________________
મોક્ષમીમાંસા
૧૦૫ તાકાત હોય છે.
જો લબ્ધિ યોગ્યતા છે તો દ્વાદશાંગ ભણી લબ્ધિનો નિષેધ કેમ કર્યો? “ન સ્ત્રીણામ્' એ સૂત્ર સ્ત્રીને ચૌદ પૂર્વ ભણવાનો અનધિકાર ઠરાવે છે. અહીં લબ્ધિનો નિષેધ નથી. ભણવાનો નિષેધ છે. સ્ત્રીનું શરીર એવું છે કે તે દોષરૂપ થાય. ૧૧ અંગ તે ભણી શકે છે. ૧૨મા દૃષ્ટિવાદમાં વિદ્યા-મંત્ર-નિમિત્તાદી ભણવામાં દોષ ઉત્પન્ન થાય તેથી તે ભણવાનો નિષેધ કર્યો લાગે છે. નિષેધ છે. પરંતુ સ્ત્રી જ્યારે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય ત્યારે વેદમોહનીય કર્મ ક્ષય થતાં જ્ઞાનાવરણીય કર્મનો એટલે ક્ષયોપશમ થાય ત્યારે દૃષ્ટિવાદાન્તર્ગત પૂર્વનું જ્ઞાન પ્રગટતાં શુકલધ્યાન પર ચઢી કેવળજ્ઞાન પામે છે. આમ શ્રેણીમાં જ્ઞાનોપયોગ થતાં ભલે શબ્દથી દ્વાદશાંગ ન ભણે તે દ્વારા લબ્ધિઘર ન બને, પરંતુ કંદશાંગના પદાર્થનો બોધ, જ્ઞાનોપયોગ થવામાં બાધા નથી. આ લબ્ધિ હવે પ્રાપ્ત થઈ.
પરંતુ કેવળજ્ઞાન ધ્યાનાન્સરિકામાં થાય એવું શાસ્ત્રવચન છે. ધ્યાનના ચાર પાયામાંથી પ્રથમ બે માટે પૂર્વનું જ્ઞાન જોઈએ. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે “આધે પૂર્વવિદઃ' અપેક્ષિત બોધી સ્ત્રીને શ્રેણિમાં વેદ મોહનીયના ક્ષય પછી પૂર્વગત બોધ થવામાં વાંધો નથી. કાલગર્ભના દષ્ટાન્ત પ્રમાણે સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તો અનુમાન કરાય કે ઋતુકાળમાં વીર્યસંયોગ થયો જ હોય. તેમ સ્ત્રીને કેવળજ્ઞાન થયું તો તે શુકલધ્યાનથી તેથી તે દ્વાદશાંગના જ્ઞાનોપયોગથી બન્યું હોવું જોઈએ. તેથી દ્વાદશાંગની સત્તા, ભલે તે શબ્દથી નહીં, ક્ષયોપશન વિશેષથી. પરંતુ સ્ત્રી કલ્યાણનું ભાન જ નથી. સ્ત્રી તીર્થકરને જન્મ આપે છે. નવ માસ ગર્ભમાં ઉછેરી જન્મ આપનારી સ્ત્રીને મોક્ષ અને મોક્ષોપયોગી ઉત્તમ ધર્મ સાધવા અયોગ્ય કેમ કહેવાય? સ્ત્રી ઉત્તમ ધર્મસાધક હોય જ તેથી કલ્યાણ ભાજનતા સુધીના ગુણોની સંપત્તિથી યુક્ત હોઈ કેવળજ્ઞાન; કર્મ ક્ષયે મોક્ષ અવશ્ય થાય જ. તેથી “ઈક્કવિ નમુક્કારો જિનવરવસહસ્સ વદ્ધમાણસ્સ સંસારસાગરાઓ તાઈ નર વા નારિ વા'. અત્રે સ્ત્રીને બાકાત નથી રાખી, અને તારે ઈ સૂચવે છે કે તે મોક્ષ મેળવી શકે છે. ભાવનાનું પ્રાબલ્ય ઘણું બધું કરી શકે છે તેથી ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન'.
અરે આ સ્તુતિને અર્થવાદ ગણવી કે વિધિવાદ? આ વિધિવાદ છે. પૂર્વપક્ષે જે સમ્યગદર્શનાદિ વ્યર્થ જવાનો દોષ બતાવ્યો છે તે વ્યર્થ છે. અત્ર ભાવનાનું એટલું પ્રબળ બળ છે કે તે ક્ષપકશ્રેણિ જે અપૂર્વકરણના ધર્મસંન્યાસ નામના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org