________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે
પ્રત્યેક જીવે અનંતાનંત પુલ પરાવર્તકાળ વ્યતીત કર્યા છે. જ્યારે જીવ અર્ધપગલાવર્તકાળથી ન્યૂન સમયમાં મિથ્યાત્વ (મોહનીયાદિ)ને મંદતમ કરે ત્યારે બોધિની પ્રાપ્તિ થકી સમકિતાદિ મળે છે.
આ કાળમાં જીવે સૂક્ષ્મ તેમજ બાદર ગણના પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અનુક્રમે વિશિષ્ટ રીતે સ્પર્શ કરવાનો હોય છે. આની ગણતરી કરીએ તો આંખે અંધારા આવી જાય ! દરેક જીવે આ રીતે ચાર ગતિ, ૨૪ દંડક તથા ૮૪ લાખ યોનિમાં અકથ્ય સમય પસાર કર્યો છે. નિગોદના જીવોના મુખ્ય બે વિભાગો છેઃ શુકલપક્ષ કે વ્યવહાર રાશિ અને કૃષ્ણ પક્ષ કે અવ્યવહાર રાશિ. તેમાંથી કોઈ સિદ્ધ પુરુષ સિદ્ધત્વ મેળવે છે તેના પ્રતાપે કોઈ પુણ્યશાળી જીવ જેના તથાભવ્યત્વનો પરિપાક થવાનો હોય તેવાં જીવો શુકલપક્ષમાં આવી શકે છે. પરંતુ તેવા જીવો કાળજી ન રાખે તો ફરી પાછા નિગોદમાં પહોંચી જાય ! આવા જીવોએ હવે બહાર નીકળવા પોતે જાતે સ્વપ્રયત્ન કરવો જ રહ્યો. હવે તેણે પૂર્વનો લાભ ગુમાવી દીધો છે.
જે ભાગ્યશાળી જીવ પ્રયત્ન કરી આગળ વધે તેવાં જીવો પ્રથમ ગુણસ્થાનકે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાને આવે. અહીં સમજવા જેવી વાત એ છે કે ૧૪ પગથિયાંની મોશે પહોંચવાની સીડીનું આ પહેલું પગથિયું છે. મિથ્યાત્વ એટલે વીતરાગ પ્રભુની વાણીથી અલ્પ, અધિક, વિપરીત શ્રદ્ધ, પ્રરૂપે અને સ્પર્શે, જેના પરિપાકે ગતિ, દંડક અને યોનિમાં ભટકવું, કૂટાવું, રખડવું પડે. આને અજ્ઞાન, અલ્પજ્ઞાનની અવસ્થા કહી શકાય. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં પરંતુ ઓછું જ્ઞાન. જ્ઞાનનો અભાવ હોય તો ચેતન અને અચેતન, જીવ અને અજીવમાં ભેદ ન રહે. આ પ્રથમ સોપાને ચઢેલો જીવ ક્રમિક ઢંગે પ્રગતિના પંથે પ્રયાણ આદરતાં છેવટનું ૧૪ મું સોપાન પ્રાપ્ત કરી શકે. આ પ્રથમ પગથિયેથી મોક્ષ ખૂબ દૂર છે. જેની કોઈ સંખ્યામાં ગણતરી કરવી અશક્ય છે. એ સંખ્યા અકથ્ય હોઈ શકે છે.
જે જીવ બીજે સાસ્વાદન ગુણસ્થાને આવ્યો છે તે કંઈ ચઢે તો આવે એવું પગથિયું નથી. આ પગથિયું પડતાનું છે. ૧૧ મે ગુણસ્થાને જે જીવ ઉપશમ શ્રેણિ ૮મા પગથિયાથી ચઢી ચૂક્યો છે તે જીવની ઉપશમાવેલી પ્રકૃતિ ફરી ઉદય પામે, કારણ કે તેનો ક્ષય નથી કર્યો. રાખથી ઢંકાયેલા દેવતા સમાન છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org