________________
સર્વાર્થસિદ્ધ વિમાન
૧૪૭. તિથિ તે અતિથિ) બને કેમકે તે માટે કોઈ સુનિશ્ચિત તિથિ ન હોઈ શકે.
આન્ય પ્રસંગ જરા જોઈએ, વિચારીએ. ઋષભદેવ ભગવાનને ભરત ચક્રવર્તીએ સમવસરણમાં પૂછ્યું કે અત્યારે અહીં કોઈ ભાવી તીર્થંકર થનારનો જીવ છે? પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે આ તારો પૌત્ર તે થશે. ત્યારે નયસાર જે સાધુ થઈ ત્રિદંડી થયેલા છે તેને વંદન કરી કહ્યું કે હું આ તારા નવીન વેશને વંદન નથી કરતો પણ ભાવી તીર્થકર થનારો તારો આત્મા છે તેથી હું તને વંદન કરું છું.' તેવી રીતે ભલે આપણે બધાં અત્યારે ભરત ક્ષેત્રના પાંચમા આરામાં હોઈએ પરંતુ અહીંથી કેટલાંક મહાવિદેહમાં જશે કે જ્યાં સતત ચોથો આરો જ પ્રર્વત છે, અને જ્યાં ૨૦ વિદ્યમાન તીર્થકરોનું અસ્તિત્વ છે. તેમ કોઈ જીવ પરંપરાએ અહીં સુધી આવે તે માટે રાઈ તથા દેવસિય પ્રતિક્રમણની એક ગાથા વિચારીએ: સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણ પરંપરયાણ | લોઅગમવર્ગીયાણં નમો સવ સિદ્ધાણં |
અહીં વિચરી રહેલા કેટલાંક ભદ્ર પરિણામી જીવો પરંપરયાણું હોઈ ભવિષ્યમાં લોકાગ્યે પહોંચી પારગયાણ સુધી સફર સફળ કરશે. તેમને ભાવથી વંદન કરીએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org