________________
મોક્ષમીમાંસા રૂંધી લે, શરીરના પોલાણના ભાગ પૂરીને આત્મા એક ઘનાકારે સ્થિર બને છે. વળી મોક્ષપ્રાપ્તિ માટે શરીરની જઘન્ય અવગાહના બે હાથ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હોવી જોઇએ. તેનાથી ઓછી ૧ હાથની કાયા તથા ૫૦૦ ધનુષ્યથી વધારે અવગાહનાવાળા જીવો મોક્ષે ન જઈ શકે. છઠ્ઠા આરામાં જીવની અવગાહના એક હાથની હોવાથી મોક્ષગમને યોગ્યતા ધરાવતા નથી. મોક્ષે જતાં ઉંચાઈ જે હોય તેનો ૧/૩ ભાગ ઘટી જાય. જેમકે ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળું હોય તો તેને ૧/૩ ભાગ રહે, એટલે ૧ હાથનું રહે, ૨ હાથની અવગાહના હોય તો ૧ હાથ ૮ અંગુલ પ્રમાણ રહે. ક્ષેત્રદ્વાર પ્રમાણે આ મુક્તાત્માની અવગાહના વિચારી છે.
દર છ મહિને એક આત્મા સિદ્ધ થાય તેથી નિગોદમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. સામાન્ય રીતે એક સમયે એક આત્મા મોક્ષ પામે. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના સમયમાં ૧૦૮. મુક્તિ પામ્યા. પોતાના ૯૯ પુત્રો, ભરતના ૮ પુત્રો, અને 28ષભદેવ પોતે એટલે ૧૦૮). બીજા તીર્થકર અજીતનાથ ભગવાનના સમયે ૧૭૦ મોક્ષે ગયા. પાંચ મહાવિદેહની ૩૨ ચૂલિકામાંથી પ્રત્યેકમાંથી ૫, એટલે ૩૨*૫=૧૬૦; ભરતમાંથી અને એરાવતમાંથી ૫ કુલ્લે ૧૬૦+૫૫=૧૭૦.
ચોથા તિજયપહુરસ્મરણમાં નવમી ગાથામાં:-પંચદસકમ ભૂમિસુપ્પિન્ન સત્તરિ જિણાણ સયં (પાંચ કર્મભૂમિમાં ૧૭૦ ઉત્પન્ન થયાં છે), તેની ૨, ૩, ૪, ૫મી ગાથામાં આ જ સંખ્યા છે જેનો એક ચમત્કારી યંત્ર ૧૭૦નો બને છે. વળી અહીં પણ આ વાત રજુ કરી છે - વરકનકશખવિદ્રુમ મરકતધન સંત્રિભે વિગતમોહમ્ | સપ્તતિશત જિનાનાં સર્વાભરપૂજિત વંદે |
મોક્ષે જતાં જીવ એકજ સમયમાં સીધી ઉર્ધ્વગતિમાં સિદ્ધશિલાની ટોચે પહોંચી જાય તેવી આત્મા શક્તિ ધરાવે છે. તેથી આગળ કેમ નહીં? અલોકાકાશમાં. ગતિસહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી તેથી આગળ જઈ ન શકે, ખરું ને ?
૧૪ રાજલોકમાં જીવોનું સતત એક લોકમાંથી બીજામાં, એક ગતિમાંથી બીજીમાં, ઉર્ધ્વલોકમાંથી તિરછાલોકમાં કે અધોલોકમાં ગમનાગમન ચાલુ જ છે. ત્રણે લોકની આ પરિસ્થિતિ છે. મોક્ષે જનાર જીવ સીધો, વાંકો-સૂકો,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org