________________
સર્વાર્થસિદ્ધ વિમાન
૧૪૫
પૂર્વધરો કે નવ રૈવેયકમાં જનારો જીવ જો મિથ્યાત્વથી કલુષિત હોય તો તે પ્રથમ ગુણસ્થાનકે પણ ગબડી પડે. ચૌદ પૂર્વના જાણકારને એક અક્ષર વિષે પણ મિથ્યાત્વ હોય તો ઉન્નતિના શિખરેથી અવનતિની ગર્તામાં ગબડે. તેથી ભગવાન મહાવીર સ્વામીએ સમવસરણમાં કહ્યું છે કે “પડિવાઈ અનંતા.”
કર્મવશાત્ સંસારમાં ભટકી રહેલો આત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં ભમે છે. દેવોને સુખ ઘણું પણ ચારિત્ર હોતું નથી. બે ઘડીનું સામાયિક પણ ન કરી શકે. સર્વવિરતિ ચારિત્ર તો નહીં જ. નારકીની જેમ અવધિજ્ઞાન જન્મથી હોય પણ ચારિત્રના અભાવે ૩૩ સાગરોપમ સુધી એકાવતારી રહેવું પડે. પછી જ એક ભવ બાદ મોક્ષ. નાકરીના જીવ અત્યંત દુઃખી હોવાથી ચારિત્રપરિણમી નથી થતા. તિર્યંચોને ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે સહન કરવાનું હોવાથી ચારિત્ર સો ગાઉ દૂર હોય. સંજ્ઞિ પંચેન્દ્રિયોને નિમિત્તવશાત્ જાતિ સ્મરણાજ્ઞાન થાય, તેમ અવધિજ્ઞાન પણ થઈ શકે, છતાં ચારિત્ર નથી પામતા. છેવટે મનુષ્યને ચારિત્ર હોવાથી કેવળજ્ઞાન સુધીની મંજિલ તે પાર પાડી શકે છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે:
ચારિ પરમગાણિ દુલહાણીહ તૂણો ! માણસ સુઈ સદ્ધ સંજમમિ વીરિયમ્ | સંસારમાં મનુષ્યત્વ, શ્રુતિ (શાસ્ત્રશ્રવણ), શ્રદ્ધા અને સંયમ વિષે સુપુરુષાર્થ અત્યંત આવશ્યક સાધન સામગ્રી છે. પાંચ અનુત્તરવાસી દેવો સમકિતી હોવાથી જ અહીં સુધી આ શ્રેષ્ઠ સાધનાથી ઉર્ધ્વલોકે આવ્યા.
દુનિયાના કયા ભાગમાંથી ઉપર જઈ શકાય ? દેવલોક તો ચૌદ રાજલોકમાં છે. ચૌદ રાજલોક કેડે હાથ રાખી ઊભેલા માણસ જેવો છે. પહેલા રાજલોકના પરિમિત ક્ષેત્રમાં વલયાકારો એક દ્વીપ પછી સમુદ્ર, ફરી દ્વીપ-સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. દીપથી બમણો સમુદ્ર પછી તેથી બમણો દ્વીપ એમ બમણા-બમણા અસંખ્ય દીપ-સમુદ્રો છે. અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ છે. એક એકથી બમણા છે. પરંતુ પ્રથમના દીપ-સમુદ્રોમાં જ મનુષ્યોની વસતિ, ક્ષેત્ર છે. તેની બહાર તિર્યંચ ગતિના પશુ-પક્ષીઓ જ રહે છે. જળચરની બહુલતા છે. આ અઢી દીપ-સમુદ્રોનું પરિમિત ક્ષેત્ર મનુષ્ય લોક છે જ્યાંથી સિદ્ધશિલા સુધી જઈ શકાય. આ ક્ષેત્રની પહોળાઈ ૪૫ લાખ યોજનની છે. સિદ્ધશિલા પણ તેટલી છે. કેમ કે આ ક્ષેત્રમાંથી જ મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. અઢી દ્વિીપમાં ૧૦૧
Dan Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org