________________
કર્કશ કષાયોનો કંકાશ
બારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થયું હય. અનંતાનંત વર્ષોથી જેનું વર્ચસ્વ હતું તે દૂર થતાં કેવો આનંદ થાય? આ કક્ષાના આત્માને વીતરાગી કહેવાય.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં જીવ ચોથા ગુણસ્થાનકે પહોંચે છે. અપ્રત્યાખ્યાતીય ચાર કષાયોને ક્ષયોપશમ પાંચમા ગુણસ્થાનકે થાય છે. પ્રત્યાખ્યાની ચાર કષાયોને ઉપશમ કો ક્ષયોપશમ કે ક્ષય માટે જીવ ચઠ્ઠા, સાતમા ગુણસ્થાને શુદ્ધિ વધારે છે. આઠમા ગુણસ્થાન કે સંજ્વલન લોભ સિવાયની બાકીની સર્વ કષાય-નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય કરે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ શ્રેણિમાં આગળ વધી છેલ્લાં સમયે સંજ્વલન લોભના ઉદયને અટકાવે છે. આ શ્રેણિમાં ઉપશમક જીવ અગિયારમા ઉપશાંત મોહગુમસ્થાનકથી પાછો પડે છે; જ્યારે ક્ષપક જીવ ૧૧મું ગુણસ્થાનક ઓળંગી ૧૦માંથી સીધો ૧૨માં ગુણસ્થાને આવે છે.
ગુણસ્થાનકની સમકક્ષ આત્માના વિકાસની પદ્ધતિને આઠ દૃષ્ટિમાં વિભક્ત કરાઈ છે. પર્થમ અને દ્વિતીય દૃષ્ટિમાં જે યમનિયમાદિ થાય છે તે ઓઘ સમજવા. પંચમ દૃષ્ટિમાં યમનિયમ સમ્યમ્ જ્ઞાનપૂર્વક અતિવિશુદ્ધ હોય છે. તેનાથી દેશવિરતિ-સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે. જે અનુક્રમે પંચમ અને છઠું ગુણસ્થાનક હોય છે. સર્વવિરતિમાં વર્તતા જ્યારે અપ્રમાદ ગુણ પ્રાપ્ત થાય છે ત્યારે સપ્તમ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં જીવ જ્યારે આવે છે ત્યારે તે સાતમાં ગુણસ્થાનમાં વર્તે છે. અહીં તેના બાહ્યાચારો ક્રિયા, અનુષ્ઠાનો એવાં શુદ્ધ થઈ જાય છે, પુણ્યાનુયોગ થાય છે જેથી તે કર્મો ભોગવે છતાં પણ આસક્તિ ન હોવાથી ભોગ ભોગવતો હોવા છતાં પણ આગળ ને આગળ પ્રગતિ કરતો જાય છે. કષાયોને જે ઉદીપન કરે તેને નોકષાય કહે છે. નવ નોકષાયો દ્વારા ચાર કષાયો કાર્યાન્વિત થાય છે. તે પણ પરિહરવા લાયક છે. મુહપત્તિના પડિલેહણમાં તેમાંથી છનો ઉલ્લેખ આપણે આ રીતે કરીએ છીએઃ હાસ્ય, રતિ, અરતિ પરિહરું, ભય, શોક, દુગૂંચ્છા પરિહરું. ચાર કષાયો જો પ્રધાન ગણાય તો નોકષાય ગૌણ ગણાય. અનંતાનુબંધી કષાય સંસારની વૃદ્ધિ કરે છે. તે જીવન પર્યંત રહે છે. નરકગતિમાં લઈ જાય, સમકિતની પ્રાપ્તિ ન થવા દે. જો તે હોય તો તે જતું રહે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org