવા કઠીન છે. તેથી પણ વધુ કઠણ અને કાઠિન્ય પાપકર્મોને સમજવામાં અને ત્યાગવામાં છે. હુંડા અવસર્પિણીમાં પાંચમા આરામાં અમૂલ્ય અને દુર્લભ માનવભવ પ્રાપ્ત કરી ધીમે ધીમે યથાશક્તિ યથાશક્ય, યથાપરિસ્થિતિ એકાદ મોટા પાપને પ્રતિમાસે, પ્રતિવર્ષે કે પાંચ વર્ષે છોડવા પ્રયત્નશીલ રહેનાર ભાગ્યશાળી બનશે. તેથી પાપકર્મોને સમજવા માટેની તત્પરતા જ મુનિવેષમાં કે ગૃહસ્થવેષમાં રહેલા આત્માને મોક્ષ તરફ આગળ વધવામાં પૂર્ણ સહાયક બનશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. બંને પ્રતિક્રમણો રાઈ તેમ જ દેવસીમાં ૧૮ પાપસ્થાનકોને યાદ કરવામાં આવે છે. તેમાં પ્રથમના પાંચ મોટા પાપો કરતાં પણ પછીના ૧૩ પાપો તેના કરતાં વધારે ખતરનાક છે. પાપની વ્યાખ્યા આમ કરાઈ છે. પાપાનાં સ્થાનકસમિતિ પાપ-સ્થાનકમ્. પાપાનિ એવ સ્થીયત્તેહમિન્નિતિ પામસ્થાનકમ્. એક કુશળ વેપારી દરરોજ વકરો કર્યા પછી સાંજે હિસાબ માંડે છે કે આજે નફો કેટલો થયો અને નુકસાન કેટલું ! રોકેલી મૂડી પર શું થયું ? રોજમેળમાં જમા ઉધારનો તાળો મેળવતાં છેવટે લાભ કે ગેરલાભનો તાળો મળે છે. તેમ આપણે ધર્મ ઘણો કર્યો એમ માની ધાર્મિક હોવાનો ખોટો ચાળો કરીએ છીએ. કેમકે આપણો ધર્મ સગવડિયો છે, બાંધછોડવાળો છે, જે બંને ક્ષેત્રોમાંથી (દેરાસર અને અપાસરો) બહાર નીકળતાંની સાથે જ અસલી ચેહરો ધારણ કરીએ છીએ. મેં આટલા ઉપવાસ, તપશ્ચર્યા, આયંબિલ, દાન, વગેરે કર્યું છે. હવે મને તેથી પૂરેપૂરો સંતોષ છે. પરંતુ શ્રાવકના ૩પ લક્ષણોને દૂરથી જ સલામ કરી દીધી છે ! ન્યાયસંપન્ન વિભવથી દ્રવ્ય ખર્ચ્યુ નથી. ધર્મ કર્યાનો હિસાબ માંડ્યો છે પરંતુ કેટલાં, કેવાં કેવાં, કલુષિત પાપોનો ઢગલો પીઠ પર ધારણ કર્યો છે તેનો કદાપિ હિસાબ માંડ્યો છે ? કેટલાં પાપો દુઃખી હૃદયે કર્યા ? કેટલાં પાપોને તિલાંજલિ આપી ? કેટલાં માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત કરવાનો મનસૂબો કર્યો ? આવું કશું કર્યા વગર ધાર્મિક હોવાનો ખોટો ડોળ જ કર્યો છે ને ? પોપટની જેમ જ પ્રતિક્રમણો કર્યા? ખરેખર તપાસવાનું આ છે કે આપણે ધર્મમાં કેટલાં ઊતર્યા છીએ અને 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ આપણામાં ધર્મ કેટલો ઊતર્યો છે ? એકાંતમાં એકાદેકવાર પૂછવું જોઇએ. આપણો અંતરાત્મા ક્યારેય પણ દગો નહીં દે. ખોટી સલાહ નહીં આપે. આ એક ચિંતનની પ્રક્રિયા છે. ઘડામાં પાણી છે કે ઘડો પાણીમાં છે ? ઊંધો તરતો ઘડો પાણીમાં કહેવાય પરંતુ તેમાં પાણી બિલકુલ હોતું નથી. એવી રીતે ધર્મક્ષેત્રમાં વ્યક્તિ ઘણી આગળ વધી હોય, ખૂબ ખૂબ ધાર્મિક ક્રિયાઓ, વ્રત–પચ્ચકખાણ, ઉપવાસાદિ તપશ્ચર્યા અને અનુષ્ઠાનો કર્યા હોય પરંતુ તેમનામાં ધર્મ કેટલો ઊતર્યો તે એક જુદો પ્રશ્ન છે. એકાંતમાં વિચારવાથી, ચિંતન કરવાથી આપણી સ્થિતિનું સાચું ભાન થઈ શકશે. આખી રાત પાણીમાં હલેસાં માર્યા જ કર્યા અને સવારે અન્યત્ર હોઇશું એમ માનનારાને જ્યારે સાચી પરિસ્થિતિ જણાય ત્યારે હતા ત્યાંના ત્યાં જ છીએ, કારણ કે નાવનું લંગર જ જે છોડવાનું હતું તે તો છોડવાનું જ ભૂલી ગયા છીએ! પાપોનો હિસાબ ન માંડ્યો. કેટલાં છોડ્યાં, કેટલાંનો પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કર્યું તે જાણ્યા વગર હિસાબ નફા-તોટાનો કર્યા વગર નફો કે તોટો કેવી રીતે જાણી શકાય ? તેથી અનંતાનંત પુગલ પરાવર્તથી ભટકતાં, રખડતાં, કૂટાતાં જ રહ્યાં, કેમકે ખોટનો જ સોદો કર્યા કર્યો છે. માટે પાપ નિવૃત્તિ એ મોટો, ખરો, સાચો ધર્મ છે. તેથી નિષ્પાપ થવું અને માત્ર ધર્મી થવું તેમાં ઘણું અંતર છે. ધર્મ ઉપાર્જન કરવાનો પ્રયત્ન કે પ્રયોજન જણાવે કે આપણે કેટલા અંશે પાપથી નિવૃત્ત થયા ? ભણનાર વિદ્યાર્થી વિદ્યાઉપાર્જન કરતા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, ત્યારે ભણવાની સાર્થકતા સધાય છે. એવી રીતે, ધર્મ સાધતો ધર્મી જો જીવનમાંથી પાપનિવૃત્તિ કરે તો જ સાધ્યની સિદ્ધિ થાય છે. અન્યથા નહીં. એક વ્યક્તિ ધર્મ ઘણો કરે, પાપો કર્યો જ જાય, પાપને ઘટાડતો નથી અને પોતે ધર્મ ઘણો કર્યો તેનો સંતોષ માને જ રાખે છે. બીજી તરફ એક બીજી વ્યક્તિ પાપોનો ત્યાગ કરે છે, ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ કરે છે તેમાં તે મોટો ધર્મ માને છે. પહેલી વ્યક્તિ મેં ઘણી માળા ગણી, સામાયિક-પ્રતિક્રમણાદિ કર્યા, દાન દીધું, તપશ્ચર્યા ઘણી કરી; પરંતુ તેના જીવનનું બીજું પાસું જોતાં તે જીવનમાંથી પાપ નિવૃત્તિ માટે કશો જ પ્રયત્ન નથી, ખેદ નથી, દુ;ખ નથી. પાપનિવૃત્તિને બિલકુલ મહત્ત્વ આપતો નથી તો પછી બંનેમાં કોણ ચઢે? ટુંકાણમાં પાપનિવૃત્તિ પ્રધાન ધર્મ છે. 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ સવ્વપાવપણાસણો ૧૮૫ આણાણે ધમ્મો' તેથી પ્રભુએ પ્રથમ આજ્ઞા પાપ છોડવાની કરી છે. પ્રતિક્રમણ ગાથા ૪૮માં કહ્યું છે કે “પડિસિદ્ધાણે કરણે (પ્રતિષેધનું કરવું) કિાણમકરણ” (કૃત્ય કરવા યોગ્યને ન કરવું). અત્રે બંનેમાં (પક્ષમાં) પાપ લાગે છે. આ રીતે ધર્મ કરતાં પહેલાં અધર્મ ન કરવાની પ્રતિજ્ઞા બહુ જરૂરી છે. એક વાત નોંધી લઇએ કે પાપો મુખ્યત્વે અંધારામાં એકાંતમાં જ થાય છે. કેમકે કોઈ-જાણી જશે તેનો ડર છે. પુણ્ય-પાપની ચતુર્ભગી પડે છે. જેમ કે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, ગત જન્મમાં ધર્મારાધનાથી પુણ્ય સારું બાંધ્યું; જેથી ધન-સંપત્તિ ખૂબ મળી જેનો ઉપયોગ હિંસા, ચોરી, જૂઠ, શિકાર, વેશ્યાગમનાદિ જેવાં પાપકર્મોમાં ખર્ચી નાંખી. નવાં પાપો બંધાતા હોય તેને પાપાનુબંધી પુણ્ય કહેવાય. જેમકે મમ્મણ શેઠ. જેણે સાધુ ભગવંતને લાડુ વહોરાવી પુણ્ય બાંધ્યું પરંતુ લાડુ પાછો લેવાની ચેષ્ટાથી પાપ બાંધ્યું. બીજા ઉદાહરણમાં ગત જન્મોના પાપોના ઉદયથી તે દુઃખી છે; પરંતુ દાનાદિ ધર્મ સેવી નવા પુણ્યનું ઉપાર્જન કર્યું. જેમકે રોહિણીયો ચોર તથા ગરીબ ખેડૂતનો દીકરો જેણે મહામૂલ્ય માંગેલી ખીર ખૂબ અનુમોદના સાથે મુનિને ધરી દીધી જેથી બીજા જન્મમાં તે શાલિભદ્ર અઢળક સંપત્તિનો માલિક થયો. પાપાનુબંધી પાપને તો તિલાંજલિ જ આપવી રહી. તે માટે શું કરવું જોઇએ ? પાપો પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. પુણ્ય સંપાદન કરવા કરતાં પાપ ન કરવાનો મનસૂબો ઘડવો જોઇએ. તે માટે કહેવાતો ધર્મ કર્યાનો સંતોષ ઘટાડી પાપ કરવાની વૃત્તિ માટે અસંતોષ રહેવો જોઇએ. તે માટે વ્રત, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો કરતાં પહેલાં મનન, ચિંતન, ધ્યાન, અનુપ્રેક્ષાદિ માટે સૌ પ્રથમ આમ વિચારવું કે ૧૪ રાજલોક સાથેનો મારો સંબંધ હવે હું રાખતો નથી અને મનને ઢેડવાડે રવાના ન કરતાં અહીં મારા મનને કેન્દ્રિત કરું છું. તે માટે પરભાવમાંથી મનને સ્વભાવમાં લાવવું રહ્યું. ઇરિયાવહિનું યથાર્થ ચિંતન કરી “ગમણાગમણે 'માંથી મનને એકાગ્ર કરવું જોઇએ. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને મેં જે ૧૦ રીતે દુભવ્યા છે તે માટે પશ્ચાત્તાપ કરું છું. ઇરિયાવહી પડિક્કમતાં શુભધ્યાનો થકી અનેક ઘોર પાપોનો વિલય થાય છે. વિશુદ્ધિકરણ કરવા માટે પાપોને શલ્ય વગરના કરવા રહ્યા. તે માટે કાયોત્સર્ગ 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કરું છું. ઇરિયાવહીની આરાધના કરનાર ૧૮, ૨૪, ૧૨૦ પ્રકારે થતી હિંસાથી બચી શકે. સતત ઇરિયાવહી માટે બાળ શિષ્યે ધ્યાન ખેંચ્યા છતાં અને પ્રતિક્રમણમાં પણ ફરી શિષ્યે યાદ દેવડાવ્યું તેમ છતાં ન ક૨વાથી ગુરુ ચંડકૌશિક નાગ થયા. તેથી બને તેટલી વાર દિવસ-રાતમાં ઇરિયાવહીનું રટણ અને મનન કરવું જોઇએ. જૈન ધર્મના 2010_03 પુષ્પગુચ્છ અનુપ્રેક્ષા કે ચિંતન-મનન આ રીતે કરાય કે રાગ-દ્વેષ અને કષાયોના ફળરૂપે જે મિથ્યાત્વના દોષો છે તેને એટલે કે સમ્યકત્વ– મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય પરિહરી સુદેવ- સુગુરુ-સુધર્મ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના પરિહરી સમ્યકત્વ મેળવવા ઉદ્યમશીલ છું. તે માટે મન-વચન અને કાયાની દુષ્પ્રવૃત્તિઓ પરિહરી મન-વચન-કાયાની ગુપ્તિ માટે પ્રયત્નશીલ થવા માંગું છું. આ ત્રણે ગુપ્તિ વગર તેના અભાવમાં કૃષ્ણ-નીલ-પીત લેશ્યા, રસગારવ, ઋદ્ધિગારવ તથા સાતા ગારવ માથું ઊંચકે તેમ છે. દિવસ-રાતની વિવિધ પ્રવૃત્તિઓ કરતાં કાયમનોવાક્ દ્વારા માનસિક, ઉત્સૂત્ર, ઉન્માર્ગી, અકલ્પ્સ, અકરણીય, કુશ્ચિંતન થકી અનિચ્છનીય જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, ચાર શિક્ષાવ્રતો, બાર પ્રકારના શ્રાવકના ધર્મોનું ખંડન કર્યું હોય, વિરાધના કરી હોય તે માટે ફરી ન થાય તેવો નિશ્ચય ક૨વાની મનોવૃત્તિ સેવું છું. આ પ્રકારના ચિંતન-મનન થકી પાપો ઓછાં ક૨વા તરફ જવાશે. અત્ર Negative (નકારાત્મક) પ્રયોગ છે; નહીં કે Positive (હકારાત્મક). આ પ્રયોગથી આગળ વધવું વધુ હિતાવહ તથા લાભદાયી નીવડશે. પ્રભુના દર્શન-વંદનાદિ કરવા જેઓ જઈ શકતા ન હોય અથવા ત્યાં ગયા વગર તેનો લાભ લેવો હોય તો ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણાદિમાં આમ બોલાય છે કે ‘સવ્વાઈ તાઈ વંદે ઇહ સંતો તત્વ સંતાઈ'. અને તે પણ કેટલાં ? એક-બે નહીં પરંતુ તીર્થવંદનામાં કહ્યું છે કે અઢી દ્વિપમાં જે અણગારો, અઢાર સહસ્ર શીલાંગના ધારકો, વિહરમાન વંદુ જિનવીરા, સિદ્ધ અનંનમું નિશદિશ. ભાવના સહિત જો આમ કરાય તો બેડો પાર ન કેમ થાય ? વળી જિનેશ્વરો ઉપરાંત ‘અઠ્ઠાઈજ્જેસુ'માં કહ્યું છે કેઃ ‘અઠ્ઠાઇજ઼ેસુ દીવસમુદ્દેસુ, પનરસસુ કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ રયહરણ ગુચ્છ પડિગ્ગહધરા.’ Page #196 -------------------------------------------------------------------------- ________________ સવપાવપણાસણો ૧૮૭ ખરેખર આ વિચારો–મનન કરીએ તો ૧૪ રાજલોકમાં કોઈ પણ બાકી ન રહી જાય ! અત્રે શાસન દિવાકર ગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મૃતિપટ પર આવે છે. તેમને વિષે કહેવાયું છે કે તેઓ જે જે દેરાસરમાં જાય ત્યાં ત્યાં પ્રભુની પ્રત્યેક પ્રતિમા આગળ ત્રણ ત્રણ ખમાસણા દેતાં એટલું જ નહીં પણ શત્રુંજય પર દરેકે દરેક મૂર્તિ આગળ એમણે ત્રણ ત્રણ ખમાસમણા દીધાં છે ! ધન્ય છે તેમની ધીરજ તથા ધર્મશ્રદ્ધાદિને ! શ્રી કૃષ્ણ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. કેટલાંક બીજાં સૂચનો કરું. પ્રભાતે ઊઠી ગૌતમસ્વામીને યાદ કરી અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર શ્રીગુરુ ગૌતમ સમરતાં પ્રગટે કેવળજ્ઞાન.” વળી દિવસ-રાત દરમ્યાન કંઈ પણ ન સૂઝે તો નમામિ સવે જિણાવ્યું, ખામેમિ સર્વે જીવાણ, સાધૂનાં દર્શન પુણ્ય.” તથા રાત્રે સૂતા પહેલાં આટલું બોલી નિદ્રાધીન થવું. “જ્ઞાન મારું ઓશિકું, શિયળ મારો સંથારો, ભર નિદ્રામાં કાળ કરું તો વોસિરામિ વોસિરામિ.” વળી “આહાર શરીરને ઉપધિ પચ્ચકખું પાપ અઢાર, મરણ પામું તો વોસિરીએ જીવું તો આગાર.” જીવી જવાય તો બારી ખુલ્લી રાખી છે. કેવી છે જિજિવિષા ! કેવી વાણિયા બુદ્ધિ ! આથમતો સૂર્ય પણ અગૂઢ સંકેત કરી જાય છે. ઉત્થાય ઉત્થાય જ્ઞાતવ્યમ્ કિમ્ મે અદ્ય સુકૃત કૃતમ્ આયુષઃ ખંડમાદાય રવિરસ્ત મિતમ્ ગતઃ !' જીવનમાંથી એક દિવસ ઓછો કરી સૂર્ય અસ્ત પામી ગયો ! તેથી ખોટો આડંબર, અભિમાન, દંભ, કપટ ન કરી ધાર્મિક હોવાનો ચાળો કરતાં પહેલાં નિરીક્ષણ કરવું જોઇએ કે મારો ધર્મ શું દેરાસર કે અપાસરા પૂરતો નથી. બહાર આવ્યા પછી ધાર્મિકતાનો ચેહરો કાઢી અસલી રાક્ષસનો ચહેરો તો નથી ધારણ કરતો ને ? તે માટે ડગલે ને પગલે વિનય રાખવો જોઇએ, કરવો જોઇએ. કહેવાય છે કે નમ્યા તે સૌને ગમ્યા. વળી વિનયની વ્યાખ્યા પણ આમ કરાય છે. વિનયતિ દૂરી કરોતિ અષ્ટવિધ કર્માણિ ઇતિ વિનયઃ | ચૈત્યવંદન કરવાની વૃત્તિ કે વૈર્ય-ધીરજ ન હોય તો જગચિંતામણિમાંની પંક્તિ “સત્તાણવઈ સહસ્સા, લખ્યા છપન્ન અઢકોડીઓ બત્તીસ બાસિયાઇ તિયલોએ ચેઇએ વંદે” (ત્રણે લોકના આઠ કરોડ છપ્પન લાખ સત્તાણું હજાર બત્રીસો ને વ્યાસી ચેત્યો તથા પંદરસો કરોડ (પંદર અબજ) બેંતાલીસ કરોડ અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંસી શાશ્વત બિંબોને પ્રણમું છું. કેટલો 2010_03 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ લાભ માત્ર સ્મરણપટ પર લાવવાથી, તેવી રીતે ભરોસરની સક્ઝાયનું ચિંતન કરવાથી સુખ પ્રાપ્ત થાય છે તથા પાપના બંધનનું વિલીનીકરણ થાય છે; જેસિ નામગ્ગહણે પાવબંધા વિલય જંતિ' ટુંકાણમાં, પાપોથી બચવા, તેનો ત્યાગ કરવા માટે, પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ ન થાય તો સંસારી જીવો અનાદિ અનંત કાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અવ્રતાદિથી રાગ-દ્વેષને છંછેડતા રહ્યાં છે અને તેના પરિણામ સ્વરૂપ પામવૃત્તિથી છૂટી શકતા નથી. તો આટલું તો વિચારાધીન છે કે જીવો મન, વચન અને કાયથી શુભ પ્રવૃત્તિ જો ન આચરી શકતા હોય તો ઓછામાં ઓછું અશુભ પ્રવૃત્તિ તરફ જાગરૂકતા કેળવવી. અશુભને રોકી, દૂર કરી, શક્ય હોય ત્યાં સુધી તિલાંજલિ આપી શુભ પ્રવૃત્તિમાં જેટલું બને તેટલું રહેવું. શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિ તરફ બેધ્યાન ન રહેતાં જાગરૂકતા કેળવવા પ્રયત્નશીલ થવાથી “સવારપણાસણો' થકી મોક્ષ મહેલમાં પ્રવેશ કરવા માટેના દ્વાર વધુ ને વધુ નજદીક આવે છે. વર્તમાન સમયમાં જાણે છઠ્ઠા આરાની ઉષા ઉગી હોય એમ લાગે છે કારણ કે દરરોજના છાપામાં, માસિકોમાં, સિનેમા, ટી.વી., વગેરેમાં બળાત્કાર, ખૂન, ચોરી, લૂંટ, ડાકુગીરી, હડતાલ, પત્થરબાજી, આગ વગેરેમાં સમાજનો કયો વર્ગ ચોકખો રહ્યો છે ? માટે આજે ઉપધાન તપમાં પાપનિવૃત્તિ અને આત્મવિકાસને કેન્દ્રમાં રખાય છે. પાપાનુબંધી પાપો કર્યા કરીએ તો પાપોનો, સરવાળો, બાદબાકી કે ભાગાકાર ન થતાં ગુણાકાર જ થતો રહે છે. તેથી પાપની અનુમોદના ન કરો, સાવધ થઈ પ્રાયશ્ચિત્ત લેવાથી પાપકર્મ શિથિલ થઈ નાશ પણ પામે. પાપની પ્રશંસા પાપના ગુણાકાર વધારે છે. પાપના બંધને વધુ ગાઢ બનાવે છે. દઢ-દઢતર અને નિકાચિત પણ બનાવે. માટે જ પંચસૂત્ર જેવા આરાધનાના પવિત્ર સૂત્રમાં પૂજ્ય ચિરંતનાચાર્યે કહ્યું છે કે-“દુક્કડ ગરિહા સુકઠાણ સેવણા'. ગુરુશિલાએ પોતાના પાપની નિંદાથી પાપોનો ભાગાકાર થઈ શકે. વધુ શું જોઇએ! માટે સતત પાપ તરફ દૃષ્ટિ રાખી તેમાંથી નિવૃત્તિ અને ધર્મારાધને તીવ્રત્તર બનાવવી. પાપ બાંધ્યા પછી પ્રાયશ્ચિતની ધારામાં, નળના પાણીમાં મેલા કપડાની જેમ ધોઈ શકાય છે. અરે આ તો પાંચમો આરો છે. અહીં ધર્મ ઓછો અને અધર્મ (પાપ)નું બાહુલ્ય રહે જ છે. છઠ્ઠા આરામાં અને ત્યાર પછીના બીજા બે આરામાં આજ 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ સવપાવપણાસણો ૧૮૯ પરિસ્થિતિ રહેવાની છે. તો શું કરવું ? થોડાંક જ મનુષ્યો આ કરી શકે. પુણ્ય કરવાનો સંતોષ રાખવા સાથે પાપવૃત્તિ તરફ અસંતોષ કરવો જોઇએ. પુણ્ય ઓછું થાય તો ચાલશે પણ પાપનું બાહુલ્ય ન થઈ જાય તે સતત ધ્યાનમાં રાખવું. પાંચમા આરાના અંતે પણ એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી ધર્મ કરનારા હશે. આ ત્યારે જ બની શકે કે જ્યારે આ ચાર વ્યક્તિઓએ સવપાવાપણાસણો' ચરિતાર્થ કર્યું હોય. ટુંકાણમાં અંતિમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન શાસ્ત્ર પ્રમાણે પાંચમો આરો એટલે કે ૨૧૦૦૦ વર્ષોના અંત સુધી ક્રિયાશીલ રહેવાનું છે. ત્યારે એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી સ્વપ્રયત્નાનુસાર ધર્મારાધનાદિ કરતાં હોવાં જોઇએ એમ માનીએ તો તેઓ શાસ્ત્રાનુસાર સવાર-સાંજ પ્રતિક્રમણાદિ આરાધના કરતાં હોવાં જોઇએ ને ? પાપના પશ્ચાત્તાપનું એક જ્વલંત ઉદાહરણ તે રત્નાકરપચ્ચીસીના કર્તા રત્નાકરસૂરિનું છે. તે પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ કેમ, ક્યારે અને કેવો હોય તેનું સુંદર દૃષ્ટાન્ત છે. આ પણ માર્ગદર્શક કે સૂચક છે. શુકલ ધ્યાનનો આજે વિચ્છેદ છે. આજકાલ ધર્મધ્યાનનું પ્રમાણ પણ ઘણું ઘટી ગયું છે. જે ઉપયોગી નથી, કર્મબંધ કરાવનાર છે તે અશુભધ્યાન વધ્યું છે. શુભધ્યાન નિર્જરા કરાવનાર છે, કર્મક્ષયકારક છતાં નિશ્ચત છે, કેમકે અશુભ ધ્યાનની પ્રવૃત્તિ ઘણી વધી ગઈ છે. તેથી જેવું વિચારાય છે તેવું કરાય અને તેથી તદનુસાર ક્રિયા-પ્રવૃત્તિ કરાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિમાં અંતર રહેતું નથી. પૂર્વે વૃત્તિમાં એક પાપ પ્રવેશે તો પણ તેનું ભાન રહેતું જેથી પ્રવૃત્તિમાં પ્રવેશ થતો ન હતો. અથવા વિલંબ થતો. આજે વિવેકના અભાવમાં વિચારમાં મલિનતા છે; ત્યારે આચારમાં પવિત્રતાની ગંધ ક્યાંથી મળે ? નિર્જરામાં સહાયક ધર્મધ્યાનનો અસ્ત થતાં આર્ત-રૌદ્ર ધ્યાનથી પ્રેરિત થઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે અશુભ છે, પાપપ્રવૃત્તિ છે. ત્રિકાલજ્ઞાની, ત્રિલોકીશ, ત્રિલોકપૂજ્ય, ત્રિલોકનિવાસી, ત્રિલોકનાથ, ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દશવૈકાલિક સૂત્રમાં ફરમાવ્યું છેઃ હે જીવ, કલ્યાણના માર્ગને પણ સારી રીતે સમજી વિચારી જાણી લેવો અને તેવી રીતે પાપના માર્ગને પણ સારી રીતે સમજી વિચારી જાણી લેવો અને શ્રેયસ્કર કલ્યાણકારી માર્ગ લેવો, અપનાવવો, આચરવો. સોચ્ચા જાણઈ કલ્યાણ, સોચ્ચા જાણઈ પાવગં 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ ઉભયંપિ જાણઈ સોચ્ચા, જે સેય તે સમાયરે ! સંસારમાં બે પ્રકારના જુદી જુદી દિશામાં જનારા માર્ગો છે. એક સીધો માર્ગ છે ૧૪ ગુણસ્થાનકનો ૧૪ સોપાનનો જે મોક્ષ તરફ લઈ જનારો સીધો આસાન, સાધ્ય છે. બીજો માર્ગ ઊલટો અધોલોકમાં નીચે લઈ જાય છે. કેટલાંયે સાગરોપમનો કાળ જે અત્યંત દુઃખદાયી છે. વળી આ માર્ગ ઘાટીમાં ગોળ ગોળ ફરતો નીચેથી ઉપર, ઉપરથી નીચે એમ ચાર ગતિમાં ચક્રાવાવાળો છે, ભ્રમણ કરાવનારો છે. પાપનો દુઃખદાયી માર્ગ શરૂઆતમાં મીઠો લાગે છે પરંતુ છેવટે અત્યંત દુઃખદાયી છે. તે માટે કેટલાંક દષ્ટાન્નો જોઈએ: (૧) ભગવાન ઋષભદેવે પૂર્વ ભવમાં બળદના મુખ પર શિકું બાંધી દીધું જેની સજા ૧૩મા ભાવમાં ૪૦૦ દિવસ આહાર-પાણી વગર રહેવું પડ્યું. (૨) મરીચીના ત્રીજા ભવમાં કુળમદ કરી નીચ ગોત્રકર્મ બાંધ્યું અને ૫,૬,૮,૧૦,૧૨ અને ૧૪ એ ૬ ભવ બ્રાહ્મણના યાચકના કુળમાં લેવો પડ્યો. (૩) ૧૫મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું નખાવી જે પાપ કર્યું તેનું ફળ ૨૭મા ભવમાં કાનમાં ખીલા ઠોકાયા અને સિંહને ફાડીને માર્યો તેનું ફળ ૭મી નરકમાં જવું પડ્યું. (૪) મગધ સમ્રાટ શ્રેણિકે ગર્ભિણી હરણીનો શિકાર કર્યો તેથી અત્યંત ખુશ થઈને અનુમોદનાનું ફળ પહેલી નરકમાં જઈ ૮૨ હજાર વર્ષો સુધી મહાવેદના સહન કરશે. નિયમ છે કેઃ “કૃત કર્મ અવશ્યમેવ ભોક્તવ્ય, કલ્પકોટિ શતેરવિ.” નરકના વર્ષો પૂરા કરી ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકર પદ્મનાભ થશે જેની મૂર્તિ અત્યારે ભારતમાં પૂજાઈ રહી છે. (૫) ભૂમ ચક્રવર્તી અતિલોભમાં કમી નરકે ગયા. (૬) કોણિકે પિતા સમ્રાટ શ્રેણિકને જેલમાં ચાબુક મરાવડાવ્યા. આ ભયંકર પાપ તથા અન્ય પાપોના પરિણામે ૭મી નરકમાં જવું પડ્યું. (૭) બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અસંખ્ય બ્રાહ્મણોની આંખો ફોડાવીને પાપ કર્યું તથા પૃથ્વીને નિર્બહ્મ કરાવાના પાપના ફળ રૂપે ૭મી નરકમાં જવું પડ્યું. (૮) રાજકુમારીએ પોપટની પાંખો કાપી જે પાપ કર્યું તેની સજારૂપે પોપટનો જીવ શંખરાજા બન્યો અને રાજકુમારી કલાવતી બની ત્યારે શંખરાજાએ રાણીના બે હાથ કપાવ્યા. 2010_03 Page #200 -------------------------------------------------------------------------- ________________ સવ્વપાવપણાસણો ૧૯૧ (૯) સાધ્વીજીનું મન હીરામાં રહી ગયું. અતિમોહને લીધે ઉપાશ્રયમાં ગરોળી થઈ ભટકવું પડ્યું. (૧૦)નંદમણિયારને શેઠના ભવમાં ચોવિહાર અઠ્ઠમમાં રાત્રે પાણી પીવાનું મન થયું, આર્તધ્યાનમાં આયુષ્ય બાંધ્યું. મરીને પોતાની વાવમાં દેડકા તરીકે ઉત્પન્ન થયા. (૧૧) કમઠે પ્રથમ ભવમાં વૈરનું નિયાણું બાંધ્યું, સગા ભાઈને માર્યો, ભવિષ્યમાં પણ મારતો રહીશ આવી વૃત્તિથી મુનિહત્યાનું પાપ કરી કેટલીયે વાર નરકમાં ગયા. (૧૨) અગ્નિશર્મા અને ગુણસેનના સમરાદિત્યચરિત્રમાં ભવોભવ ગુથ્રસેનને મારવાનું નિયાણું કર્યું જેની સજા ભોગવવા એકથી એક ભારે સજા ભોગવવા નરકગામી થયો. (૧૩) દેરાણી-જેઠાણીના સંબંધમાં ભગવાનની પ્રતિમા કચરામાં ફેંકી જે પાપ કર્યું તેના ફળ સ્વરૂપે મહાસતી અંજનાને ૧૨ વર્ષ પતિનો વિયોગ સહન કરવો પડ્યો. આ રીતે પાપોની સજા અચૂક ભોગવ્યે જ છૂટકો. મહાવીર સ્વામીએ અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ ‘કડાણ કમ્માણ, ન મોક્ખો અસ્થિ’ રત્નાકરસૂરિજીએ આદીશ્વર દાદાની સામે બેસી પોતાના બધાં પાપો ગળગળા થઈ પ્રગટ કર્યા. રત્નો જે ઉપધિમાં છુપાવ્યા હતા તે સહિત તેમણે રત્નાકરપચ્ચીસીમાં બધાં પાપોને પ્રગટ કર્યા, જેની નોંધ આપણી પાસે રત્નાકરપચ્ચીસી રૂપે અસ્તિત્વ ધરાવે છે. આમાં પૂજ્યશ્રીએ આંખોમાંથી અશ્રુધારા વહાવતા મન, વચન, કાયાના એક એક પાપનો એકરાર કર્યો છે. આવી રીતે મહારાજા કુમારપાળ ભુપાલે પણ પોતે રચેલી આત્મનિંદા દ્વાત્રિંશિકારૂપ સ્તુતિ પ્રભુ સમક્ષ કરી તેમાં પણ પોતાના પાપોની સમાલોચના અને ક્ષમાયાચના માંગી છે. ૧૧મા અંગ વિપાકસૂત્રમાં દુઃખવિપાકમાં કરેલાં પાપોના ફળના ઉદાહરણો આપ્યાં છે. તેથી ટૂંકમાં પાપો પ્રત્યે અપ્રીતિ કરવી અને ફરી તેવાં પાપોને ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ સાધનાનો ક્રમ છે. મન, વચન, કાયાના ત્રિવિધ પાપોની ત્રિવિધરૂપે ક્ષમાયાચના કરી શુદ્ધ થવું એ સાધનાનો ક્રમ છે. 2010_03 Page #201 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ આત્મા માટે ધર્મસિદ્ધાન્ત અને દર્શનશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન અત્યંત ઉપયોગી છે. જ્યારે તેની વિરુદ્ધ વિજ્ઞાનના સાધનોની ભરમાર શરીર માટે સુખ સામગ્રીઓની વણઝાર ઊભી કરે છે. વર્તમાન ભોગવિલાસી અતૃપ્ત માનવીને અધ્યાત્મની સાચી દિશાનું ભાન કરાવવા માટેનો યોગમાર્ગ માત્ર દેહલક્ષી નહીં પરંતુ આત્મલક્ષી, મોક્ષલક્ષી છે. આજના માનવીને નથી તો આત્માની ચિંતા કે નથી વર્તમાન જન્મ બગડે તેની ચિંતા. ભોગની આસક્તિ એટલી બધી છે કે અધ્યાત્મમાર્ગને ઓળખવા જાણવા પણ તૈયાર નથી. સુખ મળે, દુઃખ ટળનું જ રટણ ચાલ્યા કરે છે. વાસના અને વિલાસિતા જેના મનમાં સદા સળવળતી હોય એવા જીવો આધ્યાત્મિક માર્ગ માટે અયોગ્ય, અપાત્ર ઠરે છે. અધ્યાત્મ માર્ગ મમતા ઘટાડી, સમતા લાવી, રાગ ઓછો કરાવી વૈરાગ્ય અને ત્યાગ વધારી સંસાર નાબૂદ કરવાનું સૂચન કરી મોક્ષાભિમુખ થવાનું લક્ષ્ય પકડવાનું શીખવે જૈન દર્શન અને શાસ્ત્રો આત્માના આવરિત થયેલાં ગુણધર્મોનો પરિચય કરી આત્મતત્ત્વનું દર્શન, જ્ઞાન તથા ધ્યાન કરવાનું સૂચવે છે. પ્રાચીનકાલીન પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ.મહોપાધ્યાય યશોવિજયજી વગેરેના યોગદષ્ટિ સમુચ્ચય', “યોગવિંશિકા', યોગબિંદુ, યોગશાસ્ત્ર, અધ્યાત્મસારાદિ અનેક ગ્રંથો તવિષયક છે. આત્મા વિષે પ્રારંભિક આટલું જણાયું કે આત્મા છે, નિત્ય છે, સનાતન છે, પુણ્યપાપના ફળનો ભોકતા છે. આત્મા શિવ, અચલ, અરૂપી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ, સિદ્ધગતિ પામેલો સર્વજ્ઞ સર્વદર્શનકારી છે. આ જગત અનાદિ અને અનંત છે. તેનો નથી આદિ કે નથી અંત. તેને કોઇએ સર્યું નથી, અંત કરનાર પણ કોઈ નથી. પ્રવાહની જેમ ગતિશીલ છે. તેમાં બે મુખ્ય તત્ત્વો જીવ અને જડ, અથવા ચેતન અને અચેતન છે. જડ ક્યારેય પણ ચેતન ન થઈ શકે તેમજ ચેતન જડ ન થઈ શકે. બંનેના સંયોગથી સંસાર છે. જડ એવી કર્મવર્ગણાથી સંસાર છે. તે બંને છૂટા પડી જાય, સંપર્કમાંથી, સમાગમમાંથી મુક્ત થાય તો, સંયોજનમાંથી ચેતન એવો આત્મા મુક્ત થઈ જાય છે. કર્મસંતાનસંવેષ્ટિત આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પામે છે. કષાયથી સંસાર છે “કષાયમુક્તિ કિલ મુક્તિરેવ.” 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ જગતમાં અનેક દર્શનો છે જેને મુખ્ય બે વિભાગોમાં વિભક્ત કરી શકાય, જેમકે આસ્તિક અને નાસ્તિક. ચાર્વાક દર્શન નાસ્તિક છે.ઃ કેમકે તે આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી, માનતું નથી. તેનો મુખ્ય સિદ્ધાન્ત છે ‘ૠણું કૃત્વા ધૃતં પિબેત્ ખાવ-પીઓ અને અમનચમન કરો. આ સિવાયના દર્શનો આસ્તિક છે કેમકે તે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. પરંતુ વૈદિક દર્શનો જેવાં કે તેમાંથી પરિવર્તન પામેલાં દર્શનો તથા શંકરાચાર્ય, રામાનુજ, નિમ્બાર્કાદિના મતે જગત મિથ્યા છે, બ્રહ્મ કેવળ સત્ય છે. બ્રહ્મ સિવાય જીવાદિનું અસ્તિત્વ જ નથી. તેમનો મૌલિક સિદ્ધાન્ત ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મવ નાપરાઃ' જીવાદિ કંઈ નથી તે સૌ ભાસમાન છે. ખરું અસ્તિત્વ તેમનું નથી. બ્રહ્મના જ આવિર્ભાવો છે, જે લુપ્ત થતાં બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે. અગ્નિમાંથી નીકળેલો તણખો જેવી રીતે બીજી ક્ષણે ઓલવાઈ નષ્ટ થઈ જાય છે તેમ બ્રહ્મમાંથી નીકળેલા જીવનું અસ્તિત્વ વિલીન થઈ જાય છે, બ્રહ્મમાં જ એકાકાર પામી જાય છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. આ સિદ્ધાન્તનો સ્વીકાર ન કરનારાં દર્શનો જેવાં કે બૌદ્ધ અને જૈન દર્શનો તેમના મતે નાસ્તિક છે. આ સંદર્ભમાં ટુંકમાં જૈન દર્શન કે શાસ્ત્રમાંથી પરિસ્ફુટ થતો સિદ્ધાન્ત જોઇએ. આ સચરાચર સંસારમાં માત્ર મુખ્ય બે જ તત્ત્વો છે જેવાં કે ચેતન અને અચેતન, જીવ અને જડ (અજીવ). જડ કદાપિ ચેતન ન થાય અને ચેતન ક્યારેય પણ અચેતન ન થાય. જડ એવાં કર્મોના સંસર્ગમાં આવવાથી આત્માના પ્રદેશો આંદોલિત થાય છે. આઠ પ્રકારની કર્મવર્ગણા છે. આત્માના આઠ રૂચક પ્રદેશો ક્યારેય પણ આંદોલિત થતાં નથી. કર્મવર્ગણાના સંસર્ગથી તે રૂચક સિવાયના પ્રદેશોમાં આંદોલન થાય છે. જડ એવાં કર્મોથી આંદોલન કેવી રીતે ઘટી શકે ? જેવી રીતે જડ એવા લોહચુંબક પાસે લોખંડની રજકણો ખેંચાઈને તેની સાથે સંલગ્ન થાય છે તેમ. આમ કર્મવર્ગણાના સપાટામાં આત્મા આવી જાય ત્યારે તેને (આત્માને) કર્મબંધ થાય છે. તેના દ્વારા જીવને મુક્તિ ન મળે ત્યાં સુધી જીવે ચાર ગતિમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકમાં ભવ્ય, અભવ્ય, દુર્ભાવ્ય કે જાતિ ભવ્ય તરીકે ભટકવું પડે છે, લૂંટાવું પડે છે, રખડવું પડે છે, ઘૂમવું પડે છે, ચક્રાવો લેવો પડે છે. તેમાંથી મુક્ત થનારો મોક્ષ પામેલો ગણાય. કર્મના બંધનમાંથી મુક્ત થવા અપુનર્બંધક અવસ્થા, ચરમપુદ્ગલાવર્ત, અર્ધપુદ્ગલથી કંઈક પલ્યોપમના અસંખ્યાત ભાગથી ન્યુન થઈ, યથાપ્રવૃત્તિકરણ, શદ્ધ આત્મતત્ત્વ 2010_03 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યકત્વના બીજની પ્રાપ્તિ, ઉત્તરોત્તર વિકાસના ૧૪ પગથિયાં પરંપરાગત રીતે ચઢતાં આત્મા સદા માટે મુક્તિ મહેલનો વાસી બની જાય છે. મોક્ષે ગયેલો પ્રત્યેક જીવ હવે પરમાત્મા તો બન્યો પરંતુ દરેક અસંખ્ય પરમાત્મા સ્વતંત્ર રીતે બીજાને બાધા પહોંચાડ્યા વગર ૪૫ લાખ યોજન લાંબી પહોળી સિદ્ધશિલાએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી રહે છે. જૈન દર્શનમાં એક નહીં પણ અનેકાનેક પરમાત્માની શક્યતા છે. આથી જ વિશ્વમાં જૈન દર્શન પ્રથમ કોટિનું ઉચ્ચ દર્શન છે, તેનું તત્ત્વજ્ઞાન સચોટ અને વૈજ્ઞાનિક પણ છે. જૈન દર્શન પ્રમાણે આ જગત અનાદિકાલીન છે, તેવું અનંતકાલીન છે. અનાદિકર્મસંતાનવેષ્ટિત જીવ જ્યારે પણ સમ્યકત્વ પામે (જે ચરમપુદ્ગલપરાવર્તકાલમાં જ શક્ય છે) તે મેળવ્યા પછી વધુમાં વધુ અર્ધપગલપરાવર્તમાં અસંખ્યાત પલ્યોપમ ઓછાં થતાં જીવ મુક્તિપુરીનો માનવંતો મહેમાન બની પરમાત્મા પદે બિરાજે છે. જગતના મોટા ભાગના ધર્મો ઈશ્વરને જગતકર્તા તરીકે માને છે, સૃષ્ટિના સર્જનહાર તરીકે સ્વીકારે છે. પોતપોતાની રીતે પોતાના ભગવાનને ઈશ્વરના સ્વરૂપે માને છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરને જગતનો કર્તા માન્યો છે. હિન્દુ ધર્માન્તરગત ઘણાં પક્ષો જેવાં કે નૈયાયિકોવૈશેષિકો, શાંકર, શુદ્ધાત, વિશિષ્ટાદ્વૈત, વગેરે સૃષ્ટિસર્જનહારને સૃષ્ટિકર્તા માને છે. ન માનનારાં પક્ષમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય અને મીમાંસકો ગણાવાય. જૈનધર્મમાં આત્મા જ કેન્દ્રસ્થાને છે. પામરમાંથી પરમાત્મા બની શકે અને તે એક નહીં પણ અનન્તાન્ત પરમાત્મા થઈ શકે છે. હિન્દુ ધર્મના અવાન્તર ગ્રંથો જેવાં કે ભાગવંત, ભગવદ્ગીતા, મહાભારત, રામાયણ, મનુસ્મૃતિ, વિષ્ણુનારદ સ્મૃતિ, ઉપનિષદો, આરણ્યકો વગેરે તે કક્ષાનાં છે. ઉત્તરમીમાંસકો નહીં પણ પૂર્વમીમાંસકો ઈશ્વરને માનતા નથી. હરિભદ્રસૂરિ મહારાજ ષડદર્શન સમુચ્ચયમાં મીમાંસકોને નિરીશ્વરવાદી કહે છે - આથી જૈનોને નાસ્તિક કહેવા અને મીમાંસકોને આસ્તિક કહેવાં તે કોના ઘરનો જાય છે ? “કર્મતિ મીમાંસકા:” જેનોની જેમ મીમાંસકો પણ કર્મમાં માનનારા, કર્મવાદી છે. વેદનું પ્રામાણ્ય ન માને અને ઈશ્વરને જગતનો કર્તા ન માનનારા જેનોને નાસ્તિક ગયાં છે. તેઓના મત પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિની રચના વેદોને જોઇને 2010_03 Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૧૯૫ કરી છે. તેથી ઈશ્વર પહેલાં ચાર વેદોનું અસ્તિત્વ સ્વીકારી લેવાય છે. કેવો દ્રાવિડ પ્રાણાયામ ? જૈન દર્શનમાં અનન્તજ્ઞાની સર્વજ્ઞભગવંતે આ બ્રહ્માંડમાં લોકાલોક સ્વરૂપ કેવું છે ? સમસ્ત જગતમાં શું શું છે ? ક્યાં શું છે ? ક્યાં કશું નથી ? ક્યાં વસ્તુ કેવા સ્વરૂપે-સ્વભાવે છે ? જીવો કેવાં પર્યાયી છે ? અજીવ ક્યાં કેવા સ્વરૂપે છે ? જીવાજીવનો સંયોગવિયોગ કેવી રીતે ક્યાં થાય છે, પર્યાયો કેવી રીતે પરિવર્તિત થાય છે ? આ બધું બતાવ્યું છે. ચૌદ રાજલોકની બહાર અનંત અલોક છે. લોક એટલે ક્ષેત્ર કે જ્યાં જીવાજીવો છે. વર્તુળની અંદર બે પગ પહોળા કરી બંને હાથ કેડે રાખી ઊભેલા મનુષ્યના પ્રમાણની જેમ લોક છે અને તે સિવાયના વર્તુળ શૂન્ય છે, કંઈ નથી, માત્ર આકાશ છે તેથી તે અલોક કહેવાય. ઉપરના વર્તુળમાં શૂન્ય છે, કંઈ નથી. માત્ર આકાશ છે તેથી તે અલોક કહેવાય. ઉપ૨ના વર્તુળના ભાગમાં જે મનુષ્યાકૃતિ ભાગ છે તે ૧૪ રાજલોક કહેવાય. તેને બ્રહ્માંડ કહી શકાય. તે Cosmos છે. એમ કહેવાય છે કે ૧,૮૧,૧૭,૯૦૦ મણ વજનનો ૧ ભાર એવાં ૧૦૦૦ મણ ભારવાળો ગોળો ગબડતો-ગબડતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી, ૬ સમય સુધી પડતો પડતો જાય તે અસંખ્ય યોજન લાંબો વિસ્તાર ૧ રાજલોક અને એવાં ૧૪ રાજલોક પ્રમાણ લોકનો છે. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ આ છ દ્રવ્યોને જીવ અને અજીવ એમ બે ભાગમાં વિભક્ત કરી શકાય. એક એક જીવ ચેતન સ્વરૂપ દ્રવ્ય છે. ચેતનાશક્તિમાન પદાર્થને આત્મા કહેવાય છે. એકે એક દ્રવ્યના ગુણ-પર્યાયો બધા જ જાણવા, જોવા અને તેને યથાર્થ સ્વરૂપે રજૂ કરવાં તે માત્ર વીતરાગ અને સર્વજ્ઞ જ બતાવી શકે. તે વગરના કોઈ પણ ક્યારેય પણ યથાર્થ સ્વરૂપ કહી ન શકે. તેથી ચરમકક્ષાનું અંતિમ સત્ય માત્ર સર્વજ્ઞ પરમાત્મા જ કહી શકે. આવા સર્વજ્ઞનું વચન અંતિમ કક્ષાનું સત્ય હોય, અન્ય કોઈનું નહીં. પૂ. ચિરંતનાચાર્યજી મહારાજે પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરી છે. તેથી સર્વજ્ઞ ૫૨માત્માના વચનને ચરમ સત્ય માની, સ્વીકારી તેમના વચનમાં અતૂટ શ્રદ્ધા રાખી આ સત્યને ન્યાય આપવો કે ‘તમેવ સચ્ચ જં જિર્ણહિં પવેયિએ' જે જિનેશ્વરોએ પ્રતિપાદિત કર્યું છે તે જ સત્ય છે. આમાં જ ડહાપણ, વિશ્વાસ અને સર્વજ્ઞ પ્રત્યેની લાગણી, અહોભાવ, પૂજ્યભાવ 2010_03 Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ દર્શાવી શકાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં (૩૬/૪૮) જીવનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે સિદ્ધ અને સંસારી એમ બે પ્રકારના જીવો છે. ૧૪ રાજલોકની પરમોચ્ચ ટોચે સિદ્ધશિલા પર લોકાન્ત-લોકાગ્રે સિદ્ધના જીવો વસે છે અને શેષ સંપૂર્ણ રાજલોકના ક્ષેત્રમાં સંસારી જીવો સર્વત્ર વસે છે. વનસ્પતિકાયના સૂક્ષ્મ તથા સ્કૂલ બે પ્રકારના જીવો સાધારણ તથા પ્રત્યેકના સૂક્ષ્મ-સ્થૂળ બંને જાતના જીવો સંપૂર્ણ લોકમાં સર્વત્ર છે. આખા રાજલોકનો એકે ખૂણો ખાલી નથી. સોયની અણી મૂકીએ તેટલી જગ્યા પણ લોકાકાશમાં ખાલી નથી. વૈદિક દર્શનમાં વેદોને અપરુષેય માન્યા છે. સાહિત્યિક રચના છતાં પણ તેનો કર્તા પુરુષ નહિ ! ઈશ્વરે સૃષ્ટિની રચના પ્રથમ અસ્તિત્વમાં હતી તે સૃષ્ટિ જોઇને રચના કરી છે. તેઓ પ્રમાણે “ધાતા યથા પૂર્વકલ્પયેતુ' વળી બીજું ઈશ્વર સર્વ નિયંતા છે, સર્વ કર્તાહર્તા છે, સર્વજ્ઞ છે છતાં પણ તેની સૃષ્ટિ વિષમતાથી દોષિત છે. તેમાં સુખી, દુઃખી, રોગી, નિરોગી, ધનાઢ્ય, અકિંચન, જ્ઞાની, અજ્ઞાની વગેરે પ્રકારની વિવિધ વિષમતાઓ છે. પવિત્રતમ પર્વશિરોમણિ પર્યુષણ પર્વમાં આયાર્યભગવંત કે પાટે બિરાજમાન સાધુ મહારાજા ગણધરવાદ વાંચે છે. તે તત્ત્વજ્ઞાન પ્રચુર છે. ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોમાં વડીલ ગણધર ગૌતમસ્વામી પૂર્વાવસ્થામાં પોતાને વેદોના ધુરંધર પંડિત શિરોમણિ માને છે. તેવી જ રીતે બાકીના બીજાં પણ દરેકને એક એક વિષય વિષે શંકા છે. જો તેઓ એક બીજાને પૂછે તો શંકાનું નિરસણ થઈ જાય; પરંતુ તેમ કરે તો નાકનું ટેરવું નીચું થઈ જાય ! ૧૧ ગાધરોની કઈ કઈ શંકા છે તે જરા જોઇએ. પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને જીવ વિષે શંકા, બીજા શ્રી અગ્નિભૂતિગૌતમને કર્મ વિષે, ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમને જીવને શરીર વિષેની, ચોથા વ્યક્તિને પંચમહાભૂત વિષે, પાંચમાં શ્રી સુધર્મને જન્માન્તર સાદશ્ય, છઠ્ઠા શ્રી મંડિતને કર્મના બંધમોક્ષ સંબંધી, સાતમા શ્રી મોર્યપુત્રને દેવવિષયક, આઠમા અલંપિતને નરક વિષે, નવમા અલભ્રાતાને પુણ્ય-પાપ વિષે, દશમાં મેતાર્યને પરલોક સંબંધી અને અગિયારમા પ્રભાસને મોક્ષ વિષે શંકા હતી. તેઓને વેદના ભિન્ન ભિન્ન પદોના અધ્યયનથી તથા પરસ્પર વિરુદ્ધ વેદવાક્યના 2010_03 Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મતવ ૧૯૭ અયથાર્થ અર્થથી શંકાઓ થઈ હતી, પરંતુ કોઇએ અંદરોઅંદર પરસ્પર વિચારોની આપલે કરી હોત તો શંકાઓ નિર્મુળ થઈ શકી હોત. ટૂંકમાં આત્માથી માંડી મોક્ષ સુધીના તત્ત્વજ્ઞાનના તમામ વિષયો આ ગણધરોની શંકાના વિષય તરીકે છે. તેઓને માત્ર એક એક વિષયની શંકા હતી પરંતુ આપણે એવા અજ્ઞાની છીએ કે આપણને ૧૧-૧૧ વિષયમાં શંકા છે. બધાં જ વિષયમાં આપણને બધી જ શંકા છે. આત્મા સંબંધી આટલી વાત જાણી લેવી જોઇએ. આત્મા છે, આત્મા કર્મનો કર્તા છે. તે કર્મથી પરિવેષ્ટિત છે. તેથી તેનો બંધ છે. તે તેમાંથી પરમ પુરુષાર્થ કરી મુક્ત થઈ શકે છે, તે માટેના માર્ગો છે. તેના દ્વારા પોતાનું મૂળ સ્વરૂપ જે કર્મોથી અસ્પષ્ટ છે તે પામી શકે છે. તે આત્મા ૧૪ લોકની ટોચે જે સિદ્ધ શિલા છે ત્યાં સદેવ સનાતન મૂળ સ્વરૂપે સ્થિતિ સંપાદન કરી અચલ, અરૂપી, અમળ, સર્વજ્ઞ, સર્વદર્શન, શિવ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ સિદ્ધિ જેનું નામાભિધાન છે તે સંપાદિત કરે છે. નવાઇની વાત એ છે કે આ સિદ્ધશિલા પર મુક્તાત્માઓની સાથે સૂક્ષ્મ વનસ્પતિકાયાદિના જીવો પણ રહેલાં છે ! આ જીવો કર્મોથી વ્યાપ્ત, પરિવેખિત, ખરડાયેલાં છે જ્યારે સિદ્ધિપદ પામેલાં મુક્તાત્માઓ ૮ પ્રકારના કર્મો જેવાં કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યથી મુક્ત હોવાથી પોતાની મૂળ સ્થિતિ જે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર (યથાખ્યાતચારિત્ર), અનંતવીર્ય, અનામી-અરૂપી, અગુરુ-અલઘુ, અનન્તસુખ અને અક્ષયસ્થિતિમય આ ૮ ગુણોથી પરિપૂર્ણ છે. આવાં જીવોને ચેતન આત્મા કહેવાય છે. પરંતુ આ સચરાચાર ૧૪ રાજલોકના લોકાકાશમાં ૮ પ્રકારની વર્ગણા (વર્ગણા એટલે જથ્થો, સમૂહ mass) જેવી કે દારિક, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાસોશ્વાસ, ભાષા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણાના ભિન્ન ભિન્ન જાતના પરમાણુના જથ્થાને વર્ગણા કહેવાય છે. એકથી એક સૂક્ષ્મ થતી જાય છે અને અંતિમ કાર્મણ વર્ગણા સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. તમામ સંસારી જીવો રાગ-દ્વેષાદિ વૃત્તિથી તથા કષાયાદિથી કાશ્મણવર્ગણાઓ ગ્રહણ કરીને કર્મ બાંધે છે. જેવી રીતે સૂક્ષ્મ લોખંડના કણોને લોહચુંબક આકર્ષે છે તેવી રીતે રાગ-દ્વેષાદિ પ્રવૃત્તિથી આત્માની સાથે કર્મોની વર્ગણાઓ ચોંટી જાય છે અને તે દ્વારા મુક્ત થાય નહીં ત્યાં સુધી જીવ ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ યોનિમાં ભટકે છે, ચક્રાવા લે છે. સમસ્ત 2010_03 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ જીવોના ભેદો સંક્ષેપમાં આમ બતાવી શકાય. દેવગતિના ૧૯૮+મનુષ્યગતિના ૩૦૩, તિર્યંચ ગતિના ૪૮ અને નરક ગતિના ૧૪ એમ કુલ ૫૬૩ ભેદો શાસ્ત્રમાં ગણાવ્યા છે. અત્રે નોંધીએ કે વૈદિક ધર્માવલંબીઓ પણ ૮૪ લાખ યોનિઓ સ્વીકારે છે, જેમકે ૮૪ લાખમેં ભટક્યો મેરા દિલ બેકરારી છે. ટૂંકમાં કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. કષાયોથી ઘેરાયેલા જીવો સંસારી અને તેમાંથી મુક્ત તે મુક્ત જે મોક્ષપુરીમાં સદા માટે બિરાજે છે. યોગ્ય કહેવાયું છે કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ'. ઉપર જોયું તેમ કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓને જીવ ખેંચે છે, આકર્ષે છે, પોતાની અંદર સમાવિષ્ટ કરે છે જે આશ્રવની પ્રક્રિયા છે. એમાં રાગ-દ્વેષની પ્રવૃત્તિ, ઇન્દ્રિયો, કષાયો, અવ્રત, યોગ, ક્રિયાઓ મુખ્ય કારણભૂત છે. આ આશ્રવ માર્ગે સર્વ પ્રથમ પ્રદેશ બંધ થાય છે. રાગ-દ્વેષના આધારે તેમાં રસ ઉમેરાય છે જેની સાથે કાર્મણ વર્ગણા ચોંટી જશે. વળી મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ હેતુઓ બંધ હેતુઓમાં ઘણો મોટો ભાગ ભજવે છે. આત્માનો જે જ્ઞાન-દર્શનાદિ ગુણાત્મક સ્વભાવ હતો તેના પર કર્માણુઓ છવાઇ જશે. પૂ. ચિરંતનાચાર્યજી પંચસૂત્રમાં જણાવે છે કે “અણાઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે, અણાઈ કમ્ય સંજોગ નિવિત્તિએ.’ મુક્તિ મહેલમાં પ્રવેશેલો આત્મા મોક્ષે ગયેલો અનાદિ સાત્ત છે, જ્યારે સંસારી જીવો અનાદિ અનંત છે, જેનો અંત નથી તે અનંત. આ પ્રકારનો મુક્તિ પામેલા જીવનો તેથી કોઈ કર્તા નથી. કર્મ થકી સંસારી હતો. હવે તે ભાવ નિર્જરાદિથી મુક્તિ પામેલો હોઈ તેનો કર્તા કર્મ સિવાય કોઈ હોઈ શકે નહીં તેવો જૈન દર્શનનો સિદ્ધાન્ત તથા તત્ત્વજ્ઞાન છે. અનાદિ હોવાથી તેનો કોઈ કર્તા હોઈ શકે તેમ નથી. કેમકે પરસ્પરાદિ આશ્રિત એવાં દ્વન્દ્રો જેવાં કે રાત અને દિવસ, મરઘી અને ઇંડું, વૃક્ષ અને તેનું બીજ. કોણ પહેલું અને કોણ પછી તેનો નિશ્ચય કરવો અશક્ય છે; અસંભવિત છે. તેથી જૈનદર્શનમાં કર્મકૃત જીવનો સંસાર છે અને તે નષ્ટ થતાં તે આત્મા તેના પાસમાંથી મુક્ત થઈ મુક્તાત્મા કહેવડાવે છે. ઈશ્વર કત્વની માન્યતામાં ઘણી વિસંવાદિતા તથા દોષો રહેલાં છે. ઇશ્વરે સૃષ્ટિ શેમાંથી બનાવી ? ક્યાં રાખી હતી ? તેની સૃષ્ટિમાં અનેકાનેક વિષમતા તથા વૈવિધ્ય હોવાથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વરે આવી દર્યાઈ સૃષ્ટિ સર્જી તે માનવામાં ઈશ્વરના ઈશ્વરકત્વમાં દોષો, ઉણપો વગેરે હોવાથી ઈશ્વરને તે 2010_03 Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૧૯૯ વિસંવાદિ સૃષ્ટિના સર્જનહાર માનવામાં ઈશ્વરનું ઇશ્વરત્વ લજવાઈ જાય છે, તેને પામર અને પાંગળો-પરાશ્રિત બનવું પડે તેમ છે. કર્મકૃત જીવનો સંસાર તથા મોક્ષની માન્યતામાં સુસંવાદિતા રહેલી છે. ભવ એટલે સંસાર. “અણાઈ જીવસ્ય ભવ.” જીવનો આ સંસાર અનાદિ કાળથી છે. જીવ પોતે પણ અનુત્ય અનાદિ છે. અનાદિ કાળથી આજ સુધી અનંતપુગલપરાવર્તકાળ વ્યતીત થઈ ચૂક્યા છે. તેથી આત્માના અસ્તિત્વનો ક્યારે પણ નાશ નહીં થાય. જો અસ્તિત્વનો નાશ થઈ જાય તો મોક્ષમાં કશું પણ રહે નહીં. આત્મા નામનું દ્રવ્ય રહે જ નહીં તેથી આત્માનું અસ્તિત્વ અનાદિ અનંત કહ્યું છે. સંસાર જીવનો છે. અજીવનો નહીં. સંસાર અજીવમય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અજીવ દ્રવ્યો છે. તે મય જગત, વિશ્વ, બ્રહ્માંડ છે. અનન્તકાળમાં ક્ષણવાર પણ જીવ અજીવનો સંબંધ વિનાનો થયો નથી. સંસાર જીવનો છે; પરંતુ અજીવ સાયોગિક છે. જીવ અનાદિ અનુત્પન્ન છે. તેમ સંસાર અનાદિ અનુત્પન્ન છે. કર્તા, હર્તા, ભોક્તા જીવ છે તેથી સંસાર જીવનો છે. અજીવ સાંયોગિક, નિમિત્તક છે. જીવે જે કર્મો બાંધ્યા તે રાગ-દ્વેષાદિથી છે. ૧૮ પાપસ્થાનકો જીવે જે સેવ્યા તે પુદ્ગલ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થકી જ છે. પોદ્ગલિક પદાર્થોના નિમિત્તે જીવ ઘણાં કર્મો બાંધે છે અને ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રી આચારાંગસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી જણાવે છે કે “જે અંગે જાણઈ સે સવૅ જાણઈ'. જે એકને જાણે તે સર્વને જાણે. એક તે કોણ ? એક આત્માને ઓળખીએ તો બધું ઓળખાય. તેથી “આત્માને વિદ્ધિ' સંસારના સમસ્ત દ્રવ્યો આત્માને કેન્દ્રમાં રાખી રહેલાં છે. જેમ વર્તળના મધ્યમાં કેન્દ્ર છે તેમ સમસ્ત સંસારના કેન્દ્રમાં આત્મા છે. ધર્મારાધનાના મૂળમાં આત્મા છે. તત્ત્વજ્ઞાનના કેન્દ્રમાં આત્મા છે. તેથી એક આત્માને ઓળખીએ તો બધું જ ઓળખાઈ જાય. તેને ન ઓળખ્યો તો જગતનું બધું જ જાણવા છતાં પણ કંઈ પણ જાણતા નથી તેમ સમજવું. માટે આત્મતત્ત્વ, આત્મજ્ઞાન, અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસની જરૂર છે. તેથી સંસાર કોનો ? જીવનો કે અજીવનો ? આનો ઉત્તર સ્પષ્ટ છે કે જીવનો નહીં કે અજીવનો. જરા વળાંક લઈ ઉપર જે ૮ ગુણો આત્માના ગણાવ્યા છે તેમાં અનંતવીર્ય એક ગુણ ગણાવ્યો છે. તેનું દૃષ્ટાંત જોઇએ. 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ કલ્પસૂત્રમાં જેનો ઉલ્લેખ કરાયો છે તે પ્રસંગ ભગવાન મહાવીર સ્વામીના જન્મ વખતનો છે. ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર લઈ પાંચ રૂપ ધારણ કરી સ્નાત્રાભિષેક કરવાના મોટા કલશોમાંથી પાણી રેડાઈ રહ્યું છે ત્યારે ઇન્દ્રને શંકા થઈ કે નાનો બાળક આ કેવી રીતે સહન કરી શકશે ? ત્યારે ભગવાને પોતાની શક્તિ બતાવવા ડાબા પગનો અંગુઠો સિંહાસન પર દબાવ્યો ત્યારે સિંહાસન, શિલાપદ, સમસ્ત મેરૂ પર્વત આખો જંબુદ્વિપ કંપિત થઈ ગયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી ઈન્દ્ર સાચી પરિસ્થિતિ જાણી તથા પ્રભુની શક્તિના પરચાથી પશ્ચાત્તાપ કરી પ્રભુની માફી માંગી. જીવાસ્તિકાય (આત્મા) રંગ વગરનો અરૂપી છે, શાશ્વત છે, તે દ્રવ્યથી જીવાસ્તિકાય, ગુણથી જીવાસ્તિકાય, ક્ષેત્રથી લોકપ્રમાણ છે. કાળથી શાશ્વત છે. ભાવથી રંગરહિત, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અર્થાત્ અરૂપી (અવર્ણ) અગંધ, અરસ, અસ્પર્શ યુક્ત છે. ગુણથી ઉપયોગ ગુણ પ્રધાન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વીરપ્રભુએ દેશના સમયે જણાવ્યું છે કે આત્મા પોતે જ સુખ-દુઃખનો કર્તા તથા નાશ કરનારો છે. પોતે જ પોતાનો મિત્ર-શત્રુ છે. આવી રીતે જીવાભિગમ, ભગવતીસૂત્ર, આચારાંગ, સ્થાનાંગાદિ આગમોમાં અનેક સ્થાને પ્રરૂપણા કરી છે. જિનાગમોના આધારે પૂર્વાચાર્યોએ અનેક પ્રકરણ ગ્રંથો, દર્શનશાસ્ત્રો રચી આત્મવિષયક ચર્ચા કરી છે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્યા છે, તે જ કર્મોના ફળનો ભોકતા છે. કર્માનુસાર સ્વર્ગનરકાદિમાં પરિભ્રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોની સાધનાથી કર્મનો ક્ષય કરી મોક્ષ પામનાર છે તે જ આત્મા છે. પદાર્થોનું ઉપરોક્ત સ્વરૂપ સર્વજ્ઞ કેવલી પરમાત્મા દ્વારા પ્રણીત છે. તેઓ તે બનાવવા નથી ગયા. પદાર્થોના ગુણધર્મો જેવાં હતાં તેવાં જ જ્ઞાન યોગમાં જોયા, જાણ્યા તેવાં વીતરાગ ભાવથી જ કહ્યા છે. કર્મો જીવની સાથેના સમાગમથી સંસારચક્રમાં ઘુમ્યા કરે છે તેથી ઇશ્વરને તે માટે જોડવાની જરૂર જ નથી. શા માટે વિપરિત માનવું ? રાગ-દ્વેષથી આપણે અન્યથા સમજીએ તો તેમાં આપણી મૂઢતા છે, મૂર્ખતા છે, મિથ્યાત્વ છે. તેથી સત્યની દિશામાં જવું, બુદ્ધિ ઠેકાણે રાખી, જ્ઞાન સાચું અને પાકું થાય એ જ સમગ્ર શ્રદ્ધાનો વિષય છે, સમકિત છે, સત્ય દર્શન છે, સાચું તત્વજ્ઞાન છે. માટે સાચી સમ્યમ્ શ્રદ્ધાથી આત્માને લાભાલાભ જ છે; તેથી ઉલટી મિથ્યા વિચારધારાથી આત્માને નુકસાન 2010_03 Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨૦૧ છે, જેથી ભવપરંપરા વધે છે. ઉપર આપણે જોયું કે જેનદર્શન આત્માને કર્તા તથા ભોકતા બંને સ્વરૂપે માને છે. આત્મા સ્વદેહ પરિમાણ છે. કીડીનો આત્મા કીડી જેટલો, હાથીનો હાથી જેટલો. આત્માનો ગુણધર્મ સંકોચ-વિકાસશીલ છે. તે અણુ જેટલો પણ હોઈ અને ૧૪ રાજલોક જેટલો વિસ્તરી શકે છે. વાદિદેવસૂરિ મહારાજાએ પ્રમાણનય તત્ત્વાલોકમાં વિસ્તૃત રીતે ચર્ચા કરી છે. એક એક વિશેષણો અન્ય મતના ખંડન માટે અને સ્વમતની પુષ્ટિ માટે આપ્યાં છે. એવી રીતે અન્ય જૈન દાર્શનિક મહાપુરુષોમાં પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજ, પૂ. સિદ્ધસેન દિવાકર, પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ. ઉપાધ્યાય યશોવિજયજી વાચક અને અનેક પૂજનીય, વંદનીય, આદરણીય મહાપુરુષોએ તાર્કિક અને દાર્શનિક પદ્ધતિએ પોતપોતાના ગ્રંથોમાં આત્માનું અભુત સ્વરૂપ વર્ણવ્યું છે. દેહાત્મવાદ, ઈન્દ્રિયાત્મવાદ, મનોમયાત્મવાદ વગેરે અજ્ઞાનમૂલક પક્ષો કે વિચારધારાઓને માનવી એ મોટું મિથ્યાત્વ છે. કેન્દ્રિયભૂત એક માત્ર તત્ત્વ આત્મા છે. આત્માના કેન્દ્રમાં જ બધી પ્રવૃત્તિઓ થાય છે, વિકસે છે. જેવી રીતે વર્તેલમાં કેન્દ્રથી પરિઘ તરફ જતી બધી લીટીઓ એક સરખી છે તેવી રીતે આત્મા જ પ્રવૃત્તિઓનું કેન્દ્ર કે મધ્યબિંદુ થઈ શકે. કારણ કે ઉદાહરણ તરીકે પાંચ ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને છઠું મન લઇએ તો આ બધી જ વસ્તુઓ એક મૃતશરીર, મડદામાં છે. તેની આંખ, કાન, નાક, ભાદિ આપણે પ્રત્યક્ષ જોઈ શકાય છે પણ તેમાંથી આત્મા ચાલી ગયો તેથી તે નિષ્ક્રિય થઈ ગઈ છે. ખરી રીતે વિચારતાં આંખ, કાન, નાક વગેરે જોતાં નથી, સાંભળતા નથી, ચાખતા નથી પણ તે દ્વારા આ કાર્ય નિષ્પન્ન થાય છે. જે એમાં દોરી સંચાર આત્માના હાથમાં છે. તેથી આમ કહેવું વધુ વાસ્તવિક છે કે આંખ, કાન, નાક જોતાં નથી, સાંભળતા નથી, સુંઘતા નથી પણ તે દ્વારા આ કાર્ય કરનાર જો કોઈ દ્રવ્ય હોય તો તે આત્મા જ છે. કેન્દ્રમાં જો આત્મા ન હોય તો આધાર વિનાના આ બધાનું અસ્તિત્વ જ ન રહે.આત્મા ન રહે તો કર્મ પણ ન રહે. કર્મ કોને બંધાય છે ? શરીરને કે મનને ? ન તો શરીરને અને ન તો મનને. કર્મ જડપુગલ પરમાણુરૂપ છે. શરીર જડ, ઇન્દ્રિયો જડ, મન પણ જડ. મન પણ આની જેમ 2010_03 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ સાધન છે. મન પણ તથા પ્રકારના જડ પુદગલ પરમાણુની વર્ગણાથી બનેલું છે. ક્રિયા કરનાર તો એક માત્ર સક્રિય આત્મા જ છે. મડદાની બાજુમાં રસ, ગંધ, સ્પર્શ, સ્વરાદિના સાધનો મૂકીએ તો મડદાને તો કશી અસર કરતાં નથી. કાન નથી સાંભળતો, આંખ નથી જોતી, જીભ નથી ચાખતી. સાંભળનાર, જોનાર, ચાખનાર આત્મા આ બધાંથી જુદો સ્વતંત્ર છે. તેથી શરીર, ઈન્દ્રિયો, અનાદિ માત્ર સાધનો છે. આત્મા વિના મન નિષ્ક્રિય છે. આમ આત્મતત્વની સિદ્ધિ થાય છે. પાંચે ઇન્દ્રિયો આત્માને જ્ઞાન પહોંચાડે છે, સાધનરૂપ છે, માધ્યમરૂપ છે, માટે જ્ઞાનેન્દ્રિયો છે. તે વિના જ્ઞાનપ્રાપ્તિ સંભવ જ નથી એ માન્યતા ખોટી છે. ઇન્દ્રિયો અને મન દ્વારા જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ તે બધાં પરોક્ષ જ્ઞાનો છે. આત્માથી થતાં જ્ઞાનો પ્રત્યક્ષ જ્ઞાન છે. તે માટે સીમાનું બંધન નથી. મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ કક્ષાના જ્ઞાન છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન ત્રણે પ્રત્યક્ષ જ્ઞાન છે. તે ઇન્દ્રિયો અને મનની અપેક્ષા વગર થાય છે માટે પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન વડે લોકાલોકના અનંતા પદાર્થો, અનંતા ગુણધર્મો અને અનંતી પર્યાયોનું જ્ઞાન એક માત્ર આત્માથી જ જાણી-જોઈ શકાય છે. આમ આ પ્રત્યક્ષજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થવાથી જ શક્ય છે. જીવે અનંતકાળ સુધી મોહાધીન થઇને અનંતા રૂપી-દશ્ય પદાર્થોનું જ જ્ઞાન વધારે કર્યું છે. તેથી આત્માને અનાદિ કાળના જ સંસ્કારો પડ્યા છે. આત્મા અનાદિકાલીન કર્મસંયોગવાળો છે. કર્મને લીધે રૂપી-દશ્ય પદાર્થોને લીધે તેવા જ સંસ્કારો પડ્યા છે અને અરૂપી-અદશ્ય પદાર્થો સમજવા ઓળખવા કે તેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સંસ્કારો બિલકુલ નથી. બીજી બાજુ રૂપી-દૃશ્ય પદાર્થો જ આત્માના મોહના વિષયો બને છે, ગમે છે, રસ-રુચિ જાગે છે; રાગાદિન નિમિત્ત બને છે. મોહનીય કર્મથી ખરડાયેલો રાગી-દ્વેષી જીવ તેવા પદાર્થો તરફ જલ્દી વળે છે. પરંતુ જીવને એ ખ્યાલ નથી કે વધુ ને વધુ કર્મો બંધાવનાર પણ આ જ રાગ મોદાદિ ભાવો છે. એના નિમિત્તરૂપ રૂપીદૃશ્ય પદાર્થો છે. પરોક્ષરૂપે આ રૂપી-દશ્ય પોગલિક પદાર્થો છે; જ્યારે પ્રત્યક્ષરૂપે તેમના મોહ-રાગાદિ ભાવો છે. તેથી પૂર્વના બંધાયેલાં કર્મો વર્તમાનમાં ઉદયમાં આવે છે; અને કર્મોની પરંપરા પણ ચાલ્યા જ કરે છે. 2010_03 Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨૦૩ સંસારમાં જે જે દ્રવ્યો છે, તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે છે. આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવંતોએ જેવું જોયું છે અને આપણા જેવા જીવોને જણાવ્યું છે તેવું યથાર્થ સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાય-સ્વરૂપે ચિંતવવામાં ધ્યાવામાં આવે તો જીવને કર્મનિર્જરા થાય છે; બંધનમાંથી મુક્ત થવાનો લાભ મળે છે. આ રીતે આચારાંગ આગમસૂત્રનું જે વચન છે કે ‘જે એવં જાણઈ સે સવ્વ જાણઇ’. જે આત્માતત્ત્વને બરાબર ઓળખે છે, જાણે છે તે સમસ્ત પદાર્થોને પણ બરાબર ઓળખે છે; જાણે છે, સમજે છે. આ રીતનું ચિંતન-મનન-ધ્યાન એકધારું ક૨વામાં આવે તો પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપની સાચી ઓળખ થાય છે. સાચી ઓળખથી પદાર્થોનો રાગ-દ્વેષ ઘટે છે. આ જ્ઞાન વિકૃત-વિપરીત થાય તો પદાર્થોનો રાગ-દ્વેષ વૃત્તિઓ વધે છે; પરંતુ જો પદાર્થોમાંથી મોહભાવ, રાગ-દ્વેષના ભાવો ઘટતાં સ્પષ્ટપણે વૈરાગ્ય ભાવ આવે છે. વિરક્તિ આત્માને ઉંચે ચઢાવે છે. મોહ-રાગ-દ્વેષ ઘટતાં કર્મબંધ થતો અટકે છે. આત્મપ્રદેશોમાં સ્પંદનો સ્થિર થાય છે; કમનિર્જરાનું પ્રમાણ ઘણું વધે છે, માટે ધ્યાન જ્ઞાનપૂર્વક જ થાય. આત્મજ્ઞાનનો આધાર આત્માસ્તિત્વ પર છે. તેના વિશુદ્ધ સ્વરૂપની જે ઓળખ કરવી છે તે માટે આત્માનું અસ્તિત્વ સર્વ પ્રથમ સ્વીકારવું અત્યંત આવશ્યક છે, અનિવાર્ય છે, જરૂરી છે. આત્મા છે એવું અસ્તિત્વ સ્વીકારવાથી જીવો આસ્તિક બને છે; પરંતુ આસ્તિક બનવા માત્રથી સમ્યકત્વી બની જાય એવો નિયમ કરી ન શકાય. જે જે છે તે તે અવશ્ય આસ્તિક છે જ. આસ્તિક થવું તે પ્રથમ પગથિયું છે; જ્યારે સમ્યકત્વી થવું તે તેની આગળનું બીજું પગથિયું છે. સમ્યકત્વના જે પાંચ લક્ષણો છે તે આ પ્રમાણે છેઃ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. આસ્તિકય એટલે જિનેશ્વરના વચન પર ૫૨મ વિશ્વાસ, નવ તત્ત્વમાં પૂરી શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અડગ નિષ્ઠા. જૈન દર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજલોકના ત્રણ મુખ્ય ભાગ પડે છે. ઉર્ધ્વલોક, અધોલોક અને વચ્ચે તિર્થ્રો લોક છે. જંબુદ્વીપની મધ્યમાં મેરૂપર્વત છે. તેની સમતલ ભૂમિથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે ૧૮૦૦ યોજન ક્ષેત્ર જ ફક્ત તિર્હોલોકનું ક્ષેત્ર છે. આ તિર્હોલોક તિર્થંગ્ દિશામાં વધેલો છે. અહીં એક દ્વીપ અને એક સમુદ્ર એમ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલાં છે. ક્રમશઃ એકબીજાથી બમણા માપવાળા છે. અહીં કેન્દ્રના (વચ્ચેના) 2010_03 Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૦૪ ફક્ત અઢી દ્વીપ સમુદ્રમાં જ મનુષ્યો અને તિર્યંચોની વસતી છે. તેની બહાર માત્ર તિર્યંચ ગતિના પશુપક્ષીઓ જ છે, ત્યાં મનુષ્યો નથી. જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અડધા પુષ્ક૨ાવર્ત દ્વીપમાં મનુષ્યોની વસતી છે. અત્રે ૧૫ કર્મભૂમિ+૩૦ અકર્મભૂમિ+૫૬ અંતરદ્વીપ એમ ૧૦૧ ક્ષેત્રો છે. છેલ્લો દ્વીપ ૧૦૨૪ યોજનના વિસ્તારવાળો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચારતાં બધાં નિક્ષેપોની દૃષ્ટિથી સંપૂર્ણલોક ક્ષેત્ર જેને બ્રહ્માન્ડ કે Cosmos કહેવામાં આવે છે, જેમાં ૮૪ લાખ યોનિઓમાં ૪ ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીમાં ઘૂમવું પડે છે. અત્રે ધ્યાન રાખવાનું કે આ ૧૦૧ માંથી ફક્ત ૧૫ ક્ષેત્રોમાંથી જ તીર્થંક૨ થઈ શકાય છે. સંસ્કૃત ભાષાના ‘સ્-ગૌ' ધાતુમાંથી સંસાર શબ્દ બનેલો છે. જેની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરતાં જણાય છે કે સતત-નિરંતર-અખંડપણે ગતિ ચાલતી જ રહે એનું નામ સંસાર. જેવી રીતે દોરીના બે છેડા છે તેમ આ સંસારનો એક છેડો જેનું નામ નિગોદ અને અંતિમ છેડો તે મોક્ષ. અહીં સુધી આત્માએ સરકાવનું છે. નિગોદના સૂક્ષ્મતમ ગોળામાં અનંતો કાળ વિતાવ્યો જ્યાં એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં ૧૭ાા જન્મ કરાય છે. એટલે કે એક શ્વાસોશ્વાસમાં ૧૭ાા ભવ થયા. અને અહીં આ રીતે અનંતોકાળ વ્યતીત થઈ ગયો. નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં પણ પરિભ્રમણ કરતાં જીવનો અનંતકાળ વીતી જાય છે. છેવટે ૧૪ રાજલોકમાં લોકાગ્રે (લોકાન્તે) ક્ષેત્રમાં અનંત સિદ્ધાત્માઓ વસે છે; જ્યાં ફક્ત ૪૫ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાની ઉપર અનંત સિદ્ધાત્માઓ અશરીરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની સિદ્ધાત્માના સ્વરૂપે મોક્ષમાં રહે છે જે સ્થાન શિવં, અચલ, અનંત, અક્ષયં, અવ્યાબાધં, અપુનરાવૃત્તિમ્ છે. ટુંકાણમાં અહીં સિદ્ધાત્માની સાદિ-અનંતની સ્થિતિ છે. શરૂઆતની અવસ્થાને એક દિવસ સંસારી આત્મા સંસારની સ્થિતિ સમાપ્ત કરી ત્યાં મોક્ષમાં કાયમ માટે સ્થિર રહે છે. નિગોદાવસ્થામાં ભવ્ય જીવની સ્થિતિ અનાદિ સાંત હતી તેથી તેનો અંત આવી શકે છે, પરંતુ અભવ્ય, જાતિભવ્ય (દુર્વ્યવ્ય) જીવોની સ્થિતિ અનાદિ અનંત છે. ભવ્ય જીવોની જ મોક્ષ મેળવવાની યોગ્યતા પૂરેપૂરી છે. આત્માના મૂળભૂત 2010_03 Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨૦૫ ગુણધર્મો ૮ છે જેવાં કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનામી, અગુરુલઘુ, અનંત અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ. આ ગુણધર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામકર્મ ગોત્રકર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મથી આવરિત થયેલાં છે. જે માટે વંદિતુ સૂત્રની ૩૯મી ગાથામાં કહ્યું છે કે - એવું અદ્ભવિહં કમૅ રાગદોસસમર્જાિઅં | આલોખંતો નિંદતો, ખિપ્ય હવાઈ મુસાવઓ // નિગોદમાંથી બહાર નીકળતો જીવ જ્યારે જ્ઞાનનું કિરણ વિકસિત કરવા તથા ભવ્યતાના પરિપાકરૂપે ધીરે ધીરે પ્રબળ પુરુષાર્થ કરી ઉપર ને ઉપર ચડવા પ્રયત્નશીલ બનતો રહે છે. તે માટે બે સીડીઓ છે જેમાં એકમાં ૧૪ પગથિયાં છે અને બીજી સીડી જેમાં વિનયાદિ આત્મવિકાસ સંપાદન કરે તેવાં ગુણધર્મો છે. તેથી વિનય માટે કહ્યું છે કે “વિનયતિ દૂરી કરોતિ અષ્ટવિધકર્માણિ ઇતિ વિનયઃ” આ બંને સીડીના પગથિયાં ઉપર જવા માટે છે પણ જો ગફલત થાય તો કેવી રીતે પગથિયાં ચઢતાં પડી જવાય તેમ અહીં પણ પડવાની શક્યતા છે જેથી કહ્યું છે કે “પડિવાઇ અનંતો.” જેનદર્શનમાં ઉત્ક્રાન્તિની જેમ વ્યુત્ક્રાન્તિ પણ છે. Evolution and Devolution. જેમકે ઉપશમ શ્રેણિએ ચઢનાર જીવ અચૂક ૧૧ મેથી પડે જ છે; જ્યારે ક્ષપકશ્રેણિએ ચઢનારો ૧૧મે ન જતાં સીધો ૧૦ મેથી ૧૨ મે જ જાય છે અને પછી ચઢતાં ચઢતાં ૧૪મે પગથિયે પહોંચી સિદ્ધશિલાનો વાસી બની ત્યાં કાયમનો વસવાટ કરે છે. ભવ્ય જીવોમાં મોક્ષ મેળવવાની યોગ્યતા પૂરેપૂરી છે; પરંતુ એકલી યોગ્યતાથી મોક્ષ મેળવી ન શકાય. મોક્ષાદિ તત્ત્વોને જાણવા, માનવા, સતત સુપુરુષાર્થ સેવવો જ જોઇએ. જો તે મિથ્યાત્વના આવરણો ટાળી શકે, જો સમ્યકત્વ પામે, તેને સુદ્રઢ બનાવે, નષ્ટ થાય તેવાં કારણોથી દૂર રહે તો તેને માટે મોક્ષ સુનિશ્ચિત જ છે. પરંતુ કેટલાંયે જીવો (ભવ્યો હોવા છતાં સમ્યકત્વ પામતાં જ નથી ! મોક્ષ મેળવતા પણ નથી. તે માટે દેવ, ગુરુ, ધર્માદિ સાધન સંપત્તિનો યોગ મળતો જ નથી; તેથી વંચિત રહી જાય છે. સમ્યકત્વ પામવાની દિશામાં સતત પુરુષાર્થ કરતા રહેવાથી, તથા ભવ્યત્વની સ્થિતિ પરિપક્વ થઈ જાય શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, 2010_03 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન ધર્મના પુષ્પગુચ્છા અનિવૃત્તિકરણાદિ કરી આત્મશક્તિ ફોરવી ગ્રંથભેદ થવાથી સમ્યકત્વ પામે જ, બસ બેડો પાર થઈ જાય. કેમકે જે દિવસે સમ્યકત્વ પામે ત્યારથી જ મોક્ષ સુનિશ્ચિત થઈ ગયો હોય છે. હવે આવો જીવ અર્ધપુદગલાવર્તકાળમાં અવશ્ય મોક્ષ મહેલમાં મહેમાન થાય જ. આ વાતને નવતત્ત્વકારે સિદ્ધાન્ત રૂપે આમ ફરમાવી છે: અન્તોમુહુત્ત મિત્ત પિ ફાસિય ઉજ્જ જેહિ સમ્મત્ત | તેસિં અવડુઢ પુગ્ગલ, પરિયટ્ટો ચેવ સંસારો !' એટલે કે ફક્ત અંતર્મુહૂર્ત અર્થાત્ બે ઘડી જેટલા સમય માટે જે ભવ્ય જીવે સમ્યકત્વનો સ્પર્શ સાધી લીધો છે તેને માટે હવે સંસાર ફક્ત અર્ધપગલપરાવર્ત કાળ જ શેષ રહે છે; જે પહેલાં અનંતપુગલપરાવર્તકાળનો હતો જેમાં અનાદિ મિથ્યાત્વના કારણે અનંતપુદ્ગલપરાવર્તકાળનો હતો જે સંસારમાં વીતી ચૂક્યો છે. પરંતુ ૧ પગલપરાવર્તકાળ અસંખ્ય વર્ષનો હોય છે જેની ગણતરી કરી શકાય એમ નથી. હવે તો કિનારો દૃષ્ટિ સમક્ષ હોવા જેવું લાગે, પરંતુ આ કાળ દરમ્યાન પણ હજુ અનંત ભવો કરવાના હોઈ શકે. અભવી જીવ માટે અનંતકાળે પણ મોક્ષ દુર્લભ રહેવાનો, રહે છે ! સમ્યકત્વી જીવે જાણવા જેવું એ છે કે સમ્યકત્વી જીવે ભૂતકાળમાં અનાદિ અનંતકાળ નિગોદમાં, તેમજ સંસાર ચક્રમાં જ ૪ ગતિઓમાં, ૮૪ લાખ જીવ યોનિઓમાં જન્મ-મરણ, જન્મ-મરણ ધારણ કરતાં કરતાં વીતી જતા હોય છે ને ? જો સમ્યકત્વી જીવ વિશેષ સુપુરુષાર્થ કરીને સમ્યગુ જ્ઞાન, ચારિત્ર, તપાદિની આરાધના ઉત્તમ રીતે કરી લે તો અલ્પ સમયમાં અલ્પ ભવોમાં સંસારનો અંત લાવી શકે છે. મોક્ષે ગયા પછી ત્યાં કાળનો અંત આવવાનો નથી. અનંતકાળે પણ અંતની શક્યતા નથી માટે સિદ્ધાવસ્થામાં અનંતકાળ રહેવાનું ઘટવાનું નથી કારણ કે મોક્ષે ગયેલો જીવ સિદ્ધશિલા પર કાયમનો રહેવાસી બની જાય છે. અનંતા જીવોની અપેક્ષાએ સંસાર અનાદિ-અનંત છે. જ્યારે સમ્યકત્વી જીવની અપેક્ષાએ સંસાર અનાદિ-સાત છે. જીવો ભવી હોય કે અભવી તેમનું જીવત્વ સ્વરૂપ નષ્ટ થવાનું નથી. આ સંસાર શાશ્વત છે તેનો સર્વથા નાશ કે મહાપ્રલય થવાનો જ નથી, થયો નથી, થવાનો પણ નથી. તેથી અન્ય દાર્શનિકો પ્રમાણે સંભવામિ યુગે યુગેની સંભાવના જ નથી. 2010_03 Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્મતવ ૨૦૭ જીવમાત્ર સંસારની સંસારી અવસ્થામાં કર્માધીન છે. અનાદિકાલીન કર્મસંયોગવાળો જ રહે છે. પૂ. ચિરંતનાચાર્યજી પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં ફરમાવે છે કે - “અણાઈ જીવે, અણાઈ જીવસ્ય ભવે અણાઈ કમ્ય સંજોગ નિવરિએ.” અનાદિ કહેવાથી અનુત્પન્નપણું સિદ્ધ થાય છે. તે નષ્ટ થયું નથી માટે અવિનાશીપણું સિદ્ધ થાય છે. ધ્રુવપણું-નિત્યપણું જીવ દ્રવ્યનું છે તે સૈકાલિક છે. ભલે નરકગતિમાં છેદન ભેદન થાય, કપાઈ જાય, ટુકડે ટુકડા થઈ જાય, અગ્નિમાં બાળી દેવાય તો પણ બળતો નથી. ભગવદ્ ગીતામાં પણ અદાહ્યોડયું, અકાઢોડયું વગેરે કહ્યું છે. બળીને પરમાણુ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. પરમાણુનું અસ્તિત્વ શાશ્વત છે. જીવ અનાદિઅનંતકાલીન અસ્તિત્વ ધરાવનાર દ્રવ્ય છે જે સદાકાળનું છે. તેથી જન્મમરણ રૂપ આ સંસાર ચક્ર સતત ચાલી રહ્યું છે. જીવ શાશ્વત છે માટે સંસાર પણ શાશ્વત છે. સંસારનો સર્વનાશ કે મહાપ્રલય ક્યારેય થયો નથી. અનંત ભવિષ્યમાં પણ થવાનો નથી. જો થયો હોત તો સંસારનું સ્વરૂપ જેવું જોઇએ છીએ તેવું હોત નહીં. બટાકા-ડુંગળીમાં અનંત જીવો છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. કીડી, મંકોડા વગેરેની સંખ્યા કેટલી ? આમ સમુદ્રમાં માછલાં વગેરે તથા વનસ્પતિકાયાદિના જીવો કેટલાં ? અત્યારની દુનિયામાં મનુષ્યોની સંખ્યા અમુક કરોડની છે. જેનદર્શન પ્રમાણે એકડા પછી ૨૯ મીંડા લખાય તેટલી વધુમાં વધુ વસતિ થઈ શકે. સામાન્ય ગણિતમાં પરાર્ધ સુધીની સંખ્યા છે. શાસ્ત્રકારો શિર્ષપ્રહેલિકા જેમાં ૧૯૪ આંકડા હોય છે. વળી જ્યોતિષ કરંડકાદિમાં ૨૪૦ અંકની સંખ્યા ગણાવી છે. સમગ્ર જીવસૃષ્ટિ અગણ્ય અંકોની જીવાત્મા અને પરમાણુ બંને શાશ્વત દ્રવ્યો છે. આવો મૂળ ઘટક દ્રવ્ય છે. અસ્તિત્વ શાશ્વત, સૈકાલિક છે; અનાદિ અનંત છે. પર્યાયોમાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય રૂપે પરિવર્તન થતું રહે છે. જીવ અને કર્મનો સંયોગ અનાદિકાલીન છે, તેમજ જીવ અને જડનો સંયોગ અનાદિકાલીન છે. જીવ જડનો સાથ લઈ શરીર ધારણ કરતો જ રહ્યો છે. ૮ મહાવર્ગણામાંથી જીવ શરીર, ઇન્દ્રિયો, મન, શ્વાસોશ્વાસ, ભાષા વગેરે ગ્રહણ કરી આવશ્યકતા અનુસાર બધી રચના કરે છે. આ બધાં જડ પરમાણુની વર્ગણ છે. અવિરત કર્મો બાંધીએ છીએ તે પણ જડ છે. એક ક્ષણ માટે પણ જીવ જડના સંયોગ વગરનો રહ્યો નથી. 2010_03 Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ આયુષ્ય કર્માધીન જીવની સ્થિતિ છે. એ સમાપ્ત થતાં ભાડાનું ઘર ખાલી કરી નવામાં કર્માનુસાર જવું જ પડે છે. ઓદારિકાદિ વર્ગણાના પરમાણુઓનો જથ્થો ગ્રહણ કરી કર્માનુસાર નવું શરીર ગ્રહણ કરી આયુષ્યાનુસાર જીવન જીવે છે. તે સમાપ્ત થતાં મૃત્યુ અને ત્યારબાદ ફરી ગર્ભાવસ્થામાં દારિકાદિ વર્ગણા ગ્રહી સ્વકર્માનુસાર ફરી જન્મ, ફરી મૃત્યુ, ફરી જન્મની ઘટમાળ કર્મોમાંથી સદંતર મુક્ત ન થાય ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ રહે છે. આવું આ સંસારચક્ર અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ચાલુ જ છે. સંસારમાં એક પણ જીવ નહીં હોય, એક પણ જીવ જન્મ-મરણ ધારણ નહીં કરે, તેમ કરનાર કોઇ પણ નથી કોઈ પણ બચ્યો નથી એવું બન્યું નથી, બનતું જ રહેશે, બને જ છે ને ? આવા અનાદિ-અનંતકાલીન સંસારના શાશ્વત અસ્તિત્વના સિદ્ધાન્તાનુસાર કોઈ ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે, પ્રલય કરે એવી કલ્પના કરવી નિરર્થક છે. સર્જન કરનાર-પ્રલય કરનાર એવા ઈશ્વરની ક્લપના સર્વથા વિપરીત ધારણા છે. મિથ્યા માન્યતા છે. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૨.૨ માં કહ્યું છે. વૈષM-નૈવૃત્તા–વૈષમ્ય-નિવૃતાદિ દોષોથી ઇશ્વરની કલ્પના સત્યથી વેગળી છે. કેમકે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સ્વેચ્છાનુસાર આવી વિષમતા અને વિવિધતાભરી સૃષ્ટિની રચના કરે એવું માનવાથી ઈશ્વરની સર્વશક્તિનો ખુલ્લો ઉપહાસ જ છે. તેનાથી ઉલ્ટ જેન દર્શનમાં પરમેશ્વરને સર્વ કર્મયુક્ત, વીતરાગી, સર્વજ્ઞ માનવા અને જે આવા સંસાર ચક્રમાંથી મુક્ત થવાનો માર્ગ દેખાડે, મોક્ષ માર્ગે અગ્રેસર કરે એવા દૃષ્ટા માર્ગદર્શકને પરમેશ્વર માનવા વધુ વાસ્તવિક, યુક્તિ પુર:સર છે. કારણ કે આ માર્ગે આ પ્રક્રિયા વડે પામરાત્માઓ પરમાત્માઓ બની શકે તેમ છે. જે દર્શનમાં એક નહીં પણ અનેક તીર્થકરો જે પરમાત્મા છે. તેઓ નિગોદથી માંડી મોક્ષ સુધીની વણથંભી લાંબી મુસાફરી કરી ચૂક્યા છે. તેથી સર્જક કે સંહારક ઈશ્વરની કલ્પના મહા મિથ્યાત્વ છે, ભ્રમણા છે. તેથી વિપરિત દષ્ટા માર્ગદર્શક ઈશ્વર માનવામાં સાચી શ્રદ્ધા છે, એ જ સાચું સત્ય છે, સાચું જ્ઞાન છે, એ જ સાચી હકીકત છે. જીવાત્માનો મૂળભૂત સ્વભાવ આ સંસારમાં જન્મ-મરણ ધારણ કરવાનો, પરિભ્રમણ કરવાનો નથી. જે વાત કર્મસાંયોગિક છે. આ એક કર્મજન્ય સ્વભાવ છેઃ જીવ માટેનો વિભાગ છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા જીવનું 2010_03 Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨૦૯ કર્મસાંયોગિક લક્ષણ બાંધતાં સંસારી પર્યાયના જીવનું સ્વરૂપ જણાવતાં સ્પષ્ટ કહે છે - “ય: કર્તા કર્મ ભેદાનાં ભોકતા કર્મ ફલસ્ય ચ | સંસર્તા પરિનિર્ધાતા, સહ્યાત્મા નાન્ય લક્ષણઃ || જ્યારે સિદ્ધસ્વરૂપી, અર્મી સ્વરૂપ, અજન્મા સ્વરૂપ, અમર સ્વરૂપ જ તેનું સાચું સ્વરૂપ છે. જ્યારે જડ દ્રવ્ય પુદ્ગલ સંયોગી જીવની ઓળખ ક્યાં સુધી ઉચિત છે ? સસરાના નામે અથવા આમે જેમ સંસારમાં જમાઇની ઓળખ ખોટી છે; એમ જીવની પણ સંસારી અવસ્થાની ઓળખ સાચી નથી. તેની ઓળખ જ્ઞાનાદિ ગુણોના આધારે થવી જોઇએ. તેને સ્થાને કર્મસંયોગી ઓળખ ઉચિત નથી. અવાસ્તવિક છે. ચેતન એવો આત્મા પોતાનાથી સર્વથા વિરદ્ધધર્મી અજીવના જડ-પુદગલના આધારે ઓળખાય એ ખરેખર શરમજનક છે, ધૃણાસ્પદ છે. જીવ અનંત-શક્તિશાળી ચેતન હોવા છતાં પણ જડ એવા કર્મોના આધારે ઓળખાય એ કેટલી શરમજનક ઓળખાણ છે. ભગવાન મહાવીરના જન્માભિષેક પ્રસંગે ઇન્દ્રની શંકાને નિર્મળ કરવા પગનો અંગુઠો દબાવી કનકાદ્રિવ્રુગને અભિષેક વખતે હચમચાવ્યો હતો ને ! (કલ્પસૂત્રમાં પણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ પ્રસંગના વર્ણનમાં આ જ વાત વિસ્તૃત રીતે વર્ણવી છે.) સિંહનું બચ્યું જે બકરીના બચ્ચા તરીકે વર્તતું હતું તેણે જ્યારે સાચી પરિસ્થિતિ જાણી ત્યારે ભાગીને સિંહના ટોળામાં કેવું શામેલ થયું હતું ! તેવી રીતે ૪ ઘાતી અને ૪ અઘાતી જ્ઞાનાવરણીયાદિથી આવરિત થયેલો આત્મા જ્યારે પુરુષાર્થ કરી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણાદિથી ગ્રંથભેદ કરી આગળ વધતાં અનિવૃત્તિકરણ અને સમકિત, જે ભવસાગરમાં પ્રાપ્ત કરવું રત્નોની જેમ દુર્લભ છે તે પામે તો વધુ માં વધુ અર્ધપગલપરાવર્તકાળમાં અથવા અંતર્મુહૂર્તમાં પોતાનું મૂળ, શુદ્ધ, શાશ્વત સ્વરૂપ મેળવી સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થાયી થઈ મૂળ સ્વરૂપે નિશ્ચિત થઈ સનાતન સમય સુધીનો વાસી બની જાય છે. જડ ભોતિક, પોગલિક પદાર્થોમાં ચેતનાત્મા ગાઢ મિથ્યાત્વવશ ભવાભિનંદી કે પુદ્ગલાભિનંદી બની જતાં મૂછિત થઈ સિંહના બચ્ચાની જેમ હું બકરી છું તેવી (દયનીય)સ્થિતિ વાળો બની જાય છે. તે પુલને આધીન બની ગયો છે. લક્ષણ પણ તેવું જ બનાવી દીધું છે. 2010_03 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ જ્યારે તે ગુરુ ભગવંતો પાસેથી સિદ્ધનું સ્વરૂપ સમજે ત્યારે સાચું શુદ્ધ સ્વરૂપ ઓળખી હું પણ સિદ્ધાત્મા છું એવું, અજર, અમર, નિત્ય, શાશ્વત, નિરંજન, નિરાકાર તથા રૂપ, રંગ, આકાર પ્રકારહીન છું. અશરીરી અરૂપી અત્યારે સશરીરીરૂપી બની કર્મો નચાવે તેમ નાચતો રહ્યો છું, ગુલામી ભોગવી રહ્યો છું. સકર્મી માની બિચારાપણાની દયનીય સ્થિતિ ભોગવું છું. મારી આ ભવાભિનંદીપણાની અવસ્થા છે. સંસારની ૪ ગતિમાં ૮૪ લાખ યોનિમાં સંસારચક્રમાં અનંત પુદ્ગલપરાવર્ત કાળ વીતી ગયો. કર્મની થપાટો ખાધી પરંતુ સમજ્યો નહીં, સાચું ભાન થયું નહીં. તે માટે અધ્યાત્મયોગી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ભવાભિનંદી માટે જણાવ્યું છે - “ભવાભિનંદિનઃ પ્રાય સ્ત્રિસજ્ઞા એવ દુઃખિતાઃ કેચિ ધર્મકતોડપિ સુર્લોપંક્તિ કૃતાદરાઃ | વ્યવહારમાં આદર-સત્કાર કરનારા લોકો હોય છે. તેથી આદર સત્કારના પ્રલોભન પ્રત્યે આકર્ષાઈ ધર્મ કરાય છે. તેવાં જીવો ત્રણ પ્રકારની સંજ્ઞાવાળા હોઈ પ્રાયઃ દુઃખ જ ભોગવે છે. તેવાં જીવોને ભવાભિનંદી કહેવાય અને આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા એમ ત્રણ સંજ્ઞાઓ બતાવી છે. ભવ એટલે સંસાર અને આનંદીપણું આનંદ સૂચવે છે. તેઓને માટે આ સંજ્ઞાઓ ભવ વધારનારી છે. તેઓની એક જ વિચારધારા હોય છે : મસ્ત રહો, સુખ ભોગવો, આનંદમાં રહો. ટુંકમાં ચાર્વાકની જેમ તેમનો ઋણ કત્વા ધૃતં પિબેતુ” મુદ્રાલેખ હોય છે. કોઈ પ્રબળ નિમિત્તની અસરથી કે પ્રેરક પરિબળોના આધારે ધર્મ કરે તો પણ ભવાભિનંદીની ઉડે ઉડે સુખપિપાસા જ સંજ્ઞાનું જોર કરાવે છે. તેવા જીવો સુખોની વચ્ચે આવતાં અંતરાયો કે વિદ્ગો જે બાધક છે તેને દૂર કરવા ધર્મ એક સાધન છે તેમ છતાં પણ ધર્મારાધના ગૌણ બનાવી મૂકે છે. તેમને માટે બંને પ્રકારના ધર્મો લોકિક અને લોકોત્તર સરખા જ હોય છે. તેમને માટે સમ્યગૂ ધર્મ કે મિથ્યાધર્મ, વીતરાગી સર્વજ્ઞ દેવ કે રાગ-દ્વેષી દેવ-દેવીઓ સરખા ગણે છે. ગમે તે ગુરુ “સુ” કે “કુ' બંને સમાન છે. તેમને સુખલક્ષી બની ધર્મ કરવો છે, મોક્ષલક્ષી નહીં, તપ-ત્યાગલક્ષી નહીં. તેઓ મોક્ષલક્ષી નહીં પણ સંસારલક્ષી છે. તેઓ મહામોહની ગાઢ વૃત્તિઓની પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરે છે. લૌકિક ક્રિયામાં આનંદ પામનારા ભવાભિનંદી જીવો લોકપંક્તિમાં રહેનારા છે. સ્વર્ગ મળે, 2010_03 Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્મતવ ૨ ૧૧ રાજઋષિ, સત્તા, સંપત્તિ, સુખ, સ્ત્રી વગેરે મળે ભોગવતા રહે અને તેમાં જ આનંદ માનતા રહે છે. યોગબિંદુ ગ્રંથમાં તેઓ વિષે આમ લખ્યું છે: “શુદ્રો લાભ (લાભ) રતિર્દીનો મત્સરી ભયવાન શઠઃ | અજ્ઞો ભવાભિનંદી સ્થાત્રિફલારંભ સંગત: || હવે જરા તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિ તપાસીએ. જીવો પાપ શા માટે કરે છે ? એક તરફ પાપ કર્મોના વિપાકોથી અજાણ છે માટે, બીજી બાજુ પાપો આચરવાથી સુખ મળે છે, એવી નિરર્થક માન્યતાથી સુખપ્રાપ્તિની લાલસા વધારે છે. સુખેષણા ખૂબ હોય છે. ખોટું બોલવાથી સુખી થવાય, ચોરી કરવાથી સાધન સામગ્રી-ધનલક્ષ્મી મળે. મૈથુન સેવવામાં વિષયસુખની તૃષ્ણા મનમાં ઉંડે ઉડે પડી હોય છે. તે માટે સ્વસ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કુમારિકા, વિધવા ગમે તે ચાલે. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો ભોગવવા તલપાપડ રહે છે. માહમોહને આધીન થઈ દરિયાદિનો ઉપયોગ ૯૯ ટકા મનોરંજનસુખાનુભૂતિ માટે જ કર્યો છે. સુખની લાલસા જ પ્રેરક બળ છે. બીજી બાજુ મહામોહ અને મિથ્યાત્વાદિ કષાયો આત્માની સાથે અનાદિ કાળથી કર્મરૂપે ચોંટેલા છે. અનંતાનંત ભવોમાં એક પણ ઇન્દ્રિય ન મળી હોય તેવું નથી. એક થી પાંચ મળી હોય છે. પાંચ ઇન્દ્રિયોથી ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ + ૩ ધ્વનિ = ૨૩ વિષયો ઇન્દ્રિયોથી ભોગવાય છે. વળી અનંતકાળમાં દુઃખ ઉદયમાં આવે ત્યારે જેટલાં નવાં કર્મો બંધાય તેથી ઘણા વધુ સુખોદયમાં બંધાય છે. અનેક ગણા નવા બાંધ્યા. વર્તમાન સમયમાં જુઓ, ક્યો વર્ગ વધુ કર્મો બાંધે છે ? સુખી કે દુઃખી? જેમની પાસે ધન-સંપત્તિ-સાધન-સામગ્રી સવિશેષ છે, વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે તેવા ધનિક વર્ગને દારૂ, જુગાર, વેશ્યાગમનાદિ પાપો સુલભ થઈ જાય છે. સમજવાની વાત તો એ છે કે મિથ્યાત્વ મોહનીયની પ્રચુરતાથી ખરડાયેલા જીવો આ પાપોને પાપરૂપ જોવા, માનવા, સમજવા પણ તૈયાર નથી. તેઓ માને છે કે પૈસાથી પરમેશ્વર પણ પામી શકાશે. અત્યારે તરત સુખોપભોગ કરી શકાય છે ને ? મજા માણી અને કરી લીધી ને ? પરંતુ આ મિથ્યાવૃત્તિ છે. સદંતર ખોટી વૃત્તિ છે. ઉપરથી દેખાતાં સુખો, મજા, માત્ર સુખાભાસ છે. મતિભ્રંશથી તે બધું વ્યાજબી સારું લાગે છે. પાપજન્ય સુખો અને સુખજન્ય પાપોનું આ ભયંકર કોટિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે, ચાલતું જ રહેશે. 2010_03 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ જેને ધર્મના પુષ્પગુચ્છ ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ “યથા વાસાંસિ જીણનિ પરિત્યજ્ય નવાનિ ગૃહ્યાતિ અપરાણિ દેહી’ તેમ ૮૪ લાખ યોનિમાં અનન્તા ભવો કર્યો જ જવાય છે. આ વિષચક્રમાંથી બચવા માટે સુખેષણા ઓછી કરવી, ઘટાડવી, નિર્મળ કરવી. તે માટે આશ્રવ, સંવરભાવ, નિર્જરા, બંધાદિનું સાચું જ્ઞાન મેળવી કર્મોના અપાય-વિપાકો ઓળખી અજ્ઞાન ઘટતાં આત્માનું સાચું જ્ઞાન થતાં મોહ-મિથ્યાત્વને જવું જ પડે. ઉપરોક્ત સંસારનું સુખ મિથ્યા છે, ભ્રમણા સ્વરૂપ છે, મૃગજળ જેવું છે. તેનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમાંથી નિવૃત્ત થવું જોઇએ. મોક્ષના સાચા સુખ તરફ વળવું જોઇએ જે શાશ્વત કાલીન છે; જે વેદવા મન, વચન, કાયા, ઇન્દ્રિયાદિ કોઈ માધ્યમની જરૂરત નથી, જે કર્મની મહેરબાનીવાળું નથી, જે આત્માથી અનુભવાતું હોઈ, તેનું વર્ણન કરી શકાય તેમ નથી તે પૌગલિક નથી, પણ સાચું છે. પરંતુ જીવને અત્યાર સુધી મુખ્ય રાજા જેવા મોહનીય કર્મના હાથ સમાન રાગ-દ્વેષ વડે સંસારમાં રહેવું ગમ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના “કમ્મપયઠ” અધ્યયનમાં વીર પ્રભુએ કહ્યું છે કેઃ રાગો ય દોષો વિ ય કમ્મબીય'. રાગ અને દ્વેષ કર્મના બીજ છે. જેમ બીજ નષ્ટ થતાં ઝાડ ન રહે તેમ રાગ-દ્વેષ ક્રોધાદિ ૪ કષાયાદિ નષ્ટ થતાં મોહાદિ કર્મોના વિષચક્રમાંથી બચી જવાશે. તેમાંથી છૂટેલો જીવ સિદ્ધ-બુદ્ધ મુક્ત બનશે તો નિગોદના અંતિમ છેડે મોશે પહોંચાશે. સંસરણશીલ જે છે તેનું નામ સંસાર, અખંડરૂપે જન્મ-મરણના ચક્રાવામાં ગતિ કરવી તે છે સંસાર. તે હવે નિતાંત બંધ થઈ ગઈ. બીજી રીતે વિચારીએ તો કર્મો જ મૂળ કારણ સંસારમાં ફરવા માટેનું છે; તેથી ૮ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ચક્ર સંસાર અને કર્મોનું ચક્ર રચે છે તે બંને વચ્ચે અન્યોન્યાભાવે કાર્ય-કારણ ભાવ છે, જન્ય-જનકભાવ સંબંધ છે. તેથી કર્મો જ ન હોય તો મોક્ષ જ બાકી રહે છે. કર્મોનો સંસાર સાથે સંબંધ છે. મોક્ષ સાથે બિલકુલ વિપરીત ભાવે છે. તેથી આત્માનો મોક્ષ કર્મોના આધારે છે. તેથી જ જીવને મોક્ષ મેળવવો હોય તેમણે કર્મક્ષયનું લક્ષ રાખવું જોઇએ. કર્મક્ષય કારણ છે અને મોક્ષ કાર્ય છે. જન્મ, મરણ, દુઃખ, સુખ, સંપત્તિ, વિપત્તિ, દુઃખાવો, દર્દાદિ કર્મોદયના પ્રત્યક્ષ પુરાવા છે. એ ક્રમોનો જ સર્વથા સંપૂર્ણ સંક્ષય થઈ જાય તો શરીર અને આત્માનો સર્વથા વિયોગ થઈ રહે. 2010_03 Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મતવ ૨ ૧૩ કર્માશ પણ ન રહે ત્યારે મોક્ષપ્રાપ્તિ જ ચરમલક્ષ્ય છે. માટે કર્મક્ષય સર્વ પાપોનો ક્ષય થવાથી, જે સૌ પ્રથમ લક્ષ છે, ત્યારે જ સાધક મોક્ષાર્થી મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુના જીવનમાં સર્વ પાપોનો સર્વથા અભાવ જોઇએ જે પાપપ્રવૃત્તિ નષ્ટ થાય તો જ બને અને તે માટે બચવા તથા ભૂતકાળમાં પાપોને નષ્ટ કરવા ખપાવવા માટે ધર્મની વ્યવસ્થા છે, તેનું આચરણ છે. આવી મોક્ષપ્રાપ્તિની લગામ આપણા હાથમાં છે. આપણે સ્વયં કર્તા છીએ; બીજો કોઈ આવીને મોક્ષ આપશે એવું નથી. માટે જબરજસ્ત સુપુરુષાર્થ કરવો જ જોઇએ. આમ સર્વ પાપો ટળે. કર્મો સંપૂર્ણ ખપી જાય અને મોક્ષ અવશ્ય મળી જાય. આપણને હવે ખબર પડવી જ જોઇએ કે જીવાત્મા શાશ્વત છે. આત્મા ત્રણે કાળમાં અખંડપણે રહે છે. સંકોચ વિકાસ તેનો મૂળભૂત લાક્ષણિક ગુણધર્મ છે. કીડીનો આત્મા સંકોચાઈ તેના શરીર જેટલો બને, હાથીનો હાથી જેટલો, રાક્ષસનો રાક્ષસ જેટલો. સંકોચ વિકાશ સ્વભાવાતર્ગત સ્થિતિ છે. તેની તેને વિશ્વવ્યાપી, વિભુ કહેવાય. આત્માને આવરણ કરનારા કર્મોમાં સૌથી વધારે કાળમર્યાદા મોહનીય કર્મની છે જે ૭૦ ક્રોડા ક્રોડી સાગરોપમની છે. જે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરું. એક કાળચક્ર જે ઉત્સર્પિણી અને અવસર્પિણીનું બનેલું છે. એનાં વર્ષો ૨૦ ક્રોડા ક્રોડી સાગરોપમ થાય તેથી ચક્રોમાં ૨૦+૨૦+૨૦+૧૦=૭૦ ક્રોડા ક્રોડી થાય. આથી આ ક્રમમાં ૩ાા કાળચક્રો પસાર થઈ જાય ! કેટલો મોટો સમય ! (આત્માનું) તેનું અસ્તિત્વ અનાદિકાળથી ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાનું છે. જે અજર અમર છે, અભેદ્ય, અછેદ્ય, અદાહ્ય, અકાર્ય, અખંડ દ્રવ્ય છે. ગીતામાં પણ આત્માને અજર, અમર, અકા, અદાહ્ય વગેરે ગુણધર્મોવાળો બતાવ્યો છે. તેથી આત્માનો ખંડ પડતો નથી, ટુકડા થવા તો દૂર રહ્યા પરંતુ તેના અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ અનંતકાળે પણ છૂટો પડતો નથી. નરકમાં ભયંકર કક્ષાના પરમાધામીઓ નારકી જીવોના રેતીના કણકણ જેવડા ઝીણાં ટુકડે ટુકડા કરે તો પણ આત્માના પ્રદેશો અલગ થઈ જતા નથી. તેમના વેક્રિય શરીરની રચના જ વૈક્રિય કક્ષાની હોઈ પારાની જેમ બધા અંગો ફરીથી એકત્રિત થઈ જાય છે; તેથી નારકી જીવ અખંડ શરીરવાળો થઈ ઊભો થઈ જાય છે. જો આત્માના પ્રદેશો છૂટા પડી જતા હોય તો અનંતાભવ 2010_03 Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ કે કાળ પછી આત્માનું અસ્તિત્વ જ ન રહ્યું હોત. પ્રદેશોના અભાવમાં દ્રવ્યરૂપ આત્માનું અસ્તિત્વ જ ન રહેત. આપણે મનુષ્યો છીએ. છેક નિગોદાવસ્થામાંથી ઉત્ક્રાન્તિ થકી અનંતા ભવો કરી મનુષ્ય થયા છીએ. આત્મ પ્રદેશો નષ્ટ થઈ જાય એવી વિચારણા નિરર્થક છે કેમકે આજે પણ આપણો આત્મા જન્મ લઈ શરીર ધારણ કરીને જ રહ્યો છે ને ? આ પ્રત્યક્ષ પુરાવાથી સિદ્ધ થાય છે કે એક પણ આત્મપ્રદેશ નષ્ટ થયો નથી, છૂટો પડતો નથી. જડ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો છૂટા પડી જાય છે. તેમાંથી છૂટા પડતાં પડતાં ઠેઠ અણુ પરમાણુ રૂપે પરિણમે છે. પરમાણુનું ચયાપચય થતું જ રહે છેઃ પર્યાય પરિવર્તન ઉત્પાદવ્યય-ધ્રૌવ્યના આધારે થાય છે. છતાં પણ દ્રવ્ય સ્વરૂપે પરમાણુ પણ નિત્ય સ્વરૂપે છે, ધ્રુવ છે. આ રીતનું સંસારના જડ-ચેતન બંને દ્રવ્યોનું સ્વરૂપ છે. આ બે દ્રવ્યો જ સંસારના ઘટક દ્રવ્યો છે. તે સિવાય ત્રીજા કોઇનું અસ્તિત્વ જ નથી. તેથી સંસાર ચાલુ રાખવા ઈશ્વર જગતના કર્તા છે તે માનવું નિરર્થક છે. સમગ્ર સંસાર કે દુનિયા આકાશ દ્રવ્યમાં સમાવિષ્ટ થયેલી છે. આકાશ બે પ્રકારે છે. ૧ લોકાકાશ, ૨. અલોકાકાશ. બંને મળીને આકાશ પ્રદેશો અનંત થઈ જાય છે. અલોકાકાશ અનંત, અસીમ, અપરિમિત, અમાપ છે; જ્યારે લોકાકાશ સીમિત, પરિમિત, સાત્ત છે. છેડાવાળો એટલે કે અંતવાલો છે. લોકાકાશ માત્ર ૧૪ રાજલોક પ્રમાણ છે. ઉર્ધ્વ દિશામાં તેનો અંત આવી જાય, અધોદિશામાં પણ અંત આવે છે, માટે સાંત છે. ડાબે-જમણે તિર્યક દિશામાં ક્યાંક ૭, ૫, ૩, ૨, ૧ રાજનું અંતર છે. આગળ અલોક છે. ૧૪ રાજલોક બે પગ પહોળા કરી કેડે હાથ રાખેલા માનવ જેવો બતાવાય છે. જીવ દ્રવ્ય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યોમાં થોડી ઘણી સમાનતા છે. એ આંશિક સાદ છે. ત્રણેય એક, અખંડ, પ્રદેશ છે. આ લોક પરિમિત અજીવ દ્રવ્ય છે, પણ અસંખ્ય પ્રદેશવાળું દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ અનંત કાળે પણ છૂટો પડતો નથી. આત્મા પણ અસંખ્ય પ્રદેશવાળો અખંડ સ્વતંત્ર દ્રવ્ય છે. એમાં એવા પ્રકારની સંકોચ-વિકાસશીલતાની વિશેષતા છે તેથી તે ગમે તેટલો નાનો તથા મોટો થઈ શકે છે. ત્રણેમાં અસંખ્ય પ્રદેશો છે. સંકોચ-વિકાસ જેવી વિશિષ્ટતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયમાં કોઇમાં નથી. લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો ચેતનાત્મામાં હોવા છતાં 2010_03 Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨ ૧૫ --- - -- - ---- પણ તે સંકોચીને એક કોડીમાં, નાના અમીબામાં, કાચા પાણીમાં પલાળી રાખેલા મગમાં, ફળ આવેલા ધાન્યમાં, લીલીફગ જેમાં સોયની અણી જેટલા ભાગમાં અનંત આત્માઓ ભેગા થઈ રહે છે. છેલ્લી કક્ષાનું સ્વરૂપ સૂક્ષ્મ સાધારણ નિગોદનું છે જેમાં અનંત આત્મા ભેગાં થઈ રહેલા છે. આ સર્વજ્ઞ વચન છે. બુદ્ધિ-તર્કગમ્ય નથી, કલ્પનાતીત છે. એકત્ર પિન્ડીભૂત થઈ રહે છે તે સાંભળતાં અધ-ધ-ધ થઈ જઇએ. બીજી ખૂબી એ છે કે નિગોદમાં જે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે જેમાં સંકોચીને સૂક્ષ્મીભૂત થઈ શકે છે તે જ આત્મા જરૂર પડે ત્યારે કેવલી સમુદ્યાત વખતે સંપૂર્ણ લોકાકાશ વ્યાપી પણ થઈ શકે છે. સંકોચ-વિકાસ વખતે આત્મ પ્રદેશો છૂટા, વિખરાઈ જતા નથી. કર્માધીન નાના મોટા શરીરમાં વિવિધ ગતિમાં ભમતાં રહેવું પડે છે. ઉત્પાદ-વ્યયપણું દ્રવ્યમાં હોવા છતાં પણ ધ્રુવપણું કેવી રીતે સંભવે છે તે સ્પષ્ટપણે સમજવું પડશે. જેથી સર્વજ્ઞ વચન પર બહુમાન, અનહદ શ્રદ્ધા તથા પૂજ્ય ભાવ પ્રગટે છે. પંચાસ્તિકાયાત્મક જગત વિષે યથાર્થ વાસ્તવિકપણે નજર સામે સ્પષ્ટ થતાં ભ્રમણા, ભ્રાંતિ, અજ્ઞાનતા ટળી જાય. આવો વિચાર અન્ય દર્શનોમાં ક્યાંથી સંભવે ? છદ્મસ્થપણામાં સવજ્ઞ જેવું જ્ઞાન કેમ સંભવે ? અન્ય ધર્મોમાં-દર્શનોમાં આવા સિદ્ધાન્તોનું નિરૂપણ, વિચારણા, પ્રરૂપણા જેવું કંઈ જ ન હોવા છતાં પણ પોતાના પ્રણેતા સર્વજ્ઞવાદી છે એવી માન્યતા છતાં પણ છબરડા વળ્યા છે. જેમકે આત્મા ક્ષણિક છે, તેનું સ્વરૂપ લુપ્ત થઈ જાય છે, કશું રહેતું નથી, આત્મા વિલીન થઈ જાય છે, શાશ્વત નથી. માત્ર પ્રકાશમય છે. સંખ્યાની દૃષ્ટિએ એક જ છે. અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવતા નથી, તે સંભવે જ નહીં. અનંત શરીરમાં ઉપાધિ ભેદથી ભિન્ન ભિન્ન ભાસે છે. એક જ આત્માના પ્રતિબિંબો માત્ર ભિન્ન ભિન્ન શરીરમાં ભાસે છે. બાકી બીજાં બધાં જીવો તો માત્ર કઠપુતળી માત્ર છે. આત્મામાં પણ ઉત્પાદ-વ્યય થતાં જ રહે છે માટે એ પણ ક્ષણિક છે. આત્મા પણ નાશવંત છે. કાંદાબટાટા વગેરેમાં અનંતા જીવો જ નથી. આત્મા સંકોચ વિકાસ પામે જ નહીં. અનંતા ભેગા થઈ એક શરીરમાં કેવી રીતે સમાય ? કેવી રીતે રહે ? એવું સ્વરૂપ જ સંભવી ન શકે. મદ-શક્તિની જેમ આત્મા પણ ઉત્પન્ન થઈ શકે છે, નષ્ટ પણ થાય. ગુણ વગરનો છે. આત્મા માત્ર શક્તિ છે. આત્મા રૂપી છે, 2010_03 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ 2કાલિક શાશ્વત નથી. ફૂટસ્થ નિત્ય છે. આત્માને પણ ઉત્પન્ન કર્યો છે. શરીર એ જ આત્મા છે, મન એ જ આત્મા છે. મનથી જુદો નથી. આવી જાતના સેંકડો મતભેદો, મતાંતરો આજે એક આત્મા વિષયક પ્રચલિત છે. આ બધું એકાન્તવાદના કારણે છે. અનેકાન્તવાદમાં મતમતાંતરો સંભવી શકતા જ નથી. કેમકે તે સ્વ અને પર બંનેની અપેક્ષાઓ ગ્રહણ કરીને ચાલે છે. તેથી સ્યાદ્રાદિ અનેકાન્તવાદી એવો છે કે જે સ્પષ્ટ ન્યાય આપે છે, જે ગ્રાહ્ય છે. જ્યારે પૂર્ણજ્ઞાન થયા પછી વીતરાગ ભાવ પણ સર્વોપરિ કક્ષાનો હોઈ કેવળ-દર્શનથી સર્વદર્શી પરમાત્મા પદાર્થનું દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ યથાર્થ જોયા પછી કેવળજ્ઞાનથી એ જ સર્વજ્ઞ પરમાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય યુક્ત પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણી રાગ-દ્વેષ વિનાના વીતરાગી આપણા જેવા સામાન્ય માણસને જણાવે છે. આ ચરમસત્ય સિદ્ધાન્ત જગત સમક્ષ આવે છે. જે ચરમસત્ય બને છે, બેકાલિક સિદ્ધાન્ત બને છે. ચરમ સિદ્ધાન્ત શાશ્વત હોઈ બદલાયા ન કરે. તેથી આત્મા-પરમાત્મા, મોક્ષ તથા જીવાદિ દ્રવ્યોનું જ સ્વરૂપ પ્રરૂપ્યું છે તે શાશ્વત છે. ત્રણે કાળમાં અપરિવર્તનશીલ છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં આત્માના સિદ્ધાન્તો બદલાશે નહીં, જ્ઞાન બદલાશે નહીં, સ્વરૂપ બદલાશે નહીં, વ્યાખ્યા પણ બદલાશે નહીં. તેથી તત્ત્વો ઉપર સાચી દૃઢશ્રદ્ધા રાખીએ તો સમ્યગૂ જ્ઞાન થાય. પદાર્થો તત્ત્વો ઉપર સાચી શ્રદ્ધા રાખતાં સમ્ય દર્શન થશે. આ ત્રણેના સંયુક્ત સ્વરૂપને સમ્યમ્ રૂપે આચરવાથી, આરાધવાથી અંતે મોક્ષપ્રાપ્તિ થાય છે. તેથી પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છેઃ “સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ' ભૂતકાળમાં આ માર્ગે જ અનંતાત્માઓએ મોક્ષ મેળવ્યો. વર્તમાન કાળમાં મહાવિદેહમાંથી જીવો આ માર્ગ મોક્ષે જઈ રહ્યા છે. ભવિષ્યમાં અનંત કાળમાં પણ આ જ માર્ગ મોક્ષે જવાશે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્માના મૂળભૂત ગુણધર્મો છે. જે કર્મના આવરણથી આચ્છાદિત થઈ ગયાં છે તેને પ્રગટ કરવાના છે. કર્મોના આવરણથી નિરાવરણ કરવાની પ્રક્રિયા એટલે ધર્મ. આત્મગુણોની ઉપાસના એ આત્મધર્મ છે. મોક્ષ આત્મધર્મોની ઉપાસનાથી જ મળશે. અનંતા જન્મોમાં અનંતવાર ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય થવા છતાં પણ મૂળભૂત દ્રવ્યનું સત્તારૂપે અસ્તિત્વ રહે જ છે. ક્યારે પણ એક પ્રદેશ નષ્ટ થાય તેમ નથી, થયો નથી. કોઈ આત્મા સિદ્ધરૂપે, કોઈ 2010_03 Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨ ૧૭. દેવરૂપે, કોઈ મનુષ્યરૂપે, કોઈ નારકીરૂપે હોઈ શકે છે. - બૌદ્ધ દર્શનમાં નિર્વાણને આત્માના વિલીનીકરણ રૂપે માને છે, અંતે આત્મા લોપ થઈ જાય, વિલીન થઈ જાય, તેનું અસ્તિત્વ રહેતું જ નથી એનું નામ મોક્ષ છે. આ વિચારસરણી બુદ્ધની અસર્વજ્ઞતાનું પ્રદર્શન કરે છે. મીઠાનો કણ જેમ પાણીમાં વિલીન થઈ જાય તેમ આત્મા નામનો દ્રવ્ય વિલીન થઈ જાય છે ? જેમાં સાકર-મીઠું વિલીન થઈ જાય તે પાણી દ્રવ્ય છે, જ્યાં બંને સાકર, મીઠું અસ્તિત્વ ધરાવે છે. પાણીને ઉકાળીએ તો બંને દ્રવ્યોનું અસ્તિત્વ રહે છે, લોપ નથી થતો. મીઠું, સાકર પાણીમાં વિલીન થાય છે. બૌદ્ધોના મતે આત્મા શેમાં વિલીન થાય છે ? કયું દ્રવ્ય છે ? શું આકાશમાં કે વાયુમંડળમાં ? શું આકાશમાં કોઈપણ દ્રવ્ય ક્યારેય પણ વિલીન થયું છે ? જૈનદર્શન સ્પષ્ટ કહે છે કે અનંતાકાળમાં જીવ કે અજીવ આકાશમાં વિલીન થઈ શકતા જ નથી. ભગવાન મહાવીર સ્વામીએ સર્વજ્ઞતાની રૂએ એટલે સુધી સ્પષ્ટ કર્યું છે કે વસ્તુ માત્ર ઉત્પાદ-વ્યય-દ્રૌવ્ય રૂપે છે. પર્યાયોમાં ઉત્પાદ-વ્યય થતાં જ રહે છે જેના કારણે ક્ષણિકપણું નાશપણું દેખાય; પરંતુ એમાં ધ્રુવપણું અંતે સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. જેમકે સોનામાંથી બંગડી, વિંટી, ચેઈન તરીકે એક પછી એક બદલાતાં ઘાટથી પર્યાયો બદલાયા, નાશ પામ્યા, ફરી તે ઓગાળી આગળ જતાં અંગુઠી, હારાદિ બનાવ્યા. ત્રીજી વાર નવા ઘાટમાં બનાવડાવ્યાં તેથી પર્યાયો બદલાય છે જેને વ્યય કહી શકાય. આ રીતે વારંવાર ઉત્પાદ-વ્યય થતાં જ રહે તો પણ દ્રવ્યરૂપે મૂળ સોનું દરેકમાં અસ્તિત્વ ધરાવે છે. માત્ર આકાર પ્રકાર બદલાય સોનું મૂળ દ્રવ્ય જેમનું તેમ રહે છે, પરંતુ ક્યાંય પણ મૂળ દ્રવ્ય સોનાને કશો વાંધો નથી આવ્યો. તેથી ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં મૂળ બે જ દ્રવ્યો ૧. ચેતન-જીવ અને ૨. અજીવ. જીવ દ્રવ્ય એક અખંડ-અસંખ્ય પ્રદેશી છે. જ્ઞાન-દર્શનાદિ ચેતનાશક્તિ સંપન્ન ચેતન દ્રવ્ય છે. અનાદિ-અનંતકાલીન અસ્તિકાય ધરાવતું ચેતન દ્રવ્ય છે, જે અનુત્પન્ન અવિનાશી છે. ત્રિકાળ શાશ્વત છે અને સુખ-દુઃખની સંવેદના હોય છે, અરૂપી છે. જીવ અને આત્માની જેમ અજીવ દ્રવ્ય જ્ઞાન, દર્શનાદિ ચેતનાવિહીન, સુખદુઃખની સંવેદના રહિત, અજીવ દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, 2010_03 Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ્વરૂપે છે. પુદ્ગલ દ્રવ્યો છુટા પડી શકે છે, વળી પાછા સ્કંધ રૂપે ભેગા થઈ શકે છે. દ્રવ્ય સંઘાત-વિધાતની પ્રક્રિયાવાલું છે. અંતિમ અવસ્થામાં પરમાણુ પણ નિત્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણો પરિવર્તનશીલ છે. વનસ્પતિકાયનો એકેન્દ્રિય જીવ છે પરંતુ દૃશ્યમાન શરીર પુદ્ગલનું છે. તેથી પુદ્ગલ દ્રવ્યમાં પુદ્ગલના ગુણધર્મો; જીવમાં જીવગત ધર્મો-ગુણો હોય છે. સર્વજ્ઞના કહેવા પ્રમાણે જીવ-અજીવ દ્રવ્યો અને તેમના પાંચે પેટા ભેદો બધા ત્રિકાલ શાશ્વત સદાકાલીન નિત્ય દ્રવ્યો છે. એમનામાં સતત ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, સત્તાથી નિત્યપણું, અસ્તિત્વ સદા ત્રણે કાળમાં રહે