________________
૨ ૬૭
તિસ્થરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ ભાવી છે તે આપણે ભાવવી જોઇએઃ
ન તે સુઈ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ-પાયા; તપ્પા તે ચેવ સયા ભજેહ,
જે મુખ્ય સુખાઈ લહુ લોહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતા નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ જલદી મળે.
શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યકસૂત્રમાં અંતર્ગત “નમસ્કાર નિયુક્તિમાં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છેઃ
आयरियनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ ।। भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। [આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ-સમ્યક્તને આપનારો થાય છે.]
आयरियनमुक्कारो धन्नाण भवक्खयं कुणंताणं ।। हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ।। [ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હ્રદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ગાનનું નિવારણ તે અવશ્ય કરે જ
आयरियनमुक्कारो एवं खलु वण्णिओ महत्थु त्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरए बहुस्ते ।। [આ રીતે આચાર્યને કરેલો નમસ્કાર મહાન અર્થવાળો અને મરણ નજીકમાં હોય ત્યારે તે નિરંતર અને બહુ વાર કરવામાં આવે છે.]
आयरियनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं तइअं होइ मंगलं ।। [આચાર્યને કરેલો નમસ્કાર બધાંયે પાપોનો નાશ કરનારો અને બધાં મંગલોમાં આ ત્રીજું મંગલ (પહેલું અરિહંત અને બીજું સિદ્ધ) છે.]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org