________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ જાય. શું તેવી રીતે જીવકર્મના અનાદિ સંબંધનો નાશ થઈ શકે ? સંસારમાં જીવ અનાદિ કાળથી કર્મપ્રવાહમાં વહ્યા કરે છે. કાશ્મણ વર્ગણાના પુદગલો અનાદિ છે. જીવની રાગ-,ની પરિણતિ અનાદિની છે. ખાણમાંથી નીકળતું સોનું પ્રથમ માટીથી સમિશ્રિત છે. તેવી રીતે નિગોદમાંથી નીકળતો જીવ કર્મ સાથે બંધાયેલો જ છે. પરંતુ કોઈ આત્મા સિદ્ધ થતાં તેના મહાન ઉપકારથી નિગોદમાંથી બહાર નીકળી ૮૪ના ચક્રમાં ભટકતા મનુષ્યગતિમાં આવ્યા. જેમ સોના અને માટીનો અનાદિ સંયોગ ઘમણ-અગ્નિ આદિના સંયોગથી છૂટો પાડી શકાય, દૂધ-પાણી મિશ્રિત થયેલાને જેમ છૂટા પાડી શકાય તેમ સમ્યગૂ જ્ઞાન અને સમ્યમ્ ચારિત્રાદિની સુસાધનાથી આત્મપ્રદેશ પર લાગેલી કર્મની બધી રજકણો ખેરવી શકાય. શાસ્ત્ર કહે છે કે “નાણકિરિયાહિ મોકખો, જ્ઞાનક્રિયા વ્યાં મોક્ષ:” જેવી રીતે આંધળો ને પાંગળો એક બીજાની સહાય વડે દાવાનળમાંથી બચી શકે તેમ જ્ઞાન-ક્રિયા વડે કર્મો ખપાવી શકાય.
કર્મોનો નાશ થવાથી સંસારનો નાથ થાય એ યોગ્ય છે. જીવાત્મા કર્મોનો બનેલો નથી. કર્મ જીવ બનાવ્યો નથી, જીવે કર્મ બનાવ્યા છે. કર્મ સંસારનું કારણ ખરું પણ તે જીવનું કારણ નથી. તેથી કર્મના નાશથી જીવનો નાશ માનવો યોગ્ય નથી. કર્મના નાશ પછી જીવ તો રહે જ છે. માટે મોક્ષ જીવાત્માનો છે, કર્મનો નથી. કર્મ થકી, કર્મના સંબંધના વિયોગથી, સંયોગના નાશથી મોક્ષ ચોક્કસ છે, જે કર્મના નાશથી સિદ્ધ છે.
શું બધા જ ભવ્યો મોક્ષે જ જશે ? ભવ્ય મોક્ષે જશે અને નહીં પણ જાય. જેમને સામગ્રી તે માટે મળી તે અવશ્ય જશે પણ તે વગરના નહીં. જેટલા મોક્ષે જશે તે ચોક્કસ ભવ્યો જ જવાના.
જેટલા સમ્યકત્વી એટલા મોક્ષે જશે જ કે જેટલા મોક્ષે જશે તે સમ્યકત્વી જ હશે ? બંને તર્કો સમાન કક્ષાએ સાચા છે. જે જે સમ્યકત્વી તે તે મોક્ષે ચોક્કસ જ જવાના. સમ્યકત્વ ભવ્ય જીવો જ પામે છે. જેટલા સમ્યકત્વી તેટલા ભવ્ય જ કેમકે અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય જઈ શકે જ નહીં ને ? જે જે સમ્યકત્વી તે તે અવશ્ય મોક્ષે જવાના જ. જે મોક્ષે જાય છે. ગયા છે અને જવાના તે બધાં સમ્યકત્વી હોય જ.
ત્રણે કાળમાં ભૂત અને ભાવિ અનન્ત છે. ભૂતકાળમાં અનન્તા જીવો મોક્ષ ગયા. મોક્ષે ગયેલા સિદ્ધો અનન્ત છે. નિગોદમાં પણ અનન્તાનંત જીવો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org