________________
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
૩૪૯
ન રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ
જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વૈરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક ની પ્રતિભાધારી.
દસમી ઉદિષ્ટ-વર્જન પ્રતિમા ‘દશાશ્રુતસ્કંધ' અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે “ઉદિષ્ટ-વર્જન પ્રતિમા' કહી છે.
दसमीए पुणोद्दिटुं फासुअंपि न भुंजए ।
પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલા આહારાદિ ભલે પ્રાસુક હોય-નિર્જીવ, અચિત્ત હોય તો પણ પ્રતિમાધારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ.
આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે.
આવશ્યકચૂર્ણિમાં “પ્રેગવર્જન પ્રતિમાને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે.
શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે “અનુમતિત્યાગ પ્રતિમાને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોનાં આરંભ-પરિગ્રહનાં કાર્યોની તથા ઘરમાં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તો પણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપો. ભોજન વગેરેમાં તે બહુ સરસ છે' અથવા અમુક વાનગી “બરાબર નથી થઈ” એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ પરકોં પાપારંભકો જો ન દેઈ ઉપદેશ, સો દશમી પ્રતિમાની, શ્રાવક વિગત કલેશ.
૧૧. શ્રમણભૂત પ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org