છે. જેના આધારે ઉત્પાદ-વ્યય થતા રહે છે. આપણે જાણીએ છી કે જે દેહ ધારણ કર્યો છે તે છોડી બીજો સ્વકર્માનુસાર ધારણ કરે છે. ફરી ઉત્પન્ન થયેથી ઉત્પાદ થાય છે. ઉત્પાદથી જે દેહ ધારણ કર્યો તે પર્યાય (આકાર-પ્રકાર) કહેવાય. હવે નવા આકાર પ્રમાણે વ્યવહાર થતો રહે છે. આત્મા ચેતન દ્રવ્ય અનામી, અરૂપી છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય રૂપી છે જેના નામાદિ પડે છે. આમ ૪ ગતિનું ચક્ર ગાડાના પૈડાની જેમ જન્મ-મ૨ણ, જન્મ-મરણના ચક્રવામાં સતત સંચરણશીલ સંસારમાં રહે છે. તેથી બૌદ્ધોની જેમ સર્વ ક્ષણિક, સર્વ શૂન્યું, સર્વ અનિત્યં મત કેવી રીતે માની શકાય ? જૈનદર્શન પ્રમાણે પ્રત્યેક પ્રાણી તીર્થંકર થઈ શકે છે. વિશિષ્ટ પ્રક્રિયાનુસાર વિનયાદિની એક સીડી અને ૧૪ ગુણસ્થાનકની બીજી સીડી. તે ઉપર ક્રમિક પરંપરાગત પ્રણાલિએ આત્મા વિકાસ પામતો પરમોચ્ચ શિખરે પહોંચે ત્યારે મોક્ષ પામે છે. તે માટે જેઓ તીર્થંકર થવાના હોય છે તેઓ ક્યાંક ૨૦ સ્થાનકની સાધના કે તેમાંથી ગમે તે એકની સાધના કરી જીવનને અત્યંત પવિત્ર બનાવી દે છે. પૂર્વના ત્રીજા જન્મમાં આ સાધના કરી છેલ્લા જન્મમાં મોટા થઈ સંસારનું મહાભિનિષ્ક્રમણ કરી દીક્ષા અંગિકાર કરે છે. આત્મા ઉપરના ૮ કર્મોના આવરણને અનાવૃત્ કરવા તપશ્ચર્યા, ઉગ્ર વિહાર, કઠોર મરણાંત ઉપસર્ગો પ્રતિકાર વગર સહન કરવા, સતત ધ્યાન, કાયોત્સર્ગમહિનાઓ-વર્ષો સુધી કરી ચારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગતાદિ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. ૪ અઘાતી કર્મોનો ક્ષય થતાં સર્વજ્ઞ બની દેવકૃત સમવસરણમાં બેસી જગતને મોક્ષનો માર્ગ સમજાવે છે. જૈન ધર્મમાં એમને ૨૧૮ 2010_03 Page #228 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨ ૧૯ ભગવાન માન્યા છે જે પામરાત્મામાંથી પરમાત્મા બન્યા છે. તેઓ વીતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત છે. જેથી ફરીથી સંસારમાં આવવાપણું રહેતું નથી. આમ આ દર્શને પ્રક્રિયા દ્વારા અનેક આત્મા પરમાત્મા બની શકે તેમ પ્રતિપાદિત કર્યું છે. અત્રે અવતારવાદને સ્થાન નથી. તેમની પરમાત્મા બનવાની પણ ઇજારાશાહી નથી. સંસારના ત્યાગી નિસ્પૃહી પરમાત્માને યુદ્ધ વગેરે કરવાનું ન હોવાથી આયુધાદિ ધારણ કરતા નથી તેમ જ નિઃસ્પૃહી હોઈ લીલા કરવાનો પ્રશ્ન જ નથી. જેન ધર્મ અવતારવાદમાં માનતો ન હોવાથી વિવિધ અવતાર ધારણ કરવાની વાત જ અસ્થાને છે. વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, પુરાણો વગેરે અનેકાત્મક ધર્મ ગ્રંથોમાં ભગવાન બનવાની પ્રક્રિયા જ નથી કેમકે અહીં અવતારવાદો સ્વીકાર્યા છે જે માટે સામાન્ય મનુષ્યો માટેના દ્વાર જ બંધ છે. આનાથી ઊછું તીર્થકરોનો સાધનાનો કાળ છદ્માવસ્થાનો છે. આનાથી ઊછું તીર્થકરોનો સાધનાનો કાળ છદ્ભાવસ્થાનાં છે. પ્રભુ સૌને ધારણ કરે છે. તપ-તપશ્ચર્યાદિ કરી, વિહાર કરે છે, ઉપસર્ગો સહી કર્મ-નિર્જરા કરે છે. અદ્ભુત સાધનાઓ મહિનાઓ અથવા વર્ષો સુધી કરે છે. ઘનઘાતી કર્મો ખપાવી સંપૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન, દર્શન, અનંતવીર્ય શક્તિ પ્રાપ્ત કરી મૌન તોડે છે. જગતના જીવો સમક્ષ દેશના આપે છે જે દેવતાઓએ બનાવેલા સમવસરણમાં આપે છે જેમાં સર્વપ્રથમ ગણધરો સમક્ષ “ઉત્પાદવ્યય-ધ્રૌવ્યની ત્રિપદ'ની પ્રરૂપણા કરે છે. આ સિદ્ધાન્ત અકાર્ય, શાશ્વત જે ત્રણે કાળમાં પરમ સત્ય સ્વરૂપે છે. “સર્વ-જાનાતીતિ સર્વજ્ઞઃ” સર્વ જાણે છે, અનંત જ્ઞાની છે. લોકાલોક વ્યાપી જ્ઞાન ધરાવે છે. જે સર્વજ્ઞ હોય તે અંશ માત્ર પણ અસમ્યક કે અસત્ય બોલે નહીં. અષ્ટાદશ દોષરહિતો જિનઃ” ૧૮ દોષોથી રહિત જિનેશ્વર ભગવંતો હોય છે. ૩૪ અતિશયો અને વાણીના ૩૫ ગુણોથી વિભૂષિત હોય છે. તેઓ અરિહંત કહેવાય છે. ૮ કર્મોમાંથી ૪ ઘનઘાતી કર્મોનો ક્ષય કરી સર્વજ્ઞ, સર્વદર્શી, કેવલી, વીતરાગી, અનંત શક્તિ સામર્થના સ્વામી હવે ૪ શેષ અઘાતી (આત્માના ગુણોનો નાશ ન કરનારા) આયુષ્યાદિ બાકી હોવાથી દેહધારી, સદેહી અવસ્થામાં વિચરતા પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલા તીર્થ કર નામકર્મનો રસોદય થતાં તીર્થની સ્થાપના કરનારાને તીર્થકર કહેવાય છે. પરમાત્માનું આવું સુવિશુદ્ધ સ્વરૂપ બીજા કોઈ ધર્મમાં 2010_03 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ ન હોવાથી જૈન દર્શનની આ વિશેષતા છે. વળી સંસારના સુખદુઃખની લગામ પોતાના હાથમાં નથી રાખતા, ધર્મીને તારવા તથા અધર્મીઓનો સંહાર કરવાની કોઈ જવાબદારી નથી રાખી, તેમજ સૃષ્ટિનું સર્જન, વિસર્જન, પ્રલયાદિ પણ તેમના માથે નથી. જૈનદર્શનમાં આત્મા જ, પરમાત્મા બને છે. કોઈ પણ સંસારનો ભવ્યાત્મા કર્મક્ષયની પ્રક્રિયા દ્વારા પરમાત્મા બને છે. સર્વજ્ઞ પ્રણીત જૈન શાસન પ્રમાણે સંસારમાં અનંતાનંત જીવસૃષ્ટિ છે. આજે જે સૂક્ષ્મ દેખાતાં હોય, સ્થૂલ હોય તેઓ કર્માનુસારે યોનિયોમાં જન્મ ધારણ કરે છે. તેવા પ્રકારના કર્માનુસાર આત્મિક વિકાસ સાધતાં સાધતાં મનુષ્ય જન્મમાં અવતાર ધારણ કરી સર્વજ્ઞ પ્રણીત ધર્મ પામી, આચરણમાં ઉતારી રાગ-દ્વેષાદિ અરિઓના હનનની ક્રિયા દ્વારા શત્રુ રૂપ કર્મોનો ક્ષય કરતાં કરતાં સર્વ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામી મોક્ષે પહોંચી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની જાય છે. સિદ્ધપદ એ પરમાત્માનું પદ છે. સિદ્ધપદ પણ પરમાત્માનું પદ છે; જ્યારે અરિહંત સદેહી પરમાત્મા છે. જેમણે જન્મ ધારણ કરી ધરતી પર વિચરતા હોઈ ધર્મતીર્થની સ્થાપના કરે છે. કેવલી ભગવંત ચારેય ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાની થયા બાદ આયુષ્ય કર્મ સહિત શેખ ચારેય અઘાતી કર્મોને સહજયોગે ખપાવે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન-પૂર્વકોટિ વર્ષનો હોય છે. જિન કેવલી કે તીર્થકરનું આયુષ્ય જેટલું લાંબુ તેટલું તે ક્ષેત્રના તે લોકોનો પુણ્યોદય ! જે સાધનાત્માને તીર્થકર નામ કર્મનો બંધ છે તેને કેવળજ્ઞાન થયા પછી જ એ કર્મ વિપાકોદયમાં આવે છે. અને તીર્થસ્થાપના કરે છે. તેઓ અષ્ટપ્રાતિહાર્ટાદિ સહિતના સમવસરણાદિના પૂજ્ય, પવિત્ર અહંને પામે છે. એવાં તીર્થકરો જિન કેવલિ કહેવાય છે. તેઓ વિશેષમાં ૩૪ અતિશયોથી પ્રભાવક છે. ૩૫ ગુણોવાળી વાણીથી અલંકૃત હોઈ મોક્ષમાર્ગ પ્રસ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષપ્રદાયક, જાગતિક પ્રાકૃતબલ નિયામક જગત ઉપકારક છે; જગદીશ છે. જ્યારે અન્ય કેવલી સામાન્ય કેવલી કહેવાય છે. ૧૪ પૂર્વો તથા આગમિક શાસ્ત્રના અધ્યયન કરી અધ્યાપન કરાવનારાને શ્રુતકેવલિ કહેવાય છે. કેવલિ ભગવંતો અઢી દ્વિમમાં જ્યાં કૃષિ અસિ મસિ છે તેવાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં જ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વિહરમાન 2010_03 Page #230 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્વ ૨૨૧ ૨૦ તીર્થંકરો સદૈવ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે સીમંધરાદિ ૨૦ તીર્થંકરો વિદ્યમાન છે. ૧૫ ક્ષેત્રોમાં અજીતનાથ ભગવાનના અસ્તિત્વ વખતે ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થંકરો હતા. સંસાર ઘણો બિહામણો અને ભયંકર છે. કલ્યાણમંદિરની ગાથા ૪૧માં જણાવ્યું છે કે આવા બિહામણા સંસારમાંથી તારનારા તારક તીર્થંકરો કાર્યરત હોય છે જ. તેનાથી વિપ૨ીત કક્ષાનું મોક્ષનું સ્વરૂપ છે. સંસારમાં જ રાગ-દ્વેષ, સુખદુ:ખ, ગત્યંતર, જન્માંતર જે જે છે તેમાંનું કશું મોક્ષમાં નથી. કારણ કે મોક્ષ એ આત્માની કર્મરહિત અવસ્થા છે, દુઃખરહિત અવસ્થા છે, જન્મ-મરણ રહિત અવસ્થા છે. જે બધું કર્મજનિત જ છે. કર્મો નથી માટે ત્યાં જન્મ-મરણાદિ કશું જ નથી. તેથી તેના ફળરૂપે ગત્યંતર, જન્માંતર, ભવાંતર કશું જ નથી. ત્યાં જન્મ-મરણના અભાવે યોનિ પણ ન જ હોય. જીવવિચારમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ ન કમાંં ન પાણજોાિઓ.' તેથી તેઓ અશરીરી અકર્મી છે. એકમાત્ર શુદ્ધ આત્મા તરીકે છે. શુદ્ધ એટલે કર્મ વગરના. કારણ કે કર્મો વડે આત્મામાં અશુદ્ધિ પ્રવેશે છે. કર્મો ન હોય તેથી આત્મા શુદ્ધ સ્વરૂપે જ હોય. આવી છે મોક્ષાવસ્થા. સિદ્ધોનું પવિત્ર ધામ, પવિત્ર મોક્ષ જે શાશ્વત છે. ત્રણે કાળમાં શાશ્વત છે. અનંતકાળ પૂર્વે હતું અને અનંતકાળ પછી પણ શાશ્વત જ રહે છે. મોક્ષ ત્રણે કાળમાં શાશ્વત છે, અસ્તિત્વમાં રહેવાનો છે. તેથી સંસાર અને મોક્ષ બંને દ્વૈતોની સત્તા શાશ્વત છે. મોક્ષમાં ગયા પછી આત્માને સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે. અનંતકાળે પણ શાન્તિ નષ્ટ થાય તેમ નથી, હણાય તેમ નથી. ત્યાં સુખ પણ આનંદનું સ્વરૂપ લઈ અનંતકાળનું બની જાય છે જે સ્વસંવેદ્ય છે, વર્ણનાતીત છે. કેવલીગમ્ય છે. સંસારનું સ્વરૂપ આનાથી તદ્દન વિપરીત છે. જૈનદર્શનમાં આત્માની ઉચ્ચત્તમ વિકસિત સ્થિતિ માટે માત્ર evolution નથી. તેમાં ઉત્ક્રાંન્તિની સાથે અપક્રાન્તિને પણ સ્થાન આપ્યું છે. જેમકે ઉપશમક્ષેણિએ આરૂઢ થયેલા જીવને માટે ૧૧મે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પડવાનું જ મુકરર થયેલું છે. તે જીવ ગબડતો ગબડતો પડતાં પડતાં ૨, ૧ તથા ઠેઠ નિગોદ સુધી પણ જઈ શકે છે. જ્યારે ક્ષપકશ્રેણિ જીવ ૧૦ મેથી ૧૧મે ન જતાં સીધો ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનકે આરોહણ કરે છે. ૧૪ 2010_03 Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ગુણસ્થાનકની શ્રેણિની જેમ આપણે વિનયાદિ આત્મિક ગુણોના ઉત્કૃષ્ટતમ વિકાસની બીજી શ્રેણિ પણ જોઈ છે. ૨૨૨ આ બે પદ્ધતિ ઉપરાંત આત્માના વિકાસને ક્રમિક સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે યોગદૃષ્ટિઓની વિચારણા રજુ કરી છે જે પોતાની સ્વતંત્ર છે જે આગમશાસ્ત્રોમાં નથી મળતી. તેથી તે આગમશાસ્ત્રીય વિચારણા નથી. ૧૪ ગુણસ્થાનકોની જેમ આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં ગુણસ્થાનકમાં વિકાસની પ્રક્રિયાને ફક્ત ૮ યોગદૃષ્ટિમાં સમાવી છે જેમાં ઘણું સંક્ષિપ્તીકરણ કરાયું છે. ૧૪ ગુણસ્થાનકોમાં ૪થા ગુણસ્થાનકે આત્મા સમ્યગ્દર્શન પામે છે જે પહેલાં મિથ્યાત્વમાં પ્રવર્તતો હોય છે. જ્યારે યોગદૃષ્ટિમાં પાંચમી દૃષ્ટિમાં સમ્યગ્દર્શન પમાતું બતાવ્યું છે, તે પહેલાની ૪ દૃષ્ટિએ મિત્રા, તારા, બલા અને દીપ્રાને મિથ્યાત્વની બતાવી છે. અહીં યોગદૃષ્ટિનો આધાર ક્રમશઃ વધતા પ્રકાશના પ્રમાણના આધારે છે. જેમ જેમ પ્રકાશનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ દૃષ્ટિનો બોધ પણ બુસ્પ્રિંગત થતો રહે છે. દૃષ્ટિ શબ્દથી અભિપ્રેત આત્માનો બોધ વિશેષ છે. આમ આવા પ્રકારના બોધને પ્રકાશની સાથે સરખાવે છે. દા.ત. તૃર્ણાગ્નિ તણખો બળે તો કેટલો પ્રકાશ થાય ? લાકડું બળે તો કેટલો થાય ? દીપક પ્રગટાવીએ તો કેટલો વધે ? રત્ન કે મણિનો પ્રકાશ, તારાઓનો પ્રકાશ, સૂર્યનો, પછી ચંદ્રનો પ્રકાશ જેમાં સરસ નિર્મળતા પવિત્રતા, કેટલી ઠંડક રહે છે ! જેમ પ્રકાશનું પ્રમાણ વધતું જાય, જેમ જીવ વિશેષનો આત્મબોધ સ્વરૂપ પ્રકાશ વધતો જાય છે, વધેલા પ્રકાશના આધારે જીવ દૃષ્ટિવાળો બોધવાળો બને છે. અનંતાનંત આ સંસારમાં અનંતા જીવો ઇન્દ્રિયની દૃષ્ટિએ એકથી પાંચ ઇન્દ્રિયોવાળા વહેંચાયેલા છે. પંચેન્દ્રિયોમાં પણ સંજ્ઞિ અને અસંશિ જીવો છે. સ્વસ્વકર્માનુસાર યોનિયોમાં ઉત્પન્ન થતાં થતાં નિગોદથી નીકળી નક, તિર્યંચ, મનુષ્ય અને દેવ થતાં થતાં અંતિમ જન્મ મનુષ્ય યોનિમાં માતાના ગર્ભમાં તીર્થંક૨ને પણ જન્મ ધારણ કરવો પડે છે. તેઓ કલ્પસૂત્ર પ્રમાણે હરિવંશકુળ, રાજકુળ, ક્ષત્રિયકુળ, ભોગકુળાદિમાં મુખ્ય પટ્ટરાણીઓમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. આ એક શાશ્વત વ્યવસ્થા છે. જ્યારે જીવની ભવિતવ્યતા પરિપક્વ થાય તથા ભવ્યતાથી ભગીરથ પુરુષાર્થ કરે જેની ખૂબ 2010_03 Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મા ૨ ૨૩ આવશ્યકતા હોઈ પૂ. ચિરંતનાચાર્યજી મહારાજે પંચસૂત્રમાં જણાવ્યું છે કે ત્રણ ઉપાયો જેવાં કે ૧. ચઉચરણગમણ, ૨. દુક્કડગરિહા, ૩. સુકડાણ સેવણ છે. આ રીતે ભવિતવ્યતા પરિપક્વ થવી સંભવ છે અને મોક્ષ માટે આગળ વધાય. અભુત અને અપૂર્વ શ્રદ્ધા વડે ભટકવાનો જે રોગ ચિત્તને અનાદિકાળથી લાગુ પડ્યો છે તેને ભગીરથ પુરુષાર્થ કરી સ્થિર કરવાથી ચિત્ત સ્થિર થતાં જ્ઞાનાદિ આત્મગુણો ચરિતાર્થ થશે, જેમ અસ્થિર પાણીની નીચે પડેલાં અદશ્યમાન રત્નો સ્થિર પાણીમાં સહજ રીતે દૃષ્ટિગત થાય છે. નવતત્ત્વ પ્રકરણમાં ૮ રૂચક પ્રદેશો અચળ હોવાથી કર્મ ગ્રહણ કરતાં નથી. કર્મોનું જોર આત્મચેતનાને ઢાંકવાનું છે જ્યારે ૮ રૂચક પ્રદેશોનું જોર આત્મચેતનાનો ઉઘાડ કરવાનું છે. આ રીતે આગળ વધેલાં જીવોને જૈન દર્શન પ્રમાણે અરિહંત અને સિદ્ધ સ્વરૂપના બન્નેને દેવતત્ત્વમાં ગણે છે. એમાં અરિહંત પરમાત્મા દેહસહિત છે, શરીરધારી છે છતાં પણ ૪ ઘાતકર્મોથી મુક્ત કહેવાય છે, માટે સદેહે મુક્ત છે. દેહયુક્ત શરીરધારી હોવા છતાં પણ સંસારથી સર્વથા મુક્ત છે. હવે પાપાદિ કરવા કે કર્મબાંધવામાંથી મુક્ત છે. જ્યારે સિદ્ધ ભગવંતો આઠે આઠ કર્મોથી મુક્ત છે. આ રીતે જોતાં અરિહંત અને સિદ્ધોમાં ખાસ ફરક નથી; કેમકે માત્ર શરીરના કારણે ભેદ છે. બંનેમાં બાકીનું બધું સમાન છે. બંનેનું કેવળજ્ઞાન-કેવળદર્શન-વીતરાગતા, અનંતશક્તિમત્તા બધું સમાન છે. દેહસહિત તે અરિહંત, જ્યારે દેહરહિત તે સિદ્ધ ભગવાન કહેવાય છે. સિદ્ધ સ્વરૂપે સ્થિર થયેલા ભગવંતોનું જેવું શુદ્ધવિશુદ્ધ, પરમ અને ચરમ સ્વરૂપ છે તે એક આત્યંતિક શુદ્ધાવસ્થા છે. મારા આત્માનું એ જ વર્તમાને સત્તાગત પ્રચ્છન) અપ્રગટ સ્વરૂપ છે. પ્રચ્છનપણે રહેલ શુદ્ધ-વિશુદ્ધ એવા આત્મ સ્વરૂપ પર જડના થરથી સંયોગવશાત વિરૂપિત થઈ ગયું, અશુદ્ધ, વિકૃત થઈ ગયેલું છે. પરમ સ્થિર, પૂર્ણ, અવિનાશી એવું આત્મસ્વરૂપ અસ્થિર, અપૂર્ણ, વિનાશી અને પર્યાયમુક્ત બની ગયું છે. આમ આવી વિરૂપ વિભાવદશા જે આત્માના સર્વ દુઃખનું કારણ બની ગયેલ છે, જે આત્માના સર્વ દુઃખનું કારણ એટલે મૂળ છે. આ વિરૂપ દશાને સ્વરૂપતામાં પલટાવી, પરિવર્તન કરી, મારે મારા સ્વરૂપ એટલે વિરૂપતાને સ્વરૂપમાં સાવી મારે મારા સ્વરૂપે 2010_03 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રગટ કરી સ્વરૂપસ્થ થવાનું છે એટલે મારા આત્માની મૂળ સ્થિતિમાં આવી જવાનું છે. આત્મા વિષે બહુ જ ટુંકાણમાં કહેવું હોય તો તે અરૂપી, અનામી, અદશ્ય, અચલાદિ ગુણોવાળો પ્રત્યક્ષ દષ્ટિગોચર થતો નથી. ઈન્દ્રિગમ્ય નથી છતાં પણ તેનું લક્ષણ પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થમાં કહ્યું છે કે “ઉપયોગો લક્ષણ. ચેતના લક્ષણો જીવાઃ” આત્માનું લક્ષણ ઉપયોગ અને ચેતના છે. ઉપયોગ એટલે જ્ઞાનાત્મક અને દર્શનાત્મક જ્ઞાનદર્શનને જ ઉપયોગ કહેવાય. પ્રતિક્રમણ કે વ્યાખ્યાનાદિમાં ઘોંઘાટ થાય ત્યારે “ઉપયોગ, ઉપયોગ રાખો” એમ કહેવાય છે. તે સૂચવે છે કે અત્યારે તમારો જાણવા જોવાનો તમારો જ્ઞાનદર્શનનો ઉપયોગ ચાલી રહ્યો છે તેમાં સ્થિર થજો, રહેજો જેથી એકાગ્રતા તૂટી ન જાય. ઉપયોગ કે ચેતના બંને એક જ છે. સમાનાર્થક શબ્દો છે. અરિહંતના ભેદ કે પ્રકારો નથી. જ્યારે સિદ્ધોના શાસ્ત્રમાં ૧૫ ભેદો દર્શાવ્યા છે તે આ પ્રમાણે છે. (૧) જિનસિદ્ધ, (૨) અજિન સિદ્ધ, (૩) તીર્થ સિદ્ધ, (૪) અતીર્થ સિદ્ધ, (૫) ગૃહસ્થલિંગે સિદ્ધ, (૬) અવલિંગે સિદ્ધ, (૭) સ્વલિંગ સિદ્ધ, (૮) સ્ત્રીલિંગે સિદ્ધ, (૯) પુરુષલિંગે સિદ્ધ, (૧૦) નપુંસકલિંગે સિદ્ધ, (૧૧) પ્રત્યેક સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ સિદ્ધ, (૧૩) બુદ્ધબોધિત સિદ્ધ, (૧૪) એક સિદ્ધ, (૧૫) અનેક સિદ્ધ. ઉપરના સિદ્ધો બતાવે છે કે જેનો સંકુચિત માનસના નથી. અહીં તો આત્મા ઉપર લાગેલાં કર્મોના આવરણોનો ક્ષય કરી આત્મગુણો પ્રગટાવી આગળ આગળનાં ૧૪ ગુણસ્થાનકો ચઢતાં ચઢતાં જે આગેકૂચ કરી શકે છે તે જેન હોય, જૈનેત્તર હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈપણ ભવ્યાત્મા તથા ભવ્યતાના પરિપાકના ફળરૂપે મોક્ષમાં ક્યાં તો અરિહંત થઈ શકે અથવા સિદ્ધ પણ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ ગુણોના સમૂહાત્મક પિંડનું નામ જ આત્મદ્રવ્ય છે અને તેનું ગુણોનું અસ્તિત્ત્વ આત્મા સાથે અનંતકાળ સુધી રહેવાનું. તાત્પર્ય એટલું જ કે આપણે આ ચર્ચા, વિચારણા, આલોચના, પ્રરૂપણાના અંતે આત્મા જે ચેતન તત્ત્વ છે, શરીરાદિ તેને ચોંટેલા કર્મો બંને જડ છે. જેમ લોહચુંબક લોખંડના કણોને આકર્ષી પોતાની સાથે એકાકાર કરે છે તેમ કાર્મણવર્ગણા આત્માના પ્રદેશો સાથે જે રાગ-દ્વેષ, કષાયાદિથી મોહનીય 2010_03 Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મતવ ૨ ૨૫ પરિસ્થિતિમાં સંક્રાન્ત થઈ જાય છે તે બધું આત્માના નિજગુણો ઉપયોગ અને ચેતના એટલે કે જાણવું અને જોવું ક્રિયાન્વિત થતાં આત્મા પોતાની મૂળભૂત સ્થિતિમાં આવે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે આ બે ગુણો ઉપયોગ અને ચેતના આત્માના ગુણધર્મો છે નહીં કે જડ અચેતન શરીર કે કર્મોના. આત્મતર જડ ટેબલ, ખુરસી, અરિસો, ઘર, સંપત્તિ વગેરે કોઈના નથી, આત્માના જ નિજ ધર્મો છે જે સનાતન, શાશ્વત, સૈકાલિક છે. છદ્મસ્થનો આત્મા હોય કે તીર્થકરોનો, આત્માના ગુણો બંનેમાં છે જ, એકમાં અનાવૃત, જ્યારે બીજામાં આવરિત. ભક્તામરમાં આત્મા વિષે કહ્યું છે કે-ધૂમાડા વગરનો અને તેલવિહીન હોવા છતાં પણ ત્રણે જગતને પ્રગટ કરનારો છે. જે ઝંઝાવાતથી ઓલવાઈ ન જાય તેવો સકલ જગતને પ્રકાશિત કરનારો છે (૧૬) જે રાહુથી ગ્રસિત થનારો નથી અને એકી સાથે ત્રણે લોકને પ્રકાશિત કરનાર છે, જેનો પ્રકાશ વાદળોથી ઢંકાનારો નથી અને જેનો મહિમા સૂર્યને આંબી જાય તેવો છે (૧૭) જે હંમેશા ઉદિત રહેનારો તથા મોહરૂપી મહા અંધકારને નષ્ટ કરનારો છે. જગતને અપૂર્વ ઢબે પ્રકાશિત કરનારો, ચંદ્રબિંબ સમાન છે. તમારા મુખરૂપી ચંદ્રથી શશિ, અગ્નિ તથા સૂર્યની ક્યાં જરૂરત રહી છે કેમ કે તમારા મુખરૂપી ચંદ્રનો શીતલ પ્રકાશ જ અંધકારને નષ્ટ કરે તેમ છે (૧૯). કલ્યાણ મંદિરમાં પણ આમ કહ્યું છે -જન્મોરૂપી સાગરથી પરાંડ-મુખ હોવા છતાં પણ તમારા આશ્રિતોને તારક હોવાથી તારો છો. (૨૮) વળી યોગ્ય જ છે કે તમો કર્મોના વિપાકોદય વગરના છો. (૨૯) વિશ્વેશ્વર હોઈ લોકોના રક્ષક છો અને વિશ્વનો વિકાસ કરો છો. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા, ફંગોળી નાખનાર વિશ્વનો વિકાસ કરે તેવા શાશ્વત જ્ઞાનના અધિપતિ છો (૩૦). અત્યાર સુધી વિવિધ દૃષ્ટિકોણથી આત્મા વિષયક જે વિવેચન, ચર્ચા, વિગતાદિ રજૂ કરી છે તેમાં સુજ્ઞ વાચકગણને પુનરુક્તિ દોષ જણાય તો તે માટે દિલગિરી સાથે ક્ષમાપ્રાર્થી છું કેમકે કોલેજ કે વ્યાખ્યાનાદિમાં શ્રોતાગણમાંથી આડું અવળું મન વિચારોમાં ચાલી ગયું હોય તો બંને વક્તા વ્યાખ્યાતા કે પાટ પર બેસી વ્યાખ્યાન કરનારા સાધુ ભગવંતો સમજણ વધુ પડે તે માટે જુદી જુદી રીતે એતવિષયક ચર્ચા રજૂ કરે છે જેથી બંને જાતના 2010_03 Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ શ્રોતાઓ જેમાં એક વર્ગ તલ્લીનતાથી સાંભળે છે બીજો વર્ગ જેને વિષયાંતરમાં મન ચાલી ગયું છે તે બંને સારી રીતે વિષય સમજે તે માટે પુનરુક્તિ જરૂરી છે તેથી ફરીથી અત્રે પુનરુક્તિ દોષ માટે ક્ષમાપ્રાર્થીને ઉદાર દિલે સમજશો. ઉપર્યુક્ત લખાણના સંદર્ભમાં સારસંક્ષેપ રૂપે આમ કહી શકાય કે જેમ એક દોરી કે દોરડું કે દિશાઓમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ તથા ચારે ખૂણાઓ વિરૂદ્ધ રીતે ગોઠવાયેલાં છે તેમ સંસાર ચક્રમાં નિગોદથી વિરૂદ્ધ દિશામાં મોક્ષ છે જે મેળવવા માટે જૈન દાર્શનિક ગ્રંથો કે તે સંબંધી લખાણાદિમાં જેના ઉપર ખૂબ ભાર મૂકાયો છે તે છે ઉપયોગ. આત્માની જ્ઞાન-દર્શનાત્મક પરિસ્થિતિને ઉપયોગ કહેવાયું છે. જે પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન કે ધ્યાનાદિ ધાર્મિક ક્રિયાકલાપો કરતાં કરતાં ભાવનિર્જરા તથા ભાવના ઉપર ઘણો ભાર મૂક્યો છે જે માટે નવસ્મરણના ૮મા સ્મરણ કલ્યાણમંદિર સ્મરણનો ૩૮મો શ્લોક ટાંકી પ્રસ્તુત લખાણ સમાપ્ત કરે તે આ પ્રમાણે છેઃઆકર્ષિતોડપિ મહિતોડપિ નિરીક્ષિતોકપિ નૂન ન ચેતસિ મયા વિધૂતોકસિ ભકત્યા | જાતોડસ્મિ તેન જનબાંધવ ! દુઃખપાત્ર યસ્માત્ ક્રિયા: ફલત્તિ ન ભાવશૂન્યાઃ || ૩૮ આત્મા શબ્દની વ્યુત્પત્તિ જે સાર્થક છે અર્થ સમજાવે તેવી છે તે આ પ્રમાણે “અતિ અપરાપરપર્યાયાનું સતત ગચ્છતિ ઇતિ આત્મા' અર્થાત્ નિરંતર નવનવા પર્યાયોમાં જે સતત જતો હોય તે આત્મા છે. પર્યાય એટલે શરીર અને સતત એક જન્મ પછી બીજા જન્મમાં, એક શરીર છોડી બીજા શરીરમાં જે સતત જાય છે, આવે છે તે આત્મા જ છે. નિગોદ અવસ્થામાંથી બહાર નીકલી વ્યવહાર રાશિમાં અકલ્પિત, અતકર્મ જન્મમાંથી ઉત્ક્રાન્તિ અને સુપુરુષાર્થ કરીને તે જ નિગોદનો એક જ આત્મા છેવટે સિદ્ધશિલા પર મોક્ષ પામી પોતાના સ્વતઃના ગુણધર્મલક્ષણાદિથી સંયુક્ત અને શાશ્વત હવે સ્થિર નિવાસી બની રહે છે. 2010_03 Page #236 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહના લેખો --- - ----- --- - -- 2010_03 Page #237 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પૃષ્ઠ ૨ ૨૯ ૧. મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨. વિત્થરસમો પૂરી–આચાર્ય પદનો આદર્શ ૩. નવકારમંત્રમાં નમો પદનો મહિમા ૪. નિગોદ ૫. લેયા ૬. પુદ્ગલ-પરાવર્ત ૭. અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૨ ૮૪ ૨૯૯ - ૩૩૭ - -- 2010_03 Page #238 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ માનવજાતિ ગમે તેટલો બૌદ્ધિક વિકાસ સાધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તર્કયુક્ત વાત જ સ્વીકારવાનો આગ્રહ રાખે, તો પણ સંસારમાં વખતોવખત એવી ઘટનાઓ બનતી રહે છે કે જે કેટલાક લોકોને શ્રદ્ધાના ક્ષેત્ર તરફ વાળે છે. જ્યારે પોતાના જીવનમાં જ એવી ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે કેટલાયે બૌદ્ધિકો પણ શ્રદ્ધાનું આલંબન લેવા લાગે છે. દરેક વખતે આવી શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી હોતી. ક્યારેક એમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાન, ગતાનુગતિકતા, લાચારી પણ જોવા મળે છે. ઇષ્ટ ફ્લની પ્રાપ્તિ અને અનિષ્ટનો વિયોગ એ સામાન્ય માણસની બે મુખ્ય ઝંખના હોય છે. જ્યારે પોતાની બધી જ ગણતરી ઊંધી પડે અને પરિણામ અણધાર્યું જુદું જ આવે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. અતિશય લાચારીનો પ્રસંગ જ્યારે આવી પડે છે ત્યારે માણસ શ્રદ્ધાપ્રેરિત થઈ ગમે તે વસ્તુ ક૨વા તત્પર થઈ જાય છે. જીવનમાં સામાન્ય ક્રમે કે અણધારી રીતે બનતી સારીનરસી મોટી ઘટનાઓનું અવલોકન કરતાં કરતાં માનવજાતે તેની સાથે સંકળાયેલા કેટલાક શુભાશુભ સંકેતોની વિચારણા કરી છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર ઇત્યાદિ એ રીતે રચાયાં હતાં. માણસ નવું ઘર કરાવતો હોય, નવી દુકાન લેતો હોય, નવો ધંધો ચાલુ કરતો હોય, દીકરા-દીકરીની સગાઈ કે લગ્નનો પ્રસંગ હોય, પ્રવાસે કે તીર્થયાત્રાએ જતો હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય, કન્યા સાસરે જતી હોય, વહુ પ્રસૂતિ માટે પિયર જતી હોય, મંદિરનો શિલાન્યાસ કે અન્ય ઉત્સવ હોય, સાધુ-સાધ્વીના વિહાર હોય-એવાં બધાં કાર્યો નિર્વિઘ્ને અને ખૂબ સારી રીતે પાર પડે એમ સૌ ઇચ્છતા હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. ‘શુકન જોઇને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે. પોતાની ધારેલી ઈચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે. 2010_03 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જેન ધર્મના પુષ્પગુચ્છ પોતાના કાર્યમાં વિપ્ન, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઇત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિંત રહે છે. બીજી બાજુ પોતાની ઇચ્છા પ્રમાણે, કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે “મંગળ' કે “અમંગળ’ શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે. શુભ પ્રસંગે ગોળ, ધાણા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાદ્યદ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વાતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે. મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભે અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારા શુકન ગણાય. ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્રે એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારા શુકન થયા એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે 2010_03 Page #240 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨ ૩ ૧ હાથી કે અન્ય મંગલ વસ્તુનાં દર્શન કરી માણસ સંતોષ મેળવે છે અને પ્રસ્થાન કરે છે. શુભ મંગળ શુકન માટે દરેક માણસની શ્રદ્ધા એકસરખી ન હોય. કોઈક શ્રદ્ધાળુઓ ભગવાનના કે દેવદેવીના કે પોતાના વડીલો કે સ્વજનોના ફોટાનાં દર્શન કરે છે. ક્યારેક ફોટો કે આકૃતિ ન હોય ત્યારે તેમના નામનો જયજયકાર ઉચ્ચારાય છે. શુભ પ્રસંગ કે શુભ કાર્યની વાત ન હોય તો પણ કેટલાક લોકોને મંગળ આકૃતિઓનું રોજેરોજ સવારના ઊઠીને કે અન્ય સમયે નિયમિત દર્શન કરવાનો રિવાજ હોય છે કે જેથી દિવસ સારો જાય. મહાભારતના દ્રોણપર્વમાં લખ્યું છે કે રાજ દરબારમાં જતાં પહેલાં મહારાજા યુધિષ્ઠિર સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, જળપૂર્ણ કુંભ, અગ્નિ, માળી, હાર, કુંકુમ, દહીં, ઘી, મધ, માલા, કન્યા વગેરે માંગલિક દ્રવ્યોનાં કે વ્યક્તિનાં દર્શન કરી લેતા. જુદા જુદા વારે કોઈ જુદી જુદી વસ્તુ મંગલરૂપ ગણાય છે એને માટે એક લોકોક્તિ પ્રચલિત છેઃ રવિ તાંબૂલ, સોમે દર્પણ, મંગળે ધાણા ધરણીનંદન, બુધે ગોળ, ગુરુએ રાઈ, શુક્રવારે સરસવ ખાઈ, શનિવારે વાવડિંગા ચાવે તો કાળ કદી ઘેર ના આવે. લોકજીવનમાં આવી વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ક્યાંક એની સાથે ધર્મને સાંકળવામાં પણ આવ્યો છે. મંગળ' શબ્દનો સાદો અર્થ થાય છે શુભ, પવિત્ર, પાપરહિત, વિજ્ઞરહિત. “મંગલ' શબ્દમાં મં, ગ અને લ એ ત્રણ અક્ષરો છે. એ અક્ષરોને અનુલક્ષીને મંગળ’ શબ્દના જુદી જુદી રીતે અર્થ કરાય છે. મંગલ અથવા માંગલ્ય શબ્દ જુદી જુદી રીતે વ્યુત્પન્ન કરવામાં આવ્યો છે. એ શબ્દમાં “મ', “મા”, “ગલ”, “ગાલ” જેવા શબ્દો રહેલા બતાવવામાં આવે છે અને તે પ્રમાણે અર્થઘટન કરવામાં આવે છે. આવી ભિન્નભિન્ન વ્યાખ્યાઓમાંથી નીચેની કેટલીક વ્યાખ્યાઓ જુઓ : मं गालयइ भवाओ मंगलमिहेवमाइ नेरुत्ता । (મ અથવા મા એટલે કે પાપને જે ગાળી નાખે છે તે મંગલ કહેવાય છે.) વિશેષાવશ્યક ભાષ્ય'માં “મંગલ' શબ્દ સમજાવતાં કહ્યું છેઃ मां गालयति भवादिति मंगलं संसारादपनयतीत्यर्थः । 2010_03 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ।। મિને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિઘ્ન. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિઘ્ન ન હો માટે મંગલ વળી “વિશેષાવશ્યક ભાષ્ય'માં કહ્યું છેઃ मंगिज्जएऽधिगम्मइ जेण हियं तेण मंगलं होई । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।। [જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા “મંગલ'નો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે.] “મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે: मा गलो भूदिति मंगलम् । જેિ ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ.] मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [જેના વડે પ્રસન્નતા થાય તે મંગલ.] महान्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । જેિના વડે પૂજા થાય છે તે મંગલ.] લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થકર ભગવાનની માતાને આવતાં ચોદ (અથવા સોળ) સ્વપ્નો, દેવદેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતુ અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જેન, બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે. 2010_03 Page #242 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨ ૩૩ આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે : સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવશકોરું), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષતપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કંકુ, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (રુચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ-માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે. સાક્ષાત્ મંગલ વસ્તુઓનાં દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઇને કોઇક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષના પાંદડાઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, દીપક, નંદ્યાવર્ત ઇત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જેને ધર્મની માન્યતા પ્રમાણે તીર્થકર પરમાત્માના અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે. બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચા આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પા વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી. तस्मिन थल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक नन्द्यावर्तपद्म वर्धमानादिनी मंगल्यानि संदश्यते स्म । મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો (અનુવ્યંજન) હોય છે. આ લક્ષણો મંગલરૂપ મનાય છે એટલે એની દોરેલી આકૃતિનાં દર્શન પણ મંગળરૂપ કહેવાય છે. જૈન ધર્મગ્રંથ “સ્થાનાંગસૂત્ર'માં 2010_03 Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૩૪ તથા બૌદ્ધ ધર્મગ્રંથ ‘મહાવસ્તુ’, ‘મહાવ્યુત્પત્તિ', ‘અર્થવિનિશ્ચયસૂત્રનિબંધન’, ‘લલિતવિસ્તરા’ વગેરે ગ્રંથોમાં આ બધાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આટલી બધી મંગળ વસ્તુઓ હોય તો વખત જતાં એમાં પસંદગી કરવાના પ્રસંગો પણ ઊભા થાય. કઈ મંગળ વસ્તુ કરતાં કઇ મંગળ વસ્તુ ચડિયાતી છે એનો નિર્ણય તો લોકો પોતે જ અનુભવ દ્વારા કરતા રહે છે. વખત જતાં આઠ મંગલ વસ્તુઓનું માહાત્મ્ય વધી ગયું. આ આઠની સંખ્યાને સ્થિર કરવામાં જૈન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, આઠની સંખ્યા જ શા માટે ? વધુ કે ઓછી કેમ નહિ ?-એ વિશે જુદા જુદા તર્ક થઈ શકે, પણ નિશ્ચિત કારણ જાણવા મળતું નથી. પૂર્વકાળના લોકોના અનુભવે જ એમાં મહત્ત્વનું કાર્ય કર્યું હશે ! અથવા એક માન્યતા પ્રમાણે દેવોએ જ આ આઠનું નિર્માણ કર્યું હશે. જૈન ધર્મમાં ઔપપાતિકસૂત્ર, રાયપસેલ્શિયસૂત્ર, આચારદિનકર ઇત્યાદિ પ્રાચીન ગ્રંથોમાં અષ્ટ મંગલનો જે પ્રમાણે નિર્દેશ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) દર્પણ અને (૮) મત્સ્યયુગલ. ‘સુશ્રુતસૂત્રસ્થાન’માં દસ પ્રકારનાં મંગલ દર્શાવવામાં આવ્યાં છેઃ स्त्रीपुत्रिणी सवत्सागो वर्द्धमानं अलंकृता । कन्या मत्स्याः फलं चामं स्वस्तिकान् मोदकाः दधिः ।। આ દસ મંગલ છે : (૧) બાળક સાથે માતા, (૨) વાછરડા સાથે ગાય, (૩) વર્ધમાન (શરાવ-શકોરું), (૪) અલંકૃતા એટલે શણગારેલી કન્યા, (૫) મીનયુગલ, (૬) ફળ, (૭) ચામર, (૮) સ્વસ્તિક, (૯) લાડુ અને (૧૦) દહીં. :: ‘વિષ્ણુસ્મૃતિ’માં ‘અષ્ટમંગલ'નો નિર્દેશ છે અને એમાં આઠમંગલ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : (૧) પૂર્ણકુંભ, (૨) આદર્શ એટલે કે દર્પણ, (૩) છત્ર, (૪) ધ્વજ, (૫) પતાકા, (૬) શ્રીવૃક્ષ અથવા શ્રીવત્સ, (૭) વર્ધમાન અને (૮) નંદ્યાવર્ત. માત્ર ધર્મગ્રંથોમાં જ નહિ, ચિત્રશિલ્પાદિ કલાઓમાં પણ અષ્ટમંગલને સ્થાન મળ્યું હતું. જૈન ધર્મમાં પ્રાચીન અવશેષોમાં કે કલાકૃતિઓમાં 2010_03 Page #244 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨ ૩૫ અષ્ટમંગલનું રેખાંકન જોવા મળે છે. મથુરાના કંકાલી ટીલામાંથી મળેલા જૈન આયાગપટ્ટીમાં અષ્ટમંગલની આકૃતિ છે. એટલે આશરે બે હજાર વર્ષ પૂર્વે અષ્ટમંગલને જૈન ધર્મમાં તથા શિલ્પાદિ કલામાં વ્યવસ્થિત રીતે મહત્વનું સ્થાન મળી ચૂક્યું હતું. કોઇક આયાગપટ્ટમાં અષ્ટમંગલની વચ્ચે તીર્થકર ભગવાનની આકૃતિ કોતરવામાં આવી છે. આબુ દેલવાડા, ખજુરાહો વગેરે ઘણાં પ્રાચીન જૈન મંદિરોમાં અષ્ટમંગલની આકૃતિની કોતરણી થયેલી છે. પ્રાચીન જેન હસ્તપ્રતોમાં પણ અષ્ટમંગલનું ચિત્રાંકન જોવા મળે છે. અષ્ટમંગલનો મહિમા જેન ધર્મમાં સૌથી વિશેષ છે. પ્રત્યેક તીર્થકરના સમયમાં આઠ પ્રતિહાર્યની જેમ અષ્ટમંગલ હોય જ એમ મનાય છે. મંગલ વસ્તુઓ તો અનેક હોય. શુભ પ્રસંગે માણસે કેટલી વસ્તુઓનાં દર્શન કરવાં જોઇએ ? માણસે જેમ એ વિષયમાં વિસ્તાર કર્યો તેમ સંક્ષેપ પણ કર્યો. એમ કરતાં કરતાં આઠ વસ્તુઓ પર તે સ્થિર થયો. એ આઠ વસ્તુઓનાં સાક્ષાત્ દર્શનમાં પણ વાર લાગે. એટલે એક જ સ્થળે એક સાથે આઠે વસ્તુઓની આકૃતિ આવી જાય એવી યોજના થઈ. એ વ્યવહારુ અને સરળ બની. આરંભમાં કદાચ માણસ આઠે આકૃતિઓ સ્વહસ્તે દોરતો કે બીજા પાસે દોરાવતો હશે. પણ પછીથી તો કોતરેલી કે દોરેલી આકૃતિવાળા તૈયાર મળતા પાટલા કે પાટલીનો ઉપયોગ માણસ કરવા લાગ્યો. જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ પરંપરાની કેટલીક કલાકૃતિઓમાં એક અથવા વધુ માંગલિક આકૃતિઓ કોતરવામાં આવેલી જોવા મળે છે. પરંતુ આ બધી માંગલિક આકૃતિઓમાંથી ફક્ત આઠની જ પસંદગી કરીને એને “અષ્ટમંગલ તરીકે પ્રચલિત કરવામાં અને એને પૂજનીય ગણવામાં જૈન ધર્મનો સૌથી વધુ ફાળો છે. પ્રાચીન કાળથી અષ્ટમંગલની આ પરંપરા જૈન ધર્મમાં વર્તમાન સમય સુધી જીવંત અને પ્રચલિત રહી છે અને આજે પણ જૈન મંદિરોમાં “અષ્ટમંગલ'ની ધાતની પાટલીની પૂજા થાય છે. તીર્થકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલની પૂજા કરવાનો રિવાજ છે. પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ છે. મોટાં પૂજનો વખતે પણ પાટલાપૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે અને એનું પૂજન કરવામાં આવે છે. બ્રાહ્મણ પરંપરા કરતાં જૈન અને બૌદ્ધ પરંપરામાં મંગલ વસ્તુઓની 2010_03 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઈ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે “અષ્ટમંગલ' તરીકે જ ઓળખાતી રહી. સાંચીના બૌદ્ધ અવશેષોના એક સ્તંભના તોરણો પર પથ્થરમાં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે, એ માળાઓમાં કોઇકમાં નવ મણકા છે, તો કોઇકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખગ, પરશુ, શ્રીવત્સ, મસ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે, બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મત્સ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ સાત મણકાની આ માળા “અષ્ટમંગલ માળા” તરીકે ઓળખાય છે. વળી એમાં ભદ્રાસન બંને બાજુ છે. સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલાં જોઇ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર આકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંદ્યાવર્ત, અક્ષતપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે. જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંડ્ય રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે. એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે 2010_03 Page #246 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨ ૩૭. અષ્ટમંગલ છે. પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ દોરવામાં આવી છે. (અલાહાબાદના સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશિલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વીંટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બે વાર છે. બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી હતી. અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે. છેલ્લા કેટલાક સમયથી શ્વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે. (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૬) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલાત્મક રીતે રચતા હોય છે. જેન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન. બીજા પ્રમાણે અષ્ટમંગલ છેઃ સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણ (પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક. વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર ચારની જોડીમાં ઉપર નીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે છે. 2010_03 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતી અષ્ટમંગલની પાટલીમાં આ ક્રમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો “જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ-૩માં છપાયો જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં ક્યારેક ફેરફાર અજાણતાં થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઇએ: સ્વસ્તિક : અષ્ટમંગલમાં સૌ પ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતુ રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાત્ ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક. સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આલાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે. સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે. એટલે કોઇપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં સ્વસ્તિક ચાર પુરુષાર્થ–ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે. જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થકર ભગવાનની દ્રવ્યપૂજામાં ચોખાનો સાથિયો કરવામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી 2010_03 Page #248 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨ ૩૯ કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચારગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે. સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગળરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.). શ્રીવત્સ : સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ' એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહિ, શ્રીવત્સ વિષ્ણુના લક્ષણ” તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન છાતીમાં હૃદય રહેલું છે. તીર્થકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી સ્કુરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગળમય માનવામાં આવે છે. ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબા, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ શ્રીવત્સની આકૃતિને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી. 2010_03 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકૃતિઓ દોરાઈ છે. “શ્રીવત્સ’ એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહિ વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે. નંદ્યાવર્ત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નંદ્યાવર્તની આકૃતિ બોદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જેને પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે. નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંદ્યાવર્ત સુખના આવર્તનરૂપે છે. સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારના આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઇએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઇએ. નંદ્યાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે. નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે કારણ કે એને ગમે તેટલાથી ગણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઈ જાય છે. આથી નંદ્યાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની 2010_03 Page #250 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૪૧ આકૃતિને ‘સર્વતોભદ્ર’ પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એક સરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે. વર્ધમાનક-શરાવસંપુટ ઃ ‘અષ્ટમંગલ’માં એક મંગલ તે વર્ધમાન અથવા વર્ધમાનક છે. એનો અર્થ થાય છે કે જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે ‘શરાવ'. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવ સંપુટ’ને બદલે ફક્ત ‘સંપુટ’ શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપર નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે. ઉપર નીચેના શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી ‘સાવલાં’ શબ્દ આવેલા છે.) લગ્નવિધિમાં શરાવ સંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે. વર્ધમાનકની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે. કળશ : ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. હિંદુ ધર્મ પ્રમાણે જળના દેવતા વરુણનો કળશ સાથે અવિનાભાવ સંબંધ છે. ઘરે ઘરે કુંભ હોય છે. જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશુદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થંકર ભગવાનના જન્મ સમયે સ્નાત્ર મહોત્સવ દેવો કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર પર સ્નાન કરાવે છે. આમ કળશ એ વિશુદ્ધિ અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઇપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે. 2010_03 Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૪૨ જૂના વખતમાં લહિયાઓ પોથી (હસ્તપ્રત) પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પુરુષાર્થ અને પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે. શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણ કળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે. માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખાવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અર્થાત્ રગેરગમાં ભગવાનનો વાસ છે એમ કહેવાય છે. ભદ્રાસન : તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું દ્યોતક છે. વળી આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુકલધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે. મત્સ્યયુગલ : મીન અથવા મત્સ્ય એટલે માછલી. મસ્ત્યયુગલ, મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. (ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા 2010_03 Page #252 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૪૩ કિનારા સુધી તરી જવાની શક્તિ એનામાં રહેલી છે. માછલીને પાણીમાં તરતી જોવી એ રસનો વિષય બની શકે છે. માછલી બુદ્ધિશાળી પ્રાણી છે. એના ઘણા પ્રયોગો આધુનિક વૈજ્ઞાનિકોએ કરેલા છે. (કોઇક માછલીધરમાં પ્લાસ્ટિકના મોતી જેટલા નાના દડાથી માછલીઓને રમત રમતી જોઇને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે.) આપણી બાર રાશિઓમાં એક રાશિ તે મીન રાશિ છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક અવતાર તે મત્સ્યાવતાર છે. અઢાર પુરાણોમાં એક પુરાણનું નામ મત્સ્યપુરાણ છે. આમ આપણાં સાંસ્કૃતિક વારસામાં મત્સ્યનું સ્થાન મહત્ત્વનું રહેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન મીનયુગલનું છે. કામદેવને સામાન્ય રીતે ‘મકરધ્વજ’ તરીકે ઓળખાવવામાં આવે છે. મકર એટલે મગર. પણ કેટલીક વાર કામદેવને મીન-ધ્વજ' તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે એમાં ક્યારેક એક જ મીન (માછલી) હોય છે, તો ક્યારેક મીનયુગલ પણ હોય છે. જિનેશ્વર ભગવંત આગળ કામદેવે પોતાનો ધ્વજ નીચે મૂકી દીધો એવો અર્થ પણ આ મંગલનો ઘટાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના જુદાં જુદાં અંગોમાં રેખાઓની આકૃતિઓનો ભાસ થાય છે. એ રીતે માણસના હાથની છેલ્લી ટચલી આંગળીની નીચે હથેળીની કિનાર પાસે મત્સ્યની આકૃતિ હોય તો તે માણસ અત્યંત શુભ લક્ષણવાળો ભાગ્યશાળી મનાય છે. જેની બંને હથેળીમાં મત્સ્યની આકૃતિ હોય તે વળી મહાભાગ્યશાળી મનાય છે. આવી બંને હથેળી અડોઅડ રાખવામાં આવે તો મત્સ્યયુગલ જોવા મળે. આ યુગલમાં એક નર અને એક માદા જ હોય એવું અનિવાર્ય નથી; પણ યુગલ હોવાથી તેમ માનવાની પરંપરા છે. એ લક્ષમાં રાખવાનું છે કે પાણીમાં તરતી જીવતી માછલી એ મંગળરૂપ છે. મરેલી માછલી મંગળરૂપ નથી. તે અપશુકન ગણાય છે. એટલે જ માછીમા૨ કે માછીમારણ રસ્તામાં સામે મળે, માછલાં સાથે કે માછલાં વગર તે અપશુકન ગણાય છે. જો કે હવે આ લોકમાન્યતા પણ ઘસાઈ જવા આવી છે. દર્પણ : અષ્ટમંગલમાં દર્પણ (અરીસો) એ પણ એક મંગળ વસ્તુ મનાય છે. 