________________
મોક્ષમીમાંસા
કરયુગમપિ યત્તે શસ્ત્રસંબંધ વદ્યમ્ તદસ જગતિ દેવો વીતરાગસ્તવમેવ।। એગો મે સાસઓ અપ્પા નાણદંસણસંજુઓ ।
સેસા મે બાહિરાભાવાઃ સવ્વ સંજોગલક્ષણા।।'
જેવી રીતે હિંદુ ધર્મમાં અધર્મનો નાશ કરવા તથા ધર્મની પુનઃ સ્થાપનાર્થે અવતારવાદની કલ્પના કરી છે. ગીતામાં ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્' એના જેવો એક એવો મત છે કે સિદ્ધબુદ્ધ થયેલો આત્મા સંસાર કે મોક્ષ બંનેમાંથી એકમાં ન રહેનારો તટસ્થ રહે છે તેથી એમના શાસ્ત્ર પ્રમાણે મહાન પુરુષ ન તો સંસારમાં કે ન તો મોક્ષમાં રહે. જગતની ઉન્નતિ માટે જે આત્મા અકલ્પ્સ, કલ્પનાતીત ચિંતામણિ કરતાં અધિક છે તેવો અભવસ્થ, અમોક્ષસ્થ, અબદ્ધ, અમુક્ત, તત્ત્વની ઉપાસના ચિંતામણિ કરતાં વધુ ફળ આપે છે.
આ મતનું ખંડન કરવા ‘પારગથાણં' પદ છે. પાર એટલે છેડો. અંત. શાનો ? સંસાર ભ્રમણનો, ભવ ભ્રમણનો, અથવા પ્રયોજન સમૂહનો. અનાદિકાળથી ભવચક્રમાં ભટકતા ભવ્ય જીવનું તથા ભવ્યત્વ પરિપક્વ થતાં, પ્રયોજન સિદ્ધ થતાં અંતિમ પ્રયોજન મુક્તિ સિદ્ધ થાય છે. કશું સિદ્ધ કરવાનું રહેતું નથી. ૧૩મા ગુણસ્થાનકના અંતે યોગોને તદ્દન રુંધી પછી ૧૪મા ગુણસ્થાનકે અયોગી આત્માને કશું કરવાનું રહેતું નથી. આવા આત્મા મોક્ષમાં રહેલા કહેવાય; પરંતુ સંસારમાં ય નહીં અને મોક્ષમાં પણ નહીં એમ નહીં. આ બે સિવાય કોઈ ત્રીજી અવસ્થા હોઈ ન શકે ને ?
૧૦૭
આ સ્વેચ્છાવાદીના મતના ખંડન માટે ‘પરંપરાગયાણં' પદ મૂક્યું છે. જો તેઓના મત પ્રમાણે ઉપકાર કરવાના હેતુથી કે સન્માર્ગ બતાવવા માટે આમ કરે તો તે વ્યક્તિ રાગવાળી છે એમ માનવું પડે. પરંતુ તેઓ વીતરાગ, વીતદ્વેષ છે. તેમને કશું કરવાનું રહેતું નથી. તેઓ અશરીરી વગેરે ગુણધારી છે. કરવા કરાવવાનું કોઈ પ્રયોજન નથી. કહ્યું છે કે ‘પ્રયોજનમનુદિશ્ય મંદોડિપ ન પ્રવર્તતે’. આથી ઉપરનો મત તદ્દન અવ્યવહારૂ, અવાસ્તવિક હોવાથી ટકી શકે તેમ નથી. તેને શરીર નથી, મન, વચન, કાયાથી, કષાયો નથી, દ્વન્દાતીત છે. આત્માના ગુણો વિકસાવી ટોચે પહોંચ્યા પછી નિરર્થક સંસારની જેલમાં શા માટે કેદી થવા આવે ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org