________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ જીવો ભિન્ન ભિન્ન સોપાનો પર ઊભા છે, ક્રમે ક્રમે આગળ વધે છે. પ્રથમ સોપાન જીવની મિથ્યાદશાનું.અજ્ઞાનનું સૂચક છે. ત્યાં બધા ભા છે. છેલ્લે પગથિયું વટાવી જનાર મુક્ત થઈ જાય છે. જેમ જેમ આત્માના ગુણોનો વિકાસ થાય, કર્મના આવરણોનો ક્ષય કે ક્ષયોપશમ થતો જાય તેમ તેમ આત્મા એક એક ગુણસ્થાન આગળ વધે છે. આત્માના ગુણનાં સોપાનો છે માટે ગુણસ્થાન કહેવાય છે.
પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે જીવાત્મા રાગદ્વેશની ગ્રંથી--ગાંઠને ઓળખે છે. પછી તે ભેદવા પ્રયત્નશીલ બને, પુરુષાર્થ કરે તો છેલ્લા યથાપ્રવૃત્તિ કરણથી અપૂર્વકરણ કરી અદ્ ભુત શક્તિ ફોરવે છે. અનિવૃત્તિકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ જીવ સીધો ચોથા ગુણસ્થાને દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા પામી, તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન મેળવી શુદ્ધ સમ્યક્દષ્ટિ દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા પામી, તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન મેળવી શુદ્ધ સમ્યક્દષ્ટિ શ્રદ્ધાળુ બને છે.
૧૪ ગુણસ્થાનમાં સોપાનો આ પ્રમાણે છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યદૃષ્ટિ, દેશવિરતિ સ્તુત સર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ, અપૂર્વકરણ. અનિવૃત્તિ, બાદર સંપરાય, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ. સયોગી કેવળી અને ૧૪મું અયોગી કેવળી.
ગુણસ્થાનમાં ગુણ શબ્દ આત્માના ગુણ કે ગુણોના વિકાસ તથા તેનું સ્થાન, સ્થિતિ સૂચવે છે. પ્રથમ ગુણસ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યાત્વ અને છતાં પણ ગુણસ્થાન ? શું વદતોવ્યાઘાત નથી લાગતું ? પરંતુ મિથ્યાત્વમાં રહેલા જીવને પણ અક્ષરનો અનંતો ભાગ ખુલ્લો છે. નજીવું જ્ઞાન તો છે, જેથી જડથી જુદો બતાવવા માટે આ સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહ્યું છે. જો જ્ઞાનશૂન્ય દશા હોત તો જડ અને ચેતનમાં શો તફાવત રહે ?
ચોથા ગુણસ્થાને પહોંચ્યા પછી વ્રત-નિયમ-પચ્ચખાણ ધારણ કરી પાંચમા ગુણસ્થાનકે આવી દેશવિરતિધર શ્રાવક બને છે. અહીંથી આગળ વધતાં સંપૂર્ણ આરંભ–સમારંભાદિનો, પાપાનો ત્યાગ કરી, ઘરબહાર, કુટુંબકબીલો ત્યજી છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિધર પ્રમત્ત સાધુ બને છે. એક પગથિયું આગળ જઈ સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાને આવી અપ્રમત્ત સાધુ બને છે.
ત્યારપછી આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાનથી શ્રેણિનો આરંભ કરે છે. બે પ્રકારની શ્રેણિ છેઃ ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ. ઉપશમ શ્રેણેિ આરૂઢ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org