2010_03 Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૪૪ કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબે માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જૈનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે : પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ; આતમદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ. કેટલાંક મંદિરોમાં રંગમંડપોમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ દર્શન થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું. દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઇ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે. જિન મંદિરોમાં અષ્ટપ્રકારી પૂજાનાં આઠ દ્રવ્યોને પણ અષ્ટમંગલ દ્રવ્ય કહેવામાં આવે છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય અને ફળને શ્વેતાંબર પરંપરામાં મંગલ તરીકે માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં જિનમંદિરનાં અષ્ટ મંગલદ્રવ્ય તરીકે ઝારી, કળશ, દર્પણ, ચામર, છત્ર, ધ્વજા, ધૂપ તથા દીપની ગણના થાય છે. (કોઈક શંખ, વીંઝણો વગેરે સહિત એની જુદી રીતે ગણના કરે છે.) વસ્તુતઃ જિનમંદિરનાં ઉ૫ક૨ણો મંગલરૂપ છે અને તે જિનપ્રતિમાના પરિવારરૂપ મનાય છે. અષ્ટમંગલની આકૃતિઓની દ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને એના તાત્પર્યનું ચિંતન કરવું અને તે પ્રમાણે ભાવના ભાવવી તે ભાવપૂજા છે. અષ્ટમંગલની દ્રવ્યપૂજા માણસના વિઘ્નોનો વિનાશ કરે છે અને એને સફળતા કે વિજય અપાવે છે એ એનો વ્યવહારુ અર્થ છે. પરંતુ જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે મનુષ્યના જીવનમાં જે કંઈ થાય છે તે એનાં શુભાશુભ 2010_03 Page #254 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૪૫ કર્મોને આધારે થાય છે. અષ્ટમંગલ તો એમાં નિમિત્ત માત્ર છે. ધારો કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે તેજસ્વી વિદ્યાર્થીઓએ અષ્ટમંગલની પૂજા કરી, તો બેમાંથી એક જ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે, બીજો નહિ. અદાલતમાં કેસ ચાલતો હોય અને વાદી તથા પ્રતિવાદી બંનેએ અષ્ટમંગલનાં દર્શન કર્યા હોય તો બેમાંથી એક કેસ જીતી જશે, અને બીજો હારી જશે. એનો અર્થ એ છે કે અષ્ટમંગલથી ઇષ્ટ ફલની પ્રાપ્તિ થશે જ એવું અનિવાર્ય નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે અષ્ટમંગલની પૂજાની આવશ્યકતા નથી અથવા એની અવગણના કરવી, પણ અષ્ટમંગલ સર્વસ્વ છે એમ ન માનતાં એની સાથે શુભાશુભ કર્મ પણ જોડાયેલાં છે એમ સમજવું જોઇએ. છ ખંડના ધણી સુભૂમ ચક્રવર્તીએ સાતમો ખંડ ઉપર જીત મેળવવા માટે અષ્ટમંગલનાં બહુ ભાવથી દર્શન કર્યા હતાં અને દહીં વગેરે મંગલ શુકનવંત દ્રવ્યો આરોગ્યાં હતાં, તેમ છતાં એ સાતમા ખંડને જીતી ન શક્યો અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો અને નરક ગયો. આ અષ્ટમંગલની પૂજા જીવને ભૌતિક સુખો તરફ ન આકર્ષતાં, મોક્ષમાર્ગ તરફ લઇ જાય તો એની વધુ સાર્થકતા ગણાય. એટલે પ્રસ્થાન કે સફર, નિર્વિઘ્ન પૂર્ણાહુતિના પ્રતીત તરીકે એની પૂજા કરવા સાથે મોક્ષમાર્ગમાં એ આલંબન બની રહે, શુદ્ધ આત્મસ્વરૂપની સન્મુખ થવામાં અને એમાં સ્થિરતા મેળવવામાં એ સહાયભૂત બને એ વધુ જરૂરી છે. મહામંગલ : “અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલમહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે. નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિ–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ વખત નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવમાં આવ્યા છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે : મંગલાણાં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ 2010_03 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ તે ગુરુ અને યુલિકાનાં ચાર પદ તે ધર્મ-એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એ જ સર્વોત્તમ મંગલ. ધર્મતીર્થ પ્રવર્તનાર સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમાન થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંત કાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ-આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે. માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે. નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું-નવકારમંત્રનું જુદી રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : ચરારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલી પણતો ધમો મંગલમ્ | વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છેઃ મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ ! મંગલ ધૂલિભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ II 2010_03 Page #256 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૪૭ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે : ધમ્મો મંગલં ઉક્કિટ્ટો અહિંસા, સંજમો, તવો । આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે : સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણું; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયંતિ શાસનમ્. 2010_03 Page #257 -------------------------------------------------------------------------- ________________ તિસ્થયમો સૂર-આચાર્યપદનો આદર્શ અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્માઓ સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચ પરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે. જિનશાસનમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલા ત્રઢષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ પાટપરંપરા ચલાવીને જિનશાસનની રક્ષાનું કાર્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલું ભગીરથ કર્યું છે ! એટલે જ આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહ્યું છે : તિત્યયરસમો સૂરી, સમ્મ નો નિણમયં પયાર્ડ I જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યક પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ આચાર્ય ભગવંતને તીર્થકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “સિરિસિરિવાલ કહા' (શ્રી શ્રીપાલ કથા)માં કહ્યું છે : अत्थमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुव्व । पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ।। જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનીરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. 2010_03 Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૯ તિરસમો સૂર-આચાર્યપદનો આદર્શ શ્રીપાલરાસ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ અFમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન-પટુ તે, આચાર ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં દીવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓ રૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવો તેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દીવા અનેક હોઈ શકે છે, વળી એક દીવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે : जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो । दीवसमा आयरिया दिप्पंति परं च दीवंति ।। જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે. જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે શાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દીક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકાતું. આચાર્યપદ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચા અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તો પણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પદ્મવિજય મહારાજે કહ્યું છે કે શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિણવર સમ ભાખ્યા .” 2010_03 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ ‘આચાર્ય' શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ટાંક્યું છેઃ पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता । आयारं दंसंता आयरिया तेण वुच्चंति ।। આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય “આચાર્ય' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે પણ કરવામાં આવે છે ? आ मर्यादया चरन्तीति आचार्याः । જેઓ મર્યાદાપૂર્વક વિચરે છે તે આચાર્ય. x x x आचारेण वा चरन्तीति आचार्याः । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય. x x x पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः । પંચાચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય. x x x आचाराः यत्र रूचिरा: आगमा शिवसंगमाः । आयोपाया गतापाया आचार्यं तं विदुर्बुधाः ।। જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ (મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો “આચાર્ય' કહે છે. XXX आचारो ज्ञानाचारादि पंचधा आ-मर्यादया वा चारो विहार आचारस्तत्र स्वयं करणात् प्रभावणात् प्रभाषणात् 2010_03 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૧ સ્થિરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ प्रदर्शनाच्चेत्याचार्याः । જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપી આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય. x x x आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्यः । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય. X X X ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે : आ इषद् अपरिपूर्णाः चाराः हेरिका ये ते आचारा: चार कल्पा इत्यर्थः । युक्तायुक्त विभागनिपुणाः विनेया: अतस्तेषु साधवो यथावच्छास्त्रार्थोपदेशकतया ડ્રત્યાવર્યાદા શ્રી અભયદેવસૂરિએ “આચાર' શબ્દમાં રહેલા “ચાર' શબ્દનો અર્થ “ચાર પુરુષ” એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત-નિયંત્રિત રાખે તે આચાર્ય. આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભ-સમારંભ કરે નહિ, કરાવે નહિ તથા તેની અનુમોદના કરે નહિ તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહિ તે આચાર્ય. આવશ્યકસૂત્રમાં, “પંચિદિયસૂત્ર'માં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે. શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય, સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી 2010_03 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ શકનાર હોય, ગચ્છના આધારસ્તંભ હોય અને ગચ્છની નાની નાની પ્રકીર્ણ જવાબદારીઓ (જે શિષ્યોએ ઉપાડી લેવાની હોય છે)થી મુક્ત હોય તેવા આચાર્ય હોવા જોઇએ. શ્રી ભદ્રબાહુ સ્વામીએ “નમસ્કાર નિર્યુક્તિ'માં કહ્યું છે કે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્ય ભાવ-આચારથી પણ યુક્ત હોવાથી ભાવાચાર્ય પણ હોય છે. आयारो नाणाई तस्सायरणा पमासणाओ वा ।। जे ते भावायरिया भावायारोवउत्ता य ।। શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “સંબોધ પ્રકરણ'માં આચાર્યના સ્વરૂપનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે આચાર્ય ભગવંત આર્ય દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા, જિતેન્દ્રિય, તેજસ્વી અને દઢ સંઘયણવાળા, અપ્રમત્ત, વૈર્યવંત, નિર્લોભી, નિ:સ્પૃહી વિકથાત્યાગી, પ્રભાવક, અમાયાવી, સ્થિર આગમ પરિપાટીવાળા, પંચાચારના પાલનમાં રત, વિશદ્ધ દઢ બ્રહ્મચર્ય પાળનાર, નિર્ભય, નિરહંકારી, કુશલ, નિઃશલ્ય; અપ્રતિબદ્ધવિહારી, આદેય વચનવાળા, દેશનાલબ્ધિવાળા, સભામાં ક્ષોભ ન પામે તેવા, નિદ્રા પર વિજય મેળવનાર, દેશકાળના જાણનાર, તરત ઉત્તર આપનાર પ્રત્યુત્પન્નમતિવાળા, જુદા જુદા દેશોની ભાષાના જાણકાર, સ્વપર શાસ્ત્રના જ્ઞાતા, હેતુ, નય, ઉપનય ઇત્યાદિના પ્રતિપાદનમાં પ્રવીણ, શિષ્યોને ભણાવવામાં કુશળ, શિષ્ય સમુદાયનું વાત્સલ્યપૂર્વક સુયોગ્ય નેતૃત્વ સંભાળનાર, અસંકલિષ્ટ ચિત્તવાળા, ગંભીર પ્રસન્ન મુખમુદ્રાવાળા, મધ્યસ્થ ભાવવાળા, સમતાના ધારક, સન્માર્ગ-ઉન્માર્ગ-દોષાદિના જ્ઞાતા, નિર્દોષ ગોચરીવાળા, શાસ્ત્રોક્ત વિહાર કરવાવાળા, ઇત્યાદિ સેંકડો ગુણોના ભંડાર જેવા હોવા જોઇએ. શ્રી હરિભદ્રસૂરિએ આચાર્ય મહારાજની તુલના તીર્થકર ભગવાન સાથે નવ પ્રકારે કરી છે અને કહ્યું છે કે આચાર્ય મહારાજ “તીર્થકરતુલ્ય” છે. શ્રી ઉદ્યોતનસૂરિએ પોતાના પ્રાકૃત “કુવલયમાળા' ગ્રંથમાં આચાર્ય ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે જો આચાર્યો ન હોત તો આગમોનો સાર કે રહસ્ય કોણ જાણી શકત ? બુદ્ધિરૂપી ઘીથી સિંચાયેલી આગમજ્યોતને ધારણ કરનાર આચાર્યો ન હોત તો શું થાત ? નિર્મળ ચંદ્રરૂપી આચાર્યો 2010_03 Page #262 -------------------------------------------------------------------------- ________________ તિથિથરસમો ભૂ-આચાર્યપદનો આદર્શ ૨ ૫૩ ભવ્ય જીવરૂપી કુમુદોને વિકસાવે છે. ચારિત્રરૂપી કિરણો વડે તેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. સૂર્ય જેવા સૂરિદેવ ન હોય તો જગતના જીવો મિથ્યાત્વના અંધકારમાં અટવાતા હોત. આચાર્ય મહારાજ સૂર્ય સમાન ઉદ્યોત કરનાર, કલ્પવૃક્ષની જેમ ફળ આપનાર, ચિંતામણિ રત્નની જેમ સુખ આપનાર જંગમ તીર્થરૂપ છે. નિશીથભાષ્યમાં કહ્યું છે કે રાતોરવિમુક સીયારમો ય મારિયા રાગદ્વેષથી રહિત આચાર્ય “શીતગૃહ' સમાન છે. શીતગૃહ એટલે બધી ઋતુમાં જ્યાં એકસરખું સુખદ, અનુકૂળ વાતાવરણ હોય (પ્રાચીન સમયમાં મોટા રાજાઓ, ચક્રવર્તીઓ આવા ભવનની રચના કરાવતા.) એટલે આચાર્ય મહારાજ અનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વ પ્રકારની પરિસ્થિતિમાં સમતાના ધારક હોવાથી સદાસર્વદા પ્રસન્ન હોય છે. દિગંબર આમ્નાયના “ધવલા' વગેરે ગ્રંથોમાં માથોિ ોિ રો એમ કહીને આચાર્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે પ્રમાણે પ્રવચનરૂપી સમુદ્રના જળની મધ્યમાં સ્નાન કરવાથી અર્થાત્ પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસથી અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેઓ નિર્દોષ રીતિથી છ આવશ્યકનું પાલન કરે છે, જેઓ મેરુની સમાન નિષ્કપ છે, જેઓ શૂરવીર છે, જેઓ સિંહની જેમ નિર્ભય છે, જેઓ વર્ય એટલે કે શ્રેષ્ઠ છે, જેઓ દેશ, કુળ, જાતિથી શુદ્ધ છે, જેઓ સૌમ્યમૂર્તિ છે તથા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત છે, જેઓ આકાશની જેમ નિર્લેપ છે, એવા આચાર્યને પંચ પરમેષ્ઠિમાં સ્થાન છે. જેઓ સંઘને સંગ્રહ (અર્થાત્ દીક્ષા) અને નિગ્રહ (અર્થાત્ શિક્ષા એટલે પ્રાયશ્ચિત્તાદિ) દેવામાં કુશળ છે, જેઓ સૂત્ર અને એના અર્થમાં વિશારદ છે, જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ રહી છે, જેઓ સારણ અર્થાત્ આચરણ અને વારણ અર્થાત્ નિષેધ તથા સાધન અર્થાત્ વ્રતોની રક્ષા કરવાવાળી ક્રિયાઓમાં નિરંતર ઉદ્યમશીલ છે એમને પરમેષ્ઠિ તરીકે ઓળખવા જોઇએ. જેઓ ચોદ વિદ્યાસ્થાનોમાં પ્રવીણ હોય, અગિયાર અંગ (વિશેષતઃ આચારાંગ)ને ધારણ કરનાર હોય, સ્વસમય અને પરસમયમાં પારંગત હોય, મેરુની જેમ નિશ્ચલ હોય, પૃથ્વીની જેમ સહિષ્ણુ હોય, સમુદ્રની જેમ દોષોને બહાર ફેંકી દેનાર હોય, સપ્ત પ્રકારના ભયથી રહિત હોય, જેઓ પંચાચારના પાલનમાં અને પળાવવામાં સમર્થ હોય તેઓ આચાર્ય કહેવાય. 2010_03 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : दंसणणाणप्पहाणे वीरियचारित्तवरतवायारे । अप्पं परं च जुंजई सो आयरिओ मुणीएओ ।। [જે દર્શન અને જ્ઞાનથી પ્રધાન એટલે કે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ વીર્ય, ચારિત્ર અને તપથી યુક્ત છે તથા જે સ્વ અને પરને સન્માર્ગમાં જોડે છે તે આચાર્ય મુનિઓ દ્વારા આરાધના કરવાને યોગ્ય છે.] જેઓ આચાર્ય હોય તેઓ ઉપાધ્યાય અને સાધુ તો હોય જ કારણ કે સાધુપણામાં જેઓ ઉપાધ્યાય પદને યોગ્ય હોય તેને જ ઉપાધ્યાય બનાવવામાં આવે છે અને ઉપાધ્યાયના પદ પછી જેમનામાં આચાર્યના પદની યોગ્યતા હોય તેઓને જ આચાર્યની પદવી આપવામાં આવે છે. જેઓ યોગોહન કરવાપૂર્વક નિશ્ચિત આગમગ્રંથોનું સૂત્રથી અને અર્થથી વિધિપૂર્વક અધ્યયન કરે છે તેઓને જ આચાર્યનું પદ આપવામાં આવે છે. આ ઉપરાંત એ પદ માટે બીજી ઘણી યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે. - “આચાર્ય' શબ્દ “આચાર' શબ્દ પરથી આવ્યો છે. પરંતુ આચાર્યનું કર્તવ્ય બેવડું છે. જેઓ આચારનું સ્વયં પાલન કરે છે અને શિષ્યાદિ પાસે આચારનું પાલન કરાવે તે આચાર્ય. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે પોતાના શિષ્યોને ચારિત્રપાલનમાં, મોક્ષમાર્ગમાં દઢ રાખે છે. શ્રી રત્નશેખરસૂરિએ “સિરિસિરિવાલકહા'માં કહ્યું છેઃ जे सारण वारण चोयणाहिं पडिचोयणाहिं निच्चंपि । सारंति नियंगच्छं ते आयरिये नमसामि ।। ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : જે દિયે સારણ, વારણ, ચોયણ, પડિચોયણ વળી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને. સારણા એટલે સ્મારણા. સ્મરણ શબ્દ પરથી સ્મરણ થાય છે. એનો અર્થ થાય છે યાદ કરાવવું. આચાર્ય ભગવંત પોતાના શિષ્યોના આચારપાલન ઉપર એવી બારીકાઇથી ધ્યાન રાખે છે કે પંચ મહાવ્રતના પાલનમાં, સમિતિગુપ્તિના પાલનમાં, આવશ્યક ક્રિયાઓમાં, દિવસ-રાતની સામાચારીમાં ક્યાંક વિસ્મરણ થઈ જતું હોય તો યાદ કરાવે. આ યાદ કરાવવાની ક્રિયા તે સારણા. આચાર્ય મહારાજનું એ કર્તવ્ય છે. “હશે', “ચાલશે', “કંઈ વાંધો 2010_03 Page #264 -------------------------------------------------------------------------- ________________ તિથયસમો સૂરી-આચાર્યપદનો આદર્શ નહિ’-એવું વલણ આચાર્ય મહારાજનું ન હોય. વારણા એટલે વારવું અથવા અટકાવવું. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોથી કંઈ દોષ થવાનો હોય તો તે અટકાવે. શિષ્યો આચારપાલનમાં ઉતાવળ કરતા હોય, તે અવિધિએ કરતા હોય, અકલ્પનીય કરણી કરતા હોય, સાવધયોગમાં પ્રવર્તતા હોય, ઉત્સૂત્ર પરૂપણા કરતા હોય, પ્રમાદ સેવતા હોય, ઉન્માર્ગે જતા હોય, મન, વચન કે કાયાથી અનુચિત, અતિચારયુક્ત આચરણ કરતા હોય તો તેને અટકાવે. પોતાના આશ્રિત શિષ્યો ઉપર બરાબર દેખરેખ રાખી તેમને પડતા બચાવવા તે આચાર્ય મહારાજનું કર્તવ્ય છે. ચોયણા એટલે પ્રેરણા. આચાર્ય મહારાજ પોતાના શિષ્યોને અતિચારયુક્ત આચરણ કરતાં અટકાવે એટલું જ નહિ, સાધુતાના આદર્શ તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. જરૂર પડે પોતાના આચરણથી બોધ આપે. કોઈથી તપશ્ચર્યા ન થતી હોય, કોઈથી પરીષહ સહન ન થતા હોય, કોઈને પ્રભુભક્તિમાં રસ ન પડતો હોય, કોઈને બીજાની વૈયાવચ્ચ ન ગમતી હોય તો તેને મધુર વાણીથી, મહાન પૂર્વાચાર્યોનાં અને અન્યનાં એવાં પ્રેરક દૃષ્ટાન્તો આપીને પ્રેરણા કરે તથા પ્રોત્સાહિત કરે. પડિચોયણા એટલે પ્રતિચોરણા અર્થાત્ વારંવાર પ્રે૨ણા ક૨વી. કેટલીક વાર એક વખત કહેવાથી કાર્ય ન થાય તો ફરીથી કહેવાની જરૂર પડે. ક્યારેક એક કરતાં વધુ વખત શિષ્યોને જાગૃત અને પ્રોત્સાહિત કરવાની જરૂર પડે. કેટલાક શિષ્યોમાં ગૃહસ્થ જીવનના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે વ્રતપાલનમાં મંદતા આવી જાય છે. આચાર્ય મહારાજ આ જે કંઈ કરે તે કઠોરતાથી કે કટુતાથી નહિ, પણ મધુરતાથી અને વાત્સલ્યભાવથી કરે છે. એથી શિષ્યને પોતાના આત્મકલ્યાણના માર્ગ પર સ્થિર રહેવાનું ગમે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ઈત્યાદિ માટે વિવિધ પ્રકારનાં રૂપક શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયાં છે. ધર્મશાસનરૂપી સામ્રાજ્યમાં આચાર્ય ભગવંતોને રાજા અથવા સમ્રાટ, ઉપાધ્યાયને દીવાન, સાધુને સુભટ તરીકે અને શ્રાવક શ્રાવિકાને પ્રજાજન તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ શાસનમાં શ્રુતરૂપી ધનભંડાર દ્વારા પ્રજાનો કારભાર ચાલે છે. આ રીતે સૂરિરૂપી રાજા જિનશાસનરૂપી સામ્રાજ્ય ચલાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘નવપદ 2010_03 ૨૫૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ પૂજા'ની ઢાળમાં લખ્યું છેઃ નમું સૂરિ રાજા, સદા તત્ત્વ તાજા; જિનેન્દ્રાગમે પ્રોઢ સામ્રાજ્ય ભાજા. આચાર્ય મહારાજ માટે ભાવવંદ્યનું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે છે. નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપે છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપે છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં “પંચિદિય” સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે: પંચિદિય સંવરણો, તહ નવવિહ બંભરવુત્તિધરો, ચઉવિહ કસાયમુક્કો, ઈહ અઢારસગુણે હિં સંજુરો; પંચ મહાવયજુત્ત, પંચ વિહાયારપાલણ સમન્થો, પંચ સમિઈતિગુત્તો, છત્તીસગુણો ગુરુ મજ્જ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છેઃ પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (૯ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (૫ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ)-એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે આચાર્ય ભગવંતના છત્રીસ ગણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે? पडिरूवाइ चउदस खंतीमाइ य दसविहो धम्मो । बारस य भावणाओ सूरिगुण हुंति छत्तीसं ।। 2010_03 Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્થિરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ ૨ ૫૭. ચૌદ પ્રકારના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચ પરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે : ચઉદ પડિરૂવ પમુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર; બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્તીસ ગુણ સૂરિ કેરા. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છેઃ વર છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોવે રે. આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છેઃ (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશાતત્પર, (૮) અપરિશ્રાવી-સાંભળેલું નહિ ભૂલનાર, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાકર, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા. ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે: (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે છેઃ (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન-ચણા વગેરેનું આયંબિલ કરે છે. આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસમણાં દેવામાં આવે છે. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. દશાશ્રુતસ્કંધ'માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ 2010_03 Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૫૮ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩૨ ગુણ તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઇએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. ‘દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છેઃ अट्ठविहा गणिपया पण्णत्ता, तं जहा (૧) આયારસંપયા, (૨) સુયસંપયા, (૩) સરીરસંપયા, (૪) વયળસંપયા, (૫) વાયસંપવા, (૬) મÉપયા, (૭) ૫ગોળસંપયા (૮) સંપન્નાસંપયા. ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છેઃ (૧) આચારસંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા અને (૮) સંગ્રહપરિક્ષાસંપદા. ૧. આચારસંપદા-પરમાત્માના શાસનમાં આચારનું મહત્ત્વ ઘણું બધું છે. તપ, ત્યાગ, સંયમ ઇત્યાદિથી જ ધર્મના ક્ષેત્રે વ્યક્તિનો પ્રભાવ પડે છે. જે ગુરુ આચારસંપન્ન હોય તેને જ જો આચાર્યપદ સોંપવામાં આવે તો તે પોતાના આશ્રિત ઉપાધ્યાય, સાધુ વગેરેનો સમુદાય આચારસંપન્ન બનાવે. આચારસંપદાના ચાર મુખ્ય ભેદ છેઃ (૧) આચાર્ય પોતે સંયમમાં દૃઢ હોય અને નિત્ય અપ્રમત્ત હોય, (૨) આચાર્ય પોતે ગર્વ કે અહંકારથી રહિત હોય. પોતાના તપસ્વીપણાનો, જ્ઞાનનો, બહુશ્રુતતાનો, ઊંચી જાતિનો, સુંદર મુખમુદ્રાનો, યશકીર્તિનો, વિશાલ શિષ્યસમુદાય કે ભક્તવર્ગનો આચાર્યને મદ ન થવો જોઇએ, (૩) આચાર્ય અપ્રતિબદ્ધવિહારી હોવા જોઇએ. તેમને ક્ષેત્ર, કાળ વગેરેનું કોઈ બંધન ન હોવું જોઇએ. અમુક વ્યક્તિ સાથે ફાવે અને અમુક સાથે નહિ એવું પણ ન હોવું જોઇએ. તેઓ અનુકૂળતા કે પ્રતિકૂળતાથી પર હોવા જોઇએ. તેઓ પરાધીન ન હોય. તેઓ રાગદ્વેષથી મુક્ત હોય, (૪) આચાર્ય મહારાજ નિભૃત સ્વભાવવાળા એટલે પુખ્ત, ગંભીર, અને પ્રસન્ન સ્વભાવના હોવા જોઇએ. તેઓ ચંચળ નહિ પણ પરિપક્વ અને ઉદાસીન એટલે સમતાવાળા હોવા જોઇએ. ૨. શ્રુતસંપદા—આચાર્ય જ્ઞાનવાન જોઇએ. તેઓ સમુદાયના, સંઘના અગ્રેસર છે. તેઓ ગચ્છના નાયક કે ગચ્છાધિપતિના સ્થાને હોય છે. તેઓ જો શાસ્ત્રના જાણકાર ન હોય, બીજાની શંકાઓનું સમાધાન ન કરાવી શકે તો નાયક તરીકે તે તેમની ત્રુટિ ગણાય. આચાર્યમાં શ્રુતસંપદા ચાર પ્રકારની 2010_03 Page #268 -------------------------------------------------------------------------- ________________ ન સ્થિરસમો -આચાર્યપદનો આદર્શ ૨૫૯ હોવી જોઇએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઇએ. તેઓ આગમાદિ લોકો સર શાસ્ત્રોમાં જેમ પ્રવીણ હોવા જોઇએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઇએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઇત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિનયુતપણું-એટલે શ્રુત એમનામાં ઉપસ્થિત હોવું જોઇએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવા ન જોઇએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઇએ. (૪) ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઇએ અને એમના ઉચ્ચારો વિશુદ્ધ હોવા જોઇએ. ૩. શરીરસંપદા-આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઇએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઇએ. તેઓ અતિ પૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઇએ. (અલબત્ત તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે) શરીરની દૃષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ હોવાં જોઇએ-(૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઇએ. તેઓ હાથે ઠુંઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઈન્દ્રિયોવાળા હોવા જોઇએ, તેઓ બહેરા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઇએ, (૩) આચાર્યનું શરીર-સંઘયણ મજબૂત હોવું જોઇએ. વારંવાર ભૂખ્યા થઈ જતા હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.). ૪. વચનસંપદા-આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઇએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઇએ, એટલું જ નહિ એની પ્રશંસા થવી જોઇએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું 2010_03 Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ વચન આદેય હોવું જોઇએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઇએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઇએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઇએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડવું જોઇએ. અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહિ. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનિશ્ચિત હોવી જોઇએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઇએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારહિત વચનવાળી હોવી જોઇએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઇએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઇએ. ૫. વાચનસંપદા-આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઇએ. આ વાચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશ-વિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઇએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીતે ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઇને કરવી જોઇએ. પાત્રની યોગ્યયોગ્યતા જોઇને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઇએ. (૨) સમુદેશ—એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહિ તે ચકાસતા રહેવું જોઇએ. (૩) વાચના વારંવાર આપવી–આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઇએ. શિષ્યની યોગ્યતા અનુસાર વાચના વખતોવખત આપતા રહેવું જોઇએ. (૪) ગહન અર્થ સમજાવે–શિષ્યોની યોગ્યતા અનુસાર નય પ્રમાણે, નિક્ષેપથી નિર્યુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી 2010_03 Page #270 -------------------------------------------------------------------------- ________________ તિથિથરસમો પૂર-આચાર્યપદનો આદર્શ અભ્યાસ કરાવે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો ક્રમ જાળવીને શિષ્યોને પદાર્થનું રહસ્ય સમજાવવું જોઇએ. શિષ્યોનું શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામતું રહેવું જોઇએ. વાચના વખતે વંદનવ્યવહાર પણ બરાબર સચવાવો જોઇએ. ૬. મતિસંપદા–આચાર્ય મહારાજ બુદ્ધિમાન હોવા જોઇએ. સામી વ્યક્તિ અડધું વાક્ય બોલે ત્યાં એનો અર્થ અને કહેવા પાછળનો આશય તરત સમજી જાય. તેઓ આગળ પાછળની ઘણી વાતો જાણતા હોય, તેમને યાદ પણ હોય અને પ્રસંગાનુસાર એનું કથન કરતાં પણ તેમને આવડવું જોઇએ. મતિજ્ઞાનના પ્રકારો અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ગુણ તેમનામાં હોવા જોઇએ. એમની મેધા અત્યંત તેજસ્વી હોવી જોઇએ. એમનું ચિંતન એટલું વ્યાપક અને સૂક્ષ્મ હોવું જોઇએ કે ગમે ત્યારે કોઈપણ વિષયમાં તેઓ તરત યથાર્થ જવાબ આપી શકે એવા હોવા જોઇએ. ૭. પ્રયોગસંપદા–પ્રયોગ એટલે પ્રવર્તવું. એના આત્મા, પુરુષ, ક્ષેત્ર અને વસ્તુ એમ ચાર પ્રકાર છે. આચાર્ય મહારાજ અવસરજ્ઞ હોવા જોઇએ. તેઓ ચર્ચાવિચારણા કે વાદવિવાદ કરતા હોય ત્યારે પોતાની બુદ્ધિશક્તિ, સભાજનોની કક્ષા, માન્યતા ઇત્યાદિ, તથા વાદ કરનાર વ્યક્તિની યોગ્યતા, ક્ષેત્ર વગેરે વિશે પણ જાણકાર હોવા જોઇએ. ૮. સંગ્રહપરિજ્ઞાસંપદા–આચાર્ય મહારાજ વ્યવહારદક્ષ પણ હોવા જોઇએ. પોતાના શિષ્ય-સમુદાયની વ્યવસ્થા, જરૂરિયાતો ઈત્યાદિની દૃષ્ટિએ જ્યારે ક્યારે કઈ કઈ વસ્તુનો, પોતાનાં વ્રતોની મર્યાદામાં રહીને ઔચિત્યપૂર્વક સંગ્રહ કરવો તેના તેઓ જાણકાર હોવા જોઇએ. એમાં ચાર મુખ્ય મુદ્દા છે; (૧) બહુજનયોગ્ય ક્ષેત્રનો વિચાર કરે એટલે કે વિશાળ શિષ્ય પરિવાર સાથે તેઓ વિહાર કરતા હોય ત્યારે એ બધાને માટે આવાસ, ગોચરી, અભ્યાસ, ધ્યાન, વ્યાખ્યાન, વંદનાર્થે લોકોની અવરજવર ઈત્યાદિની કેવી અનુકૂળતા છે તે વિચારી લે. નાનાં ક્ષેત્રોને બોજો ન પડે અને મોટાં ક્ષેત્રો વંચિત ન રહી જાય, તથા લાભાલાભ બરાબર છે કે કેમ તે વિશે વિચાર કરી લેવો જોઇએ. (૨) વસ્ત્ર-પાત્ર ઇત્યાદિ આવશ્યકતા અનુસાર ગ્રહણ કરે. (૩) આવશ્યક ઉપકરણોનો પણ અગાઉથી વિચાર કરી લેવો જોઇએ. (૪) યથા ગુરુપૂજા કરે એટલે કે દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, રત્નાધિક વગેરેની યથાવિધિ પૂજા કરે, આદરબહુમાન કરાવે. 2010_03 Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ આચાર્ય મહારાજમાં આ આઠ સંપદા ઉપરાંત ચાર પ્રકારનો વિનય હોવો જોઇએઃ (૧) આચાર વિનય–એટલે સ્વયં સંયમનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે. જેઓ સમય સારી રીતે પાળતા હોય તેમની અનુમોદના કરે. તપવિનય એટલે આચાર્ય મહારાજ પોતે તપ કરે અને શિષ્યો પાસે તપ કરાવે, તપ માટે પ્રોત્સાહિત કરે અને તપની અનુમોદના કરે. ગણવિહરણ એટલે પોતાના ગણમાં, સમુદાયમાં રહેલા બાલ, વૃદ્ધ, રોગી સાધુઓની ઉચિત વ્યવસ્થા કરાવે; સારણા-વારણાદિ દ્વારા ગણને સુરક્ષિત રાખે. શિષ્યોને સંયમ, તપ, ગોચરી, વિહાર વગેરે વિશે યોગ્ય શિખામણ આપી તૈયાર કરે. ૨. શ્રુતવિનય–આચાર્ય શિષ્યોને સૂત્ર ભણાવે અથવા ભણવાની વ્યવસ્થા કરાવે; સૂત્રોના અર્થ, ઊંડા રહસ્ય નય-નિક્ષેપથી સમજાવે, શિષ્યને માટે જે હિતકર હોય તેવા ગ્રંથો તેને આપે અને ભણાવે, અને નિઃશેષ વાચના આપે એટલે કે ગ્રંથનું અધ્યયન અધવચ્ચેથી ન છોડી દેતાં પૂર્ણ કરાવે. ૩. વિશેષણવિનય–આચાર્ય પોતે મિથ્યાષ્ટિને સમ્યગુદષ્ટિ બનાવે, એ માટે ઉપદેશ અને પ્રેરણા આપે, સમ્યગુદષ્ટિ જીવને સાધુપણા સુધી પહોંચાડે, અસ્થિરને સ્થિર કરે, અને જે સ્થિર હોય એમનામાં અતિચારના દોષ ન લાગે તથા તેઓ સંયમમાં વૃદ્ધિ પામે એ માટે પ્રયત્નશીલ રહે. ૪. દોષનિર્ધાનતા વિનય–આ વિનય એટલે દોષોને દૂર કરવા અને ગુણોને પ્રગટાવવા. આચાર્ય મહારાજ ક્રોધી સ્વભાવવાળાના ક્રોધને દૂર કરાવે. તેઓ માન-માયા વગેરે કષાયોને પણ દૂર કરાવે; શિષ્યોની શંકા-કુશંકા દૂર કરે અને તેઓને કદાચ બીજાના મતમાં જવા માટે આકાંક્ષા થાય ત્યારે તેવું વાત્સલ્યપૂર્વક સમાધાન કરાવી તેને સ્થિર કરે અને તેની શ્રદ્ધા વધે, વૈરાગ્ય વધે એ માટે ઉપાયો યોજે. વળી આચાર્ય પોતે પોતાની જાતનું અવલોકન કરતા રહે અને પોતાનામાં સ્કૂલ કે સૂક્ષ્મ દોષો રહેલા જણાય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરે. આમ આઠ સંપદાના બત્રીસ પ્રકાર તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ આચાર્યના ગણાવવામાં આવે છે. નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના કુલ ૧૦૮ ગુણ ગણાવવામાં આવે છે એમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ બતાવવામાં આવ્યા છે. આ છત્રીસનો આંકડો જ મુખ્ય છે. પરંતુ આ છત્રીસ ગુણ તે કયા કયા એનો જ્યારે વિચાર 2010_03 Page #272 -------------------------------------------------------------------------- ________________ તિથિરિમો પૂર-આચાર્યપદનો આદર્શ થાય છે ત્યારે જુદી જુદી રીતે છત્રીસ ગુણ ગણાવવામાં આવે છે. એ રીતે છત્રીસ પ્રકારની છત્રીસી બતાવવામાં આવે છે. એ બધા ગુણોની ગણતરી કરીએ તો ૩૬૮૩૬ એટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજના થાય. શ્રી પદ્મવિજય મહારાજે લખ્યું છેઃ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે; છત્રીશ છત્રીશી ગુણો, શોભિત સમયમાં દાખ્યા રે. શ્રી લક્ષ્મીસૂરિ મહારાજે “વીસ સ્થાનકની પૂજા'માં આચાર્ય પદનો મહિમા ગાતાં કહ્યું છેઃ બારસે છવું ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહંતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લચંતા આમ પૂર્વાચાર્યોએ છત્રીસ છત્રીસી બતાવી છે. “ગુરુગુણષત્રિશિંતસિંશિકા' નામના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે બતાવવામાં આવ્યું છે. શ્રી ભુવનભાનુસૂરિએ નવપદ વાચના” નામના પોતાના ગ્રંથમાં આ છત્રીસ છત્રીસી નીચે પ્રમાણે આપી છે. (એમાં સંક્ષેપ ખાતર માત્ર નામોલ્લેખ કર્યો છે એટલે જે ગુણ હોય તે ગ્રહણ કરવાના હોય અને દોષથી મુક્ત થવાનું હોય.). (૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુકલધ્યાન. (૨) ૫ સમ્યકત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, ૫ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૧ સંવેગ. (૩) ૫ પ્રમાદ, ૫ આશ્રવ, ૫ નિદ્રા, ૫ કુભાવના, ૫ ઈન્દ્રિયો, ૫ વિષયો, ૬ જીવનિકાય. (૪) ૬ વેશ્યા, ૬ આવશ્યક, ૬ દ્રવ્ય, ૬ દર્શન, ૬ ભાષા, ૬ વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિડેષણા, ૭ પાનેષણા, ૭ સુખ, ૮ મદ. (૬) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ. (૭) ૮ કર્મ, ૮ અષ્ટાંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણ, ૯ કલ્પ. (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૬ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સામાચારી, ૧૬ કષાયત્યાગ 2010_03 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ (૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ. (૧૨) ૧૦ વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર. (૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રુચિ, ૨ શિક્ષા. (૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક. (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિત્તદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના. (૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સૂક્ષ્મોપદેશી, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા. (૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગારવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા. (૧૯) ૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ પરિહા૨, ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્રધારક, ૧૮ બ્રહ્મભેદ. (૨૩) ૧૯ કાયોત્સર્ગ, ૧૭ મરણપ્રકાર પ્રકટન. (૨૪) ૨૦ અસમાધિસ્થાનત્યાગ, ૧૦ એષણાદોષ ત્યાગ, ૫ ગ્રાસેષણા દોષ ત્યાગ, ૧ મિથ્યાત્વ. (૨૫) ૨૧ સબલસ્થાનત્યાગ, ૧૫ શિક્ષાશીલ. (૨૬) ૨૨ પરિષહ, ૧૪ આવ્યંતરગ્રંથી. (૨૭) ૫ વેદિકાદોષત્યાગ, ૬ આરભટાદિદોષ ત્યાગ, ૧૫ પ્રતિલેખના. (૨૮) ૨૭ અશગારગુણ, ૯ કોટિવિશુદ્ધિ (૨૯) ૨૮ લબ્ધિ, ૮ પ્રભાવક (૩૦) ૨૯ પાપશ્રુતવર્જન, ૭ શોધિગુણ. (૩૧) ૩૦ મહામોહ બંધસ્થાન વર્ઝન, ૬ અંતરંગારિવર્જન. (૩૨) ૩૧ સિદ્ધગુણોનું અનુકીર્તન, ૫ જ્ઞાનનું અનુકીર્તન. (૩૩) ૩૨ જીવ૨ક્ષક, ૪ ઉપસર્ગ વિજેતા. (૩૪) ૩૨ દોષરહિત વંદનાના અધિકારી, ૪ વિકથારહિત. (૩૫) ૩૩ અશાતનાવર્જી, ૩ વીર્યાચાર. 2010_03 Page #274 -------------------------------------------------------------------------- ________________ નિત્શયર સમો સૂરી-આચાર્યપદનો આદર્શ (૩૬) ૩૨ પ્રકારની ગણિસંપદા, ૪ વિનય. આમ, આચાર્યના છત્રીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. એ આચાર્યના પદનો મહિમા અને ગૌરવ બતાવે છે. આચાર્યના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉ. ત. આચાર્યના ગૃહસ્થાચાર્ય, પ્રતિષ્ઠાચાર્ય, બાલાચાર્ય, નિર્વ્યાપકાચાર્ય, એલાચાર્ય એવા પાંચ પ્રકારો બતાવવામાં આવે છે. તે દરેકની યોગ્યતા, તેમની જવાબદારી અને તેમનું કાર્ય ઈત્યાદિ શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે. ૨૬૫ રાજપ્રશ્નીયસૂત્રમાં આચાર્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે. કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય. સાધુઓમાં આચાર્યનું પદ સર્વોચ્ચ હોવા છતાં તે પદ માનકષાયનું મોટું નિમિત્ત બની શકે છે. એમાંથી જ આચારમાં કેટલીક ત્રુટિઓ આવે છે; ક્યારેક ઉત્સૂત્ર-પરૂપણા થઈ જાય છે. સ્વયં આચારપાલનમાં અને આચારપાલન કરાવવામાં ન્યૂનાધિકતાનો સંભવ રહે છે. એટલે જ શાસ્ત્રકારોએ આચાર્યના ભિન્નભિન્ન પ્રકારો બતાવ્યા છે. સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યઓ કહ્યા છેઃ (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા. આચાર્ય મહારાજ અને એમના શિષ્યપરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે ‘સ્થાનાંગસૂત્ર’માં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે-(૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ શ્રુતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્યપરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્યપરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રુતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્યપરિવાર સાલવૃક્ષ જેવો છે અને (૪) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્યપરિવાર પણ એરંડાના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ્છ છે. ‘સ્થાનાંગસૂત્ર’માં વળી બીજી એક રીતે ઉપમા આપીને આચાર્યના ચાર 2010_03 Page #275 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રકાર બતાવવામાં આવ્યા છે જેમકે-(૧) સોનાગ એટલે ચંડાલના કરંડ એટલે ટોપલા અથવા પાત્ર જેવા, (૨) વેશ્યાના ટોપલા જેવા, (૩) ગાથાપતિ અર્થાત ગૃહપતિના ટોપલા જેવા અને (૪) રાજાના ટોપલા જેવા. બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને સન્દુરુષ નહિ પણ કાપુરુષ કહ્યા છેઃ મા મ મતો સો પુરિસો, ને જ્યુરિસો ! આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશુદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની-લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે. આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દૃશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહિ પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છેઃ जे माय तायबांधवपमुहेहिंतोऽवि इत्थ जीवाणं ।। साहति हिअं कज्जं ते आयरिये नमसामि ।। [જે જીવોનું માતા, પિતા તથા ભાઈ વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું]. