________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ ઉપર જોયા પ્રમાણે મોક્ષ માત્ર મનુષ્ય ગતિમાં જ મળે. અહીં સાધનાદિ સર્વ પ્રકારની સામગ્રી હાથવેંતમાં છે. દેવોમાં ઘણો મોટો ભાગ મિથ્યાત્વી છે જેમને સમકિત વગર મોક્ષના ફાંફા. સમકિતી દેવો ઓછા પ્રમાણમાં છે (જે નરકમાં પણ હોઈ શકે. દા. ત. શ્રેણિક મહારાજા) તેઓ ચોથા અવિરતિ સમકિત ગુણસ્થાનકથી આગળ ન જઈ શકે. પાંચ, છ ગુણસ્થાન વગેરે વગર મોક્ષ ક્યાંથી સંભવે ? તિર્યંચો જેવાં કે દેડકો, મેરૂપ્રભ હાથી વગેરે પણ પાંચમા ગુણઠાણાથી આગળ ન જઈ શકે ને ? નરકના જીવો દારૂણ દુઃખાદિમાં ક્યાંથી આ માટેનો શેખચલ્લી વિચાર પણ કરે!
વળી મોક્ષે જવા આટલું અત્યંત આવશ્યક છે. અઢી દ્વિીપમાં જે ૧૫ કર્મક્ષેત્રો છે તેમાં પાંચ ભારત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહમાંથી જ મુક્તિ મળી શકે. તેમાંથી ભારત અને ઐરાવતમાં માત્ર ત્રીજા-ચોથા આરામાં જ બંને ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં શક્ય છે જ્યારે મહાવિદેહમાં હંમેશા મોક્ષના દ્વાર ખુલ્લાં છે. અત્યારે પણ ત્યાં ૨૦ વિદ્યમાન, વિહરતા સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી વગેરે વિચરે છે. મોક્ષ માટે સૌ પ્રથમ મનુષ્યગતિ, પૂર્ણ પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, ત્રયપણું, ભવ્યત્વપણું, તથા ભવ્યત્વનો પરિપાક, ક્ષાયિક સમ્યકત્વ, અણાહારીપણું, યથાખ્યાતચારિત્ર જે દ્વારા વધતાં વધતાં જ્ઞાન, દર્શન, વિરાગીપણું પ્રાપ્ત કરવું જ પડે. ૧૪ માર્ગણામાંથી આટલું તો અવશ્ય જોઈએ જ જોઈએ. એકના પણ અભાવથી મોક્ષ દૂર રહે, ન મળે. કેવળજ્ઞાની તો અવશ્ય મોક્ષે જાય કારણ કે તે અપ્રતિપાતિ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તથા અરિહંત બનીને પણ મોક્ષે જવાય તે માટે આ ચાર પદ મુખ્ય છે. અનન્ના મોક્ષે જઈ શક્યા છે. સાધુ તો તેને માટે મૂળભૂત પાયાનું પદ છે. અરિહંત થઈને મોક્ષે જનારા ઘણાં થોડા, તેથી વધુ આચાર્ય થઈને, તેનાથી વધારે ઉપાધ્યાય થઈને, સૌથી વધારે સાધુ થઈને. માટે જ કાંકરે કાંકરે સિદ્ધા અનન્તા. પાંચ પરમેષ્ઠિ મોક્ષે જનારામાં પ્રધાન છે. નવકાર મહામંત્રમાં તેઓ સ્થાનાપન્ન થયેલાં છે. મહામંત્રનું પ્રતિદિન સ્મરણ, કાયોત્સર્ગ, નમસ્કારાદિ કરણીય કૃતિ ગણાવી છે.
મોક્ષે જનારાની મુદ્રા કઈ હોય ? અત્ત સમયે કોઈ પદ્માસનમાં બેઠાં બેઠાં, કોઈ કાયોત્સર્ગ મુદ્રામાં, કોઈ સંથારો કરી તો વળી કોઈક સુતા સુતા પણ જાય. મોક્ષ ગમન સમયે અન્ને કાયાને સ્થિર કરી દે. શૈલેશીકરણ કરે, યોગો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org