________________
મોક્ષમીમાંસા
૧૦૩
બધાં સદાચારના પાયામાં ઔચિત્ય, પર અપકાર વર્જન, એટલે કે પરોપકાર કરવાની વૃત્તિ, પ્રવૃત્તિ અત્યંત જરૂરી ઉચિત છે. તેથી તે સમજે છે કે પોતાનામાં રહેલી બિનજવાબદારી ધાર્મિક દરજ્જાની વૃત્તિ કે વર્તાવ સૂચવે છે કે તેને તે વિષે માથે ભાર જ નથી. જો ધર્મ પ્રત્યે બહુમાન હોય તો તેની જવાબદારી શિરે કેમ ન ધરાય? નોકરી કરનારી સ્ત્રી પણ પોતાની જવાબદારીનો ભાર રાખે છે ને? ધર્મીએ ઉચિત વર્તાવ રાખવો જોઈએ કેમકે ધર્મ પ્રત્યે બહુમાન ન હોય તો ધર્મનું અધિકારીપણું જ ઉડી જાય તેથી ઔચિત્ય પાયામાં અત્યંત જરૂરી છે.
પર અપકાર વર્જન કેમ જરૂરી? શુદ્ધ આચારમાં બીજાને અપકાર કરવાથી, બીજાનું બગાડવાથી, અહિતાદિ કરવાથી દૂર રહેવાનું કહ્યું છે. ઔચિત્યભંગમાં ધર્મની જવાબદારીનું ભાન ન રહેવાથી મૂળભૂત ધર્માભિમાન, બહુમાન ઉડી જાય છે. બીજાનો અપકાર કરવાથી સ્વાર્થોધતા અને નિર્દયતા પોષવાથી ધર્મનું અર્થીપણું તથા જીવો પર કરવાની દયાનો છેદ ઉડી જાય છે. સ્વાર્થી માણસમાં ધર્મનો રસ ન રહે, ધર્મની ગરજ રહે પણ તેમાં આંધળો ધર્મમાં બેપરવાઈ બતાવે છે. ભીખારીને રોટલી આપવાના બદલે મારી હાંકે તો દિલમાં ધર્મ વસ્યો કહેવાય? તેવી રીતે ઈર્ષાવશ બીજાને નુકસાન પહોંચાડી ખુશ થાય એને ધર્મ સાથે લેવા દેવા રહે ખરી? અભિમાનના તોરમાં ભગવાનની આડે ઊભા રહી પૂજા કરે, બીજાને દર્શનાદિ કરવામાં અંતરાય કરે તેના દિલમાં ધર્મલેશ્યા હોઈ
શકે ?
સ્ત્રીના બગલાદિમાં સંમૂર્ણિમ જૂવગેરેની ઉત્પત્તિ, રક્ષા ન કરે તેના પ્રત્યુત્તરમાં જણાવે છે. કોઈ સ્ત્રી શું શુદ્ધ ન હોઈ શકે? શું પુરુષોમાં પણ કેટલાંકને માથામાં જૂ, લીખ વગેરે હોવાથી એમને પણ ચારિત્ર તથા મોક્ષમાં બાધા આવે ને? સ્ત્રી અપૂર્વકરણની વિરોધી છે પણ તેવું નથી. તેઓમાં અપૂર્વકરણાનો સંભવ છે. અપૂર્વકરણવાળી (૬ થી ૧૪ સુધીના ગુણઠાણે). નવમા ગુણઠાણાથી રહિત સ્ત્રી ઈષ્ટસિદ્ધિ માટે સમર્થ નથી. પણ નવમા ગુણઠાણે ન હોય એવું નથી. સ્ત્રીનો તે માટે સંભવ કહ્યો છે. નવગુણ ઠાણા માટે યોગ્ય પણ લબ્ધિ માટે અયોગ્ય હોય તો? તે આમર્ષોષધાદિ લબ્ધિ માટે અયોગ્ય નથી. આજે પણ કાળની યોગ્યતા પ્રમાણે એ લબ્ધિ હોય છે. તો પછી દ્વાદશાંગનો નિષેધ શા માટે ? એનું કારણ એવા પ્રકારનું શરીર દોષરૂપ બને છે. છતાં પણ ક્ષપકશ્રેણી લાગતાં યોગ્ય કાળે ગર્ભની જેમ ઉપયોગરૂપ ભાવથી દ્વાદશાંગના અસ્તિત્વનો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org