________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોશ પામે
૧૪૯ પવનનો સપાટો આવે તો રાખ ઊડતાં દેવતા ફરી પ્રજવલિત થાય તેમ ઉપશમાવેલી પ્રકૃતિ પ્રાદુર્ભાવ પામે ત્યારે તે જીવે નક્કી પડવું પડે છે અને પડતાં તેવો જીવ, ત્રીજે, બીજે, પહેલે કે નિગોદ સુધી પણ પહોંચી જાય તો નવાઈ નહીં. આને સાસ્વાદન ગુણસ્થાનક શા માટે કહે છે તે જરા વિચારીએ. જેવી રીતે દૂધપાકનું ભોજન કર્યા પછી કોઈને ઊલટી થઈ જાય તો તે ખાધેલાનો સ્વાદ જીભ પર રહી શકે છે. સ્વાદ હોવાથી સાસ્વાદ. જેવી રીતે ઝાડ પરથી તૂટેલું ફળ હજી પૃથ્વી પર પટકાયું નથી તો તે અદ્ધર હોય તેમ પ્રકૃતિ જે દાબી રાખી હતી તે પુનઃ ઉદિત થતાં સમકિતથી પતન થયું તેથી તેને સાસ્વાદન એટલે એકવાર જેણે સમકિતનો કંઈક સ્વાદ ચાખ્યો છે તેથી તેને સાસ્વાદન ગુણઠાણું કહે છે. આવો જીવ કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી થઈ અર્ધપુદ્ગલાવર્તથી દેશઉણા સમયે સંસારનો પાર પામે છે.
ત્રીજું સ્થાનક તે મિશ્રગુણસ્થાનક છે. અહીં મિથ્યાત્વી જીવ સમ્યકત્વાભિમુખ તો થયો, પણ પામી ન શક્યો. જેવી રીતે શિખંડ ખાતાં કંઈક મીઠો કંઈક ખાટો સ્વાદ લાગે તેમ ખટાશની જેમ મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યકત્વ હોય તેમ મિશ્રપણું રહેતું હોવાથી, મિથ્યાત્વ અને સમ્યકત્વનું બનેલું મિશ્રપણું રહે છે. આવો જીવ સર્વ ધર્મોને સરખો માને કેમકે તેવો જીવ સૂક્ષ્મતા તારવી શકતો ન હોવાથી મિશ્ર સ્થિતિ પામેલો છે. આવો જીવ પણો દેશઉણા અર્ધપુદ્ગલપરાવર્તમાં સંસારનો પાર પામી જાય છે.
ચોથું અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક. અહીં પહોંચેલો જીવ અનંતાનુબંધી ચાર કષાયો તથા દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ જેવી કે સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ ૭નો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ અને સુધર્મ પર શ્રદ્ધાન્વિત થઈ સાધુ વગેરે ચારે તીર્થનો ઉપાસક બને અને પહેલાં આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ, (૩) ભવનપતિ, (૪) વાણવ્યંતર, (૫) જ્યોતિષી, (૬) સ્ત્રીવેદ અને (૩) નપુંસકવેદ એ ૭નું આયુષ્ય ન બાંધે જેથી ત્યાં જન્મે નહીં, પરંતુ જો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે ભોગવી ઉચ્ચ ગતિને પામે છે.
પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક પૂર્વોકત સાતે પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્કનો ક્ષયોપશમ કરે અને શ્રાવકના ૧૨ વ્રત, ૧૧ પડિમા (પ્રતિમા), નવકારશી, છમાસી તપ વગેરે ધર્મક્રિયામાં શક્તિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org