________________
મોક્ષમીમાંસા માટે ઘણી અલ્પ સંખ્યા તેઓની છે જ્યારે ઘણો મોટો ભાગ તિર્યંચ જ બને છે. નરકનો જીવ દેવ તેમજ નારકી ફરી નથી થતો માટે તેને માટે બે જ ગતિ મનુષ્ય અને તિર્યંચ જ છે.
તેથી મનુષ્ય ગતિમાં આવ્યા છતાં આપણે અત્યાર સુધી બધાં જ જન્મો વ્યર્થ ગુમાવ્યા છે એમ લાગે છે ? આ ગતિમાં આવ્યા પછી શાસ્ત્ર બતાવેલા માર્ગો ચરમપુદ્ગલ પરાવર્ત, માર્ગાનુસારી બનવું, તે માટેની ત્રણ શરતો વૈરાગ્ય, તીવ્ર ભાવે પાપોનું આચરણ સદંતર બંધ અને ઓચિત્યાદિ ગુણધર્મો આત્મસાત્ કરી સમ્યકત્વ પામી, તેને સાચવવું, વધુ ને વધુ નિર્મળ કરતા રહેવું વગેરે તથા શુદ્ધ હૃદયે અને મને શ્રદ્ધાપૂર્વક ધર્માચરણ કરી ચક્રાવામાં ભટકતા ચક્રને બંધ કરી શકાય. હવે મોક્ષ પામ્યા. હાથે થયુનિ ? મોક્ષ કાર્ય છે, કેવો છે, તેમાં સુખાદિ કેવાં છે, શરીર ખરું ? કેવી રીતે સિદ્ધ શિલાએ રહેવાનું વગેરે વિચારીએ. નિમ્નલિખિત શ્લોક પમ તે માટે ઉપયુક્ત છેઃજિનવચને અનુરકતા જિનવચને કરોતિ ભાવેન ! અમલા અસંક્તિષ્ટા ભવન્તિ પરિત્ત સંસારી ! જિનવચનમાં અનુપમ શ્રદ્ધાવિત થવું, હૃદય તથા મનના સભાવપૂર્વક તે વચનોની આરાધનાદિ કરવાં, રાગ-દ્વેષાદિ આત્મશત્રુ જેવાં દૂષણો વગરના થવું, સંકલેશ વગના થવું. તેના દ્વારા મર્યાદિત સંસાર થઈ શકે છે. ચરમાવર્તમાં આવી તે સંસારને ખાબોચિયા જેટલો બનાવી શકાય.
તિર્યંચ જે ત્રીજી ગતિ છે તેમાં ચાર ગતિમાં જઈ શકાય છે. મનુષ્ય ગતિની જેમ. કારણ કે તિર્યંચ ગતિના પશુ-પક્ષી વ્રતાદિ ગ્રહી શ્રાવકના પાંચમે ગુણસ્થાનકે જઈ શકે છે. જેમકે ભગવાન મહાવીર સ્વામીને વંદનાદિ માટે જઇ રહેલા અવિરતી પણ સમ્યકત્વી શ્રેણિકના સૈન્યના ઘોડાના પગ તળે એક દેડકો છૂંદાયો, પણ શુદ્ધ ભાવનાના બળે તે ઉચ્ચ ગતિ પામે છે.
દીક્ષા ગ્રહણ કર્યા પછી જેનો સંથારો જતાં-આવતાં સાધુ સમુદાયના પગની ધૂળથી બગડતાં કંટાળેલો આ મુનિ બીજા દિને ભગવાનને ઓઘો પાછો આપવા આવ્યો ત્યારે ભગવાને કહ્યું કે પૂર્વ ભવમાં સુમેરૂપ્રભ હાથી તરીકે ત્રણ દિન-રાત સસલાને બચાવવા પગ ઊભો રાખ્યો તેથી તે મૃત્યુ પામેલો હાથી તે તું છે. વળી એવું જ ઉદાહરણ ચંડ કોશિકનું છે. બુઝ ચંડકૌશિક સંબોધને તેનો ૮મા દેવલોકમાં જન્મ થયો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org