________________
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ
૪૭ અપુનર્ભધકાદિ અવસ્થાએ પહોંચેલાં માર્ગાનુસારી, માર્ગાભિમુખ, માર્ગપતિત હોવાથી એક કે અર્ધપુદ્ગલ પરાવર્તકાળમાં અવશ્ય મોક્ષે જશે જ તે કંઈ ઓછું આશ્વાસનનું કારણ છે ? ભલે ને તે ગાળો ઘણો મોટો હોય ? આપણે ઉપર જે ૧૦ વસ્તુ ગણાવી તેમાંની મુખ્ય બે વસ્તુ જેવી કે ક્ષાયિક સમ્યકત્વ (ક્ષપકશ્રેણિ), ઉપશમશ્રેણિ તથા યથાખ્યાત ચારિત્ર. આશ્વાસન એ વાતનું રહે છે કે ક્ષાયોપશોમિક સમ્યકત્વ વિષે કશો નિર્દેશ કર્યો નથી, મૌન સેવ્યું છે તે પણ જો સંપૂર્ણપણે પામી શકાય તો ઘણું પામ્યા. તેથી તે માટેના પુરુષાર્થને અવકાશ રહે છે.
ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોમાં ગોતમ ગણધરનું આયુષ્ય ઓછું હોવાથી તેમના પછી સુધર્માસ્વામીએ શાસનનું સુકાન સંભાળ્યું. તેમના પછી આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી જંબૂસ્વામી થયા. કેટલાક જ્યોતિર્ધરો સુંદર તપાદિ તથા શાસન સેવા કરવા છતાં પણ એ ભવમાં મોક્ષાધિકારી ન થઈ શકે તેનું કારણ અત્યારે કોઈ પણ સાધુ-સાધ્વી કે અન્ય ૭મા ગુણસ્થાનકથી ઉપર જી શકતા નથી. ૮મા ગુણસ્થાને જ મોક્ષમાર્ગ મોકળો થતાં અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને તે પછી જ સમ્યકત્વ પામી શકાય ! દર્શન તકનો ક્ષય પમ અશક્ય છે.
કલ્પસૂત્ર પ્રમાણે ક્ષપક અને ઉપશમશ્રેણિનો લોપ થયો છે છતાં પણ ક્ષાયિક સમકિતી જીવો અર્ધપુદગલપરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામી શકે છે. તેના ઉદાહરણો જોઇએ. શ્રેણિક મહારાજા મહામિથ્યાત્વી હતા. ચેલુણા રાણીએ કુનેહપૂર્વક જૈનધર્મી બનાવ્યા. અનાથમુનિના સમાગમથી સમકિતી બન્યા. હરણીના બચ્ચાંને તડફડતાં જોઈ ખૂબ આનંદિત બન્યા જેથી અત્યારે પ્રથમ નરકમાં છે. કાલાંતરે આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. એવી જ રીતે શ્રીકૃષ્ણનો જીવ હવે ૧૨મા અમમ તીર્થંકર થશે. તેથી આયુષ્યનો બંધ ન પડ્યો હોય તેવાં જીવો ક્ષાયિક સમકિતી હોવાથી યોગ્ય કાળે અર્ધપગલપરાવર્તિમાં મોક્ષે સીધાવે છે. આ સમયગાળો તો ઘણો મોટો છે. સાગર ઓળંગતા કિનારે આવી એકાએક કૂદકો કે છલાંગ આવશ્યક રહે છે તે છે સુપુરુષાર્થ. બંનેએ ચોથા આરામાં જન્મ લીધો હતો ને ! ચારિત્રમોહનીય કર્મના ઉદયથી બંને દીક્ષા લઈ શકતા ન હતા. પરંતુ શ્રેણિક રાજાએ ધન્નાની દીક્ષા પ્રસંગે છડીધર બની મહોત્સવ દીપાવ્યો તથા શ્રી કૃષ્ણ પુત્રીઓને દીક્ષા માટે ચારિત્રમાર્ગે જવા પ્રોત્સાહિત કરતા તથા અન્યોના કુટુંબાદિની ભરણપોષણની જવાબદારી લેવા તૈયારી બતાવી હતી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org