________________
૬૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. તેથી નવતત્ત્વમાં કહ્યું છે કે:
અંતમુહુરમિત્ત પિ ફાસિય હજ્જ જેહિ સમ્મત્ત | તેસિં અવઢપુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો | તે મેળવવા માટે “મોહાદિનાં ક્ષયઃ મોક્ષઃ' મોક્ષ+મોકલ. સર્વ પાપોનો બાપ તે મોહનીય કર્મનો ક્ષય થતાં તેના સાગરિતો લૂલા થઈ રહે છે. કર્મોનો ક્ષય એટલે મોક્ષ. અનાદિ અનંત સંસારમાં અનંતાનંત ભવો કર્યા પમ મોક્ષ ન થયો ને ? તેનું કારણ કામણવર્ગણા જે આત્માને ચોંટતા કર્મ બન્યા છે તેમાંથી મુક્તિ થઈ નથી. જેવી રીતે ગુંદરથી ચોંટેલી ટિકીટ ઉખેડવા પાણીમાં પલાળવી પડે, ધરતીમાં રહેલા માટીના પિંડમાં સુષુપ્ત રહેલું સોનું મેળવવા માટે અત્યંત ઉષ્ણતા જરૂરી છે તેવી રીતે આત્માની સાથે સાયુજ્ય પામેલા કર્મોને છૂટા પાડવા માટે આશ્રવ, બંધને રોકી, સંવર, નિર્જરાદિથી આત્માને કર્મવિહીન કરવા માટે ૧૨ પ્રકારના તપ, ધ્યાનાદિ જરૂરી છે. જે માટે “કડાણ કમ્માણ ન મોકખોતિ.” વળી “ભવકોડી સંચિય કર્મો તવસા નિન્જરિજ્જઈ.” જો કર્મનો બંધ માનીએ અને મોક્ષ ન માનીએ તો આત્મા સંસારમાં પરિભ્રમણ કરતો જ
રહેશે.
આત્મા ચેતન છે. “ચેતના લક્ષણો જીવઃ ” આત્માનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ જ્ઞાનદર્શનાત્મક છે. જ્ઞાનોપયોગથી આત્મા જાણે છે; દર્શનોપયોગીથી જુએ છે. પૂજ્ય વાચકવર્ય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ઉપયોગ લક્ષણમ્” આવા આત્માને મોક્ષ મેળવવા માટે આર્યક્ષેત્ર, ઉચ્ચ કુટુંબ, શ્રદ્ધા, શ્રવણાદિ, તત્ત્વો મળ્યાં છે, છતાં પણ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ સુધી ૮૪ લાખ યોનિમાં ચાર ગતિમાં વમથોભ્યા ભટકતા, અછડાતા, કુટાતા, ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ભમ્યા જ કર્યું છે ને ? તેનો અંત કઈ ગતિમાં આવી શકે ? સ્વસ્તિકના સાથિયાની ચાર પાંખડીયોમાં જે ઉર્ધ્વગામી પાંખડી છે તે મનુષ્ય ગતિ સૂચવે છે. તેને માટે ચારે ગતિ શક્ય છે. તે દેવ, માણસ, તિર્યંચ અને નરકગામી બની શકે છે. મોક્ષ મેળવવા માટેની સુવિધાનો ઉપયોગ કરે તો અપૂર્વકરણાદિ ત્રણ કારણો, સંજ્વલનાદિ કષાયોનો ખાત્મો બોલાવી પરંપરાએ પરાગતિ પામી શકે છે. દેવ જો સમ્યક્તવી હોય તો વ્રતાદિ કરે પણ દીક્ષા ગ્રહણ ન કરવાથી ૪થા ગુણ સ્થાનકથી આગળ જઈ શકતો નથી. દેવને માટે મૃત્યુ બાદ મનુષ્ય અને તિર્યંચ બે જ ગતિ છે. સમકિતી દેવ મનુષ્ય થઈ શકે જેને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org