________________
મોક્ષમીમાંસા
૭ ૧ મરીચિના ભવમાં શુદ્ધ ચારિત્ર બગાડી ત્રિદંડીપણું ધારણ કરી ઉત્સુત્રરૂપણા તથા અભિમાન કર્યું, ૧૬મા વિશ્વવિભૂતિના ભવમાં દીક્ષા લઈ માસખમણોની તપશ્ચર્યા છતાં ભાઈ વિશાખાનંદીને મારવા નિયાણું કર્યું, ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવ થયા, ત્યાં સિંહને જીર્ણ વસ્ત્રના જેમ ચીરી નાંખ્યો, પછી ઉંઘમાં ખલેલ પડતાં શપ્યાપાલકના કાનમાં ગરમાગરમ શીશું રેડાવ્યું. ૩જા મરીચિના ભાવમાં અભિમાનાદિ પાપના પરિપાકે ૧૫મા ભવ સુધી ૬ વાર યાચક-બ્રાહ્મણના કુલોમાં જન્મા જ કર્યું. નીચ ગોત્ર કર્મ ૨૭મા ભાવમાં ઉદયમાં આવ્યું જેથી ૮૨ દિવસ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ફેંકી દીધા. ૧૮મા ભવમાં સિંહને ફાડવા, તથા શીશું રેડાવાથી ૧૯મા ભવમાં ૩ ખંડના સતુાધીસ વાસુદેવને ૭મી નરકમાં ૩૩ સાગરોપમ સુધી જવું પડ્યું. ભગવાન ચાર ગતિમાં ફર્યા છે ને ?
તેવી રીતે અવિરતી છતાં પણ સમકિતી રાજા શ્રેણિકે સમકિતને ક્ષાયિક બનાવ્યું તથા શિકાર કરી જે વડે અદમ્ય અત્યંત આનંદની પરાકાષ્ઠાએ પહોંચ્યા (કેવો મેં શિકાર કર્યો ?) તેથી તેમને પણ પ્રથમ નરકમાં ૩૩ સાગરોપમ સુધીનું આયુષ્ય ભોગવી તે પૂર્ણ થતાં સીધા નરકમાંથી આગામી ઉત્સર્પિણમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. એમની અત્રે આજે ભારતમાં ઉદયપુરમાં મૂર્તિ પણ છે અને જેની લોકો પૂજા પણ કરે છે. તેમના પ્રથમ ગણધર કુમારપાળ થશે. શ્રેણિક રાજા મનુષ્ય, નરકમાં નારકી તે આયુષ્ય પૂરું કરી સીધા તીર્થકર થશે. ત્રણે ગતિમાં તે જીવ ભટક્યો. કેવી કર્મ તણી ગતિ ન્યારી ! તિરિપંચ સિવાયની ત્રણે ગતિમાં જન્માદિ ગ્રહણ કર્યા.
જીવ અને કર્મનો સંયોગ એટલે બંધ. તેમજ તેનો વિયોગ તે મોક્ષ. જો આત્માના એકવાર બંધાયેલાં કર્મો ન ખપે તો શું થાય ? જૂના ન ખપે અને નવા બંધાતા જાય તો શું તે કર્મના ઢગલા નીચે દબાઇને જડ થી જાય? પારિણામિક ભાવો દ્રવ્યનું સ્વસ્વરૂપમાં સ્થિરતા નિશ્ચિતપણે રાખે. જીવ તેથી ક્યારેય જડ ન થાય. ભવી ક્યારે અભવી થતો નથી, અભવી ક્યારેય ભવી થાય નહીં. પારિણામિક ભાવોનું પ્રાબલ્ય છે.
કર્મપરંપરાની દૃષ્ટિએ કર્મ અનાદિ છે. જીવકર્મની પરંપરા પણ અનાદિ છે. એક દિવસે તે ખપતાં સાન્ત છે. કર્મ ઉદયમાં આવી ખપે, ઉદીરણા કરી ખપાવીએ, આત્મા સુપુરુષાર્થ કરી તેને શૂન્ય બનાવી શકે. જેવી રીતે એક વ્યક્તિ લગ્ન જ ન કરે તો સંતાનના અભાવે તેનો વેલો આગળ વધતો અટકી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org