________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
અનાદિસિદ્ધ મંત્રશિરોમણિ નવકાર મંત્રના નવ પદમાંથી પહેલાં પાંચ પદમાં, પ્રત્યેકમાં એક એક પરમેષ્ઠિને, એ રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. આ પ્રત્યેક પદમાં પહેલું પદ (વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ) તે નમો છે. શબ્દ નાનો બે અક્ષરનો જ છે, પણ તેનો મહિમા ઘણો મોટો છે. - સામાન્ય રીતે મંત્રો ટુંકા હોય છે. પણ નવકાર મંત્ર ૬૮ અક્ષરનો છે. આ મંત્ર દીર્ઘ હોવા છતાં કષ્ટોચ્ચાર્ય નથી. જીભે સરળતાથી ચડી જાય અને યાદ રહી જાય એવો આ મંત્ર છે.
નવકારમંત્રની વિશિષ્ટતા એ છે કે પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે એમાં નમો (અથવા પામો) પદ પાંચ વાર પ્રયોજાયું છેઃ
નમો અરિહંતાણે નમો સિદ્ધાણ નમો આયરિયાણં નમો ઉવઝાયાણ
નમો લોએ સવ્વ સાહૂણં. નવકારમંત્રમાં “નમો’ પદ પાંચ વખત આવતું હોવા છતાં તેમાં પુનરુક્તિનો દોષ નથી, બલ્ક ફરી ફરી બોલવું ગમે એવું એ પદ . વળી નમો પદ પાંચ વખત આવતું હોવા છતાં પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારને એકરૂપ ગણ્યો છે. એટલે જ છઠ્ઠા પદમાં “પંચનમુક્કારો” શબ્દ બહુવચનમાં નહિ પણ એકવચનમાં પ્રયોજાયો છે.
નવકાર મંત્રમાં “નમો’ પદ પ્રત્યેક પરમેષ્ઠિની સાથે આવે છે એ સપ્રયોજન છે. એમાં ઘણું રહસ્ય રહેલું છે. એના ઉપર વખતોવખત અનેક મહાત્માઓએ જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે.
નવકારમંત્રમાં આ પાંચ પદ ઉપરાંત છઠ્ઠ પદ “એસો પંચ નમુક્કારોમાં પણ “નમો’ પદ ગૂંથી લેવામાં આવ્યું છે. | નવકારમંત્રમાં “નમો’ પદ આ રીતે છ વખત બોલાય છે તે પણ સહેતુક છે. “નમો' દ્વારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્વારા પાંચે ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે પાંચ ઈન્દ્રિય અને મને એ રીતે નમો ની છની સંખ્યાને સૂચક રીતે ઘટાવાય છે. સાધકે “નમો' બોલતી વખતે, પ્રત્યેક વેળાએ એક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org