________________
૭૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવમાં ૧૦ ભવો દેવ બન્યા, ૧૪ ભવો મનુષ્ય બન્યા, ૨૦મા ભવે સિંહ (પશુ-તિર્યંચ) બન્યા, ૨૧ અને ૧૯મા ભવે નરકગામી થયા.
મનુષ્યલોકમાંથી જ મોક્ષે જઇ શકાય છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોમાં પ્રથમના અઢી દ્વીપો-સમુદ્રોનું પરિમિત ક્ષેત્ર મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર મનુષ્યની વસતી નથી. આ અઢી દ્વીપ ૪૫ લાખ યોજન પ્રમાણ પહોળાઈવાળો ક્ષેત્ર છે તેમાં ૧૫ કર્મભૂમિઓ જેમાં ભરત, એરાવત અને મહાવિદેહના ૩, ૬ અને ૬ એમ ૧૫ ક્ષેત્રમાંના મનુષ્યો જ મો૭ મેળવી શકે છે. મહા વિદેહમાં સર્વ સમયે મોક્ષે જઈ શકાય, જ્યારે બીજાં બેમાં ત્રીજા-ચોથા આરામાં જ મુક્તિ પામી શકાય છે.
ચૌદ રાજલોકના અનંતાનંદ જીવો એકમાંથી બીજી, ત્રીજી, ચોથી ગતિમાં ઘાંચીના બળદની જેમ પરિભ્રમણ કરે છે. ૧૪ રાજલોકમાં અનંતાનંત જીવો નિગોદમાંથી નીકળે છે અને અનંતા ભવો તેમના થઈ ગયાં છતાં પણ અંત ન આવ્યો ! અરેરાટી થાય છે ? પણ તેઓ મનુષ્ય થઈ જિનધર્મની આરાધના કરી, જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મની આરાધના કરી કર્મની નિર્જરા કરી, સદંતર કર્મવિહીન દશા પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને ત્રણે લોકની ઉપર સિદ્ધશિલામાં કાયમ માટે સ્થાપનાપન્ન થાય છે.
પરંતુ તે ગતિ ન મળે ત્યાં સુધી ચારે ગતિમાં ગમનાગમન ત્રણે લોકમાં ચાલુ જ રહે છે. કેમકે શાસ્ત્રકારો ફરમાવે છે -
તં કિંચિ નWિ ઠાણે લોએ વાલગ્ન મિત્તપિ | જત્ય ન જીવા બહુસો સુહદુહ પરંપર પત્તા || ન સા જાઈ ન સા જાણી, ન તત્ ઠામ ન તં કુલ ! ન જાયા ન મુઆ પત્થ, સર્વે જીવો અસંતસો || તીર્થકર ભગવંતોને પણ નિગોદમાંથી નીકળ્યા બાદ ચારે ગતિમાં ભમવું પડે છે. તીર્થકરોના ભવો સમકિત પામ્યા પછીના જ ગણાય. આ અવસર્પિણીના અંતિમ તીર્થકરના ૨૭ ભવ થયા. પાર્શ્વનાથના ૧૦ ભવ થયા, શાંતિનાથના ૧૨ થયા, પ્રથમ તીર્થકર ઋષભદેવના ૧૩ ભવ થયા, નેમિનાથના ૯ ભવ થયા, ભગવાન મહાવીર સ્વામી ચારે ગતિમાં ભટક્યા છે. તેમણે ૩જા, ૧૬મા, ૧૮મા, ૨૦માં આ ચારે ભવોમાં મોટા પાપો આચર્યા છે. ૩જા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org