________________
મોક્ષમીમાંસા
આહંત દર્શન પ્રમાણે દર છ મહિને એક જીવ-(આત્મા) સિદ્ધ થાય છે. તેમના પુણ્યના પરિપાકરૂપે નિગોદમાંથી એક જીવ અવ્યવહાર રાશિમાંથી-કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં વ્યવહાર રાશિમાં આવે છે અને જો તેનું તથાભવ્યત્વ પરિપક્વ થયું હોય તો અનન્ત પુદ્ગલપરાવર્તથી ભટકેલો, અછડાતો, કુટાતો તે પણ સમકિતાદિ મેલવી મોક્ષ સુધી પહોંચી શકે છે. તીર્થકરોના જીવો પણ નિગોદમાંથી બહાર નીકળેલા હોય છે. જૈન દર્શનમાં તે માટે બે સીડી બતાવી છે. સીડીથી જ ઉપર જઈ શકાય છે !
તે બે સીડી આ પ્રમાણે છે: વિનય સર્વ પ્રથમ ગુણ છે અને વિનય પ્રાપ્ત થતાં ક્રમશઃ મોક્ષ સુધી પહોંચી શકાય છે. વિનયથી મોક્ષ સુધીની સીડી દ્વારા ગુણાત્મક રીતે આગળ વધતાં ‘નિસરણીના ગુણાત્મક પગથિયાં' વિશે પ્રશમરતિકાર પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્ષે આ રીતે જણાવ્યું છે. બંનેમાં ૧૪ પગથિયાં છે. જેમ કે:વિનયફલ શુશ્રષા, ગુરુશુશ્રુષાર્લ શ્રુતજ્ઞાનમ્ | જ્ઞાનસ્ય ફલ વિરતિર્વિરતિફલ ચાઢવનિરોધઃ | ૭૨ || સંવરલ તપોબલમથ તપાસો નિર્જરા ફલ દષ્ટમ્ | તસ્માત ક્રિયાનિવૃત્તિઃ ક્રિયાનિવૃર્તયોગિતમ્ | ૭૩ | યોગનિરોઘા ભવસન્તતિક્ષયઃ સન્તતિક્ષયાન્માક્ષઃ | તસ્માત્ કલ્યાણીનાં સર્વેષાં ભાજત વિનયઃ || ૭૪ || વિનયગુણની પર્ણસા શાસ્ત્રકારમહર્ષિઓએ ખૂબ કરી છે. તેને પ્રાથમિક આવશ્યકતા ગણી આચારની કક્ષામાં મૂકી દીધું છે. ગુરુવંદન ભાષ્યની ગાથામાં આચારસ્સઉ મૂલ વિણઓ' કહ્યું છે. વિનયગુણની પ્રાપ્તિથી ઉત્તરોત્તર મો૭ની નિસરણી ઉપર જીવ આગળ વધતો એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમ ફળની પરંપરાએ આગળ વધે છે. વિનય માટે તેથી તો કહ્યું છે કે “વિનયતિ દૂરી કરોત્ અષ્ટ વિધકર્માણીતિ વિનય?'
બીજી સીડીમાં ૧૪ પગથિયાં છે. તેના પર ચઢઊતર થયા કરે છે. સડસડાટ છેલ્લે સુધી જઈ શકાતું નથી. ૧૧ મા પગથિયા ઉપર ચઢેલો જીવ પડીને ત્રીજે, બીજે, પહેલે મિથ્યાત્વ ગુણસ્થાને કે ખુદ નિગોદ સુધી પહોંચી જાય છે. આ ૧૪ પગથિયાં આત્માના ગુણની ઉત્તરોત્તર વિકાસશીલ કક્ષા સૂચવે છે. જગતના સર્વે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org