________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૨૭૯ ભાવોમાં પરોવાય છે. વિશુદ્ધ મનમાં વિનય, શ્રદ્ધા, સન્માન, આદર-બહુમાન, પ્રેમ, સ્વ-સમર્પણનો ભાવ પ્રગટ થાય છે. પંચ પરમેષ્ઠિ પ્રત્યે પ્રમોદભાવ હુરે છે અને એમની સાથે અનુસંધાન થાય છે. નમો પદમાં અચિંત્ય બળ રહેલું છે. તે ભાવ જો ઉત્કૃષ્ટ પ્રકારનો બનતો જાય તો જીવને આરાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. એટલે જ નમો પદને મોક્ષની ચાવી તરીકે ઓળખાવવામાં આવે છે.
જેમને નમસ્કાર કરવામાં આવે છે તે મોટા છે અને હું નાનો છું'- એટલે કે પોતાની અલ્પતા અને પરમેષ્ઠિની મહત્તાનો સાચો ભાવ જ્યાં સુધી દિલમાં પ્રગટ ન થાય ત્યાં સુધી સાચો નમસ્કાર થતો નથી. નમસ્કારથી જિનાજ્ઞાનું પાલન કરવાનો ભાવ પ્રગટે છે. નમસ્કારનો ભાવ એ ધર્મનું બીજ હોવાથી એમાંથી ધર્મરુચિ, ધર્મશ્રવણ, ધર્મચિંતન ઈત્યાદિ રૂપી અંકુરો ફૂટે છે, ધર્માચરણરૂપી શાખાઓ પ્રસરે છે અને આગળ જતાં સ્વર્ગના સુખરૂપી અને મોક્ષસુખરૂપી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય છે. એટલે નમો પદરૂપી બીજ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ કરાવી શકે છે.
નમો પદમાં “ઈશ્વર-પ્રણિધાન રહેલું છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દ વિશેષતઃ અન્ય દર્શનમાં પ્રયોજાયો છે. પરંતુ જૈન દર્શનમાં પણ તે અવશ્ય ઘટાવી શકાય છે. ઈશ્વર એટલે પરમેશ્વર, પરમાત્મા. અરિહંત ભગવાન અથવા સિદ્ધ પરમાત્માને “ઈશ્વર” ગણી શકાય અથવા પોતાના આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મભાવને ઈશ્વર ગણી શકાય. પ્રણિધાન એટલે ધ્યાન વડે સ્થાપન કરવું તે. ઈશ્વરમાં પોતાના ચિત્તનું સ્થાપન કરવું, ન્યાસ કરવો તે ઈશ્વરપ્રણિધાન. પરમાત્મામાં પોતાની જાતનો ન્યાસ કરવો, અથવા પોતાનામાં પરમાત્માનો ન્યાસ કરવો અને એ રીતે પરમાત્માની સાથે એકરૂપ થવું તે ઈશ્વરપ્રણિધાન. “તો' પદમાં આ રીતે ઈશ્વઐણિધાન રહેલું છે.
શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે “નમો' પદમાં છ આવશ્યકનું પાલન કેવી રીતે થાય છે તે દર્શાવતાં લખ્યું છે, “નમો’ મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની આરાધના થાય છે; ચતુર્વિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે; મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યકત્વનું આસેવન થાય છે, ઔદયિકભાવમાંથી પાછા ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવાનું થાય છે; અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org