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્ય પદની પૂજામાં અંતે આ જ ભાવના 2010_03 Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૭ તિસ્થરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ ભાવી છે તે આપણે ભાવવી જોઇએઃ ન તે સુઈ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ-પાયા; તપ્પા તે ચેવ સયા ભજેહ, જે મુખ્ય સુખાઈ લહુ લોહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતા નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ જલદી મળે. શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યકસૂત્રમાં અંતર્ગત “નમસ્કાર નિયુક્તિમાં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છેઃ आयरियनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ ।। भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। [આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ-સમ્યક્તને આપનારો થાય છે.] आयरियनमुक्कारो धन्नाण भवक्खयं कुणंताणं ।। हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ।। [ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હ્રદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ગાનનું નિવારણ તે અવશ્ય કરે જ आयरियनमुक्कारो एवं खलु वण्णिओ महत्थु त्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरए बहुस्ते ।। [આ રીતે આચાર્યને કરેલો નમસ્કાર મહાન અર્થવાળો અને મરણ નજીકમાં હોય ત્યારે તે નિરંતર અને બહુ વાર કરવામાં આવે છે.] आयरियनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं तइअं होइ मंगलं ।। [આચાર્યને કરેલો નમસ્કાર બધાંયે પાપોનો નાશ કરનારો અને બધાં મંગલોમાં આ ત્રીજું મંગલ (પહેલું અરિહંત અને બીજું સિદ્ધ) છે.] 2010_03 Page #277 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રના નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નમો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે. - સામાન્ય રીતે મંત્રો ટુંકા હોય છે. પણ નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે. નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા પામો) પદ પાંચ વાર પ્રયોજાયું છેઃ નમો અરિહંતાણે નમો સિદ્ધાણ નમો આયરિયાણં નમો ઉવઝાયાણ નમો લોએ સવ્વ સાહૂણં. નવકારમંત્રમાં “નમો’ પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્ક ફરી ફરી બોલવું ગમે એવું એ પદ . વળી નમો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં “પંચનમુક્કારો” શબ્દ બહુવચનમાં નહિ પણ એકવચનમાં પ્રયોજાયો છે. નવકાર મંત્રમાં “નમો’ પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ સપ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે. નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠ પદ “એસો પંચ નમુક્કારોમાં પણ “નમો’ પદ ગૂંથી લેવામાં આવ્યું છે. | નવકારમંત્રમાં “નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહેતુક છે. “નમો' દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચે ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મને એ રીતે નમો ની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક 2010_03 Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા એક ઈન્દ્રિયમાં ચિત્તને કેન્દ્રિત કરી, તેને નિર્મળ કરી, તે તે પરમેષ્ઠિનું ધ્યાન ધરવાનું છે અને પછી છઠ્ઠી વાર “નમો’ આવે ત્યારે પાપના ક્ષય માટે અને મંગળના આર્વિભાવ માટે મનને નિર્મળ કરી શુભ ભાવ ભાવવાનો હોય છે. સામાન્ય રીતે મંત્રમાં અક્ષરોની રચના સઘન હોવી જોઈએ. પાંચ પરમેષ્ઠિ માટે ફક્ત એક વખત નમો શબ્દ જો પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે. તો પછી પાંચ વખત નો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય ? એવો પ્રશ્ન થાય. હા, એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે. મંત્ર સઘન હોવો જોઈએ. પરંતુ નવકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજાવાથી એ શિથિલ બનતો નથી. એક પદમાંથી બીજા પદમાં જવા માટે વચ્ચે પુનઃસ્મરણ તરીકે કે વિરામ તરીકે તે ઉપયોગી છે. બાળજીવો માટે તે જરૂરી છે. એથી લય પણ સચવાય છે. તદુપરાંત નવકારમંત્રની આરાધનાની દૃષ્ટિએ પણ એ પાંચ વખત આવશ્યક છે. અન્ય મંત્રોનો જાપ સીધો સળંગ કરાય છે. મંત્ર સીધો ઉચ્ચારાય છે. પરંતુ નવકારમંત્રમાં એથી કંઈક વધુ છે. નવકાર મંત્રનો જાપ ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિથી થાય છે. પૂર્વાપૂર્વ, પક્ષાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી એટલે સીધો સળંગ જાપ, પહેલા પદથી પાંચમા અથવા નવમા પદ સુધીનો ક્રમથી જાપ. પશ્ચાનુપૂર્વી એટલે ઊંધો નવકાર, છેલ્લા નવમા અથવા પાંચમા પદથી પહેલા પદ સુધીનો ક્રમથી જાપ અને અનાનુપૂર્વી એટલે ક્રમ વગર આડાઅવળી કોઈપણ સંખ્યા અનુસાર તે તે પદનો જાપ. હવે જો ફક્ત પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ચાર પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહિ. તો નમો વગર એ મંત્રનો જાપ અધૂરો ગણાશે. વળી નવકારમંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઈપણ એક જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમકે નો સિદ્ધા" અથવા નમો મારિયા ઇત્યાદિ સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નમો પદ ન હોય તો જાપ અધૂરું રહેશે. એમાં ભાવ નહિ આવે. એટલે નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે. ક્યારેક પ્રશ્ન થાય છે કે નમો પદ અને ગમો પદ એ બેમાં કયું સાચું ? તેનો 2010_03 Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૭૦ ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં । થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. ‘પ્રાકૃત પ્રકાશ’માં કહ્યું છે ‘નો ન સર્વત્ર’-એટલે જ્યાં ન હોય ત્યાં બધે ળ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં 7 નો ખ થવો જોઇએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમા જ મૈં વ્યંજન હોય તો મૈં નો ન વિકલ્પે થાય છે. એટલે કે ન નો ॥ થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે ‘શબ્દાનુશાસન’ વ્યાકરણમાં ‘વાવો’ સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત ન નો વિકલ્પે ળ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો ળ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ ળ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. 7 દંત્ય વ્યંજન છે અને જ્ઞ મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ મૈં અને ૫ વિકલ્પે છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને મો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતાણં છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ ‘નમો' શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે ‘નમસ્કાર માહાત્મ્ય’ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં ‘નર્મા’ પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ ‘ભગવતીસૂત્ર’માં નમો અરિહંતાણં છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને મો એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુવારો-મોવારો બંને સાચાં છે. નવકારમંત્રના પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર 7 અથવા ળ છે પરંતુ છેલ્લો અક્ષર તો ં છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. 7 અથવા અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે 7 નું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં 7 ના ઉપયોગથી, આવર્તનથી નનન...નનન...થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે 7 ના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ૫ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ ળ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે 2010_03 Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા અને તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. આમ નમો અને મો બંને પદ સુયોગ્ય છે. નવકારમંત્ર મંત્ર છે એટલે મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ર અને પ નો વિચાર કરાય છે. મંત્રશાસ્ત્રમાં ન નાં ૩૫ નામ આપવામાં આવ્યા છે અને પ નાં ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. “વૃત્તરત્નાકર'માં માતૃકા અક્ષરોનાં જે શુભ કે અશુભ ફળ દર્શાવવામાં આવ્યાં છે તે પ્રમાણે જ શ્રમ કરાવનાર છે અને ન સંતોષ આપનાર છે. આમ નવકારમંત્રમાં નમો પદ વધુ પ્રચલિત છે. પરંતુ ધ્યાન ધરવા માટે નો પદની ભલામણ થાય છે. આપણાં આગમોમાં સર્વ પ્રથમ પંચમંગલ સૂત્ર છે એટલે કે નવકારમંત્ર છે. એટલે કે સર્વ શ્રુત સાહિત્યનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થયો છે અને નમસ્કાર મહામંત્રનો પ્રારંભ નમો શબ્દથી થયો છે. એટલે સર્વ આગમ સાહિત્યમાં, શ્રુતસાહિત્યમાં પ્રથમ શબ્દ છે નમો. એટલે તેનો પદનું માહાભ્ય અને ગૌરવ કેટલું બધું છે તે આના પરથી જોઈ શકાશે. જેમણે પણ શ્રુતસાહિત્યનું અધ્યયન કરવું હશે તેમણે પહેલો શબ્દ ઉચ્ચારવો પડશે નમો અથવા મો. એમનામાં નમો નો ભાવ આવવો જોઇશે. એટલે માટે નો ને શ્રુતસાહિત્યના, જિનાગમોના, ધર્મના પ્રવેશદ્વાર તરીકે ઓળખાવવામાં આવે છે. મિથ્યાત્વી જીવ ભાવરુચિપૂર્વક આ નમો પદ સુધી પણ પહોંચી શકતો નથી. | નમો પદને મંગલસ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે મંગલ ત્રણ પ્રકારનાં છે : (૧) આશીર્વાદાત્મક, (૨) નમસ્કારાત્મક અને (૩) વસ્તુનિર્દેશાત્મક. નમો અરિહંતાણં', “નમો સિદ્ધાણં' વગેરેમાં “નમો’ શબ્દ નમસ્કારની ક્રિયાને સૂચવતો હોવાથી મંગલરૂપ છે. નવકારમંત્રમાં નમો રિહંતા વગેરેમાં નમો પદ અરિહંત, સિદ્ધ વગેરે પાંચે પરમેષ્ઠિની પહેલાં કેમ મૂકવામાં આવ્યું છે એવો પ્રશ્ન કેટલીક વાર થાય છે. નમો પદ પછી મૂકવામાં આવે એટલે કે અરિહંતાણં નમો એમ ન બોલાય? કારણ કે એથી વ્યાકરણની દૃષ્ટિએ તથા અર્થની દૃષ્ટિએ કંઈ ફરક પડતો નથી. એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને 2010_03 Page #281 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૭૨ પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે ‘નમો’ પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં ‘નમોત્થશં (નમુત્યુi)'માં, ‘નમોઽસ્તુ વર્ધમાનાય’માં, ‘નમો ભગવતે પાર્શ્વનાથાય’ વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ ‘નમો ભગવતે વાસુદેવાય' ઈત્યાદિમાં ‘નમો’ પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે સૂત્રોમાં નો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આદ્ય પદ તરીકે નમો વિશેષ પ્રચલિત છે. સ્વરભંજનની દૃષ્ટિએ નમો શબ્દનું વિશ્લેષણ થયું છે. ‘મન' શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે.ઃ મ અને 7. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે ‘નમ.’ આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે ‘મન'નું ‘નમ’ થાય છે. નમો (મો) ને ઉલટાવવાથી મોન (મોળ) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નો પદ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે. મોન નો અર્થ જો મોન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે. ‘નમો' પદમાં ૐૐકાર અંતર્ગત રહેલો છે. નમો પદના સ્વરભંજન છૂટા પાડીએ તો તે આ પ્રમાણે થાયઃ +ગ+મ+મો. આ સ્વરવ્યંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશેઃ ગો+++ર્. આમાં પ્રથમ બે વર્ણ તે ઓર્= છે. આમ નો પદમાં મંત્રબીજ ૐ કારનો સમાવેશ થયેલો છે. હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે ‘ન’ અક્ષર સૂર્યવાચક છે અને ‘મ' અક્ષર ચંદ્રવાચક છે. એટલે ‘નમો’ માં ‘ન’ સૂર્યવાચક છે અને ‘મો’ ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે ‘નમો'માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ. એટલે નો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ પરિવાર, માલમિલકત ઈત્યાદિ કરતાં આત્માનું પ્રાધાન્ય 2010_03 Page #282 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૨૭૩ સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણે યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ નનો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે અને તે અ+વ્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન. નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છેઃ વ્વ-માવ-સંજોગનયહ્યો. એટલે નો ૫દનો અર્થ થાય છે ‘દ્રવ્ય અને ભાવનો સંકોચ.' આ વ્યાખ્યાનો વિસ્તાર કરતાં શ્રી હરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તરા’-ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છેઃ ર-શિર: પાવલિ સંન્યાસો દ્રવ્યસંોષ: માવલંોવસ્તુ વિશુદ્ધસ્ય મનસો નિયોગ કૃતિ । એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવ-સંકોચ. દ્રવ્ય સંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને ક૨સંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊંચું, ટટ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્ય નમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાગ પ્રણિપાત કહેવામાં આવે છે. મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઈત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. ‘જેને નમસ્કાર મારે ક૨વાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે' એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચ-એટલે કે ભાવનમસ્કાર થતો નથી. ‘નમો'માં દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે. દ્રવ્ય નમસ્કારમાં શરીર-ઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી 2010_03 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. ભાવ નમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો'ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, નમો” પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે. દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગ થાય. (૧) દ્રવ્ય નમસ્કાર હોય, પણ ભાવ નમસ્કાર ન હોય, (૨) ભાવ નમસ્કાર હોય, પણ દ્રવ્ય નમસ્કાર ન હોય, (૩) દ્રવ્ય નમસ્કાર હોય અને ભાવ નમસ્કાર પણ હોય અને (૪) દ્રવ્ય નમસ્કાર ન હોય અને ભાવ નમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્ય નમસ્કાર કરતાં ફક્ત ભાવ નમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંતુ દ્રવ્ય નમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્ય નમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે. ભાવ નમસ્કાર દ્રવ્ય નમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવ નમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્ય નમસ્કાર કરવાની ઈચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્ય નમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્ય નમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્ય નમસ્કાર પણ છોડી દેવો જોઇએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્ય નમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્ય નમસ્કાર કરતી વખતે વિપરીત, અસદુભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્ય નમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે. ભાવરહિત અને ભાવ વગર દ્રવ્ય નમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે. એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઇને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.” આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા 2010_03 Page #284 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૨૭૫ રાજાઓએ પણ વંદના ચાલુ કરી. પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા. તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે ‘શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું વંદના કરી શકું છું.' એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી. વંદના કરીને શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.' નેમિનાથ ભગવાને કહ્યું, ‘હે વાસુદેવ ! તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.' એ વખતે શ્રીકૃષ્ણે પૂછ્યું કે ‘મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યાં છે તો એને પણ એટલું ફળ મળશે ?’ શ્રી નેમિનાથ ભગવાને કહ્યું, ‘હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યાં છે. એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપ માત્ર દ્રવ્ય નમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.' ‘નમો’ પદ નમસ્કાર, પ્રણિપાત, વંદનાનું સૂચક છે. જ્યાં પંચ પરમેષ્ઠિને નમસ્કા૨નો ભાવ જન્મે છે ત્યાં ધર્મનું બીજ વવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ ‘લલિત વિસ્તરા'માં કહ્યું છેઃ ધર્મ પ્રતિ મૂલમૂતા વંવના। ધર્મ પ્રત્યે જીવને ગતિ કરાવનાર મૂળભૂત જો કંઈ હોય તો તે વંદના છે, નમસ્કાર છે, ‘નમો' છે. ‘નમો અરિહંતાણં’ માં આમ એક અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ જોતાં ‘નમો’ પદનું મહત્ત્વ છે. પરંતુ ‘અરિહંત’ પદ ગૌણ છે એમ સમજવાનું નથી. જ્યાં સુધી નમવાનો ભાવ હ્રદયમાં પ્રગટ ન થયો હોય ત્યાં સુધી ‘અરિહંત’ પદનું રટણ લાભકારક થતું નથી. બીજી બાજુ ‘નમો’ પદનું માત્ર શબ્દોચ્ચારણ થતું હોય, અરે, કાયા પણ નમવાની ક્રિયા કરતી હોય પણ અંદર અરિહંતને નમવાનો ભાવ ન હોય તો તેથી પણ લાભ થતો નથી. નમો અરિહંતાણં માં મહત્ત્વનું પદ કયું ? નમો કે અરિહંતાણં ? જુદી જુદી અપેક્ષાથી એનો ઉત્તર અપાય છે. 2010_03 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ નમો અરિહંતાણં'માં પહેલું પદ “નમો' મૂક્યું છે, “અરિહંતાણં' નહિ. જો “અરિહંત' પદ મુખ્ય હોત તો “અરિહંતાણં નમો' એમ થયું હોત. વળી “નમો' એટલે કે નમસ્કાર એ પ્રથમ મોટું કર્તવ્ય છે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મોક્ષગતિ નથી. અહંકારને કાઢવા માટે “નમો'ની અનિવાર્યતા છે. નમો' હોય તો વિનય આવે છે. વિનય મોક્ષનું બીજ છે. વિનય પરંપરાએ મોક્ષ સુધી કેવી રીતે લઈ જાય છે એ વાચક શ્રી ઉમાસ્વાતિજીએ “પ્રશમરતિ'માં સરસ સમજાવ્યું છે. પરંતુ બીજી બાજુ તત્ત્વદષ્ટિએ જોતાં “અરિહંત પદ જ મુખ્ય છે. અરિહંત પરમાત્માના પ્રભાવથી, એમની પરમ કૃપાથી શુભ અધ્યવસાય, પુણ્ય, સંયમ, ચારિત્રપાલન, મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. કહ્યું છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે. આમ અરિહંતપદની મુખ્યતા છે. અરિહંત પરમાત્મા છે તો જ તેમને નમસ્કારની વાત છે. પરંતુ નમસ્કાર ન કરે તો ય અરિહંત તો છે જ. અરિહંત પરમાત્મા (પંચપરમેષ્ઠિ) ન હોય તો અન્યત્ર થયેલા નમસ્કારની મોક્ષમાર્ગમાં કશી ગણના નથી. નમો માં નમવાનો-નમનનો ભાવ છે. શબ્દશ્લેષથી કહેવાય કે નમન એટલે ન-મન. મન પોતાનામાં–સાંસારિક ભાવોમાં ન રહે તે ન-મન. નમન એટલે No Mind ની અવસ્થા, નિર્વિકલ્પ દશા. મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય, સાંસારિક વિષયોમાંથી નીકળી પંચ પરમેષ્ઠિમાં લીન થાય ત્યારે તે ન-મન અને નમન બને છે. નમો નું આ રહસ્ય છે. નો મન, પ્રાણ અને ઈન્દ્રિયોને સંયમ રાખવાની વિદ્યા છે. જ્યાં મો છે ત્યાં સંયમ છે, કૃતજ્ઞતા છે, ઉદારતા છે, સર્વ જીવ પ્રત્યે મૈત્રીની ભાવના છે. “નમો' બોલીને કરાતા નમસ્કારથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે. નમસ્કાર કરતી વખતે પોતાની લઘુતા અને પંચ પરમેષ્ઠિની ઉચ્ચતા અને મહત્તાની શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થવી જોઈએ એમ થાય તો જ પોતાનામાં કિંચિત્ રહેલો અહંકાર પણ નીકળી જાય છે અને વિનયયુક્ત ભક્તિભાવ પ્રગટ થતાં દર્શનની વિશુદ્ધિ થાય છે. નમો પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જીવને ઉપકારક 2010_03 Page #286 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૨૭૭. છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તે વિનયનું બીજ છે. મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ નમો પદ શોધનબીજ હોવાથી શરીર અને મનની શુદ્ધિ કરવા દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ “નમો પદ શાન્તિક કર્મ અને પૌષ્ટિક કર્મનો સિદ્ધ કરનાર છે. એટલે નમો પદ જોડીને જે કોઈ મંત્ર કે સૂત્ર ઉચ્ચારીને આરાધના થાય તો તે શાન્તિ અને પુષ્ટિ આપનાર ગણાય છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે નમસ્કારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. તેમાં એક અપેક્ષાએ કાયિક નમસ્કાર ઉત્તમ પ્રકારનો, માનસિક નમસ્કાર મધ્યમ પ્રકારનો અને વાચિક નમસ્કાર અધમ પ્રકારનો મનાય છે. તંત્રશાસ્ત્રમાં નમસ્કારનાં લક્ષણો બતાવતાં કહેવાયું છેઃ त्रिकोणमय षट्कोणमर्द्धचन्द्रं प्रदक्षिणम् । दण्डमष्टांगमुग्रं च सप्तधा नतिलक्षणम् ।। (૧) ત્રિકોણ, (૨) પકોણ, (૩) અર્ધચંદ્ર, (૪) પ્રદક્ષિણ, (૫) દંડ, (૬) અષ્ટાંગ અને (૭) ઉગ્ર એમ નમસ્કારના સાત પ્રકારનાં લક્ષણ છે. આમાં કેવા પ્રકારનો નમસ્કાર કયા દેવ કે દેવીને કયા સમયે કરવો તેનું વિધાન આપવામાં આવ્યું છે. નમો પદથી અરિહંતાદિ તરફ જે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવના થાય છે એથી બાહ્ય વિષયોનું આકર્ષણ ઘટે છે. એથી બહિરાત્મભાવ ક્રમે ક્રમે મંદ થાય છે, ટળે છે અને અંતરાત્મભાવ વૃદ્ધિ પામે છે. પુગલ પ્રત્યેની આસક્તિ ઘટે છે અને ચૈતન્ય પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય છે. જેમ ભૂખ લાગી હોય અને ભોજન મળતાં યુધાની નિવૃત્તિ થાય છે, ખાધાનો સંતોષ અને આનંદ થાય છે અને ભોજનથી શરીરની પુષ્ટિવૃદ્ધિ થાય છે તેવી રીતે નમસ્કારની ભાવનાથી બહિરાત્મભાવની નિવૃત્તિ થાય છે, અંતરાત્મભાવનો આનંદ થાય છે અને પરમાત્મભાવની પુષ્ટિવૃદ્ધિ થાય છે. નમો’ પદ દાયિક ભાવોનો ત્યાગ કરાવી, ક્ષયોપશમભાવ તરફ લઈ જાય છે. મમત્વનો ત્યાગ કરાવીને એ સમત્વ તરફ લઈ જાય છે. એ મિથ્યાત્વનો ત્યાગ કરાવી સમ્યગુદર્શન તરફ લઈ જાય છે. એ મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડે છે. નમો પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઈ જાય છે. 2010_03 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ નમો માં ઋણમુક્તિ રહેલી છે. ઉપકારીના ઉપકારનો-પંચ પરમેષ્ઠિના ઉપકારનો સ્વીકાર માણસને ઋણમુક્ત બનાવે છે. એનામાં નમસ્કારનો ભાવ પ્રકાશિત થાય છે. નમો થી નીચ ગોત્રકર્મ બંધાતું અટકે છે અને ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે. નમો’ માં દુષ્કૃતગર્તા, સુકૃત-અનુમોદના અને શરણાગતિનો સ્વીકાર છે. એથી નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થાય છે. નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સત્, ચિત્ અને આનંદનો મંત્ર છે. નમો પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંતર તપ જોડાયેલાં છે. નમો પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. મો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત વગેરેના ભાવો ઉદ્ભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ “નમો” પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે. પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે “નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ કંઢોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહીત થયું છે, એવું નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. “નમો” પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.” નમો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું, બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રયાણ કરવું. જડ અને ચૈતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું. નમો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય-કષાયોથી વિરમીને શુદ્ધ 2010_03 Page #288 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૨૭૯ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર-બહુમાન, પ્રેમ, સ્વ-સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ હુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવને આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નમો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખાવવામાં આવે છે. જેમને નમસ્કાર કરવામાં આવે છે તે મોટા છે અને હું નાનો છું'- એટલે કે પોતાની અલ્પતા અને પરમેષ્ઠિની મહત્તાનો સાચો ભાવ જ્યાં સુધી દિલમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાચો નમસ્કાર થતો નથી. નમસ્કારથી જિનાજ્ઞાનું પાલન કરવાનો ભાવ પ્રગટે છે. નમસ્કારનો ભાવ એ ધર્મનું બીજ હોવાથી એમાંથી ધર્મરુચિ, ધર્મશ્રવણ, ધર્મચિંતન ઈત્યાદિ રૂપી અંકુરો ફૂટે છે, ધર્માચરણરૂપી શાખાઓ પ્રસરે છે અને આગળ જતાં સ્વર્ગના સુખરૂપી અને મોક્ષસુખરૂપી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય છે. એટલે નમો પદરૂપી બીજ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. નમો પદમાં “ઈશ્વર-પ્રણિધાન રહેલું છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દ વિશેષતઃ અન્ય દર્શનમાં પ્રયોજાયો છે. પરંતુ જૈન દર્શનમાં પણ તે અવશ્ય ઘટાવી શકાય છે. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા. અરિહંત ભગવાન અથવા સિદ્ધ પરમાત્માને “ઈશ્વર” ગણી શકાય અથવા પોતાના આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મભાવને ઈશ્વર ગણી શકાય. પ્રણિધાન એટલે ધ્યાન વડે સ્થાપન કરવું તે. ઈશ્વરમાં પોતાના ચિત્તનું સ્થાપન કરવું, ન્યાસ કરવો તે ઈશ્વરપ્રણિધાન. પરમાત્મામાં પોતાની જાતનો ન્યાસ કરવો, અથવા પોતાનામાં પરમાત્માનો ન્યાસ કરવો અને એ રીતે પરમાત્માની સાથે એકરૂપ થવું તે ઈશ્વરપ્રણિધાન. “તો' પદમાં આ રીતે ઈશ્વઐણિધાન રહેલું છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે “નમો' પદમાં છ આવશ્યકનું પાલન કેવી રીતે થાય છે તે દર્શાવતાં લખ્યું છે, “નમો’ મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની આરાધના થાય છે; ચતુર્વિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે; મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યકત્વનું આસેવન થાય છે, ઔદયિકભાવમાંથી પાછા ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું થાય છે; અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. 2010_03 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ વર્તમાનનો સં વર કાયોત્સર્ગ રૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચકખાણારૂપ છે. “નમો' મંત્ર વડે આ રીતે છએ આવશ્યકોની ભાવથી આરાધના થાય છે.” નમો માં નવપદનું ધ્યાન રહેલું છે. નવપદમાં પંચ પરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર હોય છે. આ નવે પદની સાથે “નમો’ પદ જોડાતાં વિશિષ્ટ ભાવજગત ઉત્પન્ન થાય છે. નમો અરિહંતાણ” માં “નમો પદ અરિહંત ભગવાન સાથે જોડાયેલું છે. અરિહંત ભગવાનને નમસ્કારના ભાવ સાથે અને એમના ધ્યાન વડે મોક્ષનું લક્ષ્ય બતાવનાર અને મોક્ષમાર્ગની દેશના આપનાર સાથે મન જોડાય છે. એ જ રીતે બીજાં પદોના સ્વરૂપનું પણ ધ્યાન ધરાય છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નમો માં નવ પદનું ધ્યાન વિશિષ્ટ રીતે ઘટાવ્યું છે. તેમણે લખ્યું છે, “અરિહંત પદ સાથે નો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે રસ-આનંદ જાગે છે. આચાર્ય પદ સાથે જોડાય ત્યારે મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાય પદ સાથે જોડાય ત્યારે પ્રબળ ઈચ્છા પ્રગટે છે. સાધુ પદ સાથે જોડાય ત્યારે કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યગુ દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ સાથે જોડાય ત્યારે આબેહૂબ કલ્પના, એકતા અને સંપૂર્ણ લય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને છે.” આ રીતે નમો પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને ત્રિમાત્ર (બહિરાત્મભાવ)માંથી છોડાવી, બિંદુનવકરૂપી અર્ધમાત્રા (અંતરાત્મભાવ)માં લાવી, અમાત્ર (પરમાત્મભાવ)માં સ્થાપનારું થાય છે.” જ્યાં નમવાની ક્રિયા છે ત્યાં કુદરતી રીતે પ્રેમ, ભક્તિ, વાત્સલ્ય, ઈત્યાદિના ભાવો પ્રગટ થાય છે. એટલે “નમો’ માં પરમાત્મા પ્રત્યેની નવધા ભક્તિ રહેલી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પૂજન, અર્ચન, સેવન, આત્મનિવેદન, શરણાગતિ ઈત્યાદિ સર્વ ભાવો અને ભક્તિના પ્રકારો એમાં આવી જાય છે. નમો’ પદ દ્વારા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચારે પ્રકારનાં 2010_03 Page #290 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં નમો પદનો મહિમા ૨૦૧ અનુષ્ઠાન આવી જાય છે. નમો પદમાં ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થૂર્યયોગ અને સિદ્ધિયોગ એમ ચારે યોગ રહેલા છે. નમો પદની આરાધનામાં અમૃતક્રિયા રહેલી છે. ઉપાધ્યાયજી મહારાજે અમૃતક્રિયાનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવ્યાં છેઃ તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ, ભવભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયાતણો. અહીં અમૃતક્રિયાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે-તગત ચિત્ત, સમયવિધાનધર્માનુષ્ઠાન, ભાવની વૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલક, પ્રમોદ ઇત્યાદિ નમો પદ સાથે જ્યારે ગહનતામાં અનુભવાય છે ત્યારે પ્રગટ થાય છે. એટલે નો પદમાં અમૃતક્રિયાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય છે. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે, ‘નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પૂલ બાંધવાની ક્રિયા છે. ‘નમો’ એ પૂલ છે, સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે. અને અભેદભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી, અભેદભાવ સુધી પહોંચવાનું કાર્ય ‘નમો’ ભાવરૂપી સેતુ કરે છે. તેને ‘અમાત્ર’ પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને, આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે.’ ‘નમો’ પદના જાપથી ચિત્તની અશાંતિ દૂર થાય છે. જ્યાં રાગ છે ત્યાં અશાન્તિ છે. જીવ રાગદ્વેષમાં ફસાયેલો છે. એમાં પણ રાગને એ સરળતાથી ત્યજી શકતો નથી. પરંતુ એક વખત એને પંચ પરમેષ્ઠિ પ્રત્યે અનુરાગ જન્મે છે અને વૃદ્ધિ પામે છે એટલે સાંસારિક રાગનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ રાગનો ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તમાંથી અશાંતિ દૂર થાય છે. આમ ‘નમો’ પદનો જાપ શાન્તિપ્રેરક છે. નમો પદનો અથવા નમો અરિહંતાણં નો જાપ, આગળ પ્રણવ મંત્ર ૐ જોડીને ૐ નમો અરિહંતાણં એ પ્રમાણે કરી શકાય કે કેમ એ વિશે કેટલાકને પ્રશ્ન થાય 2010_03 Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૮૨ છે. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એ રીતે જાપ કરવાનો એકાન્તે નિષેધ નથી. લૌકિક જીવનમાં સૌભાગ્ય, શાન્તિ ઇત્યાદિ માટે ૐ સાથે જાપ થઈ શકે છે. કેવળ મોક્ષાભિલાષી માટે એની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશમાં કહ્યું છે : मंत्र: प्रणवपूर्वोऽयं फलमैहिकमिच्छुभिः । ध्येय प्रणवहीनस्तु निर्णाणपदकांक्षिभिः ।। અર્થાત્ લોકસંબંધી ફળની ઈચ્છાવાળાઓએ આગળ પ્રણવમંત્ર-કાર સહિત ધ્યાન ધરવું, પરંતુ નિર્વાણ પદના અર્થીઓએ પ્રણવરહિત-એટલે કે ૐૐ કાર વગર ધ્યાન ધરવું. શ્રી મેરુતુંગાચાર્યે ‘સૂરિમંત્ર'ના અષ્ટવિદ્યાધિકારમાં પણ કહ્યું છેઃ प्रणवनमोयुक्तानि पदानि सर्वाणि इष्टं कार्यं जनयति । प्रणवं विना नमो इति मोक्षबीजम् । અર્થાત્ પ્રણવ મંત્ર ૐૐ સાથે જોડાયેલા નમસ્કારનાં સર્વ પદો ઈષ્ટ કાર્ય ઉત્પન્ન કરે છે, એટલે કે ઈષ્ટ ફળ આપે છે. પ્રણવ વિનાનો નમસ્કાર ‘મોક્ષબીજ’ છે. આમ નમો પદનો, નમસ્કારનો મહિમા ઘણો મોટો છે. ‘ગંધર્વતંત્ર'માં નમસ્કારનો મહિમા નીચે પ્રમાણે બતાવ્યો છે. देवमानुषगंधर्वाः यक्षराक्षसपन्नगाः । नमस्कारेण तुष्यन्ति महात्मानः समन्ततः ।। नमस्कारेण लभते चतुवर्ग महोदयम् । सर्वत्र सर्व सिद्धयर्थं नतिरेका प्रवर्तते I त्या विजयते लोकान् नत्या धर्म प्रवर्तते । नमस्कारेण दीर्घायुरछिन्ना लभते प्रजाः ।। અર્થાત્ દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, પન્નગ (નાગ) અને મહાત્માઓ નમસ્કારથી મહાન ઉદય-(ઉન્નતિ) કરનાર એવા ચતુવર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. સર્વત્ર સર્વ કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જ પ્રવર્તે છે. નમસ્કાર કરવાથી લોક જિતાય છે. નમસ્કારથી ધર્મનું પ્રવર્તન થાય છે અને નમસ્કારથી પ્રજા રોગરહિત દીર્ઘાયુષ્ય મેળવે છે. નમો માટે એટલે કે નમસ્કાર માટે વિવિધ પ્રકારની ઉપમાઓ કે રૂપકો 2010_03 Page #292 -------------------------------------------------------------------------- ________________ નવકાર મંત્રમાં ન પદનો મહિમા ૨૮૩ યોજાયાં છે, જેમ કે નમો સરિતા છે અને અરિહંત સાગર છે. શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કારનો મહિમા સમજાવતાં “લલિત વિસ્તરા-ચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છેઃ एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुव्यारी नमुक्कारो ।। सेयाणं परं सेयं मंगलाणं च परमंगलं । पुन्नाणं परम पुन्नं फलं फलाणं परमरम्मं ।। [આ નમસ્કાર પિતા છે, માતા છે, અકારણ બંધુ છે, અને પરમ ઉપકારી મિત્ર છે. શ્રેયોમાં તે પરમ શ્રેય છે, માંગલિક વિશે પરમ મંગલ છે, પુણ્યોમાં તે પરમ પુણ્ય છે અને ફલોમાં તે પરમ રમ્ય છે.) બારાખડી-વર્ણમાળામાં લખાયેલા અક્ષર કરતાં શબ્દમાં વપરાયેલો અક્ષર વધુ સબળ બને છે. શબ્દકોશમાં રહેલા શબ્દ કરતાં વાક્યમાં વપરાયેલા શબ્દનું મૂલ્ય વધી જાય છે. એ જ શબ્દ મંત્રમાં જ્યારે પ્રયોજાય છે ત્યારે એની મહત્તા ઘણીબધી વધી જાય છે. વળી અન્ય મંત્ર કરતાં નવકારમંત્રમાં પ્રયોજાયેલો શબ્દ અતિશય મહિમાવંતો બની ગયો છે. નવકારમંત્રમાં નો શબ્દમાં માત્ર અક્ષર બે જ છે, પરંતુ મહર્ષિઓએ પોતાની દિવ્ય અનુભૂતિના આધારે એમાં કેટલું સામર્થ્ય રહેલું છે તે દર્શાવ્યું છે. શ્રી રત્નમંદિરમણિએ કહ્યું છે: मंत्र: पंचनमस्कार: कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टानोत्कृष्ट विद्यासहस्रकः ।। [ પંચ નમસ્કારમંત્ર કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર અને આઠ મહાવિદ્યાઓ રહેલી છે. ] નવકારમંત્રમાં નમો પદના બે અક્ષરનો કેટલો બધો અચિંત્ય મહિમા છે તે સમજવા માટે આ એક જ વાત પૂરતી છે. 2010_03 Page #293 -------------------------------------------------------------------------- ________________ નિગોદ નિગોદ જૈન ધર્મનો એક પારિભાષિક વિષય છે. જીવના સ્વરૂપ વિશે જેન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે આ વિષયની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી. “નિગોદ' શબ્દ પણ મુખ્યત્વે જૈનોમાં જ વપરાય છે. આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે વનસ્પતિમાં જીવ છે, પાણીમાં સૂક્ષ્મ જીવ એટલે કે જીવાણુ છે અને હવામાં પણ જીવાણુ છે. પાણી વગેરે પ્રવાહીમાં વિવિધ પ્રકારના બેક્ટરિયા (અપકાય) અને હવામાં વિવિધ પ્રકારના વાઈરસ' (વાયુકાય)ની વાત હવે સામાન્ય ગણાય છે. જે કેટલાક જીવાણુઓ નરી નજરે જોઈ શકાતા નથી તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા “અમીબા'ની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી. જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ (Common body) વાળા જીવો તે નિગોદ' કહેવાય છે. બેક્ટરિયા કે વાઈરસ કરતાં તેઓ વધુ ત્વરિતપણે પોતાના શરીરમાં જન્મમરણ કરે છે અર્થાત્ ત્યાં જ ઉત્પન્ન થાય છે, ત્યાં જ મૃત્યુ પામે છે, પાછા ત્યાં જ ઉત્પન્ન થાય છે એમ ઘટના અમુક અમુક નિયમોને આધારે ચાલ્યા કરે છે. નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને નિગોદ વિશે કહ્યું હતું. ભગવતી સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં નિગોદની ચર્ચા આવે છે. કોઈક પૂર્વાચાર્યું નિગોદ છત્રીશી'ની રચના કરી છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે ભગવતી સૂત્રની ટીકામાં આ આખી નિગોદછત્રીશી ઉતારેલી છે. એટલે આપણને એ પ્રાપ્ત થઈ શકી છે. આ છત્રીશીના કર્તાનું નામ મળતું નથી, પણ એમના સામર્થ્યની પ્રતીતિ ગાથાઓ વાંચતાં થાય છે. (આ છત્રીશી 2010_03 Page #294 -------------------------------------------------------------------------- ________________ નિગોદ 285 ઉપર પ. પૂ. સ્વ. પ્રતાપસૂરિજી મહારાજના શિષ્ય સ્વ. વિજયધર્મસૂરિજી મહારાજે સરસ વિવેચન કર્યું છે જે પ્રકાશિત થયેલું છે.) નિગોદનો વિષય અત્યંત સુક્ષ્મ અને કઠિન છે. એના સમગ્ર સ્વરૂપને કોઈક જ જાણી શકે છે. જેને પરંપરાનો ઇતિહાસ કહે છે કે એક વખત ઈન્દ્ર મહારાજ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને વંદન કરવા ગયા. તે સમયે શ્રી સીમંધર સ્વામીએ પોતાની દેશનામાં નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળી ઈન્દ્ર મહારાજ આશ્ચર્ય ચકિત થઈ ગયા. એમણે શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન કર્યો કે “ભગવાન હાલ ભરત ક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ છે ભગવાને કહ્યું, “મથુરા નગરીમાં શ્રી આર્યરક્ષિતસૂરિ મારી જેમ જ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.” ત્યાર પછી ઇન્દ્ર મહારાજને જિજ્ઞાસા થઈ એટલે તેઓ એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ શ્રી આર્યરતિસૂરિ પાસે આવ્યા અને નિગોદ વિશે સમજાવવા વિનંતી કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ એમને નિગોદનું યથાસ્થિત સ્વરૂપ સમજાવ્યું. એથી ઈન્દ્ર મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. તે વખતે શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના જ્ઞાનથી ઈન્દ્ર મહારાજને ઓળખી લીધા હતા. સમગ્ર સૃષ્ટિમાં ચોર્યાસી લાખ જીવાયોનિ છે એટલે કે ચોર્યાશી લાખ પ્રકારના જીવો છે. એમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ તે નિગોદ છે અને અત્યંત વિકસિત સ્વરૂપ તે મનુષ્ય છે. જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી, મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં-ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીરરૂપી સહિયારું ઘર છે. આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે-બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂક્ષ્મ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ 2010_03 Page #295 -------------------------------------------------------------------------- ________________ 286 જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને “અનંતકાય પણ કહે છે. નિરોદ્ર શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છેઃ नि-नियतां, गां-भूमि-क्षेत्रं-निवासं, अनन्तानंत जीवानां ददाति इति निगोदः / નિ એટલે નિયત-નિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, છે એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, 2 એટલે રાતિ અર્થાત્ આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ. निगोदशरीरं येषां ते निगोदशरीरा: / અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશરીરી કહેવાય છે. નિગોદ' શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં , fણીય શબ્દ છે. જીવને નિગોદપણું “સાધારણ' નામના નામકર્મના ઉદયથી હોય છે. 'નિગોદ' શબ્દ તેના શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત “નિગોદ' શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છેઃ વિ aa અંતે ! fોવા પાળતા ? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?) ભગવાન કહે છે: યમાં સુવિ ળિો qUUUતા, તે નદી, તાવ, પિગીવા વા (હે ગૌતમ, નિગોદ બે પ્રકારના કહ્યા છે. જેમકે (1) નિગોદ (શરીર) અને (2) નિગોદ જીવ. સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો રહેલા છે. સોયની અણી તો નજરે દેખાય છે. પણ એથી પણ અનેકગણી સૂક્ષ્મ જગ્યામાં નિગોદના અનંત જીવો રહેલા છે જે નજરે દેખી શકાતા નથી. સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે દેખી શકાય એમ નથી. 2010_03 Page #296 -------------------------------------------------------------------------- ________________ 2 87. નિગોદ નિગદમાં આ અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે? તેના ઉત્તરમાં કહેવાયું છે કે બે અથવા વધુ પદાર્થો એકબીજાની અંદર રહી શકે છે. એ પ્રમાણે રહેવાની બે રીતિ છે. (1) અપ્રવેશ રીતિ અને (2) પ્રવેશ રીતિ અથવા સંક્રાન્ત રીતિ. એક દાબડીની અંદર બીજી દાબડી હોય અને એમાં ત્રીજી દાબડી હોય અને એ દાબડીમાં સોનાની એક વીંટી હોય, તો બહારથી જોતાં એક જ મોટી દાબડીમાં તે બધાં હોવા છતાં તેઓ એકબીજામાં સંકાન્ત નથી થયાં. પરંતુ એક દીવામાં બીજો દીવો ભળે અથવા એ રીતે પંદર પચીસ દીવા સાથે પ્રકાશે છે ત્યારે એક જ જ્યોતિમાં બીજી જ્યોતિ સંક્રાન્ત થઈને સમાઈ જાય છે. અથવા એક ઓરડામાં એક દીવો હોય અથવા પંદર પચીસ દીવા હોય તો તે બધાનો પ્રકાશ એકબીજામાં ભળી જાય છે. મતલબ કે એમાંથી કોઈ પણ એક દીવાને બહાર કાઢી લેવામાં આવે તો તે દીવો સ્વતંત્ર પ્રકાશવાળો પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય છે તો માતા અને બાળક બંનેની આત્મજ્યોતિ એટલા ભાગમાં પરસ્પર સંક્રાન્ત થયેલી હોય છે. રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દૃષ્ટિઓ માહોમાહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દૃષ્ટિઓ પરસ્પર ભળી જાય છે. બીજું એક ઉદાહરણ લોઢાના ગોળાનું લઈ શકાય. એને તપાવવામાં આવે અને તે લાલચોલ થાય ત્યારે અગ્નિ એનામાં સંક્રાન્ત થઈને રહેલો હોય છે. એવી રીતે નિગોદના એક શરીરમાં અનંત જીવોની આત્મજ્યોતિ એકબીજામાં ભળીને રહેલી હોય છે. એક નિગોદમાં અનંત જીવો હોય છે એટલું જ નહિ એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો ઠાંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે. જે અને જેટલા આકાશપ્રદેશો એક નિગોદે અવગાહ્યા હોય તે જ અને 2010_03 Page #297 -------------------------------------------------------------------------- ________________ 288 જૈન ધર્મના પુષ્પગુચ્છ તેટલા જ આકાશપ્રદેશો બીજી અસંખ્ય નિગોદોએ તે જ સમયે અવગાહ્યા હોય તો તે નિગોદ અને બીજી તેવી સર્વ નિગોદો “સમાવગાહી' કહેવાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તો દૂધના એક ભાગમાં સાકર વધારે અને બીજા ભાગમાં ઓછી હોય એવું નથી હોતું. દૂધમાં સાકર અન્યૂનાધિકપણે-તુલ્યપણે પ્રસરે છે. તેમ સમાવગાહી નિગોદો પરસ્પર એક પણ આકાશપ્રદેશની ચૂનાધિકતા વગર સર્વત્ર તુલ્ય ક્ષેત્રમાં અવગાહેલી હોય છે. આવી નિગોદોને “સમાવગાહી’ નિગોદો કહે છે અને સમાવગાહી નિગોદોના સમુદાયને “ગોળો' કહે છે. આવા અસંખ્ય ગોળા ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આમ, નિગોદના એક ગોળાના અવગાહક્ષેત્રમાં કેટલીયે નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જો ઇએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્વિવાળી નિગોદો વિષમાવગાહી' નિગોદ કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના છ એ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિકૂટ સ્થાનોમાં હોય છે. નિકૂટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે. નિગોદના ગોળાના ખંડ ગોળો અને અખંડ ગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળા સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડ ગોળો અને અખંડ અથવા પૂર્ણ ગોળો એવા શબ્દો પ્રયોજાયા છે. 