________________
૩૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ પર બીરાજેલા રાજા પૃથ્વીચંદ્ર, લગ્ન કરવા માટે ઉત્સુક ન હોવા છતાં લગ્ન કરવા તૈયાર તયેલા જંબૂસ્વામી અને તેને ત્યાં ચોરી કરવા આવેલાં પ્રભવ તથા ૫૦૦ ચોર તથા આઠ કન્યા તથા તેઓના માતાપિતા એમ પ૨૭ કેવળીઓ, માંગ સ્વીકારાયા પછી આખું રાજ્ય માંગીને તેમાંથી પાછા ફરનાર કપિલ કેવલી, નિર્વસ્ત્ર રામતી તથા તેના ઉપદેશ દ્વારા રથનેમિ, છ મહિના ઉપસર્ગ સહન કરનાર દૃઢપ્રહારી, પુષ્પપૂજામાં છુપાયેલા સર્પદંશવાળા નાગકેતુ, ઝાંઝરયામુનિ, તથા તેને શિક્ષા કરાવનારા રાજા, મસ્તક પર લીલી વાઘરી વીંટાળી છે જેને તે મેતા મુનિ, ઈલાચીકુમાર તથા તેનું નૃત્ય જોનારા રાજા તથા રાણી, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, રાજર્ષિ કીર્તિધર અને તેનો પુત્ર સુકોસલ, ફરગકમુનિ, અંદાચાર્યના ૫૦૦ શિષ્યો વગેરે કેવળી થયા.
સમ્યગ્દર્શન એ રત્નદીપક હોઈ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજી મહારાજ તે રત્નદીપને મનમંદિરમાં સદાને માટે પરવાનો, સમ્યજ્ઞાનને શીખવાનો, સમ્યકચારિત્રનું પરિપાલન કરવાનો તથા સમ્યકતપને આચરવાનો ઉપદેશ આપે છે. તે તારક ફરમાવે છે કે -
હે ભવ્ય જીવો, તમે સદા માટે તમારા મનરૂપ ભવનમાં શ્રી સર્વજ્ઞ પરમાત્માઓથી પ્રણીત કરાયેલાં આગમોમાં પ્રગટ કરેલા તત્ત્વરૂપ અર્થોની સદણારૂપ શ્રદ્ધાને એટલે કે સમ્યગ્દર્શનરૂપ રત્નદીપને સ્થાપન કરો !'
જોઈ શકાય છે ગણધર ભગવંતે સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલ આગમોમાં પ્રગટ કરેલ તત્ત્વરૂપ અર્થોની શ્રદ્ધાને રત્નદીપની ઉપમા આપીને તેને સદા માટે મનરૂપ મંદિરમાં પ્રસ્થાપન કરવાનો ઉપદેશ આપ્યો છે. તે દ્વારા સમજવાનું કે એ રત્નદીપકના અભાવમાં કોઇપણ જાતનો પ્રકાશ વસ્તુતઃ પ્રકાશ જ નથી. તેથી શ્રદ્ધા, સમ્યગ્દર્શન, સમકિત કે સમ્યકત્વનો જય જયકાર થતો રહે. આ સાધન વડે પ્રબળતમ એવા મોહનીય કર્મ તથા તેના સઘળાં સ્વાગરિતોને શિકસ્ત અપાય તે હવે નિઃશંક અને નિર્વિવાદ વાત રહેવી જોઇએ. અંતમાં કલ્યાણ મંદિરના ૪૧મા શ્લોકથી પૂરું કરું :દેવેન્દ્રવંદ્ય ! વિદિતાખિલવસ્તુ સાર ! સંસારતારક ! વિભો ! ત્રાયસ્વ દેવ ! કરુણાહૃદય ! માં પુનિહિ, સીદન્તમદ્ય ભયદવ્યસનાબુરા કો: /
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org