________________
૧૦૬
જૈન ધર્મના
પુષ્પગુચ્છ
સામર્થ્ય યોગથી નીપજે છે તેથી અહીં જે નમસ્કાર કહ્યો છે તે આ ઉત્તમ સામર્થ્ય યોગના ઘરનો છે. ભાવ નમસ્કારથી ભગવાનની પ્રતિપત્તિની કક્ષા, જે મોક્ષરૂપી ફળની સિદ્ધિમાં અનન્ય-અવન્ય કારણ છે. આ પ્રમાણે યાપનીયમતે દિગંબરે જે તર્કો રજૂ કર્યા છે તે પાયા વગરના છે જેનો રદિયો તેમના ખંડતાત્મક ઉપરના તર્કો પાયાવિહીન, કાટ્ય, પૂર્વગ્રહપ્રેરિત વગેરે બતાવી તે તર્કોનો છેદ ઉડાવી દીધો અને રેવડી દાણાદાર કરી દીધા. અત્રે ઉત્તરપક્ષે જે રદિયો આપ્યો છે તે સુજ્ઞ વાચકગણ સમજી શકે છે અને તે દ્વારા તેઓના પૂર્વ પક્ષનું અનુમાન કરવું રહ્યું. જો તે અત્રે રજૂ કર્યો હોય તો લખાણ ઘણું લાંબુ થઈ જાય ને ?
ઉપરની ચર્ચા વિચારણાના સારસંક્ષેપરૂપે આટલું ધ્યાનમાં રાખવું મહત્ત્વનું છે. જૈનદર્શન એકેશ્વરવાદી નથી, અનેકેશ્વરવાદી દર્શન છે. હિન્દુ ધર્મમાં અવતારવાદ તથા એકેશ્વરવાદ પુષ્ટ થયો છે. સંભવામિ યુગે યુગે પ્રમાણે ફરી ફરી વારંવાર જન્મ લે છે. ઈશ્વર થવાનો કોઈનો હક્ક રહેતો નથી. ત્રણ પ્રકારના આત્માઓ જૈનદર્શને સ્વીકાર્યા છે જેમકે બહિરાત્મા, અન્તરાત્મા તથા પરમાત્મા, દરેક જીવમાં પરમાત્મા બનવાની શક્તિ ગૂઢ રીતે પડેલી છે. તત્ત્વભૂત પદાર્થોમાં અતૂટ, દૃઢ, અચલાયમાન સંનિષ્ઠ શ્રદ્ધા તથા તે પ્રમાણેના આચરણ દ્વારા મોક્ષનો પાયો જે સમ્યક્ત્વ છે તે પ્રાપ્ત થવાથી છેવટ સુધી પહોંચી શકાય છે. આ નવ તત્ત્વો છેઃ
જીવાડજીવા પુછ્યું પાવાદ્વાસવ સંવરો ય નિજ્જરણા ।
બન્ધો મુક્ખોઽતહા નવ તત્તા હુંતિ નાયવ્વા।।
આ નવ તત્ત્વો જાણી આચરવાથી મોક્ષ સુધી જવાનો રસ્તો ખુલી જાય છે. આ જાણવા માટે શ્રદ્ધા અતૂટ જોઈએ. તે આ રહીઃ ‘જં જં જિણે હીં જાસિયાઈ તમેવ નિઃસંકં સચ્ચત્’
જે કંઈ લખાણ લખી શકાયું છે તેમાં સાધુ મહારાજાના ઉપદેશાત્મક વ્યાખ્યાનો, પર્યુષણપર્વમાં કલ્પસૂત્રનું શ્રવણ અને તેમાં પણ ગણધરવાદ, પં. અરૂણવિજયજી લિખિત ગણધરવાદ ભાગ ૧-૨ તથા આચાર્ય ભુવનભાનુ સૂરિશ્વરજી લિખિત પરમતેજ ભા.૧-૨નો હું અત્યંત ૠણી તથા કૃતઘ્ની છું. રાગદ્વેષનો જેમણે ક્ષય કર્યો છે તે પરમાત્માની સ્તુતિમાં યર્થાથ કહ્યું છે. પ્રશમરસનિમગ્ન દૃષ્ટિયુગ્મ પ્રસન્નમ વદનકમલમંકઃ કામિનીરાગશૂન્યમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org