2010_03 Page #298 -------------------------------------------------------------------------- ________________ નિગોદ 289 સમાવગાહી નિગોદોનો દરેકનો સંપૂર્ણ ભાગ અને વિષમાવગાહી નિગોદોનો દરેકનો દેશ ભાગ જે અમુક નિગોદાવગાહ ક્ષેત્રમાં અવગાહ્યો છે એવા નિગોદગોળાને સર્વગોળા કહેવામાં આવે છે. આ રીતે ચોદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદો છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો છે. એટલા માટે “નિગોદછત્રીશી'માં કહ્યું છેઃ गोला य असंखिज्जा, हंति निगोया असंखया गोले / વિશે ય નિરોગો, ગંત નીવો મુળયો |12 || [ગોળા અસંખ્યાતા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે તથા એક એક નિગોદમાં અનંતા જીવો છે એમ જાણવું] નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાયનું શરીર. અગાઉ બતાવ્યું તેમ સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે: (1) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને (2) બાદર સાધારણ વનસ્પતિકાય. આ બંનેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદ હોય છે. એ રીતે ચાર ભેદ થાય છે: (1) સૂક્ષ્મ અપર્યાપ્તા નિગીદ, (2) સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદ (3) બાદર અપર્યાપ્તા નિગોદ અને (4) બાદર પર્યાપ્તા નિગોદ. કહ્યું છેઃ एवं सहमणिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि / बायर णिगोदजीवा वि पज्जत्तगा वि अपज्जत्तगा वि / / સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયરૂપ નિગોદ ચોદ રાજલોકમાં એટલે કે સમગ્ર લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત છે. સર્વ લોકાકાશમાં એવું કોઈ સ્થળ નથી એટલે કે એવો કોઈ આકાશપ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદ ન હોય. આ સૂક્ષ્મ નિગોદ નથી છેદાતી, નથી ભૂદાતી, નથી બળતી, નથી બાળતી, નથી ભીંજાતી કે નથી શોષાતી. બાદર સાધારણ કાયરૂપ નિગોદના જીવો સર્વત્ર નથી, પણ જ્યાં જ્યાં કાચું જળ છે, લીલ છે, ફૂગ છે અને જ્યાં જ્યાં કંદમૂળ આદિ રૂપે વનસ્પતિ છે ત્યાં ત્યાં બાદર નિગોદ છે. બાદર નિગોદ નિયતસ્થાનવર્તી છે. તે નિરાધારપણે રહી શકતી નથી. તે બાદર પૃથ્વીકાય વગેરે જીવના શરીરના આધારે રહે છે. આ રીતે બાદર નિગોદ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. 2010_03 Page #299 -------------------------------------------------------------------------- ________________ 2 9o જૈન ધર્મના પુષ્પગુચ્છ નિગોદના જીવોને બીજા બે પ્રકારે પણ ઓળખાવાય છે. તે છે અવ્યવહારરાશિ” નિગોદ અને વ્યવહારરાશિ” નિગોદ એમાં “વ્યવહાર' અને “અવ્યવહાર' શબ્દ એના અર્થ પ્રમાણે પ્રયોજાયા છે. સૂક્ષ્મ વનસ્પતિકાયમાંથી નીકળેલા જે જીવોનો પછીથી બાદર’ નામે, પૃથ્વીકાયાદિ નામે વ્યવહાર થાય છે તે વ્યવહારરાશિના જીવો છે અને જે જીવો સૂક્ષ્મ વનસ્પતિકાયમાં જ અનાદિ કાળથી જન્મમરણ કર્યા કરે છે અને હજુ બાકર નામનો વ્યવહાર પામ્યા નથી તે જીવોને અવ્યવહાર રાશિના જીવો તરીકે ઓળખવામાં આવે છે, તેઓને “અનાદિ નિગોદ', “સૂક્ષ્મ નિગોદ', નિત્ય નિગોદ', 'નિશ્ચય નિગોદ' ઇત્યાદિ તરીકે પણ ઓળખાવાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવો સૂક્ષ્મ વનસ્પતિપણામાંથી બહાર નીકળ્યા હોવાથી તેઓ અવ્યવહાર રાશિના નથી, પરંતુ જે જીવો અનાદિ કાળથી સૂમ વનસ્પતિકાયમાં કે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં વારંવાર ઉત્પન્ન થયા કરતા રહ્યા હોય અને અનાદિ કાળથી જે જીવોએ બાદરપણું ક્યારેય પ્રાપ્ત ન કર્યું હોય એવા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિના જીવોને અવ્યવહારરાશિના ગણવા કે કેમ તે વિશે મતાન્તર છે. જે જીવો અનાદિ કાળથી માત્ર સૂક્ષ્મ વનસ્પતિ રૂપે જ જન્મમરણ કર્યા કરે છે અને ક્યારે ય બાદરપણું પ્રાપ્ત કર્યું નથી કે કરવાના નથી તેવા અવ્યવહાર રાશિના જીવોનો સતત આયુષ્યકાળ અનાદિ-અનંત છે. વ્યવહાર રાશિના નિગોદના જીવોનો આવો ઉત્કૃષ્ટ કાળ અનાદિ-સાન્ત અથવા સાદિ-સાન્ત નિગોદના જે જીવોએ એક વાર પણ બાદરપણું પ્રાપ્ત કર્યું હોય અને વ્યવહારરાશિમાં આવ્યા હોય, પરંતુ પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થયા હોય તો પણ તે વ્યવહારરાશિના જીવો ગણાય છે. સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવોનું શરીર પ્રમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટથી શરીર કંઈક અધિક હોય છે. એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની અવગાહના સૌથી ઓછી અને પર્યાપ્ત બાદર નિગોદની અવગાહના સૌથી વધુ હોય છે. સૂક્ષ્મ નિગોદ આપણને નરી નજરે દેખાતી નથી. તેવી રીતે બાદર નિગોદ 2010_03 Page #300 -------------------------------------------------------------------------- ________________ નિગોદ 291 પણ દેખાતી નથી. તો પછી સૂક્ષ્મ અને બાદર એવા ભેદ કરવાની શી જરૂર ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂક્ષ્મ નિગોદ ગમે તેટલી એકત્ર થાય તો પણ ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક કાચથી ક્યારેય નિહાળી નહિ શકાય. પરંતુ બાદર નિગોદ એક, બે કે લાખો કે કરોડો એક સાથે હોય તો પણ ન દેખાવા છતાં અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છેઃ __ एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिक सक्का / दीसंति सरीराइं णिओयजीवाणऽणंताणं / / [એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને (પ્રત્યેકના જુદા જુદા શરીરને) દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે.] બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઇએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે. અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હૈયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે. જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ 2010_03 Page #301 -------------------------------------------------------------------------- ________________ 2 92 જૈન ધર્મના પુષ્પગુચ્છ અનાદિસાન્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિઅનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે. સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપનાસ્ત્રમાં કહ્યું છેઃ समयं वक्कंताणं समयं तेसिं शरीर निव्वत्ती / समयं आणुग्गहणं समयं उसासनीसासो / / સિમકાળે ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિ:શ્વાસને યોગ્ય પુગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે-સમકાળે થાય છે અને ઉચ્છવાસનિઃશ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.] एक्कस्य उ जं गहणं, बहूण साहारणाण तं चेव / जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स / / साहारणमाहारो साहारणमाणुपाण गहणं च / साहारणजीयणं साहारण लक्खणं एयं / / [એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે. સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે.] એક નિગોદમાં રહેલા અનંત જીવોનાં વેદન પ્રાયઃ એક સરખાં હોય છે. નિગોદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે. નિગોદના જીવોને દારિક, તેજસુ અને કાશ્મણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. દારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસ્ અને કાર્પણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશો 2010_03 Page #302 -------------------------------------------------------------------------- ________________ 2 93 નિગોદ અસંખ્યાત હોય છે. - નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોટા (સિબુક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘયણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે. નિગોદનું જઘન્ય આયુષ્ય 256 આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંશા, ભયસં જ્ઞા, વિષય(મેથુન)સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે. નિગોદના જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેગ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યા હોય છે. નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અચલ દર્શનવાળા હોય છે. આમ તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે. નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાત્ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગુણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચેતન્ય નથી, તો પણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશ્ય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું: जं नरए नेरइया दुखं पावंति गोयमा तिखं / तं पुण निगोअजीवा अनन्तगुणियं वियाणाहि / / હિં ગોતમ ! નારકીમાં નારકીના જીવો જે દુઃખ પામે છે, તેથી અનંતગુણ 2010_03 Page #303 -------------------------------------------------------------------------- ________________ 294 જૈન ધર્મના પુષ્પગુચ્છ દુઃખ નિગોદના જીવો પામે છે એમ જાણવું.] આમ સંસારમાં સૌથી વધુ દુઃખ નિગોદના જીવોને હોય છે. નિગોદમાંથી નીકળેલો કોઈ ભાગ્યશાળી જીવ અનન્તરપણે એટલે કે તરતના બીજા ભવે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યકત્વ અને દેશવિરતિ પણ પામી શકે તથા અનન્તરપણે જો મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ પણ પામી શકે. નિગોદના જીવોને અગ્રભવમાં-પછીના તરતના ભવમાં માંડલિક, ચક્રવર્તિના ચૌદ રત્નોની પદવી, તથા સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ કોઈ પણ પદવી મળી શકે, પણ તેઓને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ અને બલદેવ આ ચાર પદવી ન મળી શકે. વળી, તેઓ અનન્તર ભવે યુગલિકમાં, દેવમાં અને નારકમાં ઉત્પન્ન થતા નથી, તેવી જ રીતે યુગલિક, દેવ અને નારકના જીવો અનત્તર ભવે નિગોદમાં આવતા નથી. કોઈ પણ એક જીવના આત્મપ્રદેશોની ઉત્કૃષ્ટ અવગાહના ચૌદ રાજલોક પ્રમાણ છે. કેવળી ભગવંતો જ્યારે સમુદ્યાત કરે છે ત્યારે ચોથે સમયે તેમનો એક એક આત્મપ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે. એટલે કે એમના આત્મ પ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપ્ત બને છે. આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના છે. હવે જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે સંકુચિત થાય છે, નાનામાં નાનો દેહ ધારણ કરે છે ત્યારે તે અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહનાવાળો થાય છે. આવી સંકુચિત જઘન્ય અવગાહના ફક્ત નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના અંગુલની અસંખ્યાત ભાગ પ્રમાણ છે. એક નિગોદમાં અનંતા જીવો હોવાથી, એટલે કે તેઓનું એક સાધારણ શરીર હોવાથી નિગોદના બધા જ જીવોની અવગાહના સરખી હોય છે. કોઈ પણ વનસ્પતિ સાધારણ છે કે પ્રત્યેક છે તે કેવી રીતે જાણવું? તે માટે કહ્યું છે કે જે વનસ્પતિની સિરા (નસો), સંધિ (સાંધા) અને પર્વ (ગાંઠા) ગુપ્ત હોય, જે વનસ્પતિને ભાંગવાથી સરખા ભાગ થાય, જેમાં તંતુ ન હોય અને છેદવા છતાં જે ફરીથી ઊગી શકે તે સાધારણ વનસ્પતિ કહેવાય. આ ઉપરાંત બીજા પણ કારણો છે જેને લીધે અમુક પ્રકારની વનસ્પતિને 2010_03 Page #304 -------------------------------------------------------------------------- ________________ નિગોદ સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. અમુક વનસ્પતિ કે તેનો અમુક ભાગ અમુક કાળ સુધી સાધારણ વનસ્પતિ ગણાય છે. અને પછી તે પ્રત્યેક વનસ્પતિ થાય છે. સાધારણમાંથી પ્રત્યેક અને પ્રત્યેકમાંથી સાધારણ વનસ્પતિ ક્યારે ક્યારે કઈ વનસ્પતિમાં થાય છે તેની વિગતે છણાવટ શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. કન્દ, અંકુર, કિસલય, પનક (ફૂગ), સેવાળ, લીલાં આદુ-હળદર, ગાજર, થુવર, કુંવારપાટો, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિમાં ગણાય છે. આવા કુલ બત્રીસ પ્રકારના અનંતકાય બતાવવામાં આવ્યાં છે. એને અભક્ષ્ય ગણવામાં આવ્યાં છે. એના ભક્ષણથી બહુ દોષ લાગે છે કારણ કે એના ભક્ષણથી સૂક્ષ્મ જીવોની પાર વગરની હિંસા થાય છે. નિગોદના જીવો માંસમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છેઃ सद्यः समूर्च्छितान्त-जन्तुसन्तानदूषितम् / नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः / / [પ્રાણીને કાપતાં કે વધ કરતાંની સાથે જ તરત જ માંસની અંદર નિગોદરૂપ અનંતા સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે અને તેની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ જ રહે છે. માટે નરકના માર્ગનું આ પાથેય (ભાતું) છે. કયો સમજુ માણસ નરકના ભાતા સરખા માંસનું ભક્ષણ કરે ?] . એક નિગોદ (સૂમ કે બાદર)માં અનંત જીવો છે. ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાત છે. બાદર નિગોદ અસંખ્યાત છે અને પ્રત્યેક નિગોદમાં અનંત જીવ છે. બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણી વધારે છે. વળી પ્રત્યેક સૂક્ષ્મ નિગોદમાં અનંત જીવો છે. એટલે સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવો અનંત અનંત છે. વર્તમાનમાં સિદ્ધગતિમાં ગયેલા જીવો અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંત જીવો મોક્ષે જશે. આમ ત્રણે કાળના સિદ્ધગતિના જીવોનો કુલ સરવાળો ક્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ રહેશે કે હજુ એક નિગોદનો અનંતનો ભાગ મોક્ષે ગયો છે.' દ્રવ્યલોકમાં કહ્યું છેઃ 2010_03 Page #305 -------------------------------------------------------------------------- ________________ 2 96 જૈન ધર્મના પુષ્પગુચ્છા न तादग भविता काल: सिद्धा: सोपचया अपि / यत्राधिका भवंत्येक-निगोदानंतभागत: / [એવો કાળ ભવિષ્યમાં આવવાનો નથી કે જ્યારે સર્વ (ત્રણે કાળના) સિદ્ધાત્માઓને એકત્ર કરવામાં આવે તો પણ એક નિગોદના અનંતમા ભાગ કરતાં અધિક થાય.] जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया / इक्कस निगोयस्स य, अणंतभागो उ सिद्धगओ / / [શ્રી જિનેશ્વર ભગવાનના માર્ગમાં જ્યારે જ્યારે (સિદ્ધગતિના જીવોની સંખ્યા વિશે) પૃચ્છા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ ઉત્તર મળશે કે એક નિગોદના અનંતમાં ભાગના જીવો સિદ્ધગતિમાં ગયા છે.] હવે આટલું તો નક્કી છે કે ચૌદ રાજલોકમાં મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ગતિના જીવો સતત મોક્ષે જાય છે. એટલે ચતર્ગતિરૂપ સંસારમાંથી જીવો તો ઓછા થાય છે. એક જીવ મોક્ષે જાય એટલે તે જ સમયે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. કારણ કે વ્યવહારરાશિની સંખ્યા કાયમ અખંડ રહે છે. પરંતુ અવ્યવહાર રાશિમાંથી તો જીવો સતત ઓછા થતા જાય છે. અવ્યવહારરાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહારરાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહારરાશિ હંમેશાં તુલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહારરાશિને એકાન્ત હાનિ જ થયા કરે છે. આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમાં ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે ? વળી, નિગોદના જીવો સતત ઘટતા જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહિ આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ? આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છેઃ (1) સંખ્યાત, (2) અસંખ્યાત અને (3) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. (ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે.) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે. 2010_03 . Page #306 -------------------------------------------------------------------------- ________________ નિગોદ 297 એકથી અમુક આંકડા (Digit) સુધીની રકમને “સંખ્યાત” કહેવામાં આવે છે. એનો વ્યવહાર એક રીતનો હોય છે, જેમકે પાંચમા પાંચ ઉમેરીએ તો દસ થાય. પાંચમાંથી પાંચ બાદ કરીએ તો શુન્ય આવે. પાંચને પાંચે ગુણીએ તો પચ્ચીસ થાય અને પાંચ પાંચે ભાગીએ તો જવાબ “એક આવે. પરંતુ અસંખ્યાતમાંથી અસંખ્યાત બાદ કરો તો પણ અસંખ્યાત જ રહે. અસંખ્યાતમાં અસંખ્યાત ઉમેરો તો પણ અસંખ્યાત જ થાય. અસંખ્યાત ક્યારેય અસંખ્યાત મટી સંખ્યાત ન થાય. તેવી જ રીતે અનંતમાંથી અનંત બાદ કરો તો શૂન્ય નહિ, પણ અનંત જ 22. (Infinity-Infinity=Infinity) atid 01934124id 421942 atid 414. (Infinity x Infinity=Infinity) એટલા માટે અવ્યવહારરાશિ નિગોદ ક્યારેય અનંત મટીને અસંખ્યાત થાય નહિ. (જો અસંખ્યાત થાય તો પછી અસંખ્યાતમાંથી સંખ્યાત પણ થઈ શકે અને સંખ્યાતમાંથી શૂન્ય પણ થઈ શકે.) એટલે અવ્યવહાર રાશિ નિગોદ અનાદિ-અનંત છે અને અનાદિ-અનંત જ રહેશે. સિદ્ધગતિના જીવો અનંત છે તો પણ નિગોદના અનંતમા ભાગ જેટલા જ રહેશે. એટલા માટે “ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત” એવી ઉક્તિ પ્રચલિત બની ગયેલી છે. નિગોદમાંથી નીકળેલો જીવ પાછો નિગોદમાં ન જાય એવું નથી. જે જીવનાં તેવા પ્રકારનાં કર્મ હોય તો તે પાછો નિગોદમાં જાય છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઇને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને “ચતુર્ગતિ નિગોદ' કહેવામાં આવે છે. નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકેથી ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાનકેથી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદમાં ચાલ્યા જાય છે. ફરી પાછું એમને ઉધ્વરોહણ કરવાનું રહે છે. અલબત્ત, તેમના સંસારપરિભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. તેઓ અર્ધપુદ્ગલ 2010_03 Page #307 -------------------------------------------------------------------------- ________________ 298 જૈન ધર્મના પુષ્પગુચ્છ પરાવર્તનમાં હોય છે, તો પણ એટલો કાળ પણ ઓછો નથી. એમાં અનંત ભવો ફરી પાછા કરવાના આવે છે. મોટા મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણે પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઇએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો રખડતો, અથડાતો-કૂટાતો, અનેક ભયંકર દુઃખો સહન કરતો કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવાં જોઇએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઇએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે. નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મવિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી. 2010_03 Page #308 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા સામાન્ય રીતે જોઇએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખાં નથી હોતાં અને એકના એક માણસના વિચારો, ભાવો ઇત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેનો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુદ્ગલ પરમાણુઓને વેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' જેન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી લેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉભવતા-પરિણમતા વિવિધરંગી પુદ્ગલ પરમાણુઓ સાથે પણ છે. આ પુદ્ગલ પરમાણુઓને દ્રવ્યલેશ્યા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવી, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા’ શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે વેશ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, જ્વાળા, દીપ્તિ, બિમ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઇત્યાદિ. લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંતઃકરણની વૃત્તિ, આત્મપરિણામ, અંતર્જગતની ચેતના, આભામંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ. પ્રાકૃતમાં ‘લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા” શબ્દ “લમ્' ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લમ્' એટલે ચમકવું. લેશ્યાની જુદી જુદી વ્યાખ્યા અપાય છે. ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છેઃ लेशयति श्र्लेषयतीवात्मनि जननयनानीति लेश्या / 2010_03 Page #309 -------------------------------------------------------------------------- ________________ 300 જૈન ધર્મના પુષ્પગુચ્છ [જ લોકોની આંખોને પોતાના તરફ આકૃષ્ટ કરે છે તે લેશ્યા છે.] આવશ્યક સૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છેઃ श्लेषयन्त्यात्मानमष्टविधेन कर्मणा इति लेश्याः / / [જ આત્માને અષ્ટવિધ કર્મ ચોંટાડે છે તે વેશ્યા છે.] યોગપરિણામો જોયા ! અર્થાત્ લેગ્યા એ યોગપરિણામ છે. નિર્ચો જો–લેશ્યા એ કર્મનિસ્યદરૂપ છે. (કર્મમાંથી વહેતો પ્રવાહ દિગંબર ગ્રંથ “ધવલા'ની ટીકામાં કહ્યું છેઃ તિપતીતિ તે જે કર્મોને આત્મા સાથે લિપ્ત કરે છે તે વેશ્યા. વષયોગિતા યોગ પ્રવૃતિનેંડ્યા –લેશ્યા એ કષાયોદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ છે. (આ વ્યાખ્યા અધૂરી ગણાય છે, કારણકે સયોગી કેવલીને કષાય નથી હોતા, પણ શુકલ વેશ્યા હોય છે.) શ્રી અભયદેવસૂરિએ ભગવતી સૂત્રની ટીકામાં દ્રવ્ય લેગ્યા માટે કહ્યું છેઃ कृष्णादि द्रव्य सानिध्यजनितो जीव परिणामो लेश्या / [કૃષ્ણ વગેરે દ્રવ્યના સાનિધ્યથી જે જીવપરિણામ ઉત્પન્ન થાય છે તે વેશ્યા.] વળી કહ્યું છેઃ कृष्णादि द्रव्य साचिव्यात् परिणामो य आत्मनः / स्कटिकस्येव तत्रायं, लेश्या शब्द प्रयुज्यते / વળી ભાવલેણ્યા માટે એમણે કહ્યું છેઃ कृष्णादि द्रव्य साचिव्य जनिताऽत्मपरिणामरूपा भावलेश्या / [કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી જે આત્મપરિણામરૂપ ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવલે શ્યા.] આપણા મનમાં ભાવો, વિચારતરંગો સતત બદલાતા રહે છે. એક ક્ષણ પણ ચિત્ત નવરું પડતું નથી. ક્યારેક કદાચ આપણે એ વિશે સભાન ન પણ હોઇએ, પણ ભાવતરંગો તો નિરંતર, ઊંઘમાં પણ ચાલતા જ રહે છે. વ્યવહારજગતમાં આપણે વિવિધ પ્રકારના મનુષ્યો જોઈએ છીએ. દરેક માણસના ચહેરા ભિન્નભિન્ન છે અને એ દરેક ચહેરા પરનું તેજ પણ ભિન્નભિન્ન છે, એટલું જ નહિ એક જ વ્યક્તિના ચહેરા પર પણ વારંવાર તેજ બદલાય છે. એક પ્રતિષ્ઠિત માણસ હોય અને કોઈ એનું ખરાબ રીતે જાહેરમાં અપમાન 2010_03 Page #310 -------------------------------------------------------------------------- ________________ લેયા 301 કરે તો એના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. કોઈક પ્રામાણિક ગણાતો માણસ કંઈક ચોરી કરતાં રંગે હાથ પકડાઈ જાય કે તરત એનું મોંઢું પડી જાય છે, પ્લાન થઈ જાય છે. માણસ અત્યંત પ્રસન્ન હોય પણ અચાનક ચિંતાના ગંભીર સમાચાર આવતાં વ્યગ્ર બની જાય ત્યારે એના ચહેરા પરની રેખાઓ અને રંગો બદલાઈ જાય છે. માણસ નિરાશ બેઠો હોય અને એકદમ કોઈ સરસ ખુશખબર આવે કે તરત તે જો ઉત્સાહમાં આવી જાય તો એના ચહેરા પર રોશની પથરાઈ રહે છે. માણસની ભૂલ થાય અને એને અપમાનજનક ઠપકો આપવામાં આવે તો એનું મોટું પડી જાય છે. ક્રોધના ભારે આવેશમાં કોઈ માણસ આવી જાય તો એનો ચહેરો પહેલાં લાલ થાય અને પછી કાળો પડી જાય છે. આ બધું બતાવે છે કે માણસના દેહમાં રંગોની કોઇક સૂક્ષ્મ પ્રક્રિયા થયા કરે છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા તે લેગ્યા છે. આપણા બાહ્ય દેખાતા શરીરની અંદર આપણા આત્મા સાથે, (આત્મપ્રદેશો સાથે) જોડાયેલાં બીજાં બે સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીર તે તેજસ શરીર અને બીજું તે કાર્મણ શરીર. તેજસ શરીર સૂક્ષ્મ છે અને કર્મણ શરીર એનાથી પણ વધુ સૂક્ષ્મ છે. જેમ બાહ્ય શરીરનાં પુગલ પરમાણુઓ છે, તેમ આ બંને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરનાં પણ પુગલ પરમાણુઓ છે. આપણાં સ્કૂલ બાહ્ય શરીર, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મતર શરીર એ ત્રણે સાથે કામ કરે છે. આપણો ચેતનાવ્યાપાર આ ત્રણે શરીર સાથે સંકળાયેલો છે. જેમ આપણા પૂલ બાહ્ય શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન મગજ એટલે કે ચિત્ત છે, તેમ આપણા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર શરીરના વ્યાપારોનું કેન્દ્રસ્થાન પણ ચિત્ત જ છે. ચિત્તનો આત્મા સાથે સંબંધ છે. આપણા સૂક્ષ્મ તેજસ શરીર સાથે ચેતનાના જે વ્યાપારો ચાલે છે તે વેશ્યા છે અને આપણા કામણ શરીર સાથે કે તે દ્વારા ચાલતા વ્યાપારો તે અધ્યવસાયો છે. અધ્યવસાયો અનુસાર લેશ્યા હોય છે. અધ્યવસાય બદલાય તો લેશ્યાં બદલાય. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લેશ્યા કે તેને મળતી વિચારણા થયેલી છે. મહાભારતના “શાન્તિપર્વની “વૃત્રગીતામાં કહ્યું છે: षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् / रक्तं पुन; सह्यतरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् / / 2010_03 Page #311 -------------------------------------------------------------------------- ________________ 30 2 જૈન ધર્મના પુષ્પગુચ્છ મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છેઃ આ છ વર્ણ છે-કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રક્ત, હારિદ્ર તથા શુકલ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ્ર વર્ણવાળા જીવો એનાથી કંઇક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુઃખ સહન કરવાને યોગ્ય હોય છે. હારિદ્ર (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુકલ વર્ણવાળા પરમ સુખી હોય છે. આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુકલ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુકલ અને શુકલ એમ ત્રણ પ્રકાર છે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં વેશ્યાને માટે “અભિજાતિ' શબ્દ પ્રયોજાયો છે. બોદ્ધોના “અંગુત્તરનિકાય' ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત! પૂરણકશ્યપે કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુકલ તથા પરમ શુકલ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારધિ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી છે.” જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીર સ્વામી કહે છે કે વેશ્યાઓ છ પ્રકારની कइ णं भन्ते. लेस्साओ पन्नत्ताओ ! गोयमा ! छलेस्साओ पनत्ताओ, तं जहाकण्ह लेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा। હિં ભગવાન, વેશ્યાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ, વેશ્યાઓ છે પ્રકારની છે, તે આ પ્રમાણે : (1) કૃષ્ણ વેશ્યા, (2) નીલ વેશ્યા, (3) 2010_03 Page #312 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા કાપોત લેશ્યા, (4) તેજો વેશ્યા, (5) પદ્મ લેશ્યા, (6) શુકલ લેગ્યા.] શ્રી ભગવતીસૂત્ર ઉપરાંત શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આ છ વેશ્યાઓ વિશે બહુ વિગતે વિચારણા કરવામાં આવી છે. લેશ્યાના મુખ્ય બે પ્રકાર છે : (1) દ્રવ્ય લેશ્યા અને (2) ભાવ વેશ્યા. દ્રવ્ય લેશ્યા પુદ્ગલરૂપ છે. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણો દ્રવ્ય લેગ્યામાં પણ છે. “પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૭મા પદમાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું છે કે દ્રવ્યલેશ્વા અસંખ્યાત્ પ્રદેશી છે અને તેની અનન્ત વર્ગણા છે. ભાવલેશ્યા અવર્ણી, અગંધી, અરસી, અસ્પર્શી હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ છે. ભાવલેશ્યા પરસ્પરમાં પરિણમન કરે છે. ભાવલેશ્યા કર્મ બંધનમાં કોઈ પ્રકારે હેતુરૂપ છે. એટલે ભાવલેશ્યા સુગતિનો હેતુ બની શકે છે અને દુર્ગતિનો હેતુ પણ બની શકે છે. દ્રવ્યલેશ્યા ભાવલેશ્યા અનુસાર જ હોય છે. છએ વેશ્યાઓ સૂક્ષ્મ હોવાથી છબસ્થને અગોચર હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં એના ચોત્રીસમા અધ્યયનમાં આ છ વેશ્યાનાં લક્ષણો આપ્યાં છે. એમાં કૃષ્ણ વેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે આપ્યાં છેઃ पंचासवप्पवत्तो तीहि अगुत्तो छसु अविरओ य / तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो / निद्धन्धसपरिणामो निस्संसो अजिइंदिओ। एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे / / [જે મનુષ્ય પાંચ આશ્રવ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)માં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે, છકાયની હિંસાથી નહિ વિરમેલો, તીવ્ર આરંભનાં પરિણામવાળો છે, શુદ્ર, વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે, ક્રૂર પરિણામવાળો, નૃશંસ કુટિલ ભાવવાળો) અને અજિતેન્દ્રિય છે-આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણ વેશ્યાનાં પરિણામવાળો છે.] નીલ વેશ્યાના લક્ષણો નીચે પ્રમાણે છે : इस्सा अमरिसअतवो अविज्जमाया अहीरिया य / गेही पओसे य सद्धे पमत्ते रसलोलुए साय गवेसए य / / आरंभाओ अविरओ खद्दो साहसिओ नरो / एयजोगसमोउत्तो नीललेसं तु परिणमे / / 2010_03 Page #313 -------------------------------------------------------------------------- ________________ 304 જૈન ધર્મના પુષ્પગુચ્છ | જિ મનુષ્ય ઇર્ષાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વૃદ્ધ, ષી, શઠ, પ્રમત્ત, રસલોલુપ, સુખ શોધનાર (સ્વાર્થી), આરંભ કરવામાં ન અટકનાર, ક્ષુદ્ર, સાહસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નિલલેક્ષામાં પરિણત થાય છે.] કાપોતલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए / पलि चंग ओवहिए मिच्छदिट्ठी अणारिए / उप्फालगदुट्ठवाई य, तेने यावि य मच्छरी। एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे / / [જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે, કપટી છે, અસરળ, દોષોને છુપાવનાર, અભિમાની, પરિગ્રહ, મિથ્યાદૃષ્ટિ, અનાર્ય, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સરી છે–આ બધાંથી જે યુક્ત હોય છે તે કાપત લેગ્યામાં પરિણત થાય છે.] તેજો લેગ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ नीयावित्ती अचवले अमाई अकुउहल / विणीयविणए दन्ते जोगवं उवहाण वं / / पियधम्मे दढधम्मे वज्जभीरु हिएसए। एयजोगसमाउत्तो तेऊलेसं तु परिणमे // જિ મનુષ્ય નમ્રતાથી વર્તનાર, અચંચલ, માયારહિત, અકૂતુહલી, વિનયમાં નિપુણ, દાન્ત, યોગી, ઉપધાન કરવાવાળો, ધર્મપ્રેમી, ધર્મમાં દઢ, પાપભીરુ, હિત ઇચ્છનાર-એ બધાંથી યુક્ત હોય તે તેજલેશ્યામાં પરિણત થયેલો છે.] પાલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ पयणुक्कोहमाणे य मायालोभे य पयणुए / पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं / / तहा पयणुवाई य उवसंते जिइंदिए / एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे / / [જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, ચિત્ત પ્રશાંત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, યોગી અને ઉપધાન 2010_03 Page #314 -------------------------------------------------------------------------- ________________ લેથા 305 (તપશ્ચર્યા) કરવાવાળો હોય, અલ્પભાષી, ઉપશાન્ત, જિતેન્દ્રિય હોય-આ બધાંથી જે યુક્ત હોય તેનામાં પબલેશ્યા પરિણત થયેલી હોય છે.] શુકલતેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે: अट्टरुद्दाणि वज्जित्ता धम्मसुक्काणि साहए / पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिसु // सरागो वीयरागो वा उवसंते जिइंदिए / एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे / / [જે મનુષ્ય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરે છે, પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરવાવાળો છે, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત છે, ઉપશાન્ત અને જિતેન્દ્રિય છે, સરાગ (અલ્પરાગી) કે વીતરાગ હોય છે તે શુકલ લેસ્થામાં પરિણત હોય છે.] દ્રવ્યલેશ્યા પુગલ પરમાણુઓની હોય છે અને પુદ્ગલ પરમાણમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. એટલે એ દ્રવ્ય લશ્યાનાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ કેવા પ્રકારના હોય છે એ ભગવાને ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં કહ્યાં છે. લેશ્યાઓના વર્ણ, રસ વગેરે કેટલા હોય છે તે વિશે ભગવાને ભગવતીસૂત્રમાં કહ્યું છે: गोयमा ! दव्वलेसं पडुच्च-पंचवण्णा, पंचरसा, दु गंधा, अट्ठ फासा पण्णत्ता। . મવિલેણે પડું–અવા, અરજી, માંધા, માસ પછી ! હિ ગૌતમ ! દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ એમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહ્યા છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તે વર્ણરહિત, રસરહિત, ગંધરહિત અને સ્પર્શરહિત છે.] દ્રવ્યલેશ્યાઓ છ છે, પરંતુ એના વર્ણ (રંગ) પાંચ બતાવવામાં આવ્યા છે, કારણકે કાપોત (કબૂતરના રંગ જેવી) લેગ્યાનો જુદો વર્ણ નથી, પણ તે કાળો અને લાલ એ બે વર્ષના મિશ્રણવાળો વર્ણ છે. આ છ દ્રવ્યલેશ્યાના વર્ણ (રંગ) સમજાવવા માટે નીચે પ્રમાણે ઉદાહરણ આપ્યાં છે: કૃષ્ણ લેશ્યા કાળાં વાદળ, અંજન, પાડાના શિંગડાં, અરીઠાં, ગાડાની મળી, આંખની કીકી, ભમરો, કાળી કેસર, કોયલ, કાળી કનેર વગેરેના 2010_03 Page #315 -------------------------------------------------------------------------- ________________ 306 જૈન ધર્મના પુષ્પગુચ્છ કાળા વર્ણ કરતાં પણ વધારે કાળી હોય છે. નીલ ગ્લેશ્યા અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, વૈડૂર્ય નીલમણિ, પોપટની પાંખ, કબૂતરની ડોક વગેરેના નીલ રંગ કરતાં વધુ નીલ વર્ણવાળી હોય છે. કાપોત લેશ્યા કબૂતરની ડોક, કોયલની પાંખ, અળશીનાં ફૂલ વગેરેના વર્ણ જેવી, કાલલોહિત વર્ણવાળી હોય છે. તે જોવેશ્યા લોહી, બાલસૂર્ય, ઇન્દ્રગોપ, હિંગળો, પોપટની ચાંચ, દીપશિખા, લાખ વગેરેના વર્ણ જેવી હોય છે. પાલેશ્યા ચંપાનું ફૂલ, હળદર, હડતાલ, સુવર્ણ, વાસુદેવનું વસ્ત્ર વગેરેના વર્ણ જેવી હોય છે. શુકલેશ્યા શંખ, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર, રૂપાનો હાર, શરદ ઋતુની વાદળી, ચંદ્ર વગેરેના વર્ણ જેવી હોય છે. આમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાનો વર્ણ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. ત્રણ શુભ લેશ્યાનો વર્ણ પ્રીતિકર અને મનોજ્ઞ હોય છે. માણસના કે અન્ય જીવના શરીરની ચામડીના જે રંગો છે તે દ્રવ્ય લશ્યાને કારણે છે એમ ન સમજવું. એ રંગો નામકર્મ પ્રમાણે હોય છે અને તે પૂલ દૃષ્ટિથી નિહાળી શકાય છે. દ્રવ્ય લશ્યાનાં પરમાણુ સૂક્ષ્મ હોય છે. આથી જ કોઈક ગોરો માણસ ઘાતકી હોઈ શકે છે અને એની કૃષ્ણ વેશ્યા સંભવી શકે છે. તેવી જ રીતે કોઈ માણસ તદ્દન શ્યામ હોય અને છતાં એ પવિત્ર, જ્ઞાની, શુભ લેશ્યાવાળો હોઈ શકે છે. આપણાં તીર્થકરો રાતા વર્ણના, નીલ વર્ણના, કંચન વર્ણના હતા. એટલે દેહવર્ણ અને વેશ્યાવર્ણ એ બે જુદા છે. દ્રવ્ય લશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર લક્ષણમાંથી વર્ણ મનુષ્યના મનને અને શરીરને વધુ પ્રભાવિત કરે છે. એટલે વેશ્યાવર્ણનો પ્રભાવ દેહવર્ણ પર પડે તીવ્ર અશુભ લેશ્યાવાળા માણસોની પાસે બેસતાં વાતાવરણ બહુ તંગ લાગે છે. ક્યારેક કોઈ ક્રોધી માણસના ક્રોધની એવી અસર થાય છે કે શાન્ત સ્વભાવનો સામો માણસ પણ ઉશ્કેરાઈને ક્રોધ કરવા લાગે છે. બીજી બાજુ ર્તીર્થંકર પરમાત્માની, કેવલી ભગવંતોની અને કેટલાક પવિત્ર મહાત્માઓની શકલ લેગ્યા એવી પ્રબળ હોય છે કે એમની સાથે તકરાર કરવાના આશયથી આપેલા માણસો કે પરસ્પર વેરવિરોધવાળા જીવો એમને જોતાં જ શાન્ત 2010_03 Page #316 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા 307 થઈ જાય છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આવા કેટલાયે પ્રસંગો બન્યા હતા. કેટલાક યોગી મહાત્માઓ જંગલમાં હોય તો હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્ત બનીને બેસી જતાં હોય છે. આ બધો વેશ્યાનો જ પ્રભાવ છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યાની ગંધ મરેલી ગાય, મરેલું કૂતરું, મરેલો સર્પ વગેરેની ગંધ કરતાં પણ વધુ દુર્ગધમય હોય છે. તેજોલેશ્યા, પાલેશ્યા અને શુકલતેશ્યા એ ત્રણ વેશ્યાની ગંધ સુગંધી પુષ્પ, ઘસેલાં સુગંધી દ્રવ્યો વગેરેની સુગંધ જેવી હોય છે. કૃષ્ણ લેશ્યાનો રસ (સ્વાદ) કડવું તુંબડું, કડવો લીંબડો, કુટજ, કૃષ્ણકંદ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ કડવો હોય છે. નીલ વેશ્યાનો રસ સૂંઠ, મરી, પીપર, મરચું, ચિત્રમૂલ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તીખો હોય છે. કાપોતલેશ્યાનો રસ કાચી કેરી, કાચું કોઠું, કાચું દાડમ, બીજોરું, બીલું, ફણસ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ સુરો હોય છે. આ ત્રણે લશ્યાનો રસ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. તેનો લશ્યાનો રસ પાકી કેરી, પાકું કોઠું, પાકું દાડમ વગેરેના સ્વાદ જેવો ખટમીઠો હોય છે. પડા લશ્યાનો રસ ચન્દ્રપ્રભા, ઉત્તમ વારુણી, મધ, ખજૂરાસવ, દ્રાક્ષાસવ વગેરેના સ્વાદ જેવો મધુર હોય છે. શુકલ વેશ્યાનો રસ ગોળ, સાકર, ખજૂર, દ્રાક્ષ, ખીર, લાડુ વગેરેના સ્વાદ જેવો મીઠો હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણે વેશ્યાનો સ્પર્શ કરવત, ગાયની જીભ, સાગવૃક્ષનાં પાંદડાં વગેરેના જેવો કર્કશ હોય છે. તેજો, પધ અને શુકલ એ ત્રણ લેશ્યાનો સ્પર્શ માખણ, શિરીષનાં ફૂલ વગેરેના કોમળ સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે. દ્રવ્ય લશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અત્યંત સૂક્ષ્મ છે, નજરે ન જોઈ શકાય એવાં છે. એ વિશે જે અહીં કહ્યું છે તે એ પુદ્ગલ પરમાણુઓમાં કેટલી ક્ષમતા રહેલી છે તે બતાવવા માટે છે. એવાં પરમાણુઓ બહાર જો સ્કંધરૂપ હોય તો આવો અનુભવ અવશ્ય થાય. શુભ અને અશુભ લેશ્યાનાં સ્થાન ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે હોય છે એ માટે ભગવાને કહ્યું છે કે અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલા “સમય” અને ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં 2010_03 Page #317 -------------------------------------------------------------------------- ________________ હo૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ શુભાશુભ લેગ્યાનાં સ્થાન જાણવાં. મતલબ કે સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે શુભ અને અશુભ લેશ્યા હોય છે. કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ અને શુકલ એ છએ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણ લેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુકલ લેગ્યાની સ્થિતિ છે. નીલ, કાપોત, તેજો અને પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે. તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમકે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત એમ ત્રણ વેશ્યાઓ હોય છે, અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ વેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મભૂમિના મનુષ્યોમાં ચાર વેશ્યા હોય છે અને સંમુર્છાિમ મનુષ્ય જીવોમાં ત્રણ વેશ્યા હોય છે. જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયા-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ વેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે. આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ વેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ અને શુકલ એ છ વેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ-પીત, પદ્ધ અને શુકલ એ વેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુકલ લેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને પરમ શુકલ લેગ્યા હોય છે. આમ પહેલાથી તેરમાં ગુણસ્થાન સુધી શુકલલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેસ્થારહિત હોય છે. નારકીના જીવોમાં વેશ્યા નીચે પ્રમાણે હોય છે ? 