________________
રાઈ તથા દૈવસિક પ્રતિક્રમણ
હોય છે.
'एवं च कालसाम्यात् शेपेप्वपि चतुर्षु भरतेषु
पंचसु एरावतेषु च प्रकारान्तरेण दश आश्चर्याणि ज्ञेयानि ।' અવસર્પિણીના પ્રથમ આરામાં (સુષમા સુષમા) યુગલિક જીવન હોય છે. દરેક જાતનાં કલ્પવૃક્ષો ઇચ્છાઓને શીવ્રતાથી પૂરી કરે છે. શરીર ખૂબ મોટાં, ઘણાં મજબૂત હોય છે. અવસર્પિણીમાં સુખની માત્રા ઓછી અને દુઃખની માત્રા ક્રમિક વધતી જતી હોય છે તે જ્યારે ઉત્સર્પિણીમાં પ્રથમ આરામાં દુઃખી વધારે અને ધીરે ધીરે આયુષ્ય, સુખ, બળાદિ કાળક્રમે વધતાં જાય છે એટલે અવસર્પિણીથી ઉલ્ટી રીતે ગણવાનું.
અવસર્પિણીના છેલ્લા બે આરામાં મિથ્યાત્વ ગાઢ, ગાઢતર, ગાઢતમ થતું રહે છે. અવિરતિ, કષાયો તથા પ્રમાદનું બાહુલ્ય વધવાથી આર્થિક, નૈતિક, ધાર્મિક, સામાજિક, રાજકીય સ્થિતિ બદતર અને કષ્ટપ્રાયઃ રહે છે. છઠ્ઠા આરામાં તો તદ્દન ધર્મવિહીન જીવન હોય છે. ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા છતાં પણ બાકીના ૨૧૦૦૦ વર્ષો સુધી તેમનું શાસન ચાલતું રહેવાનું છે. છેલ્લે એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ અને એક સાધ્વી જૈનશાસન અને ધર્મના પ્રતિનિધિ તરીકે વિદ્યમાન હોય છે, જે શાસનની યશકલગી સ્વરૂપ બીના છે.
૪૫
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે પાંચમા આરાના અંતે મહાસત્ત્વશાળી ઇન્દ્રથી નમસ્કાર કરાયેલા છઠ્ઠનો ઉગ્ર તપ કરનારા દુપ્પસહસૂરિ, સુધી જૈન ધર્મ તથા ગચ્છની મર્યાદા રહેશે. સ્વર્ગથી આવેલા અંતિમ આચાર્ય દુઃપ્પસહસૂરિ, સાધ્વી ફલ્ગુશ્રી, શ્રાવક નાગિલ તથા શ્રાવિકા સત્યશ્રી એમ પ્રભુની આજ્ઞા માનનાર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ ગણાશે. દશવૈકાલિક, જિતકલ્પ આવશ્યક, અનુયોદ્વાર, અને નંદિસૂત્ર આ ચાર આગમ પાંચમા આરાના અંત સુધી રહેશે.
વીરપ્રભુ પછી સુધર્માસ્વામીની દુપ્પસહસૂરિ સુધી ૨૭ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાનો તથા ૧ ૧ લાખ ૧૬ હજા૨ એકાવતારી ચારિત્રશીલ શાસ્ત્રના જાણકાર પર્ભાવક આચાર્યો થશે. ‘કાલ સપ્તતિકા’ના આધારે આવી માહિતી ‘મહાવીર જીવન જ્યોત' રચયિતા વિદુષી સાધ્વીજી સુનંદા મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીજી વસંતપ્રત્રાશ્રીજીએ વીર નિ. સં. ૨૫૦૩માં આપી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org