________________
કર્કશ કષાયોનો કંકાશ
કષાયો અત્યંત ભયંકર બીના છે. તેનાથી જીવની ભયંકર બરબાદી થાય છે. જીવનાં જે શુદ્ધ સ્વરૂપને કલિષિત કરે, હાનિ કરે તેને કષાય કહેવાય. કષ એટલે સંસાર, અને આય એટલે લાભ કે પ્રાપ્તિ. જેનાથી સંસારમાં ખેંચાવાનું થાય, પડવાનું થાય; મૂળ સ્વભાવ કે ગુણોનો ક્ષય થાય. હ્રાસ થાય તેને કષાય કહેવાય. કષાયના લીધે સંસારની વૃદ્ધિ થાય. આ કષાયના ચાર પ્રકારો છે: ક્રોધ, માન, માયા અને લોભ. શાસ્ત્રકારોએ તેને ભયંકર અધ્યાત્મદોષો કહ્યા છે. “કોહચ માણં ચ તહેવ માય, લોભે ચઉત્ય અક્ઝવૈદોસા !'
આ દરેક ચાર કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એવા ચાર પ્રકારો પડે છે. આ સોળ પ્રકારના કષાયોને જન્મ આપનાર નવ નોકષાયો છે, જેવાં કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ, અત્ર વેદ શબ્દનો અર્થ કામ સંજ્ઞા Sexual Instict સમજવી.
કષાયો કર્મબંધનું પ્રબળ કારણ હોઈ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપ્યો છે. ચાર કષાયોથી ભવભ્રમણ વધી જાય છે કારણ કે તેનાથી જીવ કલુષિત કરે તે કષાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં તેરમા પદે કહ્યું છે
સુહદુહબહુસહિય કમ્મખેd કસંતિ જે સ જમ્યા | કલુસંતિ જે ચ જીવે, તેણ કસાત્તિ વઐતિ |
જે ઘણાં સુખદુઃખથી સહિત એવાં કર્મરૂપી ખેતરને ખેડે છે અને જે જીવને કલુષિત કરે છે, તેથી તેને કષાય કહેવાય છે. કષાયોને દૂર કરવાનું કામ કઠણ છે પણ અસંભવિત નથી. તે સુપ્રયત્નાધીન છે. જેવી રીતે ત્રિદોષનું જોર વધે તો વ્યક્તિને સંપાત થાય ત્યારે તેની દવા કરાય છે. ક્રોધની સામે ક્રોધ કરે તો કષાય કર્મનો સંનિપાત થયો ગણાય. શાંતિ જાળવવાથી ક્રોધને જવું જ પડે. કષાયોને દૂર રાખવા. તેને દુશ્મન ન ગણી વિશ્વબંધુત્વની ભાવના રાખી નિભાવી લેવાથી તે નષ્ટ થઈ શકે છે. કોઈ કોઈનું બગાડતું નથી. બગડવાનું કારણ આપણે પોતે જ છીએ. બીજા જેમ નિમિત્ત માત્ર છે તેમ કષાયોના ઉદ્દીપન માટે કર્મો નિમિત્ત માત્ર છે. આવા પ્રકારના વિચારોથી આત્માને કેળવતા રહેવાથી શુદ્ધ વિચારો વડે ભયંકર અને જોરદાર કષાયો સહેલાઈથી જીતી શકાશે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org