________________
૨૭૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ નમો માં ઋણમુક્તિ રહેલી છે. ઉપકારીના ઉપકારનો-પંચ પરમેષ્ઠિના ઉપકારનો સ્વીકાર માણસને ઋણમુક્ત બનાવે છે. એનામાં નમસ્કારનો ભાવ પ્રકાશિત થાય છે. નમો થી નીચ ગોત્રકર્મ બંધાતું અટકે છે અને ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે.
નમો’ માં દુષ્કૃતગર્તા, સુકૃત-અનુમોદના અને શરણાગતિનો સ્વીકાર છે. એથી નિર્વિકલ્પ દશાની અનુભૂતિ થાય છે.
નમો રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. એ સત્, ચિત્ અને આનંદનો મંત્ર છે.
નમો પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને અત્યંતર તપ જોડાયેલાં છે. નમો પદ દ્વારા સ્વસ્વરૂપની યથાર્થ સમજણ પ્રાપ્ત થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે નમસ્કાર કરવામાં ભક્તિ રહેલી છે. પરમાત્માની ભક્તિ પ્રગટ થતાં સાંસારિક વિષયોનો રસ મંદ થાય છે. એનો અર્થ એ કે નમો’ પદ દ્વારા વૈરાગ્ય પ્રગટ થાય છે. મો દ્વારા વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત વગેરેના ભાવો ઉદ્ભવે છે એટલે એમાં અત્યંતર તપ રહેલું છે. આમ “નમો” પદ સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તપ જોડાયેલાં છે.
પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે લખ્યું છે કે “નમો પદ એ વાસીચંદન કલ્પ છે; જીવિત-મરણ, લાભ-અલાભ, માન અને અપમાનાદિ કંઢોને અવગણીને શુદ્ધાત્મ સ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહીત થયું છે, એવું નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચંદ્રથી પણ શીતળ છે, આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. “નમો” પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે.”
નમો એટલે સંસારની અસારતા સ્વીકારીને શુદ્ધાત્મસ્વરૂપ તરફ, સાર તત્ત્વ તરફ વળવું, વિભાવ દશાનો ત્યાગ કરી સ્વભાવ દશા તરફ વળવું, બહિરાત્મભાવમાંથી નીકળીને અંતરાત્મભાવમાં પ્રતિ પ્રયાણ કરવું. જડ અને ચૈતન્યનો ભેદ સમજીને ચૈતન્યમાં સ્થિર થવું. નમો પદથી મનની દિશા બદલાય છે. તે વિષય-કષાયોથી વિરમીને શુદ્ધ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org