________________
૯૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ થાય છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, જ્ઞાનરહિત નહીં પણ અહીં અલ્પતા સૂચક છે. તેથી અજ્ઞાન એટલે અલ્પ જ્ઞાન, પૂરું નહીં, અધુરુ જ્ઞાનનો અભાવ (અજ્ઞાન) કહેવાથી જીવ અજીવ થઈ જાય. જીવ જડ ન થાય. કેમકે જ્ઞાન અજીવનું નહીં; જીવનું લક્ષણ છે.
જ્ઞાનાદિ જે આવરિત થયેલાં છે તેને પ્રગટ કેવી રીતે કરવું ? જે મૂળભૂત સત્તામાં હોય તે જ પ્રગટ થાય. બહારથી તે લાવી ન શકાય. વાદળો ખસતાં જેમ સૂર્ય ઝળહળી ઉઠે છે તેમ આવરણો હઠતા મૂળમાં જે હતું તે પ્રગટ થાય છે, દૃષ્ટિગોચર થાય છે, ન હતું અને આવ્યું તેવું નથી. આવરણો હઠતાં કર્મો નષ્ટ થતાં જાય અને આત્મા શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ મુક્ત થઈને રહે.
આ માટેની કઈ પ્રક્રિયા છે. તે માટે આરાધના, વ્રત, નિયમ, પચ્ચકખાણ, તપ, જપ, ભક્તિ, ધ્યાનાદિ દ્વારા ઉત્તરોત્તર આત્માના ગુણો જેમ જેમ પ્રગટતાં જાય, ઝળહળતાં જાય, પ્રકાશિત થતાં રહે જે “સિદ્ધાણં બુદ્ધાણં' પ્રમાણે પરંપરા થાય જેથી ગુણસ્થાનકોની ૧૪ પગથિયાંની સીડી ચઢ-ઉતર કરતાં છેવટે ૧૩૧૪ સયોગી(૧૩) અયોગી(૧૪) પગથિયા પર ચઢતાં આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સચ્ચિદાનંદ સ્વરૂપ જે સ્વસંવેદ્ય છે,જે અનભિલાષ્ય છે, જે વર્ણનાતીત છે; તે કક્ષાએ નિત્ય, નિરંતર સાશ્વત અવ્યાબાધ સુખાનુભાવ થકી આત્મા અમર, અજર થાય છે જે માટે શ્રી નમુત્થણ કે શક્રસ્તવમાં કહ્યું છે કે -
અપ્પડિહયવર-નાણદંસણધરાણ, તિજ્ઞાણ, તારયાણ, બુદ્ધાણં બોતિયાણ, મુત્તાણ, મોઅગાણ, સવલૂણ, સવદરિસીણં, સિવમયલમરૂઅમરંત મમ્બયમવા બાહમપુણરાવત્તિ સિદ્ધિગઈ નામધેય ઠાણ સંપત્તાણ'.
આ સિદ્ધગતિ કલ્યાણકારી, અચલ, રોગાદિ રહિત, અનન્ત (અંત વગરની એટલે કે શાશ્વત), અક્ષય, વ્યાબાધા રહિત જ્યાંથી ફરી સંસારમાં ફરી પાછા ચારે ગતિના ચક્રાવામાં ઘુમવાનું નથી, તેવી સિદ્ધગતિ આત્માની થાય છે. આવા પ્રકારનું કેવળજ્ઞાન ૧૩-૧૪ પગથિયે ૪ પ્રકારના ધ્યાનમાંથી ૧-૨ ને ઓળંગી ત્રીજામાં પ્રવેશતાં પ્રાપ્ત કરે છે. તે સાથે શું શું પામે ? તે ક્યારે પ્રાપ્ત કરે, કેવી રીતે તેની રીતરસમ પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યશ્રી તત્ત્વાર્થસૂત્રમાં આમ જણાવે
છે :
“મોહ ક્ષયાત્ જ્ઞાનદર્શનાવરણાન્તરાય ક્ષયાએ કેવલમ્' એટલે કે ચારે ઘાતી કર્મોના ક્ષયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વાતને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org