________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૯૪
તીછો થયા વગર સીધો ઉપર જાય છે. સર્વ કર્મોનો નાશ થવાથી આત્મા લોકાન્ત, લોકના અંત સુધી ઉપર જઈ સ્થાનાપન્ન થાય છે. બળી ગયેલાં લાકડાની જેમ નિર્વાણ પામે છે.
આઠ માટીના થર લાગેલો ઘડો ભારથી ઠેઠ નીચે જાય તેમ આત્મા ૮ કર્મોના
ભારથી સંસારમાં ડૂબેલો રહે છે. એક પછી એક થર દૂર થતાં આ ઘડો પાણીની ઉપર આવી તે પર તરે છે તેવી રીતે ૮ આવરણો વિહીન થયેલો આત્મા ઉપર ને ઉપર ઊર્ધ્વ ગતિ કરતો સિદ્ધ ક્ષેત્રે પહોંચે છે, સિદ્ધશિલાએ સ્થિર થાય છે. તે ઊર્ધ્વગામી, ૠજુ સરલ સીધી ગતિએ લોકના અંત ભાગ સુધી જાય છે જે માટે એક જ સમય લાગે, સમયાન્તર પણ થાય નહીં. જેમ કુંભાર ઘડી રહેલા ઘડાને ચક્ર ૫૨ ગતિ આપી પછી આપ મેળે ગતિ કરે છે. ધનુષ્યમાંથી છોડેલું બાણ આપ મેળે ગતિશીલ રહે. વળી એરંડફળ, યંત્ર અને પૈડાનું બંધન છેદાતાં બીજ, કાષ્ઠ, પેટાપુટની ઉ૫૨ ગતિ થાય છે. જેમ પત્થર નીચે પડે, અગ્નિ ઉર્ધ્વ ગતિ કરે તેમ સ્વભાવાનુસાર આત્માને ઉંચે જવાનો સ્વભાવ છે. ‘સ્વભાવઃ દુસ્યજઃ' ધુમાડાની જેમ કર્મો બાળી ઉપર જાય છે. નરક તો નીચે છે તો તે નીચી ગતિ કેવી રીતે કરે ? આ ગતિ તેના કર્માધીન છે. પુષ્કળ પાપોનો ભાર કારણભૂત છે. તેથી કર્મયુક્ત સંસારી જીવ ઉપર નીચે અને તિર્થી ગતિ કરે છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્ય જણાવે છેઃ ‘તદનન્તરમ્ ઉર્ધ્વ ગચ્છત્યા લોકાન્તાત્ વળી જેમ એક દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણું) એકી સાથે થાય છે એક સમયમાં તેવી રીતે સિદ્ધના જીવની ગતિ, મોક્ષ અને ભવક્ષય ત્રણે ભાવો એક સાથે જ થાય છે. જે સમયે ભવનો ક્ષય, એ જ સમયે ગતિ અને એક સમયમાં મોક્ષમાં જીવ સ્થિર થઈ જાય. ત્રણે સાથે. આ માટે આ દ્રષ્ટાન્ત આપે છેઃ
ઉત્પત્તિશ્ર્વ વિનાશથ પ્રકાશ તમો રિહ
યુગપત્ જાવ તો તદ્ઘત્ તથા નિર્વાણ કર્મણોઃ ।।
પ્રકાશની ઉત્પત્તિ સાથે જ અંધકારનો નાશ. તેવી રીતે સર્વ કર્મોનો નાશ (ક્ષય), નિર્વાણ=મોક્ષની ઉત્પત્તિ આ બંને એકી સાથે જ થાય. તેથી કર્મક્ષય, ભવક્ષય, ઉર્ધ્વગતિ અને મોક્ષમાં સ્થિર થવાનું સાથે જ થાય, સમયાન્તર નહીં. બધાં જ કર્મોનો ક્ષય થતાંની સાથે જ સાત રાજલોક જેટલું અંતર એક સમયમાં કાપે છે. લોકમાં તેમ અલોકાકાશ બંનેમાં આકાશ સમાન છે. તો શા માટે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org