________________
પાંચમો અને છઠ્ઠો આરો
૧૯
નિશદિન વંદનની સ્પૃહા તદુપરાંત અઢી દ્વિપના અઢાર સહસ્ર શીલાંગના ધારક, પાંચ મહાવ્રતોના પાલન કરી સમિતિ, પાંચ આચારો (પંચાચા૨) પાળી બાહ્યાભંત૨ તપ કરનારા મુનિગણો કે જેઓ ગુણમણિમાલા ધા૨ક છે તેમને વંદન કરી જીવ ભવસાગર તરી જવાની વાંછના સેવે છે. રાઈ પ્રતિક્રમણનું અત્યંત ભાવવાહી, સુંદર, સર્વકામનાની પૂર્તિ કરનારું તીર્થવંદનાનું આ કાવ્ય રસવાહી તથા ભાવથી ભરપૂર છે !
આ બંને પ્રતિક્રમણોમાં ઉપરની વસ્તુ જરા વિગતે જોઈ લઈએ. રાઈ પ્રતિક્રમણમાં ઠાઉ કહી ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ગ પછી પુખ્ખ૨વ૨ પછી આઠ અતિચારની ગાથાઓ આવે છે અને અહીં નવકારનો કાઉસ્સગ્ગ આવે છે. આનાથી ઊલ્ટું એટલે દેવસિક પ્રતિક્રમમમાં ક્રમમાં પરિવર્તન થાય છે. આનાથી તદ્દન ઊલટું એટલે નવકારના કાઉસ્સગ્ગ પછી ૪ થોય અને વંદિતાસૂત્ર પછી એક લોગસ્સ પછી પુખ્ખરવર વગેરે આવે છે. રાઈ કરતાં ક્રમ ઊલટો બને છે. લઘુ શાંતિ સ્તવથી દેવસિક પ્રતિક્રમણ પૂરું કરાય છે.
રાઈ પ્રતિક્રમણમાં ત્યારબાદ ભગવાનહં, અઠ્ઠાઈજ્જેસુ પછી ત્રણ ખમાસમણા દઈ શ્રી સીમંધર સ્વામીના દુહા, ત્યારબાદ બે ચૈત્યવંદન (જે દૈવસિકમાં નથી) કરાય છેઃ એક શ્રી સીમંધરસ્વામીનું અને બીજું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલજીની આરાધનાર્થે કરાય છે. તે પહેલાં ખમાસણા દેવાપૂર્વક પાંચ દુહા બોલવામાં આવે છે. અત્રે નોંધવું જોઈએ કે આ બંને ચૈત્યવંદનો સંપૂર્ણ પૂરેપૂરા કરાય છે. પછી અરિહંત ચેઈઆણં અન્નત્ય બાદ નવકારના કાઉસ્સગ્ગ કરી શ્રી શત્રુંજયની સ્તિતિ કરી રાઈ પ્રતિક્રમણ પૂરું થાય છે.
હવે દેવસિક તરફ વળીએ તે પહેલાં દેવસિક પ્રતિક્રમણ પૂરું થતાં સામયિક પા૨વા૨નો વિધિ થાય છે. અહીં પરિવર્તન આમ કરાયું છે. બંનેમાં ચંદેસુ નિમ્મલય૨ા સુધી લોગસ્સ કહી દેવસિકમાં અહીંથી ચઉક્કસાય પડિમલ્લુ... ચૈત્યવંદ ન આકારે બેસી કહી નમ્રુત્યુગ્રંથી જયવીયરાય સુધી ઉચ્ચારી મુપત્તિ પડિલેહવી અને ત્યા૨૫છી બાકીની વિધિ પૂરી કરાય છે. રાઈ કરતાં દેવસિકમાં પારવા માટેની વિધિ, જરા વિસ્તૃત છે.
તુલનાત્મક દૃષ્ટિએ વિચારતાં રાઈ પ્રતિક્રમણ વધુ ભાવવાહી, મર્મસ્થળ સુધી પહોંચાડનારું છે. રાઈમાં રાત્રિ દરમ્યાન ત્રણ યોગો દ્વારા જે સાવદ્ય યોગો સેવાયા હોય તે માટે કુસુમિણ, દુસુમિણથી ભીના હ્રદયે ક્ષમા માંગી છે. અહીં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org