________________
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીયા
ભારતીય ત્રણે દર્શન જૈન, બૌદ્ધ અને હિન્દુ દર્શનમાં યોગવિ,યક ચર્ચા થઈ છે. યોગ શબ્દ યુ જોડવું. એક કરવું, પામવું, મેળવવું અર્થનો દ્યોતક છે. જૈનદર્શન પ્રમાણે મોક્ષ સાથે જે જોડી આપે તે યોગ. મહર્ષિ પંતજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે કે યોગઃ ચિત્તવૃત્તિનિરોધકઃ તેમની આ વ્યાખ્યા એકાંગી છે, કારણ કે ચિત્ત સિવાય વચન અને કાયાના પણ વ્યાપારો હોય છે. તેથી મનસા, વસા, કાયેન એમ ત્રિવિધ રીતે વિચારણા કરાઈ છે. યોગને તેથી જેનદર્શનમાં મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવે છે. જેનોના યોગગ્રંથો પૈકી મુખ્ય ગ્રંથો હરિભદ્રસૂરિનો યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીની કાત્રિશિદ્ દ્વાત્રિશિકા, શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, શ્રી શુભચંદ્રગિરિનો જ્ઞાનાર્ણવ મુખ્ય ગ્રંથો ગણાવી શકાય.
યોગનો વિષય અગમ્ય નથી તેમ રામક્તિ જેવો આત્મગુણ પ્રાપ્ત કરવો તે બાળકનો ખેલ નથી. આનંદઘનજીના પદોમાં યોગજ્ઞાન ભરેલું છે. સગુણ પ્રાપ્ત કરી ચેતનની ઉત્ક્રાન્તિ માટે અનેક ગુણો અગત્યના છે. અનાદિ કર્મસંતાનસંવેષ્ટિત આત્મા નિગોદમાંથી ઉપર ચઢતાં અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં થી એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય, સંજ્ઞિપંચેન્દ્રિય થઈ ૧૪મા અયોગી ગુણસ્થાને જઈ કેવળજ્ઞાન સંપાદન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થતો વિચરે છે. આ ૧૪ સીડીના પગથિયાં ધડધડાટ ચઢી શકાતાં નથી. તે માટે અનંતપુદ્ગલ-પરાવર્તા વ્યતીત થતા હોય છે. આ ૧૪ ગુણસ્થાનકોની સમકક્ષ યોગદૃષ્ટિની ૮ દૃષ્ટિઓને કંઈક અંશે સરખાવી શકાય. આ આઠ દૃષ્ટિના નામો આ પ્રમાણે છે: મિત્રા, તારા, બલા, દીધા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. વિકાસક્રમમાં આત્માના ત્રણ સ્થળો તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા છે. બહિરાત્મામાં વર્તતા જીવો શરીરને આત્મા સમજે છે, આત્મામાં આત્મબુદ્ધિરૂપી વિકાસ પામનારને અંતરાત્મા કહી શકીએ. અંતરાત્મામાં વર્તતા જીવો વિકાસક્રમના સોપાનો ચઢતાં સાધ્ય સ્થાન પરમાત્મદશા પામે છે, જેમાં નિર્લેપ, નિષ્કલ, શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત, નિર્વિકલ્પ દશા જીવની હોય છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં યોગનું વર્ણન કરતાં ગાથા ૧૧મીમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે : અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવાય છે અને તે મોક્ષની સાથે જોડી આપે છે. સર્વસંન્યાસ તેનું સ્વરૂપ છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org