________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ તે તે દોષોને નિવારવા. તેથી આત્મા તે તે ધર્મારાધનામાં મન-વચન-કાયાથી એકાકાર થઈ જાય છે. એમાં તન્મય લક્ષવાળું, અનુરૂપ શુભ લેશ્યા અને અધ્યવસાયયુક્ત સ્પષ્ટ શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ, સચોટ ક્રિયાવિધિ-પાલન, ચોક્કસ શાસ્ત્રોક્ત કાળ-મુદ્રા-મર્યાદાની જાળવણી તથા સંશય, ભ્રમ, વિસ્મરણ, અનુપયોગાદિ વિનાનો માનસિક અખંડ ઉપયોગ બરાબર ઝળહળતા રહે છે. આની પૂર્વે સન્ત બરોબર કેળવેલું હોવાથી સાધનામાં પ્રમાદથી અતિચાર અને અપવાદનું સેવન ન હોવાથી એટલું ઊંચી કક્ષાનું અપ્રમત્તપણું હોય છે. આમ શાસ્ત્રયોગ આત્મસાત થયા બાદ સામર્થ્યયોગનો વિચાર કરી શકાય.
ઉપર જણાવેલા માર્ગો જો સિદ્ધ થાય તો અહીંથી મહાવિદેહાદિ ક્ષેત્રોમાં જવા જેટલું ભાથું ભેગું કરી લીધું હોવાથી સમક્તિ, અરે ક્ષાયિક મેળવવાની દિશામાં હરણફાળ ભરી શકાય. તે સિવાય બીજો કોઈ રસ્તો નથી, આરો નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org