________________ 314 જૈન ધર્મના પુષ્પગુચ્છા હતી. કોઇપણ વ્યક્તિ બીજા ઉપર ઉષ્ણ તેજોવેશ્યા ફેંકે પણ તે વ્યક્તિ પાસે એથી વધુ શક્તિશાળી તેજલેશ્યા હોય તો ફેંકેલી વેશ્યા પાછી ફરે છે એટલું જ નહિ, ફેંકનારને તે દાહ ઉત્પન્ન કરી શકે છે કે બાળીને ભસ્મ પણ કરી શકે તે જો લેયા ફેંકવા માટે તે જસ શરીરનો સમુઘાત કરવો પડે છે. સમુદ્યામાં પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢવાં પડે છે. શાસ્ત્રોમાં આવા સમુઘાત સપ્ત પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં તે જસમુઘાત તેજોલેશ્યાની લબ્ધિવાળા જીવો જ કરવાને સમર્થ હોય છે. એવી લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી, સ્વદેહપ્રમાણ જાડો દંડાકાર રચી, પૂર્વબદ્ધ તેજસનામકર્મના પ્રદેશોને પ્રબળ ઉદીરણા વડે ઉદયમાં લાવી, તેજસપુદ્ગલોને ગ્રહણ કરી જે તેજલેશ્યા ફેંકે છે તેને તેજસમુઘાત કહે છે. આવી તેજોલેશ્યાનાં પુદ્ગલો અચિત્ત હોય છે. મુખ્ય છ શ્યાઓમાંની તે જોવેશ્યા તથા તપોલિબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યા ઉપરાંત વધુ એક પ્રકારની તેજલેશ્યાનો નિર્દેશ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. એ તેજોવેશ્યાનો અર્થ થાય છે “આત્મિક સુખ.” ટીકાકારે એ માટે શબ્દ પ્રયોજ્યો છે. “સુખાસી-કામ.” દીક્ષા ગ્રહણ કરનાર અણગાર મુનિને જે આત્મિક સુખનો અનુભવ થાય છે તે સુખ દેવોના સુખથી ચડિયાતું હોય છે. એ માટે કહ્યું છે કે જે શ્રમણ નિગ્રંથ આર્યત્વમાં એટલે પાપરહિતપણે વિચરે છે તે જો એક માસની દીક્ષાપર્યાયવાળો હોય તો વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે એટલે એ દેવોના સુખ કરતાં વધુ આત્મિક સુખ અનુભવે છે. એ પ્રમાણે બે માસની, ત્રણ માસની, યાવત બાર માસની દીક્ષા પર્યાયવાળા, પાપરહિત વિચારવાળા અણગાર ઉત્તરોત્તર અનુક્રમે વધુ ઊંચા દેવલોકના દેવની તેજોવેશ્યાને અતિક્રમે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા અણગારની તેજાલેશ્યા અનુત્તરો પપાતિક દેવોની તેજાલેશ્યાને અતિક્રમે છે. આમ, ત્રણ પ્રકારની તે જો લેગ્યા બતાવવામાં આવી છે. લેશ્યા અને કષાયનો અવિનાભાવ સંબંધ નથી. એટલે કે જ્યાં કષાય છે ત્યાં લેશ્યા અવશ્ય હોય જ છે, પણ જ્યાં લેશ્યા હોય તો ત્યાં કષાયો હોવા જ જોઇએ એવું નથી. એનું ઉદાહરણ કેવળજ્ઞાનીની વેશ્યા છે. કેવળજ્ઞાન થયા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org