________________
૧૦૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ હિન્દુઓના ભારતીય ષડ્રદર્શનોમાં જૈન દર્શન જેની અને જેટલી વિસ્તૃત, વિધેયાત્મક સર્વાગીય ચર્ચા થઈ છે તેટલી મોક્ષ વિષે ત્યાં આજે જોવા મળતી નથી. બહુસેક વર્ગ તેજ મોક્ષ એવી માન્યતા સામાન્ય હિન્દુઓમાં દૃષ્ટિગોચર થાય છે. “ક્ષીણે પુણ્ય મર્યલોક વિશાન્તિ” એમ કહી સ્વર્ગથી પતિતો માટે કહે છે. નિર્વાણ જેવું ત્યાં નથી. બૌદ્ધ દર્શનમાં નિર્વાણની કલ્પના કરી છે અને તેને જ મોક્ષ સ્વમતાનુસાર માને છે.
જૈન દર્શનમાં અંતિમ બે extreme (છેડાની) કલ્પના કરી છે. નિગોદ જે અવ્યવહાર રાશિ તથા મૂઢતા, અજ્ઞાનતાનો ગોળો છે, જેમાં ત્રસ કે ગતિ નથી તો બીજી બાજુ તેના અંતિમ છેડે સિદ્ધશિલા સ્થિત સિદ્ધલોકના શુદ્ધાત્મા જેવાં સિદ્ધાત્માઓ પણ વ્યવહારમાં નહિ પ્રવેશનાર એવી પરાકાષ્ટાની પ્રકૃષ્ટ ચેતનાવસ્થા, આનંદાવસ્થા, સચ્ચિદાનંદાવસ્થા છે જેને આપણે પ્રકાશ સ્વરૂપ જ્ઞાનાનંદમાં રમમાણ આનંદઘન, ચૈત્યાનંદ ગોળો કરી શકીએ. જો નિગોદ એ નિકૃષ્ટ, અશુદ્ધ જડવત્ દશા છે; તો નિર્વાણ સિદ્ધાવસ્થા એ પરમ પ્રકૃષ્ટ શુદ્ધ ચૈતન્યાનંદાવસ્થા છે. તેથી આતદર્શનમાં નિર્વાણ અને મોક્ષ સમાનાર્થક ગણ્યા છે.
આ દર્શનમાં નવતત્ત્વમાં સ્વતંત્ર મોક્ષ તત્ત્વ આપીને મોક્ષ-નિર્વાણપદને પામેલા જીવો સાદિ અનંતકાળ સુધી ક્યાં છે? કેવાં સ્વરૂપે છે? કેવું સુખ કેવી રીતે ભોગવે છે, સાંકડેમોકળે અથડામણ વગર કેવી રીતે રહી શકે છે વગેરેનું નિશ્ચિત સ્વરૂપે વર્ણન કર્યું છે. જ્યારે છvસ્થાવસ્થામાં મૃત્યુ પામેલાં જીવો ક્યાં છે ? કેવાં છે, કેવાં થશે તે વિષે નિશ્ચિત સ્વરૂપે જાણી શકાતું નથી.
મોક્ષ તત્ત્વ એક જ છે, મોક્ષમાર્ગ સદાકાળ માટે એક જ છે. જે કોઈ નિષ્કાય, નિર્મોહી, વીતરાગ-દ્વેષ થાય તે મોક્ષ પામે જ.
નિશાળમાં ભણતાં બધાં વિદ્યાર્થીઓની કક્ષા એક નથી હોતી જ્યારે મોક્ષમાં સિદ્ધશિલાએ સર્વ સિદ્ધોની સમાન સમકક્ષા અવસ્થા હોય છે. ૧૪ રાજલોકમાં ૧૫ કર્મભૂમિમાંથી પણ ૪૫ લાખ યોજન વિસ્તારમાંથી તથા ભવિતવ્યતાના પરિપાકે સિદ્ધગતિએ પહોંચેલા જીવોની સર્વોચ્ચ સમરૂપ, બંધન રહિત મુક્તાવસ્થા, સચ્ચિદાનંદા વસ્થા છે. બંધન એટલે આધ્યાત્મિક ક્ષેત્રે આવરણ. સંસારી જીવો દુઃખી, તેથી કહ્યું છે કે નિત્ય દુઃખમુક્તિ એ જ મોક્ષ છે.' અથવા નિત્ય સુખ એ જ મોક્ષ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org