________________
મોક્ષમીમાંસા આત્મા આવરક કર્મોને ઉપશમાવતો જાય છે. પરંતુ દબાયેલા કર્મો ક્યારેક ઉથલો મારે તો તે પાછો પડે, નીચે પડે. આઠમાંથી નવમે, દશમ, અગિયારમા સુધી જ જાય અને તે અવશ્ય અહીંથી નીચે જ સરકે છે. તે જીવ ત્રીજે મિત્ર, બીજે સાસ્વાદન, પહેલે મિથ્યાત્વ ગુણસ્થાને કે નિગોદ સુધી પણ પહોંચે તો નવાઈ નહીં.
બીજો જીવ કે જેણે ક્ષપકશ્રેણિ માંડી છે તેનું ધ્યેય કર્મોનો ભુક્કો બોલાવી ક્ષય કરવાનું છે, તે જીવ મુળમાંથી જ જડ કાપીને કર્મોનો અંશ પણ ન રહે તેનો ખ્યાલ કરતો રહે છે.
આઠમે આવી જે અપૂર્વ (જે કદાપિ, ક્યારેય પણ) શક્તિ ફોરવી નથી તે ફોરવી કષાયાદિ કર્મોનો ક્ષય કરવા નવમાં ગુણસ્થાને પહોંચે છે. અહીં સંજ્વલન ક્રોદ, માન, માયાનો ક્ષય કરે છે અને નવમાં ગુણસ્થાને આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સાદિ તથા ત્રણે વેદનો પણ હૃાસ કરી; મનમાં રહેલ વિષયિક કામવૃત્તિનો અંસ પણ જડ-મૂલથી ઉખેડી વેદની વૃત્તિને પમ સદંતર ટાળી આત્મદષ્ટિ થઈ જાય છે. દેશમાં ગુણસ્થાને સૂક્ષ્મ લોભાદિ ટાળી સંપરાય એટલે કષાયના સૂક્ષ્મ અંશ વિહીન થિને રહે છે.
ક્ષપકશ્રેણિએ આરૂઢ આત્મા આગળ વધતો આત્માના શત્રુભૂત કર્મોને હતો, નષ્ટ કરી ૧૧મે ઉપશમના ગુણસ્થાનકને ઓળંગી સીધો ૧૨મે ક્ષીણમોહ ગુણસ્થાને આવી જાય છે. અહીં મોહની જડ સમૂળગી નષ્ટ થઈ જાય છે; કેમકે મોહના ક્ષય વગર મોક્ષ શક્ય જ નથી ને ! મોલ શબ્દમાં મો એટલે મોહ (મોહનીય કર્મ) અને ક્ષ એટલે ક્ષય, નાશ, અભાવ. તેથી મોહનો ક્ષય તે મોક્ષ. આત્મા મોહવિહીન, વીતરાગ, વીતષ એટલે રાગ-દ્વેષની ગ્રંથી વગરનો થઈ જાય છે. ૧૨મેથી તેરમે ઉત્તમ ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થઈ શુકલ ધ્યાનના ૧-૨ સ્તર વટાવી ત્રીજામાં પ્રવેશી કેવળજ્ઞાન પામે છે. અત્રે તે પ્રક્રિયા બતાવતાં પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યશ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં જણાવે છે કે :
મોહક્ષયાત્ જ્ઞાનદર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્.” ૧ થી ૧૨મા ગુણસ્થાનક સુધી મોહનીય કર્મ ખપાવવાની ઉત્તરોત્તર સાધના છે. અંતરાયાદિ કર્મો અંતર્મુહૂર્ત પછી નાશ પામે તેનું ઉદાહરમ આમ છેઃગર્ભસૂર્યા વિનષ્યમાં યથા તાલો વિનશ્યતિ | તથા કર્મક્ષય યાતિ, મોહનીયે ક્ષયે ગતે IT
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org