2010_03 Page #318 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા 309 एवं सत्तेवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु / काऊ य दोसु तइवाए मीसिया नीलिया चउत्थीए / .. पंचमियाए मीसा कण्हा तत्तो परम कण्हा / / પહેલી રત્નપ્રભા નારકીમાં તથા બીજી શર્કરામભા નારકીમાં એક કાપો લેશ્યા હોય છે. ત્રીજી વાલુકાપ્રભા નારકીના જીવોમાં કાપોત અને નીલ લેશ્યા હોય છે. ચોથી પંકપ્રભા નારકીના જીવોમાં એક નીલ લેશ્યા હોય છે. પાંચમી ધૂમપ્રભા નારકીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. છઠી તમ પ્રભા નારકીમાં એક કૃષ્ણ વેશ્યા હોય છે અને સાતમી તમતમા પ્રભા નારકીમાં પરમ કૃષ્ણ વેશ્યા હોય છે. આમ નારકીના જીવોમાં ફક્ત ત્રણ લેશ્યા હોય છે અને પહેલીથી સાતમી નારકી સધી અનુક્રમે અશુભ, અશુભતર, અશુભતમ વેશ્યા હોય છે. દેવગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર વેશ્યાઓ હોય છે, જેમકે ભુવનપતિના અને વાણવ્યંતર દેવ-દેવીમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવ-દેવીમાં એક તેજોવેશ્યા હોય છે. માનિક દેવ-દેવીમાં ત્રણ શુભ લેશ્યાઓ-તેજો, પદ અને શુકલ લેગ્યા હોય છે. અનુત્તરીપપાતિક દેવોને પરમ શુકલેશ્યા હોય છે. ચારે ગતિના જીવોની લેશ્યાઓનો અહીં માત્ર સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આગામોમાં તે વિશે બહુ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. લેશ્યાઓના આ બે મુખ્ય વિભાગને બીજી રીતે પણ ઓળખાવવામાં આવે છે, જેમકે પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગધવાળી છે અને પછીની ત્રણ લેશ્યાઓ સુગંધવાળી છે. પહેલી ત્રણ લેશ્યાઓ રસની અપેક્ષાએ અમનોજ્ઞ છે અને પછીની ત્રણ વેશ્યાઓ મનોજ્ઞ છે; પહેલી ત્રણ વેશ્યાઓ સ્પર્શની અપેક્ષાઓ શીતરુક્ષ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ઉષ્ણ-નિગ્ધ છે. પહેલી ત્રણ વેશ્યાઓ અધર્મ વેશ્યાઓ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ધર્મ લેશ્યા છે; પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જનારી છે અને પછીની ત્રણ લેશ્યાઓ સુગતિમાં લઈ જનારી છે; પહેલી ત્રણ લેગ્યાઓ અશુદ્ધ છે અને પછીની ત્રણ લેશ્યાઓ વિશુદ્ધ છે; પહેલી ત્રણ વેશ્યાઓ સંક્લિષ્ટ છે અને પછીની ત્રણ લેશ્યાઓ અસંક્લિષ્ટ છે; પહેલી ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત છે અને પછીની ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે. આ જ પ્રમાણે ભાવલેશ્યાનાં લક્ષણો બતાવવામાં 2010_03 Page #319 -------------------------------------------------------------------------- ________________ 3 10. જૈન ધર્મના પુષ્પગુચ્છ આવે છે. છ લેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે પ્રાચીન સમયથી જાંબુનું વૃક્ષ અને છ મિત્રોનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. આવશ્યકસૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ આ દૃષ્ટાન્ન આપ્યું છે. (આ દૃષ્ટાન્તનું ચિત્ર કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં આનો પટ કોતરાવેલો હોય છે.) છ મિત્રો એક ઉપવનમાં ફરવા ગયા હતા. તેઓ બહુ ભૂખ્યા થયા હતા. ત્યાં તેઓએ એક જાંબુનું વૃક્ષ જોયું કે જેના ઉપર ઘણાં બધાં જાંબુ લટકતાં હતાં. જાંબુના ભારથી કેટલીક ડાળીઓ લચી પડી હતી. સરસ મઝાનાં જાંબુ જોતાં તે ખાવાની દરેકના મનમાં ઇચ્છા જાગૃત થઈ. તે કેવી રીતે મેળવીને ખાવાં તે વિશે પોતપોતાના મનની વેશ્યા અનુસાર દરેકના મનમાં જુદો જુદો વિચાર ઉત્પન્ન થયો. એક મિત્રે કહ્યું કે આપણને ભૂખ લાગી છે અને જાંબુ ખાવાનું મન થયું છે, પરંતુ વૃક્ષ ઉપર ચડવામાં કષ્ટ ઘણું છે. વળી જો ઉપરથી પડ્યા તો જાનનું જોખમ છે. એના કરતાં સારો રસ્તો એ છે કે આપણે આખા વૃક્ષને જ નીચેથી કાપીને પાડી નાખીએ તો આરામથી જાંબુ ખાઈ શકીએ. આપણી પાસે વૃક્ષને કાપવા માટે કરવત, કુહાડી વગેરે છે. બીજા મિત્રે કહ્યું કે આખા વૃક્ષને કાપી નાખવાની શી જરૂર છે ? આપણે મોટી મોટી ડાળીઓ કાપી નાખીએ. જેથી વૃક્ષ બચી જાય અને આપણને જાંબુ મળે. ત્રીજા મિત્રે કહ્યું, “મોટી મોટી ડાળ કાપવાની શી જરૂર છે ? જે નાની નાની શાખાઓ છે તે જ તોડી લઇએ.” ચોથા મિત્રે કહ્યું, “નાની શાખાઓ તોડવાની જરૂર પણ નથી. ફક્ત જાંબુફળવાળા જે ગુચ્છા (ઝૂમખાં) છે તે તોડી લઇએ.” પાંચમા મિત્રે કહ્યું કે “આખા ગુચ્છા તોડવાની પણ જરૂર નથી. એમાંથી સારાં સારાં પાકાં જાંબુ હોય તે ઝૂમખાં હલાવીને જાંબુ પાડી લઇએ તો કેમ ? છઠ્ઠા મિત્રે કહ્યું, “મિત્રો, એમ કરવાની પણ જરૂર નથી. અહીં વૃક્ષ નીચે તો જુઓ ! કેટલાં બધાં સરસ પાકાં જાંબુ પડેલાં છે. આપણે એ જ વીણી 2010_03 Page #320 -------------------------------------------------------------------------- ________________ 11 લેશ્યા લઇએ. ઝાડ પર ચડવાનો શ્રમ લેવાની અને ઝાડને નુકસાન પહોંચાડવાની કંઈ જરૂર નથી.' આ દૃષ્ટાન્તમાં એક જ હેતુ માટે છએ મિત્રોને જુદા જુદા ભાવ થાય છે. એમાં ઉગ્રતમ ભાવથી કોમલતમ ભાવ સુધીના ભાવો જોઈ શકાય છે. આખું વૃક્ષ કાપવાની વાત કરનારની કૃષ્ણ વેશ્યા છે અને નીચે પડેલાં જાંબુ વીણી લેવાની વાત કરનારની શુકલ લેગ્યા છે. બીજા, ત્રીજા વગેરે મિત્રની અનુક્રમે નીલ, કપોત, પીત અને પદ્મ લેશ્યા છે. છ લેશ્યાઓને સમજાવવા માટે “આવશ્યકસૂત્ર'ની ટીકામાં બીજું એક દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. એ છે ગ્રામઘાતકનું. એક વખત છ ડાકુઓ એક ગામ લૂંટવા માટે શસ્ત્રો લઇને નીકળ્યા. છએની વેશ્યા જુદી જુદી હતી. દરેકના મનમાં જુદા જુદા વિચાર ચાલતા હતા. રસ્તામાં એક ડાકુએ કહ્યું, આપણે ગામ લૂંટવા જઇએ છીએ ત્યારે ત્યાં કોઈ પણ માણસ કે પશુ વચ્ચે આવે તે બધાંની આપણે શસ્ત્રોથી હત્યા કરી નાખવી જોઇએ, જેથી લૂંટનું કામ સરળ બને. બીજાએ કહ્યું કે પશુઓને મારવાની શી જરૂર ? આપણે ફક્ત મનુષ્યોને મારી નાખવા જોઇએ. ત્રીજાએ કહ્યું કે બધા મનુષ્યોમાંથી સ્ત્રીઓ અને બાળકોને મારવાની જરૂર નથી. ફક્ત પુરૂષોને મારી નાખવા જોઇએ. ચોથા ડાકુએ કહ્યું, “બધા પુરુષોને મારવાની જરૂર નથી, જે સશક્ત અને સશસ્ત્ર પુરુષો હોય એટલાને જ મારી નાખીએ.” પાંચમા ડાકુએ કહ્યું, બધા સશસ્ત્ર પુરુષોની હત્યા કરવાની જરૂર નથી. જેઓ આપણને જોઈ ભાગી જાય તેઓને મારવાની જરૂર નથી. છઠ્ઠા ડાકુએ કહ્યું. “આપણું કામ ધન લૂંટવાનું છે. જો ધન લૂંટવા મળતું હોય અને કોઈ સામનો ન કરે તો કોઇની પણ હત્યા કરવાની શી જરૂર છે? આ દૃષ્ટાન્તમાં બધાંને મારી નાખવાનો વિચાર કરનાર પ્રથમ ડાકુની લેશ્યા કૃષ્ણ છે. અને કોઇની પણ હત્યા કરવાની જરૂર નથી એ ડાકુની લેશ્યા શુકલ છે. અલબત્ત, આ દૃષ્ટાન્ત જુદી જુદી વેશ્યા વચ્ચેનો ફરક સમજાવવા માટે જ છે. એક જ ક્રિયા કરવાની હોય પરંતુ તે માટે ભિન્નભિન્ન વ્યક્તિના અધ્યવસાયો ભિન્નભિન્ન હોઈ શકે છે. અહીં કોઇને એમ પ્રશ્ન થાય કે જેની લેશ્યા શુકલ હોય તે લૂંટવા જાય જ કેમ? અથવા જે લૂંટવા જાય તેની વેશ્યા શુકલ કેવી રીતે હોઈ શકે? પરંતુ અહીં દષ્ટાન્ત સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું 2010_03 Page #321 -------------------------------------------------------------------------- ________________ 312 જૈન ધર્મના પુષ્પગુચ્છ તેજલેશ્વાનો એક બીજો પ્રકાર પણ છે. છ લશ્યામાની તેજલેશ્યા કરતાં એ જુદો છે. ભગવાન મહાવીર અને ગોશાલકના સંબંધમાં બનેલી તેજલેશ્યાની ઘટના સુપ્રસિદ્ધ છે. છ પ્રકારની લેગ્યામાં આવતી તેજોવેશ્યા કરતાં આ તેજોલેશ્યા ભિન્ન પ્રકારની છે. આ તેજોવેશ્યા તપોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને તે પોલિક પ્રકારની છે. ઠાણાંગસૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે ત્રણ રીતે આ પૌદ્ગલિક તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. तिहिं ठाणेहिं सम्मणे निग्गंथे संखितविउलतेउलेस्से भवइ, तं जहा-आयावणयाए, खंतिखमाए, अपाणगेणं तवो कम्मेणं / [ત્રણ સ્થાનથી (પ્રકારથી, રીતથી) શ્રમણ નિર્ચન્થને સંક્ષિપ્ત-વિપુલ એવી તેજલેશ્યાની પ્રાપ્તિ થાય છે જેમ કે (1) આતાપનથી (ઠંડી-ગરમી સહન કરવાથી), (2) શાંતિક્ષમાથી (ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવી સતત ક્ષમાભાવ ધારણ કરવાથી) અને (3) અપાનકેન નામની તપશ્ચર્યા (છઠ્ઠને પારણે છઠ્ઠ) કરવાથી.] વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાથી તેજોવેશ્યા પ્રાપ્ત થઈ શકે છે. ઉષ્ણ તેજલેશ્યાની પ્રાપ્તિના ઉપાય તરીકે કેવી તપશ્ચર્યા કરવી પડે તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છેઃ જે વ્યક્તિ છ મહિના સુધી છઠ્ઠ (સળંગ બે ઉપવાસ)ના પારણે છઠ્ઠ કરે એટલે કે છઠ્ઠ પૂરો થતાં એના પારણામાં માત્ર એક મૂઠી બાફેલા અડદ ખાવામાં આવે અને એક ચોગલું (નાનો પ્યાલો) ઉષ્ણ પાણી પીવામાં આવે અને ફરી છઠ્ઠ કરવામાં આવે અને આ રીતે સળંગ છ મહિના તપશ્ચર્યા કરવામાં આવે અને તેટલો કાળ રોજ અમુક સમય સુધી સૂર્યની સામે જોઈ એની ઉષ્ણતા-આતાપના લેવામાં આવે તો એ તપસ્વીને ઉષ્ણ તેજલેશ્યા પ્રાપ્ત થાય છે. આવી તે જલેશ્યા ધરાવનાર વ્યક્તિ તે તેજોલેશ્યા ફેંકીને બીજાને બાળીને ભસ્મીભૂત કરી શકે છે અથવા અમુક નગરોને પણ બાળી નાખી શકે છે. તપલબ્ધિથી મેળવેલી તેજોવેશ્યા કેટલી બધી બળવાન હોઇ શકે છે એ અંગે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી પર ફેંકેલી તેજલેશ્યાનું ઉદાહરણ 2010_03 Page #322 -------------------------------------------------------------------------- ________________ લેયા 313 ભગવતીસૂત્રમાં આપેલું છે. એમાં કહ્યું છેઃ ભગવાન શ્રી મહાવીરે શ્રમણ નિર્ચન્થોને બોલાવીને કહ્યું, “હે આર્યો! મંખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવાને માટે પોતાના શરીરમાંથી જે ઉષ્ણ તેજોવેશ્યા કાઢી હતી તે અંગ, બંગ વગેરે સોળ દેશોનો ઘાત કરવામાં-એને ભસ્મીભૂત કરવામાં સમર્થ હતી. આના ઉપરથી આવી તેજોલેશ્યા કેટલી શક્તિશાળી હોઈ શકે તેનો ખ્યાલ આવશે. (વર્તમાન સમયનો એટમ બોમ્બ એની આગળ કંઈ વિસાતમાં નથી.) જ્યારે ગોશાલકે ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉષ્ણ તેજલેશ્યા ફેંકી ત્યારે ભગવાને એની સામે શીતલેશ્યા ફેંકી કે જેથી ગોશાલકની તેજલેશ્યા ભગવાનનો વધ ન કરી શકી, પણ તે ભગવાનની આસપાસ પ્રદક્ષિણા ફરીને પાછી ગોશાલક પર જ પડી હતી. તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજાલેશ્યા એ જીવના તેજસ્ શરીરમાંથી પ્રસરતી એક પ્રકારની ઉર્જા છે, પોગલિક શક્તિ છે. શ્રમણ કાલોદયીને ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું, “હે ભગવાન I ! જેમ સચિત્ત અગ્નિકાય પ્રકાશે છે, તેમ અચિત્ત અગ્નિકાયનાં પુદ્ગલ પ્રકાશે ભગવાને કહ્યું, “હા ! કાલોદયીન ! અચિત્ત પુગલ પણ પ્રકાશ કરે છે. કાલોદયીન ! ક્રોધી અણગારમાંથી તેજોવેશ્યા નીકળીને દૂર જવાથી દૂર પડે છે અને પાસે જવાથી પાસે પડે છે. જ્યાં તે તેજોલેશ્યા પડે છે ત્યાં અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે.” ઉષ્ણ તેજોવેશ્યાથી અન્ય વ્યક્તિ કે ગ્રામનગરને બાળવાની શક્તિનો પ્રતિકાર કરી એને શાન્ત કરવાની, પાછી વાળવાની શક્તિ શીત તેજલેશ્યામાં હોય છે. તાપસ વેશ્યાયને ગોશાલક ઉપર તેજોલેશ્યા ફેંકી ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકને પોતાની શીતલે શ્યાથી બચાવી લીધો હતો. ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમસ્વામીને કહે છે, “હે ગૌતમ ! મખલીપુત્ર ગોશાલક પર અનુકંપા લાવીને મેં તાપસ વેશ્યાયને ફેંકેલી તે જોવેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તે જોવેશ્યા બહાર કાઢીને એ ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત કર્યો હતો. એ જાણીને અને ગોશાલકને કંઈ પણ ઇજા ન થયેલી જોઇને વેશ્યાયને પોતાની ઉષ્ણ તેજોવેશ્યા પાછી ખેંચી લીધી 2010_03 Page #323 -------------------------------------------------------------------------- ________________ 314 જૈન ધર્મના પુષ્પગુચ્છા હતી. કોઇપણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજોવેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજલેશ્યા હોય તો ફેંકેલી વેશ્યા પાછી ફરે છે એટલું જ નહિ, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે તે જો લેયા ફેંકવા માટે તે જસ શરીરનો સમુઘાત કરવો પડે છે. સમુદ્યામાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવાં પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તે જસમુઘાત તેજોલેશ્યાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુદ્ગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યા ફેંકે છે તેને તેજસમુઘાત કહે છે. આવી તેજોલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે. મુખ્ય છ શ્યાઓમાંની તે જોવેશ્યા તથા તપોલિબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજલેશ્યાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજોવેશ્યાનો અર્થ થાય છે “આત્મિક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ પ્રયોજ્યો છે. “સુખાસી-કામ.” દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચરે છે તે જો એક માસની દીક્ષાપર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, યાવત બાર માસની દીક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાળા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજાલેશ્યા અનુત્તરો પપાતિક દેવોની તેજાલેશ્યાને અતિક્રમે છે. આમ, ત્રણ પ્રકારની તે જો લેગ્યા બતાવવામાં આવી છે. લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેશ્યા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય તો ત્યાં કષાયો હોવા જ જોઇએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની વેશ્યા છે. કેવળજ્ઞાન થયા 2010_03 Page #324 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા 315 પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુકલ લેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી. લેશ્યા અને યોગ (મન, વચન કે કાયાના અથવા ત્રણેના) વચ્ચેનો સંબંધ અવિનાભાવ છે. જ્યાં યોગ છે ત્યાં લેશ્યા છે અને જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે. લેગ્યા માટે મન, વચન અને કાયા એ ત્રણેના યોગ સાથે હોવા અનિવાર્ય નથી. એકેન્દ્રિય જીવોમાં ફક્ત કાયયોગ હોય છે. તેઓને વચનયોગ અને મનોયોગ ન હોવા છતાં તેઓને વેશ્યા હોય છે. સયોગી કેવળીને શુકલ લેશ્યા હોય છે. અયોગી કેવળી અલેશી હોય છે. લેશ્યાનો જ્ઞાન-અજ્ઞાન સાથે સંબંધ કેવો છે એ વિશે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે કૃષ્ણલેશ્યાથી પાલેશ્યાવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શુકલલેશ્યાવાળા જીવોમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી જીવમાં નિયમથી ફક્ત એક કેવળજ્ઞાન હોય છે. જેમ જેમ લેગ્યાની વિશાદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે. વિશુદ્ધ જ્ઞાન માટે લેગ્યાની વિશુદ્ધિ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે વિશુદ્ધ લેશ્યા હોય તો જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તો જ અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન અતિશય વિશુદ્ધ જ્ઞાન છે અને કૃષ્ણલેશ્યા તો સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે. તો પછી કૃષ્ણલેશ્યા અને મન:પર્યવ જ્ઞાનનો સંબંધ કેવી રીતે ઘટી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવાયું છે કે પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. એમાંથી કેટલાયે મંદ રસવાળાં અધ્યવસાયસ્થાન પ્રમત્તસંયતને પણ હોય છે. એટલે કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. બીજી બાજુ મન:પર્યવજ્ઞાન સૌ પ્રથમ થાય છે તો અપ્રમત્ત ગુણસ્થાનવાળાને જ. પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન અને પ્રમત્ત ગુણસ્થાન વચ્ચે ચડઊતર, આવનજાવન થાય છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનવાળા મહાત્મા જો અને જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે મન:પર્યવજ્ઞાન તો હોય જ છે. આ રીતે કૃષ્ણ વેશ્યાવાળાને પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. આ એક સંભાવના છે. જો કે એ અત્યંત વિરલ અને અપવાદરૂપ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય વગેરેમાં રહેતો કૃષ્ણ લેશ્યાવાળો 2010_03 Page #325 -------------------------------------------------------------------------- ________________ 316 જૈન ધર્મના પુષ્પગુચ્છ (અથવા નીલ કે કાપોત લેશ્યાવાળો) જીવ અનત્તર ભવમાં–પછીના તરતના ભવમાં મનુષ્યગતિ પામી શકે છે, કેવળજ્ઞાન પામી શકે છે અને મોક્ષગતિ પામી સિદ્ધ પરમાત્મા થઈ શકે છે. એવા જીવોની તેવી ભવિતવ્યતા હોય છે. એમાં આગળ જતાં એમને શુકલ લેગ્યા સહાયભૂત થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ શુકલ લેગ્યા હોય છે. લેશ્યા અને ધ્યાનનો વિચાર કરીએ તો આર્તધ્યાન વખતે કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. રૌદ્રધ્યાન વખતે પણ એ જ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પરંતુ તેનું પરિણમન વધારે તીવ્ર હોય છે. આર્તધ્યાન કરતાં રોદ્રધ્યાનમાં લેશ્યા અતિસંક્ષિપ્ત પરિણામવાળી હોય છે. ધર્મધ્યાનના સમયે તેજો, પધ અને શુકલ લેક્ષા હોય છે. શુકલધ્યાનના પહેલા બે પાયા (ચરણ)માં ફક્ત શુકલ લેગ્યા હોય છે, ત્રીજા ચરણમાં પરમ શુકલ લેગ્યા હોય છે અને ચોથા ચરણમાં જીવ લેશ્યાતીત હોય છે. લેશ્વાઓનું પરિણામન કેવા પ્રકારે થાય છે એ વિશે ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “હે ગૌતમ! સર્વ વેશ્યાઓ ત્રણ પ્રકારે, નવ પ્રકારે, સત્તાવીસ પ્રકારે, એક્યાસી પ્રકારે, બસો તેતાલીસ પ્રકારે અથવા એથી પણ ઘણા બધા પ્રકારે પરિણામોમાં પરિણત થાય છે. કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણમન પામે છે. એવી જ રીતે બીજી લે શ્યાઓ પણ પરિણામન પામે છે. જેમ દૂધ મેળવણ (છાશ વગેરે ખટાશવાળું જામણ) પ્રાપ્ત કરીને પછી એના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને વારંવાર પ્રાપ્ત કરતું રહે છે અને પછી દૂધ દહીં થઈ જાય છે એ રીતે એક લશ્યામાંથી બીજી વેશ્યાનું પરિણમન થાય છે. આ પ્રકારના પરિણમનને વેશ્યાગતિ કહેવામાં આવે છે.” લેશ્યાનું પરિણમન કોઈ જડ વિભાજન જેવું નથી. એટલે કે એક વેશ્યા પૂરી થાય પછી જ બીજી વેશ્યા ચાલુ થાય એવું નથી. બે વેશ્યાઓના વારંવાર સંમિશ્રણથી એકમાંથી બીજીનું પરિણમન થાય છે. આ પરિણમન સતત ઉર્ધ્વગામી જ રહે અથવા સતત અધોગામી જ રહે અથવા છએ વેશ્યાએ આખું વર્તુળ પૂરું કરવાનું જ રહે એવું નથી. શુકલેશ્યાવાળો કૃષ્ણલેશ્યામાં પણ આવી જાય અને કુણાલેશ્યાવાળો શુકલલેશ્યામાં આવી જાય. આ પરિણામન માટે કોઈ કાળ નિશ્ચિત નથી. અંતમુહૂર્તમાં એકમાંથી બીજી લેગ્યામાં પરિણમન 2010_03 Page #326 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા 317 થઈ શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું એ માટે સચોટ ઉદાહરણ છે. શુકલલેશ્યામાંથી પરમ કૃષ્ણલેશ્યા અને પરમકૃણમાંથી પરમ શુકલલેશ્યામાં પરિણમન કેટલા અલ્પકાળમાં થયું હતું! વેશ્યાએ નરકગતિમાંથી બચાવી કેવળજ્ઞાન અપાવ્યું! જેમ દૂધ અને દહીંનું દષ્ટાન્ત આપવામાં આવે છે તેમ શુદ્ધ શ્વેત વસ્ત્રમાં પડેલા કોઈ રંગનું પ્રવાહી પડતાંની સાથે જેમ પ્રસરી જાય છે એનું દષ્ટાન્ત આપવામાં આવે છે અથવા વેડૂર્ચ મહિનામાં પરોવેલા રંગીન દોરાનું દૃષ્ટાન્તા પણ આપવામાં આવે છે. લેક્ષાના પરિણમન અને જીવનાં ઉત્પત્તિ તથા મરણ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु / न हु कस्सइ उववाओ, परे भवे अस्थि जीवस्स / / लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु / न हु कस्सइ उववाओ परे भवे अस्थि जीवस्स / अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव / लेसाहिं परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं / / બધી જ વેશ્યાઓમાં એના પ્રથમ સમયની પરિણતિ અને અંતિમ સમયની પરિણતિ વખતે કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. વેશ્યાની પરિણતિ થાય તે પછી અંતમુહૂર્તમાં જીવ પરલોકમાં જાય છે. એટલે કે મરણાવેળા એ આગામી ભવની વેશ્યા પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જીવ પરલોકમાં જાય છે. વેશ્યાની વ્યવસ્થા એવી છે કે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં તે પરિત થાય છે. પરલોકમાં જે વેશ્યા પ્રાપ્ત થવાની હોય તે લેગ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલા માટે, ઉદાહરણ તરીકે, કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઉપરાંત વધારાના એક અંતમુહૂર્તની હોય છે. બીજી વેશ્યાઓમાં પણ તે પ્રમાણે સમજવું. મૃત્યુ પામનાર જીવની ગતિમાં લેગ્યાના યોગ અંગે શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને જો નરક ગતિમાં ઉત્પન્ન થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યા–પરિણામ પણ તેવાં જ હોય છે. એવી રીતે કોઈ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન 2010_03 Page #327 -------------------------------------------------------------------------- ________________ 318 જૈન ધર્મના પુષ્પગુચ્છ થાય તો મરણકાળે તે જીવનાં લેશ્યા પરિણામ પણ તેવાં જ હોય છે. મૃત્યુ સમયે જીવની જે વેશ્યા હોય છે તેમાં પણ પરિણમનની તરતમતા સંભવી શકે છે. એટલે એ પ્રમાણે મરણના પ્રકાર સ્થાનાંગસૂત્રની ટીકામાં દર્શાવ્યા છે. મૃત્યુ સમયે વેશ્યા જેમ છે તેમ જ અવસ્થિત રહે તો એને સ્થિત લેશ્યામરણ કહે છે. એ સમયે જો વેશ્યા સંકિષ્ટ થાય તો સંક્લિષ્ટ લશ્યામરણ કહે છે અને મૃત્યુ સમયે લેશ્યાના પર્યાયો પ્રતિસમય વિશુદ્ધ થતા રહે તો તેને પર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણ સમયે લેશ્યા અવિશુદ્ધ ન થતી હોય તો અસંકિષ્ટલેશ્યામરણ કહે છે અને પર્યાયોમાં વિશુદ્ધિ ન થતી હોય તો અપર્યવજાતલેશ્યામરણ કહે છે. મરણના બાલમરણ, પંડિતમરણ અને બાલપંડિતમરણ તથા પંડિત બાલમરણ એવા પ્રકારો પાડવામાં આવે છે. એ પ્રકાર અનુસાર એ સમયની વેશ્યાના પર્યાયોમાં શુદ્ધિ-અશુદ્ધિની દૃષ્ટિએ પણ પ્રકારો વિચારાયા છે. મૃત્યુ સમયની જીવની વેશ્યા કેટલી શુભ કે અશુભ છે અને એમાં પણ તે કેટલી અવગાઢ (મગ્નતાયુક્ત) છે તે પ્રમાણે જીવને પરભવમાં બોધિલાભ અને સભ્યત્વની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં અંતે કહ્યું છે કે જે જીવો સમ્યગ્દર્શનમાં અનુરક્ત, નિયાણ ન કરનાર અને શુકલતેશ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં સુલભબોધિ થાય છે. જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત, નિયાણ કરવાવાળા અને કૃષ્ણ લેગ્યામાં અવગાઢ હોય છે અને તે જ ભાવમાં મૃત્યુ પામે છે તે જીવો પરભવમાં દુર્લભબોધિ થાય છે. ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિના જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે તેમની વેશ્યાઓનું પરિણમન કેવું થાય છે એ વિશે બહુ સૂક્ષ્મતાથી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર વગેરેમાં દર્શાવવામાં આવ્યું છે. એ આખો વિષય પરિભાષિક અને કઠિન છે, પરંતુ જો રસ પડે તો બહુ ગમે એવો વિષય છે. આધુનિક વિજ્ઞાને જે કેટલાંક સૂકમદર્શક સાધનો બનાવ્યાં છે એમાં કિલિયને ફોટોગ્રાફી પણ છે. આ ફોટોગ્રાફી દ્વારા મનુષ્યના શરીરમાંથી બહાર જે આભા 2010_03 Page #328 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા 319 (Aura) નીકળે છે એ આભામંડળનો ફોટો લઈ શકાય છે. આ ફોટોગ્રાફમાં મનુષ્યના મસ્તકની બહાર, એના મનમાં ચાલતા વિચારો, અધ્યવસાયો અનુસાર જે આભામંડળ રચાય છે તે દેખાય છે. દરેકનું આભામંડળ જુદું હોય છે. દ્રવ્ય લશ્યામાં વર્ણ, રસ, સ્પર્શ અને ગંધ એમ ચાર હોય છે. આ ફોટોગ્રાફમાં માત્ર વર્ણ દેખાય છે. ફોટોગ્રાફનું આ આભામંડળ એ વેશ્યાનું જ સંપૂર્ણ રંગપ્રતિબિંબ છે એમ તરત નિશ્ચિતપણે નહિ કહી શકાય. એમાં હજુ સંશોધનને- અભ્યાસને ઘણો અવકાશ છે. કારણ કે લેગ્યાનાં છ રંગ છે, જ્યારે આભામંડળના ફોટોગ્રાફમાં વાદળી, રાખોડી વગેરે બે ત્રણ રંગ આછા કે ઘેરા દેખાય છે, પરંતુ મનુષ્યના મનમાં ઊઠતા વિચારો, ભાવો, અધ્યવસાયો અનુસાર શરીરમાં, વિશેષતઃ મસ્તકમાં સૂક્ષ્મ રંગો ઉદ્ભવે છે અને તે બહાર આવે છે એમ આધુનિક વિજ્ઞાન સ્વીકારતું થયું છે. લેશ્યાને આભામંડળ, શરીરનાં ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રંગ ચિકિત્સા, રત્નચિકિત્સા વગેરે શાસ્ત્રો સાથે સંબંધ હોવાનું અનુમાન થાય છે. આ વિશે અભ્યાસ થવા લાગ્યો છે અને એ વિશે ભવિષ્યમાં વધુ પ્રકાશ પડવાનો સંભવ છે. (હાલ પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજી મહારાજ એ વિષયમાં ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.) આપણને આનંદ એ વાતનો હોઈ શકે કે અગાઉ સામાન્ય માણસો જે સૂક્ષ્મ વાતોને માનતા ન હતા અથવા માત્ર શ્રદ્ધાથી જ સ્વીકારતા હતા તે વાતો હવે તેમને પ્રતીતિકર લાગે છે અને એથી જે ધર્મમાં એમની શ્રદ્ધા સવિશેષ દઢ થાય છે. જેઓને ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ નહિ પણ માત્ર ઐહિક જીવનની દૃષ્ટિએ વિચાર કરવો છે તેઓએ પણ એ જાણવું જોઇએ. અશુભ લેશ્યાઓના સતત પરિણમનથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે અને શુભ લેશ્યાઓના સતત પરિણમનથી સ્વાથ્ય સારું રહે છે. પ્રજ્ઞાપના સૂત્રોની મલયગિરિ-વિરચિત ટીકામાં કહ્યું છેઃ तथापि शीतरुक्षो स्पर्शी आद्यानां तिसृणां चित्तास्वास्थ्यजनने स्निग्धोष्णस्पर्शी उत्तराणां तिसृणां लेश्यानां परमसंतोषोत्पादने साधकतमौ / અર્થાત્ આરંભની ત્રણ અશુભ લેગ્યાથી ચિત્તની અસ્વસ્થતા પેદા થાય છે અને પછીની ત્રણ શુભ લેશ્યાથી પરમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે જ 2010_03 Page #329 -------------------------------------------------------------------------- ________________ 320 જૈન ધર્મના પુષ્પગુચ્છ આપણે સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે મુહપત્તિના પડિલેહણમાં મસ્તકે મુહપત્તિ રાખી અશુભ લેશ્યા પરિહરવાની ક્રિયા કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યનસૂત્ર'માં કહ્યું છે: तम्हा एयासि लेसाणं, अणुभावे वियाणिया / अपसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठिए मुणि // આમ, આ વેશ્યાઓના અનુભવો જાણીને મુનિએ અપ્રશસ્ત લેશ્યાઓ છોડીને પ્રશસ્ત લેયાઓમાં અવસ્થિત રહેવું. ભગવાને મુનિઓને જે બોધ આપ્યો છે તે ગૃહસ્થોએ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. એક વખત લેશ્યા વિશે સમજ પડે અને એ વિશે સભાનતા આવે તો અશુભ લેગ્યામાં સરી ન પડવું અને સરી પડાય તો તરત શુભ લેશ્યામાં આવી જવું જોઇએ. લેશ્યા એ જીવને મોક્ષગતિ સુધી પહોંચાડનાર એક વિશિષ્ટ શક્તિ છે. 2010_03 Page #330 -------------------------------------------------------------------------- ________________ પુગલ-પરાવર્ત પુદ્ગલ (પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત (પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર પૂરું કરવું. પુદ્ગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પુરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે ? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે ? કેવી રીતે કેવા ભાવથી કરે છે ?–એવા બધા પ્રશ્નોના ઉત્તર રૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્ત છે અને એ જોઇતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોયા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે. સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ-એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટા ભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે. દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને જેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જો કે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેઓમાં પણ તે વિશે ઊંડું ચિંતન કરનારા થોડા છે. પોતે અનાદિકાળથી સંસારમાં ચાર ગતિમાં ભટકી રહ્યો છે અને હવે સંસારચક્રમાંથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરવી છે એવી લગનીવાળા અને તે પ્રમાણે આચરણ કરનારા જીવો તો બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળશે. વળી, પોતાનું સંસાર-પરિભ્રમણ કેટલા કાળથી ચાલે છે, તે કેટલું 2010_03 Page #331 -------------------------------------------------------------------------- ________________ 3 2 2 જૈન ધર્મના પુષ્પગુચ્છ લાંબું-પહોળું છે અને તેનું સ્વરૂપ કેવું છે એ વિશે તો કોઈક જ વિચાર કરે છે. જૈન ધર્મ પ્રમાણે ચૌદ રાજલોકપ્રમાણ સમસ્ત વિશ્વ અને એમાં ભમતા ચોરાશી લાખ જીવાયોનિના જીવો-આ બધાંનો મુખ્ય બે દ્રવ્યની દૃષ્ટિએ વિચાર કરી શકાય-ચેતન અને જડ અથવા જીવ અને અજીવ. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છેઃ (1) પુગલ (2) ધર્માસ્તિકાય (3) અધર્માસ્તિકાય (4) આકાશાસ્તિકાય અને (5) કાલ. એમાં જીવને સવિશેષ ઘનિષ્ઠ સંબંધ જો હોય તો તે પુદગલ સાથે છે. આ સંબંધ અનાદિ કાળથી એટલે કે જ્યારે જીવ નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષપ્પણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વીતાવેલા એ ચક્કરોના કાળને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટો વેક્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છૂટવાનો અને ભાવ થાય. જીવનો જડ તત્ત્વ એટલે કે પુદ્ગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલો સંબંધ સતત આ મનુષ્ય ભવ સુધી ચાલતો આવ્યો છે. આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચકિત થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકશાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક જિંદગીમાં એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં–નહાવાંધોવામાં વાપરતા હોઇશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે ? 2010_03 Page #332 -------------------------------------------------------------------------- ________________ પુગલ-પરાવર્ત આપણે જે પુગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ ગ્રહણ-વિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે ? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત થઈ. ભૂતકાળમાં જે અનંત જન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયા તેનો હિસાબ પણ વિચારવો જોઇએ. જીવ જે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ-વિસર્જન જન્મજન્માન્તરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈન ધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયાને તદ્દન સાદી રીતે સામાન્ય દૃષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય કે ચૌદ રાજલોકમાં રહેલાં તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈપણ જીવ ગ્રહણ-વિસર્જન પૂર્ણ કરે એને એક પુલ પરાવર્ત કહેવામાં આવે છે. જો કે આટલી વાત પૂરતી નથી, કારણ કે આ પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઇત્યાદિ વિશે આપણા આગમગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે. પુદ્ગલ શબ્દ પુત્ અને મન એવાં બે પદોનો બનેલો છે. પુ (અથવા પુર) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઇત્યાદિ. ગત્ એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું. આમ, પુગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. છ દ્રવ્યોમાંથી બીજો કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એક માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે. પુદ્ગલ (પ્રા. પુગલ, પોગ્ગલ) શબ્દની વ્યાખ્યા “પ્રવચન સારોદ્વાર” ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છેઃ द्रव्याद् गलन्ति-वियुज्यन्ते किंचित् द्रव्यं स्वसंयोगतः पूरयन्ति-पुष्टं कुर्वन्ति પુન: I જિ દ્રવ્યથી ગલિત થાય છે, વિયુક્ત થાય છે અને સ્વસંયોગથી કિંચિત્ પુષ્ટ કરે છે તે પુગલ છે.] બીજી વ્યાખ્યા છે : पूरणगलणत्तणत्तो पुग्गलो / અથવા પૂરપાત્ મનનીચ્ચે પુન: | 2010_03 Page #333 -------------------------------------------------------------------------- ________________ 324 જૈન ધર્મના પુષ્પગુચ્છ એટલે કે જેનામાં પૂરણત્વ અને ગલત્વ છે તે પુદગલ છે. આપણે પથ્થર, લાકડું, ધાતુ વગેરે નિર્જીવ જડ વસ્તુને જોઇએ છીએ અને ઓળખીએ છીએ. એ વસ્તુના ટુકડા કરતાં કરતાં, બારીક ભૂકો કરતાં એવા તબક્કે આવીએ કે જ્યારે હવે એના બે વિભાગ થઈ શકે એમ ન હોય એને અણુ અથવા પરમાણુ કહીએ છીએ. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યું છે કે પરમાણુ યુદ્ગલ અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે, એટલે કે પુગલ પરમાણુના વિભાગ થઈ શકતા નથી, તેનું છેદનભેદન થઈ શકતું નથી. તેને બાળી શકાતા નથી અને ઇન્દ્રિય વડે તે ગ્રહણ કરી શકાતા નથી. વળી તે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે. એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે પુરના વડા (અર્થાત પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે) ઉંઘા, વેસ-પાસા પરમાણુ વેવ નાયબ્રા. આમ પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. એમાં સ્કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે. આ રીતે પરમાણુ એ પુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે. એવા સૂક્ષ્મ પરમાણુમાં રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે. બે કે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે. બે, ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે. ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છેઃ (1) પ્રયોગ પરિણત-એટલે જીવના વ્યાપારથી પરિણત પુગલો જેમ કે શરીરાદિ, (2) વિસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (3) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસસા એ બંને દ્વારા પરિણત યુગલો-જેમ કે મૃતકલેવરો. પુદ્ગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. પરમાણુ પુગલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે. એક પરમાણુ બીજાં અનંત પરમાણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય છે. આ 2010_03 Page #334 -------------------------------------------------------------------------- ________________ પુગલ-પરાવર્ત 3 2 5 પ્રકારનું પરિવર્તન અનંત છે, કારણ કે પુદ્ગલ પરમાણુઓ અનંત છે. એટલે આ પરિવર્તનના પ્રકાર પણ અનંત છે. આ પરિવર્તનના આધારે પુગલોનો જે પરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. ચૌદ રાજલોકમાં અનંતાઅનંત પુગલ પરમાણુઓ છે. એમાં કોઈપણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. એવી અનંત વર્ગણાઓ પુદ્ગલ પરમાણુઓમાં છે. એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે, જેમ કે (1) દારિક વર્ગણા, (2) વેક્રિય વર્ગણા, (3) તેજસ્ વર્ગણા, (4) કાર્મણ વર્ગણા, (આહારક વર્ગણા અત્યંત અલ્પ પ્રમાણમાં છે. આહારક શરીર જીવને સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થઈ શકે છે.) (5) મનોવર્ગણા, (6) વચન વર્ગણા અને (7) શ્વાસોચ્છવાસ વર્ગણા. અનાદિ કાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ છે. આ ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયાને પુદ્ગલ પરાવર્ત કહેવામાં આવે છે. જીવ જ્યારે ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે અને પરિણમાવે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. એમાં અનંત કાળચક્ર પસાર થઈ જાય છે. એક કાળચક્ર એટલે એક અવસર્પિણી અને એક ઉત્પસર્પિણીનો કાળ અર્થાત્ વીસ કોડાકોડી સાગરોપમ જેટલો કાળ. પલ્યોપમ અને સાગરોપમ એ કાળને માપવાનાં બે વિરાટ માપ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય. પલ્ય એટલે કૂવો અથવા મોટો ખાડો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમળ વાળ (વધુ સંખ્યામાં સમાય એવા)ના અગ્રભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહિ. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક પણ ટીપું અંદર ઊતરે નહિ અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ એ પલ્ય જરા પણ દબાય નહિ કે નમે નહિ. હવે એ પલ્પમાં રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી દર સો વર્ષ એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખતે બરાબર એક પલ્યોપમ કહેવાય. 2010_03 Page #335 -------------------------------------------------------------------------- ________________ 3 26 જૈન ધર્મના પુષ્પગુચ્છ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દર સો વર્ષે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું મોટું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ કૂવામાં કે ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવે અને તે પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. આ સાગર જેવો કુવો કેટલો મોટો હોય ? તે માટે કહે છે કે દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ. દસ કોડાકોડી એટલે દસ કરોડ ગુણ્યા કરોડ. પલ્યોપમની જેમ સાગરોપમના પણ છ ભેદ થાય છે. અહીં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું દૃષ્ટાન્ત છે. હવે કલ્પના કરી શકાશે કે એક સાગરોપમ એટલે કેટલો કાળ. એવા દસ કોડાકોડી સાગરોપમ બરાબર અડધું કાલચક્ર-ઉત્સર્પિણી અથવા અવસર્પિણી. ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને ભેગા મળીને એક કાળચક્ર એટલે કે વીસ કોડાકોડી સાગરોપમ (સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું અથવા સાતમી નરકના જીવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) થાય. એક બે નહિ પણ અનંત કાળચક્ર જેટલો કાળ એક પુદ્ગલ પરાવર્તનમાં પસાર થઈ જાય છે. આપણે આ વાત તરત માની ન શકીએ, પણ શાસ્ત્રકારો કહે છે કે ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો કરતો, અનંત પુદ્ગલ પરાવર્ત કરતો કરતો આપણો જીવ મનુષ્ય ગતિમાં આવ્યો છે. આ પ્રમાણે પુગલ પરાવર્ત મુખ્ય ચાર પ્રકારના છે : (1) દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (2) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (3) કાળ પુદ્ગલ પરાવર્ત અને (4) ભાવ પુદ્ગલ પરાવર્ત. આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન બાદર (સ્થૂલ) અને સૂક્ષ્મ એવા ભેદ કરીએ તો કુલ આઠ પુદ્ગલ પરાવર્ત નીચે પ્રમાણે થાય ? (1) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (2) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (3) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (4) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (5) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, (6) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, (7) બાદર ભાવ પુગલ પરાવર્ત અને (8) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. 2010_03 Page #336 -------------------------------------------------------------------------- ________________ 3 2 7 મુગલ-પરાવર્ત પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે : पोग्गल परियट्टो इह दव्वाइ चउविहो मुणेयव्वो। धूलेयरभेएहिं जह होइ तहा निसामेइ / / (દ્રવ્ય વગેરે પુદ્ગલ પરાવર્ત ચાર પ્રકારના જાણવા. એમાં પણ સ્કૂલ અને સૂમ એવા ભેદો કહેલા છે.) સંસાર-પરિભ્રમણમાં જીવ આ આઠે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરતો આવ્યો છે. આ આઠે પુદ્ગલ પરાવર્તમાં એક પૂરું થાય પછી જીવ બીજું પુદ્ગલ પરાવર્ત ચાલુ કરે એવું નથી. આઠે પુગલ પરાવર્ત સાથે સાથે જ ચાલે છે. વળી એવું નથી કે એક પરાવર્ત પૂરું થયું એટલે કામ પતી ગયું, અથવા આઠે પરાવર્ત પૂરાં થયાં એટલે વાતનો અંત આવી ગયો. એક પરાવર્ત પૂરું થતાં બીજું તત્પણ ચાલુ થઈ જાય છે. એ રીતે જીવે અનાદિ કાળથી વર્તમાન કાળ સુધીમાં અનંત પુગલ પરાવર્ત કર્યા છે. આઠ પ્રકારના પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કોઈને તરત ન સમજાય એવું છે. એ માટે ઉદાહરણ તરીકે મેં નીચે આપેલી રમતો ઉપયોગી થઈ પડશે. ૨મત-૧ ઊભી અને આડી લીટીઓ દોરીને ઊભાં દસ અને આડાં દસ-એ રીતે ગણતાં કુલ 100 ખાનાં કરવાં. એ દરેક ખાનામાં અનુક્રમે 1 થી ૧૦૦ની સંખ્યા લખવામાં આવે. હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી 100 સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી 1 થી 100 સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠી નીકળતી જાય તેમ તેમ રમત રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે. આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય. આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ વ્યક્રમ અથવા ક્રમ-ઉત્ક્રમ પરાવર્તન છે. એને સ્થૂલ અથવા બાદર પરાવર્તન કહી શકાય. ૨મત-૨ હવે એ જ પ્રમાણે 1 થી 100 સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા 2010_03 Page #337 -------------------------------------------------------------------------- ________________ 3 28 જૈન ધર્મના પુષ્પગુચ્છ કાગળ ઉપર ચોકડી કરવાની છે, પણ કોથળીમાંથી જ્યારે નંબર 1 નીકળે ત્યારે જ ચોકડી કરવાની. ત્યાર પછી જ્યારે નંબર 2 નીકળે ત્યારે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડાવાળી સોગઠી નીકળે તો તેની ચોકડી નહિ કરવાની. હવે એક કોથળી પૂરી થઈ, પણ થોડાક જ આંકડા ઉપર અનુક્રમે ચોકડી થઈ શકી છે. એટલે રમત આગળ લંબાવવા એ બધી સોગઠીઓને કોથળીમાં પાછી મૂકી દઈને હલાવીને ફરીથી સોગઠીઓ એક પછી એક કાઢવાની. એમાં આગળ કરેલી ચોકડીઓમાં અનુક્રમે જ આગળ વધવાનું. આ કોથળી પૂરી થતાં બીજા કેટલાક નંબરમાં અનુક્રમે આગળ વધાશે. ત્યાર પછી ત્રીજી વાર, ચોથી વાર, એમ અનુક્રમે કોથળીમાંથી ફરી ફરી સોગઠીઓ કાઢવાની અને એમ કરતાં 1 થી 100 સુધીના આંકડા ઉપર અનુક્રમે બધી જ ચોકડી થઈ જાય ત્યારે એક પરાવર્તન થાય. આ પરાવર્તન ક્રમથી થયું છે. એમાં બે ત્રણ વાર કોથળી ફરીથી ભરીને કાઢવાથી ચોકડી પૂરી કરવાનું કાર્ય નહિ પતે. ઘણી બધી વાર કરવું પડશે. કોઈવાર પંદર-વીસ કોથળીથી પરાવર્તન પુરું થાય અને ન થાય તો છેવટે સો વાર કોથળી ભરવાથી તો એ અવશ્ય પૂરું થશે જ. આ પ્રમાણે થયેલું પરાવર્તન ક્રમથી થયું છે એમ કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. રમત નં. 3 આગળ પ્રમાણે જ 1 થી 100 ખાનામાં અનુક્રમે આંકડા લખવા. પણ એવા નંબરવાળા ચાર કાગળ સાથે રાખવા. એક લાલ રંગનો, એક વાદળી રંગનો, એક લીલા રંગનો અને એક કેસરી રંગનો. ચાર બાજુવાળી ચોરસ સોગઠીમાં પ્રત્યેક બાજુ અનુક્રમે લાલ, લાદળી, લીલો અને કેસરી રંગ રાખવો. દરેક રંગ ઉપર 1 થી 100 માંથી કોઈ એક આંકડો લખેલો હોવો જોઇએ. જરૂરી નથી કે એક જ આંકડો ચારે રંગમાં એક સરખો લખેલો હોય. એ લખેલો હોઈ પણ શકે છે અને ન પણ હોય, પણ દરેક રંગમાં 1 થી 100 સુધીના આંકડા હોવા જોઇએ. હવે કોથળીમાંથી એક સોગઠી કાઢવામાં આવે. એના ઉપર લાલ રંગમાં જે આંકડો હોય તે પ્રમાણે લાલ રંગના કાગળ પરના આંકડા પર ચોકડી કરવી. એ જ વખતે એ જ સોગઠીમાં વાદળી, લીલા અને કેસરી રંગમાં જે જે આંકડા લખ્યા હોય તે પ્રમાણે તે તે રંગના કાગળના આંકડામાં ચોકડી 2010_03 Page #338 -------------------------------------------------------------------------- ________________ પુલ-પરાવર્ત 329 કરવી. આમ, 1 થી 100 સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહિ પણ અક્રમથી કે વ્યક્રમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું. એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-એ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા પૂલ પરાવર્તન થયાં. રમત નં. 