________________
૧૦૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ વાંધો નથી. તેથી અકલ્યાણનું ભાન નથી. કેમકે તીર્થકરને જન્મ આપે છે. આથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે? શા માટે તે ઉત્તમ ધર્મની સાધક ન હોય? જે કેવળજ્ઞાનનો સાધક છે. વળી કેવળજ્ઞાન હોય એટલે નિયમો મોક્ષપ્રાપ્તિ થાય જ.
સ્ત્રીત્વ સાથે અપૂર્વકરણનો વિરોધ હોય એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ અને ચરિત્ર મોહનીય કર્મને તોડનાર સમર્થ અધ્યયવસાયનો વિરોધ હોય તો સ્ત્રીત્વને લીધે કર્મ તોડનાર ન રહેવાથી સમ્યકત્વ અને ક્ષાયિક સમ્યકત્વ ન પામી શકે કેમકે સ્ત્રીનું સમ્યકત્વ પામવાનું સ્ત્રીમુક્તિ નિષેધવાળા માને છે. સ્ત્રી છઠ્ઠા પ્રમત ગુણસ્થાનકથી ૧૪મા અયોગિકેવળી ગુણઠાણા સુધીના ૯ ગુણસ્થાનક પામવાને અયોગ્ય હોય તો કેવળજ્ઞાન-મોક્ષ ન પામી શકે તેવું નથી. સ્ત્રીને પણ નવગુણ સ્થાનકનો સંભવ શાસ્ત્ર કહ્યો છેઃ માણુસિણીંસુ સાસાયણ સમ્મઈઢિપહુડિ જાવ અજોગિ! કેવલિન્તિ દવ્યયમાણેણ કેવડિયા? સંખેજ્જારા
(ષટુ ખંડાગમ સૂત્ર ૪૯). મનુષ્ય સ્ત્રીઓ આસ્વાદન અને સમ્યગદૃષ્ટિથી માંડી અયોગી કેવળી સુધીની દ્રવ્યપ્રમાણથી કેટલી હોય? સંખ્યાતીઃ
મણુઝિણીયું સમ્મામિચ્છાદ્ધિ-અસંજદંસમાઈઢિ સંજદા-સંજદસંજદઢાણે ણિયમાં પક્વત્તિયાઓ (ષખંડ. સૂ. ૯૩ની ધવલા ટીકા)
એટલે કે મનુષ્ય સ્ત્રીઓ મિશ્ર-અવિરત-સમ્યગદષ્ટિ-દેશવિરતિ અને પ્રમત્તાપ્રમત્ત સંયમસ્થાને નિયમા પર્યાપ્ત જ હોય છે. વળી “ધવલા ટીકા' ૫.૩ ૫૪૧૬માં “સ્ત્રીવેદે ઉપશામક ૧૦, ક્ષપક ૨૦ કહ્યા છે; પૃ.૪૨૨માં સ્ત્રીવેદે અપ્રમત્તસંયત સંખ્યાતગુણી એમાં જ પ્રમત્તસંયત સંખ્યાતગુણી, સંયોગીકેવલી સંખ્યાતગુણી હોય છે. ગોમટસારજીવકાંડમાં કહ્યું છે કે મનુષ્ય સ્ત્રી પ્રમત્તવિરતમાં આહારાદિક નિયમો નથી.'
આ બધું સૂચવે છે કે સ્ત્રીને દીક્ષા, શ્રેણિ સયોગીકવલ અને અયોગીકેવળીનાં ૬ થી ૧૪મા સુધીના નવગુણસ્થાનક હોઈ શકે છે.
સ્ત્રી લબ્ધિને અયોગ્ય નથી. આજે પણ કાળાનુસાર લબ્ધિ દેખાય છે. દા.ત. સ્થૂલભદ્રની સાત બેનોમાં ૧-૨-૩ને ૧-૨-૩ વાર શ્રવણે યાદ રહી જતું. કોઈક શીલવતી સ્ત્રીમાં પોતાના હસ્તસ્પર્શ કે કંબળસ્પર્શથી સાપના ઝેર ઉતારવાની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org