________________
૧૪૬
જૈન ધર્મના પુષ્પગુચ્છા ભૂમિઓ આમ છેઃ ૧૫ કર્મ ભૂમિ, ૩૦ અકર્મ ભૂમિ અને ૫૬ અંતર્ધ્વપ. અત્રે પણ ૧૫ કર્મ ભૂમિમાંથી જ સિદ્ધ થઈ શકાય. તે માટે સર્વવિરતિ ચારિત્રથી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચવું પડે. તે વિના મોક્ષ સો ગાઉ દૂરનો દૂર રહે. તે ક્યારે લઈ શકાય ? જ્યારે આત્મા સંસારની અસારતા સમજી વિચારી બને, ભવભ્રમણથી અત્યંત ખેદ પામેલો હોય, વિનયાદિ ગુણોયુક્ત હોય તેને યોગ્ય ગણવો. તે ધારણ કરનારને સાધુ, અણગાર, ભિક્ષુ, યતિ, સંયત્તિ, પ્રવ્રજિત, નિગ્રંથ, શાંત, દાંત, મુનિ, તપસ્વી, ઋષિ, યોગી, શ્રમણ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાં પ્રશ્નશુદ્ધિ, કાલશુદ્ધિ, ક્ષેત્રશુદ્ધિ, દિશાશુદ્ધિ અને વંદનાદિ પાંચ પ્રકારની શુદ્ધિ જાળવવાની હોય છે. ત્યારબાદ પાંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન ત્યાગ કરવો આવશ્યક છે.
ગુણસ્થાનક પર ક્રમિક ચઢતા જ રહેવું જોઈએ. અહીં ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ ૧૦મેથી ૧ મે, ૧૩, ૧૪મે ગુણસ્થાનક સુધીનો પંથ કાપે ત્યારે મોક્ષનું દ્વાર ખૂલે. પાંચ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમ સુધી સમકિતને નિર્મળ સુદ્રઢ કરી મોક્ષ મહેલમાં પ્રવેશ થાય ત્યાં સુધી ક્રિયાકલાપ-સાધના વગેરે કર્યા જ કરે. તેથી ગુણસ્થાન ક્રમ સમજી જે સાધકો ઉત્તરોત્તર ઊંચા ગુણઠાણે ચઢતા જ રહે તેઓ અનંત, અવ્યાબાધ સુખના ધામરૂપ મોક્ષમહેલમાં બિરાજી શકશે.
ક્યા ક્ષેત્રમાંથી જઈ શકાય ? ૧૪ રાજલોકમાં જે ૧ રાજલોક પહોલી નળિકા છે કે જેમાં ભરત, ઓરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે તેમાંથી જ મોક્ષ જઈ શકાય. અન્યત્રથી નહીં જ.
અહીંથી કયા કાળે જઈ શકાય ? મહાવિદેહ ક્ષેત્રમાં કાળનો બાધ નથી. હંમેશા મોક્ષના દ્વાર ખુલ્લાં જ છે; જ્યારે બીજા બે ક્ષેત્રમાં માત્ર અવસર્પિણી અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં જ જઈ શકાય. ૨૦ ક્રોડાક્રોડ સાગરોમાંથી આટલા થોડા સમયમાં જ જઈ શકાય!
કહ્યું છે કે “ભાવે ભાવના ભાવતાં ભાવે કેવળજ્ઞાન' છેવટે આ ઉચ્ચ કક્ષાની ભાવના દિલમાં સતત દિલમાં રમતી જ હોવી જોઈએ. તેથી આત્મારૂપી દ્રવ્ય, મોક્ષગામી ક્ષેત્રોમાંથી, યોગ્ય કાળે જ, શુભ ભાવનાથી મોક્ષનો અતિથિ (ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org