4 આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર 1 થી 100 સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. અહીં તો સમજવા માટે રમતમાં આપણે 1 થી 100 સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જો કે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે. પણ એ આંકડા 1 થી લાખ, કરોડ કે અબજ સુધીના નહિ, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે. અલબત્ત, આ યુગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક “સમય' માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે–એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે. વળી આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ ગઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ-તણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તનો કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે પ્રકારના પુગલ પરાવર્તન વિશે વિગતે જોઇએ. સ્થૂલ અને સૂથમ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ' નામની કૃતિમાં કહ્યું છેઃ औदारिकवैक्रिय तेजसभाषाप्राणचित्त कर्मतया / सर्वाणुपरिणतेर्भे स्थूलोऽभूत्पुद्गलावर्तः // 2010_03 Page #339 -------------------------------------------------------------------------- ________________ 330 જૈન ધર્મના પુષ્પગુચ્છ [ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ-એ સાત વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) પૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય છે.] પુગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુદ્ગલ પરાવર્ત ગણાવવામાં આવે છે. જેમ કે (1) દારિક પુદ્ગલ પરાવર્ત (2) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત (3) તેજસ પુદ્ગલ પરાવર્ત (4) કાર્પણ પુદ્ગલ પરાવર્ત (પ) મન પુદ્ગલ પરાવર્ત (6) વચન પુદ્ગલ પરાવર્ત અને (7) શ્વાસોચ્છવાસ પુગલ પરાવર્ત. જીવે જ્યારે જ્યારે દારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે દારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશઃ દારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને દારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશઃ દારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમાવે ત્યારે સાતે વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય. જીવે જે ગતિમાં જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નરકગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુગલોને ન પરિણમાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંશી હોય તો તે વખતે તે મન વર્ગણાના પુગલોને ન પરિણમાવી શકે. એકેન્દ્રિય જીવો વચન વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પુગલ પરાવર્ત અનંત વાર કર્યા હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાતે વર્ગણાના પ્રકારના અનંત પુગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે. દારિક શરીરવાળો જીવ દારિક વર્ગણાના પુલોનું પરાવર્તન 2010_03 Page #340 -------------------------------------------------------------------------- ________________ પુગલ-પરાવર્ત કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ દારિક શરીરના નિર્માણને યોગ્ય પુગલ દ્રવ્યોને દારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મ પ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે. શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે) પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત ર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે (પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે), અભિસમન્વાગત કર્યા છે (પુદ્ગલોનો રસાનુભવ કર્યો છે), પરિયાર કર્યા છે (સર્વ અવયવોથી રસાનુભવ કર્યા છે, અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળાં) કર્યા છે, નિઃસૃત અને નિઃસૃષ્ટ પૃથક) કર્યા છે અને એ રીતે તે પુગલો આત્મા પ્રદેશોથી પૃથક્ અર્થાત્ છૂટા થયાં છે. આમ જીવ પોતાના શરીરમાં દારિક પુદ્ગલો ગ્રહણ કરીને, પરિણાવીને પછી છોડી દે છે. એમાં ગૃહીત, બદ્ધ, સૃષ્ટ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રસ્થાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહે છે: હે ગોતમ ! સૌથી ઓછાં વેક્રિય પુગલ-પરિવર્ત છે. એનાથી અનન્તગુણા વધારે વચન-પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા મન પુદ્ગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા આન–પ્રાણ (શ્વાસોચ્છવાસ) પુગલ પરિવર્ત છે. એનાથી અનંતગુણા ઔદારિક પુદ્ગલ-પરિવર્ત છે. એનાથી અનંતગુણા તેજસ્ પુદ્ગલ-પરિવર્ત છે અને એનાથી અનંતગુણા કાર્પણ પુદ્ગલ પરિવર્ત છે. બીજી બાજુ આ સાત વર્ગણાના પુલ પરાવર્તના નિવર્તના (નિષ્પત્તિ) કાળનું અલ્પબદુત્વ કેવું છે તે વિશે ભગવાને કહ્યું છે કે સૌથી થોડો નિવર્તન કાળ કાર્મણ પુદ્ગલ પરાવર્તનો છે. એનાથી તેજસ પુગલનો કાળ અનંતગુણો છે. એનાથી ઔદારિક પુદ્ગલનો કાળ અનંતગુણો છે, એનાથી શ્વાસોચ્છવાસ પુદ્ગલનો કાળ અનંતગુણો છે. એનાથી મન યુગલનો કાળ 2010_03 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ અનંતગુણો છે. એનાથી વચન પુદ્ગલનો કાલ અનંતગુણો છે અને એનાથી વિક્રિય પુદગલ પરાવર્તનનો નિર્તના કાળ અનંતગુણો છે. આ પ્રમાણે ચોદ રાજલોકમાં રહેલા સાત વર્ગણાના સર્વ પુદ્ગલ પરમાણુઓનો ઉપભોગ થતાં એટલે કે ગ્રહણ કરીને મૂકી દેતાં જે પરાવર્ત થાય તેને સ્થૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે. સંસારમાં ભ્રમણ કરતો જીવ ચૌદ રાજલોકમાં રહેલા સર્વ પરમાણુને સાત વર્ગણામાંથી અનુક્રમે એક પછી એક વર્ગણારૂપે પરિણમાવે એટલે કે ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય. જીવ પ્રથમ દારિક વર્ગણારૂપે સર્વ પુગલ પરમાણુને ભોગવે, ત્યાર પછી વેક્રિય વર્ગણા રૂપે ભોગવે, એમ કરતાં સાત વર્ગણા રૂપે અનુક્રમે ભોગવે ત્યારે સૂમ દ્રવ્ય પુદગલ પરાવર્ત થાય. જીવ યુગલ પરમાણને દારિક વર્ગણા તરીકે ભોગવતો હોય ત્યારે વચ્ચે વૈક્રિયાદિ વર્ગણારૂપે ગમે તેટલી વાર ભોગવે તે ન ગણાય. તેવી જ રીતે વૈક્રિયાદિ અન્ય વર્ગણા માટે પણ સમજવું. કેટલાક શાસ્ત્રકારો દ્રવ્ય પરાવર્તના બે ભેદ બતાવે છે : (૧) નોકર્મ દ્રવ્ય પરાવર્ત અને (૨) કર્મ દ્રવ્ય પરાવર્ત. એમાં નોકર્મ દ્રવ્ય પરાવર્તન કાળના ત્રણ ભેદ બતાવવામાં આવે છે : (૧) અગૃહીત-ગ્રહણ કાળ, (૨) ગૃહીત-ગ્રહણ કાળ અને (૩) મિશ્ર કાળ. પૂલ (બાદર) અને સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત વિશે શ્રી “પુલ પરાવર્તસ્તવમાં કહ્યું છેઃ निरवशेषलोकदेशान् भवे भवे पूर्वसंभवैर्मरणैः । स्पृशतः क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावर्तः ॥ [ચોદ રાજલોકના બધા જ આકાશ પ્રદેશોને ભવે ભવે ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પરાવર્ત થાય લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. એના પ્રત્યેક પ્રદેશને બુક્રમથી જીવ મરણથી સ્પર્શે અને એમ કરતાં બધા જ આકાશપ્રદેશોને સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય (અન્ય એક મત પ્રમાણે જીવ જન્મથી સ્પર્શ અને એમ કરતાં બધાં જ આકાશ પ્રદેશોને જન્મથી સ્પર્શી લે ત્યારે એક બાદર ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય.) 2010_03 Page #342 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ-પરાવર્ત ૧૩૩ જીવ ચૌદ રાજલોકના સમગ્ર આકાશ પ્રદેશોને પ્રત્યેકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય. કેટલાક શાસ્ત્રકારો ક્ષેત્ર પરાવર્તના બે ભેદ બતાવે છેઃ (૧) સ્વક્ષેત્ર પરાવર્ત અને (૨) પરક્ષેત્ર પરાવર્ત. સ્વક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ એક જીવ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના સાથે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર ક્રમથી એક એક પ્રદેશ અધિક અવગાહના સાથે ઉત્પન્ન થતો થતો છેવટે મહામત્સ્યની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સમગ્ર લોકાકાશના એક એક પ્રદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય. સ્થૂલ અને સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત ‘પ્રવચન સારોદ્વાર'માં સ્કૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છેઃ ओसप्पिणीह समया जावइया ते य निययमरणेणं । पुट्टा कमुक्कमेण कालपरट्टो भवे थूलो || [અવસર્પિણી (તથા ઉત્સર્પિણી)માં એના સમયોને જીવ ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય.] જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા ‘સમય’ થાય તે સર્વ સમયને ક્રમ-અક્રમથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક સ્થૂલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય. કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ ‘સમયે' મરણ પામ્યો ત્યાર પછી તે એ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમય ગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમા કે પચાસમા કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમયને અનુક્રમે સ્પર્શવા જોઈએ. આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય. સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવમાં સ્કૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છેઃ अनुभागवन्धहेतून् समस्त लोकाप्रदेशपरिसंखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्तः ॥ 2010_03 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જૈન ધર્મના પુષ્પગુચ્છ [સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગ બંધના સ્થાનોને (હેતુઓને) ક્રમ-ઉત્ક્રમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે ભાવ પુદ્ગલ પરાવર્ત થાય સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગબંધના સ્થાનોને જીવ મરણ પામતો વ્યક્રમથી સ્પર્શે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવ્રતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે. આ પ્રમાણે આઠે કર્મનાં પુદ્ગલોમાં રહેલા અસંખ્યાતા રસભેદોના પુદ્ગલપરમાણુઓને જીવ વ્યક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે બાદર ભાવ પરાવર્તન થાય અને ક્રમથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેકનાં બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા પૂલ પરાવર્ત એટલે કે વ્યક્રમવાળાં પરાવર્ત તો સૂક્ષ્મ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુદ્ગલ પરાવર્ત અનંતવાર કર્યા છે એ તો સૂક્ષ્મ જ સમજવાના છે. દિગંબર પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત ગણાવવામાં આવે છે. “સર્વાર્થ સિદ્ધિ' ગ્રંથમાં જણાવ્યું છે કેઃ तत्र परिवर्तनं पंचविधं, द्रव्यपरिवर्तन, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति । મિથ્યાત્વયુક્ત જીવ નરક ગતિનું ઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરક ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચ ગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમે ક્રમે ભોગવી ત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના આયુષ્યની ગણના કરી નથી.) ત્યારે જીવનું સંસારપરિભ્રમણનું એક ભવપરાવર્તન થયું ગણાય છે. ટૂંકમાં ચોર્યાશી 2010_03 Page #344 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ-પરાવર્ત ૩૩૫ લાખ જીવયોનિમાં પ્રત્યેકમાં જીવ ઉત્પન્ન થઈ, જઘન્ય આયુષ્યથી અનુક્રમે ઉત્તરોત્તર વધતું આયુષ્ય ભોગવીને એમ છેવટે ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે ત્યારે એક ભવપરાવર્ત પૂરો થયો કહેવાય. એવા અનંત ભવપરાવર્ત આ જીવે ભૂતકાળમાં કર્યાં છે. આમ, પુદ્ગલ પરાવર્તનો અને એના પ્રકારોનો વિચાર કરીએ તો બુદ્ધિ કામ ન કરે. કોઈકને એમ લાગે કે ખરેખર આમ થતું હશે ? વસ્તુતઃ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને અને તિર્યંચ ગતિના જીવોને લક્ષમાં રાખી પોતે પણ આ બધાં ભવચક્રોમાંથી પસાર થયા છે એનું શાંત ચિત્તે મનન કરીએ તો કંઈક અંતરમાં પ્રતીતિ અવશ્ય થાય. માત્ર પોતાના મનુષ્યભવનો વિચાર ક૨વાથી આ તરત નહિ માની શકાય. સર્વજ્ઞ ભગવાને જ્યારે શ્રી ગૌતમસ્વામીને સ્વમુખે આ પ્રમાણે કહ્યું છે ત્યારે તો એમાં અડગ શ્રદ્ધા થવી જોઈએ. કોઈને પ્રશ્ન થાય કે તો શું આ પરાવર્તનો અંત ન આવે ? અવશ્ય આવે. જો જીવનું મિથ્યાત્વ મંદ થઈ ગયું હોય અને તેનામાં અમુક ગુણલક્ષણો પ્રગટ થયાં હોય તો તે તેને હવે છેલ્લો એક પરાવર્ત કરવાનો બાકી રહે છે. એવા જીવો ચરમ (છેલ્લા) આવર્ત (પરાવર્ત)માં આવેલા હોવાથી તેઓ ચરમાવર્તી જીવ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગબિન્દુ'માં (શ્લોક ૭૨) જણાવ્યું છે : चरमे पुद्गल - परावर्ते यतो यः शुकलपाक्षिकः । भिन्नग्रन्थिचरित्री च, तस्यैवेतदुदाहृतम् ॥ [છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં વર્તતો જીવ શુકલ પાક્ષિક જાણવો. તે જ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે એ પ્રમાણે કહેલું છે.] જે જીવોને સંસા૨પરિભ્રમણમાં એક વખત પણ ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે તો તે જીવો દેશઉણ અડધા પુદ્ગલપરાવર્તમાં આવી જાય છે. ભવસ્થિતિ અનુસાર વચ્ચે કદાચ કોઈનું સમકિત ચાલ્યું ગયું હોય તો પણ તે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ભવભ્રમણ કરવાનો રહે છે. જેમ સમકિત નિર્મળ થતું જાય તેમ ભવ ઓછા કરવાના રહે. એટલે આપણે ‘શ્રી પુદ્ગલપરાવર્તસ્તવ'ના રચનાર મહાત્માએ એમાં 2010_03 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ અંતે જે પ્રાર્થના કરી છે તે જ પ્રાર્થના કરીએ नाना पुद्गल पुद्गलावलि परावर्तानन्तानहं, पूरंपूरमियचिरं कियदशं वाढं दृढं नोढवान् । दृष्टवा दृष्टचरं भवन्तमधुना भन्यार्थयामि प्रभो, तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयःश्रियं प्रापय ।। [અનેક પુગલ પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવર્ત સુધી ભમી ભમીને હે પ્રભુ! હું ઘણું દુઃખ પામ્યો છું. હવે આપને દષ્ટિવડે નિહાળવાથી ભક્તિથી પ્રાર્થના કરું છું કે મને દુઃખ (માં) થી છોડાવો. આપનું ચારિત્ર મને રુચે અને કલ્યાણરૂપી (મોક્ષરૂપી) લક્ષ્મીને હું પ્રાપ્ત કરું) 2010_03 Page #346 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ "પ્રતિમા' શબ્દ અહીં જેને પારિભાષિક અર્થમાં લેવાનો છે. દુનિયાના દરેક ધર્મમાં ગૃહત્યાગ કરી સાધુ-સંન્યાસી- ભિખ્ખું કે પાદરી બનનાર લોકોની સંખ્યા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યાના એક ટકા જેટલી હોય તો હોય, કારણ કે સાધુજીવન અત્યંત કઠિન છે. જેનોની દેશ-વિદેશમાં મળીને હાલ એક કરોડ જેટલી વસતિ ગણીએ, (થોડી વધારે પણ હોય) તો ચારે ફિરકાના મળીને જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા હાલ દસ હજાર કરતાં વધુ નથી. કદાચ ઓછી હશે. એનો અર્થ એ થયો કે કુલ વસતિના અડધા કે પા ટકા કરતાં પણ ઓછી સંખ્યા સાધુસાધ્વીઓની છે. આવી સ્થિતિ લગભગ હંમેશાં રહેવાની, કારણ કે જૈન સાધુસાધ્વીની દિનચર્યા તો સૌથી વધુ કઠિન છે. જે ધર્મમાં રહેઠાણ, ભોજન, વસ્ત્ર, વાહન વગેરેની ઘણી સગવડ સાધુઓને હોય છે તેમાં પણ ગૃહત્યાગ કરીને તથા અપરિણીત રહીને સાધુજીવન સ્વીકારનારા ઓછા હોય છે. વળી વેશથી એટલે કે દ્રવ્યથી સાધુ થવું એ એક વાત છે અને દ્રવ્યની સાથે ભાવથી સાધુ થવું અને અધ્યાત્મની મસ્તીમાં રહેવું એ તો એથી પણ વધુ દુષ્કર છે. એટલે જ ભગવાન મહાવીરે સાધુનાં મહાવ્રતો અને ગૃહસ્થનાં અણુવ્રતો એમ જુદાં વ્રતો બતાવ્યાં કે જેથી કોઈની પાસે વધુ પડતી અપેક્ષા રખાય નહિ અને કોઈ હતોત્સાહ બને નહિ. શ્રાવકનાં અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનાં વ્રતો બતાવવા ઉપરાંત જે શ્રાવકો સાધુ થઈ શકતા નથી, પણ ક્રમિક રીતે આગળ વધી સાધુની અવસ્થાની લગોલગ પહોંચવા ઇચ્છે છે એમને માટે સામાયિક, પૌષધ, ઉપધાન વગેરે નિયતકાલિક સાધુપણાની ક્રિયાઓ કરવા ઉપરાંત શ્રાવકની, ઉપાસકની અગિયાર પ્રતિમા બતાવી છે. પ્રતિમા' (પાકૃત-પડિમા') શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે “પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઇ પણ એક અવસ્થામાં સ્થિરતા. “પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે. પ્રતિમા' શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ “માપદંડ” એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો 2010_03 Page #347 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ અર્થ થાય છે. પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે. ‘પ્રતિમા’ની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે ‘નાટક સમયસાર’માં કહ્યું 268 છેઃ સંયમ અંશ જગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ; ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમા તાકો નામ. [સાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને ‘પ્રતિમા’ કહેવામાં આવે છે.] શ્રી સમન્તભદ્રાચાર્યે ‘રત્નકાંડ શ્રાવકાચાર’માં પ્રતિમાને બદલે ‘પદ’ શબ્દ પ્રયોજ્યો છે. જુઓઃ श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ॥ [ભગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે.] અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે. શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઇને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને ‘ઉપાસક-પ્રતિમા' (વાસાડિમા) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ ‘ઉપાસક પ્રતિમા’ તરીકે ઓળખાય છે. શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં આનંદ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે ‘ઉપાસક પ્રતિમા' ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા 2010_03 Page #348 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૩૯ હતા. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં લખ્યું છે: . तए णं से आणंदे समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढमं उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्चं सम्मं काएणं फासेइ, पालेइ, સોહે, તીરે;, રૂડું, મારાફ ! ત્યિારપછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી યાવત્ પહેલી ઉપાસક પ્રતિમા તેમણે યથાશ્રુત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ (સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી, તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तए णं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्यं, पंचमं, छठं, सत्तम, अट्ठमं, नवमं, दसमं, एक्कारसमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्म If wાડુ, પલડું, સોહે, તીરે, વી. મારા [ત્યાર પછી શ્રમણોપાસક આનંદ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પાર પાડી, અને કીર્તિત કરી.] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધસૂત્રના છઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दंसणं वयं सामाइअ पोसह पडिमा अबंभसचित्ते । आरंभं पेस उद्दिट्ठ वज्जए समणभूए अ ।। અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છેઃ (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પોષધ પ્રતિમા, (૫) “પતિમાં પ્રતિમા' એટલે કાયોત્સર્ગ પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (બ્રહ્મચર્ય પ્રતિમા), (૭) સચિત્ત-વર્જન પ્રતિમા, (૮) આરંભ-વર્જન પ્રતિમા, (૯) પ્રેષ-વર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટ-વર્જન પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે : 2010_03 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि विशुद्धयति विशेष त: ॥ જિ પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું] આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે. આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. પણ એમાં કેટલીક આગળ પાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળે છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્વત, બીજી પ્રતિમા બે માસ પર્વત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્વત, ચોથી ચાર મહિના માટે, પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઇએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઇએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે. 2010_03 Page #350 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૪૧ સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો પણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સ૨વાળો કરીએ તો ૧ + ૨ + ૩ + ૪ + ૫ + ૬ + ૭ + ૮ + ૯+ ૧૦ + ૧૧ = ૬૬ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઇકને આથી પણ ઘણો વધુ સમય લાગે. આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગ્દર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઇએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઇએ. દેહાસક્તિ તૂટવી જોઇએ, કષાયો મંદ થવા જોઇએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઇએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઇએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઇએ. આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પહેલી દર્શન પ્રતિમા શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગ્દર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યક્ત્વ રહેલું હોવું જોઇએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છેઃ दंसणपडिमा णेया सम्मत्तत्तस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिआ मिच्छत्तख ओसमभावा || [સમ્યક્ત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી.] પ્રતિમાધારી શ્રાવક હવે ‘દેશવિરતિ સમ્યગ્દષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલીથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે વીતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે. 2010_03 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ સમકિતના ૬૭ બોલમાં સમ્યકત્વનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યકત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિમધારી શ્રાવક સંસાર, શરીર, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોને શ્રદ્ધાન રાખે છે અને સર્વજ્ઞકથિત આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે. ત્યારપછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે બીજી વ્રત પ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે વ્રત પ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શન પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઇએ. આમાં મતાન્તર છે. આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિઃશલ્ય થઇને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, દારાસ તો જ અને પરિગ્રહ-પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિ પરિમાણ વ્રત, ભોગોપભોગ-પરિમાણ વ્રત અને અનર્થદંડવિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક , પો વધ વ્રત અને અતિથિ-સંવિભાગ વ્રત એ ચાર શિક્ષા વ્રત છે. ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવ્રત કહેવામાં આવે છે. આમ શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન કરવાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજનત્યાગનું વ્રત પણ ધારણ કરે છે. 2010_03 Page #352 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ત્રીજી સામાયિક પ્રતિમા આ ત્રીજી પ્રતિમા છે એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે તો એનું પાલન થવું જોઇએ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ समता सर्व भूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् ॥ [સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ત્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત કહેવામાં આવે છે. શ્રી બનારસીદાસજીએ લખ્યું છેઃ દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એક. જો અરિ મિત્ર સમાન વિચારે, આરત રૌદ્ર કુધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવે, સો સામાયિકવંત કહાવે. ૩૪૩ શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવાર-સાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપો૨ અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે. શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે, ‘સામાયિક પ્રતિમા'માં સામાયિક નિયમિત કરવાનાં હોય છે. દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંથ, ગચ્છ, સમુદાય વગે૨ે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફરક છે. વસ્તુતઃ આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો 2010_03 Page #353 -------------------------------------------------------------------------- ________________ ३४४ જૈન ધર્મના પુષ્પગુચ્છ સમભાવ આવ્યો, સમતા આવી અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્ત્વનું છે. ચોથી પૌષધ પ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે “પૌષધ પ્રતિમા'ને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છેઃ अट्ठमी माइ पव्वेसु सम्मं पोसहपालण।। सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ।। [પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યક્ રીતિએ પોષ વ્રતનું પાલન કરવું તે ચોથી પોષધ પ્રતિમા આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછા ચાર પૌષધ કરવાના હોય છે. શ્રત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત દિવસનો એટલે કે ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પોષધ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લોં હોય, અથવા આઠ પહર રહે, પૌષધ પ્રતિમા સોય. પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા પાંચમી પ્રતિમા “પડિમા' અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે? निक्कंपो काउसग्गं तु पुव्वुत्तगुणसंजुओ। करेइ पव्वराईसुं पंचमी पडिवन्नओ ।। [પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી.] 2010_03 Page #354 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૪૫ આ પ્રતિમાને “નિયમ પ્રતિમા પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનારે પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્કપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે. આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહિ, અધોવસ્ત્રને કચ્છ વાળ નહિ તથા પ્રતિમા વહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકચૂર્ણિમાં “રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે “સચિત્ત ત્યાગ ને પાંચની પ્રતિમા તરીકે બતાવી છે. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઇત્યાદિ શૃંગારોત્તેજક વાતચીત ન કરવી જોઇએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા સ્નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભાવૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઇએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે: (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી. (૪) પૂર્વે ભોગવેલા કામભોગોનામું સ્મરણ ન કરવું. 2010_03 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ૬ જૈન ધર્મના પુષ્પગુચ્છ (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું. (૭) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી ન બેસવું. (૮) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૯) વધુ પડતું ભોજન કરવું નહિ. ઉણોદરી વ્રત કરવું. (શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.) આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ યાવજજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છેઃ एवं जा छम्मासा एसोऽहिगओ इहरहा दिटुं । . जावज्जीवं पि इमं वज्जइ एयंमि लोगंमि ।। આ પ્રમાણે પ્રતિસાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાજજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે. આવશ્યકચૂર્ણિમા સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં રાત્રિભોજનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે, તો શ્રી બનારસીદાસે નાટક સમાચાર”માં “દિવામૈથુનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. બનારસીદાસ લખે છે: જો દિન બ્રહ્મચર્ય વ્રત પાલે, તિથિ આયે નિશિ દિવસ સંભાલે. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો ષટું, પ્રતિમા શ્રાવક અખ્યા. સાતમી સચિત્ત ત્યાગ પ્રતિમા સાતમી પ્રતિમા “સચિત્તત્યાગની છે. ૩ મહાર સત્તમી શ્રાવકે આગળની છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા ધારણ કરીને સચિત્ત આહારનો ત્યાગ કરવાનો હોય છે. સચિત્ત એટલે જીવસહિત અને અચિત્ત એટલે જીવરહિત. મૂલ, ફળ, પત્ર, ડાળી, બીજ, કદ, ફૂલ વગેરેનું 2010_03 Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૭. અગિયાર ઉપાસક-પ્રતિમાઓ અગ્નિથી પકવ્યા વિના કે અન્ય રીતે તે અચિત્ત થાય તે પહેલાં તેનું ભક્ષણ કરવું નહિ એ સચિત્ત આહાર-વર્જન નામની સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાનું પાલન સાત મહિના સુધી કરવાનું હોય છે. શ્રાવકે સાધના કરતાં કરતાં પણ લક્ષમાં રાખવું જોઈએ કે ભોજન પણ દેહનિર્વાહ અર્થે કરવાનું છે. ભોજનની આસક્તિ છૂટવી જોઇએ. ભોજનના રસનો આનંદ માણવાનું હવે ન રહેવું જોઇએ. સાધકે પાણી પણ ઉકાળેલું-પ્રાસુક વાપરવું જોઇએ. સાધુ ભગવંતો આજીવન સચિત્ત પદાર્થના ત્યાગી હોય છે અને હંમેશાં પ્રાસુક જળ વાપરતા હોય છે. આ પ્રતિમાના ધારકે સાત મહિના એવું જીવન જીવવાનું હોય છે. આવશ્યક ચૂર્ણિમાં દિવામથુનત્યાગને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમત્તભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. આઠમી આરંભવર્જન પ્રતિમા આ આઠમી પ્રતિમાધારકે આગળની સાત પ્રતિમાઓ ધારણ કરવા સાથે સળંગ આઠ મહિના સુધી આરંભનો ત્યાગ કરવાનો હોય છે. આરંભ એટલે પાપારંભ. જે પ્રવૃત્તિઓમાં પાપ થવાનો સંભવ હોય એવી સાવદ્ય પ્રવૃત્તિ શ્રાવકે ત્યજી દેવાની રહે છે. અસિ, મસિ અને કૃષિના પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે વેપારધંધો ઇત્યાદિ છોડી દેવાનાં રહે છે. અગ્નિ પ્રગટાવવો, રસોઈ કરવી, શાક લાવવું, શાક સુધારવું, કપડાં ધોવાં, વાસીદું કાઢવું ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિમાધારી શ્રાવકે સ્વહસ્તે ન કરવી જોઇએ. એથી વિકલ્પો ઘટી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત રહે છે. શ્રાવકે હવે સાંસારિક પ્રવૃત્તિઓ, ભોગપભોગો તથા અન્ય પ્રકારના વ્યવહારો ઇત્યાદિ તરફ ઉદાસીન બની, વિશેષ અંતર્મુખ થઈ, પોતાના ચિત્તને સ્વાધ્યાય, જપ, ધ્યાન ઇત્યાદિ ધર્મક્રિયામાં લગાડી દેવું જોઇએ, આત્મભાવનું ચિંતન કરવું જોઇએ અને સ્વસ્વરૂપાનુસંધાન માટે પુરુષાર્થ કરવો જોઇએ. રત્નકરંડ શ્રાવકાચાર'માં શ્રી સમન્તભદ્રાચાર્યે તથા “નાટક સમયસાર'માં શ્રી બનારસીદાસે પણ “આરંભત્યાગ'ને આઠમી પ્રતિમા કહી છે. 2010_03 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જેને ધર્મના પુષ્પગુચ્છ શ્રી સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે: જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા બની, મુગતિ વિજય રણથંભ. નવમી પ્રેષ્યવર્જન પ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્ય-વર્જન પ્રતિમા છે. શ્રેષ્ઠ એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિભાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છેઃ अवरेणवि आरंभं नवमीए नो करावए । નિવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસે-નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો. निक्खित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अतहा, सव्वत्थवि परिणवो णवरं ।। નિવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાયઃ પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધનધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ.] लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ। पुव्वोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ।। [લોકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ-મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો-પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે.] દિગંબર પરંપરામાં શ્રી સમન્નુભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે “પરિગ્રહ-ત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મમત્ત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પરદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ 2010_03 Page #358 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૪૯ ન રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વૈરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક ની પ્રતિભાધારી. દસમી ઉદિષ્ટ-વર્જન પ્રતિમા ‘દશાશ્રુતસ્કંધ' અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે “ઉદિષ્ટ-વર્જન પ્રતિમા' કહી છે. दसमीए पुणोद्दिटुं फासुअंपि न भुंजए । પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલા આહારાદિ ભલે પ્રાસુક હોય-નિર્જીવ, અચિત્ત હોય તો પણ પ્રતિમાધારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ. આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે. આવશ્યકચૂર્ણિમાં “પ્રેગવર્જન પ્રતિમાને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે “અનુમતિત્યાગ પ્રતિમાને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોનાં આરંભ-પરિગ્રહનાં કાર્યોની તથા ઘરમાં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તો પણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપો. ભોજન વગેરેમાં તે બહુ સરસ છે' અથવા અમુક વાનગી “બરાબર નથી થઈ” એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ પરકોં પાપારંભકો જો ન દેઈ ઉપદેશ, સો દશમી પ્રતિમાની, શ્રાવક વિગત કલેશ. ૧૧. શ્રમણભૂત પ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન 2010_03 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જૈન ધર્મના પુષ્પગુચ્છ હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અસ્ત્રાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપત્રીય શ્રમણોપાસાય fમક્ષ જ્ઞ | (પ્રતિમાધારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે “ધર્મલાભ' બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ' બોલવાનું હોતું નથી, કારણકે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છેઃ एकारसीसु निस्रसंगो धरे लिंग पडिग्गहं । कयलोओ सुसाहुच्च पुव्वुत्तगुणसायरो ।। [પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સઘળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તમ સાધુની જેમ નિઃસંગ બનીને અર્થાત ઘર, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેષ ધારણ કરે અને મસ્તકે લોચ કરે.] દિંગબર પરંપરામાં શ્રી સમતભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે આ અગિયારમી પ્રતિમાને “ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં શ્રમણભૂત પ્રતિમા” જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે (ખંડવસ્ત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય). આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ-ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છેઃ જો સૂછંદ વરતે તજ ડેરા, મઠ મંડપમેં કરે બસેરા; ઉચિત આહાર, ઉદ્દેડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી. શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કા કરવામાં આવ્યા છે-ક્ષુલ્લક અને એલક. ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવસ્ત્ર રાખે છે. તે કેશલોચ નહિ પણ મુંડન કરાવે છે. એલક ફક્ત લંગોટી 2010_03 Page #360 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૫૧ રાખે છે. તે પીંછી-કમંડળ સિવાય સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગી બની જાય છે. આ દશાએ પહોંચેલા શ્રાવકને હવે દેહ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. આ અગિયાર પ્રતિમા શ્રાવકે ઉત્તરોત્તર કેવી રીતે સિદ્ધ કરવી અને તે પ્રત્યેક પ્રતિમાનાં કેવાં કેવાં લક્ષણો છે એ વિશે શાસ્ત્રગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા તરફ જવા માટે જો તેવા પ્રકારના ભાવ ન હોય તો ઉત્સાહ ન રહે. એટલે જીવની આંતરિક પરિણતિ તેની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક નિશ્ચયનયવાળાઓ જેમ દરેકમાં વ્યવહાર અને નિશ્ચય એવા ભેદ પાડે છે તેમ આ અગિયાર પ્રતિમામાં પણ નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા એવા ભેદ પાડે છે. જે અગિયાર પ્રતિમાઓ બતાવી છે એને તેઓ માત્ર વ્યવહાર પ્રતિમા તરીકે ઓળખાવી તે તે પ્રતિમા અનુસાર આસક્તિનો ત્યાગ, કષાયોની મંદતા તથા સ્વરૂપમાં રમણતાને નિશ્ચય પ્રતિમા તરીકે ઓળખાવે છે. પરંતુ વ્યવહાર પ્રતિમાઓમાં એક પ્રતિમા કરતાં બીજી પ્રતિમા ભિન્ન છે એવી સ્પષ્ટ ખબર સાધકને પોતાને હોય છે અને બીજાઓ પણ તે જાણી શકે છે. પરંતુ નિશ્ચય પ્રતિમા વિશે બીજાઓને તો કશી ખબર પડતી નથી, પરંતુ જીવને પોતાને પણ પોતાના કષાયોની મંદતા ઈત્યાદિ અનુસાર હવે કઈ પ્રતિમા છે તેની ખબર પડે કે ન પણ પડે. વળી વ્યવહાર પ્રતિમામાં તો ઉપરની પ્રતિમામાંથી નીચેની પ્રતિમામાં આવતાં અથવા પ્રતિમાભંગ થતાં તરત જણાય છે, પરંતુ નિશ્ચય પ્રતિમામાં જીવ ઉપરથી નીચેની પ્રતિમાએ ઊતરી પડ્યો હોય તો પણ એ વિશે એને કદાચ ખબર પડે કે ન પડે એવું બની શકે. વ્યવહારપ્રતિમાના માપદંડ જેટલા સ્પષ્ટ છે તેટલા નિશ્ચયપ્રતિમાના નથી. વસ્તુતઃ જૈન ધર્મમાં પ્રત્યેક વ્રતાદિ આચાર-પાલનમાં દ્રવ્ય અને ભાવ એવું વર્ગીકરણ પહેલેથી આવે જ છે. એટલે પ્રતિમા ભાવપૂર્વક જ ધારણ ક૨વામાં આવે એ આવશ્યક મનાયું છે. એટલે દ્રવ્યપ્રતિમા અને ભાવપ્રતિમા પછી વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવું જુદું વર્ગીકરણ કરવાની આવશ્યકતા કેટલાકને લાગતી નથી. કેટલાક ભાવપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા વચ્ચે પણ ફરક કરે છે. આગમોમાં અને શ્વેતામ્બર તથા દિગંબર પરંપરાના પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં વ્યવહા૨પ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવા ભેદ જોવામાં 2010_03 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ જૈન ધર્મના પુષ્પગુચ્છ આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહારપ્રતિમાને ઊતરતી ગણી, તેને છોડીને માત્ર નિશ્ચયપ્રતિમાનો જ આશ્રય લે તો તે ભ્રમદશામાં રહે અને કદાચ પ્રગતિ ન કરી શકે એવો સંભવ રહે છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ પણ ખરેખર કઠિન છે. શ્રાવકવર્ગમાંથી જેઓએ બાર વ્રત ધારણ કર્યા હોય એવા શ્રાવકોની ટકાવારી પણ ઘણી જ ઓછી રહે છે. એટલે અગિયાર પ્રતિસાધારી શ્રાવક તો જ્વલ્લે જ જોવા મળે. જેઓ દીક્ષાર્થી હોય એવા અપરિણીત પુરુષો અગિયારમી પ્રતિમા સુધી પહોંચી જઈ શકે છે, પરંતુ કુટુંબપરિવારવાળા શ્રાવકો ઘણુંખરું પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધી શકતા નથી. એ માટે વ્યવસાયમાંથી પુખ્ત ઉંમરે નિવૃત્ત થયા પછી માણસ પ્રતિમાની સાધના કરવા તૈયાર થાય તો આગળ વધી શકે છે, પરંતુ ત્યારે ઘણાને શારીરિક શક્તિની મર્યાદાઓ નડે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં શ્રાવકની આ પ્રતિમાઓનું મહત્ત્વ ઘણું બધું હતું. એ કાળ એવો અનુકૂળ હતો અને શરીરનું સંઘયણ પણ એવું સશક્ત હતું. એટલે જ આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલનીપિતા શ્રાવક વગેરેએ અગિયારે અગિયાર પ્રતિમા ક્રમાનુસાર ધારણ કરી હતી. આ બધી પ્રતિમા સળંગ પૂરી કરતાં પાંચ વર્ષ અને છ મહિના લાગે અને એટલા સમયગાળામાં તો શરીર અત્યંત કુશ અને અશક્ત થઈ જાય. એટલે જ આવી રીતે અગિયારમી પ્રતિમાએ પહોંચેલા શ્રાવકને છેલ્લે સંલેખના કરીને દેહ છોડવાનો ભાવ થયા વગર રહે નહિ. વર્તમાન કાળમાં જીવનની રહેણીકરણી બદલાઈ છે અને શરીરસંઘયણ ઘટ્યું છે. એટલે પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધનારા શ્રાવકો જવલ્લે જ જોવા મળે છે. અલબત્ત કોઈક ભાગ્યશાળીઓ અગિયારમી પ્રતિમા સુધી પણ પહોંચી શકે છે. આમ છતાં આ પ્રતિમાઓ ધારણ કરવાની અને તે વહન કરવાની મુશ્કેલી ઘણી બધી છે. એટલે એમ કહેવાય છે કે સાધુ બનવું સહેલું છે, પણ સંપૂર્ણ પ્રતિમાધારી શ્રાવક બનવું કઠિન છે. ગૃહત્યાગ કરી સાધુ થનારને જે અનુકૂળતાઓ મળે છે તેવી અનુકૂળતાઓ ઘરપરિવાર સાથે રહેનાર શ્રાવકને પ્રતિમા ધારણ કરવા માટે ઘણી ઓછી મળે છે. વળી સાધુ સમુદાયમાં રહેવાથી સાધુતાનું-સંયમ, તપ-જપ, સ્વાધ્યાય તથા 2010_03 Page #362 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક-પ્રતિમાઓ ૩૫૩ આવશ્યક ક્રિયાઓનું જે વાતાવરણ મળે છે તે શ્રાવકને ઘરમાં એકંદરે મળતું નથી. આથી જ ઉપરની પ્રતિમાઓનો પ્રચાર બહુ રહ્યો નથી. બીજી પ્રતિમા તે વ્રતધારી શ્રાવકની છે. બારવ્રત ધારણ કરી એ પ્રમાણે પવિત્ર જીવન જીવનારા ઘણા શ્રાવકો જોવા મળે છે. બાર વ્રતમાં સામાયિક, પૌષધ આવી જાય છે. વળી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. કેટલાક બાર વ્રત ધારણ કરી નથી શકતા તો અમુક વ્રતના અથવા અમુક પ્રકારના નિયમોના પચખાણ લે છે. આથી જ વ્રત ઉપર જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો પ્રતિમા વહન કરવા ઉપર મૂકવામાં આવતો નથી. શ્વેતામ્બર પરંપરા કરતાં દિગંબર પરંપરામાં પ્રતિભાવહનની વાત વિશેષ થાય છે, તો પણ દસમી-અગિયારમી પ્રતિમાએ પહોંચેલા તો કોઈક જ હોય છે. આમ છતાં શ્રાવકજીવનમાં પણ ધર્મકરણી અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે. જીવે જીવનમાં આચરવા જેવી વાતો અનેક છે. એટલે ક્યાંકથી પણ શરૂઆત કરવામાં આવે તો સમય જતાં તે ઘણો આગળ નીકળી શકે છે. નાની શરૂઆત પણ મોટાં પરિણામ લાવી શકે છે. “ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત અનુસાર ધર્માર્થી-મોક્ષાર્થી ભવોભવની સાધના કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચી શકે છે. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યું છેઃ पदंपदेन मेधावी ययाऽऽरोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चरित्र-पर्वतम् ।। જિમ ડાહ્યો માણસ એક એક ડગલું ભરતો ભરતો ક્રમશઃ પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીર પુરુષો શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરતાં કરતાં અવશ્ય ચારિત્રધર્મરૂપી પર્વત પર ચઢી જાય છે.] स्तोकां गुणान समाराध्य बहूनामपि जायते । यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः ।। [આરંભમાં થોડા થોડા ગુણોની આરાધના કરીને આત્મા ઘણા ગુણોની આરાધના માટે પણ યોગ્ય બને છે. માટે ગૃહસ્થ ધર્મને પહેલો કહ્યો છે.' 2010_03 Page #363 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #364 -------------------------------------------------------------------------- ________________ 2010_03