________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ વળી, શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ ભાષાન્તર ભાગ ૨ અને પૂર્તિ પૃ. ૫૬૨ પર આ પ્રમાણે નોંધ્યું છે. સાધુ દુખસહસૂરિ, સાધ્વી ફલ્યુશ્રી, શ્રાવક નાગિલ, શ્રાવિકા સત્યશ્રી, મરૂદેવી માતા તથા શાંતિનાથના સંદર્ભમાં વિમલ વાહન રાજા, સુમુખ મંત્રીશ્વર, આટલો સંઘ વિદ્યમાન હશે.
વળી, શ્રી ભદ્રબાહુ પ્રેરિત ‘વીર પ્રવચન લેખક મોહનલાલ દીપચંદ ચોકસીએ પણ આવી વાત ભગવાન મહાવીરની પાટપરંપરામાં નોંધી છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રના ૧૦મા પર્વના એતવિષયક માહિતી મળે છે.
કર્મ તણી ગતિ ન્યારી'ના લેખક પ. પૂ. પંન્યાસ શ્રી અરુણ વિજયજી મહારાજે તેમના ગ્રંથમાં ભાગ-૧ પૃષ્ઠ ૧૯૭ પર આનો નિર્દેશ કર્યો છે. શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબના ગ્રંથ લોકપ્રકાશમાં વિસ્તૃત માહિતી પીરસી છે.
મોક્ષે જવા માટે ઓછામાં ઓછું ૨ હાથ પ્રમાણ શરીર અને વધુમાં વધુ ૫૦૦ હાથની મનુષ્યની કાય હોય તો જ મોક્ષે જવાય. છઠ્ઠા આરામાં મોક્ષે ન જવાય, કારણ કે શરીર એક જ હાથનું હોય છે.
છઠ્ઠા આરામાં ધર્મવિહીન દશા પરાકાષ્ઠાએ પહોંચી હશે; તેથી દુઃખનું બાહિલ્ય, સુખાદિ નામશેષ અત્યંત સ્વલ્પ માત્રામાં હશે. ગાઢ મિથ્યાત્વ, કષાયો, પ્રમાદિ આત્મગુણ ઘાતક પરિબળો ઉગ્ર રહેવાથી તથા ક્ષપકશ્રેણિ અદશ્ય રહે છે. વળી શાસ્ત્ર કહે છે કે આ બધાં વર્ષો દરમ્યાન ભરત ક્ષેત્રના જીવો વિરાધક હોવાથી તેમના માટે ક્ષાયિક સમ્યકત્વાદિ દુર્લભ રહે છે; કેમકે સમ્યગ્દર્શન વગરના જીવો વિરાધક, સમ્યગ્દર્શનવાળા આરાધક.
વિદ્યમાન એક સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ભગવંતને મેં પૂછ્યું કે અમારા જેવાં માર્ગાનુસારી, અવિરત કે દેશવિરત શ્રાવક-શ્રાવિકાદિ વિરાધક હોય તે સમજી શકાય પણ તમારા જેવાં સર્વવિરતિધર શાસનપ્રભાવક મુનિભગવંતો તપાદિમાં રચ્યાપચ્યા રહેનારાં પણ વિરાધક ગણાય ? તેમણે જણાવ્યું કે કાલપ્રભાવવશ અમારી સ્થિતિ પણ તેવી જ ગણાય ! તો આ અવસર્પિણીમાં થયેલી વંદનીય વિભૂતિઓ પશમ કે ક્ષાયિક શ્રેણિના અધિકારી ન હોય તો આપણાં જેવાંનો શો હિસાબ ! પરંતુ આશ્વાસનનું એક કિરણ આમ છે કે આ વિભૂતિઓ તથા તેના જેવાં લોકો શાસ્ત્રાનુસાર ચરમાવર્તમાં આવેલાં, અચરમાવર્તમાં પાછા ન પડનારાં,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org