________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ કષાયોની ભયંકરતા અણુબોંબ કે અણુશસ્ત્રો કરતાં પમ વધારે નુકશાન કરે છે.
જે અક્લિએ ચરિત્ત કેસૂણાએ પુલ્વકોડીએ | તે પિ કસાઈયચિત્તો હારેઈ નરો મુહૂત્તેણં ||
ન્યૂન એવા ક્રોડપૂર્વ સુધી ચારિત્રનું પાલન કરી જે કમાણી કરી હોય તે કષાયિત ચિત્તવાલો મનુષ્ય બે ઘડીમાં જ હારી જાય છે. કષાયોવાળા અધ્યવસાયોથી સ્થિતિ અને રસનો બંધ પડે છે. કષાયોની અસર વિચારો પર પડે છે, તેથી આત્મા ધમાધમ કરે છે. કષાયોની અસર જેટલી ઓછી તેટલી આત્માની મલિનતા ઓછી.
જેવી રીતે તાવ માપવા માટે થર્મોમિટર હોય છે તેવી રીતે જૈનદર્શનમાં આત્મિક ગુણો જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્રના વિકાસના ક્રમિક વિકાસ દર્શાવવા માટે ચોદ પગથિયાની સીડીની કલ્પના કરવામાં આવી છે. આ સીડીને ગુણસ્થાનક કે ગુણસ્થાન કે ગુણઠાણ કે ગુણઠાણ દર્શાવનારી સીડી તરીકે ઓળખાય છે. આ સીડીનું પહેલું પગથિયું મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે. અહીં આત્માને રાગદ્વેષનાં ગાઢ પરિણામ હોય છે. તો પછી તેને ગુણસ્થાન કેમ કહેવાય ? અહીં આત્માના જ્ઞાનાદિ ગુણોનો આંશિક જ વિકાસ થયો હોય છે; નહીંતર જડ ચેતન તેનો ભેદ કેવી રીતે શક્ય બને ? આત્મવિકાસની ખરી શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે. અહીં મિથ્યાત્વ જાય એટલે સમ્યકત્વ આવે. પાંચમે ગુણસ્થાનકે અવિરતિનો અમુક અંશ ઓછો થાય એટલે દેશવિરતિ આવે. છઠ્ઠ ગુણસ્થાનકે અવિરતિ પૂરેપૂરી જાય એટલે સર્વ વિરતિ આવે. સાતમે ગુણસ્થાને પ્રમાદનો પરિહાર થાય ત્યારે આત્મામાં જાગૃતિ આવે. આઠમો ગુણસ્થાન પામેલો જીવ સંયતાત્મા હોઈ આગળ વધતાં નવમા ગુણસ્થાનકે આવે. અહીં બધાં આવેલાં જીવોના અધ્યવસાયો સરખા હોય છે, કષાયો અહીં દશમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર હોય છે. આત્મા સ્થળ કષાયોથી સર્વથા નિવૃત્તિ પામ્યો હોય પણ સૂક્ષ્મસંપરાય એટલે સૂક્ષ્મ કષાયોથી મુક્ત હોય તે આત્માની અવસ્થા એટલે સૂક્ષ્મ સંપરાયગુણસ્થાન છે.
કષાયો દશમા ગુણસ્થાન સુધી આત્માને છોડતા નથી, અહીં લોભ કષાયનું જોર વધારે હોય છે. તેને દૂર કરવા ભારે પુરુષાર્થ કરવો પડે છે. મહર્ષિ કપિલની કથા આનું ઉદાહરણ છે. લોબ ક્રમિક વધતો જ ગયો, આખું રાજ્ય માગી લીધું અને છેવટે સાચું ભાન થતાં બધું જ છોડી દીધું ને ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org