________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૨૪
વિકસાવવી જ રહીં.
ધર્મજિજ્ઞાસુ શ્રદ્ધાન્વિત શ્રાવક, તત્ત્વના જાણકાર અને સમકિતી થવાનું જેણે લક્ષ રાખ્યું છે તે આ તથ્યથી અભિન્ન જ છે કે સંસાર અનાદિ-અનંત છે છતે વ્યક્તિ પોતે મોક્ષ મેળવી તેનો અંત લાવી શકે છે. કેમકે અભવ્યો ક્યારેય મોક્ષ પામવાના નથી. તેઓ સંસારમાં જ રહેનારા છે. તેથી સંસાર ચાલુ જ રહેવાનો છે. પરંતુ વ્યક્તિ વિશેષ સુષુષાર્થ કરી મોક્ષ મેળવી તેને ‘સાન્ત’ કરી શકે છે. સંસારનો અંત શક્ય નથી; પરંતુ વ્યક્તિ વિશેષનો સંસાર સાન્ત પણ છે. ભગવાન મહાવીરે. ચોવીસ તીર્થંકરોએ, સર્વ ગણધરોએ, કેટલાંક આચાર્યો, ઉપાધ્યાય, સાધુ-સાધ્વીઓ મોક્ષે પહોંચી સંસારનો અંત લાવેલો છે.
ધર્મ ન પામેલાઓ અનંતવાર સંસારમાં ૮૪ લાખ યોનિઓમાં ભટક્યા કરે છે, રવડે છે, ભમે છે. ધર્મ પામી જેઓ સમકિત મેળવે છે તેઓ જ સંસારનો અંત લાવે છે, જ્યારે અભવી જીવો તો કદાપિ મોક્ષમાં જવાના જ નથી. તેથી સંસારનો ક્યારેય પણ અંત આવવો સંભવ નથી. સંસ્મરણશીલ સંસાર અનંતકાળ સુધી ચાલતો જ રહેશે. તેનો આવો સ્વભાવ છે.
આજકાલ સિદ્ધચક્રપૂજન, ભક્તામરપૂજન, લાખોની સંખ્યામાં નવકાર જાપ, દેવદર્શન તથા પૂજા, સામાયિક, અનુષ્ઠાનો, વ્રત નિયમાદિ અધિકાધિક માત્રામાં થાય છે. ધર્મ કરવાનો નિયમ લે છે પરંતુ અધર્મ-પાપ ત્યાગની વાતો કરો તો તૈયાર નહીં થાય. પરિણામ એવું આવે છે કે ધર્મ પણ થતો જ રહે છે અને સાથે સાથે પાપ પણ કરાયે જ જાય છેઃ જેથી ધર્મની કિંમત ઘટે છે, ધર્મની નિંદા થાય છે. જો ધર્મ ક૨વાની સાથે પાપ પણ ઓછું થતું રહે તો એક દિવ, એવો આવે કે પાપો છૂટી જાય, પાપો ઓછાં કરતાં તે સર્વથા છૂટી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય અને આત્મકલ્યાણના માર્ગ ૫૨ અગ્રેસર થતાં નિર્જરા થકી જોશ પહોંચાડનારા માર્ગે ફલાંગો ભરી શકાશે.
બધાં જ તીર્થંકરો જન્મે ત્યારે ત્રણ જ્ઞાનના સ્વામી હોય છે અને તેઓ જ્યારે સંસાર ત્યજી સંયમિત જીવન જીવે; સાધુ બને ત્યારે જ ચોથું મન:પર્યવજ્ઞાન મેળવે છે, કારણ કે મનઃપર્યવજ્ઞાન છઠ્ઠા-સાતમે પ્રમત્ત-અપ્રમત્ત સાધુ જ કે જેઓ સંસારત્યાગી, વિરક્ત વૈરાગી મહાત્મા હોય તેમને હોય છે. આ ચોથું જ્ઞાન પણ ગુણપ્રત્યયિક છે તેથી આ બે સ્થાને રહેલા અપ્રમાદી, ૠદ્ધિવંત ચારિત્રધારી સંયમી મુનિરાજોને શુભભાવના પરિણામે ચઢતાં જ પ્રગટે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org