________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ જે ચૈત્યવંદન છે તે ઘણું મોટું તથા સંપૂર્ણ કરાય છે. દેવસિકમાં તેમ નથી. ભરોસરની સક્ઝાયમાં પણ વિશિષ્ટ ચારિત્રધારી સ્ત્રી-પુરુષોની નામાવલિ તથા તેમના જેવો આદર્શ સેવવો જોઈએ, પ્રેરણા લેવી જોઈએ તેથી તે આવકારપાત્ર છે. તેમાં છેવટમાં આવતાં બે ચૈત્યવંદનો મહાવિદેહ સુધી પહોંચાડે છે. આ રીતે બે પ્રતિક્રમણોમાં કંઈક આગવી ભાત તથા વિશિષ્ટતા રાઈ પ્રતિક્રમણમાં દૃષ્ટિગોચર થાય છે.
ગમે તેમ, દોષ સેવાયા હોય કે ન લેવાયા હોય તો પણ બંને પ્રતિક્રમણો દ્રવ્ય પ્રતિક્રમણ ન રહેવાં જોઈએ. તે ભાવપ્રતિક્રમણ થાય તેવો પ્રયત્ન કરવો રહ્યો. તે માટે ભવાભિનંદી કે પુદ્ગલાનંદી ન થતાં, દુન્વયી કે સ્વર્ગીય કામનાનો ત્યાગ કરી, શુદ્ધ વિચારો સેવી તન્મય, તદાકાર, તર્ગતચિત્તે, ઉલ્લાસ, ઉત્સાહ તથા કર્મક્ષય દ્વારા સમકિત મેળવવાના શુભ આદર્શો રાખી પ્રતિક્રમણ કરાય તો સમકિતી થવાની દિશામાં શુભ પગરણ માંડ્યા છે તેમ ગણાય. ધાર્મિક અનુષ્ઠાનાદિ સમકિતની પ્રાપ્તિ માટે કરાય તો ભ્રમર-કીટ ન્યાયે એક દિવસે તે અવશ્ય મળશે જ.
સમકિત માટે સાંસારિક કે આધ્યાત્મિક ક્રિયા કરતાં કરતાં સમકિત આપણા આંગણે આવીને ઊભું જ રહેશે તેમાં શંકાને સ્થાન ન હોઈ શકે, કારણ સમકિત અને તે પણ ક્ષાયિક વગર મુક્તિ સુલભ નથી. જેમણે મુક્તિ મેળવી છે, મેળવી હતી અને ભવિષ્યમાં મેળવશે તેમણે ક્ષાયિક સમકિત મેળવવું જ પડે. તેનાથી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ન્યૂન સમયમાં મોક્ષલક્ષ્મી વરમાળા પહેરાવે જ એમાં શંકાને સ્થાન નથી.
બંને પ્રતિક્રમણોની આગવી વિશિષ્ટતા જોઈ લઈએ. રાઈ પ્રતિક્રમણમાં પ્રારંભમાં જ રાત્રિ દરમ્યાન ત્રણ યોગો દ્વારા સાવદ્ય પાપોનું પ્રાયશ્ચિત કરાવે છે. એ ચાર લોગસ્સ અને એક સંપૂર્ણ લોગસ્સથી થાય છે. ત્યાર પછી જગચિંતામણિનું સુંદર ભાવગ્રાહી સંપૂર્ણ ચૈત્યવંદન કરાય છે. પછીની સઝાય અત્યંત ઊર્મિપ્રદ તથા આત્માતિ પ્રેરક છે. પછી સાધુ ભગવંતોની સુખ સંયમયાત્રાની પૃચ્છા કરાય છે. લોગસ્સનો કાઉસ્સગ્ન પૂર્વક પુકખરવરદીવઢે તથા સિદ્ધાણં બુદ્ધાણ સૂત્ર આવે છે. છઠ્ઠા આવશ્યકની મુહપત્તિના વડિલેહણ પછી સુંદર પ્રભાવક તીર્થનંદના રાઈમાં જ છે. એકેક નવકારના કાઉસ્સગ્ન પૂર્વક પ્રારંભમાં નહીં પણ હવે જ થોયો આવે છે. પછી ત્રણ ખમાસમણા દઈ શ્રી સીમંધર સ્વામીના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org