________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ ત્યાર પછી સયોગી અને અયોગી ગુણસ્થાને મોક્ષપુરીનો મહેમાન બને છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય સાથે અનન્ત-ચતુષ્ટમીના ગુણો અનન્ત સ્વરૂપે પ્રાપ્ત કરી આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. બાકીનાં ચાર અઘાતી કર્મો ખાસ નડતાં નથી. તત્ત્વાર્થની છેવટની કારિકા સમજાવે છે કે ઘાતી કર્મોનો ક્ષય થતાં યથાખ્યાત ચારિત્રને પામેલા બીજરૂપ મોહનીયાદિ કર્મોના બંધનમાંથી મહાત્માને અન્તર્મળ દૂર થવાથી સ્નાન કરેલા, પરમેશ્વર એટલે કેવળ જ્ઞાનરૂપી ઋદ્ધિ-ઐશ્વર્યને મેળવી પરમ શ્વર્યવાળા પરમેશ્વર બને છે. ઘાતી કર્મોનો ઉદય થતાં બુદ્ધ, બાહ્યાભ્યતર સર્વરોગના કારણો દૂર થવાથી નિરામય, સર્વજ્ઞ, સર્વદર્શી જિન, વીતરાગી કેવળી બને છે. તે માટે ૧૪ સોપાનો એક પછી એક ચઢવાનાં છેઃ જેમકે સિદ્ધાણં બુદ્ધાણં પ્રમાણે પારગયાણ પરંપરગમાણે જેથી છેલ્લે સોપાને મો૭.
આગળ વધીએ તે પહેલાં આત્મા તત્ત્વ કે પુનર્જન્મમાં જન માનનારા દર્શનો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, “ઋણે કૃત્વા ધૃત પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય કર્થ પુનરાગમન ભવેત' મતવાળા ચાર્વાકો વગેરે આત્માને જ માનતા નથી. તો પછી તેનાં જેવાં અસંખ્યની સંખ્યામાં સંસારના અનેકાનેક જીવોને કર્મ, કાર્મણવર્ગણા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, મોક્ષાદિ તત્ત્વો અત્યંત અપરિચિત હોય તેમાં નવાઈ કરવા જેવું નથી. પુગલાનંદી, ભવાભિનંદી જીવો સર્વગ્ને જ મોક્ષ સ્વીકારે તો પણ નવાઈ પામવા જેવું નથી ને !
જૈનોના પરમ પુનિત પર્યુષણ પર્વમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સમક્ષ પવિત્ર શ્રીકલ્પસૂત્રનું વાંચન થતું રહ્યું છે.
યજ્ઞ-યજ્ઞાદિનો જ્યારે ભારતમાં પ્રચાર હતો તે સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં આવી રહેલાં દેવ-દેવીને સાક્ષાત્ જોઈ વિસ્મિત થયેલા ૧૧ દિગ્ગજ જેવાં પાંડિત્યથી ફૂલેલા બ્રાહ્મણ પંડિતશિરોમણિ ત્યાં ઉપસ્થિત થતાં એક પછી એકને નામોલ્લેખ, શંકા, વેદપદોનું વિરોધાભાસી વચનોતી શંકા-કુશંકાને વશ થયેલા બ્રાહ્મણ પંડિતો સાથે ભગવાનનો જે વાદ, સંવાદ તયો તેને ગણધરવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ ગણધરવાદ પર્યુષણમાં છઠ્ઠા દિને વંચાય છે. તેમાં ૧૧ ગમધરોની શંકા તથા તેમના નામો આ પ્રમાણે
શ્રી ઇન્દ્રભૂતિને આત્માના અસ્તિત્વ વિષે, શ્રી અગ્નિભૂતિને કર્મ વિષે, શ્રી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org